SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર અહંત-બુધ્ધ કહ્યું કે જગતમાં જન્મેલા જીવ માત્રને જીવવાનો સ્વાયત્ત હકક છે, તે છીનવી લેવો તે મહાપાપ છે. સૌને સુખેથી જીવવા દો. સૌની સાથે પ્રેમથી વર્તો બીજી બાજુ બાહ્મણ પરંપરાનું પણ એ રાજ્યમાં પ્રભુત્વ હતું. આથી યજ્ઞક્રિયાકાંડ ખૂબ પ્રચાર પામ્યા હતા. યજ્ઞયાગાદિ ક્રિયાઓ જનસમાજમાં પ્રાણસમી લેખાતી હતી. ગામેગામ તેવા ઉત્સવો થતા રહેતા. આવા આ પ્રદેશમાં એક ઘટના બની. મગધ દેશમાં ગોબર નામે નાનું ગામ હતું. તેમાં ચાર પ્રકારના વર્ણવાળાં કુટુંબો વસતાં હતાં. સૌ પોતપોતાને યોગ્ય વ્યવસાયમાં પ્રવૃત્ત હતાં. સવિશેષ વૈદિક-બ્રાહ્મણધર્મનું તે ધામ હતું. વેદવિદ્યાના ઉપાસકની પ્રવૃત્તિથી આ ગામ પ્રસિધ્ધ હતું. આ નાના સરખા ગોબર ગામમાં યજ્ઞ ક્રિયાકાંડી વેદવદાંતયા પારંગત ગૌતમ ગોત્રીય વિપ્રવર્ય વસુભૂતિ વસતા હતા. તેમને પૃથ્વીદેવી નામે ધર્મસહચારિણી પત્ની હતી. પતિ-પત્ની બંને સંસ્કારી સદાચારી અને ઉત્તમગુણોથી સંપન્ન હતાં. એ કાળે ગૌતમ-ગોત્ર ઉચ્ચગોત્ર મનાતું હતું આ કૂળમાં ત્રણ નરરત્નો પેદા થયા. ૧. ઈન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ પ્રથમ જયેષ્ઠપુત્ર ઈન્દ્રભૂતિનો જન્મ વિક્રમ સંવત ૧૫૦માં થયો હતો. ભગવાન મહાવીરના જન્મથી આઠ વર્ષ પૂર્વે. દ્વિતીય, વચેટ પુત્ર અગ્નિભૂતિનો જન્મ વિક્રમ સંવત ૨૫૪માં ભગવાન મહાવીરથી ચાર વર્ષ પૂર્વે થયો હતો. ત્રીજા પુત્ર વાયુભૂતિનો જન્મ વિ. સં૫૫૮માં ભગવાન મહાવીર જન્મના વર્ષમાં થયો હતો. - આ ત્રણે પુત્રોની પ્રતિભા પારણેથી જ પ્રગટ થઈ હતી. ત્રણે બંધુઓ અત્યંત તેજસ્વી, મેઘાવી અને પ્રભાવશાલી હતા. રાત્રિદિનના ભેદ વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy