SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિ તણા ભંડાર સંચાલિત છે. પ્રભુના શ્રી મુખેથી આવું અદ્ભુત સ્વરૂપ જાણી ગૌતમનું હૈયું નાચી ઉર્યું વળી ત્રિપદીના સૂત્રને ગણધર ભગવંતોએ પોતાના જ્ઞાનપાત્રમાં ઝીલી લીધું અને તેનો કરોડો શ્લોક પ્રમાણ વિસ્તાર કર્યો. તે કાળમાં અજ્ઞાન અને અશ્રધ્ધામાં અટવાએલી પ્રજાને વાસ્તવિક સ્વરૂપ સમજાવી જાગ્રત કરી દીધી. એ જ વીતરાગ શાસનની પ્રભાવના હતી જગતના તમામ પદાર્થો આ નિયમને આધીન છે. એ નિયમો જ જગતના પ્રવર્તક છે. પદાર્થ માત્ર ટકીને બદલાય છે. પદાર્થ માત્ર સત્ છે. સદા ટકવાવાળું છે પરંતુ તે ઉત્પાદ વ્યય યુક્ત હોય છે. જે કાળે એવી માન્યતા પ્રવર્તતી હતી કે જગતનું સર્જન બ્રહ્મા કરે છે, રક્ષણ વિષ્ણુ કરે છે અને મહેશ તેનું વિસર્જન કરે છે. તે કાળે ભગવાન મહાવીરે નિર્ભયપણે જગતનું વાસ્તવિક સ્વરૂપ બેધડક કહી દીધું કે, જગતના સ્વરૂપને કોઇ વિશેષ વ્યક્તિ બનાવતી કે બગાડતી નથી. જગત સ્વયં નિયમથી ચાલે છે. હિંસક યજ્ઞો પ્રત્યે અહિંસક ભાવે અહિંસાની પ્રતિષ્ઠાનો પ્રથમ પડકાર ન શમે ત્યાં તો નિર્ભય અને નિસંગ એવા ભગવાન મહાવીર કહ્યું કે જગતનો નિયતા કોઈ ઈશ્વર નથી જગતનું સંચાલન સ્વતંત્ર અને વ્યાપક છે. તે જે તે પદાર્થોના, સ્વયં ગુણ-પરિણમનથી થાય છે. - પરમાત્મા-પ્રણીત અગાધ બોધ અને સૂક્ષ્મ રહસ્યોને પ્રાપ્ત કરી ગણધર ભગવંતોએ પણ તેનો અતિ વિસ્તાર કરી સમસ્ત પ્રદેશમાં જ્ઞાનગંગાના વિવિધ વહેણને વહેતા કરી દીધાં પાત્ર જીવો તે નિર્મળ બોધથી પાવન થઈ ગયા. ભવાટવીમાં ભૂલાએલા સ્વતરૂને ગ્રહણ કરી ગણધરોના અનુગામી થઈ સન્માર્ગને સેવવા લાગ્યા | જીવોને ઉત્તમ કવણ સદ ધર્મ પામીને પણ સત્ય તરફ | પથાઈ ગયા પવી ભાવ ૧ભ છે. કારણ કે આવિદ્યાને | સેવનાર અજ્ઞાની સંસારમાં મહું દેખાય છે. | માટે તે ગોતમ ! એક તવાનો પણ પ્રમાદ ન કર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy