________________
લબ્ધિ તણા ભંડાર
તેઓ વૃધ્ધિ પામતા હતા. જો તેમને ઉપમા આપવી હોય તો પૃથ્વી પર ઈન્દ્ર, ચંદ્ર અને સૂર્ય ઊતરી આવ્યા હોય તેવું લાગતું હતું. અથવા ગંગા, યમુના અને સરસ્વતી નો ત્રિભેટો થયો હતો.
વસુભૂતિનું મૂળ એટલે વિદ્યા, ધર્મ અને પવિત્રતાનું ધામ હતું. આવા ગૌતમ ગોવિય આ પરિવારમાં ભોગવિલાસ ફરકવાનું સાહસ ક્યાંથી કરે ? તેમની સંપત્તિ વિદ્યાધન હતું. વ્યવસાય વિદ્યાદાન અને યજ્ઞયાગ હતા. વેદની ઉપાસના તે તેમનો જીવનધર્મ હતો. જે પુત્રોના પિતા સ્વય વિદ્યાઓના પારંગત હતા, તેમણે પોતાના પુત્રોને વિદ્યાનો એ ઉત્તમ વારસો પ્રદાન કર્યો હતો.
- વિદ્રતા એ જ તેમના જીવનની યુવાની હોય તેમ સોળે કળાએ ખીલી ઊઠી હતી. યુવાન છતાં શાસ્ત્રજ્ઞાનમાં તેઓ જ્ઞાનવૃદ્ધ હતા. મગધરાજયના મહત્ત્વપૂર્ણ યજ્ઞાદિ કાર્યોમાં તેમનું સ્થાન અગ્રતા પામ્યું હતું. આથી તેઓ ઘણા માન-સન્માન પામતાં હતાં.
દેવો સમાન સૌષ્ઠવવાળા આ ત્રણે બંધુઓ આજીવન બહ્મચારી હતા. જેવું તેમનું ગોત્ર હતું, તેવા તેમના ગુણો હતા. તેમના શરીર વજકાય - વજઋષભ-નારા - સંઘયણવાળા અત્યંત મજબૂત હતા. અર્થાત પર્વત પરથી પડે તો, પથરા તૂટે પણ તેમના શરીરને આંચ ન આવે. ચરમશરીરી • તતૃભવ મોક્ષમાગી જીવોને બાહ્ય ઉત્તમ નિમિત્તોમાં શરીરની આવી રચના હોય છે.
તેમના શરીરની રચના જેવી મજબૂત હતી તેવી આકૃતિ પણ સપ્રમાણ હતી સાત હાથની, તેમની કાયા સ્વરૂપવાન હતી. તેમની મુખાકૃતિ આકર્ષક હતી. આવું લોભામણું શરીર સૌંદર્ય મળવા છતાં તેઓ કાયાની માયામાં ફસાયા ન હતા. ગૃહસ્થ હોવા છતાં સાધુવૃત્તિથી જીવન ગાળતા હતા. આથી રંગરાગના કોઈ લક્ષણ એમને સ્પર્શી શકતા ન હતા. વિદ્યાવ્યાસંગ એ જ એમનો રંગ અને પ્રાણ હતા. એટલે એમનું વિદ્યાબળ જગતનાં પ્રલોભનો સામે ઢાલ થઈને રક્ષણ કરતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org