SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર પ્રભુ મહાવીરનું મહાનિર્વાણ સમસ્ત વિશ્વ જન્મ મરણના સનાતન નિયમને આધીન છે. છતાં અજ્ઞાની જીવો દેહને ટકાવવા સતત પ્રયત્ન કરે છે. જ્ઞાનીઓ દેહમાં રહીને જ દેહભાવથી મુક્ત થઈ જાય છે, તેથી તેમના દેહત્યાગને નિર્વાણ કહેવાય છે, પણ મરણ કહેવાતું નથી. એથી મહાપુરુષોના નિર્વાણ દિનને પર્વ માની, ભવ્ય જીવો તે દિવસે ધર્મારાધના કરી આત્મ કલ્યાણ સાધે છે. આપણી કથાના નાયક ગુરુ ગૌતમ તો ભગવાનના નિર્વાણના નિમિત્તે કેવળજ્ઞાન પામ્યા હતા. તે કાળે તે સમયે ભગવાન મહાવીરની કેવળજ્ઞાનની અવસ્થાને ત્રીસ વર્ષ પૂરા થયા હતા, ત્યારે તેમના જીવનનું ન્હોતેરમું વર્ષ ચાલતું હતું. આ દિવસોમાં ભગવાન હસ્તિપાલ રાજાની રજજુશાળામાં પધાર્યા હતા. ભગવાનના સહજ ઉપયોગમાં નિર્વાણની ઘડી અંકિત થઈ ગઈ હતી. પ્રભુની કરૂણાનું રહસ્ય કંઈ ન્યારું જ હતું. એક બાજુ નિર્વાણની ઘડી ગણાતી હતી, ત્યારે બીજી બાજુ ગૌતમની સાધના અખ્ખલિત હતી, છતાં અપૂર્ણ હતી. અર્થાત્ હજી તેઓ કેવળજ્ઞાન પામ્યા ન હતા. કારણ ? તેમનો પ્રભુ પ્રત્યેનો અત્યંત સ્નેહ. જો કે ગૌતમસ્વામીને ક્યારેક સંતાપ થતો, કે જીવન તો વહ્યું જાય છે, અને કેવળજ્ઞાન તો અપ્રગટ જ રહ્યું છે. કોઇવાર તે ભગવાનને એનું કારણ પૂછતાં, ત્યારે ભગવાન ખુલાસો આપતા હતા કે : “હે ગૌતમ ! તમારી વચન લબ્ધિથી જગતનાં કંઇક આવો સંસાર પરિભ્રમણથી મુક્તિ પામ્યા છે, પણ તમારો અમારા પ્રત્યેનો અત્યંત અનુરાગ તમારા સ્વરૂપને પ્રગટ થવામાં અંતરાય બન્યો છે. મોક્ષમાર્ગ અત્યંત શુદ્ધ છે. તેમાં પ્રશસ્તરાગ પણ કષાય -શુભાશ્રવ છે, તેથી તે સ્વરૂપ પ્રાપ્તિમાં બાધક છે.” ૧૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy