________________
૨ ૨૫ પરદ્રવ્યમાં અણુમાત્ર પણ રતિ હોય જેને મોહથી,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત આત્મસ્વભાવથી. ૬૯. ગાથા-૬૯. જે જીવને પરદ્રવ્યમાં પરમાણુમાત્ર પણ લેશમાત્ર મોહથી રતિ અથતિ રાગ પ્રીતિ હોય તો તે જીવ મૂઢ છે, અજ્ઞાની છે અને આત્મસ્વભાવથી વિપરિત છે. ભેદવિજ્ઞાન થયા પછી જીવ અજીવને ભિન્ન જાણે ત્યારે પરદ્રવ્યને પોતાનું ન સમજે અને ત્યારે તેને કર્તવ્યબુધ્ધિ અર્થાત સ્વામિત્વની ભાવનાથી રાગ થતો નથી અને જો તેમ ન થાય તો એમ સમજવું કે તેને સ્વ પરનો ભેદ જાણ્યો નથી, અજ્ઞાની છે અને આત્મસ્વભાવથી પ્રતિકૂળ છે. જ્ઞાની થયા પછી ચારિત્રમોહના ઉદયથી કર્મ જન્ય કાઈક રાગ હોય તે અપરાધ નથી. તે રાગથી ગણાતો નથી. જ્ઞાની પરદ્રવ્યથી રાગી કહેવાતા નથી.
૨ ૨૬ જે દેવ કુત્સિત, ધર્મ કુત્સિત, લિંગ કુત્સિત વંદતા,
ભય, શરમ વા ગારવ થકી, તે જીવ છે મિથ્યાત્વમાં. ૯૨. કુત્સિતકનિંદિત, ખરાબ, અધમ; ગાથા-૯૨ જે સુધા આદિ અને રાગ દ્વેષ આદિ દોષોથી દૂષિત છે તે મુદેવ છે. જો હિંસા આદિ દોષોથી સહિત છે તે ધર્મ છે. જો પરિગ્રહ આદિ સહિત છે તે મુદેવ સાધુ અથવા ગુરૂ છે. જે તેઓની વંદના, પૂજા કરે છે તે તો પ્રગટ મિથ્યાદષ્ટિ છે જ પણ જે લજજા, ભય, ગારવ (માન) ઈત્યાદિ કારણોને વશ થઈને પણ વંદના, પૂજા કરે છે તે પણ પ્રગટ મિથ્યાદષ્ટિ છે.
નિગ્રંથ, બાહ્ય અસંગ, પણ નહિ ત્યક્ત મિથ્યાભાવ જયાં,
જણે તે સમભાવ નિજ, શું સ્થાન-મૌન કરે તિહા? ૯૭. સ્થાન નિશ્રળપણે ઊભા રહેવું તે; ઊભાં ઊભાં કાયોત્સર્ગસ્થિત રહેવું એક
આસને નિશ્રળ રહેવું તે. ગાથા-૯૭ જો મિથ્યાત્વભાવ સહિત હોઈ ને કંચન કામીની સર્વેનો ત્યાગ કરી દીક્ષા લઈ સાધુ વેષ ગ્રહણ કરી ધ્યાન, કાયોત્સર્ગ મૌન ઈત્યાદિ ધારણ કરે તેનાથી કોઈ પ્રયોજન સરતું નથી. તે બધું વ્યર્થ છે કારણ કે આત્માના શુધ્ધ સ્વભાવને તેણે પોતાના સ્વ સંવેદન જ્ઞાનથી જાણ્યો નથી. આત્માના શુધ્ધ સ્વભાવને જોઈ જાણી અને અનુભવીને જ જીવ સમ્યગ્દષ્ટિ બને છે. સમ્યકત્વ વગર બાહ્યક્રિયાનું ફળ તો સંસાર જ છે.
૧ પપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org