SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ લધિ તણા ભંડાર દોરવાઈ રહ્યા. ભાવિમાં શું નિર્માણ થયું હતું? તેઓ રાજમહેલ નજીક પહોંચ્યા ત્યાં રાણી શ્રીદેવીએ આશ્ચર્યકારી ઘટના જોઈ. મહામુનિ ગૌતમસ્વામીની આંગળી પકડી અતિમુક્તક કંઈ વાતચીત કરતો આવી રહ્યો છે. રાણી પણ ભાવવિભોર થઈ ગઈ. મહાશ્રમણ મારે આંગણે પધાર્યા, ધનભાગ્ય ! બાળકની આંગળી પકડી તપસ્વી ભિક્ષા માટે પધાર્યા કે તરત જ તે ઝરૂખામાંથી નીચે આવી. ગૌતમસ્વામીને વંદના કરી, ભિક્ષાનું પ્રદાન કરી તે પાવન થઈ ગઈ. ભિક્ષા ગ્રહણ કરી ગૌતમસ્વામી ધર્મલાભ આપી ચાલવા લાગ્યા. પણ રાજકુમારને તો તેમના પ્રત્યે એક ગૂઢ આકર્ષણ ઉત્પન્ન થયું હતું. તેથી તે પૂછવા લાગ્યો, “ભતે ! ' હવે આપ ક્યાં જશો ? આપનો નિવાસ ક્યાં છે?” રાજકુમારના પ્રશ્નનો જવાબ આપતા ગૌતમ બોલ્યા “હે રાજકુમાર ! તમારા નગરના ઉઘાનમાં મારા ધર્મગુરુ ભગવાન મહાવીર પધાર્યા છે, હું પણ તેમની સાથે છું.” ગૌતમસ્વામીના સરળ સ્વભાવયુક્ત પ્રત્યુત્તરથી બાળકે નિર્ભયતાથી પૂછયું : “હે ભદંત ! તમારી સાથે ભગવાનના દર્શનાર્થે આવી શકું? ગૌતમે બાળકને સમ્મતિ આપી રાણી કંઈ વિચારે, પૂછે તે પહેલાં તો રાજકુમાર ગૌતમ ગણધર સાથે ચાલી નીકળ્યો. બંને ભગવાનની પાસે પહોંચ્યા. અહીં કોઈ પરિચયની જરૂર ન હતી. રાજકુમારની નિર્દોષ મુખમુદ્રા કુતૂહલયુક્ત, પ્રસન્ન-દૃષ્ટિ અને વિનય તેની પાત્રતા સૂચવતાં હતાં. ભગવાનનું અનુપમરૂપ, જ્ઞાનયુક્ત દૃષ્ટિ, પવિત્ર પ્રતિભા, અને વાત્સલ્યપૂર્ણ આવકારથી રાજકુમાર ત્યાં જ ગોઠવાઈ ગયો. રાજમહેલ વિસ્મૃત થયો. પ્રભુના વચનનું અમૃત પીતો બાળક વૈરાગ્ય પામ્યો. જે કાર્ય ૧૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy