SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર જેવા જ સામર્થવાળા જાણી લીધા હતા. ભગવાનની આજ્ઞાને આધીન વર્તવામાં તેમને એક ક્ષણનો વિલંબ થતો નહિ અને એક પણ વિકલ્પ ઊઠતો નહિ. મહાપુણ્યયોગે આવી જોડી જામી હતી. ધન્ય તે વેળા, ધન્ય તે ઘડી, ધન્ય તે સમયના માનવો કે જેમણે આ અનુપમ દૃશ્ય નિહાળ્યું ! ગૌતમસ્વામી જેવા સરળ અને સૌમ હતા તેવા વિનયવંત હતા. કોઈપણ પ્રશ્ન ઊઠે પોતે ચાર જ્ઞાનના સ્વામી, શાસ્ત્ર પારંગત છતાં પોતાને અલ્પજ્ઞ જાણતા અને શંકાનું કે પ્રશ્નનું નિરાકરણ ભગવાનના શ્રીમુખે જ જાણતા. કેમ જાણે એવા પ્રકારે પ્રભુનું નિર્મળ વાત્સલ્ય ઝીલી લેતા મુક્તિ તો મળશે, પણ પ્રત્યક્ષ જ્ઞાનામૃતનો એ લહાવો અનેરો હતો. એ પ્રશ્ન પછી સ્વર્ગનો હોય કે મોક્ષનો હોય. આલોકનો કે પરલોકનો હોય. જીવનો હોય કે જડનો હોય, સ્વનો હોય કે પરનો હોય, ગૌતમસ્વામીનું ચિત્ત એવું પ્રભુમય હતું કે સર્વ શંકા સમાધાન પ્રભુ પાસેથી મેળવી લેતા. તેઓ તો એક જ વાત જાણતા હતા કે પ્રભુ છતાં, હું કંઈ જ જાણતો નથી. અને પ્રભુ પણ કેવા! ગૌતમ પ્રમથી છોડે ત્યારે છૂટતા. પ્રભુએ તે કાળને અનુરૂપ બોધ લોકભોગ્ય બને તેથી ભાષાનું માધ્યમ પણ પ્રાકૃત રાખ્યું હતું. સવિશેષ કથા દ્વારા વસ્તુનું સ્વરૂપ સમજાવતા. પ્રભુની વાણીનો પુણ્યાતિશય એવો હતો દેવા - દાનવ • માનવ • પશુ – પક્ષી • સૌ મંત્રમુગ્ધ બનીને સાંભળતાં, અને સમજતાં. ગૌતમસ્વામીની દશા તો કંઈ ઓર જ હતી ! એ તો પ્રભુના શબ્દેશબ્દને ઝીલીને તેને સૂત્રબધ્ધ કરવામાં અત્યંત પ્રસન્ન રહેતા. ગૌતમ પ્રભુ આજ્ઞા પ્રમાણે સ્વ-સાધના કરતા અને પર-કલ્યાણની પ્રવૃત્તિ પણ કરતા. ગૌતમસ્વામી પ્રભુના મન, વચન અને કાયાની પુણ્યાતિશયવાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy