SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર રાગ અથવા ટ્રેષથછી પરસ્ત્રીના શીયળને કે સતીત્વને ભ્રષ્ટ કરનાર હિંસક છે. અત્યંત ભોગાસક્ત થઈને કે કુરતાપૂર્વક મૈથુન સેવનાર હિંસક છે. અન્યની આજીવિકાનું સાધન ધન કે વ્યાપારને હાનિ કરે કે છીનવી લે તે હિંસક છે. અન્યને વિશ્વાસઘાત કરવો, ખોટા લેખ લખવા કે ખોટી સાક્ષી પૂરવી, અન્યની વસ્તુ ચોરીને સંતાપ ઉત્પન્ન કરવો કે કરાવવો તે હિંસક છે. અત્યંત હિંસાયુક્ત વ્યાપારાદિ કરવા તે ભાવ હિંસક છે. રાગાદિ કષાયિક ભાવ હિંસા હોવાથી તેવા ક્લેશજનિત ભાવવાળો હિંસક છે. કષાયવશ કે પ્રમાદવશ જીવહિંસા કરનાર અલ્પાયુષી હોય છે. વળી કર્મની પ્રણાલિ અનુસાર તે દુઃખ પામેલા જીવો પણ હિંસકના પ્રત્યે વેરભાવવાળા થાય છે. અને તેવો યોગ થતાં તે જીવો પોતાના દુઃખનો બદલો લે છે. માટે અન્યના શત્રુ બનવું તે મહાપાપ છે. દૂર પરિણામથી જેમ નરકગતિ જેવા દીર્ધકાળના દુ:ખ ભોગવવા પડે છે, તેમ આયુષ્યની અલ્પતા હોય છે, અને દુ:ખ અત્યંત ભોગવવા પડે છે. બીજું કારણ, અસત્ય બોલનાર પણ અલ્પાયુષી હોય છે. હિંસક માનવની વૃત્તિની જેમ અસત્યભાષીની વૃત્તિ પણ દુષ્ટ હોય છે. માયા છળ કે પ્રપંચ કરનાર પણ હિંસક પરિણામવાળો છે. અસત્ય, માયા કે લોભયુક્ત ભાવવાળો માનવ હિંસક મનાય છે. ટૂંકમાં કોઈપણ પ્રકારના દુષ્ટ, કુર કે સ્વાર્થજનિત પરિણામો હિંસાનું કારણ બને છે, તેથી એવા પરિણામવાળો જીવ હિંસક કહેવાય છે. હિંસક માનવનું આયુબંધ અલ્પ બંધાય છે. અને અન્ય જીવોને પીડા આપનારો હોવાથી તે તે જીવોના નિસાસારૂપ શાપ તેને લાગે છે, તેથી પ્રાપ્ત સુખોને ભોગવી શકતો નથી. ૧૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy