________________
ધ્રુવ, અચળ અને અનુપમ ગતિને પ્રાપ્ત સર્વસિધ્ધોને વંદન કરીને શ્રુતકેવળી દ્વારા કથિત સમયપ્રાભૂતને કહીશ.”
આ પ્રમાણે તો તેમને ભગવાન મહાવીરના શિષ્ય પણ કહી શકાય કારણ કે તેઓ ભગવાન મહાવીરના શાસન પંરપરાના આચાર્ય હતા.
આ સંદર્ભમાં દર્શનસારની નીચેની ગાથા ઉપર ધ્યાન આપવું જોઇએ. “જો સીમંધરસ્વામી (મહાવિદેહમાં વિદ્યમાન તીર્થંકર દેવ)થી પ્રાપ્ત થએલું દિવ્યજ્ઞાન દ્વારા શ્રી પદ્મનન્દીનાથ (શ્રી કુન્દકુન્દાચાર્ય) બોધ આપ્યો ન હોત તો મુનિજનો સાચો માર્ગ કેવી રીતે પ્રાપ્ત કરી શકતા?” આ ગાથાના આધાર ઉપર તેમને સીમંધર ભગવાનના શિષ્ય પણ કહી શકાય? અહીં એ પ્રશ્ન નથી કે તેમને કયાં કયાંથી જ્ઞાન પ્રાપ્ત થયું. પણ પ્રશ્ન એ છે કે તેમના દીક્ષાગુરુ કોણ હતા અને તેમને આચાર્યપદ કોના થકી પ્રાપ્ત થયું?
જયસેન આચાર્યદેવે તેમને કુમારનંદી સિધ્ધાંતદેવના શિષ્ય બતાવ્યા છે અને નન્દીસંઘની પટ્ટાવલીમાં જિનચંદ્રના શિષ્ય બતાવ્યા છે. એમ પણ બની શકે છે કે આચાર્ય કુન્દ કુન્દ ની માફક તેમના દીક્ષાગુરૂનાં પણ બે નામ હોય.
પંચાસ્તિકાય સંગ્રહની તાત્પર્યવૃત્તિ નામક સંસ્કૃત ટીકાના આરંભમાં જયસેનાચાર્યો નીચે પ્રમાણે લખ્યું છે.
“શ્રી કુમારનન્દ્રિસિધ્ધાંત દેવના શિષ્ય પૂર્વ વિદેહ થઈ વીતરાગ સર્વજ્ઞ શ્રી સીમંધર સ્વામી તીર્થંકર પરમદેવનાં દર્શન કરી તેમના શ્રીમુખકમળથી નીકળેલી દિવ્યધ્વનિ સાંભળીને શુધ્ધાત્માદિ તત્ત્વોની સાથે પદાર્થોને ગ્રહણ કરનાર શ્રી પહ્મનન્દ આદિ છે.”
ઉપરના લખાણમાં પ્રસિધ્ધકથાન્યાયના આધાર પર કુન્દન્દિના વિદેહગમનની ચર્ચા પણ કરી છે. આ ઉપરથી એ નક્કી થાય છે કે આચાર્ય જયસેનના સમયે (વિક્રમની બારમી સદીમાં) આ વાત અત્યંત અધિક પ્રસિધ્ધ હતી.
વિક્રમની દશમી સદીના આચાર્ય દેવસેનના દર્શનસારની ગાથામાં પણ કુન્દકુન્દ્રાચાર્યના વિદેહગમનની ચર્ચા કરી છે. દર્શનસારના અંતમાં લખ્યું છે કે તેમને દર્શનસાર ગ્રન્થ પૂર્વાયની ગાથાઓનું સંકલન કરીને બનાવ્યો છે. આથી એ વાત અત્યંત સ્પષ્ટ થાય છે કે કુન્દકુન્દના વિદેહગમનની ચર્ચા કરતી ગાથા પણ દસમી શતાબ્દિથી બહુ પહેલાની હોઈ શકે છે.
આ વિષે મૃતસાગરસૂરિનું લખાણ ઉલ્લેખનીય છે. “શ્રી પદ્મનન્દી, કુન્દકુન્દાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય અને ગુપ્પપિચ્છાચર્ય પંચનામધારી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org