SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર પંડિતો કે વૃદ્ધેને માટે દુર્લભ તે આ બાળકને સુલભ કેમ થયું ? ભગવાન મહાવીર અને ગૌતમસ્વામીનાં વાત્સલ્યે આ બાળકને સુલભબોધિ કરી લીધો. બાળકનું મન ઠરી ગયું. રાજ્ન્માર્ગ ઉપર આંગળી પકડીને ચાલતા ગૌતમસ્વામીએ ત્યારે જ બાળકના મનને હરી લીધું હતું. રાજકુમારે પ્રભુ પાસે દિક્ષાની માગણી કરી. ભગવાને માતાપિતાની આશા લેવા સૂચવ્યું. રાજકુમારની દીક્ષાની વૃત્તિથી માતાપિતા મોહવશ ક્ષોભ પામી ગયાં. આવો સુકોમળ શિશુ દીક્ષા કેમ પાળી શકશે ? પરિષહો અને ઉપસર્ગો કેમ ખમી શકશે ? આ તો ક્ષિત્રિય બાળક હતો. રણ મેદાનથી પાછો ન પડે, તે પરિષહ ઉપસર્ગથી કેમ પાછો પડે ? આખરે માતાપિતાની રજા મેળવી તે દિક્ષીત થયો. ગૌતમસ્વામીના પરમાર્થ સ્નેહપાશમાં આવા કેટલાય બાળકો, યુવાનો અને રાજકુમારો તેમની ત્યાગવૈરાગ્ય પ્રધાન અધ્યાત્મસાધનાની સુધાનું પાન કરી કૃતાર્થ થયા હતા. ત્યાગ વૈરાગ્યનો માર્ગ કઠણ મનાય છે. પણ ગૌતમસ્વામીના વાત્સલ્યનું ઝરણું એવું વહેતું કે તેમાં ભોગી, રોગી, કોમળ કે કઠણ પ્રકૃતિના જીવો આ માર્ગમાં સરળતાથી અને શીઘ્રતાથી પ્રવેશ કરતા; આ તેમની અલૌકિક લબ્ધિ હતી. ! ૧ દેવ મનુષ્ય અને પશુઓ દ્રારા ધોર ઉપસર્ગ કરવામાં આવે તો પણ જે કોધથી તમ થતો નથી તેનો એ નિર્મળ ક્ષમા ધર્મ છે. ૧૦૮ ૨. ઓછામાં ઓછા પ્રમાદને લઈને પણ મેં આપની તરફ ઉચિત વ્યવહાર ન કર્યો હોય તો હું શલ્ય તથા કષાય રહિત થઈ આપની ક્ષમા માર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy