Page #1
--------------------------------------------------------------------------
________________
મબ્ધિ તણા ભંડાર
(ગુરુશ્રી ગૌતમસ્વામીની ક્થા)
-સંપાદક. સુબંદાબહલ
or Private & Persona
Syn
Page #2
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
. ( ગુરૂ ગતમસ્વામીની જીવનકથા )
[ સંપાદક - સુનંદાબહેન વોહોરા,
અંગટે અમત વસે, લાભિ તથા ભંડાર - શ્રી ગોતમ સમરીએ, વાંછિત ફળ દાતાર,
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : જૈન સેન્ટર ન્યુ જર્સી યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરીકા
સંપાદક : સુનંદાબહેન વહોરા
પ્રકાશન વર્ષ - વીર સંવત ૨૫૧૮, ઈ.સ. ૧૯૯૨.
પ્રથમ આવૃત્તિ ર૦૦૦
પ્રાપ્તિસ્થાન
સુનંદાબહેન વોહરા ૫, મહાવીર સોસાયટી એલિસબ્રીજ અમદાવાદ ૩૮૦૦૦૭ ભારત.
Sanat Jhaveri 2 Jain Center of New Jersey 223 Runnyede Road Essxfells city N.J. 072-1113 O. s. A.
કુમારભાઈ ભિમાણી ૧૩/૩૯ જે. એમ કમ્પાઉન્ડ ત્રીજો ભોઈવાડો મુંબઈ - ૪૦૦૦૦૨ ભારત
કવર, ડિઝાઈન : શૈલેશ ભલાણી
મુદ્રક : લીપી ગ્રાફિક્સ પ્રાઈવેટ. લીમીટેડ. ૯/૧૦, હરિકૃપા ટાવર, એસ. એમ. રોડ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬,
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્ક્રૂતિ દેશી. હરિગીત - ભૈરવી
પ્રભુનામ મંગળ ઠામ મંગળ, જીવન મંગળ સૌ જગ તણું, છે જ્ઞાન મંગળ ધ્યાન મંગળ, સ્મરણ કરીએ ગૌતમતણું. મંગળ કરણ અભિધાન છે, આનંદ મંગળ એહનું, મંગળ કરો
મંગળદિને, મંગળ
થવા જીવનનું
તજી અન્ય કામ ત્રિસંધ્ય જે, ગૌતમ તણા ગુણ ગાય છે, આનંદ મંગળ અજબ રીતે, અધિક ત્યાં ઉભરાય છે. ગૌતમ ગુરુ ગુણ ગાન મંગળ, મહત્ સ્વરૂપ મનાય છે. શુભ ‘સંત શિષ્ય' વિધન ટળી, મંગળ ઘરે વરતાય છે.
મહા
લબ્ધિવંત એ ગુરુ મારા, મહાવીરને શરણે રહેનારા, પંચ મહાવ્રતને ધરનારા, ભાવિક તણા દુ:ખો હરનારા. ફિકર તજી આશાએ રહેનારા, તારી બહુજનને તરનારા, સર્વ ઉપર કરુણા કરનારા, ક્ષમા ધર્મને ધારણ કરનારા પરમ પવિત્ર પ્રભાવિક પ્યારા, દ્રશ્ય પ્રપંચોથી નિત્ય ન્યારા ધર્મીઓને સુખ કરનારા, એવા ગૌતમ ગુરુ છે મારા,
૩. બધા જીવોને ખરેખર લાંબા કાળે, વળી દુ:ખે કરીને મળી શકે તેવો આ મનુષ્વભવ છે. કારણ કે કર્મોના પરિણામો ગાઢ હોય છે. ફળ આપવાવાળા હોય છે. માટે હે ગૌતમ ! એક સમય માત્રનો પ્રમાદ ન કર.
Page #5
--------------------------------------------------------------------------
________________
| આશીર્વચન |
શ્રી ગુરુ ગૌતમ સમરીએ. ભગવાન શ્રી આદિનાથથી લઈ, શ્રી મહાવીરસ્વામી સુધીના ચોવીસ જિનેશ્વર ભગવંતોના ચૌદસો બાવન ગણધર ભગવંતો પૈકી શ્રી ગૌતમ સ્વામીજી અંગે એવી એક વિશિષ્ટતા છે કે જેથી તેઓશ્રીનું લોકહૈયામાં અનોખું સ્થાન છે.
ગૌતમ એ ત્રણ અક્ષરના પ્રભાવપૂર્ણ પરિચયમાં પૂજયશ્રીની વિશિષ્ટતાનો ખ્યાલ આવી જાય તેમ છે.
નામ સાથે તેઓશ્રીની અનંત લબ્ધિ અને અતિશયવંત બાહ્ય અભ્યતર જીવન પણ તેઓશ્રી પ્રત્યે વધુને વધુ ભક્તિ, શ્રદ્ધા અને પ્રીતિને વધારનાર છે.
તેવા શ્રી ગુરુ ગૌતમસ્વામીના જીવનનો ખ્યાલ આપવા જે રીતે આ પ્રયાસ કરવામાં આવ્યો છે, તે પણ એક તેઓશ્રીની ભક્તિસ્વરૂપ ગણી શકાય તેમ છે. - શ્રી ગુરુ ગૌતમને ઓળખવા, સમજવા અને સમજાવવા માટે પ્રસ્તુત પુસ્તકમાં શ્રી સુનંદાબહેને કરેલા પ્રયાસ આદરને પાત્ર બને તેવો છે.
આપણે પણ શ્રી ગુગૌતમને ભિન્નભિન્ન દૃષ્ટિકોણથી ઓળખવા, સમજવા પ્રયત્ન કરશું તો આપણી નવી નવી ક્ષિતિજો ખૂલતી જશે.
ચંદ્રોદયસૂરિ
Page #6
--------------------------------------------------------------------------
________________
- લબ્લિતણા ભંડાર છે અનંતલબ્લિનિધાનના સાર્થક બિરુદને ધરનારા ભગવાન શ્રી મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીના નામથી આપણા જૈન સંઘમાં કોણ અજાણ્યું છે?
મનોવાંછિતદાયક, કામધેનુ કલ્પતરુ અને ચિંતામણિ આ ત્રણે દિવ્યતાઓ જેમના નામ સાથે વણાયેલી છે. તેવા શ્રી ગૌતમસ્વામીજીનું નામસ્મરણ કરનાર આત્માને પોતાના શુભકાર્યમાં સિદ્ધિ મળે, સફળતા વરે એમાં નવાઈ શી ?
કામધેનુનો સૂચક અક્ષર છે - 'ગો કલ્પરનો સૂચક અક્ષર છે - તે
ચિંતામણિનો સૂચક અક્ષર છે - 'મ' આ છે ગૌતમ નામનો મહિમા શ્રી ગૌતમસ્વામીના ચરણોમાં અનન્ય ભાવથી જે નમસ્કાર કરે છે, તેની આધ્યાત્મિક સાધનામાં આવતા વિનોના વાદળ વિખરાઈ જાય છે. ચિત્તની અખંડ પ્રસન્નતા અને સર્વત્ર સમતા એના માટે સુલભ બની જાય છે.
શ્રી ગૌતમસ્વામીજી સ્વયં પચાસહજાર કેવળજ્ઞાની શિષ્યોના ગુરુપદે હોવા છતાં પોતાના પરમારાધ્ય ગુરુ શ્રી મહાવીર પરમાત્માની આગળ એક નમ્ર સેવકની તથા એક બાળ શિષ્યની જેમ તેઓ રહેતા હતા.
શાસનનાયક શ્રી મહાવીર પરમાત્માના પોતે પ્રથમ-ગણધર હતા, સંપૂર્ણ દ્વાદશાંગીના પ્રણેતા હતા, છતાં વિનીત બાળકની જેમ પ્રભુની આજ્ઞામાં રહેતા,
આવો પ્રકૃષ્ટ વિનય, આવી અનન્ય સમર્પિતતાનો સુભગ યોગ જેમનામાં સધાયો હોય, તેમની ગુણગરિમાને કોણ આંબી શકે ?
મહિમાવંત, લંબિના ભંડાર શ્રી ગૌતમસ્વામીજીના આવા ઉદાત્ત જીવન અને વન વિષે તત્ત્વ જિજ્ઞાસુ સુનંદાબહેને ભક્તિસભર હૃદયે પ્રસૂતા પુસ્તક તૈયાર કર્યું છે, તેનું અવગાહન કરવાથી ગુરુપ્રત્યેની તથા પરમાત્મા પ્રત્યેની ભક્તિ જાગૃત થશે, વિકસિત બનશે.
Page #7
--------------------------------------------------------------------------
________________
સુનંદાબહેન સ્વયં તત્વ જિજ્ઞાસુ છે; અને અન્ય જિજ્ઞાસુબહેનોની તત્ત્વજિજ્ઞાસા જાગૃત થાય તેવો નિસ્પૃહ અને નમ્ર પ્રયાસ કરતા રહે છે, જે અનુમોદનીય છે.
તેમની તત્વજિજ્ઞાસા વૃધ્ધિ પામે, પરમતત્વની અનુભૂતિના આનંદને માણવા વિશેષ પુરુષાર્થશીલ બને, તેમાં સફળતા પ્રાપ્ત કરે તેવી મંગલભાવના સહિત આશિર્વાદ
કલાપૂર્ણસૂરિ.
ચરણેષુ
:::
:::::::::::::
::::::::::
::::
*
***
જેમના પ્રત્યે ગુરુતત્ત્વરૂપ ભાવના જન્મી, તેઓના જીવનનની
અનંત લબ્ધિઓ અને ગુણો પ્રત્યે બહુમાન થવાથી જેમની જીવનગાથા
લખવાની પ્રેરણા થઈ તેવા શ્રી ગુરગૌતમસ્વામીને તેઓના નિર્વાણને લગભગ ૨૫૦૦ વર્ષ પૂરા થવાના નિમિત્તે તેમના ચરણકમળમાં પ્રસ્તુત ગ્રંથ સાદર અર્પણ કરું છું.
વિનીત સુનંદા બહેન.
Page #8
--------------------------------------------------------------------------
________________
એક અમૂલ્ય અવસર લબિતણા ભંડાર આ પુસ્તકમાં ગૌતમસ્વામીની જીવનકથા છે. ગુરુ ગૌતમસ્વામી વિષે લખવાની પ્રેરણા કેમ થઈ ?
જૈનધર્માવલંબી સાધકોને તેમના અનુષ્ઠાનમાં નીચેના પદનો ઉચ્ચાર કરવાનું સદ્ભાગ્ય હોય છે.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર,
શ્રી ગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર.” પ્રસંગોપાત આ પદનું રટણ થતું, ત્યાં યોગાનુયોગ ગૌતમસ્વામીનું ચિત્રપટ પ્રાપ્ત થયું. રોજ તેના દર્શન કરતાં, એક દિવસ એવો ભાવ જન્મ્યો. કે ગુરુ ગૌતમ વિષે કંઈક લખવું. વળી એકવાર પૂજય આચાર્યશ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજીના વંદનાર્થે જતાં, આવા ગ્રંથલેખનના ભાવ જણાવ્યા.
તેઓશ્રીએ જણાવ્યું જે કંઈ કરો તે નિસ્પૃહભાવે કરવું અને કોઈ શુભમુહૂર્વે આ લેખનનો પ્રારંભ થયો.
આપણે સૌ જાણીએ છીએ કે માનવજન્મ પામીને પણ ધર્મ પામવો. દુર્લભ છે. જગતના સર્વ પદાર્થો ગતિશીલ છે પણ માનવજીવન તો ગતિશીલ છે અને પ્રગતિશીલ પણ છે. એ પ્રગતિનો પંથ જો અધ્યાત્મ પ્રેરક હોય તો માનવ જીવન મંગળમય બને છે અને સત્ ધર્મની પ્રાપ્તિ થાય છે, જેની ફલશ્રુતિ શાશ્વત સુખ છે.
આપણા દેશના સંતો અને મહંતોએ મંગળમય જીવન જીવીને દુઃખ નિવારણનો ઉપાય શોધ્યો, તે દ્વારા તેઓએ સાચું સુખ પ્રાપ્ત કર્યું. વળી
અન્ય સાધકોને તેના સાધનરૂપે અધ્યાત્મજીવનનો અમૂલ્ય વારસો નિસ્પૃહભાવે પ્રદાન કર્યો.
એવા સર્વોત્કૃષ્ટ સુખનો વારસો આપણા ગુરૂ ગૌતમસ્વામીએ ભગવાન પાસેથી પ્રાપ્ત કરી, તેનો સ્ત્રોત આપણા જેવા ભવ્ય જીવો સુધી પહોંચાડયો.તે ગુર ગૌતમસ્વામી અનેકવિધ લબ્ધિઓથી સંપન્ન હતા. જો કે આપણને તેની વિશેષ હકીકત મળતી નથી. કારણ કે મહાત્માઓની પ્રણાલિ એ છે કે પોતાને પ્રાપ્ત લબ્ધિ આદિને ચમત્કારરૂપે પ્રગટ થવા ન દે.
ગૌતમસ્વામીની લબ્ધિની વિશિષ્ટતા અલૌકિક હતી. તેમની વચનલબ્ધિનું રહસ્ય અદ્ભૂત હતું. તેમના ઉપદેશને ગ્રહણ કરી જીવો
Page #9
--------------------------------------------------------------------------
________________
શીધ્રતાથી સંસારનો ત્યાગ કરી, સંયમમાર્ગમાં પ્રવેશ કરતા, અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્યતા અનુભવતા હતા.
બાળ, વૃધ્ધ, યુવાન, રાજા, રંક, ભોગી કે યોગી સૌ તેમની વચનલબ્ધિથી પ્રભાવિત થતાં અને તેમના ચરણનું શરણ સ્વીકારી તેમના પંથે ચાલી નીકળતા. ગૌતમસ્વામી અત્યંત સરળ સ્વાભાવી હતા, તે બોધ પામેલા જીવોને કહેતા તમે મારા ગુરુ પાસે ચાલો સૌને આશ્ચર્ય થતું, કે આવા પ્રભાવશાળી પુરૂષને પણ ગુરુ છે ! પરંતુ તેઓ જયારે ભગવાનને સાક્ષાત્ જોતાં, ત્યારે સૌનો ભ્રમ દૂર થતો, કારણકે ભગવાનનો પ્રભાવજ અલૌકિક હતો.
ગૌતમસ્વામીમાં જેવી લબ્ધિઓ હતી. તેવા અદ્ભૂત ગુણો હતા. ભગવાન પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ તેમની આજ્ઞાનું અપૂર્વ આરાધન, અત્યંત સ્નેહભાવ, સદાયે પ્રગટ થતી સરળતા, વિનમ્રતા અને ત્યાગપરાયણતા જેવા ગુણોના તે ભંડાર હતા.
મોક્ષાર્થી એવા ગૌતમસ્વામી ઉત્તમ લબ્ધિધારી રિધ્ધિ ને સિધ્ધિઓના સ્વામી હોવા છતાં તદ્ન નિર્દોષ હતા. પરમાત્મા પ્રત્યેના અનન્ય અને પ્રશસ્ત રાગમાં તેઓ પોતાની જીવન સાધના અવિરતપણે આરાધતા હતા.
તેમના સાન્નિધ્ય માત્રથી જીવોના દુ:ખ દારિદ્ર દૂર થતાં, શોક સંતાપ હરાઈ જતાં. સંસારભાવ નષ્ટ થતા. તેમની લબ્ધિને જાણવા સમજવા માટે આપણી પાસે એક જ દૃષ્ટાંત પૂરતું છે. માનવ માટે દુર્લભ એવું અષ્ટાપદ પર્વત પરનું આરોહણ, તાપસોને કેવળ તેમના દર્શન માત્રથી થએલો બોધ, વળી અંગૂઠાના અમી વડે અક્ષયપાત્રથી થએલા પારણા.
આપણા લોકપ્રવાહમાં અક્ષયપાત્રનું દૃષ્ટાંત પ્રચલિત બન્યું છે. પણ ભવ્યાત્માઓએ તો તેમની ઉપદેશ લબ્ધિ અને આજ્ઞાંકિતપણાની લબ્ધિની અભિલાષા રાખવી. જેથી જેમ અક્ષત પુન: ઉત્પન્ન થતા નથી તેમ આપણા જન્મ મરણ પુન: ઉત્પન્ન ન થાય.
મોક્ષાભિલાષી માટે ગુર ગૌતમનું સ્થાન અતૃિતિય છે. પરમાર્થમાર્ગમાં ન ગુરો' માર્ગ પામતો નથી. આપણને આવા પ્રશસ્ત ગુરુ મળ્યા પછી પરમાર્થ પામવો સરળ થશે. માટે નિત્ય એક રટણ કરવું.
“શ્રી ગુરુ ગૌતમ સમરીએ મોક્ષ ફળ દાતાર”
Page #10
--------------------------------------------------------------------------
________________
આ કથાના સંપાદનમાં લેખન રોચક અને લોકભોગ્ય બને તે માટે ગ્રંથોના મૂળ કથનમાંથી કંઈ ફેર થયો હોય કે ક્ષતિ થઈ હોય તો તે સંપાદકની અલ્પતા છે તેમ માની તે સુધારવી અને ક્ષમાપાત્ર ગણવી. કથાનુયોગ સાથે અન્ય ત્રણ અનુયોગથી સામ્રગી વાચકોને મળી રહે તે માટે ગુરુ શિષ્ય સંવાદરૂપે કેટલાક પ્રશ્નોત્તરનો સમાવેશ કર્યો છે.
લેખન પૂર થયું તે છાપકામમાં જાય તે દરમ્યાન પૂજય આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી અમદાવાદ પધાર્યા હતા. તેમના વંદનાર્થે જતાં, આ લેખન તેમને બતાવતાં તેમણે ઉદારચિત્તે પ્રસન્નતા વ્યક્ત કરી તે પણ મારે માટે સુભગ છે.
વળી બંન્ને આચાર્ય ભગવંતોના આ નિમિત્તે આર્શીવચન મળ્યા તે પણ અવસરને ઉચિત થયું છે તે માટે કૃતાર્થતા અનુભવું છું.
અંતમાં સૌ વાચકોને આ પુસ્તિકા પ્રેરણાદાયી બને, ગુરુ ગૌતમસ્વામી પ્રત્યે અનન્ય ભક્તિ પ્રગટે, અને આપણે સૌ પરમાર્થ માર્ગ સરળતાથી પામીએ તેવી અભ્યર્થના છે. મારે માટે તો આ પુસ્તિકાનું લેખન એ એક અમૂલ્ય અવસર છે. એનો અનુભવ તો સંતોના જીવનને કલમમાં ઉતારે તે જાણે છે તેને તેમાંથી કેટલો આત્મલાભ થાય છે ?
૧૯૯૧ ના સપ્ટેમ્બર - ઓક્ટોબરમાં અમેરિકા દેશના ન્યુજર્સીના જૈન સેન્ટરમાં સત્સંગ માટે જવાનું થયું. ત્યાં નવ તત્વના અભ્યાસ વર્ગનું સુંદર રીતે આયોજન થયું હતું. તે દરમ્યાન આ સેન્ટરનાં સભ્ય શ્રી સનભાઈ ઝવેરીએ સેન્ટરના આઠસો જેવા સભ્યો માટે એક સુંદર પુસ્તિકાની પ્રભાવના માટે ભાવના વ્યક્ત કરી. યોગનુયોગ તે વખતે પ્રસ્તુત પુસ્તિકાનું લેખન તૈયાર હતું. તેથી તેમની ભાવના પ્રમાણે આ પુસ્તકની એક હજાર નકલનો અર્થ સહયોગ જૈન સેન્ટર ન્યુજર્સી તરફથી મળ્યો છે.
આ પ્રવાસ દરમ્યાન લોસ એન્જલસ જવાનું થયું હતું ત્યારે ધર્માવલંબી વીણાબેન અને મહેન્દ્રભાઈ ખંધાર દંપતીની ભાવનાથી ત્રણસો પુસ્તકનો અર્થસહયોગ તેમના તરફથી મળ્યો છે.
તથા અન્ય મિત્રોનો સહયોગ મળી રહેતા પ્રથમ આવૃત્તિની બે હજાર નકલ પ્રસિદ્ધ થઈ શકી છે. તે માટે આનંદ અનુભવું છું અને આવા સત્ કાર્યોમાં મળેલા સર્વના સહયોગ બદલ ઉપકૃત છું.
સુનંદાબહેન વહોરા.
Page #11
--------------------------------------------------------------------------
________________
- આભાર દર્શન
પ્રસ્તુત પુસ્તકનું સંપાદન નીચે મુજબના વિવિધ પ્રકારના સહયોગથી શક્ય બન્યું છે. તે માટે સૌનો આભાર માનું છું. સવિશેષ જૈનશાસનના પ્રભાવક બને પૂ. શ્રી આચાર્યશ્રીના આશીર્વચન મળ્યા તે મારું સૌભાગ્ય સમજુ છું. ૧) આશીર્વચન માટે પૂ. આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરિજી ૨) આશીર્વચન માટે પૂ. આચાર્ય શ્રી ક્લાપૂર્ણસૂરિજી ૩) પુસ્તક પ્રકાશન અને અર્થસહયોગ માટે જૈન સેન્ટર ઓફ ન્યુ જર્સી
U.S.A ના શ્રી સનભાઈ ઝવેરી (નકલ ૧૦૦૦) ૪) અર્થસહયોગ માટે શ્રી વીણાબહેન ખંધાર તથા મહેન્દ્રભાઈ અંધાર ૫) ચિત્રોની નકલ કરી છાપવા માટે સહયોગ માટે ચંદ્રોદયસૂરિ
રીલીજીયસટ્રસ્ટ, ૫. પૂ. આચાર્ય શ્રી વિજય ચંદ્રોદયસૂરિ મહારાજ ૫. પૂ. આચાર્ય શ્રી વિજય જ્યચંદ્ર મહારાજ પ. પૂ. મુનિરાજ શ્રી અનંતચંદ્ર વિજ્ય મહારાજ
અંગુઠે અમૃત વસેના લેખક શ્રી કુમાળપાળ દેસાઈ ૬) લેખનની નક્લોને તપાસીને સુવ્યવસ્થિત કરવા માટે શ્રી સુરેન્દ્ર
ત્રિકમલાલ શાહ. ૭) નીચે મુજબ જે જે ગ્રંથોના આધાર લીધેલા છે તેમનો પ્રત્યક્ષ કે
પરોક્ષપણે આભાર માનું છું. ૧) પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય રચિત વિપષ્ટિ શલાકા પુરૂષચરિત્ર ગ્રંથ ૨) સ્વ. સાક્ષર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ લિખીત ગુરુ ગૌતમસ્વામી, ૩) પૂ. શ્રી પૂર્ણાનંદવિજયજી. (કુમારમણ) લિખીત ભગવતી સૂત્ર ૪) શ્રી ઉત્તરાધ્યયને તથા શ્રી ગૌતમપૂચ્છા. ૫) પૂ. શ્રી વિનય વિજ્યજીકૃત સુખબોધિકા ( શ્રી કલ્પસૂત્ર )
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
પાના નંબર ૧ મંગલમ
૧ થી ૪ ૨ ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધરની જીવનકથા
૫ થી ૧૧ ૩ ઈન્દ્રભૂતિ ગૌતમના પૂર્વભવ
૧૨ થી ૨૫ ૪ ભગવાન શ્રી મહાવીરનું જીવનદર્શન ૫ ઈન્દ્રભૂતિનું ભગવાન મહાવીર પ્રત્યે પ્રયાણ
ઈન્દ્રભૂતિ ગૌતમ તથા અન્ય પંડિતોનું શંકા સમાધાન
(ગણધરવાદ) ૭ પ્રભુ હું કંઈ જાણતો નથી ૮ ગૌતમસ્વામીની સાધના-ઉપાસના ૯ આજ્ઞાધારક ગણધર ગૌતમસ્વામી ૧૦ ગૌતમસ્વામીનું જ્ઞાન અગાધ હતું
૮૨ થી ૧૧ માસ્વરૂપ ગૌતમસ્વામી
૮૫ થી ૯૩ ૧૨ ધર્મશાસન પ્રભાવક ગૌતમસ્વામી
૯૪ થી ૮ ૧૩ બે મહાન સંતોનો સંવાદ
૯૯ થી ૧૦૪ ૧૪ ગૌતમસ્વામી અને અતિમુક્તક
૧૦૫ થી ૧૦૮ ૧૫ અંગુઠે અમૃત વસે...
૧૦૯ થી ૧૧૮ ૧૬ ગુરુશિષ્ય સંવાદ ૧ (ગૌતમ પૃચ્છાને આધારે) ૧૧૯ થી ૧૩૪
ગુરુશિષ્ય સંવાદ ર (શ્રી ભગવતી સૂત્રના આધારે) ૧૩૫ થી ૧૬૬ ૧૭ સમય ગોયમ મા પમાએ
૧૬૭ થી ૧૭૦ ૧૮ ભગવાન મહાવીરનું મહાનિર્વાણ
૧૭૧ થી ૧૭૪ ૧૯ ગૌતમ સ્વામીની વિરહવેદના અને કેવળજ્ઞાન ૧૭૫ થી ૧૮૪ ૨૦ ઉપસંહાર - પદો.
૧૮૫ થી ૧૮૬
Page #13
--------------------------------------------------------------------------
________________
?
= જ
8 + જ
0
• દે 8 0
લેખિકાનાં અન્ય પ્રકાશનો | નંબર પુસ્તકનું નામ ૧. ગંગાસતી એમ બોલિયા રે ૨. સુવિચાર પ્રેરક કથાઓ (અપ્રાપ્ય) ૩. નારી જીવનના તડકા-છાયા (અપ્રાપ્ય) ૪. મુમુક્ષુતાને પંથે ૫. ધ્યાન - એક પરિશીલન ૬. ચેતનાની ભીતરમાં (અપ્રાપ્ય) ૭. આઠે કોઠે અજવાળાં ૮. પરોઢના પાંચ પગલાં (અપ્રાપ્ય) ૯. શાંતિપથ દર્શન ભાગ-૧ ૧૦. શાંતિપથ દર્શન ભાગ-૨ ૧૧. કર્મ રહસ્ય ૧ર. અનંતનો આનંદ (અપ્રાપ્ય) ૧૩. મન મંદિરની મહેલાતો ૧૪. શું કરવાની પોતે સુખી? ૧૫. ગુણ ગુંજન ૧૬. ઋષિદરા (અપ્રાપ્ય) ૧૭. શ્રી કલ્પસૂત્ર કથાસાર ૧૮. નવતત્વનો સરળ પરિચય ૧૯. તે ઉતરે ભવપાર (અપ્રામ) ૨૦. તત્ત્વધારા ૨૧. જીવસૃષ્ટિનું પરિજ્ઞાન પ્રભાવના માટે નાની પુસ્તિકાઓ ૨૨. ગુણપાંત્રીસી ૨૩. શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર ૨૪. શાલિભદ્રની કથા ૨૫. નિઃશલ્યોવ્રતી ૨૬. ભાવડ અને ભાગ્યવતી ૨૭. મયણાસુંદરી અને શ્રીપાળરાજા
- ૨
8 - - ૪
8 8
8
-
-
-
દ
Page #14
--------------------------------------------------------------------------
________________
મંગલમ્
સમગ્ર સૃષ્ટિમંડળના જીવો માટે સર્વતોમુખી કલ્યાણરૂપ અને સર્વોત્કૃષ્ટ ઉપકારી પંચપરમેષ્ટિનું શરણ મંગળમય છે.
૧. શ્રી અરિહંત
૨. શ્રી સિધ્ધ
૩. શ્રી આચાર્ય
૪. શ્રી ઉપાધ્યાય
૫. શ્રી સાધુ
લબ્ધિ તણા ભંડાર
શ્રી અરિહંત : આઠ પ્રાતિહાર્યયુક્ત બાર ગુણસહિત, પુણ્યાતિશયો સહિત, ચાર ઘાતીર્ય નિવારક, પૂર્ણ વીતરાગસ્વરૂપ, સર્વજ્ઞાની, સર્વદર્શી, નિર્દોષ ઉપદેષ્ટા, સશરીરી, સર્વોત્કૃષ્ટ તીર્થંકરનામકર્મધારી અરિહંત છે.
શ્રી સિધ્ધ : આઠ મહાગુણોસહિત, અષ્ટ કર્મના મૂળને છેદનાર, અશરીરી, સર્વજ્ઞાની, સર્વદર્શી લોકાગ્રે સ્થિત, તે સિધ્ધ છે.
શ્રી આચાર્ય : પાંચે પ્રકારના આચારના પ્રખર પાલનકર્તા, સંઘના રક્ષક, પાંચ સમિતિ ત્રણ ગુષિયુક્ત છત્રીસ ગુણોના તથા શુધ્ધ રત્નત્રયના મારક આચાર્ય છે.
શ્રી ઉપાધ્યાય : જ્ઞાનના ઉપાસક, જ્ઞાનપ્રભાવક, તપસ્વી રત્નત્રયના ધારક ઉપાધ્યાય છે.
શ્રી સાધુ : રાગદ્વેષની ગ્રંથિના વિદારક-નિગ્રંથમુનિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આરાધક તે સાધુ છે.
આ પાંચ પ્રકારો પંચપરમેષ્ટિ - સ્વરૂપ છે. તેમનું અવલંબન સંસારમાં ડૂબતાં કે પરિભ્રમણ કરતાં જીવને ક્લ્યાણકારી છે. વાસ્તવમાં આ
Page #15
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
પાંચ તત્ત્વો શુદ્ધ આત્મસ્વરૂપનો ક્રમિક વિકાસ છે. તે સાધુતાથી પ્રારંભ થઈ સિધ્ધતાને પામે છે. નિગ્રંથ સાધુતા દ્વારા જીવની શુધ્ધતા પ્રગટ થાય છે. સાધનાની સિદ્ધિ માટે સાધુ અને સિદ્ધિ બે પદની મુખ્યતા છે.
આત્મા માત્ર વિકાસલક્ષી છે. માટીના કોડિયામાં તેલ ભરેલું હોય, દિવેટ જાડી હોય તે તેલ પીને નીચી નમેલી હોય, છતાં જ્યારે તેમાંથી જયોત પ્રગટે ત્યારે તેની શિખા ઊર્ધ્વગામી હોય છે. તેમ નિગોદના સ્થાનથી નીકળેલો આત્મા ક્રમિક વિકાસ સાધતો સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામે છે. જો કે આ યાત્રામાં જીવ અનેકવાર ચઢે છે, પડે છે; છતાં, ભવ્યાત્માઓ વિકાસક્રમને સાધતાં સિધ્ધ અવસ્થાને પામે છે.
મુક્તિ મુનિત મુમુસુતા
મનુષ્યત્વ અર્થાત્ મનુષ્યપણું પામીને જીવે અધ્યાત્મ-વિકાસ ના પંથે પ્રવૃત્ત થવું. મોક્ષમાર્ગને અનુરૂપ બાહ્ય કે અંતરંગ સાધનો. મનુષ્યજન્મમાં મુખ્યત્વે ઉપલબ્ધ હોય છે. તે દેશકાળાદિ ઉપર આધારિત હોવા છતાં મનુષ્યપણામાં તેની ઘણી સુલભતા છે અને જયાં સુધી પ્રભુનું શાસન પ્રવર્તે છે, ત્યાં સુધી જીવોને માર્ગની પ્રાપ્તિનાં સાધનો સંગ્રામ હોય છે.
ચોથા આરાના અંતમાં ચરમ તીર્થંકર ભગવાન મહાવીરે જીવોના કલ્યાણ માટે ધર્મતીર્થની સ્થાપના કરી માર્ગ પ્રગટ કર્યો તે માર્ગને ગણધરદિઓએ ધારણ કર્યો. આચાર્યો અને સંતો દ્વારા તે પ્રવાહિત રહ્યો
અર્જુનનું નિમિત્ત પામીને શ્રીકૃષ્ણના વરદ મુખે શ્રીમદ્ભગવદ્ ગીતા દ્વારા કલ્યાણનાં રહસ્યો પ્રગટ થયાં, અને ધર્મની ઉચ્ચ ભાવનાઓ જનમંડળ સુધી પહોંચી.
ગૌતમ ઇન્દ્રભૂતિનું નિમિત્ત પામીને પરમાત્મા શ્રીમહાવીરના શ્રીમુખે અનેક ગૂઢ રહસ્યો પ્રગટ થયાં. અને જગતના ભવ્યજીવો તે રહસ્યો દ્વારા
Page #16
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
તે કાળે પરમપદને પ્રાપ્ત થયા હતા; વર્તમાનમાં યથાશક્તિ માર્ગને પામે છે; અને ભવિષ્યમાં પણ પામશે.
વિશ્વની ધરા પર જયારે પવિત્ર આત્મા પ્રગટ થાય છે ત્યારે તેમના દ્વારા સદ્ધર્મ અધ્યાત્મ, સંસ્કૃતિ, સભ્યતા, જેવા જીવનવિકાસનાં ઉત્તમ તત્ત્વો પ્રગટ થાય છે; તે પવિત્રાત્માઓની વાણી, વર્તન, વ્યવહાર અને વિહાર દ્વારા તેમની પ્રતિભા અભિવ્યક્ત થાય છે. તેમની વાણી શાસ્ત્ર બને છે, તેમનો વ્યવહાર પવિત્ર આચાર બને છે. તેમનો વિહાર સામાન્ય જીવોને પ્રેરક બને છે. તેમનો જ્ઞાનપ્રકાશ જીવોના અજ્ઞાનરૂપી અંધકારને નષ્ટ કરે છે.
અધ્યાત્મની જનની - સ્વરૂપ ભારતભૂમિ પર સમયે સમયે પ્રતિભાસંપન્ન વિભૂતિઓ અવતરતી રહી છે. તેઓ સ્વંય સંસારનાં સુખ - વિલાસોનો ત્યાગ કરી, જંગલની પ્રતિકૂળતાઓ સહી એકાંતવાસમાં સુખ માની આત્મસંશોધન કરતા અને તે દ્વારા જે સિધ્ધિઓ પ્રાપ્ત થતી તેનું નિસ્પૃહભાવે જગતને પ્રદાન કરતા. તે સમયે તેમના માર્ગને અનુરૂપ તેમના જીવન સાથે એકમેક થઈને જીવનનું સમર્પણ કરનારી તેજસ્વી વ્યક્તિઓ પણ પ્રકાશમાં આવતી.
જૈનદર્શન અન્વયે ચોથા આરાના અંતમાં એક અત્યંત પ્રજ્ઞાવાન વિભૂતિ પ્રગટ થઈ. જે ચરમ તીર્થંકર ભગવાન મહાવીર નામે પ્રસિધ્ધ છે. તેમણે તે કાળે ધર્મતીર્થની સ્થાપના કરી. જ્ઞાનગંગાને પ્રવાહિત કરી ત્યારે તે ઝીલનાર પ્રથમ મેધાવી પુરુષ ગૌતમ ઈન્દ્રભૂતિ હતા. તે પણ ભગવાન મહાવીરની જેમ. ચરમદેહી હતા. અર્થાત તદ્ભવ મોક્ષગામી હતા. પ્રસ્તુત પુસ્તક ગણધર ગૌતમસ્વામીની જીવનકથાનું છે.
જો કે ગૌતમસ્વામીનાં જીવન રહસ્યો જેટલાં અદ્ભુત છે; તે પ્રમાણમાં આપણને તેમની જીવનક્થાની વિશેષ માહિતી ઉપલબ્ધ નથી. છતાં પણ ગૌતમસ્વામીના વિનમ્રતા, જિજ્ઞાસા, તપતેજ અને ભદ્રિક્તા જેવા ગુણો ઘણા પ્રેરક છે.
૩
Page #17
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
પ્રાતઃસ્મરણીય ગૌતમ સ્વામીના શા ગુણ ગાઈએ ? ગાતાં ગાતાં ભવસાગર તરી જઈએ તેવી તેમની જીવનગાથા છે! પરમાત્માની કથાની છાયા બનીને જીવવું, અર્થાત્ આશાનું શિરસાવંઘપણું તે તેમનાં જીવનનો ઉચ્ચ આદર્શ, આ કાળના માનવીને ઘણી પ્રેરણા આપે છે.
ગૌતમ ઈન્દ્રભૂતિએ ભગવાનનું શિષ્યત્વ સ્વીકારીને પોતાની ઉક્ટ જિજ્ઞાસાને પ્રમ-પરંપરાથી તૃપ્ત કરી હતી. તેનો ઉલ્લેખ આગમમાં મળે છે. તે રીતે તેમનો આ કાળમાં સાધકો પર મહાન ઉપકાર છે. ભગવાનના જ્ઞાનનો ખજાનો પોતે લૂંટયો, અમૃતપાન કર્યું. અને જગતને પણ તેનો લાભ આપ્યો. એવા ઈન્દ્રભૂતિ ગૌતમનું નામ-સ્મરણ સૌને મંગળકારી હો
એ ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરપદને પામ્યા પછી તેમના
૫ તીતીક્ષા, અને નિર્મળતાના પ્રભાવે તેમને અનંત વભિઓ પ્રગટ થઈ હતી. જેને કારણે આપણને તેમનો પરિચય આ સુવાક્યથી થાય છે.
TO "લબ્દિ તણા ભંડાર ૩. ગૌતમસ્વામીનું સ્મરણ ભવ્યાત્માઓને પ્રસનતા આપે છે. અને સંસારના પરિભ્રમણથી છૂટવાની જિજ્ઞાસા ઊલ્લાસ પામે છે. તાપ ઉતા૫ શમી જાય છે. જીવન મંગળમય બને છે. ગુર - ગૌતમસ્વામીના નામનો મહિમા જ એવો લબિવંત છે કે ભાગ્યશાળીઓના મનોરથો પૂર્ણ થાય છે. આપણો મનોરથ-અભિલાષા પણ ગુના મહિમાને યોગ્ય હોવો જરૂરી છે: - તે એ છે કે
માગ મોક્ષ અભિલાષ
મંગલ ભગવાન વીરઃ મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્થૂલભદ્રાઘા, જૈન ધર્મોસ્તુ મંગલ.
Page #18
--------------------------------------------------------------------------
________________
પિતા વસુભૂતિ, માતા પૃથ્વીદેવીની નિશ્રામાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિનું શિક્ષણ.
Page #19
--------------------------------------------------------------------------
________________
પંડિત-બંધુ. ત્રિપુટિ. પંડિત ઇન્દ્રભૂતિ ઉપદેશ આપી રહ્યા છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ઈન્દ્રભૂતિ ગૌતમ ગણધરની જીવનકથા
વિશ્વવંદ્ય વિભૂતિ ગૌતમ ગણધરથી જૈનધર્માવલંબી સાચો જિજ્ઞાસુ સુપરિચિત હોય તે સ્વાભાવિક છે. પરમાર્થપથી આત્મસાધક ગૌતમસ્વામી પ્રત્યે ગુરભાવે આદરવાળો હોય છે. વ્યવહારપક્ષી પણ ગૌતમસ્વામીનું નામ ચોપડે ચઢાવવું ચૂકતો નથી.
શ્રી ગૌતમસ્વામીની લખિ હોં. ધર્માભિલાષી અને ધનાભિલાષી સૌના હૃદયમાં વસતા ગૌતમ ગણધરના ગુણો, લબ્ધિઓ, રિધ્ધિઓ અને સિદ્ધિઓ એવી હતી કે સૌ પોતાને યોગ્ય મર્મ ગ્રહણ કરતા છતાં આગમો દ્વારા સવિશેષતા એ જાણવા મળે છે કે ગૌતમસ્વામીની દેશનાલબિ અદ્દભૂત હતી. તેમના વચનબાણથી શ્રોતા મોતીની જેમ આરપાર વીંધાઈ જતાં અને સંસાર સાગર સહેલાઈથી તરી જતા.
તે મળે તે સમયે છવીસસો વર્ષ પહેલાનો યુગ ધર્મપ્રભાવક હતો. આ ભારતની ભૂમિએ તેના ઉદરમાં વિવિધ ધર્મોને જન્મ આપ્યો છે. તે ધર્મની કેડીને સતપુરુષોએ કંડારી, આત્મવિશુધ્ધિ તિતિક્ષા અને ત્યાગ વૈરાગ્ય જેવા ઉત્તમ બળો દ્વારા સ્વયં શાશ્વત સુખને સંપ્રાપ્ત કર્યું અને જગતના જીવોને પણ નિર્દેશ કર્યો કે તમે પણ આ માર્ગે ચાલ્યા આવો અહીં જ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે.
ત્રીજા આરાના અંતથી માંડીને ચોથા આરાના અંત સુધી, અષભદેવથી માંડીને ચરમ તીર્થંકર ભગવાન મહાવીર સુધી ચોવીશ તીર્થકો થયા ત્યાર પછી જીવન શુધ્ધિના માર્ગે સાધકો સંતો અને સતી ઓનો પ્રવાહ અવિરતપણે જળવાઈ રહ્યો છે.
વર્તમાન શાસનપિતા ભગવાન મહાવીરના શ્રી મુખે દિવ્યદેશના દ્વારા ત્રિપદી પ્રગટ થઈ ત્યારે મહાપ્રજ્ઞાવંત ગૌતમે તે ઝીલી અને એ
Page #21
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
દ્વાદશાંગીરૂપે સૂત્રબધ્ધ કરી. ત્યાર પછી તેનો શાસ્ત્રબધ્ધ વિસ્તાર થતો રહ્યો. તે સતવાણીનું સાધકો શ્રવણ કરી સન્માર્ગને પામે છે.
આજનો બિહાર પ્રાંત તે મળે મગધ સામ્રાજ્ય તરીકે પ્રસિદ્ધ હતો, તે જેવો ધનધાન્યથી સમૃધ્ધ હતો, તેવો ધર્મનાં અનેકવિધ સ્થાનોથી, અને પ્રકારોથી સમૃધ્ધ હતો. મુખ્યત્વે વૈદિકપરંપરા, શ્રમણ સંસ્કૃતિ અને બૌધ્ધ પરંપરાઓ તે કાળે વિશેષ પ્રસિધ્ધિમાં હતી.
મગધની એ ભૂમિ પર એવા ધર્મધૂરંધરો પેદા થયા, કે જેમણે ધર્મોના કે રહસ્યો પ્રગટ કર્યા અને તે દ્વારા સાચા સુખને પ્રાપ્ત કરી, જનસમૂદાયને એ માર્ગ માટે પ્રોત્સાહિત કર્યા.
તે કાળની પ્રણાલિ પ્રમાણે ધર્મવિદો, વાદવિવાદ અને સંવાદ દ્વારા પોતાની જ્ઞાનગંગાને ગુંજતી રાખતા. વાદમાં જેની જીત થતી તેનું પ્રભુત્વ જનસમાજ પર રહેતું. તે રીતે ધર્મના પ્રવાહો પણ પરિવર્તન પામતા. જો કે કોઈ સધર્મ વાદ પર નભતો નથી. છતાં પોતાના મતને સાચો ઠરાવવા કેટલીક વિપરીતતાઓ, કદાગ્રહો અને મતમતાંતરો, અસ્તિત્વમાં આવ્યા હતા. તે કાળે એક બાજુ ધર્મભાવનાના ઉત્તમ તત્ત્વો જીવોને લાભદાયી હતા, તો બીજી બાજુ વર્ણભેદ અને હિંસાયુક્ત યજ્ઞોએ માનવતાની ઉચ્ચ ભાવનાને આંચ પહોંચાડી, જેનાં પરિબળો આજે પણ પ્રત્યક્ષપણે જણાય છે.
તે કાળે તે સમયે વર્ણભેદ જેવી વ્યવસ્થા સમાજને ચિત સુવ્યવસ્થિત કરવા માટે હોય તો પણ સમય જતાં વર્ણભેદમાં એક વિક્રિયા પેદા થઈ કે માનવ, માનવથી દૂર થતો ગયો. તેમાં ધૃજાતિ પ્રત્યેનો વર્તાવ શુદ્ર બનતો ગયો. તેઓને સમાજના કે માનવના વિકસિત જીવન માટે કોઈ સાધનોનો કે શિક્ષણનો લાભ પ્રાપ્ત થતો નહિ. આથી એક બાજુ ધર્મથી ધમધમતી ધરા પર ધર્મધૂરંધરોની પ્રસિધ્ધિ વૃધ્ધિ પામતી હતી, ત્યારે બીજી બાજુ શૂદ્રજાતિનો માનવ પશુ દશામાં મુકાઈ ગયો હતો. તેમની છાયાને પણ પાપ માનવામાં આવતું હતું. આવી હીનદશામાં જીવતા
Page #22
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર માનવોની આ દશાનું કલંક આજ દિન સુધી ભારતને માથે લદાયેલું જ રહ્યું છે.
વીસમી સદીમાં વિજ્ઞાનક્ષેત્રની હરણફાળના વિકાસથી અંજાયેલું ભારત હજી આ પ્રથામાં કંઈક અંશે અટવાયેલું જ રહ્યું છે.
આ એક ક્લંક ઓછું હોય તેમ બીજી પ્રણાલિ એ હતી કે કેટલાક પ્રકારના યજ્ઞોમાં નિરપરાધી પશુઓનું બલિદાન અપાતું હતું. અને ભોળા જનસમાજને એવી શ્રધ્ધા કરાવવામાં આવતી કે આ પશુઓનો બલિ આપવાથી તેઓ સ્વર્ગ પામશે. અર્થાત્ આ યજ્ઞ તેમને માટે ઉપકારી છે. આવી એક ભ્રામક કલ્પનાએ સ્પર્ધાનું વાતાવરણ સજર્યું, અને હિંસક થશોમાં પંડિતો ઋષિઓ, વિપ્રો સૌએ જનસમાજને અજ્ઞાનતા પ્રત્યે દોરી જવામાં મુખ્ય ભાગ ભજવ્યો. જેના પરિણામે આજે વૈજ્ઞાનિક અને બુધ્ધિપ્રધાનયુગમાં પણ આવું કૃત્ય સંપૂર્ણપણે નિવારી શકાયું નથી !
આ બંને પ્રકારોનાં દૂષણોની સ્પર્ધાત્મક જડનું બીજ એવું રોપાઈ ગયું કે આજે પણ તે પરંપરાના વલણ પ્રસિદ્ધ છે. તે સમયના આવાં અજ્ઞાનમૂલક પરિબળોથી પ્રજાને જાગૃત કરવા શ્રમણ પરંપરામાં ભગવાન મહાવીર અને બૌધ્ધ પરંપરામાં અહંત-બુધ્ધ બંનેએ પોતાના અનુભવ દ્વારા ઘોષણા કરી કે :
અહિંસા જ પરમ ધર્મ છે - હિંસક યજ્ઞ અને વર્ણભેદને એક પડકાર આપ્યો. પોતે અહિંસાને સર્વ પ્રકારે પોતાના જીવનમાં ત્યાગ વૈરાગ્ય અને મૈત્રીભાવ દ્વારા પ્રગટ કરી
ભગવાન મહાવીરે કહ્યું કે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખો. નિર્વેરબુધ્ધિ કેળવો તમારા ભોગે પણ અન્યને સુખ આપો. તમને જેવું સુખ વહાલું છે, તમને જેમ સુખેથી જીવવું ગમે છે, તેમ જગતના સર્વ જીવોને સુખ અને જીવન વહાલું છે, તેનો સ્વીકાર કરો.
Page #23
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
અહંત-બુધ્ધ કહ્યું કે જગતમાં જન્મેલા જીવ માત્રને જીવવાનો સ્વાયત્ત હકક છે, તે છીનવી લેવો તે મહાપાપ છે. સૌને સુખેથી જીવવા દો. સૌની સાથે પ્રેમથી વર્તો
બીજી બાજુ બાહ્મણ પરંપરાનું પણ એ રાજ્યમાં પ્રભુત્વ હતું. આથી યજ્ઞક્રિયાકાંડ ખૂબ પ્રચાર પામ્યા હતા. યજ્ઞયાગાદિ ક્રિયાઓ જનસમાજમાં પ્રાણસમી લેખાતી હતી. ગામેગામ તેવા ઉત્સવો થતા રહેતા. આવા આ પ્રદેશમાં એક ઘટના બની.
મગધ દેશમાં ગોબર નામે નાનું ગામ હતું. તેમાં ચાર પ્રકારના વર્ણવાળાં કુટુંબો વસતાં હતાં. સૌ પોતપોતાને યોગ્ય વ્યવસાયમાં પ્રવૃત્ત હતાં. સવિશેષ વૈદિક-બ્રાહ્મણધર્મનું તે ધામ હતું. વેદવિદ્યાના ઉપાસકની પ્રવૃત્તિથી આ ગામ પ્રસિધ્ધ હતું.
આ નાના સરખા ગોબર ગામમાં યજ્ઞ ક્રિયાકાંડી વેદવદાંતયા પારંગત ગૌતમ ગોત્રીય વિપ્રવર્ય વસુભૂતિ વસતા હતા. તેમને પૃથ્વીદેવી નામે ધર્મસહચારિણી પત્ની હતી. પતિ-પત્ની બંને સંસ્કારી સદાચારી અને ઉત્તમગુણોથી સંપન્ન હતાં. એ કાળે ગૌતમ-ગોત્ર ઉચ્ચગોત્ર મનાતું હતું આ કૂળમાં ત્રણ નરરત્નો પેદા થયા.
૧. ઈન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ પ્રથમ જયેષ્ઠપુત્ર ઈન્દ્રભૂતિનો જન્મ વિક્રમ સંવત ૧૫૦માં થયો હતો. ભગવાન મહાવીરના જન્મથી આઠ વર્ષ પૂર્વે.
દ્વિતીય, વચેટ પુત્ર અગ્નિભૂતિનો જન્મ વિક્રમ સંવત ૨૫૪માં ભગવાન મહાવીરથી ચાર વર્ષ પૂર્વે થયો હતો.
ત્રીજા પુત્ર વાયુભૂતિનો જન્મ વિ. સં૫૫૮માં ભગવાન મહાવીર જન્મના વર્ષમાં થયો હતો. - આ ત્રણે પુત્રોની પ્રતિભા પારણેથી જ પ્રગટ થઈ હતી. ત્રણે બંધુઓ અત્યંત તેજસ્વી, મેઘાવી અને પ્રભાવશાલી હતા. રાત્રિદિનના ભેદ વગર
Page #24
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
તેઓ વૃધ્ધિ પામતા હતા. જો તેમને ઉપમા આપવી હોય તો પૃથ્વી પર ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય ઊતરી આવ્યા હોય તેવું લાગતું હતું. અથવા ગંગા, યમુના અને સરસ્વતી નો ત્રિભેટો થયો હતો.
વસુભૂતિનું મૂળ એટલે વિદ્યા, ધર્મ અને પવિત્રતાનું ધામ હતું. આવા ગૌતમ ગોવિય આ પરિવારમાં ભોગવિલાસ ફરકવાનું સાહસ ક્યાંથી કરે ? તેમની સંપત્તિ વિદ્યાધન હતું. વ્યવસાય વિદ્યાદાન અને યજ્ઞયાગ હતા. વેદની ઉપાસના તે તેમનો જીવનધર્મ હતો. જે પુત્રોના પિતા સ્વય વિદ્યાઓના પારંગત હતા, તેમણે પોતાના પુત્રોને વિદ્યાનો એ ઉત્તમ વારસો પ્રદાન કર્યો હતો.
- વિદ્રતા એ જ તેમના જીવનની યુવાની હોય તેમ સોળે કળાએ ખીલી ઊઠી હતી. યુવાન છતાં શાસ્ત્રજ્ઞાનમાં તેઓ જ્ઞાનવૃદ્ધ હતા. મગધરાજયના મહત્ત્વપૂર્ણ યજ્ઞાદિ કાર્યોમાં તેમનું સ્થાન અગ્રતા પામ્યું હતું. આથી તેઓ ઘણા માન-સન્માન પામતાં હતાં.
દેવો સમાન સૌષ્ઠવવાળા આ ત્રણે બંધુઓ આજીવન બહ્મચારી હતા. જેવું તેમનું ગોત્ર હતું, તેવા તેમના ગુણો હતા. તેમના શરીર વજકાય - વજઋષભ-નારા - સંઘયણવાળા અત્યંત મજબૂત હતા. અર્થાત પર્વત પરથી પડે તો, પથરા તૂટે પણ તેમના શરીરને આંચ ન આવે. ચરમશરીરી • તતૃભવ મોક્ષમાગી જીવોને બાહ્ય ઉત્તમ નિમિત્તોમાં શરીરની આવી રચના હોય છે.
તેમના શરીરની રચના જેવી મજબૂત હતી તેવી આકૃતિ પણ સપ્રમાણ હતી સાત હાથની, તેમની કાયા સ્વરૂપવાન હતી. તેમની મુખાકૃતિ આકર્ષક હતી. આવું લોભામણું શરીર સૌંદર્ય મળવા છતાં તેઓ કાયાની માયામાં ફસાયા ન હતા. ગૃહસ્થ હોવા છતાં સાધુવૃત્તિથી જીવન ગાળતા હતા. આથી રંગરાગના કોઈ લક્ષણ એમને સ્પર્શી શકતા ન હતા. વિદ્યાવ્યાસંગ એ જ એમનો રંગ અને પ્રાણ હતા. એટલે એમનું વિદ્યાબળ જગતનાં પ્રલોભનો સામે ઢાલ થઈને રક્ષણ કરતું હતું.
Page #25
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
તે કાળે સામાન્યત: સરસ્વતીની પાછળ લક્ષ્મી ખેંચાઈ આવતી, અર્થાત્ ધનપ્રાપ્તિ તેમને સુલભ હતી. છતાં સંપત્તિની આપત્તિથી દૂર રહી તેઓ અકિંચન વ્રતનું પાલન કરતા હતા. પુણ્યનો ઘણો યોગ છતાં તેઓ બાહ્ય સુખસાધનના અભિલાષી હતા નહિ. સાદું અને સંતોષી જીવન તે ઓ જીવતા હતા. તપ અને ત્યાગમાં તેમની વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. આથી તેમનો સઘળો સમય વિદ્યાના આદાન-પ્રદાનમાં વ્યતીત થતો હતો.
આ પુણ્યાત્માઓની પ્રવૃત્તિ સ્વ-પર શ્રેયરૂપ હતી. વળી તેમનું સાંન્નિધ્ય એવું અદ્ભુત હતું કે દૂરદૂરથી સેંકડો વિઘાજીવી શિષ્યો તેમની નિશ્રામાં વિદ્યા પ્રાપ્ત કરીને ધન્ય બની જતા. અને ગુરુ પણ કેવા ! માતૃસ્વરૂપે પૂર્ણ વાત્સલ્યથી શિષ્યોને શિક્ષા અને દીક્ષા આપવા અથાગ પ્રયત્ન કરતા. શિષ્યો પણ તેમના જેવા પ્રતાપી અને વિદ્યાપારંગત થતા.
સન્માનનીય ગુરુજનો અને આજ્ઞાધારી શિષ્યોથી આશ્રમ સદા જળહળતો રહેતો. આશ્રમ એક સ્વર્ગની ઉપમા ધારણ કરતો. ત્યાં રાત્રિદિવસ વિઘાની ઉપાસના અવિરતપણે થતી હતી. બંધુ - ત્રિપૂટિની ખ્યાતિ દેશની ચારે દિશાઓમાં પ્રસરી હતી. વાદવિવાદ અને સંવાદમાં પંડિતો આ બંધુઓ સાથે બાથ ભીડવાને બદલે તેમના જ્ઞાનનો લાભ લેવામાં શોભા માનતા હતા. આવા તેજસ્વી તારાઓનું વિશેષ વર્ણન શું કરવું !
સાહિત્યકાર સ્વર્ગસ્થ શ્રી રતિલાલ દીપચંદ્ર દેસાઈની ક્લમે :
“પૂર્વદિશામાંથી તેજાયમાન સૂર્યનું બિંબ પ્રગટે એમ માતા પૃથ્વીની રત્નકૂક્ષિમાંથી તેઓ પ્રગટ્યા હતા, અવતાર પામ્યા હતા, આકાશમાંથી તેજલિસોટો દોરતો ધૂમકેતુ પ્રગટ થાય એમ વસુભૂતિનો સંસ્કાર વારસો તેમણે પ્રગટ કર્યો હતો."
હીરાની ખાણમાંથી લાખેણા હીરા પ્રગટે તેમ નાના સરખા ગોબર ગામમાં અમૂલખ જીવનધન પ્રગટ્યું હતું
૧૦
Page #26
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
"ધન્ય તે ગામ, ગામજનો, માતા પિતા અને કુલવંશ !
ક્શન છે કે સિંહણનું દૂધ સુવર્ણપાત્રમાં ધારણ થાય. પાત્ર વિના વસ્તુ રહે નહિં.
ગૌતમ ગોત્રીય ઈન્દ્રભૂતિ અનેક વિદ્યાઓ અને ગુણના ભંડાર હતા. અનંતદર્શી અને અનંતજ્ઞાની એવા સર્વજ્ઞના જ્ઞાનસ્ત્રોતને ઝીલનાર ભાવિ પાત્ર એ આ નરશ્રેષ્ઠ ગૌતમ ઈન્દ્રભૂતિ હતા. આગળની કથામાં આપણે જોઈશું કે સર્વજ્ઞ મહાર્વીરને ભજીને ગૌતમસ્વામી પણ તેવા જ પૂર્ણ જ્ઞાની થશે.
પૂરાં પચાસ વર્ષનો ગાળો ગૌતમ ઈન્દ્રભૂતિએ યજ્ઞાદિ ક્રિયા અને વિદ્યાવ્યાસંગમાં વીતાવ્યો. શાસ્ત્રજ્ઞ હતા પણ સર્વજ્ઞ મનાતા હતા. કારણ કે તેમની સર્વજ્ઞની કલ્પના શાસ્ત્રજ્ઞાન કે વાદવિવાદની જીત સુધી સીમિત હતી. આથી આત્મોપલબ્ધિનો નિરામય આનંદ હજી પૂર્ણપણે માણ્યો ન હતો. પરંતુ સર્વજ્ઞપણાની કલ્પનામાં તેઓ રાચતા હતા. જો કે તેઓ જીવનશુધ્ધિના મહાન ઉપાસક અને જિજ્ઞાસુવૃત્તિવાળા હતા તેથી આખરે સર્વજ્ઞતા પામીને જીવન કૃતાર્થ કરી લીધું.
૩ બીજાનું અપમાન કરવાના દોષને જે સદા સાવધાની પૂર્વક છાંડે તે જ ખરા અર્થમાં સ્વમાની છે. ગુણ ન હોય અને અભિમાન કરવું તેથી માની બનાતું નથી.
૪ સત્યવાદી મનુષ્ય માતાની માફક વિશ્વાસપાત્ર માણસો માટે ગુરુની માફ્ક પૂછ્યું અને લોકમાં પ્રીતિપાત્ર બને છે.
૧૧
Page #27
--------------------------------------------------------------------------
________________
લધિ તણા ભંડાર
ઇન્દ્રભૂતિ ગૌતમના પૂર્વભવ
જંબદ્રીપે પૂર્વમહાવિદેહ ક્ષેત્ર પુષ્કલાવતી વિજય, બ્રહ્માવર્ત દેશ. રાજધાની બ્રહ્મપુત્રનગર બ્રહાવર્તનો રાજા બ્રાહ્ય રાજય કરે તેની સહધર્મચારિણી રાણી બ્રાહ્મી
તેમના સંસારના સુખનું પ્રદાન બ્રહ્મદત્ત પુત્ર મહાવિદેહની ભૂમિ એટલે સદાકાળ તીર્થકર શ્રીપરમાત્માનો યોગ મોક્ષનો માર્ગ ત્યાં સદાયે પ્રગટ. ધર્મઆરાધક જીવો માટે સાક્ષાત સન્માર્ગનો પ્રવાહ. જીવન ધન્ય બની જાય તેવા પૂર્ણ જ્ઞાનીના યોગનો સંયોગ વહેતો રહે પંચમકાળના સાધક જીવો ઝંખે તેવી એ ભૂમિ પૃથ્વી પર રાજા મહારાજા વગેરે આવ્યા અને ગયા પણ ત્યાં તો ચોથા આરા જેવો યોગ સદાકાળ વર્તે છે. આવી ભૂમિના એક સમૃદ્ધ નગરમાં
~~ ~-મંગલ નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને સુમંગલા નામે ગુણિયલ પત્ની હતી. સંસારસુખની ફળશ્રુતિરૂપે તેમને મંગલાનંદ પૂત્ર હતો, ને તેના નામ પ્રમાણે ગુણોવાળો હતો તેઓ ન્યાય સંપન્ન વૃત્તિવાળા, સત્યપ્રિય, બુધ્યિનિધાન અને ધર્મપ્રેમી હતા.
સાધનસંપન્ન હોવાથી સંતોષી હતો. પરોપકારવૃત્તિને કારણે લોકપ્રિય હતો. દુઃખીઓનો આશરો, મુંઝાયેલા જીવોનો સલાહકાર સાધર્મીઓનો ધર્મબંધુ, આવા અનેક ગુણોથી તે સંપન્ન હતો.
પુણ્ય તેવા પરિવારના ન્યાયે મંગલની પત્ની સુમંગલા, યથા નામ
૧ર.
Page #28
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર તથા ગુણસંપન્ન હતી. તે સર્વ પ્રકારે મંગલને અનુરૂપ હતી. બંનેનાં સમાન લક્ષણો અને ભાવનાને કારણે તેઓ અભિન્ન જણાતાં હતાં. અર્થાત્ કયા જુદી પણ જીવનની વિચારધારા સમાન હતી, તેનું રહસ્ય તેમનું ધર્મપરાયણ જીવન હતું. અજ્ઞાનને અને અધર્મને અનુસરવાથી સંસારમાં સ્વજનોમાં સંઘર્ષ પેદા થાય છે. પતિ પત્ની કે પુત્ર જેવા પ્રિયજનોમાં ભેદભાવ ઉત્પન્ન થાય છે. આથી જીવો દુ:ખ પામે છે. સામાન્ય રીતે જીવોને સંઘર્ષ અને દુઃખદાયી પ્રસંગો ધર્મમાર્ગમાં બાધક બને છે. સાધકને કથંચિત દુખદાયી પ્રસંગો કર્મ નિર્જરાનું કારણ બની
મંગલ અને સુમંગલા આદર્શ ગૃહસ્થી હતાં. અન્યોન્ય પ્રીતિવાળા હતાં. છતાં શ્રવાકધર્મને અનુસરનારા હતાં. તેમના પ્રસન્ન અને સુખી જીવનમાં પુત્રરત્ન મંગલાનંદના પ્રવેશથી આનંદની વૃદ્ધિ થઈ. પોતે જેવાં ધર્મપરાયણ હતાં તે પ્રમાણે પુત્રને પણ સુસંસ્કારનું સિંચન કરતાં હતાં. પુણ્યયોગે મંગલાનંદ પણ ધર્મભાવનાવાળો અને આજ્ઞાંકિત પુત્ર હતો.
અત્યંત ધનવાન છતાં ધર્મરંગથી ભરપૂર મંગલની દિનચર્યા ઉત્તમ શ્રાવકની હતી. વ્યાપાર અને વ્યવહારનો ઘણો વ્યવસાય છતાં જીવનમાં ધર્મઅનુષ્ઠાનો અગ્રિમ સ્થાને હતાં. તેમાં તેને પોતાના વ્યાપાર કે વ્યવહાર બાધક ન હતા. કારણ કે ધર્મ જ જીવનનું અંગ છે તેવી તેને અપૂર્વ શ્રધ્ધા હતી પુણ્યના સંયોગ છૂટી જશે કે છોડવા પડશે; પણ ધર્મના સંસ્કાર જીવને મિત્રની જેમ અહર્નિશ સાથે રહેશે. એવો સચ્ચનો બોધ તેણે પરિણમ્યો હતો.
મંગલની દિનચર્યા : પ્રાત:કાલે પ્રભુસ્મરણ - પ્રતિક્રમણ. દહેરાસરમાં વિધિ પૂર્વક પ્રભુપૂજન ઘર વ્યવહાર અને વ્યાપાર પ્રયોજન મધ્યાહનકાળે ભોજન વિશ્રામ
૧૩
Page #29
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર વળી સામાયિક આદિ ધર્મપ્રયોજન ઘરવ્યવહાર અને વ્યાપારપ્રયોજન રાત્રિ ભોજન ત્યાજ્ય હોવાથી સાયંકાળે ભોજન પછીનો સમય પ્રતિકમણ, અને કુટુંબ સાથે ધર્મવાર્તા અને પ્રભુસ્મરણ
આમ તેમનું જીવન કૃતાર્થ હતું. આ જ નગરમાં સુધર્મા નામે એક શ્રાવક રહેતો હતો. નામ પ્રમાણે સમગ્ર પ્રકારે ધર્મનું આચરનારો હતો. સુધર્મા અને મંગલ વચ્ચે ગાઢ મૈત્રી હતી. એક કાયાની બે છાયા જેવા તેઓ સન્મિત્રો હતા. બંનેના અંતર ધર્મની ભાવનાથી ભરપૂર હતા. દરેક કાર્યમાં બંને સાથે હોય ? આ મિત્રયુગલ નગરજનોમાં પણ લોકપ્રિયતા પામ્યું હતું.
મંગલ અતિ સંપત્તિવાન છતાં નમ્ર હતો. સુધર્માની સ્થિતિ સામાન્ય હતી પરંતુ નિસ્પૃહ હતો. આથી ધનવાન મંગલ અને ગુણવાન સુધર્મા વચ્ચે કોઈ ધનની મહત્તા ન હતી. બંને ગુણ સમૃધ્ધિમાં સમાન હતા.
મંગલે બારવ્રત ધારણ કર્યા હતા તે નીચે પ્રમાણે હતા. ૧ અહિંસા અણુવ્રત:
આ જીવન સુધી હું સ્કૂલ હિંસા કરીશ નહિં, કરાવીશ નહિં, ત્રસ જીવોની હિંસામાં યત્નાપૂર્વક વર્તીશ
(શ્રાવકની પાસે આરંભ પરિગ્રહ અને કુટુંબ નિર્વાહનું કારણ હોવાથી તે સ્થાવર જીવોની હિંસાથી બચી શકતા નથી તથા અન્ય કાર્યોમાં અનુમતિ આપવી પડે છે તેથી શ્રાવકને અણુવ્રત સુધીની મર્યાદા છે. અનુમતિનો દોષ અલ્પાધિક હોય છે.). ૨ સત્ય અણુવ્રત:
હું આ જીવન મન વચન કાયાથી સ્થૂલ અસત્ય બોલીશ નહિં કોઈની પાસે બોલાવીશ નહિં
૧૪.
Page #30
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
(પરમાર્થથી તો જીવ જર્યાં સુધી વ્યવહાર કાર્યમાં છે ત્યાં સુધી સૂક્ષ્મ અસત્યનો કે ચોરીનો દોષ તેને લાગે છે જેમ કે શરીરાદિ મારા નથી છતાં આપણે તેમ બોલીએ છીએ. તેવી રીતે વસ્તુઓને પણ ગ્રહણ કરીએ છીએ તેથી ગૃહસ્થ આ વ્રતો મર્યાદામાં પાળી શકે છે.)
૩ અચૌર્ય અણુવ્રત:
હું આ જીવન મન વચન કાયાથી ચોરી કરીશ નહિં અને કરાવીશ નહિં.
૪ બ્રહ્મચર્ય અણુવ્રત:
હું આ જીવન સ્વદારા સંતોષ વ્રત પાળીશ અને આંશિક કે પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળીશ.
૫. પરિગ્રહ પરિમાણ વ્રત:
હું ગુરૂસાક્ષીએ લીધેલા પરિગ્રહ પરિમાણ વ્રતનું પાલન કરીશ. તેના પરની મૂર્છા ઘટાડીશ. (દરેક જીવે પરિગ્રહની મર્યાદા કરવી જેથી પાપનો દોષ ઘટે.)
૬. દિશા પરિમાણ વ્રત:
હું દશે દિશામાં હવે ધર્મના પ્રયોજન વગર હરવા ફરવાની મર્યાદા કરૂં છું. (અમુક દિશામાં જવા આવવાની મર્યાદા)
દરેકે આ વ્રત અંગીકાર કરવાથી દશ દિશાના આરંભાદિ ક્રિયાનો પરંપરાનો દોષ લાગતો નથી.
૭. ભોગોપભોગ વિરમણ વ્રતઃ
ભોગ અર્થાત્ એક વસ્તુ એકજ વાર ભોગવી શકાય તેવી વસ્તુઓમાં આહારાદિ, વિલેપન આદિની અમુક મર્યાદા કરૂં છું.
ઉપભોગ - એક વસ્તુ વારંવાર ભોગવાય તેવા સ્ત્રી, વસ્ત્ર, પાત્ર,
૧૫
Page #31
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
પાણી તથા રોજની વપરાશના સાધનોની મર્યાદા કરૂં છું.
૮. અનર્થદંડ વિરમણ વ્રત:
જે
અનર્થદંડ વિરમણ વ્રત - પોતાના શરીરાદિના નિર્વાહ સિવાયની જે વસ્તુઓ નિરર્થક છે તેનો ત્યાગ કરૂં છું. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વિષે જાગૃત રહેવા પ્રયત્ન કરવો અર્થાત્ ન થવા દેવા.
નાટક જોવા નહિં, સમવ્યસન સેવવું નહિં, વિક્થા કરવી નહિં, અને પ્રમાદાચરણ કરતા જાગૃત થવું.
વળી હિંસાદિ થાય તેવા અધિકરણ શસ્ત્રાદિનો સંક્ષેપ કરી નિરર્થક વસ્તુ હવે વસાવવી નહિં.
૯. સામાન્ય શિક્ષાવ્રત:
રોજે વિધિપૂર્વક સામાયિક કરીશ. સામાયિકમાં મન, વચન કાયાથી સમતા રાખીશ. બે ઘડી સુધી સત્ યિામાં રહીશ અને સાવઘ પાપ વ્યવહારનો ત્યાગ કરીશ.
૧૦. દેશાવકાશિક વ્રત:
દેશાવકાશિક વ્રત : છઠ્ઠા વ્રતમાં દશ દિશાઓનો જે સંક્ષેપ કર્યો હતો તેમાં પણ વધુ પ્રમાણ ઘટાડીને જરૂરી દિશામાં અમુક જ ક્ષેત્ર સુધી જવાની છૂટ રાખીશ. અને તે દિવસે દસ સામાયિક કરવાનો નિયમ રાખીશ.
૧૧. પૌષધ-ઉપવાસ વ્રત:
પૌષધઉપવાસ વ્રત : પર્વ નિમિત્તે પૌષધ સહિત ઉપવાસ કરીશ. અને ઉપાશ્રય જેવા સ્થાનમાં સાધુ જેવું જીવન ગાળીશ.
૧૨. અતિથી સંવિભાગ વ્રત:
અતિર્થી સંવિભાગ વ્રત-ભિક્ષા માટે આવેલા મહાત્મા મહાસતીજી
Jain Educatia nternational
Page #32
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર ઓને નિર્દોષ આહારનું આદરપૂર્વક દાન કરીશ.
આ બાર વતમાં દોષ ન લાગે તેમ પાળવાની સાવધાની રાખીને મંગલ શ્રાવક વ્રતોનું પાલન કરતા હતા.
વણ થંભ્યો સમય સુખેથી વ્યતીત થઈ રહ્યો હતો. એવામાં મંગલ માંદા થયા ઘણા ઉપચાર કરવા છતાં દર્દ શમ્યું નહિ દિનપ્રતિદિન દઈની પીડા વૃધ્ધિ પામતી ગઈ. પત્ની, પુત્ર, મિત્ર અને અનુચરો સેવામાં હાજર હતા પણ વેદના લેવા કોણ સમર્થ બને ? તે તો દરેક આત્માએ પોતે જ ભોગવવી પડે છે.
મંગલ વ્રતધારી શ્રાવક હતા શરીરની વ્યાધિથી વ્યાકુળ થાય તેવા ન હતા. આત્મા અને દેહનો સંબંધ જાણતા હતા. અશાતાનો ઉદય જોતા હતા પણ જયારે વ્યાધિ શમ્યો નહિ ત્યારે તેમણે સમજી લીધું કે હવે દેહ છૂટવાની તૈયારી છે. મૃત્યુને નજીક જાણી સહર્ષ તેનો સ્વીકાર કર્યો. તેમણે સર્વ પરિગ્રહાદિની મૂર્છાનો ત્યાગ કરી સર્વ સંસારના પ્રકારોથી મુક્ત થઈ ધર્મના શરણ સહિત અનશન ગ્રહણ કર્યું.
કેવી ઉચ્ચ ભાવનાઓ હતી? મૃત્યુનો ભયરહિત સહર્ષ સ્વીકારી પણ ભવિતવ્ય કંઈ જુદું જ હતું.
બન્યું? ગ્રીષ્મઋતુનો એ કાળ હતો. અનશનધારી મંગલ શુભ અધ્યવસાયમાં પ્રવૃત્ત હતા. સુમંગલા અને સુધર્મા તેમને સતત ધર્મભાવનાની પ્રેરણા આપતા હતા. થોડા દિવસ પસાર થયા પછી અસહ્ય ગરમી પડવા લાગી. પશુપંખી તરફડે તેવી ગરમીમાં અનશનધારી મંગલનો કંઠ સૂકાવા લાગ્યો. તેમની સમતા છૂટી ગઈ, અને પરિણામે વિષમતા ગ્રહણ કરી તૃષાની વેદનાથી મંગલનો જીવ તરફડવા લાગ્યો. સમતા ઓસરતી ગઈ, અને શ્રધ્ધાની સીમા તૂટી ગઈ. મંગલનો જીવ પાણી-પાણી પોકરવા લાગ્યો. પત્ની તથા મિત્ર પાસે જ હતાં. તેઓ જાણતાં હતાં કે મંગલે આજીવન
૧૭
Page #33
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અનશન લીધું છે. હવે છેલ્લા સમયે છોડાવવું ઠીક નથી. તેથી તેઓ તેને સંખનાનો મહિમા સમજાવતા રહ્યા.
મંગલની વ્યાકુળતા વધતી ગઈ, આથી તેમના પરિણામ પણ પલટાઈ ગયા ને વિચારવા લાગ્યા કે અહો ! આ પરિવાર માટે મેં જીવનભર કેવો પરિશ્રમ ઊઠાવ્યો? પણ ખરેખર આ સૌ સ્વાર્થી છે. સુધર્મા પણ તેમના પક્ષનો છે. આ સૌ કેવા દૂર છે કે મને એક ખાલું પાણી પણ આપતાં નથી ! મારા દુ:ખની પણ તેમને કંઈ પડી નથી
અહો ! જળમાં રહેલા માછલાં મારા કરતાં સુખી છે. તેમને અહોરાત્ર પાણીનું સુખ વર્તે છે.
પરિણામની કેવી વિચિત્રતા?
ભવિતવ્યતાનું કેવું પ્રાબલ્ય? આ ભિવતવ્યતાના જોરે પરિણામની પડતી થતાં મંગલ શ્રેષ્ઠી અંતિમ ક્ષણોમાં પાણી-પાણી પોકારતા રહ્યા. દેહ છૂટી જતાં જળમાં માછલાનો જન્મ પામ્યા. કેમ જાણે માછલાં જળમાં સુખી છે તેવું પ્રમાણપત્ર મેળવવાનું હોય?
વાચકને થશે તો પછી વ્રત-સંયમ પાળ્યા હતાં તેનું શું થયું ? જો વ્રતપાલન પછી પણ જીવના પરિણામની આવી વિચિત્રતા હોય તો વ્રતાદિનો શો અર્થ છે? ભાઈ ! તારો પ્રશ્ન સાચો છે. અંતિમ સમયના કર્મની વિચિત્રતાનું જેમ પરિણામ આવે છે; તેમ જીવે કરેલી આરાધના પણ તેનું કાર્ય સિદ્ધ કરે છે. તે આપણે આગળ જોઈશું. આરાધનાનું સત્વ પણ યોગ્ય સમયે પ્રગટ થાય છે.
ધર્મમાં શ્રદ્ધા કરવા છતાં તેને કાયાથી સ્પર્શ કરવો, અર્થાત ધર્માચરણ કરવું દુર્લભ છે, કારણ કે જગતના જીવો કામભોગોથી મોહિત થયેલા છે. માટે હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર. .
Jain Education ternational
Page #34
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર આ ભવ - ૨
સાગરમાં મત્સ્ય મંગલનો જીવ સાગરમાં સભ્ય તરીકે ઉત્પન થયો. અહીં તો ચારે બાજુ જળ હતું. રાત્રિદિવસ જળક્રિડા કરતો માછલાં આરોગતો, ને મસ્ત થઈને જીવે છે. જાણે કંઈ ફિકર નહિં; ન કમાવું, ન પરિશ્રમ, ન ધર્મ કે ન
એક ક્ષેત્રાવગાહે રહેલા જીવનો દેહાધ્યાસ એવો હોય છે કે જયાં જન્મે ત્યાં તે સુખ માનવા લલચાય છે. ક્યાં મંગલશ્રેષ્ઠીનું સદાચારી અને ઉત્તમ જીવન અને ક્યાં સાગરના માસ્યનું જીવન ? ધર્મના આરાધક જીવો પણ જો ઘર્મભાવના ચૂકે અને આવી ગતિ થાય તો જેની પાસે ધર્મનું બળ કે શરણ નથી તેની કેવી ગતિ થાય?
જેની પાસે ધર્મનું બળ છે તે છાયામાં બેસીને થાક ઉતારે છે. અને જેની પાસે ધર્મનું બળ નથી તે જીવો તડકે બેસીને થાક ઉતારવા પ્રયત્ન કરે છે, પણ તે પ્રયત્ન વ્યર્થ જેવો નીવડે છે.
આથી સમજવાનું એ છે કે ધર્મ એ અનન્ય શરણ છે. પૂર્ણતા પામતાં સુધી પરમતત્વના અનુગ્રહે આરાધના નિરંતર કરવાની છે. મંગલ ઉત્તમ જીવ હતા, આરાધક હતા, પણ પૂર્વના કોઈ પ્રબળ કમેં અશાતાનો ઉદય થતાં પરિણામની ધારા પલટાઈ ગઈ. અંત સમયે પાણીમાં રહેતા માછલાના સુખના સ્મરણે તેમનું ભાવિ નિર્માણ થયું અને મંગલ માનવ મટી મત્સયપણે ઉતપન્ન થયા.
છતાં આરાધલો સાચો ધર્મ જીવને સંસાર સાગરથી ડૂબતો અવશ્ય બચાવે છે. જળમાં નિર્વિને વિચરતાં મચ્ચે એક દિવસ એક વિચિત્ર પ્રકારનું માછલું જોયું; તેની આકૃતિ ધ્યાનસ્થ મુનિની કાયા જેવી હતી. આવી આકૃતિ જોઈ મંગલ મત્સ્યને આશ્ચર્ય થયું, આથી તે ત્યાં રોકાઈ એ માછલાને નિરખતો રહ્યો, અને તેને ઈહાપોહ થયો કે મેં આવું કંઈક જોયું છે. આવા ઈહાપોહની તીવ્રતામાં તે સુધાતષાનું ભાન ભૂલી ગયો. અંતે તે
- ૧૯
Page #35
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. તેમાં તેણે શું જોયું?
પોતાનું ઉત્તમ ગૃહસ્થ જીવન મંગળમય કરેલી આરાધના અંતિમદશામાં થયેલી વિરાધના
તેના પરિણામે તિર્યચપણું મત્સ્ય વિચારવા લાગ્યો કે અણિશુધ્ધ શ્રાવકાચાર પાળ્યા. પણ અંતિમ સમયે જળકીડામાં માછલાં સુખી છે; તેમ વિચારી સ્વરૂપના સુખની વિસમૃતિ થઈ. તેના પરિણામે આ જળક્રિડા મળી. આમ વિચારી તેણે પૂર્વ આરાધનાના બળે નિર્ણય કર્યો કે ભલે હું મત્સ્ય છું પણ મારે નિર્દોષ જીવન જીવવું. મત્સ્યભક્ષણનો ત્યાગ કરી તે વ્રતધારીપણે રહ્યો !
વળી જાતિસ્મરણશાનમાં એક બીજી વિસ્મયકારી ઘટના તેણે જોઈ. એ જ્ઞાનમાં તેને પોતાના મિત્ર સુધર્માની સ્મૃતિ થઈ અને તેણે શું જોયું?
સુધર્મા મિત્ર વિયોગથી વૈરાગ્ય પામી યાત્રા પ્રવાસે નીકળ્યો હતો. યોગાનુયોગ તેનું નાવ તોફાને ચડતાં તે ભાંગી સાગરમાં સમાઈ ગયું. સુધર્મા તણાતો તણાતો જાણે મિત્રને મળવા આવતો હોય તેમ મત્સ્યની દિશા તરફ આવતો હતો. એ જ સમયે મત્યે પોતાના મિત્રને જોયો. અને પૂર્વસ્નેહથી પ્રેરાઈને તેણે સુધર્માને પોતાની પીઠ પર બેસાડી કિનારે મૂકી દીધો.
મત્સ્ય તિર્યચપણે હતો, પણ સંજ્ઞીપણું હતું ને તેથી જાગૃતપણે જીવન વ્યતીત કરવા લાગ્યો. શુભભાવનાને બળે શુભાયુને બાંધી તે મૃત્યુ પામી દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયો.
અહો! પરિણામની કેવી વિચિત્રતા !
માનવ દેહે જે કાર્ય સિધ્ધ ન થયું તે પરિણામની ધારા બદલાતા તિર્યંચ હોવા છતાં દેવાયુ પામ્યો. જ્ઞાનીઓએ વસ્તુનું સ્વરૂપ કેવું અદ્ભુત દર્શાવ્યું છે!
૨૦.
Page #36
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર સર્પયુગલ પ્રભુમુખે ધર્મ શ્રવણ કરી શકતાએ દેવત્વ પામું, ચંડકૌશિક તાપસ મટી સર્પપણું પામો, અને સર્પ મટી દેવલોક પામ્યો.
છતાં માનવદેહમાં મળેલી વિચારશક્તિની વિશેષતા એ છે કે આત્મવિચાર પ્રગટવાની ઘણી શક્યતાઓ છે, અને માર્ગપ્રમિનાં વિશેષ સાધનો ઉપલબ્ધ હોય છે. પરંતુ એ સર્વનો આધાર આત્માના શુધ્ધ પરિણામ પર છે.
ભવ - ૩ ) મંગલ - સુધર્મા - મિત્ર યુગલ દેવલોકમાં મસ્યા અંતિમ સમયની આરાધનાના બળે દેવલોકમાં જયોતિર્માલી દેવપણે ઉત્પન્ન થયો. દેવલોકને યોગ્ય સુખભોગમાં કાળ નિર્ગમન થાય છે. પરંતુ પૂર્વના ધર્મસંસ્કારના બળે તે દેવલોકમાં જિનભક્તિ ચૂકતો નથી.
એકવાર અવધિજ્ઞાન વડે તેણે જાણ્યું કે સુધર્મા મિત્ર પણ આ જ દેવલોકમાં ઉત્પન્ન થયો છે. આથી અત્યંત પ્રસન્ન થઈ પોતાના વિમાનથી ઊતરી તે મિત્ર પાસે પહોંચી ગયો. બંને પોતાના વિશેષ જ્ઞાન વડે અરસપરસનો પરિચય મેળવી અત્યંત પ્રસન્ન થયા.
બંને મિત્રો અવારનવાર મળતા અને ધર્મ ભાવનાથી પ્રેરાઈને ભક્તિની આરાધના પણ કરતા. એક બીજાના સહયોગથી, દેવના સુખભોગ હોવા છતાં પ્રભુના સમવસરણ જેવા સ્થાનમાં પહોંચી દેશના શ્રવણ કરતા. ધરતી પરના કલ્યાણ મિત્રોનેં અહીં પણ સુંદર યોગ જામી ગયો.
ઘણા સમયથી જ્યોતિર્માલી દેવ મિત્રને મળી શક્યો ન હતો. સુધર્મા વિષયમાં વ્યાકૂળ બની પોતાની દેવીનો ત્યાગ કરી અપરગૃહિત • અન્ય દેવીના રૂપમાં મોહી પડયો. દેવ જીવનની મર્યાદા ઉલ્લંઘી ગયો. આથી તેની દેવીએ જયોતિલી દેવને આ હકીક્ત જણાવી, તરત જ જયોતિર્માલી
ર૧
Page #37
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર દેવ તેની પાસે આવ્યો. સુધર્માને તેણે પરિણામની વિચિત્રતાનું ફળ સમજાવ્યું અને કુછંદેથી પાછો વાળ્યો. ત્યાર પછી દેવલોકના સુખ ભોગવતાં આયુ પૂર્ણ થયે ત્યાંથી બંને મિત્રો અવન કરી ગયાં
આ ભવ એ જ છે વેગવાન - ધનમાલા
(મંગલ) (સુધર્મા) મંગલ અને સુધર્મા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય લોકમાં ઉત્પન્ન થયા.
દેવલોક હો કે સૂક્ષ્મજંતુનું જીવન હો, દીર્ધાયુ હો કે અલ્પાયુ હો, અરે અમરતાનાં વરદાન મેળવેલા પણ ભૂલ ખાઈ ગયા અને કાળે તેમને પણ મૂક્યા નહિ. મુક્તિ સિવાય જીવ ક્યાંય અમરતા અનુભવી શકે તેમ નથી.
રામાયણની કથામાં કથન છે કે રાવણે વરદાન મેળવ્યું હતું કે, ' અસ્ત્રથી કે શસ્ત્રથી હું હણાઉં નહિ જળ કે અગ્નિથી ઘાત ન પામું, રાક્ષસ કે વિદ્યાધરથી ન મરાઉં, વિગેરે. અને નાભિમાં અમૃતકુંભ ભરીને જીવતો હતો. છતાં કાળને રાવણની શરમ ન નડી. વરદાન પણ વ્યર્થ ગયાં. આયુ પૂર્ણ થતાં એક ક્ષણ પણ કાળ રોકાયો નહિ. એ રાવણની અડીખમ કાયા પણ ધરાશયી થઈ.
દેવલોકનું લાંબુ આયુષ્ય પૂર્ણ થતાં જ્યોતિર્માલીનો જીવ અવન કરીને ઉત્તમ માનવભવને પામ્યા.
મહાવિદેહની પુષ્પાવતી વિજય
વૈતાદ્યની વેગવતી નગરી વિદ્યાધરના શિરોમણી રાજા સુગ વેગવતી રાણીની કુક્ષિએ પુત્રજન્મ રાજકુમારનું નામ હતું વેગવાન.
૨૨
Page #38
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર શિશુવયને સુખરૂપ વ્યતીત કરી વેગવાન યૌવનપણાને પામો. રાજયને યોગ્ય ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. વળી તપ દ્વારા અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી. યુવરાજ પદે સ્થાપિત થયો.
સુધર્માનો જીવ પણ દેવલોકથી આવન કરી માનવદેહે ઉત્પન્ન થયો. તે દેવલોકમાં અન્ય દેવી સાથે માયાચાર કરવાના ફળરૂપે પુત્રીપણે ઉત્પન થયો હતો.
પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર ધનવતી વિજ્યમાં તરંગિણી નગરી. ધનદેવ વણિક આ નગરીમાં વસે તેને ધનવતી નામે ગુણિયલ પત્ની
તેની કુક્ષિમાં ધનમાલા પુત્રી જન્મી. ધનમાલા કુળ પરંપરાને યોગ્ય પુત્રીરત્નને પ્રાપ્ત સર્વ વિદ્યાઓમાં નિપૂણ થઈ હતી
એકવાર વેગવાન વિદ્યાધર આકાશમાર્ગે પોતાના વિમાનમાં ગમન કરતો હતો, ત્યાં તે તરંગિણી નગરી પર થઈને પસાર થતો હતો, તે વખતે તેણે એક મેહલના ઝરૂખામાં સૌંદર્યવાન ધનમાલાને જોઈ. સોળે કળાએ ખીલેલા યૌવનને જોઈને વેગવાન એ રૂપ પર મોહી પડયો, અને તરત જ તેણે ધનમાલાનું હરણ કરી પોતાના મહેલમાં લઈ આવ્યો. તેણે ધનમાલાને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું પણ અપહરણથી લોભ પામેલી ધનમાલાએ લગ્નપ્રસ્તાવનો સ્વીકાર કર્યો નહિ.
સદાચારી વેગવાન તેની ઈચ્છા વિરુધ્ધ લગ્ન કરવા માંગતો ન હતો. આથી તેને ધીરજપૂર્વક સમજાવવા લાગ્યો, છતાં ધનમાલા માની નહિ. તેથી વેગવાને નિરાશ થઈ આહાર પાણીનો ત્યાગ કર્યો અને ધીરજથી દિવસો પસાર કરવા લાગ્યો.
આ બાજુ ધનમાલાને પણ કંઈ માર્ગ સૂઝતો નહિ હોવાથી નિરૂપાયતા જાણી, તે લગ્ન કરવા તત્પર થઈ. વેગવાન ખુશ થયો. તેમના લગ્ન
૨૩
Page #39
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તાણા ભંડાર
ધામધૂમથી ઊજવાયા ત્યાં તો મોટી આફત ઊભી થઈ. કમભાગ્યે કોઈ એક બળવાન વિદ્યાધર ધનમાલાને લગ્નમંડપમાંથી જ ઉપાડી ગયો. ધનમાલા તેની સાથે સુખેથી રહેવા લાગી.
વેગવાન આ પ્રસંગથી વૈરાગ્ય પામ્યો. તે વિચારવા લાગ્યો કે આ સંસારમાં સંયોગ-વિયોગની કેવી વિચિત્રતા છે, હું જેને ઈચ્છું તે અન્યને ઈચ્છે ! આવા સ્નેહથી સુખ કેમ મળે ? આવા મંથન વડે તે ઉદાસીનભાવે સમય વ્યતીત કરવા લાગ્યો.
વેગવાનનો એક મંત્રી ધીસખા હતો. તે ઉત્તમ ગુણોવાળો હતો. તે વેગવાનને યોગ્ય સલાહ આપતો. બંને વચ્ચે મૈત્રીભાવ પણ હતો. વેગવાનની આવી દશા જોઈ તે તેની પાસે નિરંતર રહેતો અને તેને પ્રસન્ન કરવા પ્રયત્ન કરતો.
યોગાનુયોગ એ નગરીમાં જ્ઞાની આચાર્ય ભગવંતની પધરામણી થયાના સમાચાર મળ્યા. તેમના બોધથી પ્રતિબોધ પામી વેગવાન અને ધીસખાએ સંસારનો ત્યાગ કર્યો.
આ બાજુ ધનમાલા વિદ્યાધર સાથે વિષયસુખ ભોગવતી સમય પસાર કરે છે. પરંતુ આખરે તેને વાસ્તવિક્તાનું ભાન થતાં પોતાની ભૂલ સમજાય છે. વળી તેની જાણમાં આવ્યું કે વેગવાને સંસારનો ત્યાગ કર્યો છે. ત્યારે તેણે પણ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા સંસારનો ત્યાગ કરી દીક્ષાવ્રત ગ્રહણ કર્યું
આ ત્રણે આત્માઓએ ઉત્તમ આરાધના કરી પુણ્ય ઉપાર્જન કર્યુ તેના ફળસ્વરૂપે આયુકર્મ પૂર્ણ થતાં તેઓ સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયા.
આ ત્રણે ઉત્તમ સાધકો ભગવાન મહાવીરની નિશ્રામાં સાધના કરી સિદ્ધપદને પામશે.
મંગલ શ્રેષ્ઠીનો જીવ તે આપણા કથાનાયક ગૌતમ સ્વામી છે.
Jain Educat International
Page #40
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ભવ ૫. વેગવાન - મંગલ
વેગવાને મુનિપણામાં વીતરાગ માર્ગની ઉત્તમ આરાધના કરી. સંયમ માર્ગે શુધ્ધ ચારિત્ર પાળ્યું. આમ તો શુધ્ધ ચારિત્રની ફળશ્રુતિ મોક્ષ છે. પરંતુ જો તે ચરમદેહી ન હોય તો પુણ્યયોગે ઉત્તમ દેવલોક પ્રાપ્ત થાય છે.
આ પ્રવિત્ર આત્મા ભગવાન મહાવીરનો અપૂર્વ યોગ પામવાના હતા. સંયમના આરાધન વડે તેઓ આઠમા દેવલોકમાં ઉત્પન્ન થયા. દેવલોકના સુખ ભોગવતાં છતાં પૂર્વ સંસ્કાર બળે જિનભક્તિ કે દર્શન દ્રારા જીવનને ઉજવળ રાખતા હતા. કાળક્રમે દેવાયુપૂર્ણ કરીને વેગવાનનો જીવ બ્રાહ્મણકૂળમાં ગૌતમ ઈન્દ્રભૂતિ તરીકે જન્મ્યો.
ધનમાલાનો જીવ સંવર ગામમાં સિધ્ધ રાજાની રાણીની કુક્ષિથી સ્પંદક કાત્યાયન નામે જન્મ્યો.
ધીસખા મંત્રીનો જીવ ચંપા નગરના તિલક શ્રેષ્ઠીની શીલવતીની કુક્ષિથી વૈશ્યકૂળમાં પિંગલક નામે જન્મ્યો.
સન્મિત્રો બનીને કરેલી સાધના ચિત જીવને તેવો સહયોગ આપવા ઉપકારી બને છે. આ ત્રણે આરાધક મિત્રો અંતિમ ભવમાં ભગવાન મહાવીરની નિશ્રા પામી ભવસાગર તરી જશે.
ચોથા આરાના અંતમાં ઈન્દ્રભૂતિ જેના પટશિષ્ય થઈ, ગણધરપદ પામી ભવસાગર તરી જશે, તેવા તેમના પરમગુરુ શ્રી મહાવીર ભગવાનની કથાનો સંક્ષિપ્ત સાર અત્રે ઉપયોગી થશે.
ભગવાન
શરદઋતુનું કુમુદ જેમ પાણીને દૂર કરે છે, તેમ તું તારી આસક્તિ દૂર કર, એમ સર્વ પ્રકારની આસક્તિથી અલગ થવા, હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર
૨૫
Page #41
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
-
ભગવાન શ્રી મહાવીર
પ્રાતઃસ્મરણીય ગૌતમ ગણધર, જેના અનુગ્રહથી શાશ્વત પદને પામ્યા તે ભગવાન મહાવીર તેમના પરમગુરુ હતા.
ભરતક્ષેત્રમાં શિખરના કળશરૂપ ક્ષત્રિયકુંડ નગર ધનધાન્યથી સમૃધ્ધિ અને રમણીય હતું. ચૈત્યો અને ધર્મસ્થાનોનું ધામ હતું. સાધુ સંતોથી સદાય સંપન હતું. જનસમાજ સરળ સંતોષી અને સદાચારી તે નગરમાં ઈવાકુવંશનો રાજા સિધ્ધાર્થ. તેને પુણ્યવતી ત્રિશલા નામે મહારાણી, તેની કુષિએ અત્યંત સ્વરૂપવાન પુત્રનો જન્મ.
જેનું પવિત્ર નામ વર્ધમાન કુમાર હતું. ભગવાન મહાવીરનો જીવ દેવલોકથી આવન કરીને જ્યારથી વિશલારાણીની કુક્ષિમાં ધારણ થયો, ત્યારથી એ રાજયમાં ધનધાન્ય અને જનસુખાકારીની વૃધ્ધિ જ વૃધ્ધિ થતી રહી. આથી તેમના માતાપિતાએ તેમનું નામ વર્ધમાન પાડ્યું
ભગવાનનો શિશુકાળ, બાળકીડા, યૌવન એ તો જગતના વ્યવહારની વ્યવસ્થા હતી. ભગવાન તો જન્મથી જ્ઞાની, પરાક્રમી, ધીર, વીર અને ગંભીર હતા. બાળપણથી ઉપસર્ગ સુધીના દરેક પ્રકારોમાં પ્રભુનું પરાક્રમ પ્રગટતું જ રહ્યું હતું, પણ તેમના એ પરાક્રમમાં કોઈ અન્ય જીવને પીડા પહોંચી નથી. આવા ધીર અને વીર ભગવાનને ઈન્દ્ર મહાવીર નામ આપ્યું
હતું.
માતાપિતા જાણતાં હતાં કે આ પુત્ર કોઈ સામાન્ય રાજકુમાર નથી. તેઓ માનતાં અને જાણતાં હતાં કે ઈનો અને ત્રણે જગત જેના દર્શનથી
ર૬.
Page #42
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ધન્ય બને છે, તે જીવ કેવો મહાન છે. છતાં તેઓ માતાપિતાના ઋણાનુબંધ વર્ધમાનને પુત્રપણે વાત્સલ્યથી જોતાં, એટલે મહાવીરે જયારે યૌવનવયમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને લગ્ન કરવા મિત્રો દ્વારા સમજાવવામાં આવ્યા. મિત્રો કહેતા હૈ વર્ધમાન ! તમે હવે સંસારસુખ માણવાને યોગ્ય થયા છો. તમારાં માતાપિતા પણ એમ ઈચ્છે છે.
મિત્રોનું ક્શન શ્રવણ કરી વર્ધમાન જવાબ આપતા કે, હે મિત્રો ! તમે મારી પાસે નિરંતર રહો છો, છતાં જાણતા નથી કે હું સંસાર પ્રત્યે ઉદાસીન છું. કેવળ માતાપિતા દુ:ખ પામે તેથી સંસારમાં રહ્યો છું.
આ વાતચીત થતી હતી ત્યાં તો ત્રિશલાદેવી સ્વયં તેમના મહેલમાં આવી પહોંચ્યાં, અને તેમણે વાતનો દોર પોતાના હાથમાં લીધો.
ત્રિશલાદેવીએ કહ્યું હે વત્સ ! અમારા મહાનપુણ્યોદય અમારે ત્યાં તમે જન્મ ધારણ કર્યો છે. વળી તમે સંસારથી વિરક્ત છો તે પણ જાણીએ છીએ. અમારા પ્રત્યેની નિસ્પૃહ અનુકંપાથી તમે અમારી સેવામાં તત્પર રહો છો. પરંતુ અમને તમારા તરફ મમતા છે અને તેથી અમે તમને પુત્રવધૂસહિત જોવા ઈચ્છીએ છીએ.
વર્ધમાને વિચાર્યું કે સ્ત્રીપરિચય એના સંસારની વૃધ્ધિ છે. બીજી બાજુ મમતામયી માતાની મનોવ્યથા છે. તેમની મનોવૃત્તિ દુભાય નહિ તે રીતે મારે તેમના જીવનકાળ સુધી રહેવાનું છે. ગર્ભમાં તેમના સુખ માટે થોડી ક્ષણો હલનચલન બંધ થવાથી માતા કેવું દુ:ખ પામ્યા હતા ? માટે તેમને સુખ પહોંચે તેમ કરવું અને વળી મારું ભોગાવળી કર્મ પણ બાકી છે. આમ વિચારી પ્રભુ ત્રિશલાદેવીની આજ્ઞાને આધીન રહ્યા.
સિધ્ધાર્થરાજા પાસે ત્રિશલાદેવીએ પુત્રની સંમતિ સહર્ષ જણાવી. રાજાએ રાજકુળને યોગ્ય યશોદા સાથે વિવાહ કરી લગ્નોત્સવ ઊજવ્યો. માતાપિતાના સુખમાં સુખ માનનારા પ્રભુ ગૃહવાસમાં છતાં વિરક્ત હતા.
પ્રભુ અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમનાં માતાપિતા સમાધિમરણને પ્રાપ્ત કરી દેવલોકમાં ઉત્પન્ન થયાં અને પછી માનવભવ ધારણ કરી
૨૭
Page #43
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર પરમપદને પામશે
માતા પિતાના વિયોગથી નંદિવર્ધન અત્યંત દુઃખ પામ્યા હતા. આખું અંત:પુર શોકમગ્ન હતું. ત્યારે મહાવીર સ્વસ્થતાથી સૌને આશ્વાસન આપ્યું
“હે સ્વજનો અને બંધુ ! તમે જાણો કે કોઈ પણ જીવનું મરણ જન્મની સાથે જ રહેલું હોય છે. દેહધારી સૌનું જીવન નાશવંત છે. તેને કાયમ રાખી શકાતું નથી, તેમ માની નાશવંત વસ્તુ માટે શોક કરવો ઉચિત નથી. પરંતુ માતાપિતાએ જેમ ધર્મનું શરણ ગ્રહણ કર્યું હતું તેમ તમે પણ ધર્મમાં પ્રવૃત્ત થાઓ."
મહાવીરના વાત્સલ્યયુક્ત બોધવચન પામી નંદિવર્ધન સ્વસ્થ થયા, છતાં શોકા એવા વડીલબંધુએ વર્ધમાનને રાજયની ધુરા સંભાળવા વિનંતિ કરી
એક બાજુ મોટાભાઈની નિસ્પૃહ ઉદારતા હતી, અને બીજી બાજુ નાના ભાઈની વિરક્ત દશા હતીરાજય સિહાસન કોણ શોભાવે !
આખરે મંત્રીઓએ વડીલબંધુને તેમનો ધર્મ અને પરંપરાની પ્રણાલી સમજાવી, અને નંદિવર્ધનનો રાજયાભિષેક કર્યો.
માતાપિતાની ચિરવિદાય પછી વર્ધમાન વિશેષ ઉદાસીન રહેવા લાગ્યા. પત્ની યશોદા ભગવાનના સાનિધ્યમાં રહેવાથી તેમની દશાથી પરિચિત હતા.
અત્યંત ઉદાસીન અને વિરક્ત પતિને ગૂઢ વિચારમાં ગરકાવ જોઈ ગુણિયલ પત્ની પણ તેમને સહયોગ આપતી અને અનુરૂપ થઈને કહેતી
"પ્રભુ ! હું જાણું છું કે આપને સંસાર પ્રત્યે કોઈ સદ્ભાવ નથી આપના માર્ગમાં હું વિદ્ધ નાંખવા માંગતી નથી, પણ આપ જયાં સુધી ગૃહવાસમાં છો ત્યાં સુધી મને પણ ઉચિત ધર્મની પ્રાપ્તિ કરાવી આપની ફરજ પૂર્ણ કરો. પ્રભુ ! આપની જેમ સંસારત્યાગ કરવાનું મારું બળ નથી.
Page #44
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર છતાં આપના માર્ગે લ્યાણ છે તેવી શ્રદ્ધા રાખું છું. તેથી ગૃહવાસમાં પણ ધર્મ આરાધના કરે તેવું માર્ગદર્શન કરો."
પવિત્ર પુણ્યાત્માને પરિવાર પણ કેવો મળે છે. સૌ તેમના માર્ગને સહકાર આપતા હતા. તેમનું સાનિધ્ય એવું મધુર હતું કે તેઓ નજરથી દૂર થાય તેમ કોઈ ઈચ્છતું ન હતું. '
નંદિવર્ધન પ્રારંભમાં માતાપિતાના વિયોગે શોકાર્ત હોવાથી વર્ધમાનને રોકતા હતા પણ બે વર્ષ સુધી તેમણે જોયું કે વર્ધમાનને તો ગૃહ પણ વન જેવું છે, મહેલ તો જેલ જેવો છે. સંસારનો સંગ દુઃખદાયી છે, તેને રોકવાથી કંઈ કલ્યાણ નથી. આથી તેમણે વર્ધમાનની વિનંતિથી દીક્ષા ગ્રહણની સંમતિ આપી.
તીર્થંકરનામકર્મની પ્રણાલી અનુસાર લોકાંતિક દેવોનું આગમન અને વિનંતિ
પ્રભુ ! તીર્થ પ્રવર્તાવો ત્યાર પછી કુબેર આદિ દેવો એ નિ:સંતાનીય અને અન્ય રીતે નિર્દોષ એવી ધનની રાશિ પ્રભુ આગળ હાજર કરી. પ્રભુએ એક વર્ષ સુધી વર્ષીદાન કરી જનસમૂહના મન વાંછિત પૂર્ણ ક્ય
તીર્થકર નામકર્મનું પુણ્ય વિશિષ્ટ પ્રકારનું હોય છે. કોઈ તીર્થંકરનો જીવ તે પુણ્યને ઇચ્છતો નથી, છતાં તે હાજર થઈ જાય છે. સવિશેષ તો તીર્થંકરનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ લ્યાણકો, ઈન્દ્રની ભક્તિ અને આજ્ઞાથી હજારો દેવો તેનો ઉત્સવ કરે છે. તેમાં રાજા-પ્રજાનો અત્યંત સહયોગ હોય છે.
પ્રભુનો દીક્ષા મહોત્સવ અનેક દેવો અને માનવોથી ઊજવાયો, દેવોએ પોતાની શક્તિયુક્ત મન વડે કાર્ય સિદ્ધ કર્યું અને માનવોએ રાજાના વચનથી કાર્ય સિદ્ધ કર્યું. પ્રભુ જ્યારે પંચમુષ્ટિ લોન્ચ કરી એકાકી વન પ્રત્યે વિહાર કરી ગયા, ત્યારે પરિવારમાં સૌને કંઈક ખેદ પણ થયો. હવે
૨૯
Page #45
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર વર્ધમાનના આપણને દર્શન ક્યારે થશે ? તેમના મધુર વચનોનું શ્રવણ પણ હવે ક્યારે થશે ? અન્યોન્ય આશ્વાસન આપતા પ્રભુ જ્યારે દૃષ્ટિ થી દૂર થયા ત્યારે સૌ પોતાને સ્થાને વિદાય થયા.
પ્રભુ તો સાચા સુખના માર્ગે ચાલ્યા
પણ
વર્ધમાનકુમાર વગરની એ નગરી શુન્ય જેવી લાગતી હતી. રાજપરિવારને, મહેલ જાણે જંગલ જેવા લાગતા હતા. વર્ધમાનકુમારના મિત્રોના દિલના ખૂણામાં કંઈ ખૂટતુ હતું. ઘડી પહેલાંનો ઉત્સવ લોકમાનસમાં ક્ષોભ પેદા કરતો હતો.
અને ... પ્રભુને તો જંગલમાં મંગલ હતું.
તે કાળ અને તે સમય કેવા હતા ? એક બાજુ અહિંસાના મહાઉપાસક મહાવીરે સાડાબાર વર્ષ સુધી ઘોર તપશ્ચર્યા કરી, ઘોર પરિષહો સહન કર્યા, અલ્પ આહાર, અનિદ્રાએ રહ્યા. ગમે તેવા કષ્ટમાં પણ કોઈ જીવને દુભવ્યો નહિ, પોતે કોઈ જીવથી દુભાયા નહિ.
દેવ, દાનવ, પશુ કે માનવ દ્વારા થતી યાતનાઓ સમતાએ સહી, ઇન્દ્રાદિની ભક્તિમાં પણ નિસ્પૃહ રહ્યા.
પાન કે અપમાન.
આદર કે દ્વેષ રત્ન કે પાષાણ જંગલ કે મહેલ
હર્ષ કે શોક એવા સર્વ પ્રકોમાં જેની વૃત્તિ આત્મરૂપે કે સમાનભાવે વર્તતી હતી તે મહાવીરે જગતને પરમ અહિંસાનું પ્રદાન કર્યું.
તે કાળે ગૌતમબુધ્ધ પણ અહિંસાની અનન્ય પ્રસિધ્ધિ કરી રહ્યા હતા. આ ઉપરાંત વૈદિક અને બ્રાહ્મણ પરંપરાનો પણ ઘણો વિકાસ થઈ રહ્યો
Jain Educazo International
Page #46
--------------------------------------------------------------------------
________________
પંથો જ આશરો લઈ
શોમાં ઓિ
જનસમુદાય પણ
લબિ નાણા ભંડાર હતો. સૌની ભાવના ઉત્તમ હતી કે આ વિશ્વને અધ્યાત્મના ધાગાથી બાંધવું. આથી ભારતની ભૂમિ પર ષિમુનિઓ, શ્રમણો, બ્રાહ્મણો, શાસ્ત્રજ્ઞ સૌએ ધર્મના સામ્રાજયને વિસ્તૃત કર્યું હતું. તેમાં જનસમૂદાય યથાશક્તિ તે સૌને અનુસરતો હતો.
તળના વહેતા વહેણમાં જાણે કળિકાળના ઓળા પથરાતા હોય તેમ પંથો અને વાદવિવાદો વધતા ગયા. તેમાં સંઘર્ષો પણ વધતા ગયા ધર્મને નામે ધર્મનો આશરો લઈ અધર્મ પ્રગટ થવા માંડયો. એ અધર્મે હિંસક યશોનું રૂપ ધારણ કર્યું. એ યજ્ઞમાં ઋષિઓ, ક્રિયાકાંડી, પ્રખર પંડિતો, વિપ્રો, તાપસો વગેરે જોડાયા હતા. તેમા ભોળો જનસમુદાય પણ ભળી ગયો. અને નિર્દોષ પશુઓ જીવતાં હોમાતા ગયા. તેમાં દૂષણ તો એ હતું કે પશુઓની પીડાનો સ્વીકાર કરવાને બદલે તેને સત્કાર્ય ગણવામાં આવતું. દેવદેવીઓને પ્રસન્ન કર્યાનું તે મહાન કાર્ય છે તેમ લોકોને સમજાવવામાં આવતું. તેમાં રાજા-પ્રજા વગેરે ગેરમાર્ગે દોરાતા રહ્યા અને માંસને પ્રસાદ તરીકે આરોગવામાં આવતું. તેને કારણે ધર્મક્ષેત્રમાં પણ લોકોનું માનસ વિકૃત થતું ગયું. તેની અસરથી માનવ માનવમાં ઊંચ-નીચના ભેદ પેદા થયા.
ધર્મની ધરા પર ખેલાતા આવા હિંસક અને કુરતાભર્યા કર્મથી, ધર્મની ભાવનાઓમાં ઊધઈની જેમ સડો લાગી ગયો. જેમ કોઈ નવું વસ્ત્ર અકબંધ પડ્યું હોય ત્યારે સુંદર લાગે પણ અંદરના પડમાં ઊધઈના કીડાનું કોતરામણ પૂરા વસ્ત્રને જર્જરિત કરી નાંખે. તેમ ભારતની અધ્યાત્મની ભૂમિમાં ધર્મના સ્થાનોમાં આવી દશા થતી ગઈ.
જો કે આજે ધર્મના સ્થાનો વિસ્તરતાં જાય છે. ઘર્મ પ્રચારકેનો પ્રસાર વધતો જાય છે. જનતાની ભીડ તે દરેક સ્થાનોમાં જામેલી હોય છે. છતાં ભારતમાં અધ્યાત્મનું સત્વ માનવના જીવનમાં સચવાયું છે, તેમ નિઃશંકતાથી કહેવું કઠણ પડે છે. જો કે દરેક કાળે બહુરત્ના વસુધરાને ન્યાયે, મહાત્માઓ કે યુગપુરુષો પ્રગટ થતા રહે છે અને ધર્મને રક્ષણ આપે છે. છતાં આજે ભારતના માનવમાં માનવતાના દર્શન દુર્લભ થયાં છે.
૩૧
Page #47
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
એ કાળે ભગવાન મહાવીર, તથાગત્ બુધ્ધ અને પ્રવિત્ર ઋષિ-મુનિઓ પોકારતા જ રહ્યાં કે :જ
-
*જેવો આપણો આત્મા છે તેવા પ્રાણીમાત્રનો છે. * અહિંસા પરમ ધર્મ છે.
* દયા જ ધર્મનું મૂળ છે.
* નિરપરાધી મૂંગા જીવોની રક્ષા કરો. * તમારું સુખ જતું કરીને અન્યને સુખ આપો. * તમે માનવ છો તમારું એ ઉત્તમદાયિત્વ છે.
સંભવ છે કે, પ્રારંભમાં આ વાત લોક શ્રવણે પહોંચી ન હોય. પરંતુ જેમનાં જીવન લોકકલ્યાણ કાજે હર્તા, જેમનું જીવન નિસ્પૃહ હતું, તપ અને ધ્યાનમય હતું, શત્રુ-મિત્રના ભેદ રહિત હતું. જેમણે કાયાની તો માયા જ ન હતી, સૂકા - લૂખા આહારથી તેઓ સંતુષ્ટ હતા, તેમને જગત પાસેથી કંઈ લેવું ન હતું, આપવું હતું. તેવા ભગવાન મહાવીરની વાતનો આખરે હજારો માનવોએ સ્વીકાર કર્યો.
તેઓનો હિંસક પશુઓ પ્રત્યેનો મિત્ર ભાવ હતો. તેથી પશુઓ પણ તેમની નિશ્રામાં અન્યોન્ય નિર્ભય રહેતા. ભગવાન બાહ્યપણે તો એકાકી નિર્વસ્ત્ર અને ભૌતિક સંપત્તિ રહિત હતા. છતાં અંતરંગમાં અનન્ય સુખ હતું. તેવા ભગવાન મહાવીરે ત્રણે લોકના સંસારી જીવોનું દુ:ખ જાણ્યું, તેમના શોક - સંતાપથી ઘેરાયેલા જીવન જોયાં, અને તેમની, સૌ જીવોના સુખની પૂર્વે ભાવેલી ભાવના સાકાર થઈ.
“સથી જીવ કરું શાસન રસી”
તીર્થંકરનામકર્મના નિયમથી આર્હતી મર્યાદામાં રહી પ્રભુ સિંહાસન પર બિરાજમાન થયા. બાકીની ત્રણ દિશામાં પ્રભુની ત્રણ પ્રતિકૃતિઓનું દેવોએ નિર્માણ કર્યુ. જેથી ચારે દિશાએ પ્રભુના દર્શન થઈ શકે. દેવ, માનવ, તિર્યંય, સૌ સ્વસ્થાને ગોઠવાઈ ગયા. પ્રભુની દિવ્યવાણી પ્રગટ થઈ.
Jain Educationternational
Page #48
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
“અહો આ સંસાર સમુદ્ર કેવો દારુણ છે. અને તેનું કારણ વૃક્ષનાં બીજની જેમ કર્મબીજ છે.
પોતાનાં જ કરેલા કર્મથી વિવેકરહિત પ્રાણી કૂવો ખોદી પોતે જ કૂવામાં પડે છે તેમ પરિભ્રમણમાં પડે છે. શુધ્ધ હૃદયવાળા જીવો પોતાનાં શુભકર્મવડે મહેલ બાંધનારની જેમ કર્મ કરીને ઊર્ધ્વગતિ પામે છે. માટે કર્મોના નાશ માટે ધર્મનું સેવન કરવું.
* કર્મબંધનું કારણ પ્રાણીની હિંસા છે તે કરવી નહિ.
પોતાના પ્રાણની જેમ અન્યના પ્રાણની રક્ષા કરવી. * આત્મપીડાની જેમ પરજીવની પીડાને પરિહરવી.
* અસત્ય બોલવું નહિ, સ્વહિત માટે સત્ય બોલવું.
* માણસના બહ્મપ્રાણ લેવા જેવાં અદત્ત દ્રવ્યો કદી પણ ગ્રહણ કરી અન્ય જીવોને દુ:ખ ન આપવું.
義
ઘણા જીવોને નષ્ટ કરવાવાળું અબ્રહ્મચર્ય સેવવું નહિ.
પ્રાશ પુરુષે પરમાર્થ સાધનાનું બ્રહ્મચર્ય ધારણ કરવું.
મોક્ષાર્થી જીવે પરિગ્રહ ધારણ કરવો નહિ.
આ પાંચે પ્રકારનો સૂક્ષ્મપણે ત્યાગ ન થાય તો તેના અનુરાગી જીવે સ્થૂલપણે અવશ્ય ત્યાગ કરવો"
(શ્રી ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર)
પ્રભુની અવિરતપણે દેશના પ્રગટ થઈ પણ આશ્ચર્ય ! વિરતિભાવવાળા જીવોના અભાવે કોઈ જીવ દેશનાને ગ્રહણ કરી બોધ ન પામ્યો. દેવો દેશનાથી પ્રસન્ન થયા પણ સંયમ માટે લાચાર હતા. તિર્યંચો સુખ પામ્યા પણ તેમની પાસે સંયમને યોગ્ય ખોળિયું ન હતું. અહીં માનવજન્મ અને ધર્મસંસ્કારનું મૂલ્ય સમજવા જેવું છે. પ્રભુના માર્ગને સંપૂર્ણપણે સમજવા માટે, આરાધવા માટે ઉત્કૃષ્ટ, મંગળકારી, ચાર કારણો છે.
૩૩
Page #49
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર -નવજન્મ, આર્યતા, સદ્ગુરુબોધ અને સંયમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબધ્ધ એવા પ્રભુએ ભવિતવ્યતાને યોગ્ય ત્યાંથી વિહાર કર્યો.
તે કાળે, તે સમયે અતિભવ્ય એવી અપાપા નગરી ઇન્દ્રભૂતિ આદિ વિરોથી અલંકૃત યજ્ઞયાગના પ્રસંગોથી શોભાયમાન તે નગરીમાં મહાસેનવનનું મનોરમ્ય ઉદ્યાન લાખો ઈન્દ્રાદિ દેવોવડે પૂજાતા પ્રભુ એ નગરના ઉદ્યાનમાં પધાર્યા ઇન્દ્રાદિ દેવોએ શીવ્રતાથી સમવસરણ રયું. નગરીનો માનવમેળો પણ ઊમટ્યો હતો. નગરજનોના મુખે ભગવાનના જ્ઞાન અને પ્રભાવની ચર્ચા થતી હતી. જનસમાજ અત્યંત ઉત્સાહિત હતો.
પછી શું બન્યું?
- હું ક શુધ્ધ દર્શન, જ્ઞાનમય નિત્ય અને અરૂપી છે આ સિવાય બધા પરમાણુઓ મારા નથી આ આકિચનો ધર્મ છે. ?
ભગવાન
આ શુભા શુભ કમાંને કારણે પ્રમાદબદલ જીવ આ | ભવરૂપી સંસારચકમાં ભમે છે માટે છે ગૌતમ | એક સમયનો પણ પ્રમાદ ન કર,
હું
Page #50
--------------------------------------------------------------------------
________________
છે
દેવવિમાનોનું ભગવાન મહાવીરના સમવસરણ તરફ જતાં જોઈને ઇન્દ્રભૂતિનું આશ્ચર્ય ?
Page #51
--------------------------------------------------------------------------
________________
વિMS IS NO )
ITS US
પંડિતજનો સાથે ઈન્દ્રભૂતિનો યજ્ઞ સમારંભ
Page #52
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ઇન્દ્રભૂતિનું ભગવાન મહાવીર પ્રત્યે પ્રયાણ
શોભાયમાન એવી એ અપાપા નગરીમાં જે સમયે પ્રભુ પધાર્યા હતા તે જ સમયે એ નગરીમાં સોમિલ નામના ધનાઢય બ્રાહ્મણે ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે અતિભવ્ય મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. તે કાળના બ્રાહ્મણો અને વિપ્રોનું માનવું હતું કે મહાવીર અને બુધ્ધ દ્વારા થતાં અહિંસાના પ્રચારને અટકાવવા, તેમની પ્રસિદ્ધિના વિરોધમાં આવા મહાયજ્ઞો જરૂરી છે.
આ મહાયજ્ઞમાં વિદ્રજનો અને હજારો બ્રાહ્મણો હાજર હતા. તેમાં ક્રિયાકાંડમાં ઉત્કૃષ્ટ મનાતા ઇન્દ્રભૂતિ આદિ અગિયાર દ્વિજો સોમિલના ખાસ આમંત્રણથી ઉપસ્થિત થયા હતા. તે દરેકને પોતાના સેંકડો શિષ્યો હતા.
અગિયાર વિદ્વાન પંડિતો ૧ ઈન્દ્રભૂતિ, ગૌતમ ૭ મૌર્યયુગ ૨ અગ્નિભૂતિ, ગૌતમ ૮ અકંપિત ૩ વાયુભૂતિ, ગૌતમ ૯ અચલભ્રાતા ૪ વ્યક્ત
૧૦ મેતાર્ય ૫ સુધર્મા
૧૧ પ્રભાસ ૬ પંડિત સૌથી મોટા ઇન્દ્રભૂતિ ગૌતમ હતા. આ દરેક શાસ્ત્રજ્ઞ અને મંત્રવિદ્ હતા. આ ઉપરાંત યજ્ઞમાં તાપસી આશ્રમવાસીઓ અને જનસમુદાયનો મહેરામણ ઉમટ્યો હતો. વળી યજ્ઞક્રિયા માટે હજારો પશુઓના કોલાહલથી નગર ગાજી ઊઠયું હતું.
ત્યારે બીજી બાજુ મહાસેન ઉઘાનમાં દેવોથી રચિત સમવસરણમાં ભગવાન પધાર્યા હતા. ત્યાં પણ માનવો અને દેવોનો મેળો જામ્યો હતો. હજારો દેવો પોતાના વિમાન દ્વારા પ્રભુની દેશના સાંભળવા માટે જઈ રહ્યા
૩૫
Page #53
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર હતા. સધર્મના ચાહક ઈન્દ્ર સ્વયં આ સમવસરણ પ્રત્યે જઈ રહ્યા હતા.
તે કાળે બ્રાહ્મણોની મંત્ર સાધના ઉત્કૃષ્ટ મનાતી અને તેમાં દેવોને આહવાહન થતા તેઓ આવા યજ્ઞોમાં આવતા તેવી પ્રણાલિ હતી. પરંતુ આજે કંઈ અવનવું બન્યું. દેવો યજ્ઞના સ્થાને ન આવતા સમવસરણ પ્રત્યે જતા હતા.
આકાશમાર્ગે દેવોના વિમાનોને આગળ વધતા જોઈ મુખ્ય દ્વિજ અને શાસ્ત્રજ્ઞ ઇન્દ્રભૂતિ ગૌતમ આશ્ચર્યથી જોઈ રહ્યા. અરે આ દેવો આ મહાયાના સ્થાને આવવાને બદલે ક્યાં જઈ રહ્યા છે?
તે સમયે કોઈ નાગરિકે જણાવ્યું કે:
હે વિપ્રો અને મહાજનો ! આ દેવો અને માનવો સૌ મહાસેન ઉદ્યાનમાં સર્વજ્ઞ ભગવાન મહાવીર પધાર્યા છે, તેમની ધર્મસભામાં જઈ રહ્યા છે. તે ભગવાન મહાવીર તીર્થકર છે. તેઓ ત્રણેકાળનું અને સમસ્ત લોકનું જ્ઞાન ધરાવે છે. તેમની વાણીમાંથી અમૃત ઝરે છે. તેઓ દરેક જીવોની શંકાઓનું સમાધાન કરે છે. શ્રોતાના હૈયાને હરી લે છે. તેમની સેવા અને ધર્મશ્રવણ માટે આ દેવો પણ ઉત્સુક છે; તેથી સૌ ત્યાં જઈ રહ્યા છે. પંડિત ઇન્દ્રભૂતિ આ સંવાદ સાંભળી લોભ પામ્યા. અને સર્વજ્ઞ શબ્દ તો તેમના કાનમાં શલ્યની જેમ ખૂંચ્યો.
“સર્વજ્ઞ ?
આ પ્રદેશમાં બીજો સર્વજ્ઞ ? આ પ્રદેશમાં ક્યારે પણ અન્ય શાસ્ત્રજ્ઞ કે સર્વજ્ઞનું નામ શ્રવણ કર્યું નથી. ખરેખર આ નગરીમાં કોઈ ધૂર્ત ઘૂસી ગયો લાગે છે. તેણે ભોળાજનોને છેતર્યા છે. અથવા મૂર્ખ માનવો સુવર્ણનો ત્યાગ કરીને તૃણને ગ્રહણ કરે છે, તેમ આ માનવો સર્વજ્ઞનો ત્યાગ કરી કોઈ ધૂર્તને આશરે ગયા લાગે છે.
અરે ! માનવો તો મૂર્ખ હોય પણ આ દેવો પણ મૂર્ખ છે? આવા
૩૬
Page #54
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
મહાયજ્ઞનો ત્યાગ કરી તેઓ પણ ભ્રમિત થયા છે. વળી જેવા આ માનવો અને દેવો મૂર્ખ છે. તેવો તેમનો સર્વજ્ઞ પણ મૂર્ખ લાગે છે.
"
ક્ષત્રિયો જેમ પરાજય પસંદ કરતા નથી, તેમ હું સર્વજ્ઞ છતાં, અન્ય · પ્રખર પંડિતો છતાં, આવા સર્વજ્ઞની ઉપસ્થિતિ નિભાવી શકાય જ નહિ. આમ ઇન્દ્રભૂતિના મનમાં મંથન ધોળાવા લાગ્યું. અને કોઈ વાતનું સ્મરણ થતાં તે સોમિલને કહેવા લાગ્યા, કે મારા સાંભળવામાં આવ્યું હતું કે સિધ્ધાર્થ રાજાનો રાજકુમાર ક્ષત્રિયધર્મનો ત્યાગ કરી, નિર્વસ્ત્ર થઈ જંગલમાં એકાકી ઘૂમે છે. અને ભિક્ષા માંગી ઉદરપૂર્તિ કરે છે. સંસ્કૃતભાષા તો જાણતો નથી, તેથી ગ્રામિણભાષા બોલે છે.
સોમિલ : હા, પ્રભુ મેં પણ સાભળ્યું છે કે તે જયારે ગૃહસ્થાશ્રમમાં હતો ત્યારે વર્ણાશ્રમ અને યજ્ઞવિરોધી વિચારો ધશવતો હતો. યુવાવયમાં તેણે સંસારનો ત્યાગ કર્યો હતો. પોતાના ત્યાગાદિના બળે અનેક રાજાઓ અને શાસકો તેના પ્રભાવમાં આવ્યા છે. વળી તપશ્વર્યાદિ દ્વારા ઘણી સિધ્ધિઓ અને રિધ્ધિઓ તેણે પ્રાપ્ત કરી છે. અને તેથી દેવતાઓને પણ તેણે વશ કર્યા છે.
ઇન્દ્રભૂતિ સોમિલના મુખેથી આ વાતનું શ્રવણ કરી મનોમન અત્યંત વ્યાકુળ થઈ ઊઠયા અને બોલી ઊઠ્યા :
સોમિલ તમે શી વાત કરો છો ? આવું દુ:સાહસ ? વેદના વર્ણાશ્રમનો વિરોધ અને પવિત્ર યજ્ઞાદિનો નિષેધ ? અને તેમાં પણ રાજ-રાજર્ષિઓનું પ્રદાન ! આજ સુધી મારા જાણવામાં આ વાત આવી જ ન હતી. નહિ તો વેદાદિ વિરોધી આવો પ્રચાર પ્રસિધ્ધિ જ કેમ પામી શકે ? ઠીક છે કે, કદાચ તપાદિ દ્વારા રિધ્ધિ - સિધ્ધિઓના ચમત્કારથી તેણે ભોળાજનોને આકર્ષિત કર્યા હશે. પણ હવે તેને ખ્યાલ આવશે કે ઇન્દ્રભૂતિ પાસે તેની ઇન્દ્રજાળ કે માયાજાળ ટકી શકવાની નથી.
જ
સોમિલ : શ્રમણ વર્તમાનની બાબતમાં સાભળ્યું છે કે, તેને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેમની દેશના-ઉપદેશ સાંભળવા સૌ દેવતાઓ
૩૭
Page #55
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
દોડી રહ્યા છે. આપણે જે કાર્ય સિધ્ધ કરવા આ મહાયજ્ઞનું આયોજન કર્યું છે, તેના વિરોધમાં આજે તે બરાબર સામે જ આવી રહ્યો છે, માટે ઊગતા દુશમનને તો તરત જ દૂર કરવો સારો. વળી તે પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે તે વાત સાચી છે.
સૂતેલો સાપ છંછેડાય તેમ સર્વજ્ઞ શબ્દ શ્રવણથી ઇન્દ્રભૂતિ અત્યંત ક્ષોભપામી ગયા. યજ્ઞક્રિયામાંથી એકાએક ઊભા થઈ ગયા, અને અગ્નિભૂતિને કહેવા લાગ્યા કે દુશ્મનનો તો ઊગતો જ નાશ કરવો સારો છે, માટે હું શીઘતાથી ત્યાં પહોંચે અને તેના સર્વજ્ઞપણાના દંભને પ્રગટ
' અરે અગ્નિભૂત! તું વિચાર તો કર કે, આકાશમાં બે સૂર્ય હોઈ શકે? એક ગુફામાં બે સિંહ હોઈ શકે? એક માનમાં બે તલવાર હોઈ શકે?
'ન ભૂતો ન ભવિષ્યતિ તો પછી એક નગરીમાં બે સર્વજ્ઞ હોઈ શકે ?
એ ખરેખર કોઈ ઈન્દ્રજાલિક લાગે છે !
પણ ઇન્દ્રભૂતિ પાસે તે ટકી શકશે નહિ. તે સમયે કેટલાક મનુષ્યોને તેણે એ દિશામાંથી આવતા જોયા. અને કુતૂહલથી તેણે પૂછ્યું કે, હે મનુષ્યો! તમે પેલા સર્વજ્ઞને જોયો? તે કેવો છે?
મનુષ્યો : “ અરે તેનાં રૂપ, ગુણ અને સામર્થ્ય વિષે કહેવાની અમારી શી ગુંજાયશ છે? ત્રણે જગતના લોકો એકઠા મળે તો પણ તેમના ગુણોનું વર્ણન કરી ન શકે ! ઇન્દ્રાદિક દેવો વડે પૂજાતા, મધુર અને દિવ્યવાણીના પ્રણેતાનું શું વર્ણન કરીએ?
સૂર્યથી પ્રકાશમાન ચંદ્રથી અધિક શીતળ સાગરથી વિશેષ અત્યંત ગંભીર
પર્વતથી અડોલ અચળ
૩૮
૩૮
Page #56
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર આવા અનેકગૂણોથી શોભાયમાન તે સર્વજ્ઞ છે.
ઇન્દ્રભૂતિ : ભલે તે ગમે તેવો શોભાયમાન કે શક્તિયુક્ત હોય પણ મારા જેવા શાસ્ત્રજ્ઞ વિદ્વાનને તે પ્રભાવહીન કરી શકશે નહિ. - મનુષ્યોના મુખેથી સર્વજ્ઞની આવી વિશેષતા સાંભળી ઇન્દ્રભૂતિના આવેશરૂપી અગ્નિમાં જાણે ઘી હોમાયું હોય તેમ તે પ્રદીપ્ત થયો. યાયિા પડતી મૂકી સહસા તે મહાસન વન તરફ જવા તત્પર થયો.
ઇન્દ્રભૂતિ વિચારવા લાગ્યો કે, ખરેખર આ નગરમાં કોઈ ધૂર્ત ઘૂસી ગયો છે, એને રંગમાં ભંગ પાડ્યો છે. હાથી કમળને મૂળમાંથી ઉખેડી નાંખે તેમ આ ધૂર્ત યજ્ઞધર્મને ઊખેડવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો છે. તેની પાસે જઈને ઊભો રહીશ ત્યારે તે ક્ષણમાત્ર પણ ટકી શકશે નહિ!
જેમ ક્ષત્રિય પોતાના પરાજયને સહન કરતો નથી તેમ પ્રખર પંડિત આવા પાખંડીઓને સહન કરતા નથી. કેટલાયે પંડિતો મારા વડે પરાજય પામ્યા છે, પણ વળી મગમાં કોરડું રહી જાય તેમ આ એક રહી ગયો છે. આમ વિચારી તેણે અગ્નિભૂતિને કહ્યું કે, હું તેને જીતીને ક્ષણમાત્રમાં પાછો આવું છું..
અગ્નિભૂતિ : હે વડીલ ભ્રાતા! સામાન્ય એવા વાદીને જીતવા આપને શા માટે જવું પડે ! આ કામ તો આપનો એક શિષ્ય પણ કરી શકે તેમ છે, અથવા આપની આજ્ઞા હોય તો તે કામ હું જ પતાવી લઉં.'
ઇન્દ્રભૂતિ: તારી વાત સાચી છે, પણ તું જાણે છે કે વાદીનું નામ સાંભળતાં મારાથી રહેવાતું નથી. વળી હમણાં થોડાં સમયથી આવા અવસરનો પણ દુકાળ હતો. તેમાં વળી આ સંયોગ મળ્યો છે. તેથી મને જવાદે. આવા એકાદ વાદીના બાકી રહેવાથી મારી વિજયપતાકાનો યશ અપૂર્ણ મનાશે મજબૂત કિલ્લાની એક ઈટ ખસતાં કિલ્લો રક્ષણ રહિત કહેવાય છે, તેમ આ એક વાદીને છોડી દઉં તો મારો વિજય વ્યર્થ થશે. અગત્યસ્ય મુનિ સમુદ્રનું પાણી પી ગયા ત્યારે કોઈ ખાબોચિયું રહી જાય તેમ આ બીજો સર્વજ્ઞ? અશક્ય, અસંભવ જણાય છે. આમ ઇન્દ્રભૂતિની આકૂળતા હવે વૃધ્ધિ પામતી હતી.
૩૯
Page #57
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર તે કાળે તે સમયે વૈદિક પરંપરાઓમાં સવિશેષની એવી પ્રણાલી હતી કે જ્ઞાનનો પ્રભાવ કે પોતાના ધર્મમતનો પ્રભાવ રાજયોમાં વાદવિવાદ દ્વારા પ્રગટ થતો. એ પરંપરામાં જૈનાચાર્યો ને પણ પ્રવર્તવું પડતું, તે લગભગ હેમચંદ્રાચાર્ય સુધીના કાળ પરત્વે આપણને જાણવા મળે છે.
પરંતુ સર્વજ્ઞ પરમાત્માએ તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં પણ કોઈના મત પરત્વે વાદવિવાદ આદર્યો ન હતો. દીક્ષાકાળમાં પોતાની નિસ્પૃહ અવિરત, ત્યાગનિષ્ફ અને તીતીક્ષા પ્રધાન જીવન સાધના દ્વારા મોનપણે જ પ્રવર્તન કર્યું હતું. તેને પરિણામે પૂર્ણ પવિત્ર જ્ઞાન પ્રગટ થયું હતું જયાં કોઈ વાદવિવાદને સ્થાન ન હતું, ત્યાં હતો. માત્ર સંવાદ. એકમાત્ર શુધ્ધ ભાવનાનો નિસ્પૃહ અને નિકારણ યોગ હતો.
સવી જીવ કરું શાસન રસી. જેવું નિરામય સુખ મને પ્રાપ્ત થયું છે તેવું સર્વ જીવો પામો. જીવ માત્રનો એ સુખપ્રમિનો સ્વાયત્ત સ્વભાવ છે.
પરમાત્માનું જ્ઞાન વાદવિવાદથી પર હતું. સર્વ જીવોને ઉપકારી હતું. હારજીતના ત્યાં ભેદ ન હતા. ઉંચ-નીચના ભાવ ન હતા. એ જ્ઞાનમાં મહાકરૂણાનો સ્ત્રોત હતો. જેથી જગતના જીવોને સુખનો માર્ગ પ્રાપ્ત થતો હતો. ઇન્દ્રભૂતિ ગૌતમને માટે ગુમ અને ગૂઢ ભાવિમાં પણ આમ જ બનવાનું હતું. કોઈ અગમ્ય કારણ જ ઇન્દ્રભૂતિને આવું આકર્ષણ ઉપજાવતું હતું. તેણે વિચાર્યું કે ભલે મહાવીર શરીર કષ્ટ કરીને મહાવીર કહેવડાવતો હોય, પણ શાસ્ત્રવાદમાં તે ટકી શકશે નહિ તેના તપનું બળ ચાલશે નહિ. શાસ્ત્રવાદના વિજયના વમળમાં ફસાયેલા ઇન્દ્રભૂતિ યજ્ઞમાંથી ઊભો થઈ ગયો.
જો કે ઇન્દ્રભૂતિ પણ અદ્રિતીય શાસ્ત્રજ્ઞ હતો. વેદાદિનું જ્ઞાન તો તેના રોમે રોમમાં વ્યાપેલું હતું. સર્વ શાસ્ત્ર વિદ્યાઓમાં તે એવો પારંગત હતો કે તર્ક, ન્યાય, જયોતિષ જેવી વિદ્યાઓમાં વાદ કરવો તે તેને બાળસુલભ હતું. શ્રમણ ભગવાન મહાવીરની સર્વજ્ઞતા વિષે તે જેમ જેમ શ્રવણ કરતો રહ્યો તેમ તેમ તેમને જોવાની, જાણવાની, સંવાદ કરવાની તેની જિજ્ઞાસા
૪૦
Page #58
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર ઉત્કટ બનતી ગઈ.
કેમ જાણે કોઈ ગૂઢ રહસ્ય તેને આકર્ષી રહ્યાં ઇન્દ્રભૂતિનું ભાવિ જ તેને ત્યાં ખેંચી ગયું હતું. ગૌત્તમના મનમાં અનેક વિકલ્પોનું ઘમસાણ માલતું હતું. ઇન્દ્રભૂતિ મહાવીર કરતાં વયમાં આઠ વર્ષ મોટા હતા. વળી શાસ્ત્રજ્ઞાનમાં પોતે તેમનાથી શ્રેષ્ઠ છે, તેમ તે માનતા હતા. વળી પોતે તો શિશુવયથી જ ત્યાગ તિતિક્ષાને માર્ગે હતા. બાળબ્રહ્મચારી હતા. આમ સર્વ રીતે ગુરુ થવાને પોતે યોગ્ય હતા.
મહાવીર તો નવયુવાન, ક્ષાત્રધર્મનો ત્યાગ કરી ત્યાગમાર્ગમાં આવ્યો હતો. ખાસ શસ્ત્રવિદ્યા તો તે જાણતો ન હતો. કોઈ ખાસ ક્રિયાકર્મ પણ સમજતો ન હતો. એટલે તેને જીતવો કંઈ કઠિન કાર્ય નથી
વળી અસંખ્ય દેવો અને માનવોને ભગવાનની દેશના સાંભળવા જતાં જોઈને તેમની વાતો સાંભળીને તે વિચારવા લાગ્યો કે, આ શો ચમત્કાર છે? આવી મોટી સંખ્યામાં દેવો અને માનવોને તેણે મંત્રમુગ્ધ કર્યા છે ? ખરેખર મોટો માયાવી હશે?
વળી તેણે સાંભળ્યું કે, તે તો સૌનાં મનમાં રહેલા સંશયોનું સમાધાન કરે છે, અને તેને પણ એકાએક સ્મૃતિ થઈ કે મારા મનમાં પણ એક શંકા પડી છે. શું તેનું તે સમાધાન કરશે ? અત્યાર સુધી તેણે આ શંકાનું સમાધાન કોઈને પૂછયું ન હતું. વળી તેની સાથેના બીજા પંડિતો પણ કંઈને કંઈ શંકામાં અટવાયા હતા. લોકપ્રતિષ્ઠાને કારણે મનમાં મુંઝાતા હતા.
ઇન્દ્રભૂતિએ આજ સુધી કેટલાય પંડિતોને વાદમાં જીત્યા હતા, પણ ક્યારે તેના મનમાં આવી વ્યાકુળતા પેદા થઈ ન હતી. સંપૂર્ણ વિશ્વાસથી તે વાદવિવાદમાં જતાં, અને વિજયપતાકા લહેરાવીને આવતા પરંતુ આ વખતે તેનું ચિત્ત વિકલ્પોના કોલાહલથી આકુળ-વ્યાકુળ થઈ ઊડ્યું હતું
આખરે અગ્નિભૂતિને સમજાવીને તે બાર તિલકવાળો, સુવર્ણની જનોઈ યુક્ત, ઉત્તમ વસ્ત્રોમાં સજજ પાંચસો શિષ્યોના પરિવાર સહિત
૪૧
Page #59
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ઇન્દ્રભૂતિ ગૌતમ, ભગવાન મહાવીરના સમવસરણ પ્રત્યે જવા નીકળ્યો. આમ તો યજ્ઞભૂમિથી મહાસેન ઉદ્યાન નજીકમાં જ હતું. પરંતુ ઇન્દ્રભૂતિને લાગતું કે જાણે માર્ગ લાંબો છે. તેમના શિષ્યો તેમના ગુણગાન ગાર્તા અને અવાજોથી આકાશને ભરી દેતા હતા કે :
હે સરસ્વતી-પુત્ર! તમે જય પામો ! તમે વાદીભંજન અને વિજ્ઞાન વેત્તા છો. તમારો જય હો, જય હો!
ઇન્દ્રભૂતિ પણ જેમ જેમ સમસરણની નજીક પહોંચતાં ગયા તેમ તેમ અંદરનો હુંકાર પણ ઊછળવા લાગ્યો. ક્ષણભર તો તેમને પ્રતિવાદીની અનુકંપા થઈ કે અરે ! નાહકનો તે આજે પરાજય પામશે ! અરે તેણે સૂતેલા સર્પને છંછેડીને પોતાનું જ અહિત કર્યું છે. કેસરીની કેસવાળી ખેંચવાનું સાહસ સસલી કરે તેવી તેણે મૂર્ખાઈ કરી છે, પવન સામે અગ્નિ સળગાવવાનું દુ:સાહસ તેણે કર્યું છે.
અરે વાદી ! તને આ શું સૂઝયું ? તને કોઈએ ચેતવ્યો નહિ કે, આ પ્રદેશમાં સર્વજ્ઞ, શાસ્ત્રમાં નિપૂણ, વિદ્યાઓમાં પારંગત, વ્યાકરણ-વિશારદ, તર્કશાસ્ત્રનો પારગામી ઇન્દ્રભૂતિ પંડિત છે ? આવા વિચારોને વાગોળતો કંઈક વ્યાકુળ વળી વાદની કલ્પનામાં આનંદમગ્ન તે વાયુવેગે સમવસરણની નજીક પહોંચ્યો. સમવસરણની બહાર દેવદેવીઓના નાટારંભની ભવ્યતા જોઈ આગળ વધ્યો, ત્યાં તો તેને ચારે બાજુ પ્રસરેલું શાંતિનું વાતાવરણ છૂપું છૂપું આશ્ચર્ય ઉપજાવી ગયું. હવે તો તેના શ્રવણે પ્રભુની અમૃતવાણીના પડઘા પણ પડવા લાગ્યા. કેવા કરુણાર્થીના એ સ્વો ! આવું પરમ આહલાદક વતાવરણ એને ક્રિયાની ધામધૂમવાળા યશોમાં ક્યાંથી મળ્યું હોય !
અરે ! આ શું ? હું તો માનતો હતો કે, તેને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ એની વાણી તો અસ્ખલિતપણે વહે છે. શ્રોતા-વક્તાની એકતા પણ કેવી નિરાળી છે ! સમવસરણની દેવાતાઈ રચના પણ કેવી અદભૂત છે ! છતાં ક્યાંય કોલાહલ નથી. ક્યાં યજ્ઞભૂમિનો શોરબકોર અને ક્યાં આ
૪ર
Page #60
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
સભાની સુસંવાદિતા ! વળી વચમાં સર્વશપણાનો વિચાર આવતા અને પોતે વાદમાં વાદીને પરાજિત કરવા નીકળ્યો છે તેવો ખ્યાલ રાખી આગળ વધવા લાગ્યો. દૂરથી તેણે સિંહાસન પર બિરાજમાન ભગવાનને જોયા!
અરે ! આ બ્રહ્મા છે? ના, આનું રૂપ તો અલૌકિક છે. વિષ્ણુ છે? ના, આ તો અસંગ છે !
તો શું આ સૂર્ય છે? ના સૂર્યની કાંતિ સામે જોઈ શકાતું નથી, અને આ તો સૌમ છે !
તો શું આ ચંદ્ર છે? ના, ચંદ્ર તો કલંક સહિત છે અને તેમનો દેહ તો સપ્રમાણ, કંચનવર્ણો અને લંકરહિત છે.
તો શું આ મેસ છે? ના, મેરુ તો કઠણ છે આ તો અત્યંત કોમળ છે.
ઇન્દ્રભૂતિ કંઈક ક્ષોભ અને આશ્ચર્યસહ વિચારવા લાગ્યા કે, ખરેખર લોકો કહેતા હતા તેવા રૂપવાન છે. તેમની વાણીનો વૈભવ પણ કેવો અનુપમેય છે. તેમની ઉપસ્થિતિ કેવી નિર્મળ અને નિર્દોષ છે જ્યાં પશુઓ પણ નિર્ભય અને નિશ્ચિત થઈ બેઠાં છે !
યજ્ઞમાં હાજર રાખવામાં આવતાં પશુઓને દયાર્દ્ર કોલાહલ ક્યાં અને આ નિર્ભયતા ક્યાં?
ઇંદ્રો તથા દેવો પણ કેવા આનંદિત જણાય છે ! તેમનું સિંહાસન કોઇ તપસ્વી માંગી લેશે તેવી લેશ પણ ચિંતા વગરના તેઓ જણાય છે.
ખરેખર કોઈ મહાન જાદુગર લાગે છે. વળી અંદરથી સાવધાન થઈને વિચારવા લાગ્યો કે, હે ઇન્દ્રભૂતિ ! તું સર્વજ્ઞ છું વાદીને જીતવા નીકળ્યો છું. શત્રુના ગુણગાન ગાવાનો આ સમય નથી. આવા ઈનિજાલિકથી ભરમાઈ જાય તે ઇન્દ્રભૂતિ નહિ. અને વળી વાદમાં કેમ જીતવું તેના તરંગમાં અટવાઈ ગયો.
સમવસરણની પર્ષદાનો સર્વોત્કૃષ્ટ વૈભવ, અને ભગવાનની નિર્મળ દૃષ્ટિ તથા આત્મવૈભવ નિહાળીને તે દ્વણભર ક્ષોભ પામી ગયો અને મનમાં વિચારવા લાગ્યો કે મેં ખરેખર એક દુઃસાહસ ઊભું કર્યું છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અત્યાર સુધી મેળવેલી વિજયમાળાનું હવે કેવી રીતે રક્ષાણ થશે? આ દેશ પ્રદેશના સર્વવાદીને જીત્યા પછી આ એકાદ વાદી જીત્યો ન હોત તો શું લૂંટાઈ જવાનું હતું ? ખરેખર મને કસમયની આ કુબુધ્ધિ કયાં સૂજી આવી. યજ્ઞનાં કર્યો છોડી ક્યાં અહીં આવી ચઢયો?
આમ ભારે મથામણમાં અને આકૂળતાથી ઘેરાયેલો વળી કંઇક સ્વસ્થ થઈ તે વિચારવા લાગ્યો, કે હવે આ પાર કે પેલે પાર થયા વગર છૂટકો નથી.
બીજી બાજુ કરણસાગર ભગવાન મહાવીરને તો કોઈ શત્રુ-મિત્રનો કે વાદી-પ્રતિવાદીનો ભેદ જ ન હતો. તેમણે પોતાના અંતરંગ શત્રુઓનો સંપૂર્ણ પરાજય કર્યો હતો. સમસ્ત સૃષ્ટિ પ્રત્યે જેનો અપાર વાત્સલ્યભાવ હતો, ને પરમાત્માને કોઈની સાથે વિજય પ્રાપ્ત કરવાનો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે.
આવા સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં ઇન્દ્રભૂતિની વ્યર્થ મનોવ્યથા પ્રતિબિંબિત હતી. ઇન્દ્રભૂતિ મહાન વિદ્વજન હતો. એક માત્ર દૃષ્ટિ પરિવર્તનની જ આવશ્યકતા હતી. તેનો જાણે સમય પાકી ગયો હોય તેમ તે સ્વયં સામે ચાલીને આવી ગયો. પર્ષદામાં પહોંચતાં જ તેના મનમાં ભારે ઉથલ-પાથલ મચી હતી, ત્યાં તો તેના શ્રવણે ટંકાર થયો.
હે ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ ! પધારો. નિદ્રાધીન માનવ સફાળી જાગે તેમ ઇન્દ્રભૂતિ પોતાના નામ સંબોધનથી સાશ્ચર્ય પામ્યો. અરે ! આ તો મારું નામ જાણે છેને પણ વળી અહંકારે જતાં જતાં એક પ્રહાર કર્યો. મારું નામ આ પ્રદેશમાં આબાલવૃધ્ધ સૌ જાણે છે. તો પછી ગામેગામ ફરતો આ ભિલુક મારું નામ જાણે તેમાં શી નવાઈ ? જો તે મારી શંકાનું નિવારણ કરે તો તેને સર્વજ્ઞ માની શકાય. ત્યાં તો પરમાત્માએ પુન: મધુરવાણીથી કહ્યું,
હે ઇન્દ્રભૂતિ ગૌતમ! પધારો. તમારા મનમાં એક શંકા છે કે, જગતમાં દૃશ્યમાન અને અદૃશ્યમાન
Page #62
--------------------------------------------------------------------------
________________
וגים
91
ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીર પાસે વાદિવવાદ માટે પહોંચ્યા.
Page #63
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરની નિર્મળવાણીથી શંકાનું સમાધાન થતા તેમના શરણનો સ્વીકાર.
Page #64
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર પદાર્થો છે તેમ આત્મા છે કે નહિ?
'હે ઇન્દ્રભૂતિ ! ચૈતન્યસ્વરૂપ આત્માને વિજ્ઞાન, સંજ્ઞા, યુક્તિ અને લક્ષણોથી જાણી શકાય છે.
પ્રભુના નિર્દોષ વાત્સલ્યયુક્ત શબ્દનું શ્રવણ, અમી ઝરતાં નયનોનું કરણામૃત, મુખકમળ પરની સરળતા અને સૌમત, જ્ઞાનપૂર્ણ અદૃશ્ય મહાસત્તાથી ઇન્દ્રભૂતિ પોતાની વાત અને અસ્તિત્વ વિસરી ગયા પણ પેલી વાણીના ગુંજારવથી વિચારવા લાગ્યા કે મારો સંશય તે જાણે છે એટલે જ્ઞાની લાગે છે. તેમના મનના વિરોધનો વંટોળ એકાએક શમી ગયો.
ઇન્દ્રભૂતિ પ્રખર પંડિત હતા, વિજયી હતા. છતાં પોતે એક શંકામાં ગળકાં ખાતા હતા. જેનું સમાધાન પોતાને પ્રાપ્ત ન હતું, છતાં તેનું નિરૂપણ આ જ સુધી કરતા આવ્યા હતા.
આખરે ભગવાનના વચનથી તેઓનું મને સંતુષ્ટ થયું કંઇ નિઃશંકતા અનુભવવા લાગ્યા અને સહસા તેમના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડયા
હા પ્રભુ! આપની વાત સત્ય છે
ભગવાને કહ્યું તને એવી શંકા વેદના પરસ્પર વિરૂધ્ધ લાગતાં વાક્યોથી ઉદ્ભવી છે.
મિત્રો સંબંધીઓ અને વિપુલ ધનનો ત્યાગ કર્યા પછી હવે બીજીવાર એ વસ્તુઓ મેળવવા શોધ કરી વ્યર્થ સમય ગુમાવીશ નહિ. "
હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર
૪૫
Page #65
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગણધર વાદ-પ્રારંભ
- ભગવાને કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ! વિજ્ઞાનઘન એવૈભો ભૂલ્ય: સમુથાય. તાજેવા નુ વિનશ્યતિ, ન પ્રેત્ય સંજ્ઞાડસ્તિ
આ વેદવાક્યથી તું એમ જાણે છે કે આત્મા નામનો પદાર્થ નથી, પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ જેવાં પાંચ ભૂતોમાંથી આ વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેથી પરલોક પણ નથી, આ પાંચ ભૂતો શરીરરૂપે પરિણમે છે ત્યારે આ ઘડો, આ ઘર, કે આ મનુષ્ય શેય છેતેમાં વિવિધ પ્રકારે એ સર્વ જ્ઞાનનો કે શેયનો સમુદાય ઉત્પન્ન થાય છે. પણ તે સર્વ પદાર્થનું જ્ઞાન ધરાવનાર આત્મા નામનો પદાર્થ છે, તેમ તું માનતો નથી કેમ કે, તું માને છે કે તે પાંચ ભૂતોમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનનો આધાર પાંચ ભૂતો છે. આવી રીતે પરિણમેલાં પાંચ ભૂતોમાંથી વિજ્ઞાનનો સમુદાય ઉત્પન્ન થાય છે અને જળના પરપોટાની જેમ લય પામે છે. આત્મા નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી, એટલે પરલોક પણ નથી, અને પરલોકથી અહિં કોઈ આવતું નથી, તેમ તું માને છે. આત્મા જ ના હોય તો આ લોક-પરલોક કોના થાય ? "
“હે ઇન્દ્રભૂતિ ! વળી તને યુક્તિથી પણ તે વાત સંગત લાગે છે કે, આત્મા સ્પર્શાદિ અનુભવથી પ્રત્યક્ષ જણાતો નથી. જો આત્મા હોય તો ઘટ-પટ આદિની જેમ જણાતો હોવો જોઇએ. પરમાણુ અપ્રત્યક્ષ હોવા છતાં સમૂહમાં ઘટપટાદિના કાર્યરૂપે જણાય છે. પરંતુ આત્મા તેવી રીતે પરિણમેલો પ્રત્યક્ષ જણાતો નથી. વળી કોઈ અનુમાનથી પણ આત્મા જણાતો નથી. જેમ કે કોઇએ રસોડામાં અગ્નિનો ધૂમાડો જોયો હોય તો વ્યક્તિ જયારે અન્યત્ર ધૂમાડો જુએ ત્યારે અગ્નિનું અનુમાન કરી શકે છે પણ આત્મા એમ અનુમાનથી પણ પ્રત્યક્ષ જણાતો નથી."
Page #66
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
"વળી શાસ્ત્રોમાં પણ નિશ્ચિતાર્થ નથી. કોઈ કહે છે કે આત્મા છે અને કોઈ હે છે કે નથી. વળી જગતમાં આત્માને સરખાવી શકાય તેવો પદાર્થ નથી તો પછી હવે આત્મા કોના જેવો માનવો ? વળી, ઘી, દૂધ જેવા પૌષ્ટિક પદાર્થ ખાવાથી બુધ્ધિ સતેજ થતી અનુભવીએ છીએ તેથી પણ એમ લાગે છે કે પંચભૂતોમાંથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે, પણ આત્માનો ધર્મ જણાતો નથી.”
“આમ કોઈ પ્રકારે આત્માની ઉપસ્થિતિ સિધ્ધ થઈ શક્તી નથી. બીજી બાજુ આત્મા છે, તેમ જણાવનારા વેદ-વાક્યો છે તે તું જાણે છે તેથી હે ગૌતમ ઇન્દ્રભૂતિ ! તું આત્મા છે કે નથી તેવા મહા સંશયમાં પડ્યો છું. તું એ વેદ-વાક્યોનો અર્થ બરાબર સમજયો નથી. તેનો અર્થ આ પ્રમાણે છે.”
“વિજ્ઞાનધન - દર્શનજ્ઞાનનો ઉપયોગ તે વિજ્ઞાન વિશિષ્ટજ્ઞાન. તે શાનના સમૂદાયરૂપ આત્મા છે. આત્મા ચેતનામય છે. તેની શક્તિ જ્ઞાનદર્શનમય છે. તેના વડે તે પોતાને અને પરને જાણે છે. આત્મા અન્ય પદાર્થની જેમ ઇન્દ્રિયગોચર નથી. જ્ઞાન વડે આત્મા જણાય છે.
“એતેભ્યો ભૂતેભ્ય: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ આ ભૂતો, સમુત્થાય આ ભૂતોના વિકારોથી ઘટપટ ઇત્યાદિ ઉત્પન્ન થાય છે. તે શેયો - જણાવા યોગ્ય પદાર્થો છે તે ભૂતોના મિશ્રણથી ઉત્પન્ન થાય છે. તાન્યેવાડનું વિનશ્યતિ - તે ઘટપટ આદુિ પદાર્થોનો જ્ઞેયપણે અભાવ થતાં આત્મા પણ તેના વિયોગરૂપે નાશ પામે છે. તે પદાર્થોનું જણાવાપણું લય પામે છે. અને વળી બીજા પદાર્થને જાણે છે. તેવા ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે."
-
“ન પ્રેત્યસંજ્ઞાસ્તિ - ઉપયોગરૂપ પૂર્વનો આત્મા રહેતો ન હોવાથી પૂર્વની સંશા રહેતી નથી.”
"આત્માના દરેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ અનંતી પર્યાયો - અવસ્થા રહેલી છે. તે વિજ્ઞાનના સમુદાયથી ચિત્ અભિન્ન છે. દરેક
૪૭
Page #67
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
સમયે અવસ્થા બદલાય છે, પણ તેથી મૂળ દ્રવ્ય આત્મા નાશ પામતો નથી. જગતના પદાર્થો માત્ર જ્ઞેયરૂપ છે. જ્ઞાનગુણ દર્પણની જેમ સ્વચ્છ હોવાથી તેમાં તે શેયો - જણાવા લાયક પદાર્થો પ્રતિબિંબિત થાય છે. તેથી જ્ઞાન શેયાકાર થતું જણાય છે. અને શેયના બદલવાથી જ્ઞાન બદલાય છે પણ શાતા નાશ પામતો નથી."
“હે ઇન્દ્રભૂતિ! ભૂતોના નાશ સાથે આત્મા નાશ પામતો નથી. જો નાશ પામે તો કર્મબંધ કે મોક્ષ પણ ઘટતા નથી. આત્મા કોઇ સંયોગો વડે ઉત્પન્ન થતો નથી, કે કોઈના વિયોગથી નાશ પામે. જડ એવા ભૂતોથી આત્માની ઉત્પત્તિ થવી સંભવતી નથી, કારણ કે જડ પદાર્થોનાં લક્ષણો અને ચેતનાનું લક્ષણ ભિન્ન છે. જગતના સર્વ પદાર્થોથી આત્મા-ચેતના ગુણ લક્ષણે ભિન્ન જણાઈ આવે છે, વળી પાંચ ભૂતોથી આત્મા ભિન્ન ન હોય તો દૃશ્ય જગતનું જ્ઞાન કોને થાય ? ”
ઘટ પટ આદિ એ પુદ્ગલોનો - ભૂતોનો સમૂહ છે, તેને આત્મા જ્ઞાન ઉપયોગ વડે જાણે છે. ઘટપટાદિ આત્માથી ભિન્ન છે તેમ દેહ પણ આત્માથી ભિન્ન છે. પરંતુ એકજ ક્ષેત્રમાં વ્યાપીને રહ્યા હોવાથી અભિન્ન જણાય છે. પણ તે બંન્ને પોતાનાં લક્ષણોથી ભિન્ન છે. ઘટપટાદિ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા અને જડ છે. આત્મા ચૈતન્ય લક્ષણે યુક્ત છે. ઘટપટાદિને જે જાણે છે, તેનો તું સ્વીકાર કર કે તે જાણનાર તે આત્મા છે.
“આત્માનો ગુણ જ અવિનાશી છે. બહારની અવસ્થાઓ બદલાય છે. જેમ કે શૈયો - પદાર્થોને જોઈને જ્ઞાન પરિણમતું જણાય છે. એક દેહનો વિયોગ થતાં આત્માનો વિયોગ જણાય છે. પણ તેનો નાશ થતો નથી. કર્મયોગે તે બીજું શરીર ધારણ કરે છે. જગતમાં મૂળ વસ્તુનો અર્થાત્ પદાર્થનો નાશ સંભવતો નથી. પુદ્ગલ - શરીર બળી જતાં, રાખ થઇને પરમાણુ કે રજકણરૂપે પરિણમી વળી તે માટીમાં ભળે છે, અને પરમાણુના સમૂહરૂપે થઇ ને અન્ય શરીરોમાં પોતાનું સ્થાન લે છે. પણ પરમાણુપણે ક્યારેય મૂળ વસ્તુનો નાશ થતો નથી.”
૪૮
Page #68
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર કેટલીક યુક્તિ-પ્રયુક્તિથી પણ એ શંકાનું નિવારણ થઈ શકવા સંભવ છે. અજ્ઞાન કે અલ્પજ્ઞતાને કારણે આત્મા દેખાતો ન હોય પણ તે જ્ઞાનીના અનુભવમાં અને સર્વશના જ્ઞાનમાં જણાયો છે તેથી તેનું અસ્તિત્વ સ્વીકાર્ય છે. જેમ કોઈ એક રણ વિસ્તારમાં રહેતા માનવે નાળિયેર જોયું નથી પણ અન્ય વિસ્તારના માનવે તે જોયું છે, તેથી કોઈએ નાળિયેરનું અસ્તિત્વ ન જોયું હોય તો પણ સ્વીકાર્ય બને છે."
“કોઈ કહેશે અને જેનો અનુભવ ન થાય તે અમે માનતા નથી, અને કોઈનું કહેલું પણ અમને સ્વીકાર્ય નથી. એક માણસ પેંડો ખાઈને બીજી વ્યક્તિને કહે કે, તું મને પેટમાં ગયેલો પૈો દેખાડ તો માનું કે મેં પેંડો ખાધો છે. તે કેવી રીતે બને? અરે ! શરીરમાં પેટ કે માથું દુઃખે છે તે દર્દી અનુભવે છે ખરો પણ તે કેવી રીતે બનાવી શકે? તેવી રીતે તમને પુત્રાદિના સ્મરણથી ખુશી થાય તો તે કેવી રીતે બનાવી શકશો ? શબ્દથી કહી શકાય, કારણ અમર્યાદ વસ્તુને મર્યાદિત વસ્તુથી કેવી રીતે બતાવી શકાય? તેમ અમૂર્ત આત્મા ઈન્દ્રિયોથી જણાતો નથી."
“કોઈ કહે છે કે અમે આત્મા જેવું કંઈ માનતા નથી. આત્મા શબ્દ જ આત્મા નામના પદાર્થને જણાવે છે. જે વસ્તુનો ભ્રમ થાય તે વસ્તુનું અસ્તિત્વ હોય છે, નહિ તો તે શબ્દાકારમાં આવતું નથી
જેમ છીપમાં ચાંદી હોવાનો ભ્રમ થાય છે તે દર્શાવે છે કે ચાંદી જેવી કંઈ વસ્તુ છે ખરી"
શરીરમાં રહેલી દરેક ઈન્દ્રિય પોતાના વિષયને જાણે છે. કેવી રીતે? દરેક ઈન્દ્રિયને ભિન્ન ભિન્ન વિષય હોય છે. પણ એ દરેકનું ભાન આત્માના ઉપયોગ દ્વારા જણાય છે. જો ઈન્દ્રિયોને ભાન હોય તો શબમાં ઈન્દ્રિયો કાર્યકારી રહી શકે. ચેતનના સંચાર વગરના શબમાં ઇન્દ્રિયો કંઈ કરી શકતી નથી. શરીરમાંથી એવું શું નીકળી જાય છે કે તેની બધી જ ક્રિયા બંધ થઈ જાય છે? કોઈ કહેશે વાયુ, કોઈ કહેશે વિજળી, કોઈ કહે છે શક્તિ. અરે ! કથંચિત એને જ અમે આત્મા કહીએ છીએ. જે તત્વ ગયું તે આત્મા છે. જેના દ્વારા તું શંકા કરે છે તે તું સ્વયં છું
૪૯
Page #69
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર ગૌતમ શાસ્ત્રજ્ઞ હતા તેથી તેમને વસ્તુનું સ્વરૂપ સમજતા વાર ન લાગી સર્વજ્ઞ ભગવાન મહાવીરના યુક્તિ, અનુમાન અને આગમ પ્રમાણયુક્ત વચનોથી ઈન્દ્રભૂતિ અતિશય સંતોષ પામ્યા અને તેમના સર્વ સંશયો નષ્ટ થતાં તેમને નિર્ણય થયો કે આત્મા છે. અને તરત જ તે પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુને સમર્પિત થઈ ગયા અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી
૨. અગ્નિભૂતિનું આશ્ચર્ય
અપાપાપુરીના તાપસોનાં યજ્ઞમાં શું બન્યું તે જોઈએ એ પક્ષમાં પવનવેગે સમાચાર પહોંચી ગયા કે ઇન્દ્રભૂતિ તો ભગવાનના શિષ્ય થયા છે. એ સાંભળી બીજો ભાઈ અગ્નિભૂતિ વિચારવા લાગ્યો કે કદાચ પર્વત કંપાયમાન થાય, બરફ ઓગળી જાય, અગ્નિ શીતળતા પ્રાપ્ત કરે, પવન સ્થિર થઈ જાય, પૃથ્વી પાતાળમાં પેસી જાય તો પણ મારો ભાઈ હારે ? તે સંભવ નથી. તે વિશ્વાસ કરી ન શક્યો કે ઈન્દ્રભૂતિ દીક્ષિત થાય. છતાં સંભવ છે કે કોઈ ધૂર્તવિદ્યાબળે તેઓ ઠગાઈ ગયા હોય. માટે હું હમણાં જ જઈને પરાજિત થયેલા મારા વડીલ બંધુને મુક્ત કરું.
આમ વિચારી અનેક પ્રકારના તરંગો કરતો પાંચસો શિષ્યોથી પરિવરેલો અગ્નિભૂતિ પ્રભુ સન્મુખ પહોંચ્યો. ત્યાં તેના શ્રવણે શબ્દો પડયા કે “ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ તને નિરંતર શંકા રહે છે કે કર્મ જેવું કંઈ હશે કે નહિ? પરસ્પર વિરુધ્ધ લાગતા વેદપદોથી તું મુંઝાયો છે
કર્મનું રહસ્ય અને સમાધાન. પુરુષ એવેદં સર્વ યદ્ ભૂત યસ્ય ભાવ્યમ્
આ વાક્યથી તું એમ સમજયો છું કે આ વર્તમાનમાં જણાતું ચેતન તે ત્રણે કાળ માટે પુરુષ જ છે. પણ કર્મ જેવું કંઈ છે નહિ દેવ, માનવ, તિર્યંચ, પૃથ્વી, પર્વત, તે સર્વે આત્મા જ છે. તું માને છે કે અમૂર્ત એવા આત્માને મૂર્ત રૂપી કર્મો કેવી રીતે લાભ હાનિ કરે ? અમૂર્ત એવા આકાશમાં જેમ ચંદનનું વિલેપન શક્ય નથી તેમ અરૂપી એવા આત્માને
Page #70
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
રૂપી કર્મો કેવી રીતે લાગે ? માટે કર્મ નથી એમ માને છે. બીજી બાજુ તું વેદપદો દ્વારા જાણે છે કે યજ્ઞો જેવાં કૃત્યોથી સ્વર્ગમાં જવાય ઇત્યાદિ. આમ વિરુધ્ધ વેદપદોથી તું મુંઝાય છે. પણ તું વેદપદોનો અર્થ બરાબર સમજયો નથી.
વળી શાન અમૂર્ત છે, તે વાત સાચી કે બ્રાહ્મી, ધી, દૂધ જેવા પદાર્થો વડે બુધ્ધિની વૃધ્ધિ થતી જણાય છે, અને મદિરા કે ઝેર જેવા પદાર્થો વડે જ્ઞાન બુધ્ધિ હીન થતા જોઇએ છીએ. માટે અમૂર્ત પણ મૂર્ત દ્વારા લાભાહન પામે છે. અરૂપી એવા આકાશમાં કેટલાય રૂપી પદાર્થો જગા લઇને રહ્યા છે. તેમ અરૂપી આત્માના પ્રદેશ ઉપર કર્મોની રજો રહે છે.
વળી ચેતનની પ્રેરણા ન હોય તેવી જડ વસ્તુ કર્મને ગ્રહણ કરી શકતી નથી. આત્મવૃત્તિ જયારે વિભાવ મલિન અવસ્થામાં હોય છે, ત્યારે તે કર્મને ગ્રહણ કરે છે અને તે પોતાના શુધ્ધ સ્વરૂપમાં રહે છે ત્યારે કર્મથી મુક્ત રહે છે.
વળી તું આ જગતમાં જે ચારે બાજુ વિચિત્રતા જુએ છે તેનું કારણ શું છે ? મનુષ્ય ઇચ્છતો નથી છતાં તેને દુ:ખ, રોગ, શોક વગેરેની પ્રાપ્તિ થાય છે. વળી જન્મીને તરત જ બાળકે કોઇ દુષ્કૃત્ય કર્યુ ન હોવા છતાં એ બાળક જન્મથી રોગિષ્ટ હોય છે. વળી કોઇ જીવ ધનવાન હોય છે અને કોઈ જીવો દરિદ્ર હોય છે. એક સુખી, એક દુ:ખી, એકને ખાવા માટે પકવાન મળે છે, બીજાને સૂકા રોટલાના ફાંફાં હોય છે. એક રોગી, બીજો નીરોગી હોય છે. એકને સૂવા સુંવાળાં ગાદી-તકીયા હોય છે, બીજાને તૂટેલી ખાટ પણ મળતી નથી.
જો કોઇ એમ કહે કે આ સર્વ તો ઇશ્વરની લીલા છે, અર્થાત્ સર્વનો નિયંતા ઇશ્વર છે; તો ઇશ્વર એટલે શુધ્ધ સ્વભાવ. તે કરુણા સાગર હોય છે. એને સુખ આપવાનો અને એકને દુ:ખ આપવાનો વિક્લ્પ તે કરે નહિ. અને ભગવાન કર્મ પ્રમાણે ફળ આપે છે એમ કહો, તો પણ કર્મ છે તેમ માનવું પડે.
૫૧
Page #71
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
આમ જડ એવાં કર્મોમાં જીવનાં શુભાશુભ પરિણામ પ્રમાણે પરિણમવાની એક સ્વયં શક્તિ છે. અજ્ઞાન દશામાં કરેલાં શુભાશુભ કર્મોનું પરિણામ સમય પરત્વે મળ્યા કરે છે. એક માણસને ખબર નથી કે આ બાટલી દવાની છે કે કોઇ ઝેરી પદાર્થની છે. તે દવા સમજીને પી લે તો પણ ઝેર તેનું ફળ આપી દે છે, અને અમૃત પીએ તો તેનું ફળ પ્રાપ્ત થાય છે. તેમ શુભાશુભ કર્મનાં ફળનું એક સાતત્ય સંસારમાં જીવમાત્રને રહ્યા કરે છે. અને તેથી હિંસાદિ દુષ્ટ કર્મો દ્વારા અશુભ કર્મનો બંધ થાય છે, અને દાનાદિ દ્વારા શુભ કર્મનો બંધ થાય છે અને તે તે કર્મો તે પ્રમાણે ફળ આપે છે.
આ પ્રમાણે પ્રભુના વચન શ્રવણથી અગ્નિભૂતિનો સંશય નષ્ટ થતાં તે તરત જ પ્રભુ પાસે પોતાના પાંચસો શિષ્યો સહિત દીક્ષિત થયા. તે ભગવાનના બીજા ગણધર થયા.
ગૌતમ શ્રી ઇન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ ભગવાનથી દીક્ષિત થયા તે સમાચાર બાકીના નવ પંડિતોને મળ્યા. તેમણે વિચાર્યું કે સમર્થ એવા બંને ભાઈઓ જો સર્વજ્ઞ ભગવાન મહાવીરના શિષ્ય થાય તો અમારું માનેલું સર્વજ્ઞપણું પોકળ હોવું જોઇએ. માટે આપણે પણ તેમનું શિષ્યતત્ત્વ સ્વીકારીએ તો આપણા સંશય દૂર થઇ આપણો ઉધ્ધાર થવા સંભવ છે. આમ વિચારી બાકીના નવ પંડિત ક્રમમાં પ્રભુના જ્ઞાન પ્રત્યે આકર્ષાયા અને સમાધાન પામ્યા.
ભગવાન પણ જાણતા હતા કે આ સર્વે ભલે સર્વજ્ઞ નથી પણ શાસ્ત્રજ્ઞ છે. સમજવાના અર્થો છે. શંકાનું સમાધાન થાય તો ધર્મપ્રભાવના કરે તેવા છે.
૩. વાયુભૂતિનું શંકાસમાધાન
“હે વાયુભૂતિ ! તને શંકા છે કે આ શરીર એ જ આત્મા છે કે શરીરથી ભિન્ન આત્મા છે ? તું વેદનાં વાક્યોના પરસ્પરના સમન્વયને સમજયો નથી. આત્માના જ્ઞાનઉપયોગમાં વિજ્ઞાનમાં જે પદાર્થો જણાય છે
પર
Page #72
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર તે પદાર્થો અને આત્મા ભિન્ન છે. જો એકરૂપ હોય તો ક્યારે પણ અલગ થાય નહિ.
विज्ञानधन ऐवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवऽनुविनश्यति, न प्रेत्य संज्ञाऽस्ति ।
* “હે વાયુભૂતિ ! તારો સંશય વેદનાં પરસ્પર વિરુધ્ધ ભાસતાં વાક્યોથી ઉત્પન્ન થયો છે. તે વેદવાક્યોનો તું એવો અર્થ કરે છે કે શરીરથી ભિન્ન કોઈ આત્મા નથી. પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે, અને તેમાં લય પામે છે, મદિરામાંથી એક મદ શક્તિ ઉત્પન્ન થાય છે તેમ પાંચ ભૂતોમાથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે. લોકો જેને શરીર કહે છે તે આત્મા છે તેમ તું માને છે. બીજી બાજુ આત્મા શરીરથી ભિન્ન છે, તે વેદપદોથી તું મુંઝાય
આત્માના દરેક પ્રદેશે જ્ઞાન દર્શન ઉપયોગની અનંત અવસ્થાઓ છે. તેનાથી આત્મા અભિન્ન છે. પરંતુ દેહથી તે ચૈતન્ય લક્ષણે જ ભિન્ન છે. તે ઘટપટાદિને જાણે છે એજ દર્શાવે છે કે જાણનારો ભિન્ન છે. ઊંઘમાં સ્વપ્ન જોનારો છે તે દેહથી ભિન્ન છે, તેથી સ્વપ્ન ને જોઈ શકે છે. શેયથી જ્ઞાનરૂપ આત્મા ભિન્ન છે. શેયના નિમિત્તે આત્માનું જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે છે પણ શેય અને જ્ઞાતા તદ્દ્ન ભિન્ન છે. આત્મા વસ્તુને જાણે છે પણ તદુપ થતો નથી. જેમ સૂર્યથી પૃથ્વી પ્રકાશિત થાય છે પણ સૂર્ય પૃથ્વીરૂપે થતો નથી. તેમ આત્માના ચૈતન્ય દ્વારા શરીરની ક્રિયા થતી દેખાય છે પણ તે બન્ને ભિન્ન છે.
વળી શરીર અને આત્મા એક હોય તો બન્નેના ગુણધર્મો એક જ હોય. શરીર તો હાડ માંસ ત્વચાયુક્ત છે, સ્પર્શ રસ ગંધ-વર્ણયુક્ત છે, અને આત્મા તો જ્ઞાન દર્શન આનંદરૂપ છે. વળી ચૈતન્યના વિયોગે શરીર અહીં પડી રહે છે. જો તે એક જ હોય તો સાથે જવું જોઈએ. માટે પંચભૂત સ્વતંત્ર દ્રવ્ય છે, અને આત્મા સ્વતંત્ર દ્રવ્ય છે. કર્મ સંયોગે એક ક્ષેત્રાવગાહે રહ્યાં છે. તેને જ્ઞાનીઓ ભિન્ન જાણે છે."
૫૩
Page #73
--------------------------------------------------------------------------
________________
લમ્બિ નાણા ભંડાર જો કે અનંતકાળથી દેહમાં આત્મવૃત્તિનો અધ્યાસ હોવાથી આત્મા અને દેહ એકજ જણાય છે. આત્મા દુશ છે. તે દૃશ્યને જાણે છે. પણ તે વસ્તુમય થતો નથી. તે સ્વ અને પર બંન્નેને જાણે છે. આત્મા સિવાય કોઈ પદાર્થમાં જાણવાની શક્તિ નથી ભિન્ન લક્ષણો દ્વારા બન્ને ભિન્ન છે તે વાત સ્પષ્ટપણે જણાય છે. અરે ! તું જેની શંકા કરે છે તે તું પોતે જ છે. અને છતાં તેને જાણતો નથી ? આમ સર્વ પ્રમાણોથી આત્મા અને દેહ ભિન્ન છે તેમ તું માન
પ્રભુનાં વચન દ્વારા વાયુભૂતિ સંતુષ્ટ થયા અને પ્રભુ પાસે પાંચસો શિષ્ય સહિત દીક્ષિત થઈ ત્રીજા ગણધરપદને પામ્યા.
૪. વ્યક્તિ પંડિત
તે પ્રભુ પ્રત્યે પૂજનીય ભાવથી આકર્ષાયા. તેમને શંકા હતી કે પાંચ ભૂત છે કે નહિ? “હે વ્યક્ત ! વેદ વાક્યોનો અર્થ તું પૂરો સમજ્યો નથી.
येन स्वपनोपमं वै सकलम्
પૃથ્વી, જળ વગેરે સ્વપ્ન સમાન છે. સ્વપ્નમાં સુવર્ણ સ્ત્રી, ઘર, વન દેખાવા છતાં તે વસ્તુત: છે નહિ, તેમ જગતમાં સર્વ પદાર્થો સ્વપ્ન સમાન છે. રૂત્યેક વિવિધMાસા વિરોય – અર્થાત જગત સ્વપ્ન જેવું છે, એ બ્રહ્મવિધિ શીધ જાણી લેવો.”
“વળી વેદમાં બીજા વાક્યો આવે છે કે, પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે, વિગેરે. આમ પરસ્પર વિરોધી વાક્યોથી તું મુંઝાયો છે.”
“જગતમાં જે જે પદાર્થો છે તેનું તે તે સ્વરૂપે અસ્તિત્વ છે. જગતમાં જડ ચેતન બે પદાર્થો મુખ્ય છે. તે કેવળ સ્વપ્નવતું નથી. પરંતુ જડ, જડરૂપે પોતાનું અસ્તિત્વ ધરાવે છે અને ચેતન ચેતનભાવે રહે છે. દ્રવ્યનો સ્વભાવ એવો છે કે પોતાનું મૂળ સ્વરૂપ ટકે છે અને પર્યાયનો ઉત્પાદ -
૫૪
Page #74
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર વ્યય થાય છે. ચેતન ચેતનરૂપે પરિણમે છે. જડ જડ રૂપે પરિણમે છે. અન્યોઅન્ય કોઈને પલટાવે નહિ"
હે વત્સ વ્યક્ત ! તને શંકા છે કે પંચભૂત છે કે નહિ? અથવા આ સર્વ પદાર્થો ખવત્ છે. અને બીજી બાજુ જળ સ્થળ વગેરેની સત્તા છે, તેવાં પદો વાંચી તને સંશય થાય છે.'
"જગતના પદાર્થો સ્વપ્નવત્ છે તેમ જણાવવાનો હેતુ આત્મસંબંધી શ્રધ્ધા અને ચિંતન કરાવવા માટે છે. સ્ત્રી, પુરુષ, સુવર્ણ આદિ પદાર્થો અનિત્ય, અસાર અને કર્મને આપનારા છે, માટે તે ત્યાગવા યોગ્ય છે. તે વૈરાગ્યની વૃદ્ધિ માટે બોધ આપનારું વાક્યો છે. તેનો અર્થ વિશ્વમાં ભૂતોનું અસ્તિત્વ નથી એમ ન માનવું. તે અસ્થિર અને અસાર હોવાથી સ્વપ્નવત્ માન્યા છે. જગતમાં જે જે પદાર્થો જણાય છે તેનો કેવળ નાશ નથી, પરંતુ પદાર્થોનું પરિણમન થયા કરે છે. મૂળ તત્ત્વ તો નિત્ય ટકે છે. જેમ સુવર્ણની બંગડી બને, વળી બંગડીનો નાશ થઈ વીંટી બને, છતાં સુવર્ણનો નાશ થતો નથી. અંતે પરમાણુરૂપે પોતાનું અસ્તિત્વ પદાર્થમાત્રનું રહે છે”
પ્રભુનાં વચનથી વ્યક્ત પંડિતનું સમાધાન થતાં તેઓએ પોતાના પાંચસો શિષ્યો સહિત પ્રભુનું શિષ્યત્વ ગ્રહણ કર્યું, અને ચોથા ગણધર પદને પામ્યા.
૫. સુધર્મા પંડિત
શંકા : જીવ જેવો આ ભવમાં હોય તેવો જ પરભવમાં થાય કે બીજા સ્વરૂપે થાય?
पुरुषो वै पुरुषत्त्वमश्नुते पशव : पशुत्वम् ।
પુરૂષ મરીને પુરૂષ થાય અને પશુ મરીને પશુ થાય. હે સુધ ! તું એમ માને છે કે માનવ માનવપણે જન્મ અને ગાય વગેરે પશુઓ પશુ તરીકે જન્મે. વળી બીજે પ્રકારે એમ કહે છે કે વિષ્ટા સહિત માનવને
પપ
Page #75
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અગ્નિસંસ્કાર આપે તો તે શિયાળ થાય. આ વિરોધી વાક્યો છે. વળી તું માને છે કે જેવું બીજ અનાજનું હોય તે પ્રમાણે અનાજ થાય છે. ઘઉં વાવે તો ઘઉં ઊગે પણ બાજરી ન ઊગે તેમ માનવ મરીને માનવ અને પશુ મરીને પશુ થાય" - હવે તું વિચાર કર કે મનુષ્ય દૂર પરિણામવાળો હોય, ઘોર કર્મ કરતો હોય તો તેનાં કર્મ પ્રમાણે તેને પણ આદિનો જન્મ મળે. જો તેમ ન થાય તો તેનાં કરેલાં કર્મનું ફળ નિષ્ફળ જાય. જો તે સરળ ચિત્તવાળો હોય, સુકૃત્ય કરનારો હોય તો મનુષ્યગતિ કે દેવગતિ પામે. ' હવે જો પશુ આદિ જીવોનાં પરિણામો સરળ હોય તો તેમની કેટલી શુદ્ધિ થવાથી કે દુઃખ સહન કરવાથી તેઓ સદ્ગતિ પામી શકે. જો તેમ ન બને અને પશુ પશુ જ રહે તો તેના આત્માનો વિકાસ કેવી રીતે થાય?
વળી ઘઉંના બીજમાંથી ઘઉં થાય તે વાત સાચી ને ઘઉં અર્થાત વનસ્પતિરૂપે એ પુદગલ છે તેમાં જે ચેતના છે - આત્મા છે તે કંઈ ઘઉં રૂપે નથી પણ ભિન્ન છે. ઘઉં એ શરીર છે અને જ્યાં સુધી તેમાં જીવનો સંચાર છે તે ચેતના, બન્ને ભિન્ન છે. તેથી ઘઉંના બીજમાંથી ઘઉં ઉત્પન થાય તેમાં આત્મા કર્મ પ્રમાણે સંચરે છે.
આ પ્રમાણે પ્રભુનાં વચનનું શ્રવણ કરીને સુધર્મા પંડિત સંતુષ્ટ થયા. પાંચસો શિષ્યો સાથે તેમણે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુના ચરણનું શરણ લઈ - પાંચમાં ગણધર થયા.
૬. મંડિત પંડિત તેમને શંકા હતી કે આત્માને કર્મબંધ અને કર્મથી મોક્ષ છે કે નહિ?
હે મંડિત ! તું જાણે છે કે આત્મા તો સત્વ, રજસ અને તમોગુણ રહિત છે, સર્વ વ્યાપક છે, તેથી શુભાશુભ કર્મથી રહિત છે. તે સંસારમાં પરિભ્રમણ જ કરતો નથી તો પછી એનો મોક્ષ પણ કેમ હોય ? આત્મા સદા અસંગ છે. તેને બંધ કેવી રીતે હોય?
૫૬
Page #76
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર તું વિચાર કર કે જો કર્મનો ક આત્મા ન હોય તો કર્મ ગ્રહણ કોણ કરે? જડ પદાર્થોમાં તો ચેતના હોતી નથી, તેથી તે કર્મને ગ્રહણ કરતા નથી. અજ્ઞાન દશામાં જીવ વિભાવ દશામાં હોવાથી કર્મનો કર્તા છે અને તેથી તેને કર્મબંધ થાય છે. આત્મા જો કેવળ અસંગ હોય તો તેને તે પવિત્ર દશાનું દર્શન કેમ ન થાય ? આત્મા સ્વભાવે અસંગ છે, પણ વર્તમાનમાં કર્મથી રાસાએલો છે. સર્વ કર્મનો નાશ થતાં તે મુક્ત બને છે.
“स ऐष विगुणो विभुर्न वध्यते संसरति वा मुच्यते मोचयति वा न वा ऐष बाह्याभ्यंतरं वा वेद."
આવા વેદપદથી તેં માની લીધું છે કે આત્માને કર્મનો બંધ નથી, તો પછી તેણે મોક્ષનો પુરૂષાર્થ શા માટે કરવો?
આ વેદપદનો અર્થ મેં બંધ, મુક્તિ, નથી તેવો કર્યો છે. પણ એનો અર્થ એ પ્રમાણે નથી. વળી શુભાશુભ કર્મો વડે સુખ-દુખ ભોગવવાં પડે છે તેવાં વાક્યો વાંચી તું સંશયમાં પડ્યો છે.” સ છેષ - તે આત્મા વિગુણો - વિગુણ રહિત
- સર્વ વ્યાપક છે न बध्यते
- શુભાશુભ કર્મબંધરહિત સંસતિ વા - સંસારમાં પરિભ્રમણ કરતો નથી न मुच्यते - આત્મા કર્મથી મુકાતો નથી. બંધ હોય તો મુક્તિ
સંભવે ને? ન મોવતિ વ - આત્મા કર્મનો કર્તા ન હોવાથી તે કોઇને કર્મથી
મુકાવતો પણ નથી. નવા છેષ વહિઑતર વાવેઃ – આ આત્મા પોતાનાથી ભિન્ન એવા મહાન અહંકાર વગેરે બાહ્ય સ્વરૂપને કે અત્યંતર પોતાના સ્વરૂપને જાણતો નથી. કારણ કે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે, આત્માનો નથી. આથી
विभु
૫૭
Page #77
--------------------------------------------------------------------------
________________
લધિ તણા ભંડાર
આત્માને બંધમોલ ન હોય તેમ તું માને છે. અને બીજા વાક્યો મોક્ષની પ્રરૂપણા કરે છે. તેથી તું શંકામાં પડ્યો છે.
अशरीरं ता तसन्त प्रियाप्रिये न स्पृशतः
અર્થાત શરીરરહિત મુક્ત થએલા લોકના અગ્રભાગમાં વસતા આત્મા સુખ-દુ:ખથી પર છે. આ વાક્યો તું જાણે છે.
આ વેદવાક્યથી સ્પષ્ટ થાય છે કે આત્માને કર્મબંધ છે. મુક્તિ પણ છે. તે વેદવાક્યોનો સાચો અર્થ આ પ્રમાણે છે.
स एष विगुणो विभुः વિગુણ એટલે સંસારીપણાના ભાવરહિત, વિભુ એટલે કેવળજ્ઞાન સ્વરૂપે સર્વવ્યાપક એવો તે આત્મા મુક્તાત્મા છે.
न बध्यते -
શુભાશુભ કર્મબંધનહિત છે. કર્મ બાંધતો નથી કારણ કે મુક્તાત્માને કર્મબંધનના કારણભૂત મિથ્યાદર્શનનો અભાવ છે.
ને સંરતિ વા – મુક્તાત્મા કર્મબંધરહિત હોવાથી તેને સંસારનું પરિભ્રમણ હોતું નથી.
મુવ્યતે – પોતે સ્વયં કર્મથી મુક્ત છે તેથી તેને કર્મથી મુકાવાપણું નથી.
ને મોવતિ વી -
કર્મનો અંશ ન રહેવાથી તેને પુન:અવતાર લેવાનો નથી, તેથી તે અન્યને કર્મથી મુકાવતો નથી
न एष बाह्याभ्यंतरं वा वेद - આવો મુક્તાત્મા બાહ્ય પદાર્થોના નિમિત્તથી સુખ પામતો નથી કે
૫૮
Page #78
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અંતરંગના રાગાદિ ભાવથી સંસારનાં સુખને ભોગવવાનું જાણતો નથી, તે સાંસારિક સુખથી મુક્ત છે.
આ વેદવાક્યો મુક્તાત્માનું સ્વરૂપ સમજાવે છે. તે સંસારી જીવોને લાગુ પાડવા નહિ. સંસારી જીવને શુભાશુભ કર્મનો બંધ છે અને તે શુભાશુભ કર્મનો નાશ થતાં મોક્ષ થઈ શકે છે.
મંડિત પંડિત પોતાની સર્વ શંકાનું સમાધાન થતાં પરમ સંતુષ્ટ થઈ, પોતાના ત્રણસો પચાસ શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષિત થયા. તે છઠ્ઠા ગણધરપદને પામ્યા.
૭ ગણધર મોર્યપુત્ર શંકા - દેવો છે કે નહિ को जानाति गीर्वाणान् इन्द्रयमवरुणकुबेरादिन"
ઈન્દ્ર, યમ, વણ, કુબેર જેવા માયાજાળી દેવોને કોણ જાણે છે ? માટે દેવોના અસ્તિત્વ જેવું કંઈ છે નહિ તેમ તું માને છે. સમાધાન : - “હે મૌર્યપુત્ર ! તું વિચારે છે કે ઈંદ્રાદિ દેવો માયારૂપ છે. વસ્તુસ્વરૂપે કંઈ નથી. વળી તું એમ જાણે છે કે નારકીઓ તો પરતંત્ર અને અત્યંત દુ:ખી છે, તેથી અહીં આવી શક્તા નથી. પણ દેવો તો પ્રભાવશાળી અને સ્વતંત્ર છે તેથી અહીં આવવાને શક્તિમાન છે, છતાં દૃષ્ટિગોચર થતાં નથી, તેથી તેઓનું અસ્તિત્વ જ નથી. વળી બીજી બાજુ તું શાસ્ત્રની યુક્તિથી જાણે છે કે અમુક કૃત્ય કરવાથી દેવલોકમાં જવાય છે. જો દેવ ન હોય તો દેવલોક ક્યાંથી હોય?
વળી તું પોતે જ સમવસરણમાં તારી નજરે દેવોને જુએ છે. સૂર્ય-ચંદ્રાદિનાં વિમાનોને સહુ લોકો જુએ છે. તેથી દેવલોક અને દેવોનું અસ્તિત્વ છે. પરંતુ તેને વેદવાક્યથી જે શંકા છે તે દેવોનું આયુષ્ય પૂરું
Page #79
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
થતાં તેમને દેવલોકનાં સુખોનો ત્યાગ કરી અન્યત્ર જન્મવું પડે છે, તેમ તે દેવપણું પણ અનિત્ય હોવાથી માયારૂપ જણાવ્યું છે. અને કેવળ મોજ નિત્ય છે તેમ જણાવી તેને માટે પુરુષાર્થ કરવાનું કહ્યું છે."
દેવો પોતાનાં દિવ્ય સુખોનો ત્યાગ કરીને મનુષ્યલોકનાં દુર્ગધથી ભરેલાં સ્થાનોમાં આવતા નથી. પરંતુ ભક્તિવશ તીર્થકોના જન્માદિ કલ્યાણકોમાં આવે છે, અને કવચિત દ્વેષથી પ્રેરાઈને નીચેના દેવો વેરવૃત્તિથી આવે છે.
પ્રભુની નિર્દોષ અને પૂર્ણ સત્યથી ભરેલી વાણીનું શ્રવણ કરી મૌર્યપુત્રનો સંશય નષ્ટ થયો. તે સ્વયં પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા, અને સાતમા ગણધરપદને પામ્યા.
૮ ગણધર અકંપિત શંકા - નારકી છે કે નહિ? न वै प्रेत्य नरके नरका सन्ति.
ઈ પણ પ્રાણી દેહાંતર થતાં નારક થતું નથી કારણ કે, પ્રેય પરલોકમાં નરક જેવું કે નારકી જેવું કંઈ નથી
પ્રભુથી સમાધાન - હે અકંપિત, તને શાસ્ત્રોનાં પરસ્પરવિરૂધ્ધ લાગતાં વચનોથી શંકા થઈ કે નારકી છે કે નહિ? અને કોઈ જીવ મરીને નારકી થતો નથી. તે માને છે કે સૂર્યચંદ્રાદિ તો પ્રત્યક્ષ જણાય છે. લોકો દેવોને માને છે, અને તેનું ફળ કથંચિત્ જણાય છે. તેથી તું માને છે કે દેવો છે. પણ નારકી તો ક્યાંય જોવામાં આવતા નથી. પણ બીજી બાજુ તું શાસ્ત્ર દ્વારા જાણે છે કે અમુક કર્મથી બ્રાહ્મણ નરકે જાય છે. જો નારકી ન હોય તો નરક ન હોય અને નરક ન હોય તો નારકી ન હોય."
नारको वै एष जायते यः शूद्रान्नमश्नाति. વાસ્તવમાં શાસ્ત્રનું કથન આ પ્રમાણે છે કે પરલોકમાં નારકીઓ
Page #80
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર નથી તેવા કથનનો અર્થ એમ છે કે નારકીઓ શાશ્વત નથી, પરંતુ ઘોર પાપકર્મથી અમુક સમય માટે પરભવમાં નરકાવાસ થાય છે. નારક મરીને નારકી થતો નથી. પણ કેવળ નારકી નથી તેવો શાસ્ત્રોનાં પદોનો અર્થ નથી."
નારકીઓ પરવશતાથી અહીં આવી શકતા નથી. કેવળજ્ઞાની નારકીને પ્રત્યક્ષ જુએ છે."
“સંસારી અલ્પજ્ઞ જીવ શાસ્ત્રના આધારે નારકીને જાણે છે. જેમ ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તર દેવપણે ઉત્તમ દેવલોક છે, તેમ ઘોર પાપ કરનારને તેનું ફળ ભોગવવા તેવા સ્થાનમાં અવતરવું પડે છે. કદાચ તને થાય કે પાપનું ફળ તો તિર્યંચ થઈને પણ ભોગવાય. કેટલાક મનુષ્યો અને તિર્યંચો અત્યંત દુઃખી હોય છે, છતાં તેઓને નારકી જેવું તીવ્ર દુઃખ હોતું નથી થોડું સુખ હોય છે. પરંતુ નારકીઓ જેવું અત્યંત તીવ્ર અને નિરંતર દુ:ખ મનુષ્ય તિર્યંચને હોતું નથી. ઘોર પાપકર્મનું ફળ ભોગવવાનું સ્થાન પ્રત્યક્ષ નારક જ છે."
પ્રભુનાં વચન સાંભળીને અકંપિતને પોતાની શંકાનું સમાધાન થતાં તે સ્વયં પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા અને આઠમા ગણધર પદને પામ્યા.
૯ ગણધર અચલભ્રાતા શંકા - પુણ્ય - પાપ નથી. पुरुष एवेदर्माग्नं सर्वे यद् भूत यच्च भाव्यम्
પ્રભુથી સમાધાન - અચલભ્રાતા શંકાના સમાધાન માટે પ્રભુ પાસે આવ્યો. “હે અલભ્રાતા ! તને શંકા છે કે પુણ્ય-પાપ નથી. તું શાસ્ત્રના પદોનો અર્થ એમ કરે છે કે, આત્મા સિવાય પુણ્ય-પાપ કંઈ છે નહિ, અને વળી બીજી બાજુ કહે છે કે પુણ્યકર્મથી પ્રાણી પુણ્યશાળી થાય છે, અને અશુભ કર્મથી જીવ પાપી બને છે. તેથી શાસ્ત્રોમાં પુણ્ય-પાપની
Page #81
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
સત્તા છે. આમ વિરોધાભાસી નિરૂપણથી તને સંશય છે કે પુણ્ય-પાપ નથી. તારો આ સંશય અયુક્ત છે.
"શાસ્ત્રમાં આત્મા શાશ્વત છે તેમ તેના શુધ્ધ પદની સ્તુતિ કરી છે. પણ તેથી પુણ્ય-પાપ નથી તેમ માનવાનું નથી. જેમ જણાવ્યું છે કે આખું જગત વિષ્ણુમય છે તેમાં વિષ્ણુનો મહિમા ગાયો છે, તેથી બીજી વસ્તુનો અભાવ સમજવાનો નથી. ત્રણે કાળે આત્મા છે, તેમ તેનો મહિમા જણાવ્યો છે. તેથી પુણ્ય-પાપનો અભાવ છે તેમ નથી.
“વળી દરેક પ્રાણી સુખ દુ:ખ અનુભવે છે, તેનું કંઈ કારણ અવશ્ય છે. જગતમાં વિચિત્ર પરિણામો જોવામાં આવે છે. દુ:ખ ન ઇચ્છવા છતાં મળે છે. વર્તમાનમાં કોઈ શુભ કાર્ય ન કરવા છતાં મનુષ્ય સુખી જણાય છે. આ સર્વે પૂર્વનાં પુણ્ય-પાપનાં પરિણામો છે. કારણ વિના કાર્યની સંભાવના નથી.”
“વળી તું બીજા વેદ-વાક્યો આ પ્રમાણે જાણે છે કે :
"पुण्यः पुष्येन कर्मणा पापः पापेन कर्मणा"
“શુભ કર્મ વડે પ્રાણી પુણ્યશાળી થાય છે, અશુભ કર્મ વડે પાપી પાપને ભોગવનારો બને છે, તેથી તું શંકાશીલ છે કે આમાં સત્ય શું ?
“મનુષ્ય શુભકર્મ વડે સુખ પામે છે અને અશુભ કર્મ વડે દુ:ખ પામે છે. “શુભાશુભ કર્મનો છેદ થયા પછી આત્માને પુણ્યપાપ લાગતાં નથી.”
પ્રભુનાં વચનથી અચલભ્રાતાનો સંશય દૂર થવાથી તે પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા, અને નવમા ગણધરપદને પામ્યા.
દર
૧૦ ગણધર મેતાર્ય
શંકા - પરલોક છે કે નહિ ?
Page #82
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર विज्ञानधन ऐवैतेभ्यो भूतेभ्यः समुत्थाय, तान्येवाऽनुविनस्यति न प्रत्ये संज्ञाऽस्ति -
(પ્રથમ ગણધરના વિષયમાં દર્શાવેલ અર્થ જાણવો)
"પ્રભુએ કરેલું સમાધાન - “હે મેતાર્ય, શાસ્ત્રોમાં પરસ્પર વિરૂધ્ધ ભાસતાં પદોથી તને સંશય છે કે, પરલોક છે કે નહિ. તું એમ માને છે કે પાંચ ભૂતોમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તેમા જ લય પામે છે, તેથી પરલોક જેવું કંઇ છે નહિં. પાંચ ભૂતોમાંથી ચેતન ઉત્પન્ન થાય છે અને એ પાંચ ભૂતો નાશ પામતાં ચૈતન્ય નાશ પામે છે. ચૈતન્ય એ પાંચ ભૂતોનો ગુણ છે. તે પાણીના પરપોટાની જેમ ભૂતો સાથે નાશ પામે છે, તેથી પરલોક નથી."
“બીજી બાજુ તારી જાણમાં છે કે યજ્ઞ કરનાર સ્વર્ગમાં જાય છે, તે પરથી પરલોક છે તેમ જણાય છે. આમ પરસ્પર વિરૂધ્ધ કથનથી તને શંકા રહી છે. પણ તારો એ સંશય અયુક્ત છે.”
“વિજ્ઞાનધનનો અર્થ દર્શન, જ્ઞાન, ઉપયોગ છે. તે ગુણયુક્ત આત્મા જાણવા યોગ્ય જ્ઞેય પદાર્થોને જાણે છે. તે ઉપયોગ દ્વારા પૃથ્વી વિગેરે ભૂતો-પદાર્થોને કે તેમાંથી ઉત્પન્ન થતાં ઘડો, વસ્ત્ર વગેરેને જાણે છે. તેથી જ્ઞાનઉપયોગ જ્ઞેય પ્રમાણે થતો જણાય છે. વળી, ઘટ, વસ્ત્ર આદિનો શેયપણે અભાવ થતાં તે તે જ્ઞેયપણે વર્તતો ઉપયોગનો વિનાશ થાય છે, અને બીજા પદાર્થના ઉપયોગરૂપે આત્મા ઉત્પન્ન થાય છે, અથવા સામાન્યરૂપે રહે છે."
“આમ પૂર્વના શેયપણે ઉપયોગરૂપે આત્માની અવસ્થા ન રહેવાથી, નવીનપણે ઉપયોગ ઉત્પન્ન થવાથી ઘટાદિ ભૂતોની અપેક્ષાએ આત્માના ઉપયોગની ઉત્પત્તિ તથા વિનાશ વેદપદોમાં જણાવ્યા છે. તેથી ભૂતોમાંથી ચૈતન્ય ઉત્પન્ન થાય છે તેમ સમજવાનું નથી. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ નથી, પણ આત્માનો ધર્મ છે. તે કોઇ સંયોગથી ઉત્પત્તિ કે નાશ પામતો નથી. આત્મા દ્રવ્યરૂપે નિત્ય રહે છે અને જ્ઞાનની અવસ્થા બદલાય છે.
૬૩
Page #83
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર તેથી તે જેવાં કર્મ કરે છે તેવી ગતિ પામે છે. તેથી પરલોક છે તેનો નિર્ણય થાય છે."
આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી સંશય દૂર થવાથી મેતાર્ય પોતાના ત્રણસો શિષ્ય સાથે દીક્ષિત થયા, અને દસમા ગણધરપદને પામ્યા.
૧૧ ગણધર પ્રભાસ શંકા - મોક્ષ છે કે નહિ ? खरामर्य वा यदग्रिहोत्रम् ।
પ્રભુએ કરલું સમાધાન - હે પ્રભાસ ! તને શંકા છે કે મોક્ષ છે કે નહિ ? વેદપદોનો અર્થ તું એવો કરે છે કે જિંદગી સુધી યજ્ઞાદિ ક્રિયા કરવી, તેથી સ્વર્ગ મળે છે. જો કે એ ક્રિયા દોષમિશ્રિત હોવાથી તે શુભાશુભ બંધનનું કારણ છે. તેથી તે ક્રિયા કરવાથી સ્વર્ગ મળે છે પણ મોક્ષ મળતો નથી તારો આ સંશય નિરર્થક છે. શુભાશુભ કિયાનો આત્યંતિક છેદ થતાં મોક્ષ થાય છે."
વેદપદોમાં લખ્યું છે કે, સંસારને વિષે આસક્ત જીવોને મુક્તિરૂપ ગુફામાં પ્રવેશ મળતો નથી. તે નાસ્તિપદથી મોક્ષની સત્તા જણાવે છે. વળી તેમાં જણાવ્યું છે કે જે સ્વર્ગની અભિલાષી છે, તેણે જિંદગીપર્યત યજ્ઞાદિ કરવા, અને મોક્ષના અભિલાષીએ મોક્ષસાધક ક્રિયાઓ કરવી. આવો વેદપદોનો અર્થ છે. મોક્ષસાધકકિયા એટલે શુધ્ધ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે કર્મનો ક્ષય કરવો. સમગ્ર કર્મનો નાશ થવો તે મોક્ષ છે.
જ્યાં સુધી શુભાશુભ કર્મને અનુસરતિ ક્ષિા થાય છે ત્યાં સુધી શુભાશુભ કર્મનું ફળ થયા કરે છે. દરેક મનુષ્ય જિંદગીપર્યત યજ્ઞાદિ કરે તેમ કહ્યું નથી. શુધ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે સર્વ કર્મનો ક્ષય થતાં મોક્ષ ઉપજે છે.
खरामर्य वा यदग्रहोत्रम्
એનો અર્થ એમ થાય છે કે સ્વર્ગના અર્થીએ યજ્ઞાદિ કરવા અને મોક્ષાર્થીએ મોક્ષસાધક સાધના કરવી.
Page #84
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
પ્રભુનાં વચનથી પ્રભાસની શંકાનું સમાધાન થતાં તે ત્રણસો શિષ્યો સાથે દીક્ષિત થયા અને અગિયારમા ગણધરપદને પામ્યા.
આમ અગિયાર વિદ્ભજનોની શંકાનું સમાધાન થતાં, દરેકે પોતના ઉત્તમ શિષ્યો સહિત પ્રભુ પાસે પ્રવજયા ગ્રહણ કરી, તે સમયે કુબેરે સૌને ચારિત્રધર્મની રક્ષા માટે વસ્ત્રાદિ અર્પણ કર્યા. તે ઉપકરણો અહિંસા વ્રતપાલન માટે ઉપકારી હોય છે.
તે સમયે આકાશમાર્ગે જતાં દેવોની પરસ્પરની વાત પરથી ચંદનાને ઇન્દ્રભૂતિ આદિ દીક્ષિત થયાના સમાચાર મળ્યા અને તેને પણ સંસારત્યાગની ઉત્કટ ભાવના થઈ. તે કોઈ દેવના અવધિજ્ઞાનમાં જણાતાં તે દેવ તેને પ્રભુના સમવસરણમાં લઈ ગયા.
જૈન શાસનની પ્રણાલિ પ્રમાણે ગૌતમ પ્રતિબોધ પામી દીક્ષિત થયા પછી ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુનું શાસન એ નરરત્નો વડે દીપી ઊઠયું. ચંદના પ્રથમ સાધ્વીપણે દીક્ષિત થયાં હતાં. એ સમયે અપાપાપુરીમાં દેવોના અને માનવોનાં સમૂહનો અદ્ભુત મેળો જામ્યો હતો. અનેરા આનંદથી નગરીમાં ઉત્સવ મનાઈ રહ્યો હતો.
પ્રભુના દરબારમાં રાજા કે રંક, શિક્ષિત કે અશિક્ષિત, ઉચ્ચ કે નીચ, પુણ્યવંતા કે પાપી જેવા કોઈ ભેદ ન હતા. આથી હજારો માનવોએ પ્રભુના શાસનનો સ્વીકાર કર્યો. સમવસરણમાં બિરાજમાન પ્રભુએ સર્વજન હિતાયને લક્ષમાં રાખીને દરેકને યોગ્ય એવો ઉપદેશ આપ્યો. દેશના પૂરી થયા પછી પ્રભુએ તે સ્થાન છોડી દીધું. ત્યાર પછી પ્રણાલી અનુસાર ચરણપીઠ પર બેસીને ગૌતમસ્વામીએ દેશના આપી.
એક ઈન્દ્રભૂતિ ગૌતમના બોધ પામવાથી તેમના સહયોગી અન્ય દસ મહાપંડિતો અને સેંકડો શિષ્યોથી પ્રભુનો દરબાર સંયમમાર્ગથી શોભી ઉઠ્યો, અને જ્ઞાનનો સાગર જાણે છલકાઇ ગયો.
૬૫
Page #85
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
અંગૂઠે અમૃત વસે, લબિ તણા ભંડાર શ્રીગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. પ્રબુ વચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણી વાર ચઉદહ પૂરવમાં રચે, લોકાલોક વિચાર ભગવતી સૂત્રે ધુર નમી, બંભી લિપિ જ્યકાર; લોક લોકોત્તર સુખ ભણી, ભાણી લિપિ અાર. વીર પ્રભુ સુખિયા થયા, દિવાલી દિન સારું અંતર્મુહરત તતક્ષણે, સુખિયો સી સંસાર. કેવળજ્ઞાન લહે વઘ, શ્રી ગૌતમ ગણધાર; સુરનર હરખ ધરી તા, કરે મહોત્સવ ઉદાર. સુરનર પર્ષદ આગલે, ભાખે થી યુતનાણ; નાણ થકી જગ જાણીયે, દ્રશાદિક ચઉ હાણ. તે શ્રુતજ્ઞાનને પૂજીએ, દીપ ધૂપ મનોહાર; વીર આગમ અવિચલ રહો, વરસ એકવીસ હજાર. ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણી હર્ષ ઉલ્લાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ. (આઠમી કડી આ પ્રમાણે પણ મળે છે) શાસન શ્રી પ્રભુવીરનું, સમજે જે સુવિચાર ચિદાનંદ શાશ્વ પામે, પામે તે નિરધાર. અંગૂઠે અમૃત વસે, લબિ તણા ભંડાર શ્રીગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર.
Page #86
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રભૂતિ સાથે અગ્યાર પંડિતોનું દિક્ષિત થવું.
Page #87
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીનું અષ્ટાપદ પર્વત પર આરોહણ અને તાપસોને બોધ.
Page #88
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
--
-
પ્રભુ ! હું કંઈ જ જાણતો નથી, કિં તત્વ
સામાયિકસૂત્રના કરેમિભતેના મહાનસૂત્રથી દીક્ષિત થયા પછી ગૌતમસ્વામી પોતાના શાસ્ત્રજ્ઞપણાનું અહં સહજપણે વિસરી ગયા હતા. જો કે તેમની જ્ઞાનપિપાસા અને તે વિષેની ગ્રહણશક્તિ તો અદભૂત હતી. માત્ર દૃષ્ટિ પરિવર્તન થતાં તેઓ મન:પર્યવજ્ઞાની તરીકે પ્રગટ થયા.
તે કાળથી આજ સુધીના કાળના માનવી માત્રને ગૌતમ ગણધરનો બોધ તેમના વિનય, સમર્પણ, શ્રધ્ધા અને અનન્ય ભક્તિ દ્વારા મળે છે. તે અનેક પ્રસંગો દ્વારા શાસ્ત્રોમાં સંગ્રહાયો છે.
વાસ્તવમાં ગૌતમ ગણધરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રગટપણે બોધ કર્યો નથી પણ તેમના જીવનની ચર્યા જ બોધપણે પ્રગટતી રહી છે. પ્રભુ-આજ્ઞાને અનુસરીને તેમણે ઘણા જીવોને પ્રતિબોધ પમાડ્યા છે, તેમાંથી કંઇક બોધવચનો પ્રાપ્ત થાય છે.
વળી જગતના જીવોને પ્રભુના જ્ઞાનનો લાભ આપવા તેમના દ્વારા થએલી હજારો પ્રભાવલિઓ પાતાળકૂવાઓની સરવાણીઓની જેમ આજ સુધી પ્રગટ થતી રહી છે.
પ્રભુનું શિષ્યત્વ સ્વીકારવાની સાથે ગૌતમ પોતાના ભૂતકાળને ભૂલી ગયા હતા. કેમ જાણે નવો જન્મ થયો હોય તેમ શાસ્ત્રજ્ઞપણું અને સર્વજ્ઞપણું તિરોહિત થઇ ગયું હતું. દીક્ષિત થઈ ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુના જ્ઞાનસાગર પાસે વિનયાવિત થઈ પોતે અંજલિ ધરીને ઊભા રહ્યા.
પ્રભુ કિં તત્વ પ્રભુએ પણ પાત્રતા જાણીને સહજવાણી વ્યક્ત કરી :
ઉપનેવા, વિઘવા, યુવા હે ગૌતમ ! ઉત્પાદ, વ્યય અને ધુવના નિયમથી જગત સ્વયં
Page #89
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર સંચાલિત છે.
પ્રભુના શ્રી મુખેથી આવું અદ્ભુત સ્વરૂપ જાણી ગૌતમનું હૈયું નાચી ઉર્યું વળી ત્રિપદીના સૂત્રને ગણધર ભગવંતોએ પોતાના જ્ઞાનપાત્રમાં ઝીલી લીધું અને તેનો કરોડો શ્લોક પ્રમાણ વિસ્તાર કર્યો. તે કાળમાં અજ્ઞાન અને અશ્રધ્ધામાં અટવાએલી પ્રજાને વાસ્તવિક સ્વરૂપ સમજાવી જાગ્રત કરી દીધી. એ જ વીતરાગ શાસનની પ્રભાવના હતી
જગતના તમામ પદાર્થો આ નિયમને આધીન છે. એ નિયમો જ જગતના પ્રવર્તક છે. પદાર્થ માત્ર ટકીને બદલાય છે. પદાર્થ માત્ર સત્ છે. સદા ટકવાવાળું છે પરંતુ તે ઉત્પાદ વ્યય યુક્ત હોય છે. જે કાળે એવી માન્યતા પ્રવર્તતી હતી કે જગતનું સર્જન બ્રહ્મા કરે છે, રક્ષણ વિષ્ણુ કરે છે અને મહેશ તેનું વિસર્જન કરે છે. તે કાળે ભગવાન મહાવીરે નિર્ભયપણે જગતનું વાસ્તવિક સ્વરૂપ બેધડક કહી દીધું કે, જગતના સ્વરૂપને કોઇ વિશેષ વ્યક્તિ બનાવતી કે બગાડતી નથી. જગત સ્વયં નિયમથી ચાલે છે.
હિંસક યજ્ઞો પ્રત્યે અહિંસક ભાવે અહિંસાની પ્રતિષ્ઠાનો પ્રથમ પડકાર ન શમે ત્યાં તો નિર્ભય અને નિસંગ એવા ભગવાન મહાવીર કહ્યું કે જગતનો નિયતા કોઈ ઈશ્વર નથી જગતનું સંચાલન સ્વતંત્ર અને વ્યાપક છે. તે જે તે પદાર્થોના, સ્વયં ગુણ-પરિણમનથી થાય છે. - પરમાત્મા-પ્રણીત અગાધ બોધ અને સૂક્ષ્મ રહસ્યોને પ્રાપ્ત કરી ગણધર ભગવંતોએ પણ તેનો અતિ વિસ્તાર કરી સમસ્ત પ્રદેશમાં જ્ઞાનગંગાના વિવિધ વહેણને વહેતા કરી દીધાં પાત્ર જીવો તે નિર્મળ બોધથી પાવન થઈ ગયા. ભવાટવીમાં ભૂલાએલા સ્વતરૂને ગ્રહણ કરી ગણધરોના અનુગામી થઈ સન્માર્ગને સેવવા લાગ્યા | જીવોને ઉત્તમ કવણ સદ ધર્મ પામીને પણ સત્ય તરફ | પથાઈ ગયા પવી ભાવ ૧ભ છે. કારણ કે આવિદ્યાને | સેવનાર અજ્ઞાની સંસારમાં મહું દેખાય છે. | માટે તે ગોતમ ! એક તવાનો પણ પ્રમાદ ન કર,
Page #90
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
ગૌતમસ્વામીની જીવન-સાધના
ઇન્દ્રભૂતિ, મહાતપસ્વી અને સર્વજ્ઞ પરમાત્માના શિષ્યપદે પ્રતિષ્ઠિત થયા. એટલે એક નવીજ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. જો કે તેમનું પૂર્વજીવન ત્યાગ અને તિતિક્ષાવાળું હતું, પરંતુ શ્રમણ અને બ્રાહ્મણની સાધનાની પ્રણાલિમાં ઘણું અંતર હતું. શ્રમણ સાધનાનું મુખ્ય લક્ષ્ય સ્વલક્ષી છે. અને અત્યંત સમદૃષ્ટિનું પ્રવર્તક છે. વૈદિક પરંપરાની સાધના પ્રણાલિ મુખ્યત્વે ક્રિયાપ્રધાન યાને પરલક્ષી છે. પરંતુ સરળ સ્વભાવી અને જિજ્ઞાસુવૃત્તિ ગૌતમસ્વામીએ ભગવાનનું શરણ ગ્રહણ કર્યું પછી પ્રભુની આજ્ઞા એ જ તેમનો ધર્મ અને જીવન હતું. તેમનો સામાન્ય કમ આવો હતો. અંતરમુખ શ્રમણ બાહ્ય કિયાથી પ્રતિબધ્ધ નથી છતાં સાધકદશાને યોગ્ય ચર્યા હોય છે.
દિવસ :- પ્રથમ પ્રહર સ્વાધ્યાય, દ્રિતીય પ્રહર ધ્યાન, તૃતીય પ્રહર ભિક્ષાભ્રમણ, ચોથો પ્રહર સ્વાધ્યાય.
રાત્રિ :- પ્રથમ પ્રહર સ્વાધ્યાય, દ્રિતીય પ્રહર ધ્યાન, તૃતીય પ્રહર યોગનિદ્રા, ચોથો પ્રહર સ્વાધ્યાય - ગૌતમસ્વામીના તપ વિષે સવિશેષ ઉલ્લેખ મળતો નથી. છતાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે
ઉગતવે-ઘોરત છઠ્ઠને પારણે છઠ્ઠની તેમની દીર્ધકાલીન તપશ્ચર્યા હતી. તપ દ્વારા ને ઓ કર્મને નષ્ટ ભ્રષ્ટ કરવામાં પ્રવૃત્ત હતા. સહનશીલતા અને સમતા તે તેમના તપના સહોદર હતા. તપને કારણે તેમની મુખાંતિ સર્વથા ઉજજવળ રહેતી અફ્લેશપણે આરાધેલા તપથી તેમનું શરીર પણ દેદીપ્યમાન હતું. અગ્નિથી જેમ કચરો નાશ પામે તેમ અંતરંગ મલિનતા તેમના તપ દ્વારા ભસ્મ થઈ હતી. શલ્ય રહિત તેમનું તપ કેવળ આત્મસંશોધન માટે જ હતું. કેમ જાણે ભગવાન મહાવીરે નિરૂપિત કરેલા
Page #91
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
નિર્જરા તત્ત્વને આત્મસાત્ કરીને પ્રગટ કરતા હોય તેવી તેમની તપ સાધના અદ્ભુત હતી.
ઉચ્યૂઢ સરીરે
શરીરનો ત્યાગ કરવા વાળા
ગૌતમસ્વામીના તપની ફલશ્રુતિ મુખ્યત્વે તો પાપ-કર્મોનો નાશ કરવા માટે હતી. પરંતુ ઉઢ સરીરે ઉપનામધારી ગૌતમસ્વામી શરીર છતાં શરીરના મમત્વથી મુક્ત હતા. શરીર કેવળ આયુર્મના બંધનથી ધર્મને કારણે હતું. તેમની સ્વરૂપધર્મભાવના એટલી ઉચ્ચ હતી કે શરીર ધારણ કરેલું હોવા છતાં કેવળ નભાવવા પૂરતો આહાર આપી તપાદિમાં પ્રવર્તેલું
રાખતા.
શરીરને માટે અનુકૂળતા કે પ્રતિકૂળતાના, શાતા કે અશાતાના સુખ કે દુ:ખના પ્રવાહથી તેઓ પર હતા. ક્ષુધા-તૃષા જેવા પૌદગલિક ધર્મો તેમને વ્યાકુળતા આપી શકતા નહિ. સર્વ સ્થિતિમાં પ્રસન્ન, ઉત્સુક છતાં ધીર, ગંભીર ગૌતમસ્વામી અધ્યાત્મયોગી હતા.
ધોર બંભચેરવાસી
ગૌતમસ્વામી જેવા ઘોર તપસ્વી હતા તેવા બ્રહ્મનિષ્ટ પણ હતા. તેમનું પૂર્વ જીવન સંયમ અને તિતિક્ષાયુક્ત હતું. વળી તેઓ બાળબ્રહ્મચારી તો હતા. પરંતુ ભગવાન મહાવીર પાસે ત્યાગ ધર્મ સ્વીકાર્યા પછી તેમનું એ બ્રહ્મવ્રત વધુ ઉજવળતા પામ્યું. તેથી તેમને માટે આ વિશેષણ ઉપયુક્ત છે. આત્મભાવમાં રમણતા એ તેમના બ્રહ્મચર્યનું પ્રદાન હતું. પ્રભુની અનન્ય ભક્તિનું તે ઘોતક હતું.
ઘોર તપશ્ચર્યા, દેહાતીત દશા, અને બ્રહ્મચર્યનિષ્ઠ ગૌતમસ્વામીમાં અનેક લબ્ધિઓ પ્રગટ થઇ હતી. પરંતુ ચમત્કારો અને પૌદ્ગલિક મોટાઈથી નિસ્પૃહ હતા, તેથી તેનો વ્યર્થ ઉપયોગ કરતા નહિ, તેથી તેમના જીવન સાથે લબ્ધિના ચમત્કારોની ખાસ ક્થાઓ કે દૃષ્ટાંતો જોવામાં
૭૦
Page #92
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર આવતાં નથી. ફક્ત આત્મકલ્યાણ માટે સહજ ઉપયોગી બનેલાં કોઈ દૃષ્ટાંતો પરથી તેમની અપ્રગટ લબ્ધિઓની કલ્પના જ કરવાની રહી!
કોઈ વિશેષ પ્રકારના તપ અને નિર્મળ અધ્યવસાયને કારણે આત્મામાં વિશિષ્ટ શક્તિઓ પ્રગટ થાય છે. જેનો વ્યક્ત સંબંધ દૈહિક હોવાથી જ્ઞાનીઓ તેને અપ્રગટ રાખે છે. આવી લબ્ધિઓમાં એક તેજોલબ્ધિ છે. તપ દ્વારા તેને જઠરાગ્નિમાં સંગ્રહીત કરવામાં આવે છે. તે ઉષ્ણ અને શીત બંને પ્રકારની હોય છે.
જો કોઈ નિમિત્તથી તે કોધરૂપે પ્રગટ થાય તો તેની જવાલા એક યોજન સુધી પ્રસરીને ત્યાં રહેલા ગામ, નગર, ગૃહ આદિ વસ્તુને ભસ્મીભૂત કરી શકે છે.
ગૌતમસ્વામી પાસે આ લબ્ધિ ઘણી પ્રખર હતી. તે જો પ્રગટ થાય તો સોળ મહાદેશ જેટલા વિસ્તારને ભસ્મીભૂત કરી શકે. પરંતુ ગૌતમસ્વામી તો સમતાના સાગર, વાત્સલ્યની વહેતી સરિતા જેવા હતા. તેમણે આ લબ્ધિને પોતાના ઉદરમાં જ સમાવી દીધી હતી. તેમણે ક્યારે પણ તેવી લબ્ધિઓ પ્રત્યે પોતાનું ધ્યાન દોર્યું જ નથી. એ પણ તેમના ત્યાગજીવનની ઉત્કૃષ્ટતા છે. અનેક લબ્ધિઓ છતાં તેઓ વિરક્ત હતા, તેથી આપણને તેમની લબ્ધિઓની ચમત્કૃતિઓ જાણવા મળતી નથી. ગૌતમસ્વામીની વચનલબ્ધિ અદ્ભુત હતી તે કેવળ નિસ્પૃહ ભાવનાથી જનકલ્યાણ માટે પ્રગટ થતી હતી. એકવાર જે જીવ તેમનો ઉપદેશ સાંભળતો એ જે દશામાં હોય ત્યાંથી શીઘમેવ ચાલી નીકળતો, અને તેમના શુભાશિષ વડે દીક્ષિત થઈ આત્મકલ્યાણ સાધી લેતો.
શાસ્ત્રકારો લખે છે કે તેમની વચનની બોધરૂપ લબ્ધિનું નિમિત્ત પામીને હજારો જીવો આત્મજ્ઞાન-કેવળજ્ઞાન પામ્યા હતા. તેમના આવા શિષ્યોનું સંખ્યાબળ પરમાત્મા મહાવીર કરતાં પણ વિશેષ હતું. છતાં પ્રભુના કેવળજ્ઞાન પાસે પોતાનું જ્ઞાન અતિ અલ્પ હતું તે ગૌતમસ્વામી જાણતા હતા.
Page #93
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર કહેવત છે કે ગુરુ કરતાં શિષ્ય સવાયા છતાં ગૌતમસ્વામી અત્યંત વિનયશીલ હતા. તેઓ કંઈ જ જાણતા નથી તેવા મનોભાવ વડે તે પ્રભુ પ્રત્યે હંમેશા વિનમ્રભાવે વર્તતા. જો કે ગુરુશિષ્ય બને અત્યંત નિર્મળ અને અપ્રતિબધ્ધભાવવાળા હતા.
ઘોર તપશ્ચર્યા અને ઉગ્ર સાધના દ્વારા કર્મજાળોનો નાશ કરી ભગવાન મહાવીર સર્વજ્ઞપણે પ્રગટ થયા હતા. તેમની જ્ઞાનગંગાનો પ્રવાહ સામાન્ય જનસમાજ સુધી પહોંચડવાને સંપૂર્ણ યોગ્ય વ્યક્તિત્વ ધરાવનારા ગૌતમસ્વામી તેમના નિરંતર સહયોગી હતા
જો કે જ્ઞાનની અભિવ્યક્તિનું સાધન તો મહાત્માઓનો આચાર છે. ભગવાન મહાવીરના શાસનને વધુ ઉજજવળ બનાવે તેવા આચારયુક્ત ગૌતમસ્વામી હતા.
ભગવાનના સર્વ પ્રસંગો અને પ્રકારોમાં ગૌતમ એકમેક થયા હતા, તેવી તેમની પ્રતિભા હતી. ભગવાનની જ્ઞાનધારાને ઝીલવી. તેને આત્મસાત્ કરવી અને વચનલબ્ધિ દ્વારા જીલ્યાણ સુધી પહોંચાડવી તે ગૌતમસ્વામીનો સહજ પરિશ્રમ હતો.
તારું શરીર ક્ષીણ થાય છે, તારા કેશ, સફેદ થાય છે. તારા કાનનું બળ ક્ષીણ થાય છે. તારી ચ૭નું તેજ ઘટતું ગય છે. તારી નાસિકાનું બળ ક્ષીણ થાય છે. તારા જીભની વાચા તીણ થાય છે. તારી સ્પર્શેન્દ્રિય ક્ષીણ થાય છે. | માટે છે ગૌતમ ! એક સમયની પણ પ્રમાદ ન કર
Page #94
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગૌતમ ગણધરની ઉપાસના
ઇન્દ્રભૂતિ ગૌતમનું જીવન પ્રથમથી જ સાધનામય અને તિતિક્ષાયુક્ત હતું. અવિરતપણે તેઓ તપાદિનું સેવન કરતા હતા. ભૌતિકસંપત્તિ ઈન્દ્રિયોનાં સુખની લાલસા, સુખશીલતા જેવાં સાધકને બાધક કારણોથી તેઓ પ્રથમથી દૂર હતા. મહાવીરના માર્ગને યોગ્ય બાહ્યજીવનની યોગ્યતામાં બહુ નજીક હતા. છતાં પણ યજ્ઞાદિની દુનિયા અને વીતરાગ માર્ગ બનેમાં ઘણી ભિન્નતા હતી. તેને ટાળવા જ જાણે આ ગુરુ-શિષ્યનું મિલન હતું.
સાદાઈ, સંયમ, સદ્વર્તન અને શીલ તે તો તેમને જન્મથી વરેલા હતા. વળી તેઓ પ્રજ્ઞાવંત અને મેઘાવી હતી. ભગવાનના માર્ગને અનુસરવા ફક્ત દૃષ્ટિપરિવર્તન કરવાનું હતું. અને દૃષ્ટોદૃષ્ટ થતાં તે કાર્ય પણ સિધ્ધ થયું. પ્રભુના સુધારસપાન વડે આત્મસાધના કરી આત્મ વિશુધ્ધિના અદમ્ય ઉલ્લાસ વડે તેઓ પ્રભુની આજ્ઞાને ધારણ કરતા હતા.
તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યના સંસ્કારો પ્રભુની નિશ્રામાં વિશેષપણે દ્રઢ થતા ગયા. યજ્ઞયાગાદિ જેવી નિરર્થક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ સમપ્રવૃત્તિના ધારક ગૌતમ અપ્રામદપણે વર્તતા હતા. તેમને માટે આ દુનિયા નવી હતી પણ તેઓનો સંબંધ દીર્ધકાળનો હતો.
પ્રભુના રહસ્યબોધને સૂક્ષ્મપણે ગ્રહણ કરવામાં સદૈવ તત્પર, સ્વદોષદર્શન માટે જાગૃત, કષાયો અને વિષયો પ્રત્યે સદા સાવધાન, કર્મોના ભારને હળવો કરવામાં ઉદ્યમી ગૌતમ, આત્માના સહજાનંદની પ્રાપ્તિ માટે પ્રવર્તતા હતા. આત્મસાધના એ જ તેમનો જીવન-મંત્ર હતો. તેમાં એવા મસ્ત રહેતા કે પોતે ગણના નાયક છે તે પણ વીસરી જતા. છતાં પ્રભુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા તેમની આજ્ઞા માટે સદૈવ તત્પર હતી. વાસ્તવમાં પ્રભુ આજ્ઞા એ જ તેમની ઉત્કૃષ્ટ સાધના હતી. તે જાણતા હતા કે પ્રભુ આશાના ધારક જીવો સરળતાથી સંસારનો ક્ષય કરી શકે છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
સર્વજ્ઞનો સહવાસ પ્રાપ્ત કરીને ગૌતમ સદાય પ્રસન્ન ચિત્તવાળા હતા. જેવા વિનીત તેવા વત્સલ હતા. સૌને ગૌતમનું સાનિધ્ય પ્રિયકર રહેતું. કાયાને કસવી. વિષયોને છોડવા, કષાયોને દમવા, કર્મોને તપાવવાં, મનને વશ રાખવું, આમ વિવિધ પ્રકારે પ્રભુના માર્ગને અનુસરતા તપસ્વી ગૌતમ મહાન ઉપાસક હતા.
એ ઉપાસનાની ફલશ્રુતિરૂપે ગૌતમ ચાર જ્ઞાનના સ્વામી થયા. તેમને મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું પંડિતાઈ તિરોહિત થઈ અને તેઓ સાચા મુનિપણે પ્રગટ થયા એટલે શાસ્ત્રજ્ઞ અને માનવંતા વિપ્રવર હતા, ત્યારે થતી માનપૂજા ચમત્કારોથી ભરેલી પ્રલોભનમય દુનિયાના પ્રકારો તો પ્રભુની મહિમાવંત પ્રતિમાને સ્પર્શીને ક્યારનાય પલાયન કરી ગયા હતા. છતાં ગૌતમ મહાપ્રાજ્ઞપણે પ્રગટ થયા હતા.
પરમાત્માના પિતૃ-ગુરૂપદે નિર્મળ વાત્સલ્યના ઝરણામાં સ્નાન કરીને પ્રભુના અવિરત બોધને ઝીલતાં તેઓ નવી જ સૃષ્ટિનો અનુભવ કરી રહ્યા હતા. વીતરાગમાર્ગને સાધવા તે મેદાને પડ્યા હતા. રાગ-દ્વેષ અને વિષય-કષાયથી તે હંમેશાં સભાન હતા. તેમની ધર્મભાવના નિર્દભ અને નિષ્કામ હતી. મોહથી દૂર અને મોક્ષની નિકટ હતી.
તપશ્ચર્યાના આરાધક, કાયાની માયાથી પર અવિરતપણે પુરુષાર્થ સાધતા, સંયમની દૃઢતાવાળા ગૌતમ મહાન ઉપાસક હતા.
- દર્ભના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનું બિદ | જેમ થોડો જ વાર રહી શકે છે, તેમ મનુષ્યોના
જીવનનું પણ આયુષ્ય ક્ષણિક છે, માટે હે ગૌતમ | - એક સમયનો પણ પ્રમાદ ન કરે.
SY
Page #96
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
આજ્ઞાધારક ગૌતમ ગણધર
|
ચાર જ્ઞાનના ધારક, ગણના નાયક, મુખ્યશિષ્યપદ, અને તપસ્વી છતાં ગૌતમનો આજ્ઞાંકિત ભાવ અદ્ભુત હતો. અર્થાત્ પ્રભુની આજ્ઞા તેમણે શિરજ્ઞાવંઘ માની હતી. ગૌતમ પ્રત્યે પ્રભુનો જેવો વાત્સલ્ય ભાવ હતો તેવો ગૌતમનો પ્રભુ પ્રત્યે અનન્ય આદરયુક્ત શિષ્ય ભાવ હતો. એક જ રટણ મારા પ્રભુ, મારા પ્રભુ, મહાવીર, મહાવીર
પ્રભુ તો વિરાગી અને નિર્મોહી હતા. આવા રાગટણમાં ગૌતમ અટકી ન પડે તેમ જાણીને કરુણાળુ ભગવાન ગૌતમને હંમેશાં એક શીખ
આપતા.
સમય ગોયમ મા પમાએ. પ્રભુ, ગૌતમનું કલ્યાણ ઈચ્છતા હતા. ગૌતમ દૃષ્ટિરાગમાં અટકે તો તેમનું કલ્યાણ ન થાય.
પ્રભુ આવું જાણતા હતા. પણ ગૌતમ માણતા હતા કે :મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી,
જેહસુ સબળ પ્રતિબંધ લાગો. ચમક પાષાણ જેમ લોહને ખેંચશે
મુક્તિને તેમ તુજ ભકિત રાગો. આથી અલૌકિક અને અદ્ભુત ભક્તિનું મૂળ તેમનું આજ્ઞાંકિત પણું હતું. વીતરાગના શાસનનો મંત્ર છે.
આણાએ ધમો આણાએ તવો. ગૌતમસ્વામીએ પોતાના સમગ્ર અસ્તિત્વને ભગવંતને સમર્પિત કર્યું હતું, અને ગુરુ પણ કેવા સમર્થ જ્ઞાની હતા કે તેમણે ગૌતમને પોતાના
-
૭૫
Page #97
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર જેવા જ સામર્થવાળા જાણી લીધા હતા. ભગવાનની આજ્ઞાને આધીન વર્તવામાં તેમને એક ક્ષણનો વિલંબ થતો નહિ અને એક પણ વિકલ્પ ઊઠતો નહિ. મહાપુણ્યયોગે આવી જોડી જામી હતી.
ધન્ય તે વેળા, ધન્ય તે ઘડી, ધન્ય તે સમયના માનવો કે જેમણે આ અનુપમ દૃશ્ય નિહાળ્યું !
ગૌતમસ્વામી જેવા સરળ અને સૌમ હતા તેવા વિનયવંત હતા. કોઈપણ પ્રશ્ન ઊઠે પોતે ચાર જ્ઞાનના સ્વામી, શાસ્ત્ર પારંગત છતાં પોતાને અલ્પજ્ઞ જાણતા અને શંકાનું કે પ્રશ્નનું નિરાકરણ ભગવાનના શ્રીમુખે જ જાણતા. કેમ જાણે એવા પ્રકારે પ્રભુનું નિર્મળ વાત્સલ્ય ઝીલી લેતા મુક્તિ તો મળશે, પણ પ્રત્યક્ષ જ્ઞાનામૃતનો એ લહાવો અનેરો હતો.
એ પ્રશ્ન પછી સ્વર્ગનો હોય કે મોક્ષનો હોય. આલોકનો કે પરલોકનો હોય. જીવનો હોય કે જડનો હોય, સ્વનો હોય કે પરનો હોય, ગૌતમસ્વામીનું ચિત્ત એવું પ્રભુમય હતું કે સર્વ શંકા સમાધાન પ્રભુ પાસેથી મેળવી લેતા. તેઓ તો એક જ વાત જાણતા હતા કે
પ્રભુ છતાં, હું કંઈ જ જાણતો નથી. અને પ્રભુ પણ કેવા! ગૌતમ પ્રમથી છોડે ત્યારે છૂટતા. પ્રભુએ તે કાળને અનુરૂપ બોધ લોકભોગ્ય બને તેથી ભાષાનું માધ્યમ પણ પ્રાકૃત રાખ્યું હતું. સવિશેષ કથા દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવતા. પ્રભુની વાણીનો પુણ્યાતિશય એવો હતો દેવા - દાનવ • માનવ • પશુ – પક્ષી • સૌ મંત્રમુગ્ધ બનીને સાંભળતાં, અને સમજતાં.
ગૌતમસ્વામીની દશા તો કંઈ ઓર જ હતી ! એ તો પ્રભુના શબ્દેશબ્દને ઝીલીને તેને સૂત્રબધ્ધ કરવામાં અત્યંત પ્રસન્ન રહેતા. ગૌતમ પ્રભુ આજ્ઞા પ્રમાણે સ્વ-સાધના કરતા અને પર-કલ્યાણની પ્રવૃત્તિ પણ કરતા.
ગૌતમસ્વામી પ્રભુના મન, વચન અને કાયાની પુણ્યાતિશયવાળી
Page #98
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
અનેકવિધ ચેષ્ટાઓના રહસ્યથી નાચી ઊઠતા, અને તેમનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચતો. તેઓ પોતાના પદનું સાન ભાન વીસરી જતા અને કેવળ પરમાત્માના પુણ્ય પ્રભાવને પ્રમોદભાવે નીરખી રહેતા.
હે મહાનુભાવો ! ગૌતમના સુખની કોઈ અવિધ ન હતી !
પ્રભુના ચરણના શરણના ગ્રહણમાં એ સામર્થ્ય હતું. પ્રભુની આજ્ઞાને શિરોધાર્ય કરતાં તેમને પોતાનું જ્ઞાન અહંકાર રૂપે બાધક ન હતું. ગૌતમસ્વામી ભદ્રિક તો એવા હતા કે તેઓ દરેક પ્રસંગે પ્રભુ સામે નિર્દોષ ભાવે જોઈ રહેતા, તેથી ક્યારે પણ તેમાં ક્ષણ માત્રની શંકા કે દોષ પોતે જ દૂર થઈ જતા.
ગૌતમ કેવા નિર્દોષ ચિત્તવાળા હતા તે નીચેના એક દૃષ્ટાંતથી સમજાશે. આ કાળમાં શિષ્યત્વની સિધ્ધિ કરવા માટે આપણી પાસે ગૌતમસ્વામી જેવું બીજું આદર્શ દ્રષ્ટાંત મળે તેમ નથી; જે શિષ્યત્વભાવે ગૌતમ કેવળજ્ઞાનની લબ્ધિ સુધી પહોંચ્યા હતા.
વળી તીર્થંકરોની કરુણા પણ કેવી હોય છે ! પોતાની ઉપસ્થિતમાં જો જીવની પાત્રતા ધ્યાનમાં આવે તો તેને સામે બોલાવીને કૃપા કરી દે છે. તે માટે આ દૃષ્ટાંત બોધદાયક છે.
ભગવાન સંસાર ત્યાગ કરી એકાકીપણે વિચરતા હતા, ત્યારે એકવાર ગંગાનદી પાર કરવા નાવમાં બેઠા હતા. એ સમયે પૂર્વ કર્મનો ઉદય થતાં દેવલોકમાં ઉત્પન્ન થયેલા, સુદૃષ્ટ નાગકુમારે અવધિજ્ઞાનમાં ભગવાનને પોતાના વૈરી તરીકે જોયા. અને પળવારમાં ધરતી પર આવીને ગંગાનદીને જોતજોતામાં મહાસાગરરૂપે વિકૂર્વી, ભયંકર ઝંઝાવાત ઊભો ર્યો, નાવ હમણાં ડૂબશે અને સૌ મરણને શરણ થશે તેવા ભયથી નાવના મુસાફરો માં ગભરાટ વ્યાપી ગયો. પણ ભગવાન તો અચલ હતા.
એવામાં અન્ય દેવે અવધિજ્ઞાનથી આ પ્રસંગ જોયો, ભક્તિભાવથી પ્રેરાઈને તેણે આ ઝંઝાવાત સમાવી દીધો. નાગકુમાર લાચારીથી પાછો વળ્યો પણ બૈરથી પાછો વળ્યો ન હતો. તે દેવ મરીને એક ગામમાં ખેડૂત
૭૭
Page #99
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર તરીકે જન્મ્યો હતો. તે લોકોના ખેતરમાં હળ હાંકતો તેથી સૌ તેને હાલિક કહેતા.
શ્રમણ ભગવાન મહાવીરના જ્ઞાનમાં આ હાલિકનું સદ્ભાગ્ય ઝળક્યું. અને પરમાત્માએ સહજભાવે ગૌતમને તે હાલિકને બોધ આપવા મોકલ્યા.
ગૌતમસ્વામી હાલિક પાસે આવ્યા. પ્રશમરસભરપૂર ગૌતમ મુનિને જોઈને હાલિક પ્રથમ નજરે જ તેમના ચરણમાં નમી પડયો. અને સંતવાણીની સરવાણીને ઝીલતો રહ્યો.
ગૌતમસ્વામીની ધર્મબોધની સરળ વાતો સાંભળી ભોળા હાલિકે સર્વ કાર્યનો અને સંસારનો ત્યાગ કરી શ્રમણ ધર્મનો સ્વીકાર કર્યો અને તે ગૌતમસ્વામી સાથે ચાલી નીકળ્યો
માર્ગમાં ચાલતાં હાલિકે પૂછ્યું: ગુરુદેવ, આપણે ક્યાં જવાનું છે?
ગૌતમસ્વામીએ કહ્યું આપણે સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા પાસે જઈએ છીએ. તે મારા ગુરુ અને જગતમાં પણ સૌના ગુરુ છે.'
હાલિક : અરે ! તમારે પણ ગુરુ છે ! અસંભવ ! વળી વિચારવા લાગ્યો કે મારા ગુરુ આવા અલૌકિક છે, તો તેમના ગુરુ કેવા હશે ! આવા મનોમંથનથી તે પ્રસન્નતા અનુભવવા લાગ્યો.
માર્ગમાં ગૌતમસ્વામીનું સાનિધ્ય અનુભવતો વળી વચનબોધને ઝીલતો હાલિક પોતાની જાતને ધન્ય માનવા લાગ્યો. ગૌતમસ્વામી અને હાલિક ના મન બે પણ મનન એક જ હતું પ્રભુદર્શન.
જેમ જેમ તેઓ ઉદ્યાનની નજીક આવતા ગયા તેમ તેમ મનનો વેગ પણ વધતો ગયો. અને તેઓ પ્રભુની સન્મુખ આવી પહોંચ્યાં પ્રથમ દર્શને પ્રભુની કંચનવર્ણી કાયા, અમીઝરતી દૃષ્ટિથી હાલિક કંઈક પ્રસન્નતા અનુભવે તે પહેલાં તો તેના અંતરંગમાં શું બની ગયું કે તે અત્યંત ખેદ પામી ગયો. તેને ત્યાંથી નાસી છૂટવાનું મન થયું. અરે ! ભાગવાની તૈયારી જ કરી લીધી !
૭૮
Page #100
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર હાલિકના મનમાં ગડભાંજ ચાલતી હતી, ત્યાં તો ગૌતમસ્વામી એ કહ્યું કે, હાલિક જો આ મારા ગુરુ ભગવાન મહાવીર છે. તે સર્વજ્ઞ અને સર્વદર્શી છે.
હાલના શ્રવણે એ શબ્દો સ્થિર થાય તે પહેલાં તો હાલિક હાલી ઊઠયો, હે ગુરુદેવ! જો આ તમારા ગુરુ હોય તો મારાથી અહીં એક ક્ષણ રહી શકાય તેમ નથી. મારે તમારું કે તમારા ભગવાનનું કંઈ પ્રયોજન નથી. મારા ખેતરમાં હું સુખી છું.
આમ કહીને હાલિક જાણે પાછળ કોઈ વન્ય પશુ પડયું હોય તેમ ભાગવા જ લાગ્યો. ગૌતમસ્વામી કંઈ કહે તે પહેલાં તો તે ઉદ્યાનની બહાર નીકળી ગયો.
ગૌતમસ્વામી માટે આ ઘટના અત્યંત આશ્ચર્યકારી હતી. ભલભલાં પાપી પ્રભુની કરુણા નજરથી પુણ્યવંતા થઈ ગયા. જેમને દર્શન પ્રાપ્તિ થઈ નથી તેઓ પ્રભુદર્શન ઝંખે છે. પ્રભુની દિવ્યવાણીના ટંકારથી પશુઓ પણ બૂઝે છે. ત્યારે આ બૂઝેલો જીવ પ્રભુની સામે નજર મળી ન મળી અને તેને કેવું અસુખ થયું કે તે ભાગી છૂટયો ! આ શું?
પોતાની પાસે આનો ઉકેલ શોધવાનું સાધન -જ્ઞાન હોવા છતાં વિનયાન્વિત ગૌતમ સ્તબ્ધ બની, પ્રભુ સામે પ્રસૂચક દૃષ્ટિથી ઊભા રહ્યા.
ગોતમસ્વામીને સાશ્ચર્ય ઊભેલા જોઈ ભગવાન મહાવીરે તેમને ખુલાસો આપ્યો.
હે ગૌતમ ! હાલિકના ભાગી છૂટવામાં એક ગુમ રહસ્ય પડેલું છે. સંસારના ઋણાનુંબંધોમાં છૂપા સદ્-અસદ્દભાવો પડેલા હોય છે. જો તેનાં મૂળ નાશ પામતાં નથી તો તે કરોડો વર્ષ કે જન્મે તેનો ભાગ ભજવી જીવને રાગદ્વેષથી કે વેરઝેરથી ઘેરી લે છે. એવા રાગાદિમાં ઘેરાયેલા જીવો કષાયવશ પોતાનું શ્રેય ચૂકી જાય છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર હાલિક્તા ભાગી જવાના પ્રસંગનો ભેદ સમજાવતાં ભગવાને કહ્યું કે હે ગૌતમ ! આ હાલિકના મનમાં જ ઉત્પન્ન થયો તે સકારણ છે. જગતમાં જે કંઈ સંયોગો મળે છે તેની પાછળ કાર્યકરણનો સિધ્ધાંત રહેલો છે. દરેક કર્મના ફળની પાછળ આવો કાર્યકારણભાવ છૂપાએલો હોય છે. અને જીવ તેનો ઉકેલ જાણતો ન હોવાથી કર્મવશ સુખદુ:ખ ભોગવે છે.
હાલિક તમારા વચનથી બોધ પામો, અને મને જોવા માત્રથી તેના મનમાં પ્રેમ પેદા થયો, તેમાં તે ભલા જીવનો દોષ નથી તેની અને આપણા સંબંધોની પુરાણી કથા છે.
તે કાળે તે સમયે હું ત્રિપુર વાસુદેવ હતો તમે મારા સારથિ હતા.
હાલિકનો જીવ સિંહ હતો. તે વનમાં નિર્ભયપણે વિહરતો હતો.
નગરજનોને રંજાડતો હતો. આથી તે નગરના રાજાએ પ્રજાના રક્ષણ માટે સિંહને પકડવાનો આદેશ આપ્યો. અને તે કાર્ય મને સોંપવામાં આવ્યું. મેં એ બળવાન સિંહને વસ્ત્રની જેમ ફાડી નાખ્યો હતો.
તરફડતો સિંહ કોઈ અકથ્ય વેદના સહી રહ્યો હતો, તેની આંખો કહેતી હતી કે એક સામાન્ય માનવીએ મારા જેવા વનરાજાને ક્ષણ માત્રમાં ચીરી નાંખ્યોમારું આવું કમોત !
તે વખતે હે ગૌતમ! તમે સારથિ તરીકે ત્યાં ઉપસ્થિત હતા. તમારા હૃદય અત્યંત કરુણાસભર બની ગયું. તમે તેની નજીક જઈ અતિ સ્નેહ આશ્વાસન આપ્યું હે નરકેસરી! તમે વનના રાજા છો. આ મનુષ્યલોકના રાજ, તે પુરુષમાં સિંહ જેવા છે. તમે કાંઈ સામાન્ય માનવથી ઘાત પામ્યા નથી માટે નિશ્ચિત થાઓ.' તે સમયે તેને તમારા પ્રત્યે મિત્ર ભાવ થયો
૮૦
Page #102
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
હતો. અને મારા પ્રત્યે શત્રુભાવ થયો હતો. આવા શુભાશુભ કર્મસંસ્કારો મહાસત્તાના પેટાળમાં જામેલા રહે છે. તે યોગ્ય કાળે પ્રગટ થઈ જીવને વિવશ બનાવે છે.
સિંહનો દેહ છૂટયો પણ પેલા રાગ અને દ્વેષના ભાવ સાથે ગયા અને કરોડો વર્ષ પછી વળી આવો યોગ મળી ગયો કે ધરતી પર આ ત્રણ જીવોનો સંયોગ થયો.
ત્રિપુષ્ટ વાસુદેવનો જીવ હું કે જેની સાથે તેને વૈરભાવ સેવ્યો હતો, તેથી તે મને જોતાં જ ભાગી ગયો !
સારથિ તરીકે તમે તેને સ્નેહભાવે આશ્વાસન આપ્યું હતું તેથી તમારા બોધી તેને તમારા પ્રત્યે સ્નેહ પેદા થયો.
આ કથા શ્રવણ કરીને આજ્ઞાંકિત એવા ગૌતમને એવો પ્રશ્ન ઊઠયો કે “પ્રભુ ! તમે તો સર્વ જાણતા હતા છતાં શા માટે આવો પરિશ્રમ કરાવ્યો ?'
ગૌતમના ચિત્તમાં એક જ રટણ હતું; પ્રભુ જે કંઈ કરશે તે સૌના હિત માટે જ હોય. આથી પ્રભુનો પડતો બોલ ઝીલવો તેજ તેમનું જીવન બની ગયું હતું. તેમને ક્યારેય પ્રશ્ન ન થતો કે :
ક્યારે ? કેમ ? શું ?
એક જ મંત્ર
‘જેવી આશા’
અંતે ભગવાને ખુલાસો ર્યો : ‘હે ગૌતમ ! તમારો પરિશ્રમ એળે જવાનો નથી. તમારી વાણીથી બૂઝેલો એ જીવ પાત્ર છે, અને અમારી દૃષ્ટિ તેના પર પડી છે. તેથી તે જીવ કાળક્રમે તરવાનો, મુક્ત થવાનો છે માટે તમે ક્ષોભનો ત્યાગ કરીને નિશ્ચિતપણે પ્રવર્તો.
પ્રભુમુખેથી આવો ખુલાસો મેળવી ગૌતમસ્વામી પ્રસન્ન થયા.
આજ્ઞાનું આરાધન તે તેમની ઉપાસના હતી.
૮૧
Page #103
--------------------------------------------------------------------------
________________
લબિ તણા બંદર
ગૌતમસ્વામીનું જ્ઞાન અગાધ હતું !
આત્મા જ્ઞાનસ્વરૂપ છે પરંતુ અનાદિકાળના પરિભ્રમણમાં જીવ અજ્ઞાનથી જ ઘેરાયેલો રહ્યો છે, અર્થાત્ અજ્ઞાનવશ જીવે જન્મમરણયુક્ત સંસારમાં પર્યટન કર્યું છે. ભવ્ય જીવ ચરમાવર્તમાં પ્રવેશે છે. અર્થાત જયારે તેનું ભવભ્રમણ સંક્ષેપ પામે છે ત્યારે યથાર્થ યથાપ્રવૃત્તકરણમાં - આત્મવિશુધ્ધિના પ્રકારમાં આવે છે. આવી યોગ્યતા પામી જીવની અનંતપ્રકારનાં કર્મોની સ્થિતિ જે દીર્ધકાલીન હતી તેનો પણ સંક્ષેપ થાય છે.
અર્થાત્ મોહનીયકર્મની સિત્તેર કોડાકોડીની સ્થિતિ અને અન્યકર્મોની સ્થિતિ આયુષ્ય સિવાય એક કોડાકોડીની હીન થઈ જાય છે. અહીં જીવનું અજ્ઞાન દૂર થવાની શરૂઆત થાય છે. સંસારના સુખનો તીવ્રરોગ અને દુ:ખનો તીવ્ર દ્વેષ અહીં મંદ થાય છે. આત્મવિશુધ્ધિ પ્રગટ થાય છે.
આત્માના આવા વિકાસકમનો તેને કોઈ અપૂર્વ યોગ મળે છે અને તે જ્ઞાનમાર્ગમાં પ્રવેશ પામે છે. વિશુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ થતાં જીવની સર્વયિા મુક્તિનું કારણ બને છે. આત્મજ્ઞાન કે બોધ સિવાય કરેલાં સર્વ ક્રિયાકાંડનું દેહકષ્ટ ઈદ્રિયદમન, વ્રતાદિ મોક્ષાર્થે મનાતાં નથી. કરેલાં વ્રતાદિ નિષ્ફળ જતાં નથી પણ તે સ્વર્ગાદિ સુખ સુધી જ પહોંચાડે છે, અને તે દુઃખદાયી નીવડે છે.
જ્ઞાન અને ક્રિયા પંખીની બે પાંખ જેવા છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન નહિ પણ આત્મબોધ ક્રિયા એટલે બાહ્ય લક્ષણયુક્ત કિયા નહિ પણ અંતરને શુદ્ધ કરવા વાળી રત્નત્રયયુક્ત ક્રિયા છે. આવા જ્ઞાન સહિતની ક્રિયા મુક્તિનું કારણ બને છે. આથી જૈનદર્શનના મોક્ષપંથમાં જ્ઞાનની વિશેષતા જણાવી છે.
ગૌતમસ્વામી શાસ્ત્રજ્ઞાની, વેદપારંગત, જયોતિષવિદ્યાના પ્રકાંડ પંડિત, મંત્રવિદ, ન્યાયશાસ્ત્ર, પુરાણ આદિ શાસ્ત્રોથી વિભૂષિત હતા. ભગવાન મહાવીરના શાસનનો સ્વીકાર કરી ગૌતમસ્વામીએ આત્મસ્વરૂપજ્ઞાનની
Page #104
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર પ્રાપ્તિ કરી. આત્મસંશોધન દ્વારા અર્થાત્ શુધ્ધ અધ્યવસાય દ્વારા મન:પર્યવજ્ઞાન પ્રગટ કર્યું. પૂર્વે પ્રાપ્ત કરેલુ શાસ્ત્રજ્ઞાન હવે આત્મજ્ઞાન રૂપે પરિણામ્યું.
જૈન દર્શનની પ્રણાલી પ્રમાણે સમ્યગદર્શન પ્રગટ થતાં જીવનું જ્ઞાન પણ સમન્ બને છે. સમદર્શનની અપ્રાપ્તિમાં જીવનું સઘળું જ્ઞાન મિથ્યા ઠરે છે. ગૌતમસ્વામી ચૌદ વિદ્યામાં પારંગત હતા, પરંતુ ભગવાન પાસે આત્મબોધ પામ્યા પછી તેઓ ચૌદપૂર્વના રચયિતા જ્ઞાતા અને સ્વામી થયા.
ચૌદપૂર્વનું જ્ઞાન સંસારનાં સમગ્ર સ્વરૂપનું જ્ઞાન. જેમાં આધિભૌતિક અને આધ્યાત્મિકજ્ઞાનની સર્વ અવસ્થાઓનો સમાવેશ
' અર્થાત
વિશ્વની સર્વ વિદ્યાઓનું જ્ઞાન. સર્વજ્ઞ પરમાત્માના પ્રથમ બોધરૂપે ત્રિપદીનું શ્રવણ કરી ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી, તેમાં બારમાં અંગમાં ને ચૌદપૂર્વનો સમાવેશ થાય છે. જે ગણધરો સૂત્રબધ્ધ કરે છે, તેથી તેઓ ચૌદપૂર્વી કહેવાય છે.
ગોતમસ્વામી તત્ત્વની જિજ્ઞાસુ હતા. આમ તો મન:પર્યવશાનયુક્ત હતા. તેમનું જ્ઞાન ઉત્કૃષ્ટ કોટિનું હતું. પરંતુ તેઓ સરળસ્વભાવી હોવાથી તેમણે પરમાત્માને અનેકવિધ પ્રશ્નો પૂછીને વાસ્તવમાં તો જનકલ્યાણ કર્યું છે. સર્વજ્ઞના જ્ઞાનનાં ગૂઢ રહસ્યો તે દ્વારા પ્રગટ થયાં છે. વળી તેઓ જાણતા હતા કે પ્રભુના કેવળજ્ઞાન પાસે મારું જ્ઞાન તો આલ્પ જ છે.
ગૌતમસ્વામી જેવા શાસ્ત્રજ્ઞાનમાં પારંગત હતા તેથી પણ સવિશેષ તો મનોભાવના પણ જ્ઞાતા હતા. સંશિ પંચેન્દ્રિયજીવોના મનના વિચારોને તે ઓ પ્રત્યક્ષપણે જાણતા હતા. મન:પર્યવજ્ઞાનની નિયમથી એ વિશેષતા છે.
23
Page #105
--------------------------------------------------------------------------
________________
"લબિ તણા ભંડાર જૈન દર્શનમાં જ્ઞાનનો વિકાસકમ મતિજ્ઞાન = ઈન્દ્રિયો અને મન દ્વારા થતું જ્ઞાન - ઉપયોગ.
શ્રુતજ્ઞાન = મતિજ્ઞાન સહિત વચન, શ્રવણ અને સાહિત્યથી થતું જ્ઞાન-ઉપયોગ.
અવધિજ્ઞાન = લોકમાં રહેલા સર્વ રૂપી પદાર્થોનું, જેમાં મનના સ્પષ્ટ વિચારો સહિતનું, અતીન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન. તેમાં અલ્પાયિક્તા હોય છે.
મન:પર્યવજ્ઞાન = અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિય (મનવાળા) જીવોના ચિંતિત પદાર્થોનું - મનનાભાવોનું પ્રત્યક્ષ જ્ઞાન.
કેવળજ્ઞાન = ચાર ઘાતકર્મના નાશ થવાથી કેવળજ્ઞાન પ્રગટે છે. સમસ્ત વિશ્વનાં સમસ્ત દ્રવ્યો, તેના ગુણો ની અવસ્થા-પર્યાયોનું સંપૂર્ણ પ્રત્યક્ષ યુગપત્ જ્ઞાન, શુદ્ધ અને સ્વ-પરપ્રકાશકશાન.
મતિ અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિય દ્વારા થતાં હોવાથી પરોક્ષ છે. અવધિજ્ઞાન તથા મનાપર્યવજ્ઞાન, ઇન્દ્રિયોની સહાય વગર થતાં હોવાથી દેશ પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન અત્યંત શુધ્ધ જ્ઞાન હોવાથી સહજ અને અત્યંત પ્રત્યક્ષ છે.
પ્રથમ ત્રણ જ્ઞાન મિથ્યાત્વસહિત હોય તો તે અજ્ઞાન મનાય છે. અને સમન્વેસહિત હોય તો તે જ્ઞાનરૂપ મનાય છે.
ચોથું મન:પર્યવજ્ઞાન સંપતિ અને સમકિત ધારી મુનિને હોય છે. કેવળજ્ઞાન : સંપૂર્ણ વીતરાગ અવસ્થાસહિત હોય છે.
આ જ્ઞાન પ્રગટ થતાં ઉપરના ચાર જ્ઞાનની આવશ્યક્તા કે ઉપસ્થિતિ હોતી નથીકારણ કે કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાન છે. મોક્ષદાતા છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જીવના જન્મ મરણ સમાપ્ત થાય છે.
| શુભાશુભ કર્મોને લઈને મહ પ્રમાદવાળો જીવ
એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સ્થાનમાં ભારે | ગતિમાં ભમ્યા કરે છે. અને મહાદખ પામે છે, માટે તે [ ગોતમ / સમય માનનો પ્રમાદ ન કર,
૮૪
Page #106
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
ક્ષમાસ્વરૂપ ગૌતમ
તે કાળે, તે સમયે વિદેહ રાજયનાં વાણિજયગામ નામે વિશાળ નગર હતું. યથા રાજા તથા પ્રજા ઉક્તિ પ્રમાણે રાજા પ્રજા સુખથી સંપન હતાં. વાણિજયનગરમાં વિખ્યાત અને કુશળ વ્યાપારીઓ વસતા હતા. તેથી રાજય ધન-ધાન્યથી ભરપૂર હતું. વળી નગરજનો ધર્મકાર્યમાં ઉદ્યમી હતા. તેથી ધર્મસ્થાનોનું પણ મહત્ત્વ જળવાયું હતું.
આ નગરમાં જિતશત્રુ નામે રાજા રાજય કરતો હતો. એ નગરમાં આનંદ નામે એક અત્યંત શ્રીમંત ગૃહસ્થ વસતો હતો.
તે કુશળ અને ધનાઢ્ય વેપારી હતો. તે જાતિથી વૈશ્ય નહિ પણ ક્ષત્રિય હતો.
આનંદ શ્રાવકની સાધન સંપત્તિ અતિ વિપુલ હતી. જેવી બહારમાં શ્રીમંતાઈ હતી તેવું જ તેમનું અંતરંગ પણ વિશાળ હતું. આનંદ ખૂબ પ્રતિષ્ઠિત અને સણસંપન્ન ગૃહસ્થ હતા. તે કાળમાં શ્રીમંતો ઢોરોનાં ધણ રાખતા હતા. તે પ્રમાણે આનંદ પાસે એનો વ્યાપાર હતો.
દસ હજાર ઢોરોનું એક બજાર તેવાં દસ બજાર તેમની પાસે હતાં. તેની વ્યવસ્થા માટે સેંકડો અનુચરો હતાં. દરેકની વ્યવસ્થા માટે વિશાળ જમીનો હતી.
આ ઉપરાંત આનંદ ગૃહસ્થ પાસે,
ઘણી સંપત્તિ અને હવેલીઓ હતી આનંદને શિવાનંદા નામે પત્ની હતી. તે પણ ગુણવાન અને શીલવાન હતી. તે પતિના કાર્યમાં સાથ આપતી અને યોગ્ય સલાહ આપતી. બંનેની કયા અલગ હતી પણ સ્નેહની છાયામાં તેઓ એકરૂપ હતાં. આવા સ્નેહાળ દંપતી અન્યને પણ કરવાનું સ્થાન હતાં. કોઈ દુ:ખી કે
-
૫
Page #107
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર સંત જીવો તેમની પાસે શીતળતા અનુભવતા. દરેકને પોતાની જરૂરિયાત પૂરી થતી. આમ નગરજનોમાં આ દંપતીનું સ્થાન ઉચ્ચ અને લોકપ્રિય
હતું.
તે સમયે ભગવાન મહાવીર પોતાના ચતુર્વિધ સંઘ સાથે વિદેહ રાજયની તરફ ધર્મયાત્રા માટે વિહરતા હતા. વન્સ અને કોશલદેશની ધર્મ યાત્રા પૂર્ણ થતાં પ્રભુએ વિદેહ ભૂમિમાં પ્રવેશ કર્યો અને વાણિજયનગર બહાર દુઈપલાસળ નામના ચૈત્યમાં પધાર્યા.
જગતવત્સલ ભગવાનની પધરામણીના સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરી ગયા. અને સેંકડો ગ્રામજનો પ્રભુના દર્શનાર્થે ઊમટી પડ્યાં ! આ સમાચાર ગૃહપતિ આનંદે સાંભળ્યા અને તે સઉલ્લાસભાવે પ્રભુની પર્ષદામાં પહોંચી ગયા.
દેવોથી રચિત સમવસરણમાં બિરાજમાન પ્રભુની દિવ્યવાણી સાંભળી સૌ મુગ્ધ થઈ ગયાં. પ્રભુએ પ્રકાર્યું કે, હે મહાનુભાવો ! સંસારનું સ્વરૂપ જાણો અને જાગૃત થાઓ. ઉપદેશનો સાર એ હતો કે :
આ સંસાર અત્યંત દુખથી ભરેલો છે. સંસારની ચારે ગતિમાં અત્યંત દુ:ખ છે. નારકીના જીવો તો અત્યંત પીડા પામે છે. તિર્યંચના દુ:ખો પણ વર્ણનાતીત છે. દેવો પણ મૃત્યુના ભયથી દુઃખી છે. માનવના દુ:ખોનો પણ પાર નથી. સંસાર સમુદ્ર જેવો ખારો છે. સંસાર અગ્નિની જેમ જીવને તપ્ત કરે છે. સંસાર રાગદ્વેષના પૈડાં પર ચાલે છે. અજ્ઞાનવશ જીવન પરિભ્રમણને પામે છે. પુણ્યયોગે સાધનસંપત્તિ મળવા છતાં
૮૬
Page #108
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર જીવ રોગ, શોક, ભય, મૃત્યુ, સંતાપ વગેરે વ્યથા અને દુઃખથી ઘેરાયેલો છે. સંસારનાં અનેકવિધ દુઃખથી મુક્ત થવા ધર્મ જ શરણ છે. માટે હે મહાનુભાવો! તમે દાન, શીલ, તપ અને ભાવનારૂપ ધર્મનું સેવન
કરો.
- રત્નત્રયીરૂપ ધર્મનું આરાધન કરો
માદિ ધર્મને ધારણ કરી જીવન પવિત્ર કરો. સમસ્ત સંસાર મરણ પાસે શરણરહિત છે. પણ જે જીવ ધર્મના શરણવાળો છે તેને મૃત્યુનો ભય નથી માટે જીવનકાળ દરમ્યાન ધર્મનું આરાધન કરી, સ્વભાવરૂપ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ વડે સંસારનો ક્ષય કરો.
આનંદ પ્રભુની વાણી સાથે પોતાના હૃદયના તાર મેળવતા અત્યંત પ્રસન્ન થયા અને દેશનાને અંતે પ્રભુને વંદન કરી વિનીત ભાવે પૂછ્યું.
પ્રભુ ! આપે જે સંસાર અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું તેથી હું આપનો અત્યંત ઋણી છું. આપની દેશના અમારા માટે કલ્યાણકારી છે. આપે કહેલા ધર્મનું પાલન કરવા આપ મને આપના સંઘમાં પ્રવેશ આપવા કૃપા કરો.
પ્રભુ આપની દેશનાને યોગે તથા અન્ય મુનિજનોનાં દર્શનથી મારું મન અત્યંત દ્રવિત થયું છે, પણ હું આવી ઉગ્ર તપશ્ચર્યા કરી શકું તેમ નથી. મારાથી પરિષહો સહન થઈ શકે તેમ નથી, તો હું કેવી રીતે ધર્મનું પાલન કરું?
ભગવાન : હે આનંદ ! તમારી ધર્મભાવના ઉત્કૃષ્ટ છે. તમે શ્રાવકધર્મના અધિકારી છો. શ્રાવકને યોગ્ય તમે બાર વ્રતનો સ્વીકાર કરો.'
આનંદે પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી બાર વત ગ્રહણ કર્યા અને પોતાની જાતને ધન્ય માનતા તે ઘર ભણી જવા નીકળ્યા. માર્ગમાં પણ તેમના શ્રવણે પ્રભુની દેશનાના ભણકારા સંભળાતા રહ્યા.
આનંદ ઘરે પહોંચ્યાં. આજે તેમના હાવભાવ અને મુખની રેખાઓ
Page #109
--------------------------------------------------------------------------
________________
લધિ તણા ભંડાર ઉપર અનેરો આનંદ વર્તાતો હતો ! તેમણે ઘરમાં પ્રવેશ કર્યો. શિવાનંદા પત્ની રાહ જોતી હતી. આનંદને જોતા, શિવાનંદા સાશ્ચર્ય તેમના મુખકમળને પ્રશ્નસૂચક દૃષ્ટિએ નિહાળી રહી!
આનંદે કહ્યું કે હે શિવા ! આજે તો મને અપૂર્વ લાભ મળ્યો છે. પ્રભુની દેશના સાંભળવાનો સુયોગ સાંપડયો. અને વળી પ્રભુ પાસે બાર વ્રત ધારણ કરવાનો મહાઅવસર પ્રાપ્ત થયો. આ સર્વ હકીકત કહેતાં કહેતાં આનંદનો ભાવોલ્લાસ કંઈ અનેરો હતો.
વ્રતધારી થવું અને દૃઢતા સાથે સઉલ્લાસ તેમાં પ્રર્વતવું તેમાં પ્રભુની આશાનું મહત્ત્વ છે. મહાજ્ઞાની એવા પ્રભુના ઉપદેશથી તે પાવન થયા હતા.
શિવાનંદા આ સર્વ હકીકત સાંભળી પતિ સાથે પોતે પણ આ વ્રત પાલન કરશે તેવા ઉત્સાહથી બીજા દિવસના સુપ્રભાતની રાહ જોવા લાગી અને તે પ્રમાણે તેણે પણ ભગવાન પાસે બાર વ્રતનો યથાશક્તિ સ્વીકાર કર્યો.
બાર વ્રતના ગ્રહણ પછી આ દંપતીનાં જીવનની દિશા પલટાઈ ગઈ ! શ્રીમંતાઈ છતાં તેમણે સાદાઈ સ્વીકારી. પરિવારની વિશાળતાને ગૌણ કરીને અનાસક્ત બની ગયાં. વ્યાપારનો સંક્ષેપ કરીને જીવનને સંતોષથી અમૃતમય બનાવ્યું.
આમ અનેકવિધ ધર્મના સંસ્કારોથી તેઓ આત્મવિકાસને પંથે આગળ વધતાં હતાં. ' પ્રભુના ચાર્તુમાસની સ્થિરતા સમયે આ દંપતી પ્રભુ-દેશનાથી ધર્મના રંગે સવિશેષ રંગાતાં ગયાં. પ્રભુના ધર્મપરિવારમાં તેઓ ઉત્તમ શ્રાવકોની ગણનામાં પ્રસિદ્ધ થયાં.
વ્રત ધારણમાં દિન-પ્રતિદિન જીવનસાધના ઉત્કટ અને ઉત્કૃષ્ટ બનતી હતી. પ્રભુનું સાનિધ્ય, દેશના અને પોતાનાં તે પ્રત્યેના સન્ પુરુષાર્થથી
Page #110
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
આનંદ શ્રાવકે ભેદજ્ઞાનને પ્રાપ્તકરી જગતની માયાને મૂકી દીધી. અમૂલ્ય રત્નત્રયની પ્રાપ્તિ થતાં તેમનો સંસાર પ્રત્યેનો તુચ્છભાવ ગળી ગયો, અને એક દિવસ આનંદે પુત્રાદિને સર્વ કારભાર સોંપી નિવૃત્તિ લીધી. પ્રભુની આજ્ઞા મેળવી તેઓ કોલ્લાક સન્નિ વેશની પૌષધશાળામાં શેષ જીવન કેવળ ધર્મ-આરાધના માટે વીતાવવા લાગ્યા.
આનંદ પોતાની કેટલીક નબળાઈઓ જાણતા હતા. તેથી સાધુધર્મનો સ્વીકાર કરી ન શક્વાનો તેમને રંજ હતો, પણ શ્રાવક ધર્મ એવો સ્વીકાર્યો કે તેઓ સાધુતાની નજીક હતા. અર્થાત્ તેમને અનશન જેવાં ઉગ્ર તપને અંગીકાર કર્યુ.
અનશનમાં પણ પોતાની ચિત્તવૃત્તિઓમાં દૃઢ રહેતા. પરિણામની શુધ્ધિની ફલશ્રુતિએ તેમણે અતીન્દ્રિય એવું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાન પ્રગટ થયું.
અનશનના દિવસો પ્રસન્ન ચિત્તે વ્યતીત થઈ રહ્યાં હતા. આનંદ અંતરંગ આરાધનામાં અડગ હતા. અનશન તો મરણ પછી પૂર્ણ થાય તેવું કઠિન તપ હતું. પરંતુ આનંદ તો તેમાં જ પોતાનું શ્રેય જાણતા હતા.
દિન-પ્રતિદિન આનંદના અનશનની વાત પ્રસરતી ગઈ. નગરજનોમાં આનંદ લોકપ્રિય હતા અને તેમાંય આમરણાંત - તપ આદર્યું હતું; તેથી લોકપ્રવાહ તપના અનુમોદન માટે ચાલુ હતો.
એક દિવસ ગૌતમસ્વામી ભિક્ષાર્થે નગરના રાજમાર્ગ પરથી પસાર થતા હતા. ત્યારે તેમણે લોકમુખે શ્રામણોપાસક આનંદની સંલેખનાના સમાચાર સાંભળ્યા. ગૌતમ ગુણપ્રમોદ અને ગુણ પ્રશંસક હતા. પોતે અનેક શિષ્યોના ગુરુપદે હતા. પરંતુ જેવા ભક્તિવત્સલ હતા તેવા સંવેદનશીલ
હતા.
આનંદ જેવા ઉત્તમ શ્રાવકના અનશન તપની વાત સાંભળી તેમને આનંદ પ્રત્યે અહોભાવ થયો અને તેઓ તરત જ આનંદની પૌષધશાળામાં પહોંચ્યા. ગણધરપદે હોવા છતાં સરળ સ્વભાવી ગૌતમ આનંદની પાસે યોગ્ય સ્થાને ઊભા રહી તેમની શાતા પૂછવા લાગ્યા.
૮૯
Page #111
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
આનંદના પણ હર્ષોલ્લાસ કેવો ? તેઓ ગૌતમસ્વામીને જોઈને અત્યંત આનંદિત થઈ ગયા. તેમને ઊભા થઈને વંદન કરવાનો ભાવ થયો, પણ લાંબા સમયના અનશનથી તેમનું શરીર શિથિલ થએલું હતું; તેથી તેમણે હાથ જોડીને કહ્યું કે :
હે ગૌતમ ગણધર ભગવાન ! મારા અહોભાગ્ય છે કે, અનશનના અંતિમ દિવસોમાં આપનાં પવિત્ર દર્શન પામી હું કૃતાર્થ થયો ! પણ ઊભો થઈને આપની ચરણરજ લઈ શકું તેમ નથી; તેથી આપ મારા પર અનુગ્રહ કરીને મારી નજીક પધારો અને મારી ભાવના પૂર્ણ કરો. જેથી આપનું યોગબળ મારા અનશનમાં સહાયક બને.
ગૌતમસ્વામી તો સરળતિ હતા. આનંદની વિનંતિનો સહર્ષ સ્વીકાર કરી, આનંદની નજીક આવ્યા. આનંદે સઉલ્લાસ ભગવાન ગૌતમની ચરણરજ મસ્તકે ચઢાવી, અને નિરામય રોમાંચ અનુભવી રહ્યા. તે પળોમાં જાણે તેઓ કર્મનિર્જરાનું કાર્ય સાધતાં હોય તેવું દૃશ્ય ખડું થયું !
ગૌતમસ્વામીએ પણ આનંદની ઉત્તમ ભાવનાના નિમિત્તે કેટલીક ઉપદેશ ધર્મવાર્તા કહી. યોગાનુયોગ અવધિજ્ઞાનની વાત નીકળતાં આનંદે સહજ જ કહ્યું કે 'ભગવાનની આજ્ઞાનું આરાધન કરતાં તેમની કૃપાએ મને વ્યાપક અવધિજ્ઞાન પ્રગટયું છે.'
ગૃહસ્થને એવું ઉત્કૃષ્ટ વ્યાપક અવધિજ્ઞાન એ અપવાદજનક ઘટના છે. તેથી ગૌતમસ્વામીએ સાશ્ચર્યથી કહ્યું કે : 'આનંદ ! તમારા કથનમાં ભૂલ છે. તમારી આ માન્યતા મિથ્યા છે, માટે પ્રાયશ્ચિત લેવું ઘટે.
ગૌતમસ્વામી આજ્ઞાના મહાન ઉપાસક હતા. સિદ્ધાંતના પણ મહા આરાધક હતા. કોઈ જીવ સિદ્ધાંતની પ્રણાલિનો અપલાપ કરી કર્મનો બંધ ન કરે તેવા કરુણાભાવથી તેમણે આનંદને 'મિચ્છામિ દુક્કડં આ પવાનું સૂચવ્યું હતું.
આનંદ શ્રાવક પણ સત્યનિષ્ઠ હતા. સ્વપ્રશંસા કરી વિવેક ચૂકે તેવા ન હતા, પરંતુ તેમને થયેલા અવધિજ્ઞાનની હકીકત સાચી હતી, તેથી
૯૦
Page #112
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર તેઓએ વાત સહજભાવે કહી હતી. આથી તેમણે ગૌતમસ્વામી પ્રત્યે અત્યંત આદરથી વિનયભાવે પૂછ્યું કે :
ભગવાન ! શું તીર્થકરના શાસનમાં સત્ય ઘટના કહેવાનું પણ પ્રાયશ્ચિત હોય છે? મેં મને થયેલા અવધિજ્ઞાનની સત્યઘટના કહી છે. આપે તેનો સ્વીકાર કરવો જોઈએ અને તેમાં કથંચિત આપે પ્રાયશ્ચિત કરવું પડશે.'
ગૌતમસ્વામી અત્યંત સરળ સ્વભાવી હતા. આનંદ શ્રાવની ઉપાસના તેઓ જાણતા હતા. તેઓ જેવા સત્યનિષ્ઠ હતા તેવા જ અનાગ્રહી હતા. પ્રભુના શાસનથી પ્રભાવિત હતા.
આનંદની વિવેકયુક્ત વાણીનું શ્રવણ કરી તેઓ ઘડીભર તો ખેદખિન્ન થઈ ગયા કે મારાથી તપસ્વીની આશાતના થઈ હશે?
પોતે મન:પર્યવજ્ઞાની હતા. પણ કેવા વિનમ્ર હતા કે તેમણે તરત જ નિર્ણય કર્યો કે ભગવાનને પૂછીને આનું સમાધાન મેળવું જો મારો દોષ હશે તો હું ક્ષમા માંગીને નિશ્ચિત થાઉં..
આનંદ શ્રાવકને ધર્મલાભ કહી તેમને મળ્યાને આનંદ સહિત અને કંઈક સચિત મને તેઓ ભગવાન પાસે પહોંચ્યા. અને સઘળી ઘટના પ્રગટ કરી અને પૂછયું કે પ્રભુ ! ક્ષમાપાત્ર કોણ છે?
ભગવાન મહાવીર નો વીતરાગી હતા. તેઓ જીવ માત્ર પ્રત્યે સમાન ભાવવાળા હતા. તેમને તો આનંદ અને ગૌતમમાં સમાનવૃત્તિ હતી. ગૌતમ શિષ્ય છે, માટે નિકટના છે અને આનંદ પરાયા છે તેવી કલ્પના સુધી ત્યાં ફરકી શકે તેમ ન હતી. મારા-તારાના ભાવો તો તેમણે ખપાવી દીધા હતા તેથી ભગવાનનો પક્ષ સત્યનો હતો.
ભગવાને કહ્યું હે ગૌતમ ! આનંદ શ્રાવકના અવધિજ્ઞાનનું કથન સત્ય છે. આનંદ શ્રાવકને પરિણામની નિર્મળતાને કારણે તેમના અવધિજ્ઞાનની પણ વ્યાપક્તા છે, આથી તમને જે શંકા થઈ તેમાં જ્ઞાન
Page #113
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અને જ્ઞાની બંનેની આશાતના થઈ. એ દોષની મુક્તિ માટે તમારે આનંદની ક્ષમા માંગવી જોઈએ.
જેના આત્માના પ્રદેશ પ્રદેશ વિનય, લધુતા અને સરળતા ધારણ થયાં છે તેવા ગૌતમસ્વામીને સત્ય સમજાઈ ગયું! તેમને દુરાગ્રહ તો હતો જ નહિ. ફક્ત સત્ય શું છે તે જ જાણવાનું હતું. તેઓ દોષનો ભાર પળભર પણ રાખવા ઈચ્છતા ન હતા. આથી પ્રભુએ જેવી આજ્ઞા કરી કે તરત જ તેઓ આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા.
આનંદ શ્રાવકના સંથારા પાસે જઈ અત્યંત નમ્રભાવે તેમણે પ્રશ્ચાત્તાપયુક્ત સ્વરે ગદ્ગદિત થઈને કહ્યું કે હે આનંદ ! તમે સાચા છો. મેં તમારા કથનનો અનાદર કરી તમારી આશાતના કરી છે માટે મને ક્ષમા આપો !
આનંદ પણ રૂડા જીવ હતા. મહાન શ્રાવક હતા. આવા મહાન ગુરુની આવી સરળતા અને ક્ષમાયાચનાથી તેઓ પણ ગદ્ગદ્ થઈ ગયા! તેમણે બે હાથે અંજલિ જોડી, વંદન કરીને ગૌતમસ્વામી પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.
ધન્ય ભગવાન. ધન્ય આપની નમ્રતા,
ધન્ય આપનું શાસન, ધન્ય આપની ભક્તિ ! હે ગણધર ગુરુ ! જયાં સમાની આવી ઉત્તમ પ્રણાલિ છે; એવું શાસન પામી હું પણ ધન્ય બન્યો છું, મારો જન્મ સાર્થક બન્યો છે ! - ગૌતમસ્વામીની સરળતા અલૌકિક છે ! સામાન્ય માનવની તો ગુંજાયશ નથી. ગૌતમ સ્વામીને ન નડી લોક લજજા, ન નડી શિષ્યોની હાજરી, ન નવું પોતાનું જ્ઞાન, ન નડી પોતાની પ્રતિભા ધન્ય તેમની જતા !
પરંતુ આ ઘટનાથી તેઓ વધુ હળવા બન્યા તેનો તેમને આનંદ હતો. પ્રભુ પ્રત્યેની તેમની ભાવના વધુ નિકટ બની, કે પ્રભુએ મને ઉસૂત્રના અનર્થમાંથી બચાવી લીધો.
Page #114
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર વાચકો, આ ઘટના વાંચીને આપણા માન-સ્વમાન અને અહંકારનાં પડળો ખૂલી જાય તેવું આ દશ્ય છે ! ઈન્દ્રભૂતિનું હું કેવું ગળી ગયું ! આપણી કલ્પના બહારના તેમના જીવનના આ રહસ્યો આપણને ઉપદેશ આપે છે કે, જીવન સરળ બનાવો; સત્યનો સ્વીકાર કરવા હમેશાં તત્પર રહો! જયારે જયારે એવી તક મળે ત્યારે કર્મથી હળવા બનો !
પદવીથી મોટા, લબ્ધિથી ઊંચા, શાનથી વિશેષ, ત્યાગમાં ઉત્તમ એવા ગુરગૌતમ ગૃહસ્થ સંસારી આનંદની ક્ષમા માંગવા જાય છે. પ્રતિક્રમણ જેવી ક્રિયામાં આ કામ પતાવી ન શકાય? અથવા પ્રભુને કહેવા માત્રથી વાત પતી ન જાય?
ભગવાનનું શાસન કહે છે કે મેં જેમને દુભવ્યા છે, તેમની માફી ન માગતા સો વાર ઝપાપાત કરે તો પણ મૂળ દોષ જતો નથી. પ્રભુના શાસનના સાચા પ્રભાવક ગૌતમસ્વામી હતા અને રહેશે. તેમણે શાસનની પ્રણાલિની અગ્રીમતા સ્વીકારી. જગતને પણ એ જ શિક્ષા આપી છે. ગૌતમસ્વામીની વાસ્તવિક લબ્ધિ આ હતી તેથીજ આપણને ચમત્કારિક લબ્ધિઓના પ્રસંગે પ્રાપ્ત થતા નથી, પણ પરમાર્થિક લબ્ધિઓનું દર્શન થાય છે. તેમને થતાં વંદન-ચંદનથી પણ શીતળ છે.
ધન્ય ગુરુ ગૌતમ સ્વામી ! ધન્ય આનંદ શ્રાવક !
બહુ વિનોથી ભરપૂર અને ઝડપથી ચાલ્યા જતાં નાશવત આયુષ્યવાળા જીવતરમાં પુર્વે કરેલા દુષ્કર્મને જલ્દી દૂર કર. હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ન ક૨. પીળું જીર્ણ પાન રાત્રિનો કાળ પૂરો થયે જેમ પડી ! જાય છે. તેમ મનુષ્યોનું જીવિત પણ આમુખ પૂર્ણ થયે પડી જાય છે. માટે તે ગોતમ / એક ક્ષણનો પણ માફ ન કર,
Page #115
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
ધર્મશાસન પ્રભાવક ગૌતમ
ભગવાન મહાવીરના ઉપદેશને ગ્રહણ કરી, તેને અનુરૂપ સૂત્રરચના ઓ કરી, ગૌતમસ્વામી પ્રભુના બોધની અવિરત પ્રભાવના કરતા. ધર્મપ્રભાવક ગૌતમસ્વામી જગતના જીવો કલ્યાણ પામે તેવી અત્યંત કરણાવાળા હતા. આથી તેઓ ગામેગામ વિહાર કરીને જીવોના ઉધ્ધાર માટે પ્રભુના ઉપદેશને લોકભોગ્ય બનાવતા, અને હજારો માનવીઓ ગૌતમસ્વામીનો ઉપદેશ સાંભળી સંસારનો ત્યાગ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા. છતાં ગૌતમસ્વામી તો એમ જ માનતા કે આ સર્વ પ્રભુના ઉપદેશનો મહિમા છે.
ક્યારેક તેઓ પ્રભુની આજ્ઞા ધારણ કરી ચાલી નિકળતા તો ક્યારેક પોતે વિહારમાં જીવોને બૂઝવીને મોક્ષ ભેગો કરી દેતા. અનાદિકાળથી સંસારના યોગે દુ:ખને ભોગવતો જીવ ગૌતમવાણીની લબ્ધિઓથી સિધ્ધલોકનો યાત્રી બની જતો. ગૌતમ આવા અપૂર્વ પ્રભાવક હતા!
એક વખત ગૌતમસ્વામી વિહાર કરતાં કરતાં રાજગૃહી નગરીના નાલંદાવાસ નામના પરામાં હસ્તિધામ નામના ઉદ્યાનમાં પધાર્યા હતા. તે પરામાં ઉદક નામનો પેઢાલપુત્ર રહેતો હતો.
તે કાળે અને તે સમયે ભગવાન મહાવીરની પરંપરાના શ્રમણ નિગ્રંર્થો સ્થળે સ્થળે વિહાર કરતા હતા, અને તે લોકો પ્રભુના ઉપદેશ અનુસાર અહિંસાધર્મનું પાલન કરવા માટે બોધ આપતા. સૌ તેને પ્રતિજ્ઞારૂપે ગ્રહણ કરતા.
રાજા વિગેરેની બળજબરીને કારણે, કોઈ ગૃહસ્થ કે ચોરને બંધનમાં નાખવારૂપ, તેવા હાલતાં-ચાલતાં જીવોની હિંસા બાદ કરતા, અને બધી હિંસાથી બચી શકાતું ન હોય તો અલ્પ પણ હિંસાથી બચી શકાય, એવી ભાવના રાખીશ અને હાલતા-ચાલતાં ત્રસ જીવોની હિંસા નહીં કરું.”
Page #116
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર ઉદક પાર્શ્વનાથની પરંપરાના નિગ્રંથ શ્રમણ હતા. વીતરાગના જૈનદર્શનના મહાવ્રતની પ્રણાલિના સિદ્ધાંતો સમાન પરંપરાને અનુસરતા હોય છે પરંતુ દેશકાળને અનુસરીને કંઈક સુધારો થતો રહે છે. પાર્શ્વનાથની પરંપરાના શિષ્યો સરળ અને ઋજુ હતા. તેથી તેમના સમયમાં ચાર મહાવ્રતોનો આચાર હતો.
૧ અહિંસા, ૨ સત્ય, ૩ અચૌર્ય, ૪ અપરિગ્રહ. મહાવીર ભગવાને કાળની વિપરીતતા અને લોકમાનસની વકતા જાણી પોતાના શુદ્ધજ્ઞાન વડે ચોથું મહાવ્રત બ્રહ્મચર્ય આપ્યું. અને પાંચમું અપરિગ્રહવ્રત આપ્યું. આમ ચાર મહાવ્રતને બદલે પાંચ મહાવ્રતનો આચાર થયો.
તે કાળે સ્ત્રીપણ, ગૃહ, ધન-ધાન્યની જેમ એક વસ્તુ ગણાતી હતી, એ અપેક્ષાએ સ્ત્રીનું વ્યક્તિ તરીકે અલગ અસ્તિત્વ ન હોય તેવું ફલિત થતું હતું. એક પ્રકારે તે કાળ સ્ત્રીજગત માટે અત્યંત અંધકારમય હશે ? ગમે તે હો ભગવાન મહાવીરે બ્રહ્મચર્યવ્રતના અલગ પ્રકારથી સ્ત્રીને પણ જડ સાધનોથી આત્મસ્વરૂપે અલગ માન્યતા આપી, સ્ત્રીજગતનો ઉદ્ધાર ર્યો, તેમ કહીએ તો ચાલે. અને તે ચંદનાસતીના મોક્ષ ગમનથી પ્રમાણિત થાય છે.
જોકે ભગવાન મહાવીરના શાસનમાં સ્ત્રીનું સ્થાન તો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત આત્મા સુધીનું હતું, અને તેમના શાસનમાં પ્રગટ થતું રહ્યું. ચંદનબાળા, મૃગાવતી જેવી સતી સ્ત્રીઓએ મોક્ષને સાધ્ય ર્યો હતો. અગાઉ તીર્થંકરના સમયમાં પણ એમ થયું હતું.
જો કે જૈન પરંપરામાં આ પ્રણાલિ તો અનાદિકાળથી પ્રવાહિત રહી છે. પરંતુ સામાજિક રીતે સ્ત્રીજગતમાં અંધકાર વ્યાપી ગયો હતો તેને ભગવાન મહાવીરે આ પ્રયોગથી દૂર કર્યો તે તેમની કરુણા દૃષ્ટિનું પ્રદાન છે. ઉદક તર્કશીલ અને તિક્ષ્ણ બુદ્ધિવાળા હતા. ભગવાન મહાવીરની
૯૫
Page #117
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર પરંપરાના શ્રમણ નિગ્રંથો દ્વારા અહિંસાધર્મના આ પ્રચાર અને આચારમાં તેમને કંઈ ક્ષતિ લાગતી હતી, તેથી તેઓ વિચારતા હતા કે જો ભગવાન મહાવીર જેવા કોઈ સમર્થશાની નિગ્રંથ મળે તો આ બાબતમાં તેઓ તેમની પરંપરાનો દોષ બતાવી શકે.
યોગાનુયોગ ગણધર ગૌતમ નાલંદાવાસન ઉદ્યાનમાં બિરાજમાન છે તેવા સમાચાર ઉદકે જાણ્યા, અને તેઓ તરત જ તેમને મળવા ગયા. ઉદકના મનમાં તો એમ હતું કે પોતે ગૌતમસ્વામીને તેમની પરંપરાનો દોષ બતાવી એક મહાન કાર્ય કરવાનો યશ મેળવશે.
ઉદકે ગૌતમસ્વામીને કહ્યું કે, તમારા શમણ નિગ્રંર્થો આ રીતે અહિંસાનો પ્રચાર કરે છે તેમાં ગૌણપણે હિંસાનો દોષ રહેલો છે અમુક રીતે ત્રસ જીવોની હિંસા બાદ કરતાં આ વાક્ય છે તેમાં હિંસા ગર્ભિત
ગૌતમસ્વામી તો જ્ઞાની હતા. ભગવાન મહાવીરના શાસન અને સિદ્ધાંતને યથાર્થ રીતે જાણતા હતા. સૌમ્ય સ્વભાવી અનાગૃહી ગૌતમસ્વામીએ શાંત અને સ્વસ્થ અને ઉદકની વાત સાંભળી અને તેમને સત્ય સમજાવવા પ્રયત્ન કર્યો.
હે ઉદક ! નિગ્રંર્થ શ્રમણ મહાવ્રત ધારી છે, તે પ્રાણને પણ અહિંસા પાળે છે. શાસનની પ્રણાલિના રક્ષણ માટે પણ અહિંસાધર્મને સેવે છે. એક જંતુને મારવાના નિમિત્તે જોતાં પોતાના પ્રાણનો ત્યાગ કરે છે. તેવા નિગ્રંર્થને હિંસાના ભાવ હોય નહિ, તેથી તમારું તેમ માનવું છે તે ભૂલ છે.
વળી શ્રમણ - શ્રાવક અણુવ્રતધારી છે. તે અહિંસા, પરિગ્રહયુક્ત છે તે સર્વથા હિંસા પાળી શક્તો નથી. વળી કોઈ રાજ્યના શાસનમાં તેને યુદ્ધ આદિમાં જોડાવું પડે, ન્યાય માટે વિરોધી હિંસા પણ થઈ જાય. આમ વ્રતધારી શ્રાવક પણ સંપૂર્ણ હિંસા પાળી શકે નહિ. તેથી તેને અલ્પહિંસાના દોષથી બચવા માટે આ પ્રતિજ્ઞા જરૂરી છે, તેમાં કોઈ દોષ નથી. જેથી પ્રતિજ્ઞા ખંડનનો દોષ ન લાગે.
Page #118
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર નાના જીવની રક્ષા માટે મુનિઓએ લીધેલા અનશન, મેતાર્ય જેવા મુનિએ કૌંચ પક્ષીને બચાવવા લીધેલું મૌન, સુદર્શન શ્રાવકે રાજા પાસે અભયારાણીને માટે અભય દાનનું માંગેલું વચન વગેરે દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે.
આમ ઘણા પ્રકારે ઉદકને ભગવાન મહાવીરના શ્રમણ નિગ્રંથોના અહિંસાના ઉપદેશ ક્યનમાં નિર્દોષતા છે તેનું ભાન કરાવ્યું.
ઉદકને પોતાના વિચારમાં રહેલા દોષનો ખ્યાલ આવી ગયો અને પોતે સ્વમાનભંગ થવાથી ખિન્ન થઈ ગયો. પરંતુ અહંકાર અને કદાચહને કારણે તે ગૌતમસ્વામીના ખુલાસાથી સમ્મત ન થયો અને નિગ્રંથ શ્રમણોના દોષને આગળ કરતો રહ્યો.
સંવેદનશીલ અને કરણાઈ ગૌતમસ્વામીએ વિચાર્યું કે ઉદક પોતે અજ્ઞાનવશ કર્મનો ભાર વધારે છે, તેથી અત્યંત વાત્સલ્યપૂર્વક કહ્યું કે, હે ઉદક ! મહાનુભાવ તમે તો નિગ્રંર્થમાર્ગના અનુયાયી છો. જ્ઞાન, દર્શન, ચારિત્રના આરાધક છો. જન્મ-મરણ થી મુક્ત થવાના આરાધક છો. માટે સમજવું જરૂરી છે કે શ્રમણ નિરથની ટીકા-નિંદા કરનાર પોતાનું ભાવિ વ્યર્થ બગાડે છે.
ગૌતમસ્વામી તો માન-અપમાનથી પર હતા પણ ઉદકના મનમાં વળેલી અપમાનની ગાંઠ છૂટી નહિ, તેથી ગૌતમસ્વામી પ્રત્યે કાંઈપણ આદર ન બતાવતા ઊઠીને ચાલ્યા ગયા.
પરપીડભંજક ગૌતમસ્વામીએ ઉદક્ના મનનાં પરિણામ જાણી લીધાં. અને તેમને થયું કે જો ઉદક સમાધાન પામ્યા વગર જશે તો દુ:ખી થશે, એટલે પોતે ઊભા થયા, અને ઉદકને રોકીને અત્યંત સ્નેહ ભાવે કહેવા લાગ્યા કે, હે ઉદક ! હે ભવ્યાત્મા! કોઈ નિગ્રંથ શ્રમણ પાસેથી શંકાનું સમાધાન થાય તો આપણો ભ્રમ દૂર થાય, અને વળી જો તેના શ્રીમુખે ધર્મદેશના શ્રવણનો અવસર મળે તો એમ માનવું કે આ મારા મોટા ઉપકારી છે. સારું થયું તમે મને જમણાંથી મુક્ત ક્યું નહિ તો મારી શી અવગતિ થાત !
Page #119
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
આમ વિચારી તેમનો આદર કરી તેમને સાક્ષાત ભગવાન માની તેમની પાસે વિશેષ ઉપાસનાનો માર્ગ ગ્રહણ કરવો જોઈએ
ગૌતમસ્વામીનાં અત્યંત મધુર વાક્યોનું શ્રવણ કરીને, જાણે પિતા પુત્રને હિતનો માર્ગ બતાવતાં હોય તેવા ભાવને અનુભવી, ઉદકને ગૌતમસ્વામીની વાત સ્પર્શી ગઈ. તેમનું મન તરત જ પશ્ચાતાપયુક્ત થઈ ગયું. તેમણે ગૌતમસ્વામીને આદરભાવે કહ્યું કે ' હે ગૌતમ ગણધર ! તમે મારા સાચા હિતસ્વી છો. આજ સુધી ગર્વમાં અને ભ્રમમાં હું રાચતો હતો. મને આવી મધુરવાણીમાં સાચી હકીકત જાણવા મળી નથી. મને ક્ષમા કરશો.
આપે કહેલ અહિંસાની પ્રણાલિ યથાર્થ છે હું તેનો સ્વીકાર કરું છું, અને આપના વચનોને શ્રદ્ધાપૂર્વક ધારણ કરું છું. આપ મને આપના સંઘમાં પ્રવેશ આપો.'
આવા હતા ગૌતમસ્વામી: પ્રેમાળ, કરૂણાઈ સમતાવાન અને મધુરવચનવાળા હતા. તેમની વચનલબ્ધિ સૌને સ્પર્શી જતી અને જીવો સ્વકલ્યાણ પામતા.
વીર વજીર, વડો અણગાર ચૌદ હજાર મુનિ સિરદાર જપતાં નામ પીય જ્યકાર જ્યો ક્યો ગોતમ ગણધાર
- મનિ ચંદ.
s
:
:
Page #120
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
બે મહાન સંતોનો સંવાદ
ત્રીજા આરાના અંતમાં થયેલા ભગવાન શ્રી ઋષભદેવની નિગ્રંથ પરંપરામાં ત્રેવીસમા ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના શાસન વચ્ચે ફક્ત અઢીસો વર્ષનું અંતર હતું. આથી ભગવાન મહાવીરના કુળના ક્ષત્રિયો, રાજા અને બ્રાહ્મણો ભગવાન પાર્શ્વનાથના અનુયાયી હતા. તે સૌ ભગવાન પાર્શ્વનાથના પ્રરૂપેલા ધર્મના નિયમો પાળતા હતા, અને તત્ત્વોને સ્વીકારતા હતા.
ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ધર્મોપદેશનો પ્રારંભ કર્યો. ત્યારે તેમાં ધર્મ પ્રભાવનાની સરળતા માટે કેટલાક ફેરફાર કર્યા.
ભગવાન પાર્શ્વનાથના સમયમાં ભિલુકો રંગીન વસ્ત્રો ધારણ કરતાં. ભગવાન મહાવીરે સહજપણે વસ્ત્રનો ત્યાગ કર્યો હતો, અને ભિલુકો જીર્ણશીર્ણ વસ્ત્રનો ઉપયોગ કરતા હતા.
ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાર મહાવ્રત હતા. ચોથા અપરિગ્રહ કે પરિગ્રહપરિમાણ વ્રતમાં જર, જમીન અને જોરનો સમાવેશ થતો તેથી ચાર મહાવ્રત આ પ્રમાણે હતા. ૧. અહિંસા ૨. સત્ય ૩. અચૌર્ય અને ૪. અપરિગ્રહ.
બ્રહ્મચર્યનો સમાવેશ અપરિગ્રહમાં થતો. જર-ધન, જમીન-ઘર, ક્ષેત્ર આદિ, જોરૂ-સ્ત્રી, આમ સ્ત્રી પણ જડ પદાર્થો સાથે પરિગ્રહનું સાધન ગણવામાં આવતી. આથી મૈથુન વિરૂદ્ધ બ્રહ્મચર્યનું વ્રત અલગ માનવામાં આવતું ન હતું. અપરિગ્રહ વ્રતમાં તેનો સમાવેશ થતો. એક અપેક્ષાએ ભગવાન મહાવીરે એ સમયમાં સ્ત્રી અને શુદ્ર જાતિનો મહાન ઉદ્ધાર કર્યો એમ કહીએ તો તે અસ્થાને નથી. શુદ્રજાતિના દીક્ષીત થયેલા મુનિનો સ્વીકાર કરી તેમને સંઘમાં સમાવી લેવામાં આવતા અને ગ્રહસ્થો પણ ધર્મનો સ્વીકાર કરી શકતા હતા.
Page #121
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર સ્ત્રી જગતની અત્યંત અવગણના કે અંધકાર સમા જીવનનો ઉદ્ધાર કરવાજ જાણે ભગવાન મહાવીરે અપરિગ્રહમાંથી સ્ત્રીને, ધનાદિ જડ પદાર્થો સાથે ન ગણતા, અલગ પ્રધાનતા આપીને તેને ચેતન સ્વરૂપ મહાન તત્ત્વરૂપે અલગ સ્થાન આપ્યું અને અપરિગ્રહ વ્રતમાંથી સ્ત્રીના વ્યક્તિત્વને પ્રધાનતા આપી બ્રહ્મચર્યવ્રતની પ્રરૂપણા કરી
ભગવાન મહાવીરના સમયના જીવોની સામાન્ય ચેષ્ટાઓ વક અને જડ મનાય છે. તેથી પણ બ્રહ્મચર્ય વ્રતની નિષ્ઠા અને પવિત્રતા જાળવવા માટે આ અલગ વ્રત અત્યંત આવશ્યક જણાય છે.
આવા ફેરફારો સામાન્ય જન-સમાજની સમજણમાં આવી શકતા નહિં, તેથી આ ફેરફારો ચર્ચાસ્પદ થવા પામ્યા હતા. અને તેથી ધર્મ પ્રભાવનામાં અનિશ્ચિતતા પ્રવર્તવા લાગી. સમજુ માનવોના મન બેચેન થવા લાગ્યા. શ્રમણો પણ ચિંતિત હતા, કે આવી ચર્ચાઓ ધર્મને હાનિ પહોંચાડશે માટે શંકાનું સમાધાન થવું અત્યંત જરૂરી છે.
એકવાર યોગાનુયોગ ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શ્રમણ કેશિકુમાર પોતાના સંઘ સાથે વિહાર કરી શ્રાવસ્તી નગરીના સિંદુક નામના ઉદ્યાનમાં પધાર્યા હતા. કેશીકુમાર શાસ્ત્રમાં પારંગત હતા, અપ્રમત્ત દશાના શ્રમણ હતા, તત્ત્વના સાચા જીજ્ઞાસુ અને સરળ સ્વભાવી હતા.
આજ સમયે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગણધર ગૌતમસ્વામી પોતાના વિશાળ સમુદાય સાથે શ્રાવસ્તી નગરીના કોષ્ટક ઉઘાનમાં ઉતર્યા
હતા.
ઈન્દ્રભૂતિ ગૌતમ અત્યંત નમ, સરળ, અને તત્ત્વ જીજ્ઞાસુ હતા. વળી તેઓ વાત્સલ્યભાવથી સૌને ઉપદેશ આપતા જન સમાજ તેમના પ્રત્યે અત્યંત સદ્ભાવ રાખતો હતો. અને તેમની અમૃતતુલ્ય વાણીથી પ્રભાવિત થતો.
યોગાનુયોગ બંને મહાત્માઓ મળતા ત્યારે નિખાલસ ભાવે ધર્મચર્ચા
૧૦.
Page #122
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
કરતા. તેમાં આચારભેદની વાતો પણ થતી. નિગ્રંથ પરંપરાના ધર્મનું તત્ત્વ અને ધ્યેય તો સમાન હતા. છતાં આચાર અને ક્રિયાનો ભેદ કેમ છે તે શંકાનું નિવારણ સૌ ઈચ્છતા હતા.
શ્રમણ કેશીકુમાર ઈન્દ્રભૂતિ ગૌતમ તાં વયમાં મોટા હતા અને મતિ, શ્રુત તથા અવધિજ્ઞાનના ધારક હતા.
ઇન્દ્રભૂતિ ગૌતમ મતિ, શ્રુત અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાન એમ ચાર જ્ઞાનના સ્વામી હતા. વયમાં નાના હતા, પરંતુ વિદ્યમાન તીર્થંકર ભગવાનના પટ શિષ્ય હતા અને મોટા સમુદાયના ગણધર હતા છતાં તે ઓ અત્યંત સરળ અને વિનમ્ર હતા.
શિષ્યવૃંદમાં થતી ચર્ચાઓના કારણે ગૌતમ સ્વામીએ વિચાર્યું કે, ભલે કેશીકુમાર જ્ઞાનમાં અલ્પતા છે, પણ વયોવૃદ્ધ છે તેમજ વડીલ છે, માટે મારે તેમને મળવા જવું જોઈએ. આથી તેઓ પોતાના કેટલાક શિષ્યો સાથે કેશીકુમારને મળવા સિંદુક વનમાં પહોંચી ગયા.
શ્રમણ કેશીકુમારે ગૌતમસ્વામીને આવતાં જોયાં, કે તુરતજ અત્યંત વિનમ્ર ભાવે તેમની સામે ગયા, અને તેમનું અને તેમના શિષ્ય સમુદાયનું હાર્દિક સ્વાગત કર્યું.
બંન્નેના સ્વભાવમાં સહજતા હતી, સાચી જીજ્ઞાસાવૃત્તિ હતી. તેમને કોઇ વાદ વિવાદ કરીને અન્યોઅન્ય, જય પરાજય કરવાનો કોઇ ઉદ્દેશ ન હતો. બંન્નેના પવિત્ર મનોભાવથી વાતાવરણ પણ જાણે ઉલ્લાસમય બની ગયું. સહજપણે ધર્મચર્ચાની શરૂઆત થઈ.
વિનયશીલ શ્રમણ કેશીકુમારને ગૌતમસ્વામી પ્રત્યે અત્યંત આદર સહિત પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા માંગી. કેશીકુમાર શ્રમણ : "હે પૂજય ! ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતોના ધર્મનું નિરૂપણ કર્યું હતું. તેમનો સમુદાય આજ સુધી ચાર મહાવ્રતો પાળતો આવ્યો છે, અને ભગવાન મહાવીરે વર્તમાન પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી આવો ફેરફાર શા માટે કર્યો ?”
૧૦૧
Page #123
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર ગૌતમસ્વામી : “હે કેશીકુમાર ! તમારો પ્રશ્ન યોગ્ય છે. તમે જાણો છો કે બન્ને ભગવાનના ઉપદેશનું પ્રયોજન તો મોક્ષમાર્ગનું છે. આચરણમાં જે વ્યાવહારિક ફેરફાર કર્યો છે, તે દેશકાળને લક્ષમાં રાખીને કર્યો છે. આ કાળના માનવોનો સ્વભાવ ભગવાન પાર્શ્વનાથના સમય જેવો સરળ નથી. તેમની બુદ્ધિ જડ છે અને પ્રવૃત્તિ વક છે તેથી આચારના શુદ્ધ પાલન માટે ફેરફાર ક્યું છે.
ભગવાન પાર્શ્વનાથના સમયમાં અપરિગ્રહના વ્રતમાં સાધકો સહજપણે સ્ત્રીનો ત્યાગ અર્થાત્ બ્રહ્મચર્યને ધારણ કરી લેતા, પણ આ કાળના સાધકો બુદ્ધિને જોડી કંઈ છૂટછાટ લે તો વ્રતનો ભંગ થાય, તેથી બ્રહ્મચર્ય વ્રતનો અલગ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તાત્વિક દૃષ્ટિએ તો બંનેનો હેતુ કેવળ નિગ્રંથ માર્ગને અનુસરવાનો છે અને આત્માની વિશુદ્ધિ માટે છે.”
કેશીકુમાર શ્રમણનું અને તેમના સમુદાયનું શંકાનું નિવારણ થતાં સૌ પ્રસન્ન થયા.
ગૌતમસ્વામીની ગંભીરતા જ્ઞાન પ્રતિભા અને નિખાલસતાથી પ્રભાવિત થઈને કેશીકુમાર શ્રમણના ચિત્તમાં ઉદ્ભવતા કેટલાક પ્રશ્નો તેમણે પૂછયા.
કેશીકુમાર : “હે મહાભાગ! અંતરંગમાં ચાલતા વિષય અને વિકલ્પો રૂપી શત્રુઓની વચમાં રહીને પણ આપે તેમને કેવી રીતે પરાજિત કર્યા હતા?
ગૌતમસ્વામી : “હે શ્રમણ ! સૌ પ્રથમ એ સર્વ દુશ્મનોનો રાજા જે મોહ હતો તેણે મેં પ્રથમ પરાજય આપ્યો હતો જયાં મન વશમાં આવ્યું કે કષાય અને વિષય વશ થાય છે. આમ મન વશ કરતાં કોઇ શત્રુ આપણને હરાવી શકતો નથી, તેથી આત્મવિકાસ શકય બને છે.”
કેશીકુમાર : “છતાં હે ગૌતમસ્વામી! મન રૂપી ઘોડો લગામ તોડીને
૧૦૨
Page #124
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર ખોટે માર્ગે દોડી જાય છે ત્યારે તેના પર કેવી રીતે કાબુ મેળવી શકાય?
ગૌતમસ્વામી : “હે શ્રમણ ! મન રૂપી ચંચળ અને તોફાની ઘોડાને પ્રથમ શ્રુતજ્ઞાનના આધારે ગુરુની કૃપા વડે કાબુમાં લેવો. ત્યાર પછી આત્મજ્ઞાન પ્રાપ્ત થયે તેને કાબુમાં લઈ શકાય છે. પછી તેને ધર્માચરણમાં જોડતા તેના સર્વ તોફાનો શમી જાય છે."
કેશીકુમાર : “હે મહાનુભવ ! જન્મ, જરા અને મરણના અનાદિના પ્રવાહમાં તણાઈ જતાં જીવને કોણ બચાવી શકે?
ગૌતમસ્વામી : “હે શ્રમણ ! આ સંસારના અનાદિના જન્મ આદિ પ્રવાહથી બચાવનાર એક માત્ર સર્વજ્ઞના પ્રરૂપિત ધર્મનું શરણ છે. વિનશ્વર એવા આ સંસારથી બચાવનાર શુદ્ધ ધર્મ છે તેમ જાણવું.
કેશીકુમાર : “આ સમસ્ત સંસાર કર્મરૂપી બંધનથી જકડાએલો છે તે બંધનોથી મુક્ત થવાનો માર્ગ તમે કેવી રીતે શોધ્યો?”
ગૌતમસ્વામી : “આ સંસારમાં બંધન રૂપ જીવનું અજ્ઞાન અને મોહ છે. વળી સંસારના પદાર્થોમાં આસક્તિ, સ્ત્રી આદિમાં સ્નેહ, પરિગ્રહની મૂછમાં જીવ બંધનથી ફસાય છે. મેં પ્રથમથી જ તે બંધનોને છોડવાનો સત્યપુરૂષાર્થ કર્યો હતો. અને ભગવાનના બોધને ગ્રહણ કરીને કર્મ બંધનોથી હું મુક્ત થઈ મારો આત્મવિકાસ સાધી રહ્યો છું
કેશીકુમાર : અંતરના ઉંડાણમાં રહેલા સૂક્ષ્મ દોષોનો ઘણો પ્રભાવ હોય છે. તે વિષવેલ જેવા હોય છે તેને જડમૂળથી આપે કેવી રીતે છેદી નાંખ્યા?
ગૌતમસ્વામી : “હે શ્રમણ ! પૂર્ણતા કે વીતરાગતા પામતાં પહેલાં આપણા મનમાં સૂક્ષ્મ દોષો કે કષાયો તે વિષવેલ છે. તે આપણી મોક્ષરૂપ સાધનાને નષ્ટ કરી નાંખે છે, અને જીવ પાછો સંસાર સાગરમાં ડૂબે છે. પરંતુ જે વીતરાગમાર્ગ અને પ્રભુની આજ્ઞાઓ આરાધ છે તે એ વિષવેલને જડમૂળથી ઉખેડીને મુક્ત થઈ જાય છે. તેમ હું તેવી વિષવેલ રૂપ આશા
૧૦૩
Page #125
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર તૃષ્ણાથી મુક્ત થઈ સુખપૂર્વક વિચરું છું.
કેશીકુમાર: હે ગૌતમ! હૃદયમાં ઉડે ઉડે કોઈ સર્વનાશ કરવાવાળો અગ્નિ જીવના સુખ-શાંતિને હરી લે છે. તેવા અગ્નિને કેવી રીતે શાંત કરવો?
ગૌતમ : હે શ્રમણ ! એ અગ્નિ એટલે જ કોંધાદિ કષાયો છે. તે જ્ઞાન, બાન, શીલ અને વૈરાગ્યના જળ સિંચનથી શાંત થાય છે. - ગૌતમસ્વામી તરફથી સંતોષજનક જવાબ મળતા તેમની સૌમ્ય અને પવિત્રવાણીથી સૌની શંકાનું સમાધાન થયું. સૌના અંતરમાં પ્રકાશ પથરાઈ જતાં કેશીકુમાર અને તેમના શમણ સમુદાયે ભગવાનના પાંચ મહાવ્રતનો સ્વીકાર કરી તેમના આચારમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા
જ્ઞાનીઓના મત એક હોય છે. આમ બંને મહાન શ્રમણોના મિલને ધર્મની પરંપરામાં ઐક્યતાનો અભૂત પાઠ શીખવી દીધો
શાન બલ તેજ ને સકલ સુખસંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે. અખંડ પ્રચંડ પ્રતાપ હોય અવનીમાં, - સુર નર જેહને શીશ નામે
- સૌભાગ્યવિજ્યજી
૧૦૪
Page #126
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગૌતમસ્વામી અને અતિમુક્તક
તે કળે, તે સમયે ગ્રામાનુગ્રામ વિચરતાં ભગવાન મહાવીર સંઘ સહિત પોલાસપુર નગરમાં પધાર્યા. તેમની સાથે તેમના અનન્ય ભક્તિપરાયણ શિષ્ય ગૌતમ હતા. ભગવાન મહાવીર તો પૂજનીય અને સન્માનનીય હતા, પણ તેમનું કૃપામૃત પામીને ગૌતમ પણ જનસમાજમાં સન્માનનીય અને આદરણીય હતા.
ગણધરોમાં મુખ્ય, હજારો શિષ્યના ગુરુ, સંઘના નાયક, લબ્ધિયુક્ત ગૌતમસ્વામીની પ્રતિષ્ઠા અદ્રિતીય હતી. ભગવાનની દેશના સાંભળવા આવતા રાજ, મહારાજાઓ, નગરપતિઓ અને પૂરો સંઘ સૌ ગૌતમસ્વામીને સન્માન આપતા પરંતુ તેઓ નિરહંકારિતાનો અજોડ આદર્શ હતા. ફળ બેઠાં પછી આંબો ઝૂકે, તેવું તેમના જીવનમાં ચરિતાર્થ થયું હતું.
નાનાં મોટાં સૌની સાથે નિસ્પૃહભાવ છતાં વાત્સલ્યપૂર્ણ તેમનો વ્યવહાર જનમાનવ માટે સુલભ હતો. તેઓ શુધ્ધ ચારિત્રથી, પવિત્ર ગુણોથી રિદ્ધિ-સિદ્ધિઓ વડે મહાન હતા છતાં તેમની મહાનતા કોઈને તાપ ઉપજાવતી ન હતી પણ શીતળતા આપતી હતી. પરમાત્મા પ્રત્યેના તેમના અનન્ય અનુરાગે અહંકાર અદૃશ્ય થઈ ગયો હતો. કેવળ સરળ અને મૃદુ વ્યક્તિત્વ તેમનું સ્વરૂપદર્શન કરાવતું હતું.
આવા ગૌતમસ્વામીના પરિચયમાં આવીને જીવો ધન્ય બની જાય તેમાં શું આશ્ચર્ય છે!
ભગવાન અને ભક્તના આ યુગલનો જે નગરમાં વાસ હતો તે નગરનો રાજા વિજય હતો, તેને શ્રીદેવી નામે શીલવાન રાણી હતી. તેને એક અતિમુક્તક નામે સુકોમળ રાજકુમાર હતો. રાજ પરિવારમાં સૌને તેના પર અત્યંત સ્નેહ હતો. અતિમુક્તકના ગુણો પણ સૌને આકર્ષણ થાય તેવા હતા.
૧૦૫
Page #127
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ નાણા ભંડાર
એકવાર ગૌતમ ગણધર પોલાસપુરના રાજમાર્ગેથી ભિક્ષા માટે જઈ રહ્યા હતા. તે રાજમાર્ગ પર આવેલા ઈન્દ્રસ્થાન નામના મેદાનમાં રાજકુમાર તેના મિત્રો સાથે બાલક્રીડામાં પ્રવૃત્ત હતો. રમત પણ બરાબર રંગમાં જામી હતી, એ જ સમયે ગૌતમ ગણધર ઈન્દ્રસ્થાન મેદાન પાસેથી પસાર થતા હતા. અચાનક અતિમુક્તક રાજકુમારની દૃષ્ટિ તેમના પર પડી. આ પહેલાં તેણે આવા અનિવેશમાં કોઈ સાધુને જોયા ન હતા. આથી તેને આશ્ચર્ય થયું.
વિશિષ્ટ શ્વેતાંબર ધારી. કરમાં ભિક્ષાપાત્ર નીચી નજરે ચાલતાં
ગૌતમ ગણધરને જોતાં રાજકુમારને મોટું કુતૂહલ થયું. તે એકધારી દૃષ્ટિથી તેમને જોતો જ રહ્યો અને કેમ જાણે ગૌતમસ્વામીની સરળ મુખમુદ્રા સામેથી તેની નજર દૂર થતી ન હતી. તે રમતને છોડીને તેમની નજીક આવ્યો. અને વિનય સહ પૂછવા લાગ્યો :
હે મહાપુરુષ! આપ કોણ છો?
શા માટે નગરમાં ફરી રહ્યા છો? જેવા ગૌતમસ્વામી ઋજુ અને મૃદુ હતા, તેવો બાળક પણ નિર્દોષ અને સુકોમળ હતો. તેની બાલસુલભ મધુર વાણીનું શ્રવણ કરી ગૌતમસ્વામીએ પ્રત્યુતર આપ્યો. હે! દેવાનુપ્રિય, હું શ્રમણ નિગ્રંથ છું. ભિક્ષાના પ્રયોજનથી નગરમાં ઘૂમી રહ્યો છું
અતિમુક્તક : “ભગવાન, આપ મારા નિવાસે ભિક્ષા માટે પધારો. ગૌતમસ્વામીએ સહજભાવે સમ્મતિ આપી, આથી રાજકુમાર અત્યંત પ્રસન્ન થઈ ગયો અને જાણે ચિર-પરિચિત હોય તેમ તેણે ગૌતમસ્વામીની આંગળી પકડી લીધી. વાત્સલ્યમૂર્તિ ગૌતમ પણ તેની સાથે તેના દોર્યા
૧૦૬
Page #128
--------------------------------------------------------------------------
________________
લધિ તણા ભંડાર દોરવાઈ રહ્યા. ભાવિમાં શું નિર્માણ થયું હતું?
તેઓ રાજમહેલ નજીક પહોંચ્યા ત્યાં રાણી શ્રીદેવીએ આશ્ચર્યકારી ઘટના જોઈ. મહામુનિ ગૌતમસ્વામીની આંગળી પકડી અતિમુક્તક કંઈ વાતચીત કરતો આવી રહ્યો છે. રાણી પણ ભાવવિભોર થઈ ગઈ. મહાશ્રમણ મારે આંગણે પધાર્યા, ધનભાગ્ય ! બાળકની આંગળી પકડી તપસ્વી ભિક્ષા માટે પધાર્યા કે તરત જ તે ઝરૂખામાંથી નીચે આવી. ગૌતમસ્વામીને વંદના કરી, ભિક્ષાનું પ્રદાન કરી તે પાવન થઈ ગઈ.
ભિક્ષા ગ્રહણ કરી ગૌતમસ્વામી ધર્મલાભ આપી ચાલવા લાગ્યા. પણ રાજકુમારને તો તેમના પ્રત્યે એક ગૂઢ આકર્ષણ ઉત્પન્ન થયું હતું. તેથી તે પૂછવા લાગ્યો, “ભતે ! '
હવે આપ ક્યાં જશો ?
આપનો નિવાસ ક્યાં છે?” રાજકુમારના પ્રશ્નનો જવાબ આપતા ગૌતમ બોલ્યા “હે રાજકુમાર !
તમારા નગરના ઉઘાનમાં મારા ધર્મગુરુ ભગવાન મહાવીર પધાર્યા છે, હું પણ તેમની સાથે છું.”
ગૌતમસ્વામીના સરળ સ્વભાવયુક્ત પ્રત્યુત્તરથી બાળકે નિર્ભયતાથી પૂછયું : “હે ભદંત ! તમારી સાથે ભગવાનના દર્શનાર્થે આવી શકું? ગૌતમે બાળકને સમ્મતિ આપી રાણી કંઈ વિચારે, પૂછે તે પહેલાં તો રાજકુમાર ગૌતમ ગણધર સાથે ચાલી નીકળ્યો. બંને ભગવાનની પાસે પહોંચ્યા. અહીં કોઈ પરિચયની જરૂર ન હતી.
રાજકુમારની નિર્દોષ મુખમુદ્રા કુતૂહલયુક્ત, પ્રસન્ન-દૃષ્ટિ અને વિનય તેની પાત્રતા સૂચવતાં હતાં.
ભગવાનનું અનુપમરૂપ, જ્ઞાનયુક્ત દૃષ્ટિ, પવિત્ર પ્રતિભા, અને વાત્સલ્યપૂર્ણ આવકારથી રાજકુમાર ત્યાં જ ગોઠવાઈ ગયો. રાજમહેલ વિસ્મૃત થયો. પ્રભુના વચનનું અમૃત પીતો બાળક વૈરાગ્ય પામ્યો. જે કાર્ય
૧૦૭
Page #129
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર પંડિતો કે વૃદ્ધેને માટે દુર્લભ તે આ બાળકને સુલભ કેમ થયું ?
ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનાં વાત્સલ્યે આ બાળકને સુલભબોધિ કરી લીધો. બાળકનું મન ઠરી ગયું. રાજ્ન્માર્ગ ઉપર આંગળી પકડીને ચાલતા ગૌતમસ્વામીએ ત્યારે જ બાળકના મનને હરી લીધું હતું.
રાજકુમારે પ્રભુ પાસે દિક્ષાની માગણી કરી. ભગવાને માતાપિતાની આશા લેવા સૂચવ્યું. રાજકુમારની દીક્ષાની વૃત્તિથી માતાપિતા મોહવશ ક્ષોભ પામી ગયાં. આવો સુકોમળ શિશુ દીક્ષા કેમ પાળી શકશે ? પરિષહો અને ઉપસર્ગો કેમ ખમી શકશે ?
આ તો ક્ષિત્રિય બાળક હતો. રણ મેદાનથી પાછો ન પડે, તે પરિષહ ઉપસર્ગથી કેમ પાછો પડે ? આખરે માતાપિતાની રજા મેળવી તે દિક્ષીત થયો.
ગૌતમસ્વામીના પરમાર્થ સ્નેહપાશમાં આવા કેટલાય બાળકો, યુવાનો અને રાજકુમારો તેમની ત્યાગવૈરાગ્ય પ્રધાન અધ્યાત્મસાધનાની સુધાનું પાન કરી કૃતાર્થ થયા હતા.
ત્યાગ વૈરાગ્યનો માર્ગ કઠણ મનાય છે. પણ ગૌતમસ્વામીના વાત્સલ્યનું ઝરણું એવું વહેતું કે તેમાં ભોગી, રોગી, કોમળ કે કઠણ પ્રકૃતિના જીવો આ માર્ગમાં સરળતાથી અને શીઘ્રતાથી પ્રવેશ કરતા; આ તેમની અલૌકિક લબ્ધિ હતી. !
૧ દેવ મનુષ્ય અને પશુઓ દ્રારા ધોર ઉપસર્ગ કરવામાં આવે તો પણ જે કોધથી તમ થતો નથી તેનો એ નિર્મળ ક્ષમા ધર્મ છે.
૧૦૮
૨. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યો હોય તો હું શલ્ય તથા કષાય રહિત થઈ આપની ક્ષમા માર્ગ છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
અંગૂઠે અમૃત વસે
જૈનધર્માવલંબીજનોના કંઠે આ પંક્તિ ગવાય છે. દરેક પોતાના વાંછિતની પ્રાપ્તિ પ્રમાણે તેનું અર્થઘટન કરે છે. જો કે ગૌતમ સ્વામીના લબ્દિભંડારનું રહસ્ય કોઈ અનેરું છે, તે કોઈ વિરલ જીવો જ પામે છે.
વિશ્વમાં થયેલા મહાન આત્માઓની વિશિષ્ટતાઓ મહાન, સુખદ, અનુમોદક અને ઉપકારી હોય છે. પણ ગૌતમસ્વામીની લબ્ધિ કહોકે વિશિષ્ટતાઓ અદ્ભુત હતી. આ પંક્તિના ભાવાર્થની કલ્પનાના મનોભાવ જ આપણને ગૌતમસ્વામીના ઐશ્વર્યનું સાનંદાશ્ચાર્ય ઉત્પન્ન કરે છે.
ઇન્દ્રભૂતિ જન્મથી જ પૂર્વજન્મના ઉત્તમ સંસ્કાર સહિત જન્મ્યા હતા, અને વિપ્રવર તરીકે તેમનું જીવન ઘણું ઊંચું હતું. ગૃહસ્થ છતાં સુખભોગ, આશા તૃષ્ણા, કંચનકામિની અને વિષયથી તેઓ ઉભુખ હતા, અનાસક્ત હતા. તેમનું જીવન વિદ્યાભ્યાસથી રંગાયેલું હતું.
તે કાળના શાસ્ત્રવિદ્ અને મંત્રપાઠી દેશપ્રદેશ ફરતી વિદ્યાપીઠ જેવું તેમનું જીવન ઉજજવલ હતું. રૂપ મળવા છતાં તેનો મદ ન હતો, બળ મળવા છતાં કોઈની સામે યુદ્ધમાં ઉતરવાનો મત્સર ન હતો, અનેક સુખ સગવડો છતાં ભોગ પ્રત્યે આદર ન હતો. તેઓ તપસ્વીજીવન જીવતા હતા.
એક કાળે શાસ્ત્રજ્ઞાનનું માન તેમને સર્વજ્ઞ તરીકે પંકાવા પ્રેરતું હતું. અને એ પણ ભગવાન મહાવીરના સાનિધ્યથી મીણની જેમ પીગળી ગયું હતું. તે પછી ગૌતમને થયેલો આવિર્ભાવ તો કેવળ નિર્મળ, સરળ, ઉદાર, વિશાળમના વાત્સલ્યપૂર્ણ, ભાવનાયુક્ત હતો.
તેમના સાનિધ્યમાં સંસારતાપથી તમ જીવો શીતળતા પામતા, અને ભવરોગ અને ભાવરાગ શમવાની યુક્તિ પ્રાપ્ત કરતા. તેમની ઉપસ્થિતિ સુવાસિત પુષ્પની જેમ આનંદ આપતી. સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે
૧૦૯
Page #131
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર સાધેલી સાધનાની ફલશ્રુતિએ અંતરંગને અજવાળ્યું હતું. અનેક લબ્ધિઓ તેમને પ્રગટ થઈ હતી. સાધુતા તો તેમને વરેલી જ હતી, પણ પૂર્વ જીવનમાં રહેલી શંકા અને લોકસંજ્ઞા પણ પ્રભુના શરણના સ્વીકારથી નષ્ટ થઈ જવાથી, નિર્મળ સાધુતા પ્રગટી હતી. આ સાધુતા એટલે તપ, ત્યાગ, વૈરાગ્ય, તિતિક્ષા, કયાની માયાની નિવૃત્તિ, કષ્ટ છતાં પ્રસન્નતાપૂર્વકનું જીવન હતું. અંતિમ સાધ્ય મુક્તિ હતું.
ઇન્દ્રભૂતિગૌતમ પાસે પૂર્વનું સામર્થ્ય, આત્મબળ કાંઈ ઓછા ન હતા, તેથી તો તેઓ પ્રભુ પાસે પહોંચી શક્યા હતા. ઝવેરીની દુકાને ઝવેરાત લેવા ઝવેરી જાય, ક્યાં શ્રીમંત જાય, તેમ પ્રભુ પાસે પહોંચવા પાત્રતા જોઇએ.
ભગવાનનું પવિત્ર શાસન પામીને, તપ, ત્યાગ, વૈરાગ્યનો સન્માર્ગ પામી ગૌતમસ્વામીની પ્રતિભા ચારે દિશાએથી પ્રગટ થવા માંડી હતી. અવિરતપણે સાધનાક્રમને સેવતા ગૌતમમાં સ્ટેજે લબ્ધિઓ પ્રગટ થઈ હતી. તેને કોઈ રત્નના ઢગલા કે સોનૈયા સાથે સરખાવી શકાય તેમ નહતી. કારણ કે આ લબ્ધિઓ નિર્મળ જીવનની નીપજ હતી. સ્વાધીન ઐશ્ચર્ય હતું.
છતાં ગૌતમસ્વામીનું લક્ષ તો એક જ હતું. કેવળ પ્રભુભક્તિ. અંતરગતપણે તેમનું ચિત્ત આત્મોપાસનાયુક્ત મુક્તિ પ્રત્યે આકર્ષાયેલું રહેતું. પરંતુ તેમની પવિત્રતાના આકર્ષણથી તેમના પ્રભુ પ્રત્યેના અનન્ય અહોભાવથી અથવા અત્યંત નિસ્પૃહ ભાવનાયુક્ત તપ તેજથી, વણમાંગી લબ્ધિને રિદ્ધિઓ તેમના ચરણમાં ઝૂકેલી હતી. કેમ જાણે તેમને પણ આ ઉત્તમ સ્થાન ગમી ગયું ન હોય ! આ મહાપુરષ દ્વારા પ્રગટ થવા તે રિદ્ધિ-સિદ્ધિઓએ પોતે જ તેમનું શરણ સ્વીકાર્યું હતું, અને છતાં ગૌતમયોગી જાણે તેનાથી સાવ વિરક્ત હતા.
છતાં તેમની લબ્ધિઓ તે કાળના જગતના જીવો માટે નિરાશામાંથી બહાર નીકળવાનો આશાનો તંતુ હતી. તેથી તો તેમના વચનનો બોધ
૧૧૦.
Page #132
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
પામી જીવ સંસારને સહેજે ત્યાગી દેતો. આશ્ચર્ય તો એ છે કે આ લબ્ધિઓ ગૌતમના કેવળ પાર્થિવ દેહને વરી હતી તેવું ન હતું. તેમનું આત્મૌપમ્ય પણ આ લબ્ધિઓએ સ્વીકાર્યુ હતું. તેથી જ આજે તેમનો દેહ આપણી સમક્ષ ન હોવા છતાં આપણે તેમના નામનો મહિમાં આત્મરૂપ ગણી તેમને સ્મરીએ છીએ.
શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર"
"ઉપર ગૌતમસ્વામીની લબ્ધિઓમાં પરમાર્થનું તત્ત્વ સવિશેષ હતું, કારણ કે વિશુદ્ધજીવનયોગ દ્વારા આ લબ્ધિઓ વગર આકાંક્ષાએ પ્રગટ થઇ હતી. ગૌતમે પ્રભુભક્તિનું ફળ ઇચ્છયું ન હતું. તેમણે ભક્તિને ભક્તિસ્વરૂપે જ રાખી હતી. તેથી તે પ્રભુના નિર્વાણ પછી મુક્ત થયા. આ ભક્તિમાં જ તેમની મુક્તિ સમાયેલી હતી.
ગૌતમસ્વામીની લબ્ધીઓનું રહસ્ય શું હતું ?
તેઓના હાથનો સ્પર્શ થતો અને જીવોના દુ:ખદર્દ દૂર થતાં. તેમના સાન્નિધ્યથી દીનતા દર થતી.
એમના મળમૂત્ર સુગંધિત અને ઔષધરૂપ હતાં.
તેમની નાડીઓ અને ઇન્દ્રીયો નિર્મળ હતી.
તેઓ આકાશગમન કરી શકતા હતા.
અન્યનાં મનન-વિચારો જાણી શકતા
અને તેમનો વચનયોગ તો જીવોનું તારણ બની જતો.
મોક્ષને પ્રયોજનભૂત યોગસાધકને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થાય છે. તે કાળમાં અને આજે પણ સાધકો કોઈવાર પોતાની સાધાનાનું અવમૂલ્યન કરી નાખે છે. આ તો મહાન ગણધર, પદધારી, ૠજુસ્વભાવી, નિર્લેપી, અનન્ય ભક્ત, આજ્ઞાંકિત શિષ્ય મહાન મનોજયી હતા. લબ્ધિ કે રિધ્ધિનાં બળો તેમને બાધક ન હતા, છતાં કોઇનું કલ્યાણ થતું હોય તો સહજપણે જગતને તેમની લબ્ધિઓની જાણકારી પણ પ્રાપ્ત થતી.
૧૧૧
Page #133
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
જગતના ભોળા લોકે તેમની એક લબ્ધિને વિશેષ જાણે છે કે તેમના અંગૂઠામાં એવી લબ્ધિ હતી કે તેના સ્પર્શ માત્રથી પાત્ર અક્ષય બની જતું.
છતાં મહાપ્રાજ્ઞ ગૌતમસ્વામીને એ લબ્ધિઓમાં કાંઈ રસ ન હતો. તેઓ જાણતા હતા કે આ લબ્ધિ પાછળ ભલે આત્મશક્તિ કામ કરતી હોય, તો પણ તે મુક્તિને સહાયક નથી. તેઓ હંમેશા ચિંતિત રહેતા કે પ્રભુના ચરણનું શરણ ગ્રહણ કરીને પ્રભુની અમૃતવાણી ઝીલીને વળી પોતાના જ ઉપદેશથી બોધ પામીને કેટલાય જીવો તેમની નજર સન્મુખ સંસાર તરી ગયાને પોતે કેમ રહી ગયા! શો દોષ છે કે મારાં ઘાતકર્મો નાશ પામતાં નથી ? તેમને આવો સંતાપ ક્યારેક થઈ આવતો ને ભગવાનને પૂછતા કે મારો શો દોષ છે?
કરુણાસાગર પ્રભુ કહેતા કે “હે ગૌતમ ! તમે મારા જેવી પદવીના સ્વામી છો; પણ તમને મારા પ્રત્યેનો પ્રશસ્ત રાગ બાધક થાય છે. મોક્ષ માર્ગ એવો તો સૂક્ષ્મ છે કે ત્યાં શુભરાગ કે પ્રશસ્તરાગ પણ બાધક થાય છે. તે રાગ દૂર થતાં તમે પણ સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરશો.”
આવા કથનથી ગૌતમ શાંત થતાં ને પ્રભુ ભક્તિમાં જ સંતોષ માનતા, ભક્તિમાં એટલા લીન થતા કે મુક્તિને ભૂલી જતાં!
એવામાં એક દિવસ તેમની અનુપસ્થિતિમાં ભગવાનની દિવ્યવાણીમાં પ્રસ્તુત થયું કે જે કોઈ ઉત્તમ સાધક પોતાની લબ્ધિઓની સહાયથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરી, ત્યાં રહેલાં ચોવીસ જનબિંબોની અપૂર્વ વંદના કરે, અને એક રાત્રી ત્યાં ધ્યાન ધરે તો તે જીવ મોક્ષને પાત્ર થઈ તદ્ભવ મોક્ષ પામે.
પ્રભુની દેશનાનું સઉલ્લાસ શ્રવણ કરી દેવો સ્વસ્થાને જતાં, આ કથન અન્યોન્ય કહેતા હતા, તે વાત ગૌતમસ્વામીના શ્રવણે પડી અને તેમનું મન કંઈક નિ:શંક થયું કે પ્રભુએ કરેલું આ નિરૂપણ એજ મારું તારણ છે. મોક્ષનો આવો સરળ ઉપાય જાણ્યા પછી કોણ
૧૧૨
Page #134
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર તેને સાધવા ન પ્રેરાય ?
આમ વિચારી આજ્ઞાધારક ગૌતમસ્વામી પ્રભુ પાસે પહોંચ્યા પ્રદક્ષિણા કરી વંદન ર્યા પછી પ્રભુ પાસે પોતાના ભાવ રજૂ કર્યા. કેવળજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા તો સર્વ ભાવિના જાણનાર હતા કે ગૌતમની આ યાત્રા અનેક જીવોના આત્માર્થનું કારણ થવાની છે. પ્રભુએ તેમને વાત્સલ્યભાવે સંમતિ આપી.
બાળસ્વભાવી નિર્દોષ ગૌતમસ્વામીનું મન નાચી ઊઠયું. અહો ! હવે તો મોક્ષ પ્રગટ થયો જ સમજો અને શીધતાથી યાત્રા માટે રવાના થયા.
ગૌતમને અષ્ટપદ પહોંચવું કંઈ કઠણ નહોતું. અનેક લબ્ધિના ભંડાર તેઓ પ્રભુ પાસેથી ઉદ્યાનમાંથી બહાર નીકળ્યા કે તરત જ આકાશગામીવિદ્યાના બળે ગણત્રીની પળોમાં અષ્ટાપદ પર્વતની તળેટીએ જઈને ઊભા રહ્યા.
તે સમયે ગિરિરાજની તળેટીમાં કોટિન, દિન અને સેવાલ નામના ત્રણ તાપસો દરેક પોતાના પાંચસો પાંચસો શિષ્યોના પરિવાર સાથે પવિત્ર ગિરિની યાત્રા કરવાના કામી હતા. તે સૌને મુક્તિની લગની લાગી હતી. પણ ગિરિરાજની ટોચે પહોંચવા તેમની પાસે લબ્ધિ ન હતી. આથી પ્રથમ તે પ્રાપ્ત કરવા તેઓએ ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી.
કોટિન અને તેમના પાંચસો ૫૦૦ શિષ્યો ઉપવાસને પારણે ઉપવાસ કરતાં અને તે સ્થાને મળતાં કંદમૂળ આદિનો આહાર કરી તપશ્ચર્યા કરી, પ્રથમ શિખર સુધી પહોંચ્યા હતા.
દિન તાપસના પાંચસો શિષ્યો તેમની સાથે બે ઉપવાસના પારણે બે ઉપવાસ કરી કેવળ વૃક્ષના પાંદડા ખાઈને પારણું કરતાં, તેઓ આ તપના બળે બીજા શિખર સુધી પહોંઆ હતા.
ત્રીજા તાપસ સેવાલ તેમના શિષ્યો સાથે ત્રણ ઉપવાસના પારણે ફક્ત સૂકી સેવાળનો આહાર કરી તપના બળે, ત્રીજા શિખરે
૧૧૩
Page #135
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તાણા ભંડાર પહોંચ્યા હતા.
હજી પર્વતની આખરી ટોચ તો ઘણી દૂર હતી. ત્યાં પહોંચવા જેટલી તેમની શક્તિ ન હતી.
આશા નિરાશામાં અટવાયેલા તેઓએ હજી પોતાનો પ્રવાસ તો ચાલુ રાખ્યો હતો, ત્યાં તેમણે તેજસ્વી ગૌતમસ્વામીને આવતા જોયા.
ગૌતમ જેવા તેજસ્વી હતા તેવા જ તપસ્વી હતા પણ પ્રભુભક્તિના બળે અંતરની પ્રસન્નતાથી તેમની કાયા સૌષ્ઠવવાળી હતી.
તાપસો વિચારમાં પડયા કે આપણા જેવા તપસ્વી કેટલાય સમયની સાધના પછી પણ હજી માંડ એક બે કે ત્રણ શિખર સુધી પહોંચ્યા છી એ, તો આ સ્થૂળકાય શ્રમણ ગિરિરાજની ટોચે કેવી રીતે પહોંચશે ? તાપસી વિસ્મયભરિત નેને જોતાં રહ્યા ને ગૌતમસ્વામી તો સૂર્યનાં કિરણનો આધાર લઈ પોતાની આકાશગામીની વિદ્યા વડે ઝડપથી ગિરિરાજ ઉપર ઊડવા માંડયા અને આખરના શિખરે પહોંચી ગયા.
આવું અદ્ભુત અકલ્પનીય દૃશ્ય જોઇ તાપસો સમજી ગયા કે આ શ્રમણ કોઈ મહાયોગક્રિયાવાળા સિધ્ધપુરુષ છે. જે કાર્યસિધ્ધિ આપણે છ-છ માસની તપશ્ચર્યા પછી પણ કરી શક્યા નથી, તે આ મહામાનવે તો ગણત્રીની પળોમાં કરી લીધી. માટે હવે જયારે તેઓ પાછા ફરે ત્યારે આપણે તેમના શિષ્ય થઈશુંજેથી આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે.
ગૌતમસ્વામી અષ્ટાપદના મંદિરમાં પહોંચ્યા અને ચાર, આઠ, દસ અને બેના કમથી ગોઠવેલા ચોવીસ તીર્થકરોની પ્રતિમાજીનાં દર્શન કરી કૃતાર્થ થઈ ગયા. તેમને માટેનો આ મોક્ષપ્રાપ્તિનો ઉપાય હતો, ને વળી તેમના ભાવ એવા નિર્મળ હતા કે તે ગિરિરાજ પર મોક્ષ પામી શકે. પરંતુ ભવિતવ્યતાનો વિપાક બાકી હતો, તેથી તેવો યોગ બન્યો નહિ છતાં તેઓ પ્રભુદર્શનથી તૃપ્ત થયા.
વળી અષ્ટાપદ પર્વતનો મહિમા જ એવો હતો કે લબ્ધિધારી કોઈક
૧૧૪,
Page #136
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર જ મુનિ ત્યાં પહોંચતા. પરંતુ રાવણ જેવા મહાવિદ્યાધરો, અનેક દેવો, અસુરોથી ગિરિરાજ પર પ્રભુનો દરબાર ભરેલો રહેતો. એ સર્વને ગૌતમસ્વામીનો યોગ પ્રાપ્ત થયો. તેઓ તેમનો ઉપદેશ સાંભળવાથી પ્રસન્ન
થયા.
ગૌતમસ્વામી પ્રભુધ્યાનમાં એક્તાન થઈ અપ્રમત્તપણે રાત્રી પૂર્ણ થયે પ્રાત:કાલે નીચે ઊતર્યા. - તળેટીમાં અને ગિરિરાજના નીચેના ભાગમાં પેલા તાપસો તો ઉત્સુકતાથી રાહ જોતાં જ બેઠા હતા, જ્યારે આ મહાયોગી આવે અને અમે તેમના શિષ્યો થઈએ. તેમની ભાવનાને અનુસરી ગૌતમ તેમની નજીક પહોંચ્યા. ત્યાં તો મુખ્ય ત્રણ તાપસો તેમના શિષ્યવૃંદ સાથે ગૌતમસ્વામીને વીંટળાઈ ગયા. તેમને વિનીતભાવે કહેવા લાગ્યા કે, હે મહાત્મા ! હે મહાતપસ્વી ! આપના દર્શનથી અમે પવિત્ર થયા છીએ, આપ અમારા ગુરુ છો. આપ અમને આપના શિષ્યો તરીકે સ્વીકારી લો. ગૌતમસ્વામીએ તરત જ પ્રભુનું સ્મરણ કર્યું કે અહો ! પ્રભુના શાસનનો કેવો મહિમા છે એકી સાથે આવા મહાત્માઓ શાસનનો સ્વીકાર કરે છે. ધન્ય છે પ્રભુના શાસનને !
પ્રભુ પ્રત્યેના અહોભાવથી જેનું તન, મન, ધન સર્વ રંગાયેલું છે તેવા ગૌતમ પોતે ગુરુપદે રહેવા કરતાં શિષ્યપદમાં સુખી હતા. આથી તેમણે કહ્યું કે, “હે તાપસો ! તમારી ભાવના ઉત્તમ છે, તમે સૌ પરમાત્મા ભગવાન મહાવીરને ગુરૂપદે સ્થાપો, તેમાં તમારું કલ્યાણ છે. તે આપણા સૌના ગુરુ છે." આ તેમનો પરમ વિનય હતો.
તાપસો સવિસ્મય ગૌતમને જોઈજ રહયા ! આવા લબ્ધિવંત મહાત્માને પણ ગુરુ હશે? આથી તેઓએ ગૌતમને પૂછયું કે, “હે ગુરુદેવ! શું આપને માથે વળી ગુરુ છે? તમે આવા લબ્ધિધારી છો તો તમારા ગુરુ તો કેવા હશે?”
ગૌતમ કહે “મારા ગુરુ તો સર્વજ્ઞાની અને સર્વદર્શી છે. અત્યંત
૧૧૫
Page #137
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અહિંસક અને વીતરાગ ભાવવાળા છે. દેવોને દર્શનીય છે. સુરેન્દ્રોને સેવનીય છે. મુનીનોને માનનિય છે. પ્રાણી માત્રને પૂજનીય છે. વિશ્વને વિવંદનીય છે.
તાપસો કહે કે અમને તેમના દર્શન કરાવી ઉપકૃત કરો.”
પરંતુ અમારી ભાવના એવી છે કે અમને આ પવિત્ર સ્થાને ભગવાનના શાસનની દીક્ષા આપવાનો અનુગ્રહ કરો.
તાપસોની યોગ્યતાને ઉત્સુકતા જોઈ ગૌતમસ્વામીએ તેઓને જૈનશાસનની દીક્ષા આપી, વળી આ તાપસી કેટલાય સમયથી લૂખાસૂકા આહાર વડે તપશ્ચર્યા કરતા હતા, તેમને શ્રી ગૌતમે પૂછ્યું કે આજે તમે કેવા પદાર્થથી પારણું કરવા ધારો છો? તમારો શો અભિગ્રહ છે?
તાપસી કહે “અમને નિર્દોષને ઉત્તમ એવા ખીરના પારણાં કરાવો.” આ પ્રદેશમાં એમ થવું અશક્ય હતું. પણ ગૌતમસ્વામીએ પોતાની લબ્ધિથી પોતાનું પાત્ર ખીરથી ભરી દીધું ને બધા તાપસોને આદેશ કર્યો કે પારણાં માટે પંક્તિમાં ગોઠવાઈ જાવ.
પછી તો અંગૂઠે અમૃત વસે એ લબ્ધિથી પાત્ર ભરાઈ ગયું ને બધાંને પારણાં થયાં
તાપસોએ પારણું કર્યું તે એક નિમિત્ત હતું. પણ તે સમયની ગૌતમગુરુની આવી અનુપમ લબ્ધિનો વિચાર કરતાં તેઓને અત્યંત અહોભાવ પ્રગટ થયો. પાંચસોએક તાપસી કે જેઓ માત્ર સૂકી સેવાળનો આહાર કરતા હતા, તેમની આવી શુધ્ધ ભાવનાથી તેમનું ઉપાદાન જાગૃત થતાં, શુક્લધ્યાનને આરૂઢ થઈ તેઓ તેજ સ્થળે એકી સાથે કેવળજ્ઞાન પામ્યા
ધન્ય તે વેળા; ધન્ય તે ઘડી
ત્યાર પછી ગૌતમગુરએ સૌ તાપસો સહિત પ્રભુ પ્રત્યે પ્રસ્થાન કર્યું. માર્ગમાં તાપસોને ધર્મોપદેશ આપતા સુખપૂર્વક સૌ વિહાર કરતા હતા. ૧૧૬
Page #138
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
વળી ગૌતમસ્વામી સૌને પ્રભુના ગુણોનું તથા પુણ્યાતિશયોનું મહાત્મ્ય સમજાવતા હતા. ત્યાં તો તેઓ સમવસરણ નજીક આવી પહોંચ્યા.
સૂકાં પાંદડાં આરોગી તપશ્ચર્યા કરનાર પાંચસોએક તાપસોએ પ્રભુના આ બાહ્ય પુણ્યાતિશયો જોયા તેની અલૌકિકતા નિહાળી, તેનું નિમિત્ત પામી તેઓના ભાવોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ થતાં તેઓ પણ શુક્લધ્યાન પર આરૂઢ થઇ કેવળજ્ઞાન પામ્યા.
હવે પછી વારો હતો ત્રીજા પાંચસોએક તાપસોનો જેઓ કંદમૂળ ખાઇને તપશ્ચર્યા કરતા હતા. ક્રમે કરીને તેઓએ સૌ ભગવાનના સમવસરણમાં પ્રવેશ કર્યો. પ્રભુના દર્શનના નિમિત્ત માત્રથી તેઓને કેવળજ્ઞાન પ્રગટ થયું.
પ્રભુના નામનો, પર્યદાનો અને દર્શનનો મહિમા અવર્ણનિય છે. આ કાળના માનવીને આવું પુણ્ય ક્યાંથી મળે ? અને કથંચિત્ મળ્યું હશે ત્યારે સંસારની ઉપાદેયતામાં જીવ ક્યાંય રાચતો હશે. ધન્ય તાપસોને ન સ્થાન, ન કાળ કોઇનોય પ્રતિબંધ નહિં, શુધ્ધ નિમિત્ત અને ઉપાદાનની શુધ્ધિથી મોક્ષ પ્રગટ થયો. જેના કર્મોનું બીજ બળેલી સીંદરી જેવું થઇને રહ્યું છે, તેમને નિમિત્ત મળતાં નિજસ્વરૂપ પ્રગટ થઇ જાય છે.
પરંતુ ગૌતમસ્વામી તો આત્મભાવનાયુક્ત મસ્ત યોગી હતા. તેમનું ધ્યાન પ્રભુમાં લીન રહેતું. તેમને ક્યાં ઉપયોગ મૂકવાનો અવકાશ હતો કે, આ તાપસો કેવો બોધ પામ્યા છે તે જાણું તો ખરો !
હવે આ સૌ ભગવાનના સિંહાસનની નજીક પહોંચ્યા હતા, એટલે ગુરુગૌતમે સૌને આશા કરીકે સૌ ભગવાનને વંદન કરી સાધુ સમુદાયની શ્રેણીમાં ગોઠવાઇ જાઓ. .
પ્રભુ; “હે ગૌતમ ! તમે કેવળીની આશાતના ન કરો.”
પ્રભુનાવચન તહત્તી ગણીને ગૌતમસ્વામી મૌન રહ્યા, અને સૌ તાપસોની ક્ષમા માંગી. સૌ તાપસો કેવળીની પર્ષદામાં ગોઠવાઇ ગયા.
આટલા અલ્પકાળમાં તાપસો કેવળજ્ઞાન પામ્યા તો શું પોતે કરેલો
૧૧૭
Page #139
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર આ પ્રયાસ પણ મોક્ષના હેતુભૂત નહિ થાય? વળી ગૌતમસ્વામીનું ચિત્ત ખેદ પામું. મોક્ષના પ્રયોજન માટે કરેલી આશાભરી યાત્રાપણ શું નિરાશામાં પરિણમશે? મારું ભવિતવ્ય કેવું હશે?
તેમના મુખપરના ઘેરા ખેદને જાણીને ભગવાને કહ્યું, “હે ગૌતમ ! તમે નિરાશ ન થાઓ, તમને નિજપદની પ્રાપ્તિ આ જ ભવમાં થશે.” પ્રભુના મુખે નિઃશંક વચન સાંભળી ગૌતમ સાક્ષાત્ પરમાત્માનો અનુભવ પામી નિ:શંક્તિ થઈ ગયા.
::::
:
::
ગૌતમ પૂછે મહાવીરને ગૌતમ પૂછે મહાવીરને, 'ઉત્તર આપો હે ભગવાન ! કૃપા કરીને કહો પ્રભુ મને, | ક્યારે મળશે કેવળજ્ઞાન 1 ,
કરી કરુણા પ્રભુ કહે છે, સાંભળ ગૌતમ દઈને ધ્યાન,
જે દિન મુજ નિર્વાણ થાશે,
સર તે દિન મળશે અને કેવળજ્ઞાન, | "બીજો ઝટપટ કેવળી થાતાં કેવળ હું જ અભાગી * કારણ કે હે ગૌતમ ! તું છે, | મુજ શરીરનો શગી.
'અંગૂઠે અમૃત વસે, લબિતણા ભંડાર; શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર.
૧૧૮
Page #140
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગુરુ શિષ્ય સંવાદ - ૧
(ગૌતમ પૃચ્છાના આધારે) અનંત લબ્ધિવંત ગૌતમગણધર પૂર્વાસ્થામાં પણ શાસ્ત્રોના પારંગત હતા. વર્તમાન અવસ્થામાં ચોથા મન:પર્યવજ્ઞાનના સ્વામી હતા. પ્રભુએ પ્રથમ ઉપદેશમાં આપેલી ત્રીપદી પર જેઓએ અનેક લોકોની રચના કરી હતી. તેઓએ જગતના જીવોના હિતાર્થે, અને પ્રભુની દિવ્યવાણીનું રસપાન કરવા અનેક પ્રશ્નો પ્રભુ સમક્ષ મૂક્યા હતા. અને ત્રિકાળજ્ઞાન વર્તી ભગવાન શ્રી મહાવીરે ભવ્ય જીવોના સમાધાન અને શ્રેયાર્થે પૂર્વાપર અવિરોધપણે તેના ઉત્તર આપ્યા હતા. પરંપરાએ આચાર્યોએ તે સૂત્રોને શાસ્ત્રબધ્ધ કર્યા હતા. તેવા એક શાસ્ત્રનું નામ છે.
ગૌતમ પૃચ્છા આ ગ્રંથમાંથી કેટલાક પ્રશ્નોનું સંક્લન કરી તથા સરળતાથી સમજાય તે માટે તેની ટૂંકી નોંધ લખવામાં આવી છે. જેનું અન્ય આચાર્યોના ગ્રંથમાંથી સંપાદન કરેલું છે.
ગૌતમપુચ્છા ગ્રંથના પ્રશ્નોત્તરો જીવને સંસારનું અને તેમાં થતાં પરિભ્રમણનું વાસ્તવિક દર્શન કરાવે છે. પ્રાયે અજ્ઞાનવશ જીવ જાણતો જ નથી કે તેને આવું કોઈ દુ:ખ ભોગવ્યું છે, ભોગવવું પડશે. કે ભોગવી રહ્યો છે. શુભયોગમાં તે નશીલા માનવની જેમ જ ભોગવૃતિમાં ફસાય છે. તેને કલ્પના પણ હોતી નથી કે તે સમયે તે એક જાળ ગુંથે છે અને તેમાં જ ફસાય છે.
આ ગ્રંથના પ્રશ્નોત્તરોના વાંચન, મનન અને ચિંતન કરવાથી જીવને વાસ્તવિક સંસારના પ્રવાહનો ખ્યાલ આવે તો જીવ નિજશક્તિ અને સત્તપુરુષાર્થ વડે મુક્ત થાય તેવો જ્ઞાનીઓનો નિશ્ચયથી ઉપદેશ છે.
૧૧૯
Page #141
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગૌતમ :
૧. જીવ નરકે કેમ જાય ?
ર. તે જ જીવ સ્વર્ગે કેમ જાય ?
૩. તે જ જીવ તિર્યંચ કેમ થાય ?
૪. તે જ જીવ મનુષ્યપણું કેમ પામે ?
સરળસ્વભાવી ગૌતમ સ્વામીએ વનયાન્વિત થઈને પૂછેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં જગતવત્સલ કરુણાસાગર ભગવાન મહાવીરે કહ્યું કે:
હે ગૌતમ ! તેં જે પ્રશ્નો પૂછ્યા છે તે સર્વ સુખ - દુ:ખરૂપ, શુભાશુભ પરિણામો, એક જ જીવ પોતાના કરેલા કર્મને વશ થઈને કર્માનુસારે પામે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.
નરગતિનું કારણ ! જે જીવહિંસા આચરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, પરસ્ત્રીસેવન કરે છે, ઘણા પ્રકારના આરંભ પરિગ્રહના પાપમાં આસક્ત છે. આ પાંચે પ્રકારની વિરાધના કરે છે. તે નરકામી થાય છે.
વળી જે અત્યંત ક્રોધ કરે છે, અતિશય માની છે. માયાવી છે, પ્રપંચી અને લોભી છે, રોદ્ર પરિણામ વાળો છે સાધુજનોની નિંદાવૃત્તિવાળો છે અધર્મી છે, દુષ્ટ બુધ્ધિવાળો છે, કૃતઘ્ન છે તે પોતાના દુષ્ટ કૃત્યો અને પરિણામોને કારણે અત્યંત દુ:ખકારી એવી નરગતિને પામે છે.
નોંધ : વાચકે અહીં એક તથ્ય સમજવાનું છે કે આ ચાર પ્રશ્નો પ્રત્યેક જીવને આશ્રયીને પૂછવામાં આવ્યા છે. આ નામનો એક જીવ પ્રથમ શરીરનું આયુષ્ય પુરું થતા પોતાના જ ક્રૂર પરિણામના કારણે નરકે જાય. વળી ત્યાંથી આયુષ્ય પૂરું થતાં તે જ જીવ તિર્યંચ થાય. તે જીવ ઘણા દુ:ખ સહીને મનુષ્યપણું પામે, અને તે જીવ શુભપ્રવૃત્તિ દ્વારા અને શુભભાવને કારણે દેવલોક પામે.
૧૨૦
Page #142
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર આ સર્વ શુભાશુભભાવનું પરિણામ છે. તે શુભાશુભ કર્મનો છેદ થતાં જીવ સંસારના સર્વ પ્રકારોથી, કર્મોથી, ચાર ગતિથી સર્વથા મુક્ત થાય છે. નરકની માહિતી :
આમ તો જગતમાં મનુષ્ય પ્રાયે ચારે ગતિમાં ભ્રમણ કરે છે. પૂર્વે નરગતિમાં જઈ આવ્યો છે, છતાં ત્યાંના દુઃખને તે વિસરી ગયો છે. કારણકે તેની પાસે એવું જ્ઞાન ક્યાં છે કે પોતાના ભૂત કે ભાવિકાળને જાણી શકે ? શાસ્ત્ર પ્રમાણથી જો તે વાત જીવ સ્વિકરે તો ઉપર કહેલા પાપથી બચવા તે પ્રયત્નશીલ બને. માટે અહીં નરકની કેટલીક માહિતી પ્રસ્તુત કરી છે. નરકનું સ્થાન :
ચૌદરાજલોકપ્રમાણ આ સૃષ્ટિના નીચેના ભાગમાં સાત રજનું પ્રમાણ ક્ષેત્રમાં સાત નરકભૂમિ આવેલી છે. તેને અધોલોક કહેવામાં આવે છે.
આ સાતે પૃથ્વીઓ એકબીજાની ઉપર છત્રાકારે આવેલી છે. એના નામ પ્રમાણે તેની વિશેષતા હોય છે. ૧રત્નપ્રભા = આ પૃથ્વીમાં રત્નોની પ્રધાનતા છે. ર.શર્કરપ્રભા = આ પૃથ્વીમાં કાંકરાની પ્રધાનતા છે. ૩.વાલુકાપ્રભા = અહીં રેતીની પ્રચુરતા હોય છે. ૪.પંકપ્રભા = પૃથ્વીમાં કાદવની વિશેષતા છે. પ.ધૂમપ્રભા = આ પૃથ્વીમાં ધૂમાડો વિશેષ હોય છે. ૬નમ:પ્રભા = આ પૃથ્વી અંધકારમય છે. ૭.તમ: તમ: પ્રભા = વિશેષ અંધકારમય છે. નરકભૂમિની રચના :
રત્નપ્રભા સર્વ પ્રથમ છે. તેના પછી ઘનોદધિ, • જામેલું ગાડું પાણી જે ફેલાઈ જતું નથી. ત્યાર પછી ઘનવાત - આ વાયુ એવો સઘન છે કે
૧૨૧
Page #143
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તાણા ભંડાર ફેલાઈ જતો નથી. ત્યાર પછી તનુવાત • આ પવન ખૂબ પાતળો છે. આ પાણી કે વાયુ ફેલાતા નહિ હોવાથી એકબીજા ઉપર ધારણ થઈ રહ્યા છે. ત્યાર પછી આકશ છે. વળી પુન: બીજી પૃથ્વી, ઘનોદધિ, ઘનવાત, નવાત અને આકાશ એમ સાતમી પૃથ્વી સુધી છત્રાકારે આ ભૂમિઓ રહેલી છે.
રત્ન પ્રભા પૃથ્વી પર મનુષ્યો, તિર્યંચ ભવનપતિ વ્યંતર દેવો અને નારકો રહેલા છે. રત્નપ્રભા પૃથ્વી પૂરી નારકોના આવાસોવાળી નથી, પણ તેમના આવસોથી હજારો યોજન દૂર અન્ય જીવોના સ્થાનો છે.
જેમ એક જ નગરમાં રાજાના મહેલ વિગેરે, નાગરિકોના ઘરો, ગરીબોના ઝુંપડા અને પશુપંખી રહે તેમ રત્નપ્રભા પૃથ્વી પર ચારે પ્રકારના જીવો છે. છતાં નરકની પૃથ્વીની અંશ માત્ર અસર અન્યના સ્થાનોને થતી નથી. તેવી રીતે અન્યોન્ય ઘણા અંતરે તે તે સ્થાનો આવેલા છે. નરકના જીવોની સ્થિતિ :જન્મ: ઉપપાત જન્મ હોય છે.
જે તે પૃથ્વીના આવાસોની ભીંતમાં અશુભ પુદ્ગલોથી ભરેલી કુંભીઓ હોય છે. જેના મોં સાંકડા અને ઉદર વિશાળ હોય છે. જેમાં જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, તે કુંભીના અશુભ પુગલોને ગ્રહણ કરી શરીર રચે છે; પછી પરમાધામી દેવો કે અરસ પરસ એ સાંકડા મુખની કુંભમાંથી જીવને ખેંચે કે ટૂકડા કરીને બહાર કાઢે, તેમનું વૈધિય શરીર ભેગું થઈ જાય તે ઘણે ઉંચે ઉછળી પાછું પછડાય છે. આવા ભયંકર દુ:ખથી ગર્ભ વગર નારકો ઉ૫પાત જન્મથી ઉત્પન્ન થાય છે.
નારકોના આયુષ્ય ખૂબ લાંબા અને નિકાચિત હોય છે. તેઓ જીવવાનું પણ ઇચ્છે નહિ તેટલું દુઃખ હોય છે. તેમના શરીર પારા જેવા હોય છે. શરીરના ટૂકડા થાય, તે પુન: પારાની જેમ જોડાઈ જાય છે.
૧રર
Page #144
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અશુભ પરિણામ :- અત્યંત અશુભ હોય છે.
બંધન :- શરીર આદિ પગલે અત્યંત અશુભ હોય છે, તેમાંથી સત દુર્ગધ નીકળ્યા કરે છે.
ગતિ : ચાલવાની પદ્ધતિ. નારકીનો જન્મ અશુભથી ભરેલો છે તેથી તેમની ચાલ પણ ઉંટ જેવી કઢંગી હોય છે.
સંસ્થાન : આકૃતિ. નરકના ક્ષેત્રની અને નારીની આકૃતિ ભયંકર, ડરામણી હોય છે જે જોતાંજ ઉગ થાય.
ભેદ : નરકાવાસોની ભીંત અને નરકના શરીરમાંથી અશુભ પદાર્થો ખરતા હોય છે.
વર્ણ : તે ક્ષેત્રમાં સર્વત્ર અંધકાર હોય છે. દરેક પદાર્થો નો વર્ણ ત્રાસજનક અત્યંત કૃષ્ણ હોય છે.
ગંધ : આ ભૂમિઓ અશુચિ પદાર્થોની ભરેલી હોવાથી સદાય દુર્ગંધ છૂટે છે. રસ = આ ભૂમિના રસો અત્યંત કડવા હોય છે.
સ્પર્શ = અત્યંત ઉષ્ણ કે શીત સ્પર્શ હોય. તથા વીંછીના ડંખ કરતા પણ અધિક ત્રાસજનક હોય છે.
અગુસલધુ હલકા કે ભારે શરીરનો આ પ્રકાર અનિષ્ટ હોય છે.
શબ્દ = અત્યંત કષ્ટ અને વેદનાને કારણે તેઓ આઠંદ કરતા હોય છે. તે શબ્દો સાંભળવાથી ત્રાસ છૂટે તેવા હોય છે.
અશુભદેહ = હુંડક સંસ્થાન, અવયવોની રચના બેડોળ, વૈક્રિય હોવા છતાં અશુભ પુદ્ગલોથી ભરેલું હોય છે.
વેદના = ક્ષેત્રકૃત, પરસ્પર ઉદીતિ, પરમાધઆમી કૃત એમ ત્રણ પ્રકાર છે.
૧૨૩
Page #145
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
મૈત્રકૃત વેદના દશ પ્રકારે છે.
શીતવેદના = અતિશય ઠંડી હોય છે. કોઈ મનુષ્ય હિમશિખર ઉપર શિયાળાની રાત્રીએ ખુલ્લા શરીરે બેસે અને ઠંડી લાગે તેનાથી અનંતગણી ઠંડી હોય, નારકીને જો ત્યાં બેસાડે તો તેને ગરમી લાગે.
ઉષ્ણવેદના અત્યંત ઉષ્ણતા હોય છે. વૈશાખમાસની ગરમીમાં ભારે ભઠ્ઠીમાં ખુલ્લા શરીરે માણસ બેઠો હોય તેના કરતાં પણ અત્યંત ગરમી હોય છે. નારકને ત્યાં બેસાડે તો તેને ઠંડક લાગે.
૧,૨,૩, નરકભૂમિઓ ઉષ્ણવેદના મુક્ત છે.
૪,૫, ઘણા નારક સ્થાન ઉષ્ણ અને થોડા શીત વેદનાવાળા હોય છે. પાંચમીમાં તેથી ઉલટું છે.
૬,૭, બંને શીત વેદના હોય છે.
સુધાવેદના = આ જીવોને ક્ષુધા એટલી તીવ્ર લાગે કે પૃથ્વીનું સઘળું ધાન્ય ભક્ષણ કરી જાય, દૂધના સમુદ્રો પી જાય. આ વેદના વૃધ્ધિ પામતી જ રહે પણ ખાવાના પદાર્થો મળે નહિ.
તૃષા વેદના = પૃથ્વી પરના સર્વ સમુદ્રોનું જળ પીવા જેવી તૃષા લાગે પરંતુ તેમનો કંઠ સદા સુકાતો રહે છે.
ખણજ = છરી જેવા પદાર્થોથી ખણે તો પણ શમે નહિ. પરાધીનતા = પરમાધામી દેવની આજ્ઞા ઉપાડવી પડે.
જવર = તેમના શરીર અત્યંત ગરમ અર્થાત અત્યંત પ્રમાણમાં જવર હોય તેવા ગરમ હોય છે.
દાહ = શરીરમાં સદા બળતરા રહ્યા કરે
ભષ=વિભંગજ્ઞાન હોવાથી આગામી દુ:ખને જાણે અને પરમાધામી દેવોથી પણ ભય પામે, તથા અરસપરસ નારકોથી ભય પામે.
૧૨૪
Page #146
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર શોક = આ ક્ષેત્રમાં કોઈ સુખનું સાધન જ નથી તેથી નિરંતર શોક પામ્યા કરે.
અશુભવિક્ષિા = તેમના પુદગલો અશુભ હોવાથી તેઓ શુભ વૈકિય શરીર બનાવવા પ્રયત્ન કરે તો પણ તે અશુભ બન્યા કરે.
જેમ જેમ નીચે નીચેની પૃથ્વી આવે તેમ તેમ આ બધી અશુભતા વૃધ્ધિ પામે છે.
પરપસ્પર ઉદીરિતવેદના : પૂર્વભવના વૈરને કારણે આ જીવો પરસ્પર પૂરતાથી લડે છે. સમ્યગદૃષ્ટિ નારકોને પ્રાયે આવા ભાવ થતા નથી. નવા ઉત્પન્ન થતા નારકોને જુના નારકો કે પરમાધામીદેવ દુઃખ આપે છે.
પરમાધામીકૃત વેદના-ત્રીજી નરક સુધી નારકોને પરમાધામી દેવો અત્યંત ત્રાસ આપે છે. તેમના અવયવો ને છેદે, કાપે, ભાલાથી કાયાને વિંધ, છતાં તેમને ત્યાં કોઈ બચાવે નહિ. પરમાધામીદવોની હલકી મનોવૃત્તિ તેમના આવા દૃષ્યકૃત્યમાં આનંદ આપે છે. પછી મરીને મહાદુ:ખ ભોગવે છે.
આયુષ્ય=દસ હજાર વર્ષથી ૩૩ સાગરોપમ જેવા લાંબા અને નિકાચિત હોય છે.
આ પૃથ્વીમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, કુંડ, શહેર, ઝાડ, છોડ તથા બાદર વનસ્પતિ, વિક્લેન્દ્રિય, દેવ, મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય હોતા નથી.
ગતિ = નારકી સ્વયં એટલા દુઃખ ભોગવે છે કે પુન: નારકી થતો નથી. વળી પુણ્યના કોઈ સાધન ન હોવાથી દેવલોકમાં જતો નથી. એટલે તિર્યંચ કે મનુષ્ય થાય છે.. નરકગતિનું કારણ:
મનુષ્યાવતાર મળવા છતાં છેલ્લા શ્વાસ પર્યત સંસાર પ્રત્યેની
૧૨૫
Page #147
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
અત્યંત આસક્તિ, અભયાહાર અનંતકાય, માંસાહાર, મદિરાપાન, છળપ્રપંચી, સ્વજનોને પીડા આપવાવાળો, ધર્મ પ્રત્યે દ્રોહ કરનારો, જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરવાથી જીવ નરકાયુનો બંધ કરે છે.
હોવાંધ, મદાંધ, માયાધ, લોભધ તથા હિંસક વૃત્તિ અને પ્રવૃત્તિવાળો, કસાઈ જેવા ધંધાવાળો, વૈરવૃત્તિ દ્વારા લોકો સાથે ક્લેશ કરવાવાળો, અત્યંત દૂર પરિણામી, પરસ્ત્રીગમન કરવાવાળો, ધર્મ પ્રત્યે
ષી, વ્યસની, વિશ્વાસધાતી, વગેરે પાપકર્મોનું ઉપાર્જન કરી તે જીવી નારકી તરીકે ઉત્પન્ન થાય છે અને આવા મહાદુઃખો ભોગવે છે.
વળી તેમને વિર્ભાગજ્ઞાન હોવાથી પૂર્વ જીવનના વૈરીને જોઈને તેને અત્યંત ત્રાસ આપે છે. અનેક પ્રકારના શસ્ત્રો વિક્ર્વને અન્યોન્ય મારે છે. પરસ્પર શરીરનો ઘાત કરી કાપી નાંખે છે. અન્યોન્ય ત્રાસથી બચવા પ્રયત્ન કરે છે પણ કોઈ તેમને ત્યાં બચાવી શકતું નથી. એક બીજાનો ત્રાસ જોઈ નારકો તેમાં આનંદ માને છે. પરમાધામી દેવા માટે તો જાણે આ નારકો કોઈ કાપકૂપી, ખાંડીને કે દળીને રમવાના માટીના રમકડા જેવા લાગે છે. જેમ જેમ તેમનો ત્રાસ વધે, તેઓ બૂમો મારે તેમાં પરમાધામીને વધુ સુખ ઉપજે છે.
પૂરા આયુષ્યના કાળ સુધી એક શ્વાસોશ્વાસ જેટલો સમય પણ દુ:ખરહિત હોતો નથી.
પ્રમ ૨. તે જ જીવ મરીને સ્વર્ગે કેમ જાય?
ભગવાન : હે ગૌતમ ! જેમ જીવ દૂર પરિણામ આદિ કરીને નરકગતિ પામે, તેમ બાળપ, સંરગ સંયમાદિ દ્વારા શુભ પરિણામ વડે દેવગતિ પામી સ્વર્ગે જાય છે.” નોંધ : દેવલોકનું સામાન્ય વર્ણન : ૧) ભવનપતિ દેવો : મોટા ભવનમાં રહેવાવાળા. ૨) વ્યંતરદેવો:વન ઉપવનમાં રહેવાવવાળા. ૧૨૬
Page #148
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર ૩) જયોતિષીદેવો : સ્થિર અને ફરતા બે પ્રકારના દેલો પ્રકાશમાન વિમાનોમાં રહે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારા વગેરે. ૪) વૈમાનિકદેવો : જેમનું નિવાસ સ્થાન વિમાન છે.
જન્મ : સુખરૂપશખ્યામાં વૈકિયપુગલોને ગ્રહણ કરી નવયુવાન જેવાં શરીરનો ઉપપાત જન્મ હોય છે.
ક્ષેત્ર : ભવનપતિ તથા વ્યંતર દેવો તર્જીલોકમાં રત્નપ્રભા પૃથ્વીના વિસ્તારમાં રહે છે.
જયોતિષી દેવો : અઢી દ્રપની બહાર નિર્ચ્યુલોકથી ઉપરના ભાગમાં રહે છે.
વૈમાનિકદેવો. બાર દેવલોકની ઉપરના ભાગમાં છે. દેવલોકના આવસો અત્યંત સુંદર અને રમણીય હોય છે. શરીર : વૈક્રિય શરીર હોવાથી નાના મોટા થઈ શકે છે.
શુભપુગલોના બનેલા હોય છે. દેવોના આયુષ્ય લાંબા હોય અને નિકાચિત હોય છે.
સુખ : ભૌતિક દૃષ્ટિએ દેવલોકમાં મનુષ્યલોક કરતાં અત્યંત વૈભવના સાધનો ઉપલબ્ધ હોય છે.
ઠંડી-ગરમીના દુ:ખ, સુધા-તૃષ્ણાના દુ:ખ, રોગ કે ભોગના દુ:ખ હોતા નથી. પુણ્યભોગનું વિશિષ્ટ સ્થાન દેવલોક છે.
છતાં પોતાના વૈભવ કરતાં અન્ય દેવોનો વિશેષ વૈભવ જોઈ ઈર્ષાના કારણે તેઓ દુઃખી થાય છે. મૃત્યુ પહેલા છ માસ રહે ત્યારે કંઠમાં ધારણ કરેલી માળા કરમાવાથી, મૃત્યુના ભયથી અત્યંત દુઃખી થાય છે. વળી જે દેવો સમદૃષ્ટિ નથી તે દેવો અત્યંત ભોગવિલાસના પરિણામે મહદઅંશે એકેન્દ્રિય કે અન્ય તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે.
૧૨૭
Page #149
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
અનુત્તર વિમાનવાસી દેવો પ્રાયે એકાવનારી હોય છે. મનુષ્ય જન્મ પામી મોક્ષ માર્ગની સાધના કરી મુક્ત થાય છે.
અન્ય સમ્યગ્દષ્ટિ દેવો પોતાના સુખભોગમાંથી નિવૃત્ત થઈ તીર્થકરના જન્મ આદિ કલ્યાણકમાં જઈ ભક્તિ કરી સમકતને ઉજજવળ રાખે છે.
પ્રશ્ન ૩ ગૌતમ : તે જ જવ તિર્યંચમાં કેમ જાય! ભગવાન મહાવીરે કહ્યું કે : હે ગૌતમ!
“જે માણસ પોતાના સ્વાર્થ માટે, મિત્રનો પરિચય રાખે છે. પોતાના સ્વાર્થ માટે, મિત્રનો પરિત્યાગ કરે છે. પોતાનું કાર્ય સર્યા પછી તે મિત્રનો ત્યાગ કરે છે. પોતાના સ્વાર્થને કારણે લોભવશ મિત્રને પણ દુ:ખમાં નાંખે છે. તેનું અશુભ બોલે છે. પોતાના મનની વાત મિત્રથી છૂપાવે અને મિત્રની વાત પ્રગટ કરી વિશ્વાસઘાત કરે.”
વળી જે પ્રકૃતિથી માયાવી હોય, પ્રપંચવાળો અને નિર્દય હોય નિંદાસ માણનારો હોય તે પ્રાયે તિર્યચપણે ઉત્પન થાય છે.
સામાન્યપણે એવું મનાય છે કે પશુ-પક્ષી તે તિર્યંચ છે. વાસ્તવિક રીતે જે દેવ, મનુષ્ય કે નારક નથી તે સિવાયના સર્વ પ્રાણી તિર્યંચ છે. નિચ્છલોકમાં દ્વીપોમાં, સમુદ્રમાં તિયો હોય છે.
એકેન્દ્રિય : ફક્ત સ્પર્શેન્દ્રિયવાળા જીવો : ૧ પૃથ્વી કાય = માટી ખનીજ વગેરે ૨ અપ કાય = પાણીના જીવો ૩ તેઉકાય = અગ્નિના જીવો ૪ વાયુ કાય = પવનના જીવો ૫ વનસ્પતિકાય = નિગોદ અને પ્રત્યેક વનસ્પતિ બંને જીવો. ૧૨૮
Page #150
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર પ્રથમના ચારમાં સૂક્ષ્મ જીવો છે, જે ચગોચર નથી. સાધારણ વનસ્પતિમાં નિગોદના જીવો સોયના અગ્ર ભાગે અનંતજીવો એક શરીરમાં ભેગા રહે તેવા સૂક્ષ્મ હોય છે. પ્રત્યે કે વનસ્પતિને ફળ ફલ વગેરે એક જીવનું શરીર એક હોય પણ તમામ પ્રસિધ્ધ કંદમૂળમાં અનંતકાય જીવો છે. તેમના શરીર ચલુગોચર છે.
આ સર્વ જીવો તિર્યંચયોનિ વાળા છે.
બે ઈદ્રિય: ને સ્પર્શ અને રસ બે ઇંદ્રિયવાળા છે. શંખ, કોડા, છીપ વગેરે.
તે ઈદ્રિય : તે સ્પર્શ, રસ અને ગંધવાળા છે. કીડી, ઉધઈ, ઈયળ, મંકોડા વગેરે. “
ચઉરિદ્રિય : ને સ્પર્શ રસ, ગંધ અને ચ વાળા છે. માખી, ભમરી, વીંછી, મચ્છર, પતંગીયા વગેરે
અસંશિ પંચેન્દ્રિય તિર્યંચ : તે સ્પર્શ, રસ, ગંધ, ચ, અને શ્રોત્રન્દ્રિયવાળા છે. મન વગરના તે અસંશિ છે, સર્પ, દેડકો, માછલી, વગેરે
સંશિ પંચેન્દ્રિય તિર્યંચ : માતા પિતાના સંયોગ વડે ઉત્પન્ન થનારા તે સંજ્ઞિ છે. પશુ • પટ્ટી વિગેરે.
આ પાંચ પ્રકારના જીવો તિર્યંચગતિવાળા કહેવાય છે.
નરકગતિની દૃષ્ટિએ આ ગતિના જીવોનું દુ:ખ કંઈક અલ્પ હોવા છતાં તેઓ અત્યંત દુખવાળા છે.
નિગોદના જીવો કેઈ શસ્ત્ર આદિથી ઘાત પામતા નથી પણ તેમના જીવન મરણની વ્યવસ્થા એવી છે કે તે એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં ૧૭ થી અધિકવાર જન્મ મરણ કરે છે. અનંતકાળ એ જ સ્થાને ઉત્પન્ન થાય છે.
૧ર૯
Page #151
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ચેતન સ્વરૂપ જીવ હોવા છતાં અત્યંત અજ્ઞાનરૂપ અંધકારમય જીવન જીવે છે. તે તેમનું દુ:ખ છે.
જગત સ્થિતિના ન્યાયે એક જીવ સિધ્ધ થાય ત્યારે એક જીવ નિગોદથી છૂટકારો પામે. અને વિકાસક્રમમાં આવે.
આમ જીવના વિકાસક્રમના પ્રથમ જન્મદાતા સિધ્ધ છે.
નિગોદ પછી ચાર સૂક્ષ્મ અને બાદર એકેન્દ્રિય જીવો, તેમની દશા નિગોદ જેવી છે. છતાં પ્રત્યેક શરીરવાળા છે, અને નિગોદની જેમ અત્યંત અલ્પ વિકાસવાળા છે. ત્યાર પછી પ્રત્યેક વનસ્પતિના જીવોનો વિકાસમા છે. પરંતુ આ જીવો નિરંતર અન્યોન્ય સંઘર્ષ, બળાતા, દટાતા, ખોદતાં, ચંપાતા, એમ અનેક પ્રકારે મોટા જીવો વડે વિરાધના ને નાશ પામતા હોય છે, તેમના દુ:ખોને, વર્ણન વચનાતીત છે.
વળી તે જ સ્થિતિમાં અકલ્પનીય કાળ સુધી ઉત્પન્ન થવું અને મરવું તે દુ:ખ અસહ્ય છે. જ્ઞાન સ્વરૂપ ચૈતન્યને અત્યંત આવરણ તે મૂળ દુ:ખ છે. કેવળ દુ:ખ સહન કરીને આ જીવો ક્રમે ક્રમે વિકાસ પામે
છે.
આ સઘળા જીવો પણ તિર્યંચજાતિમાં ગણાય છે.
બેઈન્દ્રિય જીવો :- શંખકોડા આદિ જીવો પણ નિરંતર જન્મ મરણના દુ:ખને પામે છે. વળી તેમના શરીરનો અનેક પ્રકારે ઉપયોગ કરવા તેમના જીવનને નર્દયપણે ટૂંકાવી દેવામાં આવે છે. તેમનું રક્ષણ તો થતું જ નથી પણ ભક્ષણ તો અત્યંત દુ:ખદાયી છે.
તેઈન્દ્રિય જીવો : કીડી, ઉધઈ જેવી ગતિમાં જન્મ પામી, જમીનના ખોદાણ, અગ્નિ જેવા ઉપદ્રવ, અને મનુષ્યોના ખેતી વગેરેના કાર્યોમાં આ જીવો અસંખ્ય પ્રમાણમાં નાશ પામે છે. સ્વયં તેમના જીવન પણ કષ્ટદાયક હોય છે. દયાહીન માનવો તો તેમના જાણે શત્રુ હોય તેમ તેમનો અનેક પ્રકારે નાશ કરે છે.
૧૩૦
·
Page #152
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ચઉરિન્દ્રિય જીવો = સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય આ ચાર ઈન્દ્રિયોવાળા છે.
ભમરા, તીડ, મચ્છર, આદિ છે.
મનષ્યજાતિના લોકો આ જીવોનો પોતાની સુખાકારી માટે દવાઓ છાંટી નાશ કરે છે. અગર મધપૂડા જેવા પ્રકારોનો લાભ લેવા તેમને ધૂમાડા વગેરેથી મારવામાં આવે છે. બીજી અનેકરીતે આ જીવો વિરાધના પામે છે.
એકેન્દ્રિયથી માંડીને ચરિન્દ્રિય સુધીના અસંખ્ય જીવો વરસાદ, તડકો, કે અન્ય રીતે પણ નાશ પામે છે. વળી જન્મને યોગ્ય પ્રર્યામિ થતાં પહેલા પણ નાશ પામે છે.
સંશિ તિર્યંચ પંચેન્દ્રિય જીવો :- સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને થ્રોગેન્દ્રિય એમ પાંચ ઈન્દ્રિયવાળા છે. તેઓ મનવાળા છે પરંતુ મનુષ્ય જેટલી વિકસિત વિચારદૃષ્ટિ હોતી નથી.
તિર્યંચો ત્રણ પ્રકારના છે. સ્થળચર, જળચર અને ખેચર (આકાશગામી) માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થનારા ગર્ભ જ છે.
તિર્યંચો પ્રાયે અશરણ અને અનાથ છે. જે મનુષ્યોએ આ જીવોને ભક્ષ્ય માન્યા છે, તેઓ તેમના માંસ ચરબી મેળવવા તેમને અત્યંત ત્રાસ આપે છે. ઔષધીઓ બનાવવા તેમના હાડકાંનો, ચરબીનો ઉપયોગ કરવા, તથા તેમના ઉપર રાસાયણિક પ્રયોગ કરવા તેમને નિર્દયપણે ત્રાસ આપવામાં આવે છે.
અરે ! આજના આ ભારતમાં પશ્ચિમના અધિપતિઓએ પોતાને માટે નરકનું આમંત્રણ મેળવવા પીપરમિંટ અને ચોકલેટ જેવા આકર્ષણ પદાર્થો ઉત્પન્ન કરી તે દ્વારા આબાલ વૃદ્ધ સૌની હોજરીને ભ્રષ્ટ કરી છે. કારણ કે તે પદાર્થોમાં આ પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવે છે.
માનવના ભરોસે જીવનારા, રામ કે ને પ્રિય આ પશુઓ,
૧૩૧
Page #153
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર મહાવીર સ્વામીની જેના પર કરૂણા દૃષ્ટિ છે તેવા નિર્દોષ અને મૂક જાનવરોને સેંકડોની સંખ્યામાં ગોઠવી એક જ શસ્ત્ર વડે મરણને શરણ કરવામાં આવે છે. તે વખતના તેમના તરફડાટનું જ્ઞાની પણ કદાચ વર્ણન કરી ન શકે.
વસ્ત્રો બનાવવામાં, જતા, બેગ જેવા ભોગવટાના સાધનોમાં આ પ્રાણીઓની ચામડી કેવી રીતે ઉતરડાતી હશે ? તેમના શિંગડા અને વાળ લેવા માટે પણ તેમને મારવામાં આવે છે. તે દ્રશ્ય જ અકલ્પનીયા દુ:ખદાયી છે.
પક્ષીઓનું જગત પણ આવા ત્રાસથી મુક્ત નથી. આજના માનવીને તેમના માંસ તો ઠીક પણ પીંછા વગેરેનો ભોગ કરીને શું પ્રાપ્ત કરવું હશે ? તે ઉપરાંત તેમના અવયવોનો, માંસાદિનો ભોગ કરીને માનવ તેમના દુઃખને ભવિષ્યમાં પોતાનું બનાવી રહ્યો છે?
પશુ પક્ષીઓને જગતના આવા અનેકવિધ દુઃખો વર્ણનાતીત છે. વળી જંગલાના અરસપરસના વેર ભાવ પણ સર્પ નોળિયાની જેમ દુઃખદાયક હોય છે. વનમાં લાગતી દાહ, વાવાઝોડા જેવા ત્રાસ પણ કંઈ
ઓછા નથી. નરી પરાધીનતામાં તિર્યંચો જીવન ગુજારે છે. તેઓ પોતાના રક્ષણ કે પોષણ માટે કંઈ કોર્ટ કચેરીમાં દાવો માંડી શકતા નથી. તેમને માથે સતત ભય તોળાયેલો હોય છે.
ગધેડા, બળદ કે ઉટ જેવા પ્રાણીઓને જે ભાર ઉચકવો પડે છે, અને કમરની સડક પર દોડવું પડે છે, તે બિચારા મૂંગે મોઢે સહે છે. તેવા અનેક પ્રકારના દુઃખ તિર્યંચયોનિ પામીને જીવે સહન કર્યા છે. તે વાતનું વિસ્મરણ કરી માનવ આ જીવનમાં મળેલો અવસર ભૂલી પુન: તેવા દુ:ખની પ્રાપ્તિને આમંત્રણ આપે છે.
નિયંચગતિનો હેતુ : - (કરણ) ઉન્માર્ગની દેશના ... જેનાથી સંસારની વૃદ્ધિ થાય.
૧૩ર
Page #154
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ઉત્સૂત્રની દેશના - સર્વજ્ઞના વચનથી વિપરીત કહે.
સન્માર્ગનો નાશ :- જેનાથી મોક્ષમાર્ગના સાધનોને હાનિ થાય તેવો ઉપદેશ આપનાર, માયા, કપટ કરનાર, જાતિ આદિનો ગર્વ કરનાર. મનમાં શલ્ય રાખનાર, દુષ્ટ આચરણ કરનાર વગેરે દુરાચરણ કરનાર જીવો તિર્યંચ ગતિને પામે છે.
જેમ જેમ જીવ નીચેની તિર્યંચ ગતિ પામે છે, તેમ તેમ મહા દુ:ખ પામે છે. પુન: તે સ્થાનોથી વિકાસ થવામાં અનંતકાળ નીકળી જાય છે. માટે દુરાચારનો ત્યાગ કરી જીવે સદાચાર સેવી સન્માર્ગમાં આવવું.
સારાંશ કે કપટ, માયા, દંભ, વગેરે દુર્ગુણો છે. તેને સેવવાથી મનુષ્ય ગતિ મળવા છતાં જીવ પ્રાયે તિર્યંચગતિમાં જાય છે. બુધ્ધિની વક્રતાનું આ પરિણામ છે. માટે તિર્યંચો મનુષ્યોની જેમ ઉન્નત મસ્તકે ચાલી શક્તા નથી, આડા ચાલે છે.
પ્રશ્ન.૪ ગૌતમ : તે જ જીવ મનુષ્યગતિ કેમ પામે છે ?
ભગવાન : હૈ ગૌતમ ! જે જીવ સરળચિત્તવાળો હોય, નિરાભિમાની હોય, મંદ કષાયાદિવાળો હોય, સુપાત્રમાં દાન આપનારો હોય માધ્યસ્થ ભાવનાવાળો હોય, ન્યાયી હોય, સાધુત્યાગી જનોના ગુણોની પ્રંશસા કરવાવાળો હોય, અલ્પપરિગ્રહી હોય. સરળચિત્ત વાળો અને સંતોષી હોય, દેવગુરુનો ભક્ત હોય તે જીવ મરીને મનુષ્યતિ પામે છે.
ટૂંકનોંધ :
ચૌદરાજલોકની મધ્યમાં પુરુષસંસ્થાનરૂપે મનુષ્યલોક છે. સવિશેષ જંબુદ્રીપ, ધાતકીખંડ અને અર્ધો પુષ્કરદ્ગીપ છે, આ અઢીદ્રીપમાં મનુષ્યો તથા યુગલિક મનુષ્યો વસે છે.
૧૫ કર્મભૂમિ : જેમાં શસ્ત્રોનો, લેખનનો અને વ્યાપાર ઉદ્યોગ ધંધાનો વ્યવહાર છે. વળી આ ભૂમિમાં તીર્થંકરાદિનો જોગ મેળવવાથી મોક્ષમાર્ગની સાધના થઈ શકે છે. દુ:ખ મિશ્રિત સુખ હોય છે. મનુષ્ય
૧૩૩
Page #155
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા
પોતાની કરણી પ્રમાણે ચારે ગતિમાં જન્મ પામે છે.
૩૦ અકર્મભૂમિ છે : જેમાં યુગલિક મનુષ્યો રહે છે. અહીં શસ્ત્રો કે વ્યાપાર આદિનો વ્યવહાર નથી. કલ્પવૃક્ષ દ્વારા તેમના જીવનની સામગ્રી પૂર્ણ થાય છે. મહદ્અંશે સુખભોગવાળું જીવન છે. પણ આ ક્ષેત્રે મોક્ષમાર્ગની સાધના થઈ શક્તી નથી. આ જીવો સરળ હોવાથી તથા પાપજનક પ્રવૃત્તિ ન હોવાથી દેવતિ પામે છે.
૫૬ અંતરદ્વીપો છે ! જેમાં યુગલિકો વસે છે. જેની વિગત ઉપર પ્રમાણે છે.
ભંડાર
ચારે ગતિમાં મનુષ્ય દેહ મોક્ષમાર્ગની સાધનામાં બાહ્ય નિમિત્ત કારણ હોવાથી તેની ઉત્તમતા મનાઈ છે. વળી સંશીપણું- સ્પષ્ટ વિચારશક્તિ તે પણ માર્ગપ્રાપ્તિમાં નિમિત્ત કારણ છે. જેના દ્વારા જીવ પોતાના હિતાહિતનો વિચાર કરી શકે છે. તેથી દેવો પણ માનવ જીવનની અભિલાષા કરે છે.
કર્મભૂમિનો અર્થ પણ એ છે કે કર્મનો ક્ષય કરવાના બાહ્યપણે યોગ્ય નિમિત્તો, તીર્થંકરાદિનું અવલંબન કર્મભૂમિમાં મળે છે. સંયમધર્મની આરાધના ચારે સ્થાનોમાંથી ફક્ત મનુષ્યગતિમાં ઉત્તમપણે થાય છે કે જે મુક્તિનું કારણ બને છે. માટે હે ભવ્યજીવો ! આ મળેલા માનવદેહની સાર્થક્તા સમજીને કૃતાર્થ થઈ જવું તે આપણું કર્તવ્ય છે.
૧૩૪
જ્યારે તીર્થકર પોતે વિદ્યમાન નહિ ધ્યેય ત્યારે અનેક મહાપુરુષોએ અનુભવેલો મોત્રમાર્ગ તો પ્રગટ છે. તેથી ધર્મજનો આશ્વાસન લઈ સંયમમાં સ્થિર થશે. તો જે ગૌતમ ! હમણા મારી હાજરીમાં, આ ન્યાય યુક્ત માર્ગમાં એક સમય માત્રનો પણ
મા ન
Page #156
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગુરુ શિષ્ય સંવાદ - ૨
(પ્રશ્નોત્તરો શ્રી ભગવતીસૂત્રના આધારે)
ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસે શિષ્યત્વ પામ્યા હતા. ત્યાર પછી નિષ્કામ ભક્તિ દ્વારા આત્મવિશુધ્ધિના બળે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું હતું. છતાં તેઓ અત્યંત સરળ અને વિનયી હોવાથી, અનકવિધ પ્રશ્નો પૂછી પોતાના જ્ઞાનની વૃધ્ધિ કરતાં, આથી પર્મદામાં ઉપસ્થિત ભવ્યજીવોને પણ પ્રભુની કલ્યાણમયી વાણીને લાભ મળતો રહેતો.
આત્મશ્રેયને કારણભૂત આ પ્રશ્નોના કર્તા મુખ્યત્વે ગણધર ગૌતમ તો હતાં ઉપરાંત અન્ય ગણધરો, તીર્થિકો અને અન્ય જિજ્ઞાસુઓ પણ હતા. કાળક્રમે જિનવાણી ગ્રંથબધ્ધ થતાં, આ પ્રશ્નોતરોની ગ્રંથમાં રચના થઈ. તેમાં સવિશેષ શ્રી ભગવતીસૂત્રમાં હજારો પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થયો હતો. પ્રસ્તુત ગ્રંથ આગમોમાં સર્વોત્કૃષ્ટ મનાય છે. વર્તમાનમાં આ ગ્રંથની વાચના આચાર્યભગવંતો આપતા હોય છે. તેમાંથી કેટલાક પ્રશ્નોતરો અત્રે ટૂંક નોંધ રૂપે લીધા છે.
તે કાળે તે સમયે રાજગૃહ નગરીની બહાર ઇશાન ખૂણામાં આવેલા ગુણશીલચૈત્યમાં ભગવાન મહાવીર પધાર્યા હતા, ત્યારે ઇન્દ્રમહારાજાએ સમવસરણની રચના કરી. ભગવાન તેમાં વિરાજમાન થયા, ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધર આદરસહિત ઉભા થયા. અને ભગવાનની નજીક જઈ અંજિલ જોડી પ્રશ્નો પૂછતા હતા.
આરંભ. સરંભ સમારંભ વિષે
ગૌતમ : હે ભગવંત ! જીવ આત્મારંભી છે ! પરારંભી છે ? તદુભયારંભી છે કે અનારંભી છે !”
૧૩૫
Page #157
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
ભગવાન : “હે ગૌતમ ! આ સંસારમાં જીવો આશ્રવ દ્વારા પ્રવૃત્ત થઈને આત્મારંભી હોય છે. પરારંભી હોય છે. તદુભયારંભી હોય છે. મુનિજનો અનારંભી હોય છે.'
ટૂંક નોંધ : સંસારી જીવોને મન વચન કાયાના યોગ દ્વારા તથા કષાયભાવથી જે આશ્રવ થાય છે તે આરંભ છે તેના ૧૦૮ ભેદ છે.
આરંભ સમારંભ અને સમરંભ એ ત્રણ ભેદને મન વચન કાયાના ત્રણ યોગ વડે ગુણતાં ૩ ૪૩ = ૯ વળી કરવું. કરાવવું અને અનુમોદવું તે ત્રણ પ્રકારે ગુણતાં ૯ ૪૩ = ૨૭ ભેદ થયા. તેનો કોધ, માન, માયા, લોભ આ ચાર કષાય વડે ગુણતા ૨૭ ૪૪ = ૧૦૮ ભેદ આરંભના છે.
સંરંભ : માનસિકપણે સંગ્રહ કરેલા ફોધ, માન, માયા અને લોભ સંબંધી કષાયજન્ય વૃત્તિઓની વર્તના તે સંરંભ છે. રાગાદિભાવોના વિકલ્પ પ્રમાણે વૃત્તિઓનું પ્રગટ થયું તે સંરંભ છે.
સમારંભ : મનની કષાયજન્ય વૃત્તિઓથી ઉત્તેજિત થઈ અન્ય જીવોનો ઘાત કરવો, તથા પોતાના જ અધ:પતન માટે શસ્ત્રાદિ વસાવવા, કુસંગ દ્વારા અસદાચાર કરવો, વગેરેને માટે જે સામગ્રી એકઠી કરવી તે સમારંભ છે.
આરંભ : ઉપર પ્રમાણે સામગ્રી મેળવીને અન્યને પીડા આપવી કે તેના પ્રાણ હરી લેવા તે આરંભ છે.
આત્મારંભી : આ પ્રમાણે દુર્બુધ્ધિવશ આત્મા વિવશ થઈ આરંભમાં જોડાઈ કુકર્મ કરે છે. મહશે પર ઘાત કરવારૂપ દુષ્ટવૃત્તિ દુર્ભવ્ય કે અધોગામી જીવને હોય છે. તે સ્વયં પોતે જ આરંભના એ કાર્યો કરવા પ્રેરાય છે. અને પુન: દુઃખદાયી કર્મ ઉપાર્જન કરે છે.
પરારંભી : કોઈ જીવ કુસંગ દ્વારા પ્રેરાઈને અન્યની સહાયથી પરને પીડા આપવા જે આરંભ કરે છે, તે પરારંભી છે.
તદુભયાનંદી : દુબુધ્ધિવશ પોતે આરંભ કરે અને અન્ય પાસે કરાવે ૧૩૬
Page #158
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
તે તદુભયાનંદી છે.
અનારંભી : મુખ્યત્વે મુક્ત જીવો અનારંભી છે. છતાં અપ્રમત્તદશામાં વર્તતાં મુનિજનો અનારંભી છે.સાધક અવસ્થાવાળા પ્રમત્ત હોવા છતાં જેઓ ગુરુઆજ્ઞામાં રહીને શુધ્ધઅનુષ્ઠાનમાં રત છે તે અનારંભી છે. વળી ઉદયમાં આવતા કષાયજન્ય ભાવોને જેમણે સ્વાધ્યાય, જ્ઞાન બળ અને ધ્યાનબળ દ્વારા શમાવી દીધા છે, તે અનારંભી છે.
સંયમધારી હોવા છતાં જેના મન વચન કાયાના યોગો અશુભ એવા આહરાદિની લોલુપતામાં રસગારવ છે, ૠધ્ધિ સુધ્ધિઓનો આકાંક્ષી હોવાથી ૠધ્ધિ ગારવ છે, કે દેહાધ્યાસથી શાતાગારવને સેવીને જ અશુભ પ્રવૃત્તિઓ આદરે છે તે આત્મારંભી, પરારંભી કે ઉભયારંભી હોય છે.
દ્રવ્યસંયમને ગ્રહણ કર્યા પછી જો ભાવસંયમને સાધતો નથી તેવો સાધક સંરંભ આરંભ કે સમારંભથી મુક્ત નથી. અત્યંત આરંભવાળો અવિરતિ હોય છે. જો કે એકેન્દ્રિયાદિ જીવોથી લઈને સર્વ સંસારીજીવો કબાયના અલ્પાધિક ભાવવાળા હોવાથી આરંભી હોય છે.
અલ્પાયુષ્યનું કારણ
ગૌતમ ! “હે ભગવાન ! જીવો એવા કેવા કર્મો કરે છે કે જેનાથી ટૂંકું આયુષ્ય ભોગવે છે."
ભગવાન ! “હે ગૌતમ જીવાહિંસા કરવાથી અને જૂઠું બોલવાથી જીવો ટૂંકું આયુષ્ય ભોગવે છે.
વળી શ્રમણને અપ્રાસુક અને અનેષણીય (સદોષ) આહાર આપવાથી ટૂંકું આયુષ્ય ભોગવે છે.
ટૂંક નોંધ - જીવહિંસા કરનાર હિંસક છે
ક્રોધ, આવેશ કે દ્વેષવશ અન્ય જીવોનો ઘાત કરનાર અથવા અન્યની ભાવનાઓને તોડનાર હિંસક છે.
૧૩૭
Page #159
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
રાગ અથવા ટ્રેષથછી પરસ્ત્રીના શીયળને કે સતીત્વને ભ્રષ્ટ કરનાર હિંસક છે.
અત્યંત ભોગાસક્ત થઈને કે કુરતાપૂર્વક મૈથુન સેવનાર હિંસક છે. અન્યની આજીવિકાનું સાધન ધન કે વ્યાપારને હાનિ કરે કે છીનવી લે તે હિંસક છે.
અન્યને વિશ્વાસઘાત કરવો, ખોટા લેખ લખવા કે ખોટી સાક્ષી પૂરવી, અન્યની વસ્તુ ચોરીને સંતાપ ઉત્પન્ન કરવો કે કરાવવો તે હિંસક છે. અત્યંત હિંસાયુક્ત વ્યાપારાદિ કરવા તે ભાવ હિંસક છે.
રાગાદિ કષાયિક ભાવ હિંસા હોવાથી તેવા ક્લેશજનિત ભાવવાળો હિંસક છે.
કષાયવશ કે પ્રમાદવશ જીવહિંસા કરનાર અલ્પાયુષી હોય છે. વળી કર્મની પ્રણાલિ અનુસાર તે દુઃખ પામેલા જીવો પણ હિંસકના પ્રત્યે વેરભાવવાળા થાય છે. અને તેવો યોગ થતાં તે જીવો પોતાના દુઃખનો બદલો લે છે. માટે અન્યના શત્રુ બનવું તે મહાપાપ છે. દૂર પરિણામથી જેમ નરકગતિ જેવા દીર્ધકાળના દુ:ખ ભોગવવા પડે છે, તેમ આયુષ્યની અલ્પતા હોય છે, અને દુ:ખ અત્યંત ભોગવવા પડે છે.
બીજું કારણ, અસત્ય બોલનાર પણ અલ્પાયુષી હોય છે. હિંસક માનવની વૃત્તિની જેમ અસત્યભાષીની વૃત્તિ પણ દુષ્ટ હોય છે.
માયા છળ કે પ્રપંચ કરનાર પણ હિંસક પરિણામવાળો છે. અસત્ય, માયા કે લોભયુક્ત ભાવવાળો માનવ હિંસક મનાય છે.
ટૂંકમાં કોઈપણ પ્રકારના દુષ્ટ, કુર કે સ્વાર્થજનિત પરિણામો હિંસાનું કારણ બને છે, તેથી એવા પરિણામવાળો જીવ હિંસક કહેવાય છે.
હિંસક માનવનું આયુબંધ અલ્પ બંધાય છે. અને અન્ય જીવોને પીડા આપનારો હોવાથી તે તે જીવોના નિસાસારૂપ શાપ તેને લાગે છે, તેથી પ્રાપ્ત સુખોને ભોગવી શકતો નથી. ૧૩૮
Page #160
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર દાનાદિ ક્રિયાઓમાં પણ જો ઉપયોગ ન રાખે અને તે તે સ્થાનોમાં લોકો દુ:ખ પામે તો પણ તે જીવને દોષ લાગે છે.
ભગવાન : હિંસક જીવન શાપયુક્ત છે. અહિંસક જીવન સુખદાયી છે. વળી ભવસાગર તરવા માટેનું મુખ્ય સાધન સમક્તિ છે, તે હિંસક માનવને પ્રાપ્ત થતું નથી. અને સમક્તિ વગર ચારિત્ર પ્રાપ્ત ન થાય, અંતે જીવ મુક્તિથી વંચિત રહી જાય માટે હિંસકભાવ મહા દુ:ખદાયી છે.
અલ્પાયુષ મળવાનું ત્રીજું કારણ મહાવ્રતધારી સાધુજનોને દોષિત આહારાદિ આપવાથી જીવ બીજા ભાવે અલ્પાયુષી થાય છે. રત્નત્રયના ધારક પવિત્રાત્માની નિંદા કે તિરસ્કાર કરનાર પણ અલ્પાયુષી હોય છે.
ટૂંકનોંધ :- વળી લોભ, સ્વાર્થ કે માયાવશ જીવ પોતાને ધનાદિની પ્રાપ્તિ થાય એટલા માટે જો સાધુજનોની સેવા કરે તો તે પણદોષી છે.
દ્રષ્ટિરાગથી પ્રેરાઈને જે સાધુજનોની સંગતથી જીવોની હાનિ થાય તેવા આરંભ કરે તો તે પણ અલ્પાયુષી થઈ દુઃખ ભોગવે છે. અને દીર્ધાયુષી થાય તો પણ દુ:ખ ભોગવે છે.
ગૌતમ : “હે ભગવાન ! સંવરધર્મી આત્મા કોઈ કાળે કામથી અને ભોગથી લપાતો નથી. તેથી જિજ્ઞાસા થાય છે કે કામ એ શું છે? અને ભોગ શું છે?
કામ અને ભોગ રૂપી છે કે અરૂપી ? જીવ છે કે અજીવ છે ? જીવો અને અજીવોને કામ હોય છે? ભોગના કેટલા પ્રકાર છે?
ભગવાન : "હે ગૌતમ ! સંવર ધર્મનું પાલન કરવાવાળા મુનિરાજો કામ કે ભોગોથી લેવાતા નથી; કારણ કે તેઓ પાંચ સમિતિ, ત્રણ ગુમિને ધારણ કરનારા છે. બાવીસ પરિષહોને સમભાવે સહન કરનારા છે. ક્ષમાદિ દશધર્મોના સમ્યફ પ્રમાણે પાલનકર્તા છે; વળી તેમનું ચિત્ત અનિત્યાદિ બાર ભાવનાઓથી ભાવિત થયેલું છે, અને જ્ઞાનચાર આદિ પંચાચારને આચારનારા છે. બ્રહ્મચર્યનું નવવાડથી પાલન કરે છે. આવા આત્મભાવમાં
૧૩૯
Page #161
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
રમણ કરનારા મુનિરાજોથી કામ ભોગ દૂર રહે છે.”
આઉપરાંત ગૃહસ્થાશ્રમી, વ્રતધારી શ્રાવક પણ કામ ભોગથી ઉત્પન્ન થતાં આશ્રવોનો યથા શક્તિ ત્યાગ કરે છે, તે પણ સંવરમાર્ગને આરાધે છે. ઉત્તમભાવયુક્ત સામાયિક શ્રાવક માટે સંવરધર્મ છે.“
ટૂંકનોંધ :
કામ શું છે ? મન દ્વારા જે અભિલાષા કરાય તે કામ છે. આ કામ અર્થાત્ ઈચ્છાઓ અનેક પ્રકારની છે. એકેન્દ્રિયથી માંડીને પાંચે ઇન્દ્રિયોના વિષયો કામભોગ છે. માત્ર સ્પર્શેન્દ્રિયની વિષયવાસના તે કામ નથી, પરંતુ પાંચે ઇન્દ્રિયના સુખની ઈચ્છા તે કામ છે. શબ્દ અને રૂપ કામ છે. શબ્દ શ્રવણથી અને રૂપ જોવાથી કામ જાગે છે.
ભોગ શું છે ? મનથી ચિંતવેલી કામવાસનાને શરીર દ્વારા ભોગવવામાં આવે છે તે ભોગ છે. કામ અને ભોગનું જોડલું છે.
મુખ્યત્વે વર્ણ (૩પ) સ્પર્શ, ગંધ અને રસ દ્વારા ભોગ થાય છે. સામાન્ય રીતે પાંચે ઇન્દ્રિયો પોતપોતાના કામ અને ભોગમાં તીવ્ર અભિલાષવાળી હોય છે, અને તેથી તે તે કામ અને ભોગને ભોગવે છે. ઇન્દ્રિય વિષયગ્રહણ કરે છે, મન તેમાં લોલુપ થાય છે.
૧. સ્પર્શેન્દ્રિય દ્વારા પ્રત્યેક પદાર્થમાં રહેલા શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, લઘુ, ગુરુ, મૃદુ તથા કર્કશ સ્પર્શની અભિલાષા દ્વારા ઇન્દ્રિયસુખ
ભોગવે છે.
૨. રસનેન્દ્રિય દ્વારા પ્રત્યેક પદાર્થમાં રહેલા કડવા, તીખા, ખાટા,મધુર, તૂરા આદિ રસોની અભિલાષા કરી ઇન્દ્રિયસુખ ભોગવે છે.
૩. ઘ્રાણેન્દ્રિય દ્વારા પ્રત્યેક પદાર્થમાં રહેલા સુગંધ, દુર્ગંધને ભોગવે છે. ૪. ચક્ષુરિન્દ્રિય દ્વારા પ્રત્યેક પદાર્થમાં રહેલા લાલ, વાદળી, પીળા, ધોળા અને કાળા વર્ણને ગ્રહણ કરીને ભોગવે છે.
૧૪૦
Page #162
--------------------------------------------------------------------------
________________
ના
છે.
લબિ તણા ભંડાર પશ્રોત્રેન્દ્રિય દ્વારા પ્રત્યેક પદાર્થમાં રહેલા વિવિધ શબ્દને ગ્રહણ કરી ભોગવે છે. પાંચે ઈન્દ્રિયોના ત્રેવીસ વિષયોથી મન ઘેરાયેલું રહે છે.
ઈન્દ્રિયો મનને આધીન હોય છે, અને અનાદિકકાળથી કર્મવશ આત્મા મનને આધીન હોય છે; આથી જીવે અનંતકાળમાં અનંતભવોમાં અનંત પદાર્થોની અભિલાષા કરી ભોગ કર્યા છે.
આ કામભોગના સંસ્કારો આત્માના પ્રદેશો પર વ્યાપી ગયા છે, તેથી આત્માને કાપભોગોની વૃત્તિ રહ્યા જ કરે છે. આ કમ શકટચક્ર જેવો છે. આત્માને મને સાથ આપે છે, મનને ઇન્દ્રિયો સાથ આપે છે, અને મોહવશ જીવ પોતાનું સ્વરૂપ ભૂલી કામભોગને વશ થઈ તેમાં સુખ માને છે. કોઈ જીવો તો કામભોગને વશ થઈ દુરાચારો, અને ભયંકર દુષ્કૃત્યો કરી ઘોર કર્મ ઉપાર્જન કરે છે, તેને કારણે મહા દુઃખ પામે છે.
પ્રારંભમાં સુખરૂપ લાગતા, અંતમાં અત્યંત દુ:ખદાયી, આ વિષય-કામભોગોથી વિરક્ત થવાનો ઉપાય ત્યાગ અને વૈરાગ્ય છે. આ બે પારમાર્થિક સાધન વગર જીવ કામભોગોના ભરડાથી મુક્ત થાય તે અસંભવિત છે. અર્થાત્ સંવરધર્મી-સંયમમાર્ગી આત્મા કામભોગોથી વિરક્ત હોય છે.
આત્મજ્ઞાન વગરના ત્યાગ અને વૈરાગ્ય પ્રારંભમાં જીવને કામભોગ જિતાઈ ગયા છે તેવો ભ્રમ પેદા કરે છે, પણ મોહરાજાના કોઈ બળવાન સુભટનો ભેટો થતા વૈરાગ્ય મોળો પડી જાય છે. માટે જ્ઞાન સહિતના વૈરાગ્યવાન જીવ કામભોગને પરાજય આપવા સમર્થ હોય છે.
મોહરાજાના અનેકવિધ સુભટોમાંથી, કષાયજનિત દોધ, માન, માયા કે લોભના અંશનો અથવા કોઈ એકનો વિકાર પેદા થતાં, મુનિઓ પણ ચલાયમાન થાય છે. દોધવશ નિયાણું કરે, માનવશ અટકી જાય અને કરેલા ત૫-જપ સર્વને હોડમાં મૂકી સંસારની વાસનાને આધીન થઈ અધોગતિને પામે છે. વળી પાંચ ઇન્દ્રિયોને વશ થઈ, અથવા કોઈ સ્પર્શ કે રસને વશ
૧૪૧
Page #163
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર થઈ, કરેલા તપાદિને તેની અભિલાષામાં ચૂકવી દે છે કે મને તપના બદલામાં આવા સુખો મળો. આમ કામનું પ્રાબલ્ય વધી જતાં આત્માના પરિણામ શિથિલ બને છે.
કોઈપણ એક કષાયભાવનો ઉદય કે વિષયભોગની લાલસા જીવને ઘેરી લે છે, ત્યારે તે જીવ કામી થાય છે. અને જીવનું પ્રારબ્ધ કંઈ બધી કામનાઓ પૂરી થાય તેવું હોતું નથી, ત્યારે તેની આકૂળતા વધી જાય છે; અને તે જીવ વિવેકશૂન્ય થઈ, નહિ કરવા યોગ્ય કાર્ય કરી દુઃખ પામે છે.
પરંતુ સંવરધર્મી મુનિ કે વ્રતધારી શ્રાવક કામભોગને આધીન થતો નથી તેની પ્રવૃત્તિ સમક હોય છે. સમયોચિત નિવૃત્તધર્મનું આરાધન કરે છે. પ્રતિકૂળ સંયોગોમાં સમતા રાખે છે. ક્ષમા જેવા ગુણનું સેવન કરે છે. શુભભાવનાઓને ચિત્તમાં ધારણ કરે છે. બાર વ્રતનું પાલન કરે છે તે જીવો કામભોગથી પરાજય પામતા નથી.
શાશ્વત સુખનો કામી સંવર દ્વારા સુખને પામે છે.
ભગવાન : “કામ રૂપી હોય છે, કારણ કે કામની ઉત્પતિ ઈચ્છામાંથી થાય છે. ઈચ્છાનું મૂળ મોહનીય કર્મ છે; અને કર્મોપ કાર્મણવર્ગણા પુદ્ગલ હોવાથી સ્પર્શ, રસ, ગંધ અને રૂપ સહિત હોવાથી કામ રૂપી છે. જેનું મૂળ રૂપી છે તેની નિપજ રૂપી હોય. તે પ્રમાણે શરીર દ્વારા કે ઈન્દ્રિયો દ્વારા થતાં ભોગો પણ પુદ્ગલ આશ્રયી હોવાથી રૂપી છે. અરૂપી નથી. કારણ કે અરૂપી તત્ત્વના સૂક્ષ્મ કે સ્થૂલ અંશમાં સ્પર્શાદ હોતા નથી.”
કામ જીવ છે કે અજીવ ?
સંજ્ઞી એટલે મનવાળા જીવો, ભાવમન (ઉપયોગ) દ્વારા કામને વિષયભૂત બનાવે છે. ભાવમન ઉપયોગને વ્યક્ત થવાનું સાધન હોવાથી સચિત્ત છે. તેથી સંજ્ઞી જીવોનો કામ સજીવ (અચિત્ત) છે.
જ્યારે કામ અસંશ-દ્રવ્યમાનવગરના જીવોના શરીરને વિષયભૂત હોય ૧૪ર
Page #164
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર છે. તેઓ મન દ્વારા વિષયને ગ્રહણ કરતા નથી, પણ શરીર દ્વારા ગ્રહણ કરે છે, અને શરીર પૌલિક હોવાથી તેમનો કામ અજીવ (અચિત) ગણાય છે. જોકે તે જીવ શરીર દ્વારા કામને સેવે છે, પણ તેમાં જીવનું સંશાબળ રહેલું છે તેથી સચિત્ અચિની મિશ્રતા પણ માનય છે. આ પ્રમાણે ભોગ માટે જાણી લેવું.
કામ ભોગ જીવ છે કે અજીવ ?
શરીર કે ઇન્દ્રિયો દ્વારા મનના માધ્યમથી થતી કામ ભોગની વૃત્તિ અશુધ્ધ આત્માની દશા હોવાથી જીવરૂપ છે. પરંતુ ઇન્દ્રિયાદિ અજીવ હોવાથી તેના નિમિત્તતી સ્પર્શદિની કામ ભોગની ઈચ્છા તે અજીવ મનાય છે. તે રીતે ભોગમાં ઘટાવવું.
કમ-ભોગ અજીવને હોય નહિ. જીવને જ હોય; કારણકે ઈચ્છાનું ઉદ્ભવવું જીવની વિકારી દશામાં હોય છે.
જીવ જેમ ભોગો ભોગવવા સમર્થ બને છે, તેમ આત્મભાવ વડે મળેલા ભોગોનો ત્યાગ કરવા સમર્થ બને છે ત્યારે સંવરભાવને સેવતો કર્મોની નિર્ભર કરે છે. શરીરની દુર્બળતાથી ભોગો ભોગવી ન શકે તે નિર્જરા નથી, પણ જ્ઞાન અને વૈરાગ્યપૂર્વક ભોગોનો ત્યાગ કરે છે ત્યારે નિર્જરા કરવા સામર્થ્ય બને છે.
ભોગની સામગ્રી ન મળે અને મનમાં તે ભોગો પ્રત્યે લાલસા રહ્યા કરે તો તે અભોગી જણાવા છતાં ભોગી જાણવો. કામભોગની વાસના શમી ન હોય અને વૃધ્ધાવસ્થા આવે તો પણ તે માનસિક વાસનાથી કે ઇન્દ્રિયના વિષયથી વિરક્ત થતો નથી. તેથી આર્ત કે રોદ્રધ્યાનથી મરણ પામી દુર્ગતિમાં પહોંચે છે.
જ્ઞાનીપરમાત્મા કહે છે વૃધ્ધાવસ્થા જેવી નિ:સહાય સ્થિતિમાં આત્મવીર્ય પ્રવર્તતું નથી, માટે જ્યારે દેહમાં શક્તિ છે, ત્યાં સુધી આત્મભાવના પુષ્ટ કરો, અને યુવાનીમાં ધર્મનું આરાધન કરો.
૧૪૩
Page #165
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર પરમાવધિ કેવળજ્ઞાની તથા તદ્ભવ મોક્ષગામી હોવા છતાં ભગવાન મહાવીરે સર્વસંગ પરિત્યાગ કર્યો. વધતા પુરૂષાર્થ માટે સાડાબાર વર્ષનું મૌન સેવ્યું, અને કર્મની તીવ્ર નિર્જરા માટે ઉગ્ર તપશ્ચર્યા કરી અનિદ્રાપણે રહ્યા. માટે જે જીવ તરવાનો કામી છે તેણે સંસારની કામના તથા ભોગનો ત્યાગ કરવો આવશ્યક છે.
વેદનાનું વેદન અનિચ્છાપૂર્વક છે? ગૌતમ : હે ભગવાન ! અમનસ્ક - મનવગરના જીવો જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ કાયિકો તથા બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય અને સંમૂચ્છિમો - જીવો સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે, તેઓને કરેલા કર્મોને ભોગવવા પડે છે. તેઓ શું અનિચ્છાપૂર્વક વેદનાને વેદન કરે છે?
ભગવાન : હે ગૌતમ ! પૃથ્વીકાયાદિ, એકેન્દ્રિયાદિ કે સંપૂચ્છિમ જીવોનું જ્ઞાનાવરણીય કર્મ પ્રબળ ઉદયવાળું છે. તેથી તેઓ તત્ત્વની અશ્રધ્ધાવાળા છે. વળી તેમને તીવ્ર મોહનીય કર્મનો ઉદય હોવાથી તેઓ મૂઢદશાવાળા છે. અર્થાત્ તેઓ અજ્ઞાનરૂપ અંધકારને કારણે કર્મોની જાળમાં ફસાયેલા છે. તેથી કર્મોની વેદનાનું વેદના અનિચ્છાએ કરવું પડે છે.
ટૂંકનોંધ : તેઓને મનવાળા જીવો જેવું દ્રવ્ય મન નથી, પરંતુ તેમને સંજ્ઞારૂપ ઉપયોગની શક્તિ (મન) છે. એટલે તે વડે તેઓ મન વગરના હોવા છતાં વેદના, દુ:ખની ઈચ્છા ન હોવા છતાં, સુખદુ:ખની તીવ્ર વેદના ભોગવે છે. તેઓની જ્ઞાનશક્તિ અત્યંત આવરણવાળી હોવાથી શૂન્યવત્ છે.
ટૂંકનોંધ : "જીવોને આવી અત્યંત દુઃખદાયક દશા પામવાનું કારણ શું છે?
મનુષ્ય જેવા અવતાર પામીને સમ્યગદર્શન, જ્ઞાન કે ચારિત્રની
૧૪૪.
Page #166
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર વિરાધના કરનાર કે સમ્યગદર્શનાદિ રહિત જીવો મનુષ્ય હોવા છતાં વિવેકશૂન્ય થઈને, મિથ્યાત્વના ગાઢ અંધકારમાં સત્યાસત્યનો વિવેક ચૂકી જાય છે. ત્યારે જીવન પર્યત કેવળ ભોગ વિલાસમાં રાચીને એવા કર્મો ઊપાર્જન કરે છે, કે તેઓ મૃત્યુ પામીને આવા સ્થાનોમાં ઉત્પન્ન થાય છે, અને તીવ્રવેદના બોગવે છે. - મનુષ્યને પૂર્વપુણ્યના યોગે સાંસારિક સુખના સાધનો મળે છે, ત્યારે મર્યાદા ચૂકીને હિંસા અહિંસાનો, સદાચાર કે દુરાચાકનો ભેદ સમજ્યા વગર ગમે તે રીતે ભોગ ભોગવવામાં હિંસાદિ આચરે છે, તેથી અત્યંત પાપકર્મનું બંધન કરી દુઃખ પામે છે.
પ્રશ્ન : અમનસ્ક જીવો અનિચ્છાએ વેદના ભોગવે છે તેમ શું સમનસ્ક જીવો જ્ઞાનશક્તિવાળા હોવા છતાં અનિચ્છાએ વેદના ભોગવે છે?
ઉત્તર : અમનસ્ક જીવોની જેમ સમનસ્ક જીવો પણ ઉપયોગના અભાવમાં કર્મોનું વેદન કરે છે.
ટૂંક નોંધ : ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્ય પણ ઉપયોગની શૂન્ય અવસ્થામાં અર્થાત જ્ઞાનની અભાન અવસ્થામાં અનિચ્છાએ કર્મને ભોગવે છે. ચક્ષુથી પદાર્થોને જોઈ શકવા શક્તિમાન હોવા છતાં પણ પ્રકાશના અભાવે અંધકારમાં વસ્તુનું દર્શન થતું નથી, તેમ જ્ઞાન ઉપયોગના અભાવમાં અસ્થિરતાને કારણે જીવ સુખદુ:ખનું વેદન કરે છે. તે અકામ નિર્જરા છે. તેથી જૂનું કર્મ દૂર થાય છે, પણ નવા કર્મ બંધાતા જાય છે.
જ્ઞાનના અભાવમાં વર્તતો ઉપયોગ અજ્ઞાનમૂલક હોય છે, તે સમયે માણસની ખાવા-પીવાની, ગમનગમનની સર્વ ક્રિયામાં આસક્તિ અને કામભોગની વિવશતાને કારણે, એ સર્વ ક્રિયા અસાતવેદનીય કર્મના બંધનું કારણ બને છે, અને કર્મનો વિપાક થતાં, ઈચ્છા ન હોવાં છતાં તે તે કર્મની તીવ્ર વેદના જીવને ભોગવવી પડે છે, ત્યારે વળી નવા કર્મનું બંધન પણ થતું રહે છે.
૧૪૫
Page #167
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર પરંતુ જો જીવ આત્મભાવમાં ઉપયોગને સ્થિર કરે, જ્ઞાનપૂર્વક વર્તના કરે, સમ્યક પ્રકારે ચારિત્રને પાળે, તો તેની ક્રિયાઓ નિર્જરનું કારણ બને છે; કારણકે તેની સર્વક્રિયાઓ સંયમ અર્થે છે.
વળી જે પદાર્થોની પ્રાપ્તિ અસંભવ છે તેને માટે આર્તધ્યાન કરીને જીવ તીવ્ર કર્મબંધ કરે છે, અને અંતે દુઃખ પામે છે. માટે ભગવાન કહે છે કે એવા દુધાનને છોડીને સંયમ માર્ગ ગ્રહણ કર જેથી સાચા સુખની પ્રાપ્તિ થાય.
આત્માના ભેદ વિષે ગૌતમસ્વામી : હે ભગવાન! આત્મા કેટલા પ્રકારના છે!" ભગવાન : હે ગૌતમ! આત્માના આઠ ભેદ છે.”
પર્યાપથિકનયની અપેક્ષાએ આત્માની જુદી જુદી યોગ્યતા અનુસાર આ ભેદ કહેવામાં આવ્યાં છે.
૧. દ્રવ્યાત્મા, ૨. કષાયાત્મા, ૩. યોગાત્મા ૪. ઉપયોગાત્મા ૫. જ્ઞાનાત્મા, ૬. દર્શનાત્મા, ૩. ચારિત્રાત્મા, ૮. વીર્યાત્મા. ટૂંકનોંધ :
દ્રવ્યાત્મા : જે ઉપયોગ લક્ષણે સનાતન સ્કૂરિત એવો આત્મા, અર્થાત જેનું ઉપયોગ મુખ્ય લક્ષણ છે. તે સ્વ અને પરને નિરંતર જાણે છે, વળી જુદી જુદી અવસ્થાઓ, - પર્યાયોનો ગ્રહણ, ત્યાગ કરે છે તે દ્રવ્યાત્મા છે. વળી કષાયાદિ વિભાવજનિત અવસ્થાઓનો ત્યાગ કરી શુદ્ધ દ્રવ્યરૂપ પોતાના સ્વભાવને પ્રાપ્ત થયેલો આત્મા દ્રવ્યાત્મા છે.
દ્રવ્ય અને પર્યાય શું છે ? દ્રવ્ય અને પર્યાય એ પદાર્થનું સ્વરૂપ છે.
દ્રવ્ય : જે નિરંતર ટકવાવાળું છે તે દ્રવ્ય છે, દ્રવ્ય નિત્ય છે. ૧૪૬
Page #168
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
પર્યાય : દ્રવ્યની બદલાતી અવસ્થાઓ તે પર્યાય છે, પર્યાય ક્ષણિક છે. અર્થાત્ આત્મા દ્રવ્યદ્રષ્ટિથી નિત્ય છે. શરીરાદિ બદલાતી અવસ્થા ઓથી અનિત્ય છે, તે પર્યાયદ્રષ્ટિ છે.
પર્યાયદ્રષ્ટિને ગૌણ કરી આત્મા શુદ્રવ્યરૂપે પ્રગટ થાય તે દ્રવ્યાત્મા છે. હું દેહાદિ સ્વરૂપ નથી પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેવું લક્ષ્ય જેને વર્તે છે તે દ્રવ્યાત્મા છે.
કાયાત્મા :
આત્મા સ્વભાવે જ્ઞાનાદિ ગુણોવાળો શુદ્ધ છે, પરંતુ કષાયાદિ વિભાવદશાની વૃદ્ધિ થતાં તે ધાયાત્મા કહેવાય છે કષાયારૂપ મોહનીય કર્મના પ્રભાવથી આત્માના શુધ્ધ સ્વભાવ પર આવરણ આવે છે. તેવા કષાય જનિત આત્માને કષાયાત્મા કહે છે.
૩ યોગાત્મા :
મન વચન અને કાયાને યોગ કહેવામાં આવે છે. સંસારી જીવને, મન વચન કાયાના યોગ નિરંતર પ્રવર્તે છે. તેથી તે જીવ યોગાત્મા કહેવાયા છે.
૪ ઉપયોગાત્મા :
જીવ ઉપયોગ લક્ષણવાળો છે. અજીવ પદાર્થમાં ઉપયોગ હોતો નથી. જીવના ઉપયોગના પ્રકારો ઘણા છે તેમાં મુખ્ય બે ભેદ છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ.
ઉપયોગ - જગતના પદાર્થોનો બોધરૂપ વ્યાપાર.
શાન
જાણે છે.
દર્શન ઉપયોગ
જાણે છે.
ઉપયોગ વિશેષ ગુણવાળો છે, અર્થાત પદાર્થને સ્પષ્ટરૂપે
સામાન્યગુણવાળો છે. પદાર્થને સામાન્યપણે
-
૧૪૭
Page #169
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર જ્ઞાનના પાંચ પ્રકાર છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવશાન, કેવળજ્ઞાન.
અજ્ઞાનના ત્રણ પ્રકાર, મતિ અજ્ઞાન, ચુત અજ્ઞાન, અવધિ અજ્ઞાન. આમ જ્ઞાન આઠ પ્રકારે હોવાથી, જ્ઞાન ઉપયોગ આઠ પ્રકારે છે. જેનું જ્ઞાન સમ્યફ પ્રકારે પરિણમ્યું છે તેના પ્રથમ ત્રણ જ્ઞાન સમન્ જ્ઞાન છે. મન:પર્યવજ્ઞાન જ્ઞાનીમુનિને હોય છે. કેવળજ્ઞાન પૂર્ણ શુદ્ધ જ્ઞાન છે.
જે મિથ્યાજ્ઞાન સહિત છે તેના પતિ શ્રત અવધિ અશાન ગણાય છે. દર્શન ઉપયોગ - ચાર પ્રકારે છે.
ચક્ષુદર્શન, અચલું દર્શન, અવધિદર્શન અને કેવળદર્શન. જ્ઞાનના આઠ અને દર્શનના ચાર મળીને મુખ્યત્વે ઉપયોગના બાર પ્રકાર છે.
૫ જ્ઞાનાત્મા :
આત્મા અનંત ગુણોવાળો છે પણ તેનો મુખ્યગુણ જ્ઞાન હોવાથી આત્મા જ્ઞાનાત્મા કહેવાય છે.
૬ દર્શનાત્મા :
દર્શનગુણ સામાન્ય બોધને ગ્રહણ કરે છે છતાં તે ગુણ આત્માનો હોવાથી જીવ દર્શનાત્મા કહેવાય છે.
૭ ચારિત્રાત્મા :
ચારિત્રની અપેક્ષા તેના ત્રણભેદ છે. અવિરતિ, દેશવિરતિ અને સર્વ વિરતિ. જેને અવિરતિનો ત્યાગ કર્યો છે અને દેશવિરતિ કે સર્વ વિરતિધર્મનો સ્વીકાર કર્યો છે તે ચારિત્રાત્મા છે.
૮ વર્યાત્મા :
આત્મા જ્યારે પોતાની વીર્ય-શક્તિનો સંચાર કરે છે. સંસારભાવથી ઉત્થાન કરે છે. ત્યારે તે વીર્યાત્મા કહેવાય છે.
૧૪૮
Page #170
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર આત્માના આઠ પ્રકારોમાં પરસ્પર સંબંધ : જે દ્રવ્યાત્મા હોય તે કલાયાત્મા હોય કે ન હોય જે કલાયાત્મા છે તે નિયમથી દ્રાવ્યાત્મા છે.
જેણે કયાય ક્ષીણ કે ઉપશાંત કર્યા છે તે કષાયાત્મા નથી કારણકે કષાય તે આત્માની સ્વાભાવિકતા નથી, પણ મોહજનિત વૈભાવિક દશા છે. કષાયને ક્ષીણ કરીને ગુણસ્થાનક પર આરોહણ કરતો જીવ કષાયી હોતો
નથી.
યોગાત્મા નિયમથી દ્રવ્યાત્મા છે. દ્રવ્યાત્મા યોગઆત્મા હોય કે ન હોય, કારણ કે સિધ્ધાત્મા યોગરહિત છે.
ઉપયોગાત્મા, દ્રવ્યાત્મા અને સિધ્ધાત્મા બંને ઉપયોગાત્મા છે. સંસારી અને સિધ્ધ સર્વ જીવ ઉપયોગ લક્ષણવાળા હોય છે. સમ્યગદૃષ્ટિ આત્મા જ્ઞાન આત્મા છે. જ્ઞાનાત્મા છે ત્યાં દ્રવ્ય આત્મા છે જ. સિધ્ધના જીવો જ્ઞાન આત્મા છે.
સમગદૃષ્ટિ દર્શનાત્મા છે. અને સિધ્ધાત્મામાં દર્શન ઉપયોગ હોવાથી સિધ્ધાત્મા દર્શનાત્મા છે.
સિધ્ધાત્મા ચારિત્રધર્મથી મુક્ત છે તેથી ચારિત્રાત્મા નથી.
અવિરતિ સમ્યગદૃષ્ટિ જીવો પણ ચારિત્રાત્મા નથી. કારણ કે સર્વ વિરતિ કે દેશવિરતિ નથી
સિધ્ધાત્મા દેહધર્મવાળા ન હોવાથી વીર્યવાળા નથી, અર્થાત તેમનું અનંતવીર્ય પ્રગટ હોવાથી કોઇ ઉત્થાન આદિ નથી તે સિવાયના સર્વ જીવો વીર્યાત્મા છે.
આત્મસ્વરૂપ વિષે ગૌતમ : હે પ્રભુ ! આત્મા શું જ્ઞાનસ્વરૂપ છે? જ્ઞાન અને આત્મા
૧૪૯
Page #171
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
વચ્ચે ભિન્નતા છે. જ્ઞાન એ જ આત્મા છે કે અજ્ઞાન એ જ આત્મા છે?
કેવળજ્ઞાની પરમાત્માએ જવાબમાં કહ્યું કે
"હે ગૌતમ ! આત્મા અપેક્ષાએ જ્ઞાનસ્વરૂપ છે. વાસ્તવમાં જ્ઞાન જ સ્વયં આત્મા છે.
જેમ જમીનમાંથી પત્થરરૂપે નીકળેલો હિરો હજી હિરારૂપે પ્રગટ થયો નથી, તેમ જીવ અજ્ઞાન અને મિથ્યાત્વની મલિનતા યુક્ત હોવાથી તે જ્ઞાનસ્વરૂપે પ્રગટ થયો નથી, ત્યાં સુધી તેની અવસ્થા અજ્ઞાનમય છે.
અનાદિકાળથી જીવ કર્મ સાથે સંબંધવાળો છે. છતાં જ્ઞાન એ આત્માનો ગુણ હોવાથી સહભાવી છે. અને કર્મ તે કમભાવી અવસ્થા છે. જ્ઞાનગુણ સહભાવી હોવાથી ક્યારેય પણ આત્માથી, નિગોદથી માંડીને સિધ્ધ અવસ્થા સુધી, અલગ નહિ થાય. અને કર્માદિ પર્યાયો સમયવર્તી કમભાવી હોવાથી તે અલગ થઇ શકે છે. જયાં સુધી મોહનીય આદિ કર્મોનો પ્રભાવ આત્મા પર છે ત્યાં સુધી જીવ સંસારમાં પરિભ્રમણ પામે છે.
છતાં પણ ભવ્યાત્માની યોગ્યતા થતાં જેમ નદીનો પત્થર અથડાઈ Hટાઈને ગોળાકાર બને છે તેમ તે જીવ કષાયોનો પરાજય કરવા સમર્થ બને છે. અનાદિકાળના રાગદ્વેષરુપ મિથ્યાત્વની ગ્રંથિને મોળી પાડી દે છે. અને કેમે કરી જીવ શુધ્ધ અધ્યવસાય વડે ગ્રંથિને છેદી સમક્તિ પ્રાપ્ત કરે છે. અર્થાત જ્ઞાનાવરણીય કર્મ રૂપાંતર થઈ સમ્યગજ્ઞાનરૂપે પ્રગટ થાય છે.
આથી છે ગૌતમ ! આત્મા સ્વભાવે જ્ઞાનરૂપ છે અને અપેક્ષાએ અજ્ઞાનરૂપ છે.
જ્ઞાન અને આત્મા અભિન્ન છે. જ્ઞાનગુણ અરૂપી છે તેથી તે આત્માનો છે. જ્ઞાનગુણ સર્વ પદાર્થોને જાણે છે તેથી પ્રગટ લક્ષણ વાળો જણાય છે. જડ પદાર્થ રૂપી છે તેથી તેમાં અરૂપી ગુણ ન હોય.
અજ્ઞાન એ આત્માની વિકારી પર્યાય છે. છતાં અજ્ઞાન આત્મરૂપ નથી કારણ કે મિથ્યાત્વાદિ કર્મ જડ છે. તેની હાજરીમાં થતું જ્ઞાન ૧૫૦
Page #172
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
અજ્ઞાન છે, તેથી અજ્ઞાન આત્મરૂપ નથી. અજ્ઞાન અવસ્થામાં જીવમાં ચૈતન્યનો અભાવ નથી. એથી એમ માનવું કે આત્મા શુધ્ધ-સ્વદ્રવ્યની અપેક્ષાએ જ્ઞાની છે, અને પરદ્રવ્યની કર્મજન્ય અવસ્થાની અપેક્ષાએ અજ્ઞાની છે.
સ્વ સ્વરુપે જ્ઞાની છતાં સંસારના માયા પ્રપંચને આચરતો, વિષય કષાયને સેવતો આત્મા અજ્ઞાની છે. આથી નિશ્ચયનયથી આત્મા સ્વભાવે જ્ઞાની છે. વ્યવહારનયની અપેક્ષાએ સાવરણ આત્મા અજ્ઞાની છે.
ટૂંકનોંધ :
મહાવીરનું શાસન અર્થાત જૈનદર્શનની શૈલી સાપેક્ષ છે. અને કાંતદૃષ્ટિયુક્ત ભગવાનની વાણીમાં નિશ્ચય અને વ્યવહારનો સમન્વય છે. એથી આત્મા એકાંતે જ્ઞાની કે અજ્ઞાની નથી. પૂર્ણતા પામતા સુધી જેમ જ્ઞાનઉપયોગની તરતમતા રહે છે. તેમ અજ્ઞાનની પણ અલ્પાધિકતા હોય છે. છતાં આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનનો સર્વથા ક્ષય થતો નથી. પણ અજ્ઞાનનો સર્વથા ક્ષય થાય છે, કારણ કે અજ્ઞાન આત્માની વૈભાવિક અવસ્થા છે.
સત્તા અપેક્ષાએ નિગોદવર્તી જીવ શાની છે અને સિધ્ધાત્માઓ પણ જ્ઞાની છે. છતાં નિગોદઆદિ જીવોનું જ્ઞાન આવરણ યુક્ત છે. અને સિધ્ધાત્માઓનું જ્ઞાન પૂર્ણ પણે પ્રકાશમાન થયું છે. આથી નિગોદાદિ જીવો અજ્ઞાની હેવાય છે, અને કેવળજ્ઞાની તથા સિધ્ધાત્માઓ સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ કહેવાય છે.
આથી અજ્ઞાનનો અર્થ જ્ઞાન વગરનો એમ ન લેવો. કેમકે સંસારી ભલે તે ક્યાય-વિષય યુક્ત હોય પણ તેનામાં બુધ્ધિ છે, અને જ્ઞાન પણ છે. જેનું જ્ઞાન મિથ્યારુપે છે તે તે મિથ્યાજ્ઞાનવાળો છે અને જેનું જ્ઞાન સમ્યગ્ છે તે સમ્યગજ્ઞાનવાળો છે.
જ્ઞાન ગુણ છે, અને ગુણી આત્મા છે. તે ભિન્નાભિન્ન છે. જેમ લીમડાના વૃક્ષમાં અને આંબાના વૃક્ષમાં વનસ્પતિ તત્વ છે. પણ
૧૫૧
Page #173
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર લીમડાના વૃક્ષમાં આંબાનું તત્વ નથી. તેમ અા અજ્ઞાન અવસ્થામાં જ્ઞાન રહિત નથી જ્ઞાનગુણ ગુણી વગર રહેતો નથી પણ અજ્ઞાન અવસ્થામાં આત્મા જ્ઞાની કહેવાતો નથી.
વચન, મન, અને કાયા વિષે ગૌતમ : હે પ્રભો !બોલાતી ભાષા શું આત્મસ્વરૂપ છે? ભાષાનો પ્રયોગ જીવ કરે છે? જ્ઞાનની જેમ ભાષા જીવનો ધર્મ છે? ધર્મ તથા ધર્મમાં અભેદ હોવાથી ભાષા આત્મસ્વરૂપ છે? ભાષા રૂપી છે? કે અરૂપી છે? આત્માથી ભિન્ન છે?
હે ગૌતમ ! ભાષા આત્મસ્વરૂપ નથી, પણ પૌગલિક છે. ભાષા વર્ગણાઓથી ગ્રહણ થતી હોવાથી તે પૌદ્ગલિક છે. જો કે આત્મા દ્વારા વાણીનો વ્યવહાર થાય છે, છતાં જેમ માટીના ઢેફાંને હાથ વડે ફેંકતા ટેકું જીવ કહેવાતું નથી, તેમ શબ્દનો આત્મા દ્વારા વ્યવહાર થવા છતાં તે ભાષા જડ છે પણ આત્મસ્વરૂપ નથી”
ટૂંકનોંધ : જ્ઞાન આત્માનો ગુણ તેથી જ્ઞાન આત્માનો ગુણ છે પણ ભાષા આત્માનો ગુણ નથીતે ઇન્દ્રિયનો વિષય છે, તેનો આત્મા દ્વારા વ્યાપાર થાય છે, પણ તે તેનો ધર્મ નથી. જીવ મુક્ત થતાં જ્ઞાન સાથે રહે છે, ભાષા સાથે રહેતી નથી. વળી એકેન્દ્રિય જીવને ભાષાયોગ ન હોવા છતાં તેમને જ્ઞાનઉપયોગ હોય છે.
ગૌતમ : હે ભગવંત! સત્ય, શ્રેય, પય અને વિનયપૂર્વક બોલાયેલી ભાષાથી આત્માને સુખ ઉપજે છે અને અસત્ય, અહિતકારી કરુ કે અવિવેકયુક્ત વાણીથી આત્માને દુઃખ થાય છે. તેથી ભાષા શું રૂપી છે? અથવા ચક્ષુરિન્દ્રિયથી ભાષા જોઈ શકાતી નથી, તેથી શું ભાષા અરૂપી છે?
હે ગૌતમ ! ચલુથી અગ્રાહ્ય હોય તો પણ ભાષા રૂપી છે. જેમ ૧૫ર
Page #174
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
પુદ્ગલનો સૂક્ષ્મ અવિભાજ્ય અંશ પરમાણુ, વાયુ, ગંધ વગેરે પદાર્થો ચક્ષુગ્રાહ્ય ન હોવા છતાં અરૂપી નથી.
ધર્માસ્તિકાયાદિની જેમ જે પદાર્થો ચક્ષુગ્રાહ્ય ન હોવાથી અરૂપી મનાતા નથી. જેનું મૂળ સ્વરૂપ પૌદ્ગલિક છે તે પદાર્થ રૂપી છે. પણ અરૂપી નથી. તેથી શબ્દ આત્માથી ભિન્ન છે.“
ગૌતમ “હે પ્રભો ! ભાષા સચિત્ત છે કે અચિત્ત છે ?”
“હે ગૌતમ ! ભાષા પૌદ્ગલિક હોવાથી અચિત્ત છે.”
ટૂંકનોંધ : ઉપચારથી ભાષાના ત્રણ ભેદ દર્શાવ્યા છે. આત્મા દ્વારા શબ્દ પ્રયોગ થતો હોય ત્યારે તે સચિત્ત શબ્દ કહેવાય છે.
અચિત્ત : બંને જડ વસ્તુના અથડાવવાથી થતો શબ્દ.
મિશ્ર : આત્મા દ્વારા થતો શબ્દ વ્યાપાર તે માઈક જેવા સાધન સહિત હોવાથી મિશ્ર શબ્દ છે.
“હે પ્રભો ! ભાષા શું જીવ સ્વરૂપવાળી છે કે અજીવ સ્વરુપવાળી છે ?” “હે ગૌતમ ! ભાષા જીવસ્વરુપ નથી પણ અજીવસ્વરુપ છે.”
ટુંકનોંધ : આત્મા દ્વારા મંદ પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દો અસંખ્યાત પ્રદેશાત્મક અને સ્થૂળ હોવાથી, સંખ્યાત પ્રમાણ વર્ગણાઓને પાર કરી તેનું ભેદન કરી વિસર્જન થાય છે. અર્થાત્ તે શબ્દરૂપ પુદ્ગલો સંખ્યાત યોજન સુધી જળતરંગોની જેમ ફેલાઈને અંતે શબ્દ પરિણામનો ત્યાગ થાય છે.
આત્મા દ્વારા તીવ્ર પ્રયત્નથી બોલાયેલા શબ્દો સૂક્ષ્મ હોવાથી તથા વધુ પ્રદેશ પ્રમાણ હોવાથી અનંતગુણી વૃધ્ધિરૂપે પરિણામ પામી ચાર દિશા અને ઉપર નીચેની વિદિશામાં લોકાને સ્પર્શ કરે છે. જળતરંગની જેમ રેલાઈ વિસર્જન પામે છે.
“હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકાર છે.
૧૫૩
Page #175
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
૧, સત્ય. ૨, મૃષા. ૩, સત્યામૃષા, ૪, અસત્યામૃષા.
સત્ય : સત્યવચન બોલવું દા.ત. પાપનો ત્યાગ કરવો જોઈએ. અથવા જે વસ્તુને જેમ જાણતા હોઈએ તે પ્રમાણે છતાં હિતાવહ જાણીને કહેવી. તેમાં ફેરફાર ન કરવો. અલ્પાધિકતા ન કરવી શાસ્ત્ર કથનથી વિરુધ્ધ ન બોલવું વગેરે.
અસત્ય-(મૃષા) : અસત્ય વચન બોલવું. દા.ત. જગતમાં કંઈ પાપ જેવું નથી, અથવા કોઈને દુ:ખ આપવું તે પાપ નથી. પોતાના સ્વાર્થ કે લોભ માટે વસ્તુનું વિપરીત અર્થઘટન કરવું તે ભાષા અસત્ય છે.
સત્યાįષા સત્ય-અસત્ય, મિશ્ર : જેમાં અંશે સત્ય હોય અને અંશે અસત્ય પણ હોય દા.ત. કોઈ પૂછે કે તમને કોણ મળ્યું હતું, ત્યારે એકનું નામ કહે અને બીજાનું છૂપાવે. કોઈ વસ્તુની કિંમત પૂછે તો અંશે સત્ય કહે અને અંશે અસત્ય કહે, આથી મિશ્ર વાણી તે સત્યામૃષા છે.
અસત્યામૃષા - સાચું નહિ અને ખોટું પણ નહિ, અર્થાત તેના વચન સાથે કોઈ સંબંધ કે વસ્તુને મેળ ન હોય. જેમકે કોઈ માણસને તેની સાથે જેનો સંબંધ જ ન હોય તેવી વાત કહેવી. પુરુષને કહેવું કે તું
ઘાસ ખા. અથવા ગામ જા.
આ પ્રમાણે ચાર મનોયોગ છે.
સત્ય મનોયોગ : સર્વનું હિત ચિંતવવું. મનને શુભભાવમાં રાખવું. અસત્ય મનોયોગ : અન્યને દુ:ખ આપવાની બુધ્ધિ.
મૃષા - મિશ્ર : કંઇક હિત ચિંતવવું અને કંઇ માયા કપટ
સત્ય
આદિ અહિત ચિંતવવું.
અસત્ય
ઇચ્છવું.
૧૫૪
-
-
અમૃષા : કોઈનું હિત ન ઈચ્છવું, અને અહિત પણ ન
ટૂંકનોધ : સત્ય :
Page #176
--------------------------------------------------------------------------
________________
સત્ય :
પૂર્વસંસ્કારને બળે કે વર્તમાનમાં જીવને સત્યવાણીનું મૂલ્ય સમજાયું હોય, તેવા સદ્ભાગી જીવો વચનનો અસત્ય ઉપયોગ કરતા નથી. વિચાર સહિત સ્પષ્ટ વાચા કેવળ મનુષ્યને મળી છે. તે વાત જો જીવને સમજાય, વળી વાણીનું અસત્ય જીવને કર્મનું બંધન એવું કરાવે છે કે તેને પુન: વાણીનો યોગ મેળવતા દીર્ઘ કાળ વીતી જાય છે. અર્થાત વચનયોગરૂપ જીવા ન હોય તેવો જન્મ એકેન્દ્રિયનો છે, તે વાત માનવમાત્રે વિચારવા જેવી છે, માટે હે ભાઈ ! વાણીનો ઉપયોગ પુષ્ય જાણીને કરજે. પુષ્ય સુવાળું હોય છે અને સુવાસિત હોય છે; તેમ માનવનીવાણી કોમળ અને સુવાસિત અર્થાત હિત, મિત અને સ્વ-પર શ્રેયરૂપ હોવી જોઈએ.
હેવાય છે કે છ માસ સુધી જો વાણીનું પ્રબળ સત્ય પાળવામાં આવે, તો માનવને વચન સિધ્ધિ પ્રાપ્ત થાય છે. જેને કારણે તેના મુખમાંથી ઝરતી વાણી સત્યને જ અનુસરે છે.
આ કાળમાં એવા મહાનુભાવો છે કે જેઓ સંક્ટ આવે, ધનની હાનિ હોય, કે કદાચ લાભ થવાનો હોય તો પણ સત્યવાણીનો ત્યાગ કરતા નથી. અન્યને બોલવા પ્રેરતા નથી. કે અસત્ય બોલનારને ઉત્તેજન-અનુમોદના આપતા નથી. તેઓ જાણે છે કે સત્ય બોલવાનો અવસર એક માત્ર મનુષ્યને જ મળે છે.
આ ઉપરાંત ખોટી સાક્ષી આપવી, વસ્તુમાં મિશ્રણ કરવું, વાતચીતમાં અલ્પાધિકથી કથન કરવું, માયા કપટ કે મમત્વથી અસત્ય બોલવું તેમાં પણ સત્યપ્રિય માનવ અત્યંત જાગૃત રહે છે. તેને આ લોકમાં સુખની પ્રાપ્તિ થાય છે અને લોકપ્રિયતા મળે છે.
મૃષા : અસત્ય :
સ્પષ્ટ ભાષાસહિત મળેલો દુર્લભ માનવદેહ મેળવીને હે ભાઈ ! તું મૃષા વચનથી જાતે જ દુ:ખને શા માટે આમંત્રણ આપે છે ?
૧૫૫
Page #177
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર કોઈક જીવો એવા હોય છે કે સત્યવાણીનો અને તેમને કંઈ મેળ જ નથી હોતો. તેઓ માને છે કે આ કાળમાં સત્ય બોલવામાં કંઈ ડહાપણ નથી. ધનાદિનો લાભ અસત્યથી છે. અને તેવા દાખલા-દલીલો લોકોને કહેતા ફરે છે. પોતે અસત્ય-જૂઠું આચરે છે અને અન્યને તેમ કરવા સલાહ આપે છે.
મૃષા બોલવામાં જેને દોષ જણાતો નથી, તેના વિપરિણામનું જેને ભાન નથી, તે માનવોને નિરર્થક વાતોમાં પણ મૃષા ભાષાનો જ મહાવરો પડી ગયો હોય છે, અને તેવું બોલ્યા પછી પોતાની ચતુરાઈ પર ખૂશી થાય છે. પણ તે જીવોની બુધ્ધિ જ ચાલતી નથી કે તેમની મૃષાભાષાનુ પરિણામ દુ:ખદાયી થશે. વર્તમાનમાં પુણ્યયોગે કદાચ તેના ફળ ન જણાય પણ તે યથાકાળે પરિણામ આપ્યા વગર રહેશે નહિ
મૃષા આચરવાનું મૂળ પ્રયોજન ધનનો અતિલોભ છે. જે આજીવન સુધીની જ બાજી છે. મરણ થયું કે ધન સાથેનો સંબંધ સમાપ્ત થાય છે; અને તેના નિમિત્તે સર્જેલા કર્મોનું ફળ સ્વયં પોતાને ભોગવવું પડે છે.
માટે હિતવાંચ્છુ હોય તેણે તો મૃષાવચન બોલવા નહિ, મૃણાને સાથે ચોરીનો સંબંધ થાય છે. માટે જો તેવી ટેવ પડી હોય તો તેનો ત્યાગ કરવો. મૃષાવચનથી મિત્રનો વિશ્વાસઘાત ન કરવો. વ્યવહારમાં મૃષાવચનથી કોઈને છેતરવાનો પ્રયત્ન ન કરવો. મૃષા સાક્ષી આપવી નહિ, કોઈ પણ પ્રકારે અસત્ય આચરણનો ત્યાગ કરવો, તેમાં જ આપણું શ્રેય છે.
સત્યામૃષા :
સત્ય હોવા છતાં જેના ગર્ભમાં જૂઠાણું છે, તે સત્યામૃષા છે. જેમકે કોઈએ પૂછ્યું કે તમે અહીંથી જતાં સ્ત્રીઓ અને પુરુષો બંને જોયા. તો તેના જવાબમાં કહે કે મેં પુરુષો જોયાં છે અને સ્ત્રીઓ જોઈ નથી. આવી વાણીમાં કંઈક સત્ય છે અને કંઈક અસત્ય છે.
તમે બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદી લાવો અને કોઈને તે
૧૫૬
Page #178
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
બતાવો ત્યારે ભાવમાં સત્યાસત્ય બોલો, માલમાં અર્ધું સાચું અને અર્ધું અસત્ય બોલો.
જેમ મિઠાઈવાળો મિઠાઇ વેચે ત્યારે ક્લે કે શુધ્ધ ઘીની વસ્તુ છે, પરંતુ તેમાં બંને ઘીનું મિશ્રણ હોય ત્યારે તે વાત સત્યાસત્ય ગણાય.
આજે આપણું જીવન આવું સત્યાસત્યભાષાયુક્ત મહદ્અંશે જોવા મળે છે. તેમાં કંઇ હિત નથી. પરંતુ અજ્ઞાનવશ જીવ તેમ કરવા પ્રેરાય છે.
અસત્ય અમૃષા :- સાચુ પણ નહિ અને ખોટું પણ નહિ. અસંબંધ અને અસ્પષ્ટ વાણીમાં આવો પ્રકાર હોય છે. જેવી સાથે કંઇ મેળ ન પડે તેવી વાતો કરવી, કે કોઈને તેવું કામ ચીંધવું તેમાં અસત્ય - અમૃષાનો દોષ આવે છે. કોઇ વ્યક્તિને વાંચતા આવડતું નથી તે તમે જાણો છો, છતાં તેને કહો છો કે આ કાગળ વાંચી આપ.
વાસ્તવમાં આપણું સાંસારિક જીવન જ એવું છે, પરમાર્થ સત્ય પામવું અશક્ય છે. જેમ કે દેહ, ઘર કે વસ્ત્રાદિ પર પદાર્થો છે, છતાં આપણે તેને મારો દેહ, મારું ઘર કહીએ છીએ. તે વ્યવહારની વ્યવસ્થા છે. પણ પરમાર્થ અસત્ય છે. આવા દોષથી બચવા શક્ય તેટલું સાધકે મૌન રાખવું અથવા સમ્યગ વાણી બોલવી.
મન સંબંધી ટૂંક નોંધ :
ભાષા સંબંધી પ્રશ્નોત્તર જાણ્યા પછી મન સંબંધી તે પ્રકારે વિચારણા કરવી ઉપયોગી છે.
ભાષા
વચનયોગ ભાષાવર્ગણાનું સર્જન છે તેમ મનોયોગ મનોવર્ગણાનું સર્જન છે, તેથી ભાષાની જેમ મન પૌદ્ગલિક છે. અને તે આત્માથી ભિન્ન છે. જેમ શબ્દનું સાધન શ્રવણેન્દ્રિય છે તેમ આત્માના ઉપયોગનો વ્યાપાર કરવાનું સાધન મન છે.
મનના બે ભેદ છે,
-
૧૫૭
Page #179
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
૧, દ્રવ્યમન. ૨, ભાવમન.
દ્રવ્યમન : જન્મ સમયે જીવ જેમ ઈન્દ્રિયોના પુદ્ગલોને ગ્રહણ કરીને ઈન્દ્રિયોનું સર્જન કરે છે, તેમ મનના પુદ્ગલોને ગ્રહણ કરી મનનું સર્જન કરે છે. અંતિમ સમયે જીવ જ્યારે દેહનો ત્યાગ કરે છે ત્યારે આ ઇન્દ્રિયો સાથે મનનો પણ ત્યાગ થઇ જાય છે. ભાવમન આત્માની સાથે સહચારી છે.
દ્રવ્યમન આત્મા નથી અનાત્મા છે. અરૂપી નથી રૂપી છે. જીવોમાં તેનો સદ્ભાવ છે. અજીવમાં મન હોતું નથી
ભાવમન : દ્રવ્યમાન દ્વારા ગ્રહણ કરેલા વિષયના સંસ્કારોની છાપ ભાવમન પર પડે છે. રાગાદિ ભાવો, કષાય - વિષયના સંસ્કાર, હિંસક આદિ વિપરિણામો કે શુભસંસ્કારોનો, આ મનમાં સંગ્રહ થાય છે તેથી મનની પણ અનંત શક્તિઓ છે, અને તેથી મન મોલ અને બંધનું નિમિત્ત બને છે.
વિચાર કરવાની શક્તિ તે લબ્ધિરૂપ ભાવમન છે. અને વિચાર એ ઉપયોગરૂપ ભાવમન છે.
વિચાર કરવામાં સહાયક મનરૂપે પરિણમેલા મનો વર્ગણાના પુદ્ગલો દ્રવ્ય મન છે. દ્રવ્યમન પૌલિક છે અને ભાવમન ઉપચારથી પૌગલિક છે
ભાષા, મન, અને કષાયની નિવૃત્તિ - (રચના) વિષે.
“હે ગૌતમ ! ભાષા નિવૃત્તિ - (રચના) ચાર પ્રકારનો છે તેમ મનો નિવૃત્તિ ચાર પ્રકારની છે."
૧. સત્ય મનોયોગ, ૨. અસત્ય મનોયોગ. ૩. સત્યામૃષા મનોયોગ અને ૪. અસત્યામૃષા મનોયોગ જેની વિગત અગાઉ આપેલી છે. "હે પ્રભુ! કષાય નિવૃત્તિ કેટલા પ્રકારની છે?” ગૌતમ ! કોધ, માન, માયા અને લોભ ચાર પ્રકાર કષાયની
૧૫૮
Page #180
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર નિવૃત્તિ છે.
આ ચાર કષાયોજનિત ભાવોને કારણે જીવ અનાદિકાળથી સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરતાં જીવને કાશ્મણ શરીર ભૂતની જેમ વળગેલું છે. એ સર્વ કર્મોમાં મોહનીય કર્મ પ્રબળ છે. તેની વિદ્યમાનતામાં જીવને ક્રોધમોહ, માનમોહ, લોભમોહ અને માયામોહનો ઉદય થયા વગર રહેતો નથી. અને ઉદય સમયે વળી ક્રોધાદિનો નવો બંધ થયા વગર રહેતો નથી
હોધાદિ કરવાની અનિચ્છા છતાં, પૂર્વ કર્મના યોગે જે જે જીવો સાથે નિયાણાં બાંધેલા છે, તેનો યોગ થયા કરે છે. ત્યારે જીવનું બળ પણ ત્યાં હીન બની જાય છે, અને અનિચ્છા થતાં જીવ જોધાદિને વશ થાય છે.
દોધાદિ કષાયો સ્વરૂપજ્ઞાન - કેવળજ્ઞાનને બાધક છે, અને સંસારની વૃદ્ધિનું કારણ છે. જો આ વાતની જીવને શ્રધ્ધા થાય તો જે કારણો કષાય જનિત છે તેવા ચેતન કે અચેતન પદાર્થો અનુરૂપ જાણી તેનો ત્યાગ કરવો, છતાં માયા એવી દુષ્કર છે કે તે જીવને માર્ગ ભૂલાવી દે છે.
માટે શ્રી અરિહંત ઉપદેશ છે કે હે ચેતન ! દોધાદિ તારા કટ્ટર દુશમનો છે, માટે મિથ્યાજ્ઞાનનો ત્યાગ કર અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કર, જેથી સર્વ શત્રુઓને પરાસ્ત કરવા તું સમર્થ બને.
કાયયોગ સંબંધી ટૂંકનોંધ :
જીવને શરીરની વિદ્યમાનતામાં ભાષાયોગ અને મનોયોગ હોય છે. આથી શરીર સંબંધી પ્રશ્ન પૂછતાં ગૌતમસ્વામી કહે છે કે હે પ્રભુ ! આત્મા અને શરીર ભિન્ન છે કે અભિન્ન છે!”
ભગવાન: “હે ગૌતમ ! આત્મા અને શરીર એકક્ષેત્રાવગાહી અપેક્ષાએ એકરૂપ - અભિન્ન છે, અને શરીર જડ હોવાથી તથા આત્મા ચૈતન્યસ્વરૂપ હોવાથી તે શરીરથી ભિન્ન પણ છે. જો આત્મા કેવળ શરીરરૂપ હોય, તો એક જ હોય, તો જેમ શરીર બળતા હાથ પગાદિ બળીને નાશ પામે છે, તેમ આત્માનો પણ નાશ થવો જોઈએ પણ નાશ
૧૫૯
Page #181
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર થતો નથી, એટલે આત્મા અને શરીર ભિન્ન છે.
હવે જો આત્માને કેવળ શરીરથી ભિન્ન જ માનવામાં આવે તો શરીરના નિમિત્તથી થતાં કર્મો આત્માને શા માટે ભોગવવા પડે ?
"હે ગૌતમ ! આત્મા શરીરથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. બંનેનો સંબંધ સાંયોગિક છે, સ્વાભાવિક નથી.”
લુહાર જયારે લોઢાના લાલ ગોળાને ટીપે છે ત્યારે અગ્નિ અને લોઢું ભિન્ન છતાં, લોઢું ટીપે છે ત્યારે અગ્નિનો સંયોગ હોય છે. તેમ શરીરમાં વિદ્યમાન આત્માથી જે જે કર્મોનું ઉપાર્જન થાય છે, તેનું વેદન આત્મા કરે છે. હવે જો આત્મા અને શરીર કેવળ એકરૂપ હોય તો આત્માનો મોક્ષ પણ ન થાય. પણ બંને ભિન્ન હોવાથી કર્મોનો નાશ થતાં આત્મા મુક્ત થઈ જાય છે.
શરીર રૂપી છે કે અરૂપી !
શરીર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોદિવાળું હોવાથી રૂપી છે. ઔદારિક શરીરની અપેક્ષાએ કાર્યણ ચક્ષુગોચર થતું નથી.
તેજસ શરીર સૂક્ષ્મ હોવાથી
જયાં સુધી શરીર જીવ સહિત છે ત્યાં સુધી એને સચિત (સજીવ) કહેવામાં આવે છે. મૃતદેહને અચિત કહેવામાં આવે છે.
શરીરના પ્રકાર સાત છે.
-
૧. ઔદારિક : અલ્પાધિક સપ્તધાતુ સહિત હોય છે. એકેન્દ્રિયથી માંડીને તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોના શરીર ઔદારિક છે.
૨. વૈક્રિય : નાનું મોટું થઇ શકે તેવું હોય છે. દેવોનું શરીર શુભ પુદ્ગલોનું હોય છે. નારકીઓનું શરીર અશુભ પુદ્ગલોનું હોય છે.તેઓને જન્મથી જ આ શરીર હોય છે. લબ્ધિધારી મુનિ આદિ વૈક્રિય શરીર વિશેષ તપાદિથી કરી શકે છે.
૧૬૦
Page #182
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર ૩. આહારક : સંયતિ મુનિ પોતાના શંકાસમાધાન માટે વિચરતા ભગવાનને પ્રસ પૂછવા માટે એક હાથનું પૂતળું પોતાની લબ્ધિથી બનાવે છે તે કાર્ય પતી જવા પછી પાછું સમાઈ જાય છે.
૪. કાર્પણ (તૈજસ) કાર્પણ શરીર કર્મ વર્ગણાઓનું બનેલું હોય છે, તે જન્માંતરે જીવની સાથે જઈ નવા જન્મ માટે જીવને સ્કરણા આપે છે. કાર્પણ શરીર સાથે તૈજસ શરીર હોય છે.
૫. ઔદારિક મિશ્ર : પરભવમાં ઉત્પન્ન થતાં જીવ ઔદારિક શરીરની રચના કરે છે, તેમાં કાર્પણ કાયયોગની સહાય હોય છે. ઔદારિક શરીરની રચના પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક કાર્મણ મિશ્રયોગ હોય છે. પણ ઔદારિક શરીરની મુખ્યતા હોવાથી ઔદારિકમિશ્ર કહેવાય છે.
૬. વૈયિ મિશ્ર : ઔદારિકની જેમ વૈક્રિય શરીરવાળાને પણ ઉત્પત્તિ સ્થાને કાર્મણકાયયોગની સહાય હોવાથી વૈક્રિય મિશ્ર કહેવાય છે. લબ્ધિધારી મુનિને વૈયિ - ઔદારિક મિશ્રયોગ હોય છે.
૭. આહાર મિશ : ઔદારિકની જેમ જાણવું અહીં આહારક અને દારિક મિશ્ર યોગ હોય છે. આહારકની પ્રધાનતા હોવાથી આહારક મિશ્ર કહેવાય છે.
સંવેગાદિ ધર્મોનું ફળ ગૌતમ : “હે મહિમાવંત પ્રભો ! સંવેગાદિ ૨૮ પ્રકારની ધર્મોની આરાધના શું સાર્થક ફળ દેવાવાળી છે?"
ભગવંત : “હા, ગૌતમ, સંવેગાદિ ધર્મની આરાધના સાર્થક ફળ દેવાવાળી છે.”
ટૂંક્યોંધ • સંવેગાદિ ૨૮ ધર્મો
૧. સંવેગ :- અવ્યાબાધ અને અનંત સુખોના ધામ સ્વરૂપ મોક્ષ પ્રાથમિના અભિલાષને સંવેગ કહે છે. સંસારમાં રહેતા જિજ્ઞાસુ જીવને
૧૬૧
Page #183
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર મોક્ષમાર્ગની અચળ શ્રધ્ધા હોય તેનું ધ્યેય હોય અને તે અનુસાર લક્ષ્ય તથા આરાધન હોય તો ઇષ્ટ સિદ્ધિ થાય છે.
૨. નિર્વેદ :- આરાધનાના સંસ્કારને કારણે પ્રાપ્ત ભૌતિક સુખના ભોગમાં ઉદાસીનતા હોવી અથવા કેળવવી.
૩. ગુરુ - સાધર્મિક આદિની સુષા - દીક્ષાગુરુ, વિદ્યાગુરુ કે આચાર્ય આદિ ગુરુજનોનું જ્ઞાનીજનોનું બહુમાન કરવું, સેવા કરવી તેમની આજ્ઞા ધારણ કરવી. સાધર્મિક, વ્રતધારી શ્રાવકોની પણ સેવા કરવી.
૪. આલોચના :- દિવસ કે રાત્રે થયેલા દોષોનું સ્મરણ કરી, વિશેષ પ્રકારના દોષોનું ગુરુ સમક્ષ આલોચના કરવી, પ્રકાશન કરવું.
૫. નિંદના :- સામાન્ય પ્રકારના દોષાનું સ્મરણ કરી તેનો દોષરૂપે સ્વીકાર કરી, પોતાના તેવા કૃત્યની નિંદા કરી દોષથી મુક્ત થવું.
૬. ગણા : દોષોનું ગુરુ પાસે પ્રાયશ્ચિત લેવું.
૭. ક્ષમાપના :- સંસાર વ્યવહારમાં જેની સાથે કંઈ પણ મનદુ:ખ થાય તેની ક્ષમા માંગવી
૮. શ્રુત સહાયતા :- આગમ આદિ આત્મકલ્યાણરુપ ગ્રંથોનો અભ્યાસ કરવો, અન્યને તેમાં સહાય કરવી.
૯. ભુપશમના :- ક્રોધનું નિમિત્ત મળવા છતાં પણ તેને શત્રુ જાણી પ્રવેશ કરવા ન દેવો, મનને શાંત કરવા પ્રયત્ન કરવો
૧૦. ભાવે અપ્રતિબધ્ધતા :- હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, તિરસ્કાર અને વિષયકામરુપ વેદના સેવનમાં કે તેની સ્મૃતિમાં જતાં મનને પાછું વાળવું, કારણ કે આ પ્રકારો મોહનીયકર્મના છે, તે સ્વરૂપ જ્ઞાનને બાધક છે.
૧૧. વિનિવર્તના - સંયમના આરાધક જીવે જેનાથી સંયમને બાધા પહોચે તેવા શૃંગારી સ્થાનો, ઉપદ્રવાળા સ્થાનો ૧૬૨
Page #184
--------------------------------------------------------------------------
________________
લધિ તણા ભંડાર વગેરેનો ત્યાગ કરવો.
૧૨. વિવિક્ત શયનાદિ :- પશુ-પક્ષી કે નપુંસક વગેરેથી બાધક સ્થાનોનો ત્યાગ કરી સંયમ માર્ગીએ એકાંત સ્થાને રહેવું.
૧૩. શ્રોત્રેન્દ્રિય સંવર :- શ્રવણેન્દ્રિય ઉપરાંત સર્વ ઈન્દ્રિયોને વિષયમાં જતી અટકાવવી, સંવર કરવો.
૧૪. યોગ પ્રત્યાખ્યાન :- શરીર પ્રત્યેના મમત્વને કારણે દેહભાવથી તેની સુખશીલતાનો ત્યાગ કરવો.
૧૫. શરીર પ્રત્યાખ્યાન :- શરીર પ્રત્યેના મમત્વને કારણે દેહભાવથી તેની સુખશીલતાનો ત્યાગ કરવો.
૧૬. કષાય પ્રત્યાખ્યાન :- કોધ, માન, માયા, લોભ જેવા કુસંસ્કારોનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો.
૧૭. સંભોગ પ્રત્યાખ્યાન :- ગૃહસ્થ બ્રહ્મચર્યનું પાલન કરવા મૈથુનનો ત્યાગ કરવો. સાધુમહાત્માએ જનકલ્પીપણું સ્વીકાર કરીને મંડળી વ્યવહારનો ત્યાગ કરવો.
૧૮. ઉપધિ પ્રત્યાખ્યાન :- ઉપધિ - સાધુ મહાત્માઓના ઉપકરણાદિ. વધુ પડતી ઉપાધનો ત્યાગ કરવો
૧૯. વિરાગતા :- સંસારના કોઈ પણ પ્રકારોમાં પુનઃ પુન: રાગાદિભાવ ઉત્પન્ન ન થાય તેમ તેનાથી વિરક્ત થવું.
૨૦. ભાવસત્ય :- સંસારના વ્યવહારમાં, પ્રકારોમાં કે, પ્રસંગોમાં, કે ધાર્મિક ક્ષેત્રોમાં મનમાં દુર્ધાન થવા ન દેવું. મનની શુદ્ધતા જાળવવી.
ર૧. યોગસત્ય :- મન, વચન, કાયા સંબંધી કોઈ દુરાગ્રહ સેવવો નહિ. અન્યની સાથેના સંબંધમાં તેને દુષિત થવા ન દેવા.
રર. કરણ સત્ય :- પ્રકૃતિની વિશુદ્ધિ જાળવવા, ક્ષમા આદિ ગુણોને શુધ્ધ રાખવા પ્રયત્નશીલ રહેવું.
૧૬૩
Page #185
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર ૨૩. મન:સમત્વ - અહરણતા :- મન પવન જેવું અત્યંત ચંચળ છે, તેને શુભધ્યાનમાં રોકવું ચંચળ થવા ન દેવું. તે પ્રમાણે વચનશુદ્ધિ જાળવવી.
ર૪. કોયત્યાગ :- બોધાદિ કષાયોને શમાવવા.
ર૫. જ્ઞાન સંપન્નતા :- મિથ્યાજ્ઞાનનો ત્યાગ કરી સમગજ્ઞાનની વૃધ્ધિ કરવી. આત્મચિંતન, ગુરુવિનય અને એકાંતનું સેવન કરવું.
ર૬. દર્શન સંપનતા :- તત્ત્વાદિની શ્રધ્ધામાં નિશ્ચળ રહી દર્શન શુધ્ધિ રાખવી તથા આત્મભાવની સ્થિરતા અને સતપ્રવૃત્તિ દ્વારા સમગચારિત્રની શુધ્ધિ રાખવી.
ર૭. વેદના ધ્યાસનતા :- સાધુ મહાત્માએ પરિષહોને સમતા ભાવે સહન કરવા અને સાધકે પ્રતિકૂળતાઓમાં સમતા રાખવી.
૨૮. ઉપસર્ગો સહવા :- મારણાંતિક ઉપસર્ગો નિર્જરાનું કારણ માની સહન કરવા.
હે દેવાધિદેવ, પરમતારક, અનંતજ્ઞાની ભગવાન !
આપના સ્વમુખે પ્રકાશ કરે કે આ ૨૮ પદોની આરાધના કરનાર ભાગ્યશાળીને કેવા ફળની પ્રાપ્તિ થશે? મોક્ષ મળશે?
ગૌતમસ્વામીએ અત્યંત જિજ્ઞાસાથી પૂછેલા પ્રશ્નોનો ભગવાનશ્રી મહાવીરે પ્રત્યુત્તર આપ્યો કે "હે ગૌતમ ! હે તપસ્વિન ! હે મોક્ષાભિલાષી !
ઉપરોક્ત ૨૮ પ્રકારના સંવેગના સ્થાનોનું આરાધન કરનાર ભાગ્યશાળી સંપૂર્ણ કર્મોનો નાશ કરીને અનુક્રમે ગુણશ્રેણિએ આરૂઢ થઈ મોક્ષફળની પ્રાપ્તિ કરશે. તે સાધક ભરત, ઐરાવત, મહાવિદેહ કે કોઇપણ સ્થાનનો હશે. કોઈપણ જાતિનો હશે. તો પણ તે અવશ્ય આ સાધનાના પરિણામે મોક્ષની પ્રાપ્તિ કરશે.
૧૬૪
Page #186
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર મોક્ષમાર્ગમાં જ્ઞાત, જાત, વેશ, દેશ કે રંગરુપનો કોઈ ભેદ નથી. જે શુધ્ધપદને શુધ્ધભાવથી આરાધ છે, તે અવશ્ય મોક્ષાર્થી છે, અને તે મોક્ષ પામે છે."
હે ગૌતમ ! તમે સ્વયં મોક્ષ પામવાના છો તે નિ:શંક માનજો."
પરમાત્માની દિવ્યધ્વનિનું શ્રવણ કરી, ગૌતમસ્વામી કૃતકૃત્ય થઈ ગયા. ઉદાર, સત્ય અને પવિત્ર વાણી દ્વારા મળેલા ઉત્તરોથી ગૌતમસ્વામી અત્યંત પ્રસન્ન થયા તથા ત્રિવેધ ભગવંતને દ્રવ્ય, તથા ભાવપૂર્વક અત્યંત વિનમ્રપણે વંદન કરીને પોતાને આસને વિરાજમાન થયા.
પ્રસ્તૂત પવિત્ર ગ્રંથમાં આ પ્રમાણે આજ્ઞાધારક ગૌતમસ્વામીએ નિર્દોષભાવે હજારો પ્રશ્નો પૂછ્યા હતા. વાક્યપૂર્ણ પરમજ્ઞાની ભગવાન મહાવીર સ્વામીએ પોતાની પવિત્ર વાણી દ્વારા તે પ્રનોના ટંકોત્કીર્ણ પ્રત્યુત્તર આપ્યા હતા જેના શ્રવણથી ઉપસ્થિત ગણધરો અને અન્ય શ્રોતાજનો ધન્યતા અનુભવતા હતા.
બાવળના બી જેમ બાવળના ઝાડ તથા કાંટાઓને જ ઉત્પન્ન કરે છે. તેવી રીતે પૂર્વભવની વાસનાઓ આ ભવમાં પણ સાથે જ આવતી હોવાને કારણે જીવ પાછો માયા આદિના ચક્કરમાં ફસાય છે.
જીવ માત્રની આવા પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ રાધાવેધની ' માફક કોઈક ક્ષણે સંસારના દુ:ખોથી કંટાળીને કે પૂર્વ પુણ્યના યોગે કંઈક પુરુષાર્થ કરી જીવ શક્તિનો સંચય કરે છે. ત્યારે સૌ પ્રથમ તે પાપોના દ્વાર રૂપી આશ્રવના કારણોને રોકવા પ્રેરાય છે. અને વધતા પુરુષાર્થ માટે, સંતસમાગમ, સ્વાધ્યાયબળ અને તપશ્ચર્યાનો આશ્રય લે છે.
શુભ અનુષ્ઠાનોના આશ્રયથી જીવમાં શ્રદ્ધા પ્રગટ થાય છે. ત્યાર પછી તે આત્મામાં સમ્યગજ્ઞાનનો પ્રકાશ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. તે પ્રકાશમાં અજ્ઞાનનો અંધકાર, મિથ્યાજ્ઞાનની ભ્રમજાલ, વિપર્યયજ્ઞાનથી થયેલી વિપરીત બુદ્ધિ, અને સંશયજ્ઞાન પણ છેવટે વિદાય લે છે, અને
૧૬૫
Page #187
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
નિશ્ચયાત્મક યથાર્થ અને સ્વ-પર પ્રકાશક જ્ઞાન પ્રાપ્ત થાય છે.
આવો જ્ઞાનનો પ્રકાશ થતાં જ સંસાર અને સંસારની માયા, પાપોત્પાદક, પાપવર્ધક, પાપફલક અને પાપપરંપરક જેવી લાગતા તે ભવ્યાત્મા પાપોની પ્રવૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કરવા તત્પર થાય છે. તે પાપોના દ્વારા સર્વથા બંધ કરવાના ભાવ તેને થતાં તે દેશિવરત ધર્મમાંથી આગળ વધી સર્વવિરતિરૂપ નિધર્મનો સ્વીકાર કરે છે.
પાપને માર્ગે પ્રસ્થાન કરતો અને પાપમૂલક પ્રવૃત્તિ કરનારો, એ જ આત્મા એક દિવસે પ્રતિ-આખ્યાન, પાછો વળે છે, અને અત્યાર સુધી કરેલા, કરાવેલા કે અનુમોદન કરેલા પાપોથી મુક્ત થાય છે. આ પ્રત્યાખ્યાન ધર્મ છે.”
સામેના શત્રુની વ્યુહરચના, શસ્ત્ર, સામગ્રી યોદ્ધાઓની લડાયક શક્તિ જોઈને યુદ્ધ કરવાનું સાહસ કરે છે. તેવી રીતે પ્રબળ શત્રુ સમા અઢાર પાપસ્થાનકોની ઓળખાણ, તેમની શક્તિ મોહરાજાની ચાલ, ઈન્દ્રિયોનો વ્યુહ દરેકનું માપ કાઢી આત્મા તેની સામે બળવાન થઈ તેમનો પરાજય કરે છે.“
માણસના જીવનમાં ધાર્મિક્તા નથી હોતી ત્યારે ચારે સંજ્ઞાઓનું જોર વધવા લાગે છે, તેને નબળી કરવા ધર્મભાવના મુખ્ય છે. ધર્મના અનુષ્ઠાનોનો શરીર સાથે સંબંધ છે. અને આધ્યાત્મિક્તાને આત્મા સાથે સંબંધ છે.
૧૬૬
ધન્ય તે વેળા, ધન્ય તે નગરી, ધન્ય તે વેળાના માનવી રે.........
Page #188
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
સમય ગોમય મા પમાયે
"હે ગૌતમ એક ક્ષણનો પણ પ્રમાદ ન કર
આ મહાસૂત્ર આપણા શ્રવણે પડ્યું છે. પ્રભુનું આ દિવ્યવચન ગૌતમ ગણધર જે ચાર જ્ઞાન અને પંચમહાવ્રત ધારી, તેમને સંબોધીને પ્રગટ થયું છે. એટલે જગતના પાત્રજીવોએ તેનું મનન કરવા જેવું છે.
પ્રમાદી તો પ્રમાદી છે, તેના શ્રવણે આ વચન પડે તો પણ શું ? સંસારભાવથી બધ્ધ એવા જીવને ધર્મ અડતો નથી અને ધર્મભાવનાવાળા જીવને ક્યાંય સંસાર નડતો નથી
પ્રભુતો સર્વ ભવ્યજીવોને આ જ બોધ સતત આપતા કે હે જીવો ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કરો ! પંચમકાળના મનુષ્યનું આયુષ્ય પ્રાય અલ્પ છે. ક્ષણમાં નષ્ટ થાય તેવું છે. દર્ભની અણી પર રહેલા ઝાકળના બિંદુની જેમ સરી પડે તેવું છે.
સર્વજ્ઞની વાણીનું પરંપરાએ ઉમાસ્વાતિ આચાર્યશ્રીએ કથન કર્યું છે કે : "પ્રમાદો હિ મૃત્યુ.”
આ પ્રમાદ એ જીવનનો મહાશત્રુ છે. તે જીવને અનેક પ્રકારે દુ:ખદાયી છે. આ પ્રમાદની સંતતિ જીવને જળોની જેમ ચોટે છે.
પ્રમાદ = સતધર્મ પ્રત્યે અનાદર, અરુચિ પ્રમાદ = સ્વરૂપનું વિસ્મરણ પ્રમાદ = મોહનીય કર્મનો ભયંકર ભરડો પ્રમાદના શાસ્ત્રકારોએ પંદર પ્રકાર કહ્યા છે "
પાંચ ઇન્દ્રિય વિષયમાં લોલુપતા - જયાં સુધી જીવને સ્પર્શેન્દ્રિયના આઠ સ્પર્શમાં રાગદ્વેષ વર્તે છે, ત્યાં સુધી જીવ વિષયી કહેવાય છે.
૧૬૭
Page #189
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર જીવને ક્યારેક ઠંડો કે ક્યારેક ગરમ સ્પર્શ રચે છે. ક્યારેક ચીકણાં વિલેપન આદિ પદાર્થો ગમે છે. ક્યારે લુખા પદાર્થો રચે છે. ક્યારેક ભારે પદાર્થો તો ક્યારેક હલકા પદાર્થો ગમે છે. ક્યારેક સુંવાળા તો ક્યારેક કરકરા પદાર્થો ગમે છે. રસેન્દ્રિય વિષે કડવા, તીખા, તુરા, મીઠા, ખારા પદાર્થોમાં પ્રીતિ-અપ્રીતિ થાય છે. અને તેની પ્રાપ્તિમાં સુખ ને અપ્રાપ્તિમાં દુ:ખ અનુભવે છે.
ધ્રાણેન્દ્રિય : જીવને વિષયવશ સુગંધી પદાર્થો પ્રિયકર લાગે છે. દુર્ગધવાળા પદાર્થો અપ્રિય લાગે છે.
ચલૂઈન્દ્રિય : પાંચે ઈન્દ્રયમાં ચક્ષુ - વિશેષ વિષયોથી પ્રભાવિત થાય છે. કાળા, નીલ, પીળા, સફેદ ને લાલ રંગ તથા મિશ્ર રંગોની દુનિયામાં તથા સ્ત્રી આદિનાં રૂપમાં લાલાયિત થઈ જીવ પરવશ બને છે.
શ્રોત્રેન્દ્રિય : શબ્દ શ્રવણમાં મધુર ગીત કે અવાજને વશ થઈ જીવ રાગને પોષે છે અને કર્કશ વચનથી જ પેદા કરે છે. માનઅપમાનરૂપ વચનથી જીવ સુખી કે દુઃખી થાય છે.
ચાર કષાય : આ પ્રકારે વિષયોનાં સેવન સાથે વિભાવ દશાવશ જીવ કષાયી બની ફોધ, માન, માયા અને લોભને વશ અનેક કુકર્મ કરી, મહાયાતના પામી સંસારની ચાર ગતિમાં ભમે છે.
ચાર વિકથા : સંસારી જીવ ધર્મકથારહિત ચાર પ્રકારની કથામાં આસક્ત રહે છે. પરિણામે જન્મમરણરૂપ દુ:ખ પામે છે. ચાર કથા રાગદ્વેષને આધારે જ થાય છે.
રાજકથા : ભોજનકથા, વેદકથા, દેશકથા અને રાગ તથા નિદ્રા આમ પંદર પ્રકારની પ્રમાદની મુખ્ય સંતતિ છે. જો જીવ સાવધાનપણે વિચારે તો આ પ્રકારથી બચવા માત્ર સંયમ, અપ્રમાદ અને સાધુજીવન છે.
છતાંય પ્રશ્ન થર્શે કે ભગવાન ગૌતમસ્વામીને ઉદ્દેશીને આ વાક્ય
૧૬૮
Page #190
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર કેમ કહેતા હતા ?
અરે ચેતન ! ગૌતમ તો સાધુતાનું એક આદર્શ પ્રતીક છે. જો ગૌતમ જેવાને આ શીખ હોય તો આપણે પામર અને પ્રમાદી પ્રાણીને શી શીખ હોય ? ગૌતમને ઉદ્દેશીને સર્વજ્ઞ પરમાત્માએ કરણાવશ સર્વ ભવ્ય જીવોને આ જ મહામંત્ર આપ્યો છે. પૂર્ણતા પામતાં સુધી જીવ માત્ર અલ્પજ્ઞ અને પ્રમાદીની અવસ્થામાં હોય છે એટલું જ નહિ પણ ઉપશમ શ્રેણી પર આરૂઢ એવા સંયતિ મુનિપ પ્રમાદને વશ સંજવલન કષાયને વશ થઈ પડે છે તો પામર જીવોનું શું ગજું?
કેવળ ક્ષપકશ્રેણી પર આરૂઢ જીવ અપ્રમાદપણે ચઢે છે, અને કેવળજ્ઞાન પામી કમે મોક્ષની પ્રાપ્તિ કરે છે. ગૌતમસ્વામી એવી સાધનાના અધિકારી હતા પણ પ્રભુ જાણતા હતા કે તેમના પ્રશસ્ત રાગમાં ગૌતમ પણ અટક્યા છે, તેથી તેમને વાત્સલ્ય ભાવે હંમેશાં કહેતાં કે
સમય ગોયમ મા પ્રમાયે
પરંતુ આપણે તો એમ વિચારવાનું છે કે આ વાક્ય-શ્રવણથી ગૌતમસ્વામી વિશેષ સાવધ થતા અને અત્યંત પ્રેમથી આ વચનો ગ્રહણ કરતા, કારણકે તે જ્ઞાની હતા. અજ્ઞાની આવા વાક્યથી છળી જાય ને માને કે હું શું પ્રમાદ કરું છું? રાત-દિવસ તો સાધના કરું છું, પણ ગૌતમ આજ્ઞાતિ અને અનન્ય ભક્ત હતા. ભક્ત જ ભગવાનની વાણી સમજી શકે. અને ધારણ કરી શકે. સામાન્ય જીવન આવું અમૃત વચન ઝીલવાની તાકાત પણ શી હોય !
આત્મતત્ત્વને પ્રગટ થવામાં આ અપ્રમાદપણે થતી સાધના જ મુખ્ય છે. અને એ જ સાધુસંતોનું જીવન છે. તેમની અપ્રમાદયુક્ત સાધના જ અજ્ઞાનને દૂર કરી શકે છે. સાધુજીવન એટલે જગતના સમગ્ર જીવોનું રક્ષાયુક્ત અહિંસાપાલન જીવ માત્ર પ્રત્યે મૈત્રી ભાવના તેઓ ગમે તેટલા મરણાંત કષ્ટો સહન કરશે પણ અન્ય જીવોની રક્ષા કરશે.
૧૬૯
Page #191
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર સાધુ એટલે દેહભાવથી મુક્ત. તેનો નિર્વાહ કરે પણ નિસ્પૃહભાવે રહે. તપ, જપ, ધ્યાન, જ્ઞાન એજ તેમની જીવનચર્યા હોય છે. ત્યાં એક ક્ષણનો પ્રસાદ પણ નથી કારણકે સાધુ સંતોનું ધ્યેય એક માત્ર મુક્તિ છે. આ બેયના લશે પ્રમાદ છૂટી જાય છે.
આથી ભગવાને ગૌતમસ્વામીને લક્ષમાં રાખીને જગતના ભવ્ય જીવોને આ મહાન સૂત્ર આપ્યું છે. તેને માન્ય કરવામાં આપણું શ્રેય છે.
હે જીવ એક ક્ષણનો પણ પ્રમાદ ન કર !
દુન્ય યુધ્ધમાં જે હmો યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જીતે છે તેનો વિષે પરમ વિજ્ય છે.
બાહ્ય યુધ્ધોથી શું વળ્યું તે પોતાની જાત સાથે જ સયું યુદ્ધ કરો. પોતા વડે પોતાની જાતને જીતવાથી સાચું સુખ પ્રાપ્ત થાય છે.
લગામ દ્વારા જેમ અન્યો કાબુમાં આવે છે તેમ પાન | ખાન ૫ અને સંયમના બળ વડે (લગામ વડે) ઇન્દ્રિયોના વિષયો અને કષાયો કાબુમાં આવે છે.
એ થોડેક દેવું, નાનો ઘા, જરા જેટલી આગ અને અલ્પ | કષાય, આ ચારેયનો વિશ્વાસ ન કરવો અલ્પ છતાં તેનું ૩૫ મોટું બની શકે છે.
સંગ અને પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મૈથુન સેવે છે, અનેક , વિષયોમાં આસક્તિ કરે છે. આમ પરિગ્રહ પાંચેય મહાપાપોની જડ છે.
::::::::::
*
*
******
**
ક
કદર કરી
ક
૧૭૦.
Page #192
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
પ્રભુ મહાવીરનું મહાનિર્વાણ
સમસ્ત વિશ્વ જન્મ મરણના સનાતન નિયમને આધીન છે. છતાં અજ્ઞાની જીવો દેહને ટકાવવા સતત પ્રયત્ન કરે છે. જ્ઞાનીઓ દેહમાં રહીને જ દેહભાવથી મુક્ત થઈ જાય છે, તેથી તેમના દેહત્યાગને નિર્વાણ કહેવાય છે, પણ મરણ કહેવાતું નથી. એથી મહાપુરુષોના નિર્વાણ દિનને પર્વ માની, ભવ્ય જીવો તે દિવસે ધર્મારાધના કરી આત્મ કલ્યાણ સાધે છે. આપણી કથાના નાયક ગુરુ ગૌતમ તો ભગવાનના નિર્વાણના નિમિત્તે કેવળજ્ઞાન પામ્યા હતા.
તે કાળે તે સમયે ભગવાન મહાવીરની કેવળજ્ઞાનની અવસ્થાને ત્રીસ વર્ષ પૂરા થયા હતા, ત્યારે તેમના જીવનનું ન્હોતેરમું વર્ષ ચાલતું હતું. આ દિવસોમાં ભગવાન હસ્તિપાલ રાજાની રજજુશાળામાં પધાર્યા હતા. ભગવાનના સહજ ઉપયોગમાં નિર્વાણની ઘડી અંકિત થઈ ગઈ હતી.
પ્રભુની કરૂણાનું રહસ્ય કંઈ ન્યારું જ હતું. એક બાજુ નિર્વાણની ઘડી ગણાતી હતી, ત્યારે બીજી બાજુ ગૌતમની સાધના અખ્ખલિત હતી, છતાં અપૂર્ણ હતી. અર્થાત્ હજી તેઓ કેવળજ્ઞાન પામ્યા ન હતા.
કારણ ? તેમનો પ્રભુ પ્રત્યેનો અત્યંત સ્નેહ.
જો કે ગૌતમસ્વામીને ક્યારેક સંતાપ થતો, કે જીવન તો વહ્યું જાય છે, અને કેવળજ્ઞાન તો અપ્રગટ જ રહ્યું છે. કોઇવાર તે ભગવાનને એનું કારણ પૂછતાં, ત્યારે ભગવાન ખુલાસો આપતા હતા કે :
“હે ગૌતમ ! તમારી વચન લબ્ધિથી જગતનાં કંઇક આવો સંસાર પરિભ્રમણથી મુક્તિ પામ્યા છે, પણ તમારો અમારા પ્રત્યેનો અત્યંત અનુરાગ તમારા સ્વરૂપને પ્રગટ થવામાં અંતરાય બન્યો છે. મોક્ષમાર્ગ અત્યંત શુદ્ધ છે. તેમાં પ્રશસ્તરાગ પણ કષાય -શુભાશ્રવ છે, તેથી તે સ્વરૂપ પ્રાપ્તિમાં બાધક છે.”
૧૭૧
Page #193
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર અને ગૌતમસ્વામી પ્રભુભક્તિમાં એવા એક્તાર હતા કે ભગવાન પાસેથી ખુલાસો મળ્યા પછી નિશ્ચિત થઈ જતાં કે :
ચમક પાષાણ જેમ લોહને ખેંચશે, તેમ મુક્તિને તુજ ભક્તિ રાગો.
વાસ્તવમાં નિસ્પૃહા ભક્તિથી ચિત્તની શુધ્ધિ એ પરંપરાએ મોક્ષનું કારણ બને છે, છતાં કરૂણાનિધિ ભગવાનની ફરજ હતી, કે જે જીવે ભક્તિના ભાવમાં મુક્તિને જતી કરી છે, તેનું પરિભ્રમણ ટાળવું જોઈએ. જયાં સુધી તેની દૃષ્ટિ મારા તરફથી મુક્ત થઈ સ્વ-સ્વરૂપ પ્રત્યે નહિં જાય, કે તેનું લક્ષ નહિં કરે, ત્યાં તે જીવનના અમૃતને પ્રાપ્ત કરી નહિ શકે. આથી વાત્સલ્ય મૂર્તિ એવા પ્રભુએ જાણે કઠોર થઈ એક નિશાન તાકી દીધું.
અમાસની રાત ભલે અંધારી હોય પણ સવાર ઉગે ત્યારે તો પ્રકાશરૂપ હોય છે. એવી અમાસની એક સવારે ભગવાને ગૌતમને આજ્ઞા કરી કે હે ગૌતમ ! અહિંથી થોડે દૂર એક ગામ છે; ત્યાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહે છે. તે ભવ્ય જીવ, સરળ સ્વભાવી તત્ત્વ જીજ્ઞાસુ અને ધર્મપ્રિય છે. અલ્પબોધથી પણ બૂઝે તેવો છે માટે તમે શીધ્રપણે ત્યાં જાવ અને તેને પ્રતિબોધ પમાડો તેમાં તમારું પણ શ્રેય છે, એ નિમિત્ત તમારા પોતાના પણ જીવન સાફલ્યનું નિમિત્ત બનશે.
આજ્ઞાંકિત એવા ભોળા જીવ, ગૌતમને પ્રભુના માર્મિક વચનોમાં કંઈ વિકલ્પ ઉઠયો નહિં. તેમને માટે તો પ્રભુ આજ્ઞા એટલે પોતાના પ્રાણ સમું કાર્ય હતું. તેમાંય અન્યને ધર્મલાભ થાય તે ધર્મવત્સલ ગૌતમને માટે તો અત્યંત આનંદદાયક અવસરની પ્રાપ્તિ હતી. વળી પ્રભુએ આવું મહાન કાર્ય પોતાને સોંપ્યું. તેમાં તોઓ પોતાની ધન્યતા અનુભવતા વયોવૃદ્ધ એવા ગૌતમ વરાથી વિહાર કરી દેવશર્મા પાસે ગયા.
અહો ! સતપુરૂષની ઉપસ્થિતિ અને સત્સંગની જીજ્ઞાસા હોય પછી કાર્ય સિદ્ધ થાય તે નિ:સંશય છે. ગૌતમ સ્વામીની પવિત્ર અને અપૂર્વવાણીથી દેવશર્માનું ધર્મમય હૃદય છલકાઈ ગયું. તેમાં બોબીજ પડ્યું અને અલ્પ સમયમાં તે બ્રાહ્મણ ધર્મ પામ્યો.
Page #194
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર પ્રભુની આજ્ઞાને સફળપણે પૂર્ણ ના અનેરા આનંદથી ગૌતમસ્વામી પ્રતિબોધ કરવા આવ્યા હતા તેથી પણ વિશેષ વરાથી ભગવાન પાસે જવા પાછા ફર્યા કોઈ ગુઢ રહસ્યને કારણે ગૌતમ ક્યાંય રોકાયા નહિં, અને મનમાં ભગવાન ભગવાનનું રટણ કરતાં શીધતાથી વિહાર કરતાં હતા.
આ બાજુ શું બન્યું? કરૂણા અને કઠોરતાનો કેવો સમન્વય !
પાવાપુરીની ધન્ય નગરીમાં ભગવાનના એ અંતિમ ચોમાસાના દિવસો લગભગ પૂર્ણ થવા આવ્યા હતા. આયુષ્યની ગતિ પણ સદાને માટે શાંત થવાની હતી, તે સમયે પ્રભુએ લોક કલ્યાણને કારણે પોતાના વચનયોગની ગંગાને સોળ પ્રહર સુધી વહેવરાવી દીધી કેવી કરૂણા?
ભગવાને એ અંતિમ દેશનામાં જગતના જીવોને સંસારના દુ:ખનું અને મોક્ષના સુખનું સાચું સ્વરૂપ દર્શાવી દીધું. શુભાશુભ પરિણામથી જીવો સંસારના ચક્રમાં ફસાયા છે, તેનો ઉપદેશ આપ્યો. અને સંવર તથા નિર્જરારૂપ ધર્મનું મહાભ્ય જણાવી, જીવોને મુક્તિ માર્ગની દેશના આપી પ્રભુની અપૂર્વ અને અંતિમ દેશનાને રાજા, મહારાજાઓ અને અન્ય શ્રોતાજનો પોતાની હૃદયભૂમિમાં અંકિત કરીને ધન્ય બની ગયા.
પ્રભુના નિર્વાણનો સમય નજીક આવતો ગયો, ત્યારે વાતાવરણમાં ગંભીરતા છવાઈ ગઈ હતી. અંતરીક્ષમાં રહેલા ભસ્મક ગ્રહને પણ ત્યારે પ્રગટ થવાનો અવકાશ મળ્યો હોય તેમ તેનો યોગ થવાની તૈયારી હતી.
દેશનાનું શ્રવણ કરતાં અવધિજ્ઞાની શકે આ યોગની હજારો વર્ષ સુધી માઠી અસર પડશે તે જાણી લીધું. આ ગ્રહના યોગમાં પ્રભુનું નિર્વાણ થાય તો આવતો કાળ દુખમય બની જશે. પરંતુ બનનાર છે તેને કોઈ ફેરવી શક્યું નથી. દરેક દ્રવ્યની પરિણમનશીલતા સ્વતંત્ર છે. તેમાં સર્વજ્ઞ પણ કંઇજ કરી શકે તેમ નથી. કારણ કે સર્વજ્ઞ પોતાના જ્ઞાનમાં સ્વતંત્ર છે, દુનિયાને ફેરવવાની બુદ્ધિના કર્તા નથી. છતાં શકેન્દ્ર
૧૭૩
Page #195
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
પ્રભુને વિનંતિ કરી કે "પ્રભુ આપ ફક્ત આયુષ્યને પળવાર જ લંબાવી દો. એટલીવારમાં ભસ્મક ગ્રહ શાંત થઇ જશે અને ભાવિમાં તમારા શાસનની મુસીબત દૂર થશે.”
ભગવાન લોકકલ્યાણની કરૂણાવાળા છે, પણ ભવિતવ્યતાના અબાધિત નિયમને જાણનારા છે. ભગવાને સહજભાવે જણાવ્યું, કે 'હે શકેન્દ્ર ! આયુષ્ય કર્મ પોતે સ્વતંત્ર કર્મ છે તેનો સમય થતાં પળમાત્ર તેને કોઇ રોકી શકતું નથી.' આયુષ્યની અંતિમ પળે પ્રભુએ શૈલેષીકરણ દ્વારા સર્વ યોગનો નિરોધ કર્યો.
આખરે આસોવદ અમાવસ્યાની મધરાત્રે ભગવાન અંતિમ જન્મનાં અંતિમ આયુષ્યના બંધનથી, સર્વ પ્રકારના કર્મથી અત્યંતપણે મુક્ત થઈ, સિદ્ધ દશા પામ્યા. મહા નિર્વાણની સ્થિતિને પામી તેઓ સિદ્ધ, બુદ્ધ, અને નિરંજન થયા.
દેવો, માનવો અને રાજા મહારાજાથી સુશોભિત એ ધર્મસભા ક્ષણમાત્રમાં શોકમગ્ન થઈ ગઈ. સૌ જીવો અનાથતા અને દીનતાનો અનુભવ કરતા હતા., અને અંજલિ જોડી પ્રભુને આખરી પ્રણામ કરી રહ્યા હતા. પ્રભુ તો અમર થઈ ગયા, અનાદિકાળના પરિભ્રમણને સમાપ્ત કરી પ્રભુએ અદૃશ્ય એવા તત્ત્વને દૃશ્ય કરી સિદ્ધપદને પ્રામ કર્યું. ઉપસ્થિત જનસમુદાય અત્યંત શોકાતુર થઈ ગયો. પ્રભુના નિર્વાણથી બોધ પામી ઘણા ભવ્યજીવોએ અનશનનો સ્વીકાર કર્યો.
વિચક્ષણ એવા શકેન્દ્રે સૌને સમજાવ્યા કે “હે મહાનુભાવો ! પ્રભુનો વિરહ અત્યંત દુ:ખદાયક છે, પરંતુ પ્રભુનો આત્મા સદા સર્વથા મુક્ત થયો તે અત્યંત શુભ છે, માટે શોકનો ત્યાગ કરી આ દિવસ ધર્મધ્યાનનો છે, એમ જાણી પ્રભુના નિર્વાણ માર્ગનો આદર કરો.”
શકેન્દ્રના વચનોને અનુસરી, સૌએ આ રાત્રિને ધર્મપર્વ રૂપે ઉજવી, અને નગરમાં દીપકોને પ્રગટાવીને સૌએ પ્રભુના મહાન નિર્વાણના પર્વનું બહુમાન કર્યું.
૧૭૪
Page #196
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગૌતમની વિરહવેદના
અહો ! પ્રભુ આ શું કર્યું દીનાનાથ દયાળ !
પાવાપુરી પ્રભુના મહાનિર્વાણના ઉત્સવથી દીપકો વડે દીપી રહી હતી, છતાં વાતાવરણ અમાવસ્યાના અંધકારને પ્રગટ કરતું હોય તેમ શોકની છાયાવાળું હતું.
ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધ કર્યાની સફળતાના સહજ આનંદથી પ્રભુ પાસે પહોંચી જવા ઝડપથી વિહાર કરીને આવતા હતા. કોઈ જીવ જયારે બોધ પામી જતો ત્યારે તેઓને રોમેરોમ આનંદથી ભરાઈ જતાં. પરંતુ ...
ઘડીમાત્રનો પ્રભુના વિયોગે રહેવું તે ગૌતમસ્વામી માટે વસમું હતું. તેઓ અહર્નિશ પ્રભુના ચરણમાં જ રહેવા ઇચ્છતા. એટલે તેઓ હૃદયમાં પ્રભુની નિશ્રાને ઝંખતા ચાલ્યા આવતા હતા. ત્યાં તો માર્ગમાં તેમણે કંઈ ગણગણાટ સાંભળ્યો. અને તેમણે પૂછ્યું “ભાઈ, તમે બધાં ક્યાંથી આવો છો અને શું વાત કરો છો ? જવાબ મળ્યો કે ભગવાન મહાવીર મહાનિર્વાણ પામ્યા.
ચાર જ્ઞાનના સ્વામી, બાળસ્વભાવ સુલભ ગૌતમ પર જાણે વજઘાત થયો. સમજો કે બ્રહ્માંડ તૂટી પડયું. તેઓ અત્યંત લોભ પામી ગયા. અંતર વેદનાથી ભરાઈ ગયું. વાચા હણાઈ ગઈ. પ્રભુના નિર્વાણના સમાચાર એ તો તેમને માટે માની ન શકાય તેવી હકીક્ત હતી. શૂન્યમનસ્ક ગૌતમસ્વામીને લોકોએ આશ્વાસન આપી જાગૃત કર્યા, અને તેઓ તેમને પ્રભુના નિર્વાણ સ્થળે દોરી જવા લાગ્યા.
માર્ગમાં જતાં ગૌતમસ્વામીનું હૃદય પોકારી ઉઠયું કે હે ભગવાન ! આ તમે શું કર્યું?
હું જ કેવળ હીન પુણીયો છું ? તમારી ઉપસ્થિતિમાં ભાગ્યશાળી
૧૭૫
Page #197
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
એવા નવ ગણધરો તો મોક્ષે થયા. આપ પણ સંસારથી સર્વથા મુક્ત થઇ સિધ્ધગતિમાં પહોંચી ગયા અને હું? હવે મારું કોણ?
આંખમાંથી અશ્રુનો પ્રવાહ રેલાઈ રહ્યો. એમનું જીવન જાણે દરિયાના તોફાનમાં નાવ અટવાય તેમ અટવાઈ ગયું. આ આઘાત જીરવી શકવાની અશક્તિથી તેઓ હતપ્રભ થઈ ગયા.
પુનઃપુનઃ હૃદયમાંથી ઉગાર સરી પડતા હતા, અહો ! પ્રભુ આ શું કર્યું ? અધવચ્ચે આમ એંશી વર્ષની વયે મને તમે આ ભવાટવીમાં એક્લો મૂકીને ગયા ! હવે મને કોનો સહારો મળશે ? મારી સંભાળ કોણ લેશે ? ગોયમ, ગોયમ કહીને કોણ બોલાવશે ? આવી અનન્ય વાત્સલ્યતા ક્યાંથી મળશે ?
વીર...વીર...વીર...
આમ પુનઃ પુન: વીર વીર કહીને ગૌતમે વલોપાત કરી મૂક્યો. અંત સમયે આપે મને શા માટે દૂર કર્યો ? તમારા શરણમાં હું કેવો નિશ્ચિત મનથી મારી સાધનાની કેડીએ ચઢતો હતો ! મને હવે માર્ગે કોણ લઈ જશે ? આપની ઉપસ્થિતિમાં મને સ્વરૂપ પ્રાપ્તિ ન થઈ તો પછી નિરાધાર એવા મને હવે કોણ ઉગારશે ? પ્રભુ ! તમારે આમ કરવું જોઇતું ન હતું. પ્રભુ ! પ્રભુ ! આ શું બની ગયું ?
હે ભગવાન ! મારી આવી અસહાય સ્થિતિનો આપે કંઈ વિચાર જ ન કર્યો. આપ તો સર્વજ્ઞ હતા. નિર્વાણની ઘડીને જાણતા હતા, અને છતાં આવી કઠોરતા કેમ કરી બેઠા ? આટલા વર્ષોના સ્નેહને પણ પ્રભુ આપે વિસારી મૂક્યો ! હવે આ રાંકનો હાથ કોણ પકડશે. મારો કંઈ આરોજ નથી ! - હવે હું ભગવંત કહી કોને પૂછીશ? મારા મનનું સમાધાન કોણ કરશે ? હે વત્સ, હે ગૌતમ પળનો પણ પ્રમાદ ન કરે એમ કહીને મને કોણ જાગૃત કરશે? મારી મૂંઝવણ એ છે કે મને હવે કોણ તારશે? પ્રભુ
૧૭૬
Page #198
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
આપતો કેવા કરૂણાશીલ હતા ! તમારી નજરના અમીનું ઝરણું મારે માટે એકાએક કેમ સૂકાઈ ગયું ? અવશ્ય મારો કોઈ દોષ હશે નહિં તો આપ કરૂણાના સાગર મારે માટે કેમ કઠોર થઇ જાવ?
અહો પ્રભુ આ શું કર્યું ? હવે હું શું કરીશ ? આપની આજ્ઞા શિરોમાન્ય કરી હું તો અનન્ય આનંદથી દેવશર્માને બોધ આપવા ગયો. આપની કૃપાથી કાર્ય સિદ્ધ કરી અત્યંત પ્રસન્નતાપૂર્વક પાછો વળતો હતો, ત્યાં તો મારા શ્રવણે વજ્રઘાત સમા શબ્દો પડયા.
“વીર નિર્વાણ પામ્યા”
“શું મહાવીર નિર્વાણ પામ્યા ?”
પ્રભુ આપ સર્વજ્ઞને આ શું સૂઝ્યું ! જરૂર મારો કોઈ દોષ હશે નહિં તો આપ મને સંસારમાં મૂકી સ્વયં મુક્ત કેમ થઈ જાવ ?
હે દીનાનાથ ! આવી અનાથ દશાનો આપને ખ્યાલ ન આવ્યો ! બાળવૃત્તિ જેવા ગૌતમનું રૂદન માર્ગમાં જતાં માનવોને પણ પીંગળાવી રહ્યું. જેમ જેમ પાવાપુરી નજીક આવતી ગઈ તેમ તેમ ગૌતમને આ નગરી સ્મશાન જેવી લાગી. જાણે પશુ-પંખી, માનવ, હવા, ફળ ફુલ સર્વ ઉદાસ બની ગયા હોય અને કહેતા હોય, હે નાથ ? અમારૂં શું થશે ? અમે આપની પાવન નિશ્રામાં કેવા સહોદર જેવા નિર્ભય થઈને રહેતા હતા ? આજે પૃથ્વી આપના પાવન ચરણ સ્પર્શ વગર નિરાશા અનુભવે છે.
ખરેખર ગૌતમના જીવનમાં એક ભયંકર અંધકાર વ્યાપી ગયો હતો. પ્રભુની હાજરીમાં તેમન જ્ઞાનને તેમણે શમાવી રાખ્યું હતું. પ્રભુના વિરહમાં એ જ્ઞાન ઉપર એક ભયંકર પડદો પડી ગયો. તેમની વિરહ વેદનાને આંસુઓની કલમથી લખીએ તો પણ ક્થન થાય તેવું નથી.
માર્ગમાં નગરી સુધીના પંથે જતા એકાકી ગૌતમને આશ્વાસન પણ કોણ આપે ? પુન: પુન: વીર વીર રટતા, પ્રભુ આ શું કર્યું ? એમ
૧૭૭
Page #199
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
પૂછતા તે આગળ વધતા હતા. તેમની મૂંઝવણ એ હતી કે હવે વાત્સલ્ય ભર્યો ગૌતમ શબ્દ સાંભળવા નહિ મળે, અને ભંતે કહીને હું મારા મનનું સમાધાન પણ કેવી રીતે કરીશ ? હે ભગવાન ! તમને આ શોભતું ન હતું.
છેવટે તમે મને છેલ્લી ઘડીએ સાથે રાખ્યો હોત તો હું કંઈ તે વખતે એવો આગ્રહ ન રાખત કે મને કેવળજ્ઞાન આપો, પછી જાવ. વળી તમારી સાથે આવવાનો આગ્રહ ન રાખત. આમ ગૌતમ બાળકની જેમ નિરાધારપણે ઘણી મૂંઝવણ અનુભવવા લાગ્યા
અંતે પાવાપુરીના નિર્વાણના પવિત્ર સ્થાને ગૌતમસ્વામી આવી પહોંચ્યા. દેવો અને માનવોથી વીંટળાએલા પ્રભુના પાર્થિવ દેહને તેઓ અત્યંત અનુરાગથી નિહાળી રહ્યા. કેન્દ્રના આશ્વાસનથી સૌની જેમ ગૌતમને કંઈ કળ વળતા હવે તેઓ વિચારવા લાગ્યા કે :
અહો ! મેં પ્રથમથી જાણ્યું જ નહિ કે પરમાત્મા તો વીતરાગ અને નિસ્પૃહી હતા. તેઓને ભક્તિ કરનાર પ્રત્યે રાગ અને ઉપસર્ગ કરનાર સંગમ પ્રત્યે ક્યારેય ષ થયો નથી. પ્રભુ તો મને વારંવાર કહેતા કે હે ગૌતમ ! તમે અમારા પર અનુરાગ રાખો છો તે તામારા જ્ઞાન સ્વરૂપને પ્રગટ થવામાં બાધક છે. પ્રશસ્ત પુરષ પ્રત્યેનો પ્રશસ્ત સ્નેહ શુદ્ધ મોક્ષમાર્ગમાં સાધન છે, સાધ્ય નથીતમે સાધ્યને પકડો, સાધન માત્ર નિમિત્ત છે.
પણ ભગવાન ! મેં આપની આ વાતનો વિચાર કર્યો નહિ તેમાં દોષ તો મારો જ હતો આપની પાવન નિશ્રાથી હજારો જીવો મુક્ત થયા અને હું આપનો પ્રથમ શિષ્ય રહી ગયો તેમાં મારી ભક્તિની મસ્તી હતી. જો કે પ્રભુ મને આપની ભક્તિમાં મુક્તિનો આનંદ મળતો હતો; પરંતુ આપ કરૂણાળુ જાણતા હતા, કે એ સાત્વિક આનંદ છે. એવો પ્રશસ્ત રાગ પણ હેય છે અને તેથીજ કહેતા હતા કે :
હે ગૌતમ ! એક સમયનો પણ પ્રમાદ ન કર. ૧૭૮
Page #200
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ગૌતમ પામ્યા કેવળજ્ઞાન
ગૌતમસ્વામી ઉંડા ચિંતનમાં ગરકાવ થઈ ગયા તેમ તેમ અંધકારના પડળ ખૂલતા ગયા. તેમણે વિચાર્યું કે મારી કલ્પના ખોટી હતી કે ભગવાનને મારા પર સ્નેહ હતો. પ્રભુ તો વારંવાર મને સમજાવતા હતાં કે મોક્ષમાર્ગમાં સ્નેહનો અતિ અલ્પ અંશ પણ બાધક છે. મારા સ્વરૂપને બાધક મારી જ મનોવૃત્તિ હતી. તેઓ તો વીતરાગ હતા.
પછી તો ગૌતમસ્વામીના ચિત્ત પર ભગવાનની નિશ્રાના કેટલાય પ્રસંગો અંક્તિ થવા લાગ્યા, અને તેમને સ્પષ્ટપણે સમજાયું કે ભગવાન તો સંપૂર્ણ વીતરાગ હતા નિરાગી, નિઃસ્નેહી અને માધ્યસ્થ સ્વભાવવાળા હતા. મારા આત્મ કલ્યાણની વાત તેમના ઉપયોગથી બહાર ન હતી. પણ હું તેમની વાતનો સ્વીકાર કરતો ન હતો કે સ્વયં સતપુરષાર્થથી આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે, અને તેથી મારી અંતર દૃષ્ટિ ખોલવા જ ભગવાને મને અત્યંત કરૂણા કરી અંતિમ સમયે દૂર કર્યો હતો. આ તેમની કઠોરતા ન હતી; પણ કરૂણાજ હતી. મારા અનુરાગથી મને એ વાત પ્રથમ સમજાતી ન હતી પણ સૂકમપણે વિચારતા એ વાત સત્ય છે તેમ મને સમજાતું જાય છે.
શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ - ૧ વર્ધમાન વચને તાદા, શ્રી ગૌતમ ગણધાર દેવશર્મ પ્રતિબોધવા, ગયા હતા નિરધાર- ૧ પ્રતિબોધી તે વિપ્રને, પાછા વળિયા જાય, તવ ને શ્રવણે સાંભળે, વીર લહ્યા શિવ ધામ- ૨ ધૂસકે પડ્યો તવ પ્રાસકો, ઊપયો ખેદ અપાર, વીર વીર કહી વલવલે, સમરે ગુણ સંભાર- ૩ પૂછીશ કોને પ્રમ હું ભંતે કહી ભગવંત, ઉત્તર કોણ મુજ આપશો, ગોયમ કહી ગુણવંત- ૪ અહો . પ્રભુ . આ શું કર્યું. દીનાનાથ દયાળ, એ અવસર મુજને તમે, ટાળ્યો દૂર કૃપાળ- ૫
૧૭૯
Page #201
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર શ્રી ગૌતમ સ્વામીનો વિલાપ - ૨
શાસન સ્વામી સંત સ્નેહી સાહીબા, અલવેસર વિભુ આતમના આધાર જો,
આથડતો અહિં મૂકી મુજને એકલો, માલિક ક્યમ જઈ બેઠા મોક્ષ મોજાર જો. વિવંભર વિમલાતમ વ્હાલા વીરજી વિવું - ૧
મનમોહન તમે જાણ્યું કેવલ માંગશે, લાગશે અથવા કેડે એ જેમ બાળ જો,
વલ્લભ તેથી ટાળ્યો મુજને વેગળો, ભલું કર્યું એ ત્રિભુવન જન પ્રતિપાલ જો. વિ - ૨
અહો . હવે મેં જાણ્ય શ્રી અરિહંતજી, નિઃસ્નેહી વીતરાગ હોય નિરાધાર જો.
મોટો છે અપરાધ ઈહા પ્રભુ માહો, શ્રત ઉપયોગ મેં દીધો નહિં તે વાર જો. વિએ - ૩
સ્નેહી થકી સર્યું ધિફ એક પાક્ષિક સ્નેહને, એકજ છું મુજ કોઈ નથી સંસાર જો.
સૂરિ મણિક એમ ગૌતમ સમતાભાવમાં, વરિયા કેવળ જ્ઞાન અનંત ઉધાર જો. - વિશ્વભર વિમલાતમ વ્હાલા વીરજી. વિશ્વ - ૪ ભગવાન બોલ્યા, હે ગૌતમ: દુ:ખ તેનું હણાયું હોય છે કે જેને મોહ થતો નથી મોહ તેનો હણાયો હોય છે કે જેનો તૃષ્ણારૂપી | દાવાનળ બુઝાયો છે. તુણા તેની હણાઈ છે કે જેને પ્રલોભનો પકવતા
લોભ એનો હણાયો છે કે જેને તૃષ્ણા નથી. પણ
Jain Educaconternational
Page #202
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીની વિરહવેદના
Page #203
--------------------------------------------------------------------------
________________
ગૌતમ પામ્યા કેવળજ્ઞાન.
Page #204
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ ન ભંડાર
ગૌતમ પાયા કેવળજ્ઞાન
-
વિરહની વેદનાનો વેગ શમતો ગયો. જેમ જેમ આત્મમંથન ઘેર બનતું ગયું તેમ તેમ તેમના ઉપયોગમાં વાત સમજાતી ગઈ કે સંસારમાં કે મોક્ષમાર્ગમાં કોઈ કોઈનું છે નહિં. દરેકે પોતાનાજ શુધ્ધ પરિણામથી કેવળજ્ઞાન પામે છે. દેવ ગુરની નિશ્રા જીવને બોધ લેવા માટે અવલંબનરૂપ છે. - તેમણે વિચાર્યું કે અહો પ્રભુ ! આપે યોગ્ય જ કર્યું છે. મારા અજ્ઞાનને દૂર કરવા માર્ગ બતાવ્યો. હું આપના આ રહસ્ય બોધને સમજયો નહિ અને મનમાં ઘણા ઉપાલંભ આપ્યામારા એ અપરાધને ક્ષમા કરજે. આમ પુનઃ પુનઃ પશ્ચાતાપ કરીને તેઓ આત્મભાવનામાં લીન થવા લાગ્યા.
આત્મભાવનાની ઉચ્ચ શ્રેણી દ્વારા ગૌતમસ્વામી શુક્લ ધ્યાનમાં આરૂઢ થયા અને કેવળજ્ઞાનને પામ્યા. આમ ભક્તિથી રસાયેલું તેમનું હૃદય મુક્તિને ઝંખતુ હતું, તે મુક્તિ વાસ્તવમાં તો ભક્તિની ફળશ્રુતિજ હતી. જો ભક્તિની એટલી પવિત્રતા ન હોત તો, વિરહાગ્નિની જવાળાઓ પણ એટલી તેજ ન હોત, અને વિરહાગ્નિમાંથી જે મંથન ચાલ્યું તેમાં તેઓ વાસ્તવિક ભૂમિ પર આવી ગયા. જ્ઞાન તો હતું જ પણ તેને ચરમસીમાએ પહોંચવા ભગવાન મહાવીરનું નિર્વાણ નિમિત્ત બન્યું હતું. ભગવાનની કઠોરતાનું રહસ્ય છેવટે ગૌતમ સ્વામીના કેળળજ્ઞાનથી કરૂણારૂપે પ્રસિધ્ધિ પામ્યું, કે પ્રભુ કેવા કરૂણાસાગર હતા.
ગૌતમ કેવા નિર્દોષ ભક્ત હતા !
અમાવસ્યાની અંધારી રાતને અજવાળાવા જાણે નવા વર્ષની નવલી પ્રભાતે, ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન પ્રકાશિત થયું. ગૌતમસ્વામી સ્વયં પોતાના ગુરની જેમ સર્વજ્ઞાની અને સર્વદર્શી થયા.
અમાવસ્યાની રાત્રિ અને નવા વર્ષની ઉષા જાણે ઐક્યતાની ધન્યતાને પામી.
Page #205
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
ધન્ય તે અમાવસ્યા ધન્ય તે દિવાળી વીર પ્રભુનું નિર્વાણ ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન ધન્ય પ્રભુ મહાવીર ધન્ય ગુરુ ગૌતમ ગણધર
ર૫૧૮ જેવા વર્ષના ગાળા સુધી આ મહાપર્વને ભવ્યજનો ઉજવતા આવ્યા છે, અને હજી આ કાળના અંત સુધી ઉજવતા રહેશે. ગુર શિષ્યના જીવનની પવિત્રતાના આ અવસરો માનવ જીવનને ધર્મબોધનું પ્રદાન કરે છે. આથી જૈન શાસનમાં દિવાળીનું જેટલું લૌકિક મહાત્મ છે તેટલું જ લોકોત્તર મહાભ્ય પણ છે.
ગૌતમ સ્વામી અનંત લબ્ધિના ભંડાર હતા. પણ આ કેવળજ્ઞાન તો એ સર્વ લબ્ધિઓથી પર હતું. ગૌતમ સ્વામીએ પોતાની લબ્ધિઓને ક્યારે પણ પ્રગટ કરી ન હતી, પણ તેમની પ્રતિભા એવી હતી કે જન સમાજ તેમને લબ્ધિના ભંડારરૂપ જાણતી હતી. - ચાર ધાતિ કર્મોની દરેક પ્રકૃતિનો આત્યંતિકપણે નાશ કરી, ગૌતમસ્વામી સંસારથી મુક્ત થયા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેઓ બાર વર્ષ સુધી ગામાનું ગામ વિચરતા રહ્યાં. એમની પાવનકારી જીવનચર્યાજ લોકોને બોધરૂપ થતી હતી. આમ ગોતમસ્વામીનો આયુષ્ય કાળ બાણું વર્ષનો થવા પામ્યો હતો.
ગૌતમસ્વામીનું ભગવાનના માર્ગે પ્રયાણ અહો ! કાળની અકળ ગતિ તો જુઓ ! આદિ તીર્થકર ઋષભદેવ હો, કે ચરમ તીર્થંકર મહાવીર હો, કે પરમભક્ત ગૌતમ હો, તેનું રાજ્ય તો એક ચકજ રહેવાનું. અમરતાના વરદાન મેળવીને નિશ્ચિત બેઠેલા માંધાતાઓને પણ તેણે ભૂલામણીમાં નાંખી દીધા છે. તેની મર્યાદા એટલી કે આયુષ્ય કર્મ પૂરું થવું જોઈએ અને જન્મે તેને આયુષ્યની મર્યાદા હોયજ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર સંસારી જીવ જન્મ પછી મરણ પામે છે. જ્ઞાની જન્મ પછી નિર્વાણ પામે છે. આવા અફર નિયમને આધીન ગૌતમસ્વામીના દેહને પણ હવે છૂટવાનો સમય પાકી ગયો હતો. કેવળજ્ઞાની ગોતમપ્રભુના સહજ ઉપયોગમાં આ વાત આવી ગઈ, અને તેઓ રાજગૃહ નગરના વૈભારગિરિ ઉપર પહોંચી ગયા. ત્યાં તેઓ અનશન વ્રતને સ્વીકારીને મહાનિર્વાણ પામ્યા.
તેમનો મુક્ત આત્મા ભગવાન મહાવીરની પાછળ સિધ્ધ લોકમાં અનંત આત્માની અવગાહનામાં સદાને માટે સમાઈ સિધ્ધ થયો.
આજે પણ રાજગૃહનગરનું વર્તમાન ગુણીયાજી તીર્થ ગુર ગૌતમસ્વામીની અંતિમ સંસ્કારની ભૂમિરૂપે તીર્થધામ તરીકે પ્રસિધ્ધ છે. તે મહાત્માની પુણ્ય સ્મૃતિ આપણા આત્માને પવિત્ર કરે છે. | હે પુણ્યશાળીઓ ! વ્યવહારમાં ચોપડે ગૌતમસ્વામીનું નામ ચઢાવો
ત્યારે તેમતા જેવા ગુણોની લબ્ધિની ભાવના કરજો. આજ્ઞાની શિરસાવંઘ શિસ્ત, નિસ્પૃહ ભક્તિ, નિર્દોષ પ્રકૃત્તિ, આ તેમના ગુણોની લબ્ધિઓ હતી. નિરંતર પરમાત્માના સ્મરણને ધારણા કરીને તેમાં જ ધન્યતા અનુભવતા ગૌતમગણધરની વિનમ્રતા આપણને ઉત્તમ બોધપાઠ આપે છે. આવા ગુણોનો ધારક તેજ જન્મમાં સિધ્ધ દશા પામે તે ભક્તિની ફળશ્રુતિ છે. તેમની ભક્તિ કારણ હતી, મુક્તિ કાર્યની સિધ્ધિ હતી.
આપણે તેવા થવા ભાવના કરવી આપણે તેવા થવા પ્રયત્ન કરવો
આપણે તેવા થવા ભકિત કરવી. - હે ગૌતમ : મોક્ષાર્થીએ બાલજીવોના સંગથી દૂર રહેવું. ગુરુજન કે જ્ઞાનવૃધ્ધ અનુભવી મહાપુરુષોની સેવા કરવી. એકાંતમાં પર્યપૂર્વક સ્વાધ્યાય તથા ગંભીર સૂત્ર-અર્થનું ચિંતન કરવું. જે ગુણથી અધિક કે ગુણથી સમાન નિપૂણ સાથીઘર ન મળે તો કામભોગથી નિરાસત થઈ, પા પોથી દૂર થઈ એકાંતમાં શાંતિપૂર્વક વિચરવું આરાધના કરવી.
0 : દાદા:
:
-
૧૮૩
Page #207
--------------------------------------------------------------------------
________________
લબિ તણા ભંડાર
ઉપસંહાર
ગણધર ગુરૂ શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ અપાર હતી. પરંતુ તેમની ગરિમા એવી હતી કે તેમને લબ્ધિનો ઉપયોગ કરવાની જરૂર જ ન રહેતી. વાસ્તવમાં તેમને માટે સર્વ લબ્ધિના જનક ભગવાન મહાવીર હતા. તેમની ભક્તિ અને આજ્ઞામાં તેમની સર્વ શક્તિ, લબિ કે સિધ્ધિઓ સમાઈ જતી.
ઇન્દ્રભૂતિ ગૌતમના જીવનની વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, છતાં જે કંઈ મળ્યું છે, તે આપણે માટે મહાન શ્રુતજ્ઞાન રૂપ છે. - શિશુવયથી જ તેમનું જીવન અત્યંત ત્યાગ અને તિતિક્ષાવાળું હતું. સંસારના પાર્થિવ પ્રલોભન તો એમને સ્પર્શી જ શક્યા ન હતા. વિદ્યા વ્યાસંગ અને યજ્ઞનું આયોજન તે તેમના જીવનના પ્રાણ હતા
પ્રાજ્ઞ પંડિત હોવા છતાં યુવાનીના કાળમાં પણ તેમનું વ્યક્તિત્વ સરળ અને નિર્દોષ હતું. શિષ્યો સાથે તેમનો સંબંધ અત્યંત વાત્સલ્યપૂર્ણ હતો. એકવાર તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યા પછી, તેમની છત્ર છાયા કોઈ છોડી શકતું નથી
ઈન્દ્રભૂતિ ગૌતમની પ્રતિભા સર્વ કળાએ વિકાસ પામી હતી, છતાં તેની પૂર્ણતામાં કોઈ કડી ખૂટતી હતી. તે પૂર્ણ કરવા અને પૂર્વના જન્મના સ્નેહનું કોઈ રહસ્ય ભગવાન મહાવીરને તેમની સામે ખેંચી લાવ્યું.
ભગવાન મહાવીરની સર્વજ્ઞ તરીકેની પ્રતિભાથી પ્રથમ તો ગૌતમ ચમક્યા, પણ કર્મની અકળ ગતિનો ન્યાય તેમને ભગવાન પાસે લઈ આવ્યો. પ્રથમ તો તેઓ અહંભાવથી મહાવીરને પરાજીત કરવા, અને પોતાની વિજય પતાકામાં ઉમેરો કરવા ગર્વ સહિત સમવસરણમાં પહોંચી ગયા.
ભગવાન તો વાદ-વિવાદથી પર હતા. કેવળ વાત્સલ્યમૂર્તિ હતા. ૧૮૪
Page #208
--------------------------------------------------------------------------
________________
બિ તણા ભાર જગતના જીવો માટે તેમનું સાનિધજ કલ્યાણ માટે પૂરતું હતું. તેમની દ્રષ્ટિનું પ્રદાન થાય તેટલો પુરૂષાર્થ જીવે કરવો જરૂરી થશે, ઈદ્રભૂતિ ગૌતમ ભલે અહંભાવથી પ્રેરાઈની આવ્યા હતા. તે તો માત્ર નિમિત્ત હતું પરંતુ ભાવિના રહસ્યમાં કંઈ જુદુ નિર્માણ થયું હતું.
અંતે બંનેનું મિલન થયું. ગૌતમને યોગ્ય ગુરૂ મળી ગયા. મહાવીરને યોગ્ય શિષ્ય મળી ગયા. આપણે પણ સદ્ભાગી છીએ. આપણને મહાવીર જેવા ભગવાન મળ્યા તથા ગૌતમ જેવા ગુરુ મળ્યા, અને તેમનો પ્રરૂપેલો ધર્મ મળ્યો.
ગૌતમસ્વામી ભગવાનના પટશિષ્યપદે સ્થાપતિ થયા, પછી તેમને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. તેની સાથે ઘણી લબ્ધિઓ પ્રગટ થઈ ગઈ હતી. તેમની નિર્દોષ વાણી અને વાત્સલ્યપૂર્ણ સદ્ભાવ એવા હતા, કે ભવ્ય જીવો તેના વડે બોધ પામીને મોક્ષમાર્ગ સુધી પહોંચી જતાં. વાસ્તવમાં મોક્ષમાર્ગમાં લબ્ધિની જરૂર જ નથી. લબ્ધિના ઉપયોગને તો પતન દશા કહી છે. આ માર્ગમાં તો શુધ્ધ જ્ઞાન શુધ્ધ જીવન અને શુધ્ધ ઉપયોગની જરૂર છે. અર્થાત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સાધનોની મુખ્યતા છે. ભગવાન મહાવીરના નિર્વાણના નિમિત્તથી થયેલા વિરહાગ્નિથી ગૌતમ મૂંઝાયા પરંતુ શુભ વિચારને અંતે પોતે સ્વયં શુક્લ ધ્યાન પામી કેવળ જ્ઞાન પામ્યા.
ભગવાન મહાવીર પછી ધરતી પરના માનવીને ઉપદેશથી ખોટ ન પડે. તે માટે કેવળી ગૌતમ ભગવાન પણ ગામ નગરોમાં વિચરતા રહ્યા. અને વીર શાસનની પ્રભાવના પોતાના આયુષ્ય કામ સુધી અવિરતપણે કરતા રહ્યાં.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ગૌતમ ભગવાન બાર વર્ષ સુધીનો કાળ પસાર કરી, બાણું વર્ષની ઉમરે અનશન કરી, કાર્યોથી સદાને માટે મુક્ત થઈ નિર્વાણ પામ્યા, સિધ્ધ થયા. તેમના જીવનની કથા સૈકાઓ સુધી ચિરસ્મરણીય રહેશે. તેમનું સ્મરણ આપણા જીવનને મંગળમય કરનારૂં નીવડો.
૧૮૫
Page #209
--------------------------------------------------------------------------
________________
લબ્ધિ તણા ભંડાર
અમાસની અંધારી રાતે મહાન જ્યોત બુઝાઈ, ધરતી પર અંધકાર છવાયો માનવ ગયા મુંઝાઈ, ત્યાં તો ગાજ્યા દેવ દુભિ દિવ્યવાણી સંભળાઈ, આનંદો છે લોક પૃથ્વીના વરે મુક્તિ પાઈ -
જ્યોતિમાં જ્યોત મલી ગઈ જ્યારે રાત થઈ ગઈ કાળી ઘરઘરમાં દીવડા પ્રગટાવ્યા અંતરને અજવાળી,
એનું નામ દીવાળી પાવાપુરીમાં પ્રભુએ જ્યારે છેલ્લી આંખડી ઢાળી, દેવ દુંદુભિ થયા ગગનમાં તારક દીપ પ્રજાળી,
એનું નામ દીવાળી આસો માસને અંતે ભગવંતે કર્યું પ્રયાણ, નાશવંત આ દેહ તજીને પામ્યા પદ નિર્વાણ, ધરતી પરનો સૂર્ય આથમો, દિશા થઈ અંધિયારી,
ઘર ઘરમાં દીવાળી અંતિમ ઘડીએ ગુરુ ગૌતમને દૂર કર્યા ભગવાને મોહ રૂપી અંધકાર ગયો ને ઝળક્યાં કેવળજ્ઞાને જીવનને નિર્વાણથી જેણે જગને દીધું ઊજાળી
ઘર ઘરમાં દીવાળી પચ્ચીસો વરસો વીત્યાં પણ બને જયોત હજી ઝગમગતી, જુગ જુગ સુધી રહેશે દુનિયા દીપાવલી ઊજવતી, પરમ પાવની પ્રેમળ જ્યોતિ દેતી પાપ પખાળી
એનું નામ દિવાળી
૧૮૬
Page #210
--------------------------------------------------------------------------
________________ 'શ્રી શૈતમસ્વામીની નિર્વાણભૂમિ શ્રી ગુણિયાજી તીર્થમાનું - ભગવાન શ્રી મહાવીરનું જળમંદિર