SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર બતાવો ત્યારે ભાવમાં સત્યાસત્ય બોલો, માલમાં અર્ધું સાચું અને અર્ધું અસત્ય બોલો. જેમ મિઠાઈવાળો મિઠાઇ વેચે ત્યારે ક્લે કે શુધ્ધ ઘીની વસ્તુ છે, પરંતુ તેમાં બંને ઘીનું મિશ્રણ હોય ત્યારે તે વાત સત્યાસત્ય ગણાય. આજે આપણું જીવન આવું સત્યાસત્યભાષાયુક્ત મહદ્અંશે જોવા મળે છે. તેમાં કંઇ હિત નથી. પરંતુ અજ્ઞાનવશ જીવ તેમ કરવા પ્રેરાય છે. અસત્ય અમૃષા :- સાચુ પણ નહિ અને ખોટું પણ નહિ. અસંબંધ અને અસ્પષ્ટ વાણીમાં આવો પ્રકાર હોય છે. જેવી સાથે કંઇ મેળ ન પડે તેવી વાતો કરવી, કે કોઈને તેવું કામ ચીંધવું તેમાં અસત્ય - અમૃષાનો દોષ આવે છે. કોઇ વ્યક્તિને વાંચતા આવડતું નથી તે તમે જાણો છો, છતાં તેને કહો છો કે આ કાગળ વાંચી આપ. વાસ્તવમાં આપણું સાંસારિક જીવન જ એવું છે, પરમાર્થ સત્ય પામવું અશક્ય છે. જેમ કે દેહ, ઘર કે વસ્ત્રાદિ પર પદાર્થો છે, છતાં આપણે તેને મારો દેહ, મારું ઘર કહીએ છીએ. તે વ્યવહારની વ્યવસ્થા છે. પણ પરમાર્થ અસત્ય છે. આવા દોષથી બચવા શક્ય તેટલું સાધકે મૌન રાખવું અથવા સમ્યગ વાણી બોલવી. મન સંબંધી ટૂંક નોંધ : ભાષા સંબંધી પ્રશ્નોત્તર જાણ્યા પછી મન સંબંધી તે પ્રકારે વિચારણા કરવી ઉપયોગી છે. ભાષા વચનયોગ ભાષાવર્ગણાનું સર્જન છે તેમ મનોયોગ મનોવર્ગણાનું સર્જન છે, તેથી ભાષાની જેમ મન પૌદ્ગલિક છે. અને તે આત્માથી ભિન્ન છે. જેમ શબ્દનું સાધન શ્રવણેન્દ્રિય છે તેમ આત્માના ઉપયોગનો વ્યાપાર કરવાનું સાધન મન છે. મનના બે ભેદ છે, - Jain Education International For Private & Personal Use Only ૧૫૭ www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy