SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર અમાસની અંધારી રાતે મહાન જ્યોત બુઝાઈ, ધરતી પર અંધકાર છવાયો માનવ ગયા મુંઝાઈ, ત્યાં તો ગાજ્યા દેવ દુભિ દિવ્યવાણી સંભળાઈ, આનંદો છે લોક પૃથ્વીના વરે મુક્તિ પાઈ - જ્યોતિમાં જ્યોત મલી ગઈ જ્યારે રાત થઈ ગઈ કાળી ઘરઘરમાં દીવડા પ્રગટાવ્યા અંતરને અજવાળી, એનું નામ દીવાળી પાવાપુરીમાં પ્રભુએ જ્યારે છેલ્લી આંખડી ઢાળી, દેવ દુંદુભિ થયા ગગનમાં તારક દીપ પ્રજાળી, એનું નામ દીવાળી આસો માસને અંતે ભગવંતે કર્યું પ્રયાણ, નાશવંત આ દેહ તજીને પામ્યા પદ નિર્વાણ, ધરતી પરનો સૂર્ય આથમો, દિશા થઈ અંધિયારી, ઘર ઘરમાં દીવાળી અંતિમ ઘડીએ ગુરુ ગૌતમને દૂર કર્યા ભગવાને મોહ રૂપી અંધકાર ગયો ને ઝળક્યાં કેવળજ્ઞાને જીવનને નિર્વાણથી જેણે જગને દીધું ઊજાળી ઘર ઘરમાં દીવાળી પચ્ચીસો વરસો વીત્યાં પણ બને જયોત હજી ઝગમગતી, જુગ જુગ સુધી રહેશે દુનિયા દીપાવલી ઊજવતી, પરમ પાવની પ્રેમળ જ્યોતિ દેતી પાપ પખાળી એનું નામ દિવાળી ૧૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy