SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લધિ તણા ભંડાર ઇન્દ્રભૂતિ ગૌતમના પૂર્વભવ જંબદ્રીપે પૂર્વમહાવિદેહ ક્ષેત્ર પુષ્કલાવતી વિજય, બ્રહ્માવર્ત દેશ. રાજધાની બ્રહ્મપુત્રનગર બ્રહાવર્તનો રાજા બ્રાહ્ય રાજય કરે તેની સહધર્મચારિણી રાણી બ્રાહ્મી તેમના સંસારના સુખનું પ્રદાન બ્રહ્મદત્ત પુત્ર મહાવિદેહની ભૂમિ એટલે સદાકાળ તીર્થકર શ્રીપરમાત્માનો યોગ મોક્ષનો માર્ગ ત્યાં સદાયે પ્રગટ. ધર્મઆરાધક જીવો માટે સાક્ષાત સન્માર્ગનો પ્રવાહ. જીવન ધન્ય બની જાય તેવા પૂર્ણ જ્ઞાનીના યોગનો સંયોગ વહેતો રહે પંચમકાળના સાધક જીવો ઝંખે તેવી એ ભૂમિ પૃથ્વી પર રાજા મહારાજા વગેરે આવ્યા અને ગયા પણ ત્યાં તો ચોથા આરા જેવો યોગ સદાકાળ વર્તે છે. આવી ભૂમિના એક સમૃદ્ધ નગરમાં ~~ ~-મંગલ નામે શ્રેષ્ઠી રહેતા હતા. તેને સુમંગલા નામે ગુણિયલ પત્ની હતી. સંસારસુખની ફળશ્રુતિરૂપે તેમને મંગલાનંદ પૂત્ર હતો, ને તેના નામ પ્રમાણે ગુણોવાળો હતો તેઓ ન્યાય સંપન્ન વૃત્તિવાળા, સત્યપ્રિય, બુધ્યિનિધાન અને ધર્મપ્રેમી હતા. સાધનસંપન્ન હોવાથી સંતોષી હતો. પરોપકારવૃત્તિને કારણે લોકપ્રિય હતો. દુઃખીઓનો આશરો, મુંઝાયેલા જીવોનો સલાહકાર સાધર્મીઓનો ધર્મબંધુ, આવા અનેક ગુણોથી તે સંપન્ન હતો. પુણ્ય તેવા પરિવારના ન્યાયે મંગલની પત્ની સુમંગલા, યથા નામ ૧ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy