SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ક્રૂતિ દેશી. હરિગીત - ભૈરવી પ્રભુનામ મંગળ ઠામ મંગળ, જીવન મંગળ સૌ જગ તણું, છે જ્ઞાન મંગળ ધ્યાન મંગળ, સ્મરણ કરીએ ગૌતમતણું. મંગળ કરણ અભિધાન છે, આનંદ મંગળ એહનું, મંગળ કરો મંગળદિને, મંગળ થવા જીવનનું તજી અન્ય કામ ત્રિસંધ્ય જે, ગૌતમ તણા ગુણ ગાય છે, આનંદ મંગળ અજબ રીતે, અધિક ત્યાં ઉભરાય છે. ગૌતમ ગુરુ ગુણ ગાન મંગળ, મહત્ સ્વરૂપ મનાય છે. શુભ ‘સંત શિષ્ય' વિધન ટળી, મંગળ ઘરે વરતાય છે. મહા લબ્ધિવંત એ ગુરુ મારા, મહાવીરને શરણે રહેનારા, પંચ મહાવ્રતને ધરનારા, ભાવિક તણા દુ:ખો હરનારા. ફિકર તજી આશાએ રહેનારા, તારી બહુજનને તરનારા, સર્વ ઉપર કરુણા કરનારા, ક્ષમા ધર્મને ધારણ કરનારા પરમ પવિત્ર પ્રભાવિક પ્યારા, દ્રશ્ય પ્રપંચોથી નિત્ય ન્યારા ધર્મીઓને સુખ કરનારા, એવા ગૌતમ ગુરુ છે મારા, ૩. બધા જીવોને ખરેખર લાંબા કાળે, વળી દુ:ખે કરીને મળી શકે તેવો આ મનુષ્વભવ છે. કારણ કે કર્મોના પરિણામો ગાઢ હોય છે. ફળ આપવાવાળા હોય છે. માટે હે ગૌતમ ! એક સમય માત્રનો પ્રમાદ ન કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy