________________
૧૧૮ નહિ દ્રવ્યનો ઉત્પાદ અથવા નાશ નહિ, સદ્ભાવ છે;
તેના જ જે પર્યાય તે ઉત્પાદ-લય ધ્રુવતા કરે. ૧૧. ગાથા ૧૧ - દ્રવ્યનો ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે.
૧૧૯ પર્યાયવિરહિત દ્રવ્ય નહિ, નહિ દ્રવ્યહીન પર્યાય છે,
પર્યાય તેમ જ દ્રવ્ય કેરી અનન્યતા શ્રમણો કહે. ૧૨. ગાથા ૧૨ :- પર્યાયો રહિત દ્રવ્ય અને દ્રવ્ય રહિત પર્યાયો હોતાં નથી, કારણ કે બન્નેનો અનન્યભાવ -અનન્યપણું) છે તેમ શ્રમણો પ્રરૂપે છે.
૧ ૨૦ નહિ દ્રવ્ય વિણ ગુણ હોય, ગુણ વિણ દ્રવ્ય પણ નહિ હોય છે,
તેથી ગુણોને દ્રવ્ય કેરી અભિન્નતા નિર્દિષ્ટ છે. ૧૩. ગાથા ૧૩ :- દ્રવ્ય વિના ગુણો હોતા નથી, ગુણો વિના દ્રવ્ય હોતું નથી, તેથી દ્રવ્ય અને ગુણોનો અવ્યતિરિક્તભાવ (-અભિન્નપણ) છે. જેમ જ્ઞાની (આત્મા) અને જ્ઞાન તે ભિન્ન નથી. સાકર અને મીઠાશ ભિન્ન નથી. ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તેથી દ્રવ્ય અને ગુણોનું ભિન્ન ભિન્ન હોવું સંભવતું નથી.
૧ર૧ નહિ “ભાવ” કેરો નાશ હોય, “અભાવ'નો ઉત્પાદના;
ભાવો’ કરે છે નાશ ને ઉત્પાદ ગુણપર્યાયમાં. ૧૫. ગાથા ૧૫ ભાવનો (સતનો અર્થાત જે પદાર્થ છે તેનો નાશ નથી તેમ જ અભાવનો (અસત્ના) અર્થાત જે પદાર્થ નથી તેનો ઉત્પાદ નથી; ભાવો (સત્ દ્રવ્યો) અર્થાત બધા પદાર્થો પોતાના ગુણપર્યાયોમાં ઉત્પાદવ્યય કરે છે. તાત્પર્ય એ છે કે સતનો કદી નાશ થતો નથી અને અસતુનો ઉત્પાદ થતો નથી. બધા પદાર્થોમાં પ્રતિસમય પરિણમન અવશ્ય થયા કરે છે.
૧ર ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org