SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર નથી તેવા કથનનો અર્થ એમ છે કે નારકીઓ શાશ્વત નથી, પરંતુ ઘોર પાપકર્મથી અમુક સમય માટે પરભવમાં નરકાવાસ થાય છે. નારક મરીને નારકી થતો નથી. પણ કેવળ નારકી નથી તેવો શાસ્ત્રોનાં પદોનો અર્થ નથી." નારકીઓ પરવશતાથી અહીં આવી શકતા નથી. કેવળજ્ઞાની નારકીને પ્રત્યક્ષ જુએ છે." “સંસારી અલ્પજ્ઞ જીવ શાસ્ત્રના આધારે નારકીને જાણે છે. જેમ ઉત્કૃષ્ટ પુણ્યનું ફળ અનુત્તર દેવપણે ઉત્તમ દેવલોક છે, તેમ ઘોર પાપ કરનારને તેનું ફળ ભોગવવા તેવા સ્થાનમાં અવતરવું પડે છે. કદાચ તને થાય કે પાપનું ફળ તો તિર્યંચ થઈને પણ ભોગવાય. કેટલાક મનુષ્યો અને તિર્યંચો અત્યંત દુઃખી હોય છે, છતાં તેઓને નારકી જેવું તીવ્ર દુઃખ હોતું નથી થોડું સુખ હોય છે. પરંતુ નારકીઓ જેવું અત્યંત તીવ્ર અને નિરંતર દુ:ખ મનુષ્ય તિર્યંચને હોતું નથી. ઘોર પાપકર્મનું ફળ ભોગવવાનું સ્થાન પ્રત્યક્ષ નારક જ છે." પ્રભુનાં વચન સાંભળીને અકંપિતને પોતાની શંકાનું સમાધાન થતાં તે સ્વયં પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા અને આઠમા ગણધર પદને પામ્યા. ૯ ગણધર અચલભ્રાતા શંકા - પુણ્ય - પાપ નથી. पुरुष एवेदर्माग्नं सर्वे यद् भूत यच्च भाव्यम् પ્રભુથી સમાધાન - અચલભ્રાતા શંકાના સમાધાન માટે પ્રભુ પાસે આવ્યો. “હે અલભ્રાતા ! તને શંકા છે કે પુણ્ય-પાપ નથી. તું શાસ્ત્રના પદોનો અર્થ એમ કરે છે કે, આત્મા સિવાય પુણ્ય-પાપ કંઈ છે નહિ, અને વળી બીજી બાજુ કહે છે કે પુણ્યકર્મથી પ્રાણી પુણ્યશાળી થાય છે, અને અશુભ કર્મથી જીવ પાપી બને છે. તેથી શાસ્ત્રોમાં પુણ્ય-પાપની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy