________________
૧૭ર દભ્રષ્ટ , શાને ભ્રષ્ટને ચારિત્રમાં છે ભ્રષ્ટ જે
તે ભ્રષ્ટથી પણ ભ્રષ્ટને નાશ અન્ય તણો કરે. ૮. ગાથા-૮ જે જીવ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, સમ્યજ્ઞાનથી ભ્રષ્ટ છે અને સમ્યફચારિત્રથી ભ્રષ્ટ છે, તે ભ્રષ્ટોમાં ભ્રષ્ટ છે. આવા લોકો પોતે તો નાશ પામેલા જ છે, પણ અન્ય લોકોનો પણ નાશ કરે છે, તેથી આવા લોકોથી સદા દૂર રહેવું જોઈએ.
૧૭૩
વળી જાણીને પણ તેમને ગારવ-શરમ-ભયથી નમે,
તેનેય બોધિ-અભાવ છે પાપાનુમોદન હોઈને. ૧૩. ગારવ = (રસ-ઋદ્ધિ-શાતા સંબંધી) ગર્વ ; મસ્તાઈ. ગાથા–૧૩ “આ સાધુને સમ્યગ્દર્શન નથી અને મિથ્યાત્વમાં છે” એમ જાણતાં છતાં જે જીવો લજજા, ગારવ અથવા ભયથી તેમના પગે પડે છે, તે પાપની અનુમોદના કરનારા હોઈ તેમને પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રાપ્ત થતું નથી. કારણ કે તેઓ મિથ્યાત્વનું અનુમોદન કરે છે, કરવું, કરાવવું અને અનુમોદન કરવું સમાન કહ્યાં છે.
૧૭૪ પંચાસ્તિકાય, છ દ્રવ્ય ને નવ અર્થ, તત્ત્વો સાત છે,
શ્રદ્ધ સ્વરૂપો તેમનાં, જાણો સુદષ્ટિ તેહને. ૧૯ ગાથા-૧૯. છ દ્રવ્ય–જીવ, પુદગલ, ધર્મ અધર્મ, આકાશ અને કાળ-નવ પદાર્થ:- જીવ, અજીવ, આસ્ત્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્ય, પાપ; પંચાસ્તિકાય કાળ સિવાયનાં બાકીના પાંચ દ્રવ્યો પાંચ અસ્તિકાય છે;–સાત તત્ત્વ; – પુણ્ય પાપ સિવાયના નવ પદાર્થો સાત તત્ત્વ છે, જે જીનવાણીમાં કહ્યાં છે; તેના સ્વરૂપનું જે શ્રધ્ધાન કરે તેને સમ્યગ્દષ્ટિ જાણવો.
૧૭૫ જીવાદિના શ્રધ્ધાનને સમ્યકત્વ ભાખ્યું છે જિને વ્યવહારથી, પણ નિશ્ચયે આત્મા જ નિજ સમ્યકત્વ છે. ૨૦ ગાથા-૨૦. જીનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જીવાદિ તત્વોનું શ્રધ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે અને પોતાના આત્માનું શ્રધ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે.
૧ ૩૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org