________________
૧૩૫ હેતુ-અભાવે નિયમથી આસ્ત્રવનિરોધન જ્ઞાનીને, આસરવભાવ-અભાવમાં કર્મો તણું રોધન બને; ૧૫૦.
કમો અભાવે સર્વ જ્ઞાની સર્વદર્શી થાય છે,
ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧. ગાથા ૧૫૧ :- (મોહ રાગદ્વેષરૂ૫) હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે અને આવભાવના અભાવમાં કર્મનો વિરોધ થાય છે. વળી કર્મોનો અભાવ થવાથી તે સર્વજ્ઞ અને સર્વલોકદર્શ થયો થકો ઈદ્રિયરહિત, અવ્યાબાધ અનંત સુખને પામે છે.
૧૩૬ દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે,
તે નિર્જરાનો હેતું થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫ર. ગાથા ૧૫ર :- સ્વભાવસહિત સાધુને -સ્વભાવપરિણત કેવળી ભગવાનને) દર્શનશાનથી સંપૂર્ણ અને અન્યદ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાનો હેતુ થાય છે. (પચાસ્તિકાય સગ્રહ ગાથા-૧૪૬, નિયમસાર ગાથાઓ :- ૯૨, ૯૩, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૨, ૧૨૩.).
૧૩૭ જાણે, જાએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨. ગાથા ૧૬૦ :- જે (આત્મા) અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે (આત્મા જ) ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે–એમ નિશ્ચિત છે.
૧૩૮
જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે,
તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬. ગાથા ૧૬૭ :- અહત, સિદ્ધ, ચૈત્ય (-અહંતાદિની પ્રતિમાં), પ્રવચન (શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી. (જાઓ સમયસાર ગાથા-૧૪૬, પ્રવચનસાર ગાથાઓ ૯, ૧૬, ભૂપ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org