SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર શોક = આ ક્ષેત્રમાં કોઈ સુખનું સાધન જ નથી તેથી નિરંતર શોક પામ્યા કરે. અશુભવિક્ષિા = તેમના પુદગલો અશુભ હોવાથી તેઓ શુભ વૈકિય શરીર બનાવવા પ્રયત્ન કરે તો પણ તે અશુભ બન્યા કરે. જેમ જેમ નીચે નીચેની પૃથ્વી આવે તેમ તેમ આ બધી અશુભતા વૃધ્ધિ પામે છે. પરપસ્પર ઉદીરિતવેદના : પૂર્વભવના વૈરને કારણે આ જીવો પરસ્પર પૂરતાથી લડે છે. સમ્યગદૃષ્ટિ નારકોને પ્રાયે આવા ભાવ થતા નથી. નવા ઉત્પન્ન થતા નારકોને જુના નારકો કે પરમાધામીદેવ દુઃખ આપે છે. પરમાધામીકૃત વેદના-ત્રીજી નરક સુધી નારકોને પરમાધામી દેવો અત્યંત ત્રાસ આપે છે. તેમના અવયવો ને છેદે, કાપે, ભાલાથી કાયાને વિંધ, છતાં તેમને ત્યાં કોઈ બચાવે નહિ. પરમાધામીદવોની હલકી મનોવૃત્તિ તેમના આવા દૃષ્યકૃત્યમાં આનંદ આપે છે. પછી મરીને મહાદુ:ખ ભોગવે છે. આયુષ્ય=દસ હજાર વર્ષથી ૩૩ સાગરોપમ જેવા લાંબા અને નિકાચિત હોય છે. આ પૃથ્વીમાં દ્વીપ, સમુદ્ર, પર્વત, કુંડ, શહેર, ઝાડ, છોડ તથા બાદર વનસ્પતિ, વિક્લેન્દ્રિય, દેવ, મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિય હોતા નથી. ગતિ = નારકી સ્વયં એટલા દુઃખ ભોગવે છે કે પુન: નારકી થતો નથી. વળી પુણ્યના કોઈ સાધન ન હોવાથી દેવલોકમાં જતો નથી. એટલે તિર્યંચ કે મનુષ્ય થાય છે.. નરકગતિનું કારણ: મનુષ્યાવતાર મળવા છતાં છેલ્લા શ્વાસ પર્યત સંસાર પ્રત્યેની ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy