SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર ગૌતમની વિરહવેદના અહો ! પ્રભુ આ શું કર્યું દીનાનાથ દયાળ ! પાવાપુરી પ્રભુના મહાનિર્વાણના ઉત્સવથી દીપકો વડે દીપી રહી હતી, છતાં વાતાવરણ અમાવસ્યાના અંધકારને પ્રગટ કરતું હોય તેમ શોકની છાયાવાળું હતું. ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધ કર્યાની સફળતાના સહજ આનંદથી પ્રભુ પાસે પહોંચી જવા ઝડપથી વિહાર કરીને આવતા હતા. કોઈ જીવ જયારે બોધ પામી જતો ત્યારે તેઓને રોમેરોમ આનંદથી ભરાઈ જતાં. પરંતુ ... ઘડીમાત્રનો પ્રભુના વિયોગે રહેવું તે ગૌતમસ્વામી માટે વસમું હતું. તેઓ અહર્નિશ પ્રભુના ચરણમાં જ રહેવા ઇચ્છતા. એટલે તેઓ હૃદયમાં પ્રભુની નિશ્રાને ઝંખતા ચાલ્યા આવતા હતા. ત્યાં તો માર્ગમાં તેમણે કંઈ ગણગણાટ સાંભળ્યો. અને તેમણે પૂછ્યું “ભાઈ, તમે બધાં ક્યાંથી આવો છો અને શું વાત કરો છો ? જવાબ મળ્યો કે ભગવાન મહાવીર મહાનિર્વાણ પામ્યા. ચાર જ્ઞાનના સ્વામી, બાળસ્વભાવ સુલભ ગૌતમ પર જાણે વજઘાત થયો. સમજો કે બ્રહ્માંડ તૂટી પડયું. તેઓ અત્યંત લોભ પામી ગયા. અંતર વેદનાથી ભરાઈ ગયું. વાચા હણાઈ ગઈ. પ્રભુના નિર્વાણના સમાચાર એ તો તેમને માટે માની ન શકાય તેવી હકીક્ત હતી. શૂન્યમનસ્ક ગૌતમસ્વામીને લોકોએ આશ્વાસન આપી જાગૃત કર્યા, અને તેઓ તેમને પ્રભુના નિર્વાણ સ્થળે દોરી જવા લાગ્યા. માર્ગમાં જતાં ગૌતમસ્વામીનું હૃદય પોકારી ઉઠયું કે હે ભગવાન ! આ તમે શું કર્યું? હું જ કેવળ હીન પુણીયો છું ? તમારી ઉપસ્થિતિમાં ભાગ્યશાળી ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy