SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર દોડી રહ્યા છે. આપણે જે કાર્ય સિધ્ધ કરવા આ મહાયજ્ઞનું આયોજન કર્યું છે, તેના વિરોધમાં આજે તે બરાબર સામે જ આવી રહ્યો છે, માટે ઊગતા દુશમનને તો તરત જ દૂર કરવો સારો. વળી તે પોતાને સર્વજ્ઞ કહેવડાવે છે તે વાત સાચી છે. સૂતેલો સાપ છંછેડાય તેમ સર્વજ્ઞ શબ્દ શ્રવણથી ઇન્દ્રભૂતિ અત્યંત ક્ષોભપામી ગયા. યજ્ઞક્રિયામાંથી એકાએક ઊભા થઈ ગયા, અને અગ્નિભૂતિને કહેવા લાગ્યા કે દુશ્મનનો તો ઊગતો જ નાશ કરવો સારો છે, માટે હું શીઘતાથી ત્યાં પહોંચે અને તેના સર્વજ્ઞપણાના દંભને પ્રગટ ' અરે અગ્નિભૂત! તું વિચાર તો કર કે, આકાશમાં બે સૂર્ય હોઈ શકે? એક ગુફામાં બે સિંહ હોઈ શકે? એક માનમાં બે તલવાર હોઈ શકે? 'ન ભૂતો ન ભવિષ્યતિ તો પછી એક નગરીમાં બે સર્વજ્ઞ હોઈ શકે ? એ ખરેખર કોઈ ઈન્દ્રજાલિક લાગે છે ! પણ ઇન્દ્રભૂતિ પાસે તે ટકી શકશે નહિ. તે સમયે કેટલાક મનુષ્યોને તેણે એ દિશામાંથી આવતા જોયા. અને કુતૂહલથી તેણે પૂછ્યું કે, હે મનુષ્યો! તમે પેલા સર્વજ્ઞને જોયો? તે કેવો છે? મનુષ્યો : “ અરે તેનાં રૂપ, ગુણ અને સામર્થ્ય વિષે કહેવાની અમારી શી ગુંજાયશ છે? ત્રણે જગતના લોકો એકઠા મળે તો પણ તેમના ગુણોનું વર્ણન કરી ન શકે ! ઇન્દ્રાદિક દેવો વડે પૂજાતા, મધુર અને દિવ્યવાણીના પ્રણેતાનું શું વર્ણન કરીએ? સૂર્યથી પ્રકાશમાન ચંદ્રથી અધિક શીતળ સાગરથી વિશેષ અત્યંત ગંભીર પર્વતથી અડોલ અચળ ૩૮ ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy