________________
છે. બ. પંડિત જગતુ મોહનલાલજી શાસ્ત્રીના અધ્યાત્મ-અમૃત-કળશ પણ સમયસાર કળશોની જ ટીકા છે.
આ બધા વિદ્વાનોએ ટીકા લખતાં પહેલાં સમયસારનો ઊંડાણથી અભ્યાસ જરૂર કર્યો હશે.
૧૩મી સદીના પંડિત આશાધરજી અને ૧૯મી સદીના પંડિત ટોડરમલજીના ગ્રંથોના અધ્યયનથી પણ જણાય છે કે તેઓએ સમયસારનું ફક્ત વાંચન જ નહોતું કર્યું પણ ઉડાણથી તેનું અધ્યયન કર્યું હતું. સુલ્લક ગણેશપ્રસાદજી વર્ણી તો રોજ સમયસારના પાઠ કરતા હતા અને તેમને સંપૂર્ણ આત્મખ્યાતિ કંઠસ્થ હતી. જૈનેન્દ્ર વર્ણોને પણ સમયસારનો ઉડો અભ્યાસ હતો. સત્પુરૂષ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રને આ પરમાગમ મળતાં તેને માથે મૂકી નાચી ઉઠયા હતા અને તે ગ્રંથાધિરાજ લાવનાર ભાઈનું પણ રૂપિયાના ભરેલા થાળથી વધાવી બહુમાન કર્યું હતું. આધ્યાત્મિક સત્યરુષ શ્રી કાનજી સ્વામીએ તો ભરી સભામાં ૧૯ વાર સમયસાર પર પ્રવચન આપ્યાં હતાં. જે પ્રવચનો “પ્રવચન રત્નાકર' ના નામે પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે.
આ બધા આત્માર્થિયોમાં કોઈ પણ મુનિરાજ નહોતા, બધા શ્રાવક હતા. આચારની દષ્ટિથી ધર્મ બે પ્રકારના માન્યા છે, ૧) મુનિધર્મ અને ૨) ગૃહસ્થધર્મ. શ્રાવકની ૧૧ પ્રતિમાઓ ગૃહસ્થધર્મના જ ભેદ છે, અને ક્ષુલ્લકનો પણ ગૃહસ્થોમાં જ સમાવેશ થાય છે.
આચાર્યદેવે આ ગ્રંથાધિરાજ અજ્ઞાની મિથ્યાદષ્ટિઓના અજ્ઞાન અને મિથ્યાત્વના નાશ કરવા માટે બનાવ્યો છે, જે તેના અંદરમાં રહેલા અનેક ઉલ્લેખોથી સ્પષ્ટ થાય છે. સમયસારની ૩૮મી ગાથાની ટીકામાં તો સ્પષ્ટ લખ્યું છે કે અત્યંત અપ્રતિબુદ્ધિ આત્મ વિમૂઢતા માટે જ આ વાત છે.
સમ્યગ્દર્શનની મુખ્યાતાથી લખાએલ આ પરમાગમને ખાસ કરીને તો મિથ્યાદષ્ટિઓએ વાંચવું જોઈએ, કારણકે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તો તેમણે જ કરવાની છે, મુનિરાજો તો સમ્યગ્દષ્ટિ જ હોય છે, કારણકે સમ્યગ્દર્શન થયા વગર તો મુનિ થવું સંભવ જ નથી.
સમયસારની ચોથી ગાથામાં કહ્યું છે કે અજ્ઞાનીજનોએ કામ, ભોગ, અને બંધની કથા તો અનેક વાર સાંભળી છે, પણ હું તો તેમને એકત્વ-વિભક્ત આત્માની એવી કથા સંભળાવીશ કે જે તેમણે ન તો કદી સાંભળી છે, ન તો કદી તેના પરિચય થયો છે અને ન તો કદી તેનો અનુભવમાં તે આત્મા આવ્યો
છે.
૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org