________________
મુક્તિમાર્ગનું મૂળ તો પરમાગમ જ છે. તેથી તેનું વ્યવસ્થિત થવું આવશ્યક જ નહી પણ અનિવાર્ય હતું, જે કુન્દકુન્દ જેવા પ્રખર વિદ્વાન આચાર્ય જ કરી શકે તેમ હતું.
જિનાગમમાં બે પ્રકારના મૂળનય બનાવ્યા છે:- નિશ્ચય-વ્યવહાર અને દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક. સમયસાર અને નિયમસારમાં નિશ્ચય-વ્યવહારની મુખ્યતાથી અને પ્રવચનસાર તથા પંચાસ્તિકાયમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકની મુખ્યતાથી કથન કરીને તેમણે અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ-બન્નેને ઘણી જ સુંદર રીતે સ્પષ્ટ કર્યું છે. તેમના આ મહાન ગ્રંથો ભવિષ્યના ગ્રંથકારો માટે આજ સુધી આદર્શરૂપ રહ્યા છે અને માર્ગદર્શક પુરવાર થયા છે.
અષ્ટપાહુડમાં તેમના પ્રશાસકરૂપનું દર્શન થાય છે. તેમાં તેમણે શિથિલાચાર વિરૂધ્ધ કઠોર ભાષામાં તે પરમસત્યનું ઉદ્ઘાટન કર્યું કે જેના વિના સાધકોને ભટકી જવાના અધિક પ્રસંગો હતા. કુન્દકુન્દ આચાર્યોના ગ્રંથો ફક્ત દિગંબર સમાજમાંજ નહીં પણ શ્વેતાંબર અને સમસ્ત જૈન સમાજના પ્રત્યેક તત્ત્વચિવાન જીવોમાં અત્યંત અહોભાવથી વંચાય છે અને ઉડાણથી અભ્યાસ થાય છે. આ ગ્રંથોનું વાંચન, ચિંતવન અને નિદિધ્યાસન શ્વેતાંબર સમાજમાં પ્રચલિત અને લોકપ્રિય છે તેનો અર્થ એમ નથી કે તે ગ્રંથો વાંચનારા અધ્યાત્મર્થી ભાઇઓ અને બ્યુનો શ્વેતાંબર મટી દિગંબર થઇ ગયા. શ્વેતાંબર અથવા દિગંબર કૂળ તો જન્મ થી મળે છે પણ માન્યતા પોતાને આધિન છે. શ્વેતાંબર મૂળમાં રહી દિગંબર માન્યતા હોવી તે વિરોધાભાસ નથી. શ્વેતાંબર સમાજે જ પૂજય કાનજી સ્વામી જેવા સત્પુરૂષને આખા જૈન સમાજને આપ્યા. જો શ્રી કાનજી સ્વામી પેદા ન થયા હોત તો દિગંબર જૈન સમાજમાં પણ કુકુન્દના સાહિત્યનો પ્રચાર ન હોત. કુન્દકુન્તાચાર્ય ના ગ્રંથોનુ ઘેર ઘેર વાંચન, ચર્ચા આજે થતી હોય તો તેનું અખંડ શ્રેય પૂજય શ્રી કાનજી સ્વામીને જ જાય છે. આજે કુન્દકુન્દના ગ્રંથો ફક્ત દિગંબર સમાજનો જ વા૨સો ન રહેતાં આખા જૈન સમાજની પૂંજી બની ગઇ છે. તે ગ્રંથો વાંચનારા ફક્ત દિગંબર સમાજનાજ ભાઇઓ છે અથવા તેઓએ પરિવર્તન કરી દિગંબર સમાજમાં પ્રવેશ કર્યો છે તેમ માનવું યોગ્ય નથી; ભલે તે વાંચ્યા પછી તેમની માન્યતા, શ્રધ્ધા, રુચિ અને વર્તન તે ગ્રંથોના ઉપદેશ અનુરૂપ પલટી ગઇ હોય.
કુન્દકુન્દચાર્ય વિષે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના ઉદ્ગરો અહીં દ્દષ્ટવ્ય
છે.
“કુન્દકુન્દ્રાચાર્ય.. તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા.”
Jain Educationa International
ને સિધ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુન્દકુન્તાચાર્યજી
૧૦
For Personal and Private Use Only
www.jainelibrary.org