SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર લીમડાના વૃક્ષમાં આંબાનું તત્વ નથી. તેમ અા અજ્ઞાન અવસ્થામાં જ્ઞાન રહિત નથી જ્ઞાનગુણ ગુણી વગર રહેતો નથી પણ અજ્ઞાન અવસ્થામાં આત્મા જ્ઞાની કહેવાતો નથી. વચન, મન, અને કાયા વિષે ગૌતમ : હે પ્રભો !બોલાતી ભાષા શું આત્મસ્વરૂપ છે? ભાષાનો પ્રયોગ જીવ કરે છે? જ્ઞાનની જેમ ભાષા જીવનો ધર્મ છે? ધર્મ તથા ધર્મમાં અભેદ હોવાથી ભાષા આત્મસ્વરૂપ છે? ભાષા રૂપી છે? કે અરૂપી છે? આત્માથી ભિન્ન છે? હે ગૌતમ ! ભાષા આત્મસ્વરૂપ નથી, પણ પૌગલિક છે. ભાષા વર્ગણાઓથી ગ્રહણ થતી હોવાથી તે પૌદ્ગલિક છે. જો કે આત્મા દ્વારા વાણીનો વ્યવહાર થાય છે, છતાં જેમ માટીના ઢેફાંને હાથ વડે ફેંકતા ટેકું જીવ કહેવાતું નથી, તેમ શબ્દનો આત્મા દ્વારા વ્યવહાર થવા છતાં તે ભાષા જડ છે પણ આત્મસ્વરૂપ નથી” ટૂંકનોંધ : જ્ઞાન આત્માનો ગુણ તેથી જ્ઞાન આત્માનો ગુણ છે પણ ભાષા આત્માનો ગુણ નથીતે ઇન્દ્રિયનો વિષય છે, તેનો આત્મા દ્વારા વ્યાપાર થાય છે, પણ તે તેનો ધર્મ નથી. જીવ મુક્ત થતાં જ્ઞાન સાથે રહે છે, ભાષા સાથે રહેતી નથી. વળી એકેન્દ્રિય જીવને ભાષાયોગ ન હોવા છતાં તેમને જ્ઞાનઉપયોગ હોય છે. ગૌતમ : હે ભગવંત! સત્ય, શ્રેય, પય અને વિનયપૂર્વક બોલાયેલી ભાષાથી આત્માને સુખ ઉપજે છે અને અસત્ય, અહિતકારી કરુ કે અવિવેકયુક્ત વાણીથી આત્માને દુઃખ થાય છે. તેથી ભાષા શું રૂપી છે? અથવા ચક્ષુરિન્દ્રિયથી ભાષા જોઈ શકાતી નથી, તેથી શું ભાષા અરૂપી છે? હે ગૌતમ ! ચલુથી અગ્રાહ્ય હોય તો પણ ભાષા રૂપી છે. જેમ ૧૫ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy