SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર પ્રભુનાં વચનથી પ્રભાસની શંકાનું સમાધાન થતાં તે ત્રણસો શિષ્યો સાથે દીક્ષિત થયા અને અગિયારમા ગણધરપદને પામ્યા. આમ અગિયાર વિદ્ભજનોની શંકાનું સમાધાન થતાં, દરેકે પોતના ઉત્તમ શિષ્યો સહિત પ્રભુ પાસે પ્રવજયા ગ્રહણ કરી, તે સમયે કુબેરે સૌને ચારિત્રધર્મની રક્ષા માટે વસ્ત્રાદિ અર્પણ કર્યા. તે ઉપકરણો અહિંસા વ્રતપાલન માટે ઉપકારી હોય છે. તે સમયે આકાશમાર્ગે જતાં દેવોની પરસ્પરની વાત પરથી ચંદનાને ઇન્દ્રભૂતિ આદિ દીક્ષિત થયાના સમાચાર મળ્યા અને તેને પણ સંસારત્યાગની ઉત્કટ ભાવના થઈ. તે કોઈ દેવના અવધિજ્ઞાનમાં જણાતાં તે દેવ તેને પ્રભુના સમવસરણમાં લઈ ગયા. જૈન શાસનની પ્રણાલિ પ્રમાણે ગૌતમ પ્રતિબોધ પામી દીક્ષિત થયા પછી ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પ્રભુનું શાસન એ નરરત્નો વડે દીપી ઊઠયું. ચંદના પ્રથમ સાધ્વીપણે દીક્ષિત થયાં હતાં. એ સમયે અપાપાપુરીમાં દેવોના અને માનવોનાં સમૂહનો અદ્ભુત મેળો જામ્યો હતો. અનેરા આનંદથી નગરીમાં ઉત્સવ મનાઈ રહ્યો હતો. પ્રભુના દરબારમાં રાજા કે રંક, શિક્ષિત કે અશિક્ષિત, ઉચ્ચ કે નીચ, પુણ્યવંતા કે પાપી જેવા કોઈ ભેદ ન હતા. આથી હજારો માનવોએ પ્રભુના શાસનનો સ્વીકાર કર્યો. સમવસરણમાં બિરાજમાન પ્રભુએ સર્વજન હિતાયને લક્ષમાં રાખીને દરેકને યોગ્ય એવો ઉપદેશ આપ્યો. દેશના પૂરી થયા પછી પ્રભુએ તે સ્થાન છોડી દીધું. ત્યાર પછી પ્રણાલી અનુસાર ચરણપીઠ પર બેસીને ગૌતમસ્વામીએ દેશના આપી. એક ઈન્દ્રભૂતિ ગૌતમના બોધ પામવાથી તેમના સહયોગી અન્ય દસ મહાપંડિતો અને સેંકડો શિષ્યોથી પ્રભુનો દરબાર સંયમમાર્ગથી શોભી ઉઠ્યો, અને જ્ઞાનનો સાગર જાણે છલકાઇ ગયો. Jain Education International For Private & Personal Use Only ૬૫ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy