________________
૧ ર ર છે જીવ, ચેતયિતા, પ્રભુ ઉપયોગચિલ, અમૂર્ત છે,
કર્તા અને ભોક્તા, શરીરપ્રણામ, કર્મે યુક્ત છે. ૨૭. ગાથા ૨૭ :- (સંસારસ્થિત) આત્મા જીવ છે, ચેતાતા (ચેતનારો) છે, ઉપયોગલક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોક્તા છે, દેહપ્રણામ છે, અમૂર્ત છે અને કર્મસયુક્ત છે.
૧૨૩ છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો;
જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪). ગાથા ૪૦ જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણો.
૧૨૪ રે! ભાવ કર્મનિમિત્ત છે ને કર્મ ભાવનિમિત્ત છે, - અન્યોન્ય નહિ કર્તા ખરેક કર્યા વિના નહિ થાય છે. ૬૦. ગાથા ૬૦ જીવભાવનું કર્મ નિમિત્ત છે. અને કર્મનું જીવભાવ નિમિત્ત છે, પસ્તુ ખરેખર એકબીજાનાં કર્તા નથી; કર્યા વિના થાય છે એમ પણ નથી.
૧૨૫
નિજ ભાવ કરતો આતમા કર્તા ખરે નિજ ભાવનો,
કર્તા ન પુગલકર્મનો; – ઉપદેશ જિનનો જાણવો. ૬૧. ગાથા ૬૧ - પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કત છે, પુદ્ગલકમોનો નહિ; આમ જિનવચન જાણવું.
૧ર૬ આત્મા કરે નિજ ભાવ જયાં, ત્યાં પુદ્ગલો નિજ ભાવથી
કર્મવરૂપે પરિણમે અન્યોન્ય-અવગાહિત થઈ. ૬૫. ગાથા ૬૫ :- આત્મા (મોહરાગદ્વેષરૂપ) પોતાના ભાવને કરે છે; (ત્યારે) ત્યાં રહેલાં પુદ્ગલો પોતાના ભાવોથી જીવને વિષે વિશિષ્ટ પ્રકારે) અન્યોન્યઅવગાહરૂપે પ્રવેશ્યાં થકાં કર્મભાવને પામે છે.
૧ ૨ ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org