________________
“મહિમા સમ્યકજ્ઞાનની અને વૈરાગ્યબળ હોય, ક્રિયા કરે ફળ ભોગવે, કર્મ બંધ ન કોય” (૩). “ઉદય પૂર્વ કર્મબંધ તણો, વિષય ભોગવે સમકિતી. કરે ન નૂતન બંધ તેથી, મહિમા જ્ઞાન વૈરાગ્યની” (૬)
“જ્ઞાની જ્ઞાનમગન રહે રાગાદિક મળ ખોઈ, ચિત્ત ઉદાસ કરણી કરે કર્મબંધ નહીં કોઈ.” (૩૬)
“મૂઢ કર્મનો કર્તા થાય, ફળ આશધરે ફળ ચાહે, જ્ઞાની ક્રિયા કરે ફળ-સૂની, લાગે ન લેપ, નિર્જરા કરે બમણી.” (૪૩) અર્થ : (૩) સમ્યજ્ઞાનના પ્રભાવથી અને વૈરાગ્યના બળથી શુભાશુભ ક્રિયા કરવા છતાં અને તેનું ફળ ભોગવવા છતાં પણ કર્મબંધ થતો નથી. (૬) સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વે બાંધેલા કમોંના ઉદયથી વિષય આદિ ભોગવે છે પણ કર્મબંધ થતો નથી, એ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ છે. (૩૬) જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ-મોહ આદિ દોષોને દૂર કરી જ્ઞાનમાં મસ્ત રહે છે અને શુભાશુભ ક્રિયા વૈરાગ્ય સહિત કરે છે, તેથી તેને કર્મબંધ થતો નથી. (૪૩) મિથ્યાદષ્ટિ જીવ ક્રિયાના ફળની (ભાગોની) અભિલાષા કરે છે અને તેનું ફળ ચાહે છે તેથી તે કર્મબંધનો કર્તા છે. સમ્યજ્ઞાની જીવોની ભોગ આદિ શુભાશુભ ક્રિયા ઉદાસીનતાપૂર્વક હોય છે તેથી તેમને કર્મનો બંધ થતો નથી અને પ્રતિદિન અસંખ્યાતગુણી નિર્જરા થાય છે.
પર પદાર્થ અને રાગભાવમાં લેશમાત્ર પણ એકત્વબુધ્ધિ નહી રાખનાર અને પોતાના આત્માને માત્ર જ્ઞાયક સ્વભાવી જાણનાર આત્મજ્ઞાની સમ્યગ્દષ્ટિ ધર્માત્માને સંબોધન કરતાં આચાર્યદેવ સમયસારની ગાથા ૨૦૬માં કહે છે
“આમાં સદા પ્રીતિવંત બન આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે.” અર્થ: હે આત્મા! તું જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મામાં જ નિત્યરત. અર્થાત પ્રીતિવાળો થા, તેમાં જ નિત્ય સંતુષ્ટ રહે, અને તેનાથી જ તૃપ્ત થા, આમ કરવાથી તને ઉત્તમ સુખ મળશે. | નિર્જરા અધિકાર સમાપ્ત કરી પછી બંધ અધિકારમાં કહે છે કે જેમ ધૂળવાળા સ્થાનમાં તેલ લગાવી જાદાં જુદાં શસ્ત્રોથી વ્યાયામ કરવાવાળો પુરૂષને સચિત-અચિત કેળ આદિ વૃક્ષોને છિન્ન ભિન્ન કરવાથી જે ધૂળ ચોંટે છે તેનું કારણ તેલની ચિકાશ જ છે, ધૂળ અને શારિરીક ચેષ્ટાઓ નથી. તેમ હિંસાદિ
૨ ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org