SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. તેમાં તેણે શું જોયું? પોતાનું ઉત્તમ ગૃહસ્થ જીવન મંગળમય કરેલી આરાધના અંતિમદશામાં થયેલી વિરાધના તેના પરિણામે તિર્યચપણું મત્સ્ય વિચારવા લાગ્યો કે અણિશુધ્ધ શ્રાવકાચાર પાળ્યા. પણ અંતિમ સમયે જળકીડામાં માછલાં સુખી છે; તેમ વિચારી સ્વરૂપના સુખની વિસમૃતિ થઈ. તેના પરિણામે આ જળક્રિડા મળી. આમ વિચારી તેણે પૂર્વ આરાધનાના બળે નિર્ણય કર્યો કે ભલે હું મત્સ્ય છું પણ મારે નિર્દોષ જીવન જીવવું. મત્સ્યભક્ષણનો ત્યાગ કરી તે વ્રતધારીપણે રહ્યો ! વળી જાતિસ્મરણશાનમાં એક બીજી વિસ્મયકારી ઘટના તેણે જોઈ. એ જ્ઞાનમાં તેને પોતાના મિત્ર સુધર્માની સ્મૃતિ થઈ અને તેણે શું જોયું? સુધર્મા મિત્ર વિયોગથી વૈરાગ્ય પામી યાત્રા પ્રવાસે નીકળ્યો હતો. યોગાનુયોગ તેનું નાવ તોફાને ચડતાં તે ભાંગી સાગરમાં સમાઈ ગયું. સુધર્મા તણાતો તણાતો જાણે મિત્રને મળવા આવતો હોય તેમ મત્સ્યની દિશા તરફ આવતો હતો. એ જ સમયે મત્યે પોતાના મિત્રને જોયો. અને પૂર્વસ્નેહથી પ્રેરાઈને તેણે સુધર્માને પોતાની પીઠ પર બેસાડી કિનારે મૂકી દીધો. મત્સ્ય તિર્યચપણે હતો, પણ સંજ્ઞીપણું હતું ને તેથી જાગૃતપણે જીવન વ્યતીત કરવા લાગ્યો. શુભભાવનાને બળે શુભાયુને બાંધી તે મૃત્યુ પામી દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયો. અહો! પરિણામની કેવી વિચિત્રતા ! માનવ દેહે જે કાર્ય સિધ્ધ ન થયું તે પરિણામની ધારા બદલાતા તિર્યંચ હોવા છતાં દેવાયુ પામ્યો. જ્ઞાનીઓએ વસ્તુનું સ્વરૂપ કેવું અદ્ભુત દર્શાવ્યું છે! ૨૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy