SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર અનુત્તર વિમાનવાસી દેવો પ્રાયે એકાવનારી હોય છે. મનુષ્ય જન્મ પામી મોક્ષ માર્ગની સાધના કરી મુક્ત થાય છે. અન્ય સમ્યગ્દષ્ટિ દેવો પોતાના સુખભોગમાંથી નિવૃત્ત થઈ તીર્થકરના જન્મ આદિ કલ્યાણકમાં જઈ ભક્તિ કરી સમકતને ઉજજવળ રાખે છે. પ્રશ્ન ૩ ગૌતમ : તે જ જવ તિર્યંચમાં કેમ જાય! ભગવાન મહાવીરે કહ્યું કે : હે ગૌતમ! “જે માણસ પોતાના સ્વાર્થ માટે, મિત્રનો પરિચય રાખે છે. પોતાના સ્વાર્થ માટે, મિત્રનો પરિત્યાગ કરે છે. પોતાનું કાર્ય સર્યા પછી તે મિત્રનો ત્યાગ કરે છે. પોતાના સ્વાર્થને કારણે લોભવશ મિત્રને પણ દુ:ખમાં નાંખે છે. તેનું અશુભ બોલે છે. પોતાના મનની વાત મિત્રથી છૂપાવે અને મિત્રની વાત પ્રગટ કરી વિશ્વાસઘાત કરે.” વળી જે પ્રકૃતિથી માયાવી હોય, પ્રપંચવાળો અને નિર્દય હોય નિંદાસ માણનારો હોય તે પ્રાયે તિર્યચપણે ઉત્પન થાય છે. સામાન્યપણે એવું મનાય છે કે પશુ-પક્ષી તે તિર્યંચ છે. વાસ્તવિક રીતે જે દેવ, મનુષ્ય કે નારક નથી તે સિવાયના સર્વ પ્રાણી તિર્યંચ છે. નિચ્છલોકમાં દ્વીપોમાં, સમુદ્રમાં તિયો હોય છે. એકેન્દ્રિય : ફક્ત સ્પર્શેન્દ્રિયવાળા જીવો : ૧ પૃથ્વી કાય = માટી ખનીજ વગેરે ૨ અપ કાય = પાણીના જીવો ૩ તેઉકાય = અગ્નિના જીવો ૪ વાયુ કાય = પવનના જીવો ૫ વનસ્પતિકાય = નિગોદ અને પ્રત્યેક વનસ્પતિ બંને જીવો. ૧૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy