________________
સ્થાપિત કરે છે, તેને જ પોતાનો જાણે છે, માને છે, તેનું જ ધ્યાન કરે છે, તે નિશ્ચયથી પોતાના આત્માને પ્રાપ્ત કરે છે.
૧૫૮ વશ જે નહીં તે “અવશ', “આવશ્યક' અવશનું કર્મ છે,
તે યુક્તિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪ર ગાથા ૧૪ર :- જે જીવ (અન્યને) વશ નથી તે “અવશ” છે અને અવશનું કર્મ તે “આવશ્યક છે એમ જાણવું; તે (અશરીર થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાનો) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. આમ નિરુક્તિ છે.
૧પ૯ પરભાવ છોડી, આત્મને ધ્યાવે વિશુદ્ધસ્વભાવને,
છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬ ગાથા ૧૪૬. :- જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાને છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે.
૧૬૦ આવશ્યકાર્યે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે;
તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭ ગાથા ૧૪૭ :- જો તું આવશ્યકને ઈચ્છે છે તો તું આત્મ સ્વભાવોમાં સ્થિરભાવ કર; તેનાથી જીવને સામાયિક ગુણ સંપૂર્ણ થાય છે.
૧૬૧ રે! વચનમય પ્રતિક્રમણ, નિયમો, વચનમય પચખાણ છે,
જે વચનમય આલોચના, સઘળુંય તે સ્વાધ્યાય છે. ૧૫૩ ગાથા ૧૫૩ :- વચનમય પ્રતિક્રમણ, વચનમય પ્રત્યાખ્યાન (વચનમય) નિયમ અને વચનમય આલોચના–એ બધું (પ્રશસ્ત અધ્યવસાયરૂપ) સ્વાધ્યાય જાણ.
૧૬ ૨ કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો! કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪
૧૩ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org