________________
થાય છે, સંસારમાં ભ્રમણ થાય છે. આ પ્રમાણે જાણી સ્વદ્રવ્યમાં રતિ કરો અને અન્ય જે પરદ્રવ્ય છે તેનાથી વિરતિ કરો.
૨૧૫
દુષ્ટાષ્ટકવિહીન, અનુપમ, જ્ઞાનવિગ્રહ, નિત્ય ને
જે શુદ્ધ ભાખ્યો જિનવરે, તે આતમા સ્વદ્રવ્ય છે. ૧૮. જ્ઞાનવિગ્રહ–જ્ઞાનરૂપ શરીરવાળો.
ગાથા—૧૮ અનુપમ, જ્ઞાન-આનંદમય, અમૂર્તિક, અવિનાશી, નિત્ય, શુધ્ધ જ્ઞાનમૂર્તિ આત્મા જ એક સ્વદ્રવ્ય છે અને બીજા બધા ચેતન, અચેતન, મિશ્ર પદાર્થો પરદ્રવ્ય છે.
૨૧૬
તપથી લહે સુરલોક સૌ, પણ ધ્યાનયોગે જે લહે તે આતમા પરલોકમાં પામે સુશાશ્વત સૌષ્યને. ૨૩.
ગાથા—૨૩ કાયાકલેશ આદિ તપ તથા શુભરાગરૂપી તપ તો બધા જ ધર્મો અને મતોના જીવો કરે છે અને તે તપસ્વીઓ મંદકષાયના નિમિત્તથી સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે છે, પરંતુ જે મુનિઓ ધ્યાનથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે તેઓ જિન માર્ગમાં છે અને તેઓ ધ્યાનના યોગથી શાશ્વત સુખ અર્થાત્ નિર્વાણને પણ પ્રાપ્ત કરે છે.
૨૧૭
દિવ ઠીક વ્રતતપથી, ન હો દુખ ઇતરથી નરકાદિકે;
છાંયે અને તડકે પ્રતીક્ષાકરણમાં બહુ ભેદ છે. ૨૫.
દિવ ઠીક વ્રતતપથી=(અવ્રત અને અતપથી નરકાદિ દુ:ખ પ્રાપ્ત થાય તેના કરતા) વ્રતતપથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે મુકાબલે સારૂં છે. ઇતરથી—બીજાથી (અર્થાત અવ્રત અને અતપથી) પ્રતીક્ષાકરણમાં રાહ જોવામાં.
ગાથા—૨૫ પાપ અને પુણ્ય તે બન્ને બંધ છે, એક લોખંડની બેડી જેમ અને બીજી સોનાની બેડીની માફક, એમ આચાર્યોએ કહ્યું છે તે વાત ખરી, પણ તેમાં છાયા અને તડકાની જેમ ભેદ છે. જેમ કોઇ રસ્તે જતો વટેમાર્ગુ છાયા નીચે. બેસે તો તે સુખ પામે અને તડકામાં રહે તો દુ:ખ મેળવે, તેમ જો કોઇ વ્રત, તપનું આચરણ કરે છે તે સ્વર્ગના સુખને પ્રાપ્ત કરે છે અને જે તેનું આચરણ નથી કરતો અને વિષય કષાય આદિનું સેવન કર છે તે નરકમાં દુ:ખ પ્રાપ્ત
૧૫૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org