________________
પંચાસ્તિકાય સંગ્રહ
૧૧૪ જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મને આકાશ એ
અસ્તિત્વનિયત, અનન્યમય ને અણુમહાન પદાર્થ છે. ૪. ગાથા ૪:- જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ તેમજ આકાશ અસ્તિત્વમાં નિયત, (અસ્તિત્વથી) અનન્યમય અને અણુમહાન (પ્રદેશે મોટા અર્થત અનેક પ્રદેશી છે)
૧૧૫ અન્યોન્ય થાય પ્રવેશ, એ અન્યોન્ય દે અવકાશને,
અન્યોન્ય મિલન, છતાં કદી છોડે ન આપસ્વભાવને. ૭. ગાથા ૭ :- તેઓ એકબીજામાં પ્રવેશ કરે છે, અન્યોન્ય અવકાશ આપે છે, પરસ્પર (ક્ષીરનીરવત) મળી જાય છે, તો પણ સદા પોતપોતાના સ્વભાવને છોડતાં નથી.
૧૧૬ તે તે વિવિધ સર્ભાવપર્યયને દ્રવે-વ્યાપે-લહે
તેને કહે છે દ્રવ્ય, જે સત્તા થકી નહિ અન્ય છે. ૯. ગાથા ૯ :- તે તે સભાવપર્યાયોને જે દ્રવે છે - પામે છે, તેને (સર્વજ્ઞો) દ્રવ્ય કહે છે – કે જે સત્તાથી અનન્યભૂત છે. (જાઓ પ્રવચનસાર ગાથા-૯૫).
૧૧૭ છે સત્ત્વ લક્ષણ જેહનું ઉત્પાદવ્યયધુવયુક્ત જે,
ગુણપયયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે. ૧૦. ગાથા ૧૦ :- જે સત્' (નિત્ય) લક્ષણવાળું છે, જે ઉત્પાદવ્યયધ્રૌવ્ય સંયુક્ત છે અથવા જેમાં ગુણપર્યાયો હોય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યનું લક્ષણ સત્ છે અને સત્ ઉત્પાદ-વ્યય અને ઘીવ્યથી સંયુક્ત છે. અથવા ગુણ અને પર્યાયવાળી વસ્તુને દ્રવ્ય કહે છે.
૧ ૨ ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org