SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર (પરમાર્થથી તો જીવ જર્યાં સુધી વ્યવહાર કાર્યમાં છે ત્યાં સુધી સૂક્ષ્મ અસત્યનો કે ચોરીનો દોષ તેને લાગે છે જેમ કે શરીરાદિ મારા નથી છતાં આપણે તેમ બોલીએ છીએ. તેવી રીતે વસ્તુઓને પણ ગ્રહણ કરીએ છીએ તેથી ગૃહસ્થ આ વ્રતો મર્યાદામાં પાળી શકે છે.) ૩ અચૌર્ય અણુવ્રત: હું આ જીવન મન વચન કાયાથી ચોરી કરીશ નહિં અને કરાવીશ નહિં. ૪ બ્રહ્મચર્ય અણુવ્રત: હું આ જીવન સ્વદારા સંતોષ વ્રત પાળીશ અને આંશિક કે પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળીશ. ૫. પરિગ્રહ પરિમાણ વ્રત: હું ગુરૂસાક્ષીએ લીધેલા પરિગ્રહ પરિમાણ વ્રતનું પાલન કરીશ. તેના પરની મૂર્છા ઘટાડીશ. (દરેક જીવે પરિગ્રહની મર્યાદા કરવી જેથી પાપનો દોષ ઘટે.) ૬. દિશા પરિમાણ વ્રત: હું દશે દિશામાં હવે ધર્મના પ્રયોજન વગર હરવા ફરવાની મર્યાદા કરૂં છું. (અમુક દિશામાં જવા આવવાની મર્યાદા) દરેકે આ વ્રત અંગીકાર કરવાથી દશ દિશાના આરંભાદિ ક્રિયાનો પરંપરાનો દોષ લાગતો નથી. ૭. ભોગોપભોગ વિરમણ વ્રતઃ ભોગ અર્થાત્ એક વસ્તુ એકજ વાર ભોગવી શકાય તેવી વસ્તુઓમાં આહારાદિ, વિલેપન આદિની અમુક મર્યાદા કરૂં છું. ઉપભોગ - એક વસ્તુ વારંવાર ભોગવાય તેવા સ્ત્રી, વસ્ત્ર, પાત્ર, ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy