________________
ૐ સર્વજ્ઞાય નમ: નમ: સદ્દગુરવે
પંચાસ્તિકાય. ૧ સો ઈન્કોએ વંદનિક, ત્રણ લોકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાક્ય છે, અનંત જેના ગુણો છે, જેમણે સંસારનો પરાજય કર્યો છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર.
૨ સર્વજ્ઞ મહામુનિના મુખથી ઉત્પન્ન થયેલું અમૃત, ચાર ગતિથી જીવને મુક્ત કરી નિવણ પ્રાપ્ત કરાવનાર એવાં આગમને નમન કરીને, આ શાસ્ત્ર કહું છું તે શ્રવણ કરો.
૩ પાંચ અસ્તિકાયના સમૂહરૂપ અર્થસમયને સર્વજ્ઞ વીતરાગદેવે ‘લોક' કહ્યો છે. તેથી ઉપરાંત માત્ર આકાશરૂપ અનંત એવો “અલોક' છે.
૪-૫ ‘જીવ, “પુદ્ગલસમૂહ', “ધર્મ, અધર્મ, તેમ જ “આકાશ', એ પદાર્થો પોતાના અસ્તિત્વમાં નિયમથી રહ્યા છે, પોતાની સત્તાથી અભિન્ન છે અને અનેક પ્રદેશાત્મક છે. અનેક ગુણ અને પર્યાયસહિત જેનો અસ્તિત્વસ્વભાવ છે તે અસ્તિકાય'. તેનાથી રૈલોક્ય ઉત્પન્ન થાય છે.
૬ તે અસ્તિકાય ત્રણે કાળે ભાવપણે પરિણામી છે, અને પરાવર્તન જેનું લક્ષણ છે એવા કાળસહિત છયે દ્રવ્યસંજ્ઞા'ને પામે છે.
૭ એ દ્રવ્યો એકબીજામાં પ્રવેશ કરે છે, એકમેકને અવકાશ આપે છે, એકમેક મળી જાય છે, અને જુદાં પડે છે, પણ પોતપોતાના સ્વભાવનો ત્યાગ કરતાં નથી.
૮ સત્તાસ્વરૂપે સર્વ પદાર્થ એકત્વવાળા છે. તે સત્તા અનંત પ્રકારના સ્વભાવવાળી છે; અનંત ગુણ અને પર્યાયાત્મક છે. ઉત્પાદવ્ય ધૃવત્વવાળી સામાન્ય વિશેષાત્મક છે.
૯ પોતાના સભાવ પર્યાયને દ્રવે છે, તે તે ભાવે પરિણમે છે તે માટે દ્રવ્ય કહીએ છીએ, જે પોતાની સત્તાથી અનન્ય છે.
૧૦ દ્રવ્યનું લક્ષણ સતું છે, જે ઉત્પાદયધ્રુવતાસહિત છે, ગુણ પર્યાયના આશ્રયરૂપ છે, એમ સર્વજ્ઞદેવ કહે છે.
૧૧ દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો “અસ્તિ' સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે.
૫૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org