SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર નાના જીવની રક્ષા માટે મુનિઓએ લીધેલા અનશન, મેતાર્ય જેવા મુનિએ કૌંચ પક્ષીને બચાવવા લીધેલું મૌન, સુદર્શન શ્રાવકે રાજા પાસે અભયારાણીને માટે અભય દાનનું માંગેલું વચન વગેરે દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. આમ ઘણા પ્રકારે ઉદકને ભગવાન મહાવીરના શ્રમણ નિગ્રંથોના અહિંસાના ઉપદેશ ક્યનમાં નિર્દોષતા છે તેનું ભાન કરાવ્યું. ઉદકને પોતાના વિચારમાં રહેલા દોષનો ખ્યાલ આવી ગયો અને પોતે સ્વમાનભંગ થવાથી ખિન્ન થઈ ગયો. પરંતુ અહંકાર અને કદાચહને કારણે તે ગૌતમસ્વામીના ખુલાસાથી સમ્મત ન થયો અને નિગ્રંથ શ્રમણોના દોષને આગળ કરતો રહ્યો. સંવેદનશીલ અને કરણાઈ ગૌતમસ્વામીએ વિચાર્યું કે ઉદક પોતે અજ્ઞાનવશ કર્મનો ભાર વધારે છે, તેથી અત્યંત વાત્સલ્યપૂર્વક કહ્યું કે, હે ઉદક ! મહાનુભાવ તમે તો નિગ્રંર્થમાર્ગના અનુયાયી છો. જ્ઞાન, દર્શન, ચારિત્રના આરાધક છો. જન્મ-મરણ થી મુક્ત થવાના આરાધક છો. માટે સમજવું જરૂરી છે કે શ્રમણ નિરથની ટીકા-નિંદા કરનાર પોતાનું ભાવિ વ્યર્થ બગાડે છે. ગૌતમસ્વામી તો માન-અપમાનથી પર હતા પણ ઉદકના મનમાં વળેલી અપમાનની ગાંઠ છૂટી નહિ, તેથી ગૌતમસ્વામી પ્રત્યે કાંઈપણ આદર ન બતાવતા ઊઠીને ચાલ્યા ગયા. પરપીડભંજક ગૌતમસ્વામીએ ઉદક્ના મનનાં પરિણામ જાણી લીધાં. અને તેમને થયું કે જો ઉદક સમાધાન પામ્યા વગર જશે તો દુ:ખી થશે, એટલે પોતે ઊભા થયા, અને ઉદકને રોકીને અત્યંત સ્નેહ ભાવે કહેવા લાગ્યા કે, હે ઉદક ! હે ભવ્યાત્મા! કોઈ નિગ્રંથ શ્રમણ પાસેથી શંકાનું સમાધાન થાય તો આપણો ભ્રમ દૂર થાય, અને વળી જો તેના શ્રીમુખે ધર્મદેશના શ્રવણનો અવસર મળે તો એમ માનવું કે આ મારા મોટા ઉપકારી છે. સારું થયું તમે મને જમણાંથી મુક્ત ક્યું નહિ તો મારી શી અવગતિ થાત ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy