________________
વાંચવા યોગ્ય છે. તેમ છતાં તેમાં રહેલી અમુક મહત્વપૂર્ણ વાતો તરફ વાંચકગણનું ધ્યાન અહીં આકર્ષવાનું યોગ્ય અને જરૂરી લાગે છે.
બે દ્રવ્યોના વચ્ચેની ભિન્નતાને પૃથકતા અને એક જ દ્રવ્યના ગુણ પર્યાયોના વચ્ચેની ભિન્નતાને અન્યતાના રૂપમાં આ અધિકારમાં જે પ્રમાણે પરિભાષિત કરી છે તે પોતાની રીતે અદ્દભૂત છે.
વિભક્ત પ્રદેશત્વ પૃથકત્વનું લક્ષણ છે અને અતભાવ અન્યત્વનું લક્ષણ છે. જે પદાર્થોના પ્રદેશ ભિન્ન-ભિન્ન છે, તેને પથક-પૃથક કહેવાય છે, પણ જેના પ્રદેશ અભિન્ન છે, એવા દ્રવ્ય, ગુણ, પર્યાય પરસ્પર અન્ય-અન્ય તો છે, પણ પૃથક-પૃથક નથી.
જીવ અને પુદગલ પૃથક પૃથક છે, અથવા બે જીવ પણ અભિન્ન નથી, પૃથક-પૂથક જ છે, પણ જ્ઞાન અને દર્શન પૃથક-પૃથક નથી, અન્ય અન્ય છે અથવા રૂપ અને રસ પણ પૃથક પૃથક નથી, અન્ય અન્ય છે.
જયાં રૂપ છે ત્યાં રસ છે, જયાં રસ છે ત્યાં રૂપ છે, તેમ જયાં જ્ઞાન છે ત્યા દર્શને છે, જયાં દર્શન છે ત્યાં જ્ઞાન છે તેથી રૂપ અને રસ, તથા જ્ઞાન અને દર્શન અન્ય અન્ય તો છે પણ પૃથક પૃથક નથી. ભિન્ન શબ્દનો પ્રયોગ અન્યતાના અર્થમાં પણ થાય છે અને પૃથકતાના અર્થમાં પણ. તેથી ભિન્ન શબ્દનો અર્થ કરતી વખતે આ વાતની સાવધાની અત્યંત આવશ્યક છે કે ભિન્ન શબ્દ સંદર્ભ અનુસાર કયા અર્થમાં વપરાયો છે તે જોવું જોઇએ.
ગુણ અને ગુણી (દ્રવ્ય)ના વચ્ચે પણ અન્યતા હોય જ છે પૃથકતા નથી, તેથી સત્તા (ગુણ) અને દ્રવ્ય (ગુણી)માં કથંચિત અન્યપણું છે પણ પૃથકપણું નથી. સત્તા દ્રવ્યથી અન્ય પણ છે અને અનન્ય પણ; છતાં પૃથક નથી.
જો કે આ અધિકારમાં વસ્તુના સામાન્ય રૂપનું જ પ્રતિપાદન છે. તો પણ પ્રયોજનભૂત આધ્યાત્મિક પ્રેરણા સર્વત્ર વિદ્યમાન છે. અધિકારના આરંભમાં પર્યાયમૂઢ જીવ પરસમય છે', “જે જીવ પર્યાયોમાં લીન છે તેને પરસમય કહ્યો છે.” આમ પર્યાયો ઉપરથી દૃષ્ટિ હટાવવાની પ્રેરણા આપનારી અનેક પંક્તિઓ આપી છે.
વરતુના સામાન્ય સ્વરૂપનો પ્રતિપાદક આ અધિકારને સમાપન કરતાં ટીકાકાર અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસારની તત્વદીપિકાની ટીકાના કળશ ૭માં લખે છે કે “તીવ્ર મોહની લક્ષ્મીને લૂંટનાર, ઉત્કૃષ્ટ વિવેકથી આત્મતત્વને પ્રકાશિત કરનાર શુધ્ધનયે આત્માને અન્ય દ્રવ્યોથી પૃથક કયો છે તથા સમસ્ત વિશેષોને સામાન્ચમાં લીન કર્યા છે.” ૨૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org