SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર પ્રથમના ચારમાં સૂક્ષ્મ જીવો છે, જે ચગોચર નથી. સાધારણ વનસ્પતિમાં નિગોદના જીવો સોયના અગ્ર ભાગે અનંતજીવો એક શરીરમાં ભેગા રહે તેવા સૂક્ષ્મ હોય છે. પ્રત્યે કે વનસ્પતિને ફળ ફલ વગેરે એક જીવનું શરીર એક હોય પણ તમામ પ્રસિધ્ધ કંદમૂળમાં અનંતકાય જીવો છે. તેમના શરીર ચલુગોચર છે. આ સર્વ જીવો તિર્યંચયોનિ વાળા છે. બે ઈદ્રિય: ને સ્પર્શ અને રસ બે ઇંદ્રિયવાળા છે. શંખ, કોડા, છીપ વગેરે. તે ઈદ્રિય : તે સ્પર્શ, રસ અને ગંધવાળા છે. કીડી, ઉધઈ, ઈયળ, મંકોડા વગેરે. “ ચઉરિદ્રિય : ને સ્પર્શ રસ, ગંધ અને ચ વાળા છે. માખી, ભમરી, વીંછી, મચ્છર, પતંગીયા વગેરે અસંશિ પંચેન્દ્રિય તિર્યંચ : તે સ્પર્શ, રસ, ગંધ, ચ, અને શ્રોત્રન્દ્રિયવાળા છે. મન વગરના તે અસંશિ છે, સર્પ, દેડકો, માછલી, વગેરે સંશિ પંચેન્દ્રિય તિર્યંચ : માતા પિતાના સંયોગ વડે ઉત્પન્ન થનારા તે સંજ્ઞિ છે. પશુ • પટ્ટી વિગેરે. આ પાંચ પ્રકારના જીવો તિર્યંચગતિવાળા કહેવાય છે. નરકગતિની દૃષ્ટિએ આ ગતિના જીવોનું દુ:ખ કંઈક અલ્પ હોવા છતાં તેઓ અત્યંત દુખવાળા છે. નિગોદના જીવો કેઈ શસ્ત્ર આદિથી ઘાત પામતા નથી પણ તેમના જીવન મરણની વ્યવસ્થા એવી છે કે તે એક શ્વાસોચ્છવાસ જેટલા સમયમાં ૧૭ થી અધિકવાર જન્મ મરણ કરે છે. અનંતકાળ એ જ સ્થાને ઉત્પન્ન થાય છે. ૧ર૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy