________________
૮. શીલપ્રાભૂત :
૨૩૬ દુષ્કર જણાવું જ્ઞાનનું પછી ભાવના દુક્કર અરે !
વળી ભાવનાયુત જીવને દુષ્કર વિષયવૈરાગ્ય છે. ૩. ગાથા-૩. જ્ઞાનની પ્રાપ્તિ કરવી, પછી તેની ભાવના ભાવવી, વારંવાર અનુભવ કરવો, પછી વિષયોનો ત્યાગ કરવો તે ઉત્તરોત્તર દુર્લક્ષ છે અને વિષયોનો ત્યાગ કર્યા વગર પ્રકૃતિ બદલી શકાતી નથી તેથી એમ કહ્યું છે કે વિષયો જ્ઞાનને વિકૃત કરે છે તેથી વિષયોનો ત્યાગ જ સુંદર શીલ છે.
૨ ૩૭ જાણે ન આત્મા જ્ઞાનને, વર્તે વિષયવશ જયાં લગી;
નહિ ક્ષપણ પૂરવકર્મનું કેવળ વિષયવૈરાગ્યથી. ૪. ક્ષપણ= ક્ષય કરવો તે; નાશ કરવો તે ગાથા-૪ જયાં સુધી જીવ વિષયોને વશ છે ત્યાં સુધી તેને જ્ઞાન થતું નથી અને જ્ઞાન વગર કેવળ ફક્ત વિષયોથી વિરક્ત થવાથી પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય થતો નથી. જયાં સુધી વિષયોમાં રત હોય ત્યાં સુધી ઈષ અનિષ્ટ ભાવો રહે છે અને તે ભાવોમાં એકત્વ બુધ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાયકના જ્ઞાનનો અનુભવ થતો નથી અને તે અનુભવ વગર પૂર્વ કર્મનો ક્ષય થતો નથી. તેથી જ્ઞાનસહિત થઈ વિષય ત્યાગવા ઉત્તમ છે.વિષયોને ત્યાગી જ્ઞાનની ભાવના કરવી તે જ સુશીલ છે.
૧૬૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org