SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર આનંદના પણ હર્ષોલ્લાસ કેવો ? તેઓ ગૌતમસ્વામીને જોઈને અત્યંત આનંદિત થઈ ગયા. તેમને ઊભા થઈને વંદન કરવાનો ભાવ થયો, પણ લાંબા સમયના અનશનથી તેમનું શરીર શિથિલ થએલું હતું; તેથી તેમણે હાથ જોડીને કહ્યું કે : હે ગૌતમ ગણધર ભગવાન ! મારા અહોભાગ્ય છે કે, અનશનના અંતિમ દિવસોમાં આપનાં પવિત્ર દર્શન પામી હું કૃતાર્થ થયો ! પણ ઊભો થઈને આપની ચરણરજ લઈ શકું તેમ નથી; તેથી આપ મારા પર અનુગ્રહ કરીને મારી નજીક પધારો અને મારી ભાવના પૂર્ણ કરો. જેથી આપનું યોગબળ મારા અનશનમાં સહાયક બને. ગૌતમસ્વામી તો સરળતિ હતા. આનંદની વિનંતિનો સહર્ષ સ્વીકાર કરી, આનંદની નજીક આવ્યા. આનંદે સઉલ્લાસ ભગવાન ગૌતમની ચરણરજ મસ્તકે ચઢાવી, અને નિરામય રોમાંચ અનુભવી રહ્યા. તે પળોમાં જાણે તેઓ કર્મનિર્જરાનું કાર્ય સાધતાં હોય તેવું દૃશ્ય ખડું થયું ! ગૌતમસ્વામીએ પણ આનંદની ઉત્તમ ભાવનાના નિમિત્તે કેટલીક ઉપદેશ ધર્મવાર્તા કહી. યોગાનુયોગ અવધિજ્ઞાનની વાત નીકળતાં આનંદે સહજ જ કહ્યું કે 'ભગવાનની આજ્ઞાનું આરાધન કરતાં તેમની કૃપાએ મને વ્યાપક અવધિજ્ઞાન પ્રગટયું છે.' ગૃહસ્થને એવું ઉત્કૃષ્ટ વ્યાપક અવધિજ્ઞાન એ અપવાદજનક ઘટના છે. તેથી ગૌતમસ્વામીએ સાશ્ચર્યથી કહ્યું કે : 'આનંદ ! તમારા કથનમાં ભૂલ છે. તમારી આ માન્યતા મિથ્યા છે, માટે પ્રાયશ્ચિત લેવું ઘટે. ગૌતમસ્વામી આજ્ઞાના મહાન ઉપાસક હતા. સિદ્ધાંતના પણ મહા આરાધક હતા. કોઈ જીવ સિદ્ધાંતની પ્રણાલિનો અપલાપ કરી કર્મનો બંધ ન કરે તેવા કરુણાભાવથી તેમણે આનંદને 'મિચ્છામિ દુક્કડં આ પવાનું સૂચવ્યું હતું. આનંદ શ્રાવક પણ સત્યનિષ્ઠ હતા. સ્વપ્રશંસા કરી વિવેક ચૂકે તેવા ન હતા, પરંતુ તેમને થયેલા અવધિજ્ઞાનની હકીકત સાચી હતી, તેથી ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy