________________
૧૭૬
થઇ જે શકે કરવું અને નવ થઇ શકે તે શ્રદ્ધવું; સમ્યક્ત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ જિનદેવે કહ્યું. ૨૨.
ગાથા—૨૨. જે જીવ (અંતરંગ પુરૂષાર્થ) કરવાને સમર્થ છે તે તો કરે અને જે તેમ કરવામાં અસમર્થ છે તે શ્રધ્ધાન કરે કારણ કે કેવળી ભગવાને શ્રધ્ધાન કરવાવાળાને સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. (જુઓ નિયમસાર ગાથા-૧૫૪.)
૧૭૭
વંદો ન અણસંયત, ભલે હો નગ્ન પણ નહિ વઘ તે;
બંને સમાનપણું ધરે, એક્કે ન સંયમવંત છે. ૨૬
ગાથા—૨ ૬. જે ગૃહસ્થના વેશમાં છે તે તો અસંયમી છે જ, પરંતુ જેને બહારથી સાધુવેષ ધારણ કર્યો છે પણ અંતરંગમાં ભાવસંયમ નથી તો તે પણ અસંયમી જ છે, આમ તેઓ બન્ને અસંયમી હોવાથી વંદનને યોગ્ય નથી. અત્યંતર ભાવ સંયમ વગર બાહ્ય સાધુવેષ ગ્રહણ કરવાથી તો કાઇ સંયમી થતા નથી એમ જાણવું. કોઈ પ્રશ્ન કરે કે, બાહ્ય વેષ શુધ્ધ હોય, નિર્દોષ આચાર પાલન કરતો હોય તેને અત્યંતર ભાવ સંયમ છે કે નહીં તેનો નિશ્ચય કેવી રીતે થાય ? સૂક્ષ્મભાવ નો કેવળી ગમ્ય છે. બાહ્ય વેષ અને આચાર સાધુનો અને અંતરગ ભાવ અસંયમીના, એવા કપટનો જયાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી આચાર શુધ્ધ જોઈ વંદણા કરે તો તેમાં દોષ નથી, પણ આ કપટનો કોઇ પણ કારણથી નિશ્ચય થઈ જાય ત્યારે વદણા ન કરવી.
Jain Educationa International
૧૩૭
For Personal and Private Use Only.
www.jainelibrary.org