Page #1
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
પરમાગમસાર
1-૧
Page #2
--------------------------------------------------------------------------
________________
ફોન ૨ સરિતા
(ભાગ-૧)
:
(પરમાગમસાર ગ્રંથમાંથી કેટલાક ચૂંટેલા વચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના
પ્રવચનો)
O
- SY
પ્રકાશક વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક તથા પ્રાપ્તિ સ્થાનઃ વિતરાગ સસાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ૫૮૦, જૂની માણેકવાડી, પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામી માર્ગ ભાવનગર-૩૬૪૦૦૧ ફોનઃ (૦૨૭૮) ૨૪૨૩૨૦૭
પ્રથમવૃત્તિ ઃ ડિસેમ્બર, ૨૦૦૨ (પૂજ્ય ભાઈશ્રી શશીભાઈની ૭૦ મી જન્મ જયંતી) પ્રત ઃ ૧૦૦૦ પૃષ્ઠ સંખ્યા : ૮+૨૪૦=૨૪૮
પડતર કિંમતઃ ૩૫/વેચાણ કિંમત : ૩૦/
લેસર ટાઈપ સેટિંગ: પૂજા ઇમેશન્સ
પ્લોટ નં. ૧૦૭પએ, “માતૃછાયા', આંબાવાડી ભાવનગર-૩૬૪૦૦૧ ફોન : ૨૨૦૩૪૭૦
મુદ્રકઃ . ભગવતી ઓફસેટ ૧૫, સી. બંસીધર મિલા કમ્પાઉન્ડ, બારડોલપુરા,
અમદાવાદ-૩૮૦૦૦૪ ફોનઃ ૨૧૭૩૪૯૨૪૨૧૬૭૬૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મયુગસૃષ્ટા પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
3
પ્રકાશકીય
‘કહાન રત્ન સરિતા’(ભાગ-૧) નામક આ લઘુકાય ગ્રંથનું પ્રકાશન કરતાં અમોને અત્યંત હર્ષ થાય છે. આ ગ્રંથના વિષયનું સંક્ષેપ વિવરણ ‘વિષય પ્રવેશ’ માં આપવામાં આવેલ છે. વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રનો યોગ થયા પછી પણ કેવા કેવા પ્રકારની ભૂલોને કા૨ણે જીવ મોક્ષમાર્ગથી વંચિત રહી જાય છે, એ વિષય ઉપર અધ્યાત્મ યુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ અનેકવિધ પ્રકારે સ્પષ્ટીકરણ આપ્યું છે. આવા અનેક પ્રકારના બોલ પરમાગમસાર' નામના ગ્રંથમાં સંકલિત કરવામાં આવ્યા
છે.
એવા યુગપુરુષ પૂજ્ય ગુરુદેવશ્રીના અનેક વર્ષોનો સમાગમ તથા નિકટ સાન્નિધ્ય જેમને સંપ્રાપ્ત થયું છે, એવા સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય ભાઈશ્રી શશીભાઈએ સ્વયંની સરળ તથા મૌલિક શૈલીમાં ‘પરમાગમસાર' ના વચનામૃતો ઉપર પ્રવચનો આપ્યા છે. જે પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. માર્ગની ખોજ જેને ચાલે એવા સુપાત્ર જીવોને માટે આ પ્રકાશન અવશ્ય એક પ્રકાશસ્થંભ સમાન નીવડશે એવી આશા છે.
‘કહાન રત્ન સરિતા’ મુમુક્ષુજીવને ચૈતન્યપ્રાણનું નવજીવન અર્પે એવી છે. જે સરિતામાં વહેતાં ચૈતન્યામૃતનું પાન કરી મુમુક્ષુજીવ અજર અમર પદને પ્રાપ્ત થઈ શકે છે. આ ગ્રંથનું અધ્યયન કરવાથી પાઠકવર્ગને અવશ્ય અમૂલ્ય એવાં અનેકવિધ વિષયો સંબંધિત માર્ગદર્શન મળશે એવો વિશ્વાસ છે. આવાં જ અમૂલ્ય પ્રવચનો ભવિષ્યમાં જુદાં-જુદાં ભાગોમાં પ્રકાશિત ક૨વાની ભાવના છે.
આ ગ્રંથમાં છપાયેલાં સર્વ પ્રવચનોને સૌ પ્રથમ અક્ષરશઃ ઑડિયો કેસેટ ઉપરથી ઉતારી લેવામાં આવ્યા છે. ત્યારબાદ તેનું સંપાદન કરતી વખતે પણ કેસેટોને સાંભળીને સંપાદન કરવામાં આવ્યું છે. જેમાં જરૂર લાગે ત્યાં વાક્ય રચનાને પૂર્ણ ક૨વા અર્થે કૌંસ ભરવામાં આવ્યા છે. ત્યારબાદ પ્રેસમાં મોકલતાં પહેલાં બીજા મુમુક્ષુ દ્વારા કેસેટ સાંભળીને ફરીથી મેળવી
Page #7
--------------------------------------------------------------------------
________________
લેવામાં આવ્યાં છે. જેથી કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો નીકળી જાય.
પ્રસ્તુત ગ્રંથના પ્રકાશન અર્થે પ્રાપ્ત દાનરાશિનું સાભાર વિવરણ અન્યત્ર આપવામાં આવેલ છે. ઑડિયો કેસેટ ઉપરથી પ્રવચનોને ઉતારી આપવા બદલ શ્રી કનુભાઈ શાહ, અમદાવાદ તથા કુ. નીતાબહેન શાહ, ભાવનગરનો આભાર માનવામાં આવે છે. તથા અન્ય મુમુક્ષુઓએ આ પ્રકાશન કાર્યમાં સહકાર આપ્યો છે તેમનો પણ આભાર માનવામાં આવે છે. ગ્રંથના સુંદર ટાઈપ સેટિંગ માટે “પૂજા ઇપ્રેશન્સ નો તથા સુંદર મુદ્રણ કાર્ય કરી આપવા બદલ “ભગવતી ઓફસેટ’ નો આભાર માનવામાં આવે છે.
વીતરાગ સત્ સાહિત્ય પ્રકાશનના કાર્યમાં મનથી, વચનથી કે કાયાથી કોઈપણ પ્રકારની ક્ષતિ રહી જવા પામી હોય તો શુદ્ધ અંતઃકરણ પૂર્વક વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રની ક્ષમા યાચીએ છીએ. તથાપિ પાઠકવર્ગને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ક્ષતિ દૃષ્ટિગોચર થાય તો અવશ્ય જાણ કરે. જેથી ભવિષ્યમાં તે પ્રકારની ભૂલનું પુનરાવર્તન ન થાય.
અંતતઃ આ ગ્રંથના સ્વાધ્યાયથી સર્વ જીવો મુક્તિના પંથને પામી શાશ્વત સુખ-શાંતિને પ્રાપ્ત થાઓ એ જ ભાવના.
તા. ૧૯-૧૧-૨૦૦૨
ટ્રસ્ટીગણ (કારતક સુદ-૧૫,
વિતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ શ્રીમદ્ રાજચંદ્ર જન્મજયંતી દિન)
Page #8
--------------------------------------------------------------------------
________________
- કેમ છો
કિલો
છે
?
?
ત
સમ્યુર્તિ પૂજય ભાઈશ્રી શશીભાઈ
Page #9
--------------------------------------------------------------------------
Page #10
--------------------------------------------------------------------------
________________
' વિષય પ્રવેશ કહાન રત્ન સરિતા' નામક આ ગ્રંથમાં પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત પરમાગમસાર ના કેટલાક ચૂંટેલા વચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ૪૫-૪૫ વર્ષો સુધી અનેક મહાન પરમાગમો ઉપર પ્રવચનો આપી અધ્યાત્મની સરિતા વહાવી. આ પ્રવચનો આત્મધર્મ માં નિયમિત રૂપે પ્રકાશિત થતાં હતાં. તે પ્રવચનોમાંથી પણ આખા પ્રવચનનો કસ જ્યાં પડ્યો હોય તેવાં વચનામૃતોને જુદાં તારવીને એક વિશિષ્ટ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો જેનું નામ છે “પરમાગમસાર' આ ગ્રંથનાં વચનામૃતોનું સંકલન સધર્મનિષ્ઠ, તત્ત્વપ્રેમી, પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા થયેલું છે.
પરમાગમસાર' ગ્રંથમાં અનેકાનેક વિષયોની છણાવટ કરતાં અનેક બોલ તારવી લેવામાં આવ્યા છે. આ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના આશરે ૮00 જેટલાં પ્રવચનો થયેલાં છે. ભાવનગર સ્થિત “શ્રી શશીપ્રભુ સાધના
સ્મૃતિ મંદિર માં નિત્ય આ ગ્રંથ ઉપર ચાલતાં પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો સાંભળતાં એવી પ્રતીતિ થાય છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના એક-એક વચનામૃતો એ માત્ર વચનામૃત નથી પરંતુ રત્નોની ખાણ છે. પ્રત્યેક વચનામૃતો ઉપર થયેલાં પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો એ વાતની પ્રતીતિ કરાવે છે કે, ખરેખર જ્ઞાનીપુરુષના પ્રત્યેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના વચનાનુસાર ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી એ વાતની પણ અવશ્ય પ્રતીતિ થાય છે.
આવા અનેકાનેક રત્નોથી વિભુષિત પરમાગમસાર ગ્રંથમાંથી સાંપ્રત મુમુક્ષુજીવોની ક્યાં ભૂલ રહી જાય છે અથવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કેમ થતી નથી ? આ વિષય ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના થયેલાં પ્રવચનોને આ લઘુકાય ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્ર તથા પ્રત્યક્ષ અનુરુષનો સમાગમ પ્રાપ્ત થયા પછી પણ મુમુક્ષુ જીવ કેવા પ્રકારે અને ક્યાં અટકી જાય છે, તે વિષયનું અત્યંત સુંદર તથા રસપ્રદ નિરૂપણ આ પ્રવચનોમાં થયેલ છે. કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ, આબરૂ-કીર્તિ આદિની રહી જતી હૂંફ-મીઠાશ, શુભરાગની મીઠાશ, વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રનો
Page #11
--------------------------------------------------------------------------
________________
યોગ થયા પછી પણ કેવી-કેવી ભૂલ રહી જાય છે તથા વિકલ્પોની આશ્રયબુદ્ધિ તથા એકત્વબુદ્ધિ કેવી રીતે રહી જાય છે તવિષયક અનેરું સ્પષ્ટીકરણ આ પ્રવચનોમાં પ્રકાશિત થયું છે.
તઉપરાંત આ પ્રવચનોમાં ઉપરોક્ત ભૂલોને કયા પ્રકારે સૂક્ષ્મ અનુભવ પદ્ધતિ–પ્રયોગાત્મક પદ્ધતિથી મટાડવી તેનું પણ પ્રયોગાત્મક માર્ગદર્શન આવ્યું છે. જે મુમુક્ષુજીવ માટે અત્યંત અત્યંત ઉપકારી નીવડે તેમ છે. પૂજ્ય ગુરુદેવશ્રી અનેક વાર પ્રવચનોમાં પ્રમુદિત થઈને ગાતાં – ‘સહેજે સમુદ્ર ઉલ્લસ્યો, જેમાં રતન તણાણાં જાય, ભાગ્યવાન કર વાવરે, જેની મોતીએ મૂઠીયું ભરાય !” પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પ્રવાહિત રત્નોની સરિતા અર્થાત્ વચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો, એ મુમુક્ષુજીવ માટે અમૃત સરિતામાં સ્નાન કરી પૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરવા બરાબર છે.
અંતતઃ પ્રત્યેક મુમુક્ષુ આ “કહાન રત્ન સરિતા માં સ્નાન કરી પ્રત્યેક વચનરૂપી રત્નને અંગીકાર કરી સ્વયને આત્મગુણરત્નોથી સુશોભિત કરે એવી પવિત્ર ભાવના સાથે દેવ, ગુરુ, શાસ્ત્રના ચરણોમાં વંદન કરી વિરામ પામીએ છીએ.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.'
ઇતિ શિવમ્
Page #12
--------------------------------------------------------------------------
________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા' પ્રવચન અનુક્રમણિકા
પરમાગમસાર” બોલ નંબર
પૃષ્ઠ સંખ્યા
પ્રવચન ક્રમાંક
બોલ-૮૯ • • • • • • • • • •
8
બોલ૯૬ , , , • • • • • • •
OOK
૦૨૧
8
૦૪૪
6
૦૬૪
ૐ 8 8 8 ૐ 8 8 8 8 $ $ $ $
૦૭૫
•
૦૯૩
૦૯૮
૧૦૭.
• • • • •
૧૧૪
બોલ-૨૨૮
૧ ૨૩
બોલ૯૯ . . . . . . બોલ૯૯ . • • • • બોલ-૧O . . . . બાલ-૧૬૨ , , , , • • • • • • • • • • • • • બોલ-૧૬૮ . . . .
, , બોલ-૧૯૧ . . . . બોલ ર૧૪ . . . બોલ-૨૧૪ . . . બોલ-૨૧૬ . . .
૧૬ • • • • • • • • • • • • • • • • • બોલ-૨૨) . . .
૨૦ • • • • • • • • • • • • • • • • • ૨૮ , ,
• • , ,
• • , •
• • • • • •
• • • • • • • •
• • બોલ-૨૩૩ • • • • • • • • • • • • • • • • • બોલ-૨૩૪ . . .
૩૪ • • • • • • • • • • • • • • • • • બોલ-૨૩૮ . . .
S૮ • • • • • • • • • • • • • • • • • બોલ-૨૪૦
૦ • • • • • • • • • • • • • • • • • બોલ-૨૪૧ . . . . . . . . • • • • • • • • • બોલ-૨૪૨ . . .
• • • • • • • • • બોલ-૨૪૩ . . . બોલ-૨૪૩ . . . બોલ-૨૪૮ . . . . બોલ-૨૪૮ . . .
૪૮ , , , , , , , , , , , , • • • • • બોલ-૨૫૦ . . .
'S
૧૪૩
151
૧૬૬
૧૭૩
$ $ $ $ $ $ $ $ $
૨૧૦
૨ ૧
૫.
બોલ-૨૫૧
,
,
,
•
•
•
•
•
•
•
•
Page #15
--------------------------------------------------------------------------
________________
‘કહાન રત્ન સરિતા’ પુસ્તકના પ્રકાશનાર્થે આવેલ દાનરાશિ
ડૉ. રાજેન્દ્રભાઈ શાહ, સુરત
સ્વ. ન્યાલચંદ વીરચંદ વોરા પરિવાર, ભાવનગર
શ્રી હેમંતભાઈ શાહ, મુંબઈ
સ્વ. રમાબહેન નગીનદાસ ભાયાણી, કલકત્તા
શ્રીમતી વિમલાદેવી હીરાલાલ જૈન, ભાવનગર
એક મુમુક્ષુ, ભાવનગર
શ્રી પ્રશાંતભાઈ જૈન, ભાવનગર
8
શ્રી વરૂણભાઈ જૈન, ભાવનગર
કુ. સ્વાતીબહેન જૈન, ભાવનગર
સ્વ. રતિલાલ ગોપાલદાસ શાહના સ્મરણાર્થે
હ. બાબુભાઈ ગોપાલદાસ
શ્રી પૂજાબહેન જૈન, ભાવનગર
શ્રીમતી સ્નેહલતાબહેન શાહ, ભાવનગર
૧૨,૫૦૦/
૫,૦૦૦/
૨,૫૦૦/
૨,૫૦૦/
૨,૧૦૦/
૧,૫૦૦/
૧,૦૦૦/
૧,૦૦૦/
૧,૦૦૦/
૫૦૧/
૫૦૦/
૧૦૧/
આ પુસ્તક્ની કોઈપણ પ્રકારે અશાતના કે વિરાધના ન થાય તેનું લક્ષ રામા વિનંતી.
Page #16
--------------------------------------------------------------------------
________________
ચી. ઋતાને સ્મારણાંજલી
બહુ પુણ્ય કેરા પુંજથી સદ્ધર્મ સંસ્કાર સભર અને વીતરાગ દેવ-ગુરુની ભક્તિયુક્ત દાદા ડૉ. પી. વી. શાહ (પૂજ્ય કૃપાળુદેવ । પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીના અનન્ય ભક્ત / પ્રબુદ્ધ પ્રવચનકાર) ના કુટુંબમાં તેં તારો આ મનુષ્ય અવતાર તા. ૨૩-૧૦-૧૯૭૬ના બેસતા વર્ષના શુભ દિને પ્રાપ્ત કર્યો.
બાળવયથી પૂજ્ય કૃપાળુદેવ, પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી, પૂજ્ય બેનીશ્રી બેન, વિ. નાં ઉપદેશથી તથા પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ શેઠ (જેઓ આપણે ત્યાં બે વખત ૨હેલાં અને તને તેઓશ્રીની ભક્તિ / સેવા / સત્સંગનો લાભ મળેલો) નાં પરિચયથી કેળવાયેલ તારી ધાર્મિક અભિરૂચી, યુવાનીમાં ડગ ભરતા, પ્રાપ્ત થયેલ પ્રત્યક્ષ પૂજ્ય શ્રી રાકેશભાઈની વીતરાગી છાયાના અવલંબને પરિપક્વ બની. તારું જીવન મૈત્રી, સમજ શક્તિ, શાંતતા અને સ્મિતથી છલકાતુ હતું, તારું વ્યક્તિત્વ પ્રેમ, પ્રસન્નતા, કોમળતા અને સૌમ્યતાની છબી હતું, જ્ઞાનીઓના શ્રી ચરણ પ્રતિ જીવન પ્રવાહને વાળી તેં આત્મહિતના મહાપંથે ડગ ભરી દીધાં હતાં; પરંતુ ત્યાં તો દુદેવવશાત્ અત્યંત દુર્લભ એવો આ માનવભવ, લગ્નનાં એક મહિનામાં જ, ૨૩ વર્ષની અલ્પ વયમાં અણધાર્યા અંતને પામ્યો, શ્રીગુરુની આજ્ઞા ભક્તિમાં લીન એવા તારા પવિત્રાત્માએ વીજળીનાં ઝબકારા જેવા આ દેહનો ત્યાગ કરી દીધો, આજ્ઞા પાલનરૂપ ભાથું લઈ તું ભવસાગર તરવા નીકળી પડી અને અમને તારો સદાને માટે દુ:ખદ વિયોગ થઈ પડ્યો.
તારી કાયમી વિદાય અમને સંસારની અત્યંત ક્ષણભંગુરતા, અસારતા અને ખાસ તો અશરણતા પ્રત્યક્ષ દર્શાવીને આ મહા, ટૂંકા પરંતુ અનિયત આયુષ્યવાળા મનુષ્યદેહને માત્ર આત્મકલ્યાણ અર્થે જ વાપરવાની શીખ તેમજ પ્રેરણા દઢ કરાવી રહી છે. આજ્ઞા ભક્તિની અપૂર્વ રૂચીરૂપ તારા સંદેશને અમે અમારો જીવનમંત્ર બનાવી તને આ હૃદયભીની સ્મરણાંજલી અર્પીએ છીએ.
તું અને અમો સૌ શીઘ્ર વીતરાગ દેવ-ગુરુ ધર્મ પસાયે - (આશીર્વાદથી) સહજાત્મ સ્વરૂપમાં સ્થિત થઈ નિજ અનંતસુખનાં સ્વામી બનીએ એ જ પરમકૃપાળુ પરમાત્માને
પ્રયાચના.
ડૉ. રાજેન્દ્ર પી. શાહ
સુશિલા શાહ
ચિ. મેઘા શાહ
ડૉ. અતુલ શાહ બીના શાહ
સમીર ઝવેરી
તથા પીયર - શ્વસુર પક્ષનાં સર્વ સ્નેહિ / સ્વજનો.
(ચિ. ઋતાના સ્મરણાર્થે ડૉ. રાજેન્દ્રભાઈ શાહ તરફથી રૂ. ૧૨,૫૦૦/- પ્રાપ્ત થયા છે.)
Page #17
--------------------------------------------------------------------------
Page #18
--------------------------------------------------------------------------
________________
વીતરાગાય નમઃ
* કહાન રત્ન સરિતા 5
)
ક
POEMS
*** “રાગ છે તે ચૂડેલ ડાકણ સમાન છે, રાગનો પ્રેમ કરવાથી એ તને ખાઈ જશે-ભરખી જશે. પાપરાગની તો શું વાત !
પણ શુભરાગ કે જેણે હજારો રાણી છોડીને રાજપાટ છોડીને * પંચમહાવ્રતના શુભરાગમાં પ્રેમ કર્યો છે તે આનંદસ્વરૂપ છે
આત્માને ઘાયલ કરે છે, મારી નાખે છે. વીતરાગભાવ ધર્મ છે તેને રાગભાવથી ધર્મ મનાવે તે વીતરાગના વેરી છે. પાપી મિથ્યાષ્ટિ છે.” ૮૯.
પ્રવચન-૧, તા. ૨૪-૧૦-૮૨
(પરમાગમસાર, બોલ-૮૯). અહીંયા કહે છે કે “રાગ છે તે ચૂડેલ ડાકણ સમાન છે.... લ્યો, ઠીક ! આ સીધું જ આમ આવ્યું છે) કે, એ રાગ છે તે ચૂડેલ અને ડાકણ સમાન છે. લોકમાં પ્રેત યોનીમાં આ બધાં) નામ લેવામાં આવે છે . ડાકણ, ચૂડેલ, ભૂત, પ્રેત, પિશાચ, ખવીસ વગેરે). નાનપણમાં
Page #19
--------------------------------------------------------------------------
________________
૨
[પરમાગમસા૨-૮૯]
વાતો સાંભળી છે ને ! ગામડાંમાં ઉછર્યા હોય તેણે બધું સાંભળ્યું હોય. (લોકો) કહે છે કે (એ) બહુ વળગે - ચૂડેલ હોય, ડાકણ હોય એ બહુ વળગે. અમે નાનપણમાં એવી વાર્તાઓ બહુ સાંભળતા (કે) ફલાણી વાઘરણ છે એ ડાકણ છે ને ચૂડેલ છે, આમ છે ને તેમ છે. એક તો દેખાવ એવો બિહામણો હોય અને એ વળગે છે, એમ કહેવાય. વળગે ફળગે (એવું) તો કાંઈ નથી પણ એવા કાચી છાતીનાં હોય એને ભ્રમણાં થઈ જાય છે કે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું અને પછી બહુ પરેશાન થાય છે. જ્યારે એ જીવને ભ્રમણા થાય છે કે મને ડાકણ કે ચૂડેલ કાંઈક વળગ્યું છે પછી બહુ દુ:ખી થાય. એનું ચિત્ ક્યાંય ઠેકાણે રહે નહિ, એટલું ચિત્ત અસ્થિર થાય કે એ શું બોલે છે ? શું ખાય છે ? શું ચેષ્ટા કરે છે ? એની એને પોતાને ખબર રહે નહિ. પાગલવત્ અવસ્થા થઈ જાય. એમ (અહીંયા) કહે છે કે આ રાગની રુચિમાં રાગને જે વળગ્યો છે, એ ડાકણ તો એને નથી વળગી પણ એ (પોતે) ડાકણને વળગ્યો છે. એને પાગલપણ આવશે, ગાંડપણ આવશે, (એમ) કહે છે. બીજું કાંઈ નહિ થાય પણ એને ગાંડપણ આવી જશે.
-
રાગ છે તે ચૂડેલ અને ડાકણ સમાન છે. ગુરુદેવની શૈલી છે એ Powerful બહુ હતી ! તોપના ગોળા જેવી !! ગમે તેવો મિથ્યાત્વનો ગઢ હોય (આ) તોપનો ગોળો જાય એટલે ભૂક્કે ભૂક્કા, ફુરચે ફુરચા, કાંકરે કાંકરી જુદી પાડી નાખે ! પથરા જુદી પાડી નાખે (એમ) નહિ પણ કાંકરે કાંકરી જુદી પાડી નાખે !!
(કહે છે કે) ‘...રાગનો પ્રેમ કરવાથી એ તને ખાઈ જશે ભરખી જશે.’ આ ડાકણ ખાઈ જાય છે ને ભરખી જાય છે, એમ જ કહે છે ને! Actually ડાકણ બટકાં ભરે છે એવું કાંઈ બનતું નથી. પણ (જેને આવી કલ્પના થાય છે) એનું શરીર ગળી જાય છે. ભયને વશ અને એ ગાંડપણને વશ જે શરીરના કોષ છે એ બધાં ગળવા લાગે છે. એટલે માણસ એવો કૃશ થઈને મરે છે. ત્યારે એને એમ કહે છે કે એને ડાકણ ભરખી ગઈ અને એને ચૂડેલ ભરખી ગઈ, ખાઈ ગઈ ! પણ એને કોઈ ખાવા આવ્યું નથી. પ્રશ્ન :- આ પ્રેત યોની હશે ખરી ?
સમાધાન :- હા, પ્રેત યોની છે, પણ લોકો માને છે એવું નથી કે કોઈને
-
Page #20
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
એ વળગે છે. એ દેવની યોની છે, હલકા દેવની યોની છે. આપણે જેમ ચાંડાલ એવા હોય છે ને ! નીચ જાતિના મનુષ્ય જાતિના - નીચામાં નીચી જાતિના વ્યંતરદેવની આયુષ્ય હોય છે એટલે બધાં જાણતા હોય, ૨૦૨૫ પેઢી સુધીનું જાણતાં હોય (એટલે) એવો બધો ભ્રમ કરે. પણ એ શાસ્ત્રમાંથી વાત બહાર આવી એટલે બીકના માર્યા લોકોને બીજી રીતે થઈ ગઈ. બાકી ખરેખર એવું કાંઈ બની શકતું નથી. કોઈ આત્મા કોઈ આત્માને વળગી શકે છે કે પ્રવેશ કરી શકે છે (એવું બની શકતું નથી). કોઈના દેહમાં કે કોઈના આત્મામાં કોઈ બીજો આત્મા પ્રવેશ કરી શકે છે - એ વસ્તુના સ્વરૂપમાં નથી. પણ અનાદિનો દેહાત્મ બુદ્ધિવાળો જીવ ડરપોક છે, ભયાન્વીત છે. અંધારું ભાળે ત્યાં બીવે ! પછી આભાસ થાય એમાં બીવે એમાં શું નવાઈ છે ? પણ સરખાઈનું અંધારું હોય ને એકાંત હોય - એકલતા હોય, વસ્તી ન હોય તો પણ માણસ બીવે છે, તો પછી બીજા (પ્રસંગમાં ન) બીવાનો પ્રશ્ન ક્યાં રહે છે ? પછી તો એને (બધી) કલ્પના થાય.
અહીંયા મનુષ્યમાં ચમાર, હોય છે. એમ એ નીચ એ જાત છે. એના મોટા
પ્રશ્ન :- સ્વરૂપ નિર્ણય માટેનો સૂક્ષ્મ અંતરજલ્પ હું આવો છું, હું આવો છું, મારું ત્રિકાળી સ્વરૂપ આવું છે એ વિકલ્પ પણ ડાકણ જેવો
છે ?
·
-
સમાધાન :- તો એને વળગવું ? જો એ ડાકણ ન હોય તો એને વળગવું છે ? શું કરવું છે ? નિર્ણય કરવા માટે નહિ પણ નિર્ણય થઈ ગયા પછી અનુભવ થયા પહેલાં અંતરજ૫ વર્તતો હોય, આ તો એની વાત છે. જીવને નિર્ણય પણ થઈ ગયો હોય ભલે અનુભવ ન થયો હોય પછી એને પોતાના શુદ્ધાત્મસ્વભાવનું અંતર ઘોલન ચાલતું હોય અને એમાં સૂક્ષ્મ અંત૨જલ્પ હોય તો એને પણ છોડે છે ત્યારે શુદ્ધોપયોગમાં આવે છે ને ? તો એને ક્યાં વળગવાનો સવાલ છે ?
મૂળ તો રાગ ને જ્ઞાનના ભેદજ્ઞાનમાં જોવું છે શું ? કે રાગ મલિન છે. વિષ્ટાનો થોડોક નાનો ભાગ છે, એટલે સારો છે, એમ છે ? ઘણી વિષ્ટા તો ખરાબ છે, સંડાસનો ડબો તો ખરાબ છે પણ હવે થોડોક હોય તો વાંધો નહિ, ચડાવો માથે ! એમ કોઈ ચડાવે ? એને માથે ચડાવાય નહિ. એમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ હોય તો(પણ) એને માથે ચડાવવાનો પ્રશ્ન
Page #21
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૮૯] રહેતો નથી. જે મલિનતા છે એને ધોઈ નાખવાનો જ પ્રશ્ન છે. (એમાં) પ્રશ્ન ક્યાં છે બીજો ? પણ એ ભાવનું મલિનપણું એને ભાસવું જોઈએ, એને જણાવું જોઈએ, નહિતર (એ) છોડે નહિ. નહિતર એને કોઈ ને કોઈ બહાને મોહ થાય . આ તો (સ્વરૂ૫) નિર્ણયનો રાગ છે ને ! આ તો નિર્ણય થયા પછી આત્મા સંબંધિત છે ને ! આત્માની સાથે આ વિકલ્પ સંબંધ ધરાવે છે ને ! આ ક્યાં બહારના પંચેન્દ્રિયના વિષય સાથે સંબંધ ધરાવે છે ? કહે છે કે એ પંચેન્દ્રિયના વિષય સાથે સંબંધ ધરાવતો અશુભરાગ અને કોઈપણ જાતિનો રાગ . પછી ભલે શુદ્ધાત્માના વિકલ્પનો (રાગ હોય પણ જાત તો રાગની છે કે બીજી કોઈ છે ? એનું જે તત્ત્વ છે એ તો બન્નેમાં સામાન્ય છે. એટલે તો તત્ત્વદૃષ્ટિએ એને આસ્રવ કહ્યું, તત્ત્વદષ્ટિએ એને બંધ કહ્યો. એનું તત્ત્વ શું છે ? એનું તત્ત્વ તો એક જ છે, ત્યાં તત્ત્વ બે નથી. એમાં તત્ત્વ બે થતાં નથી, એક જ તત્ત્વ છે.
સરસ મજાના ઠંડા સુગંધિત પાણીથી ન્હાતા હોય એમાં (કોઈ) એમ કહે કે થોડીક વિષ્ટા તમને શું નડે છે ? ક્યાં ઝાઝી છે ? ચમચી ભરીને નાખીએ છીએ. તમે આખા હોજથી નહાવો છો, હવે એમાં એક ચમચીનો શું વાંધો છે ? એક ચમચી એ પણ ભેગા ભેગી ! વિષ્ટા નહિ વિષ્ટાનું માત્ર પાણી જ લ્યો ! વિષ્ટા પણ નહિ, મંદ કરેલું (પાણી). વિષ્ટા તો વળી ઘનિષ્ટ છે આ તો પ્રવાહી કરી નાખ્યું હોય, બોલો ! મંદ કરી નાખ્યું હોય પછી શું વાંધો છે ? મંદમાં પણ તમને શું વાંધો છે ? પણ ભાઈ ! એનો છાંટો ન લેવાય. ચમચી નહિ, એનો છાંટો (પણ) લેવાય નહિ.
એની (રાગની) જાત તો ઓળખવી જોશે કે નહિ ? એ પ્રથમ (સ્વરૂ૫) નિર્ણયમાં જાતિ ઓળખાય છે. નિર્ણય એને કહીએ કે જે સ્વભાવ જાતિ અને વિભાવ જાતિની જાતિ નક્કી કરે છે, ત્યારે એને નિર્ણય કહેવામાં આવે છે. એની જાત નક્કી કર્યા વિના નિર્ણય થયો છે એ વાત રહેતી નથી. એકવાર એની જાત નક્કી થઈ ગઈ પછી એ આનો (રાગ) છે ને ફલાણો છે ને મંદ છે ને... એનું કોઈ બહાનું (કે) એ વાત સાંભળવાની રહેતી નથી. કોઈ બહાને એ વાત સાંભળવાની રહેતી નથી. એટલે તો એકદમ જોરથી કહે છે કે ભાઈ ! એ ચૂડેલ છે ને ડાકણ છે એ તને ખાઈ જશે.
Page #22
--------------------------------------------------------------------------
________________
કામકાજ
કહાન રત્ન સરિતા
એ વાર્તાઓ તો બધી એવી આવે કે ભાઈ ! એક ચૂડેલ ને ડાકણ એવી હતી કે પરીનું રૂપ લઈને આવી. બહુ સ્વરૂપવાન સ્ત્રી થઈને આવી. (એટલે એને મોહ થાય. પછી એને એ ભરખી ગઈ ! આવી બધી વાર્તા આવે. એનો અર્થ શું છે ? કે ડાકણ ને ચૂડેલ કોઈ પણ રૂપમાં હોય પરંતુ જો એની જાત ઓળખાઈ જાય તો વાત પૂરી થઈ ગઈ. પછી એની સુંદરતા ઉપર મોહ થતો નથી.
મુમુક્ષુ :- શુભરાગ ધર્મના અંચળા નીચે આવે છે ને
પૂજ્ય ભાઈશ્રી - હા, શુભરાગ છે એ ધર્મના આંગળા નીચે, અંચળા નીચે આવે છે.
મુમુક્ષુ - આકરું પડે !
પૂજ્ય ભાઈશ્રી :- એવું સાંભળ્યું નથી એટલે આકરું પડે છે. બીજી રીતે સાંભળ્યું છે . આ કરવા જેવું છે, આ તમે કરો, આ ધર્મનું કારણ છે, ધર્મનો પાયો છે, આમ કરતાં તમને ધર્મ થશે; પરંપરાએ થશે, ફલાણું... ઢીકણું.... એમ અનેક રીતે એને એવું ઊંધું નાખ્યું છે, એટલે એને આકરું પડે છે. બાકી મીઠું અમૃત જેવું છે !! શુદ્ધાત્મામાં દોરી જનાર છે, એ આનંદ અમૃતનું પાન કરાવનાર છે. સહજ, સરળ અને સુગમ છે. એવું આકરું નથી કાંઈ.
જેણે કોઈ દિવસ) લોહી ન જોયું હોય ને એ ઓપરેશન કેમ જોઈ શકે ? થોડુંક લોહી નીકળે ત્યાં એને અરેરાટી થતી હોય, કાંટો વાગે ને લોહી નીકળે ને છરી વાગે ને લોહી નીકળે તો આમ ભાળી - (જોઈ) ન શકે. એ (ઓપરેશનમાં) સીધો આમ ધારદાર છરીથી ફુવારો ઊડે એવી રીતે કાપ મૂકે . એ કેમ જોઈ શકે ? આ દાક્તર છે ને એને તો સહજ થઈ ગયું છે. એક સાયકોલોજી એની તૈયાર થઈ ગઈ - માનસ એનું એ રીતે ઘડાઈ ગયું. ફટ કરતો મૂકે ચેકો ! ઓલો રાડ બૂમ પાડે એ એને દેખાય જ નહિ ને સંભળાય જ નહિ ! આ ગુમડા ને ચેકો મારે છે, દબાવે છે. અડી ન શકાય એને એ ફટ કરતું ધારદાર ચપ્પ મૂકે. આમ તરબૂચમાં મૂકેને એવી રીતે મૂકે છે !
(અહીંયા) કહે છે કે એ તો એક માનસિક તેયારીનો સવાલ છે. સમજણમાં એક માનસિક તૈયારી થઈ ગઈ કે આ શુભરાગની ગમે તેટલી પ્રશંસા, વખાણ
Page #23
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૨૮૯] ને મહિમા સાંભળ્યાં છે, પણ સત્પુરુષ - પ્રમાણ પુરુષ' એમ કહે છે કે એને વળગવા જેવું નથી. એ તો ડાકણ ને ચૂડેલ જેવી જાત છે. એને વળગીશ તો ભરખાઈ જઈશ - ખવાઈ જઈશ. પછી એને કાંઈ લાગતું નથી કે આમ કેમ કહે છે ? આવું કઠણ કેમ કહે છે ? એ વાત રહેતી નથી.
(હવે કહે છે) ‘પાપરાગની તો શું વાત !” એની તો વાત કરવાની રહેતી નથી, એ તો નિર્વિવાદ છે. ‘...પણ શુભરાગ કે જેણે હજારો રાણી છોડીને રાજપાટ છોડીને પંચમહાવ્રતના શુભરાગમાં પ્રેમ કર્યો છે તે આનંદસ્વરૂપ આત્માને ઘાયલ કરે છે, મારી નાખે છે.' ખૂન કરે છે. ઠીક ! જે રાગના - અશુભરાગના પ્રપંચમાં રચ્યો પચ્યો છે એને આત્માનું હિત થાય છે, એવું તો કોઈ નથી કહેતું. (તો પછી) ધર્માત્મા કહે એ તો વાત જ રહેતી નથી. પરંતુ શુભરાગ અને તે પણ કેવો શુભરાગ ? કે વૈરાગ્યમાં આવીને જે હજારો રાણી છોડે છે અને એ હજારો રાણીના વિયોગના કલ્પાંતની સામે જોતો નથી. એ (રાણીઓને) છોડે ત્યારે એને વૈરાગ્ય આવ્યો છે, એના પરિવારને કોઈ વૈરાગ્ય આવ્યો છે, એમ તો છે નહિ. નિર્દય નથી ? એ દૃષ્ટિકોણ ત્યાં અપનાવી શકાય નહિ. જ્યારે નિર્દોષતામાં કોઈ આગળ વધવા ચાહે
છે ત્યારે રાગથી દુઃખી થનાર પ્રત્યે કોઈ નિર્દયતા છે, એમ એના ઉપર આરોપ કરી શકાય નહિ. એવો (આ) વિષય છે અને એ તો દરેક વિષયમાં બનવાનું.
દારૂનો નિષેધ કરે તો કલાલનો ધંધો તો ભાંગે, ભાંગે ને ભાંગે જ. કલાલ એટલે દારૂ વેચનાર. અત્યારે આ Wine shop (ચલાવે છે એ) બધાં સુધરેલા કલાલ છે. પણ એનો ધંધો ભાંગે છે) ને એના રોટલાં ઉપર તમે પાટુ મારો છો, એમ કોઈ કહે (તો) ? કહે છે કે ભાઈ ! એ તો અનિવાર્ય છે. એમાં કોઈ બીજો રસ્તો છે નહિ. એ વસ્તુ અનિવાર્ય છે. એના પુણ્ય હશે તો બીજો કોઈ વ્યવસાય કરીને પેટ ભરશે પણ એને લઈને દારૂને કાંઈ અનુમોદન કરાય, એમ ન બની શકે.
એમ સત્–અસના વિષયમાં પણ એવું જ છે. તમે સતુની પ્રસિદ્ધિ કરવા જાવ ત્યારે એની અંદર અસત્નો નિષેધ થાય છે. કોઈ એમ કહે કે તમે બીજાં ઉ૫૨ દ્વેષ કરો છો. પણ દ્વેષ કરવાનો ત્યાં હેતુ નથી. હેતુ સનું સ્થાપન કરવાનો છે, સત્ત્ને પ્રસિદ્ધ કરવાનો છે. ત્યાં અનિવાર્યપણે Side
Page #24
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા effect કાંઈક ને કાંઈક એવી ઊભી થાય, એને એવો આરોપ આપી શકાય નહિ. (માટે) તમે અસત્નો દ્વેષ કરો છો . એ પ્રશ્ન રહેતો નથી.
(અહીં) કહે છે કે શુભરાગ કે જેણે હજારો રાણી છોડીને રાજપાટ છોડીને પંચમહાવતના શુભરાગમાં પ્રેમ કર્યો છે....” બીજું શું છે કે આમ ત્યાગ કરનાર હોય છે, એમાં ત્યાગ કરનાર સમ્યગ્દષ્ટિ હોય છે એની તો એ ત્યાગ પહેલાની જે સંગવાળી સ્થિતિ હોય છે, એના પરિવાર આદિની સાથે પણ એટલી સજ્જનતાવાળી હોય છે કે એક તો મમત્વવાળો જીવ હોય ને એમાં એને સજ્જનતા મળી એટલે એણે તો મમતા વધારી મૂકી હોય. એ મમતાના તીવરાગમાં જ્યારે એને એમ થાય કે અરે...! આ છોડે છે ! ત્યારે એને મૃત્યુ જેવું દુઃખ થાય છે. કેવું દુઃખ થાય એને ? મૃત્યુમાં જેમ સ્વજનનાં વિયોગનું દુઃખ થાય એવું સ્વજનનું દુઃખ એને થાય છે. પણ એમાં બીજો કોઈ ઉપાય નથી. જ્યાં પરિણામ ફરી જાય છે ને રાગથી રહિત પરિણામ થાય ત્યાં પછી એને રાગનો રંગ ચડાવી શકાતો નથી. આ પરિસ્થિતિ કુદરતી ઊભી થાય છે...
કહે છે કે એવો શુભરાગ છે (એટલે કે) પર પદાર્થના સંગમાંથી દૂર થવાનો ને અસંગપણે રહેવાનો જે શુભ રાગ છે અને બીજાં જીવોની (એટલે કે) કોઈને પણ . એકેન્દ્રિય પર્વતના જીવોને દુઃખી ન કરવાં માટે એની હિંસા ન થાય, એને દુઃખ ન થાય, તેથી મન-વચન-કાયાને સંયમિતપણે પ્રેવતાવવા અર્થે પંચમહાવ્રત, ૨૮ મૂળગુણના–શુભસગભાં આવે છે. એ શભરાગનો પણ પ્રેમ કરવા જેવો નથી, એમ કહેવું છે. એવા શુભ રાગનો પણ પ્રેમ કરવા જેવો નથી. જોકે આ શુભરાગ કરતાંય તે શુદ્ધાત્માના - અભેદ આત્માનો જે સૂક્ષ્મ વિકલ છે તેની કક્ષા ઊંચી છે. એની મંદતા ઘણી છે. આ તો મિથ્યાષ્ટિને પણ થાય છે. એની જાત (પંચમહાવ્રતાદિના વિકલ્પની જાત) કરતાં ઓલાની (અભેદ આત્માના વિકલ્પની જાત ઘણી ઊંચી છે. પણ લોકો એ ન સમજી શકે એટલે આ ચીજને સમજી શકે (માટે) સમર્થ દૃષ્ટાંત તરીકે બતાવવામાં આવે છે.
કહે છે કે એવો શુભરાગનો પ્રેમ (એટલે કે એવો જે રાગનો રાગ તે પણ આનંદસ્વરૂપને મારે છે, આનંદને ઉત્પન્ન થવા દેતો નથી. રાગ ગમે તેવો હોય (પણ) રાગનો રાગ કરવા જેવો નથી. સમ્યગ્દષ્ટિને રાગ થાય
--
-- *
Page #25
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસારા-૮૯] છે. પણ એને રાગનો રાગ નથી કે આ રાગ ઠીક છે - એવો એને રાગ હોતો નથી. એ રાગ પણ છોડવા જેવો છે - એમ એને એનું જ્ઞાન વર્તે છે. તેથી એને જ્ઞાનમય પરિણમન છે. એમ કહેવામાં આવે છે.
જેને રાગનો રાગ છે તેને અનંતાનુબંધીનો રાગ છે. કેમકે પછી એનો રાગ.... પછી એનો રાગ, એનો રાગ.... રાગનો રાગ... રાગનો રાગ. એને અનંતાનુબંધીનો રાગ કહેવામાં આવે છે. એ મિથ્યાદર્શન સહિત હોય છે.
(હવે કહે છે, “વીતરાગભાવ ધર્મ છે તેને રાગભાવથી ધર્મ મનાવે તે વીતરાગના વેરી છે. પાપ મિથ્યાષ્ટિ છે. વીતરાગના માર્ગમાં વીતરાગના વેરી છે એમ કહેવામાં આવે છે. માર્ગના લૂંટારા છે.” ગુરુદેવ તો એમ કહેતાં ! બહુ કડક ભાષા વાપરતાં – માર્ગના એ લૂંટારા છે. જેમ માર્ગમાં કોઈ અંતરીયાળ તૂટે એમ આ માર્ગને લૂટે છે.
અન્યમતમાં તો શુભરાગને ઉપાદેય માનીને ઘણી વાતો કરવામાં આવે છે. પણ વર્તમાન કહેવાતા સંપ્રદાય બુદ્ધિવાળા જીવોમાં . જૈન સંપ્રદાય બુદ્ધિવાળા જીવોમાં એ તત્ત્વ દાખલ થઈ જાય છે. એમાં ગુરુદેવને સાંભળેલા પણ કેટલાંક આપણા વિદ્વાનોમાં પણ આ તત્ત્વ દાખલ થઈ ગયું છે !! એમને એમ રાગને આમ ન કરાય, એ તો પરંપરાએ મોક્ષનું કારણ છે, રાગ વગર નહિ ચાલે, શુભ તો કરવું જ પડશે. એવી પરિસ્થિતિની થોડી થોડી શરૂઆત થઈ છે.
જુઓ ! કેટલો ગુરુદેવે તો કડક વિષય લીધો છે ! “ચૂડેલ છે, ડાકણ છે !!” ખરેખર તો વીતરાગભાવ ધર્મ છે, તેને કોઈ રાગભાવથી ધર્મ મનાવે, એને સાધન કહીને ધર્મ મનાવે, એને પરંપરાનું સ્થાન આપીને ધર્મ મનાવે તે વીતરાગના વેરી છે, અરિહંતના વેરી છે, મુનિઓના - આચાર્યોના વેરી છે, અને અનંત જ્ઞાનીઓના એ વેરી છે, એમ કીધું છે ! તે મહા પાપી મિથ્યાદૃષ્ટિ છે. ભલે પછી બીજો યમ–નિયમ–સંયમ પાળતાં હોય અને નાના પાપ પણ ન કરતાં હોય તોપણ એ મોટું પાપ કરે છે ! આમ કહે છે. મહા પાપી છે, મિથ્યાદૃષ્ટિ છે આખા માર્ગને ઊખેડવાની પ્રવૃત્તિ કરે છે !!
Page #26
--------------------------------------------------------------------------
________________
“વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે . તે જેમ શલ્ય છે, * તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા
છે તે પણ શલ્ય છે. આત્મવસ્તુ તરફ દષ્ટિ કરતાં જ • આત્મપ્રાપ્તિ થાય છે.” ૯.
પ્રવચન-૨, તા.૦૪-૧૧-૧૯૮૨
પરમાગમસાર, બોલ - ૯૬, પાનું ૩૧. “વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે . તે જેમ શલ્ય છે, તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી બની માન્યતા છે તે પણ શલ્ય છે.” શું કીધું છે ? થોડી કઠણ વાત છે. જગતમાં વ્રતના પરિણામ, તપના પરિણામ, જપના પરિણામ, એ જે-તે પ્રકારના રાગના પરિણામ છે. ખરેખર એ રાગના પરિણામ છે. વ્રત સંબંધીનો રાગ, તપ સંબંધીનો રાગ, જ૫ સંબંધીનો રાગ અને ક્રિયા - એ ક્રિયાનો રાગ . વ્રતની, તપની, જપની ક્રિયાનો રાગ, તેનાથી આત્મપ્રાપ્તિ થશે એમ જગતમાં પ્રસિદ્ધપણે માનવામાં આવે છે અને તે માન્યતા મિથ્યા માન્યતારૂપે શલ્ય છે. શલ્યનો અર્થ એ છે. જલ્દી ન નીકળે એવી જે મિથ્યા માન્યતા છે) એને શલ્ય કહેવામાં આવે છે.
આમ તો મિથ્યાત્વને શલ્ય કહેવામાં આવે છે પણ શલ્યનો વિશેષભાવ એ છે કે, જીવ એ માન્યતા જલ્દી છોડે નહિ. ઉલ્ટાનો એ ધર્મના બહાને એને દઢ કરે, ત્યારે એને શલ્ય થઈ ગયું છે . એમ કહેવામાં આવે છે. આને તો દષ્ટાંતમાં લીધું છે . વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે એવું જે
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૦.
પિરમાગમસારા-૯૬] શલ્ય, એ તો દૃષ્ટાંત છે. એટલે એમાં તો વાદવિવાદનો પણ સવાલ નથી, મતાંતરનો સવાલ નથી કે, એનાથી આત્મપ્રાપ્તિ થશે કે નહિ ? એ તો પ્રગટપણે શલ્ય છે. તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. આ વિષય આપણા સમાજને લાગુ પડે એવો લીધો છે. બીજાની ટીકા કરવી સહેલી છે કે, બીજા લોકો વ્રત-તપની બાહ્ય ક્રિયાકાંડમાં પડ્યા છે. આપણે ક્યાં બાહ્ય ક્રિયાકાંડમાં (ધર્મ) માનવાવાળા છીએ ? પણ શાસ્ત્રઅભ્યાસનો રાગ અને એ રાગથી આત્માની પ્રાપ્તિ એ જેટલું પેલું શલ્ય છે કદાચ તેથી વધારે ખરાબ એવું આ મોટું શલ્ય છે! કેમકે અહીંયા એને થોડી ભ્રાંતિ એવી રહી જાય કે, આ શાસ્ત્ર અભ્યાસ છે એ તો જ્ઞાનની ક્રિયા છે. વ્રત-તપ-જપમાં તો રાગની ક્રિયા છે અને શાસ્ત્ર અભ્યાસમાં જ્ઞાનની ક્રિયા છે. માટે એનાથી તો મને જરૂર આત્મપ્રાપ્તિ થશે, થશે ને થશે જ. એ વધારે દૃઢ થાય છે. એટલે એ થોડી વધારે સંભવિત શિલ્યની ક્રિયા થઈ ગઈ. - જો કે જેટલાં શાસ્ત્ર અભ્યાસ કરે છે તે સર્વને આવું શલ્ય થાય જ એવું કોઈ અહીંયા કહેવા માગતા નથી. પરંતુ અંદરમાં આવું કાંઈ થાય તો (શલ્ય થઈ જાય). જેમ કોઈ વિશેષ-વિશેષ શાસ્ત્ર અભ્યાસ કરવા પાછળ વધારે ચીકણા રાગથી લંબાય છે અને અહીંયા લાલબત્તી આપી છે . ચેતવણી આપી છે કે, કાંઈ રખે એવું શલ્ય તો નથી ઘુસી ગયું ને ? કે, આ શાસ્ત્ર અભ્યાસ કરતાં મને આત્મપ્રાપ્તિ થઈ જશે, એવું શલ્ય તો નથી ને? અથવા એ બાહ્ય શાસ્ત્ર અભ્યાસમાં વિશેષ-વિશેષ પ્રવૃત્તિ કરવાનો રાગ જોર કરે છે તો એ શલ્ય તો નથી ને ? એ વિચારવું ઘટે છે. એટલી વાત છે.
લેવું છે એમ કે, આત્મપ્રાપ્તિ તો જ્ઞાનની અંતરંગ ક્રિયા - સ્વસમ્મુખની અંતરંગ ક્રિયાથી - અંતર્મુખી ક્રિયાથી થાય છે. પ્રાપ્તિ થાય છે એટલે અનુભવ થાય છે. એવી વાત તો શાસ્ત્ર અભ્યાસમાં આવે છે અને છતાં એ શાસ્ત્રાભ્યાસથી આત્મપ્રાપ્તિ થાય, લાભ થાય એ વાતને શલ્યના સ્થાનમાં મૂકવામાં આવે છે. કહેવા શું માગે છે આની પાછળ? વ્રત-તપ-જપમાં તો અંતર્મુખ થવું એવી સ્પષ્ટ વાત આવતી નથી માત્ર નાસ્તિનો - બાહ્ય પદાર્થો સંબંધીત ત્યાગનો વિષય આવે છે. પણ શાસ્ત્રાભ્યાસમાં તો આ વિષય આવે છે કે આત્મા છે તે અંત તત્ત્વસ્વરૂપ જ્ઞાયક ભગવાન, અનંત ગુણમય, અંતર
Page #28
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૧
તત્ત્વ છે અને અંતર્મુખ થતાં એની સિદ્ધિ, પ્રાપ્તિ, અનુભવ થાય છે. આવી વાત જે શાસ્ત્રઅભ્યાસમાં આવે, એવા અભ્યાસને શલ્ય કહે છે તો આ કહેવા શું માગે છે ? આટલું વિચારવા યોગ્ય છે કે, એવો વિચાર પણ અથવા શાસ્ત્રોનો અભ્યાસ પણ પર સન્મુખ જ્ઞાનમાં શાસ્ત્રને અવલંબીને થાય છે.
ગુરુદેવશ્રી પ્રવચન આપતાં, ચર્ચા કરતાં, સમજાવતાં ત્યારે અનેક મુમુક્ષુઓ એવી રીતે પૂછતાં કે, સાહેબ ! હજી સ્પષ્ટ કરો ! દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કરો, ન્યાય-યુક્તિથી સ્પષ્ટ કરો, હજી સ્પષ્ટ કરો, હજી ચોખ્ખું કરો, ઘણી સ્પષ્ટતા આવે છતાં એવી માગણી થતી હતી. ચર્ચાઓ ચાલતી હતી ત્યારે એક વિચાર આવતો હતો કે, આ જે સ્પષ્ટ કરવામાં પૂછનારનો જે ભાવ છે તે વખતે એ મનથી વિચારીને વિષયને સ્પષ્ટ કરવા માગે છે. શું છે એની અંદર ! કે, મન દ્વારા એને જાણવું છે કે, આ આત્મા કેવો છે ? અને એનો અનુભવ કેમ થાય ? વિષય તો ૫રમાર્થનો ચાલતો હતો - કોઈ આડા-અવળા વિષયમાં વાત નહિ, છતાં વધારે સ્પષ્ટ કરવા માટે એ મન આશ્રિત જે ઉપયોગ છે એને લંબાવા માગે છે અને એવા સ્પષ્ટીકરણ દ્વારા કાંઈક મળશે, કાંઈક પ્રાપ્ત થશે, કાંઈક મળશે, એવો જે અભિપ્રાય છે - એ અભિપ્રાયને અહીંયા શલ્ય કહેવામાં આવે છે.
(અહીંયા) કહે છે કે, તું બહિર્દિશામાં - બાહ્યદિશામાં - બહિર્મુખ પરિણામમાં (શાસ્ત્રઅભ્યાસ કરે) (એ) જ્ઞાનનું પરિણામ બહિર્મુખ હોય (તો તેનાથી આત્મપ્રાપ્તિ નથી). રાગ તો એકાંતે બહિર્મુખ પરિણામ છે જ (એમાં તો આત્મપ્રાપ્તિનો) પ્રશ્ન નથી. (કારણકે) રાગ કદી અંતર્મુખ પરિણામે હોતો નથી કે ઉત્પન્ન થઈ શકતો નથી. પણ જ્ઞાનના બે પ્રકાર છે. એક બહિર્મુખજ્ઞાન ને એક અંતર્મુખજ્ઞાન. બંનેને જ્ઞાન જ કહેવામાં આવે છે. જ્ઞાન છે, જ્ઞાનનો પર્યાય છે એમાં શાસ્ત્રાભ્યાસ છે એ બહિર્મુખ જ્ઞાનનો પર્યાય છે અને અંતર અનુભવ છે એ જ્ઞાનનો સ્વસંવેદનરૂપ અંતર્મુખી પર્યાય છે. એ જ્ઞાનમાં આવા બે પ્રકાર પડે છે. એમાં અહીંયા બહિર્મુખતાનો નિષેધ છે. શાસ્ત્ર અભ્યાસના બહાને પણ જો બહિર્મુખપણું અનુમોદન ક૨વામાં આવે તો એમાં જીવ બહારની દિશામાં વિશેષ પ્રગતિ કરવા માગે છે. લંબાવી-લંબાવીને, પૂછીપૂછીને, સમજી-સમજીને, જાણી-જાણીને, સ્પષ્ટતા માગીને ક્યાં જવા માગે છે ? કે, જો બહાર જવા માગે છે તો કહે છે કે, એ એક શલ્ય ઉત્પન્ન થશે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૨
પિરમાગમસાર-૯૬] એમાં એકલા જ્ઞાનનો સંબંધ નથી રહેતો. શલ્ય કહીને ગુરુદેવશ્રી એમ કહે છે કે, અહીંયા માન્યતાને સંબંધ થાય છે. એકલા જ્ઞાન સાથેનો આ પ્રકાર નથી રહેતો પણ અહીંયા તારી માન્યતાને આ વિષય સ્પર્શે છે. તારી માન્યતા સાથે આ સંબંધ ધરાવે છે. તને ખ્યાલ આવે કે ન આવે પણ એ આગ્રહ છે, એ બહિર્મુખજ્ઞાનની પ્રધાનતા છે, એ મુખ્યતા છે. એ તને મોટું નુકસાન છે, ઊંધી માન્યતામાં લઈ જશે અને એમ લાગશે કે આ શાસ્ત્રના અભ્યાસમાં આપણે બીજું શું નુકસાનનું કામ કરીએ છીએ ? આ તો શાસ્ત્રનો અભ્યાસ છે. આમાં થોડું નુકસાન થાય છે ?_બીજી ક્રિયા ને બીજો રાગ હોય તો ઠીક છે, આ તો જ્ઞાનનો વ્યાયામ છે, જ્ઞાનની ક્રિયા છે અને સતશાસ્ત્રોમાં પણ એવી રીતે આવે છે કે, તત્ત્વજ્ઞાન છે, શાસ્ત્રાભ્યાસ છે એ સમ્યકજ્ઞાનનું અથવા સમ્યકદર્શનનું નિમિત્ત ગણવામાં આવ્યું છે, નિમિત્ત તો ક્યારે કહેવાય) કે, નૈમિત્તિક ક્રિયા થાય ત્યારે એની અનુકૂળતા જોઈને નિમિત્ત કહેવામાં આવે છે. નૈમિત્તિક ક્રિયા ન થાય તો - એ નિમિત્ત છે . એવું તો ક્યારેય . કદી કોઈએ કહ્યું નથી કે, નૈમિત્તિક ક્રિયા ન થાય - સમ્યગ્દર્શન ન થાય અને શાસ્ત્રાભ્યાસને નિમિત્ત કહો તત્ત્વજ્ઞાનના અભ્યાસને નિમિત્ત કહો! એવી રીતે તો નિમિત્ત કોઈએ કહ્યું નથી.
(અહીંયા) શું કહે છે ? કે, “શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે. વળી (કોઈ) એમ કહે કે, અમે એવું માનતા નથી પણ
જ્યાં સુધી અંતર્મુખતા) ન થાય ત્યાં સુધી તો શાસ્ત્રાભ્યાસ કરવો ને? ઠીક ! પણ શું માનીને કરવો એ સવાલ છે. તને શાસ્ત્ર અભ્યાસનો રાગ અને બહિર્મુખ જ્ઞાન . એ રૂપ જે પરિણમન ચાલે છે એ પરિણમન ઠીક છે (અર્થાતુ) એ પરિણમન વર્તે છે ત્યારે એ પરિણમનમાં ઇષ્ટપણાનો - ઠીકપણાનો તને ભાવ રહે છે ? તો સાથે-સાથે એ માન્યતાનો ભાવ છે. રાગ ચારિત્રગુણની પર્યાય (છે), શાસ્ત્રાભ્યાસમાં પ્રવર્તતો જ્ઞાનોપયોગ તે જ્ઞાનની પર્યાય (છે), હવે શ્રદ્ધાને શું કામ કર્યું ત્યાં? આટલું વિચારવા યોગ્ય છે. શ્રદ્ધા સાથે-સાથે એમ કાર્ય કરે કે, આ ઠીક થઈ રહ્યું છે, આ ઠીક થઈ રહ્યું છે, આ હિતનું કાર્ય છે, આ મારા કલ્યાણનું કાર્ય છે, આમ કરતાંકરતાં મને લાભ થઈ રહ્યો છે . એ શલ્ય ઉત્પન્ન થઈ ગયું ! એ રીતે કદી આત્મપ્રાપ્તિ થતી નથી. એમ કહેવા માગે છે. આ બહુ સારો બોલ
Page #30
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા છે. શાસ્ત્રઅભ્યાસ વિશેષ કરીને કરતા હોય એવા જીવોને (માટે) આની અંદર બહુ સૂક્ષ્મ માર્ગદર્શન છે.
કહે છે કે, (શાસ્ત્રાભ્યાસની પ્રવૃત્તિને) માન્યતા (સાથે) સંબંધ શું થાય છે ? એ જોવાનું છે. એ શાસ્ત્રઅભ્યાસમાં એવું ફરમાન આવે છે. શાસ્ત્રકર્તાનું એવું ફરમાન આવે છે કે, સન્મુખ થાઓ ! આત્માની સન્મુખ થાઓ ! ત્યારે એને એ જ વખતે ખ્યાલમાં આવે કે, આ હું શાસ્ત્રની સન્મુખ થાઉં છું, શ્રુતના શબ્દોને જ્ઞાન અવલંબે છે . એની તો ‘ના’ કહે છે. આવું જે શાસ્ત્રનું ફેરમાન છે કે, અંતર્મુખ થાઓ ! એમાં શાસ્ત્રના અવલંબનની જ ‘ના’ છે, એની અંદર નિષેધ છે. એ શાસ્ત્ર તરફના ઉપયોગને ફેરવીને અંતર્મુખ થવું, એ અંતર્મુખ થવાની ત્યાં એને એક પ્રેરણા થવી જોઈએ. શાસ્ત્રની આજ્ઞાથી તો અંતર્મુખ થવાની અંતર પ્રેરણા થવી જોઈએ અને એ અનુસાર એનો અંતર્મુખ થવાનો કોઈ પ્રયાસ ચાલવો જોઈએ. એના બદલે એ વિષય તદ્દન છૂટી જાય, એ વિષયનો ખ્યાલ પણ ન આવે, એ વિષય એક બાજુ રહી જાય, અને શાસ્ત્રનો વધુ અભ્યાસ કરવો, વધુ શાસ્ત્ર વાંચવાં, વધુ સાંભળવું, વધુ અભ્યાસ કરવો અને એમાં સ્થૂળપણે કે સૂક્ષ્મપણે લાભ થવાનો - હિત થવાનો ભાવ - અભિપ્રાય - એ મિથ્યાત્વના અભિપ્રાયનું અહીંયા સ્પષ્ટીકરણ કરે છે. ભલે એવું પરિણામ સૂક્ષ્મ હોય કે એવું પરિણામ સ્થૂળ હોય, એ જીવને મિથ્યાત્વનું શલ્ય છે. એમ કહે છે.
આવો વિષય કયારેક જ આવે. કેમ ? કે, મુખ્યપણે ગુરુદેવશ્રીએ શાસ્ત્ર સ્વાધ્યાયના વ્યવહારને સ્થાપ્યો છે અને વારંવાર મુમુક્ષુઓને એવી સૂચના કરી છે કે, મુમુક્ષુજીવે તો દિવસમાં એક કલાક, બે કલાક, ચાર કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ. એમાં આવી વાત ક્યારેક જ આવે ! કે, “વ્રતતપ-જપથી આત્મપ્રાપ્તિ થશે. તે જેમ શલ્ય છે, તેમ શાસ્ત્ર અભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જેની માન્યતા છે તે પણ શલ્ય છે. શાસ્ત્ર અભ્યાસ કરનારને આવું શલ્ય સૂક્ષ્મપણે રહે છે.
કહે છે કે, અહીંયા પણ - આવી ઊંધી માન્યતામાં પણ મુમુક્ષુને ગુરુદેવશ્રી રહેવા દેવા માંગતા નથી. બહુ ચોખ્ખી વાત આવી છે ને ! ગોળ-ગોળ ને થાબણભાણા કરીને (કહેતા નથી. કો'ક ને ખોટું લાગશે, બહુ શાસ્ત્રઅભ્યાસી હશે એને જરાક ઠેસ પહોંચશે. માન્યતા તો છે ને આળા ગુમડા જેવો વિષય
Page #31
--------------------------------------------------------------------------
________________
[પરમાગમ સારા-૯૬] છે. માન્યતાને કોઈ સ્પર્શે એટલે અંદરથી ગડબડ થાય. શાસ્ત્ર અભ્યાસનો રાગ થઈ ગયો હોય અને માન્યતા થઈ ગઈ હોય ત્યારે એ જીવને કઠણ લાગે કે, આવી વાત આવે છે ? આપણને આ જરાક ગમતી વાત નથી. ઓલી વાત બરાબર છે - વ્રત કરનારને, ઉપવાસ કરનારને સરખા ભાંડ્યા હોય ને તો એ રાજી થાય. પણ જ્યાં એને પોતાની શ્રદ્ધાને સ્પર્શે એવી વાત આવે ત્યાં અણગમો થાય (તો) એ સુપાત્રતાની નિશાની નથી !
આમાં શું છે, પાત્રતાને લાગેવળગે છે ત્યાં સુધી પાત્રતા તો એક એવી ચીજ છે કે, જીવને હિત થાય એવી કેટલી વાતો આવે એટલી એને રુચે અને પોતાની માન્યતામાં ધૂળ કે સૂક્ષ્મ ભૂલ કે કાંઈક ગ્રંથી રહી ગઈ હોય (અને) એવી ખાસ વાત આવે ત્યારે તો એને પ્રમોદ થાય. એટલો બધો પ્રમોદ થાય કે, અરે...! આ તો મારા પરમ હિતની વાત કરી. જો આ વાત ન આવી હોત તો હું ભૂલમાં રહી ગયો હોત. આના જેવો મારો કોઈ ઉપકારી નથી. એટલો બધો એને પ્રમોદ આવે. એ એની સુપાત્રતાની - પાત્રતાની નિશાની છે. અપાત્ર-કુપાત્ર હોય છે એને ત્યાં દુઃખ લાગે છે કે, આ વાત આપણને બહુ નથી ગમતી, બીજી બધી બરાબર છે. પણ આ વાત એની માન્યતાને અડે ત્યાં એ રાડ નાખે ! અને ઉહાપોહ કરે કે, નહિ, આમ ન હોવું જોઈએ, આવું નહિ... આવું નહિ... આવું નહિ... એ એની અપાત્રતાને સૂચવે છે.
એટલે શ્રીમદ્જીએ લખ્યું છે ને ! “વચનામૃત વીતરાગના પરમ શાંતરસ મૂળ’ પરમ શાંતિના રસના મૂળિયા ! આટલું બધું સ્થાપ્યું છે. પરમ શાંતરસના મૂળિયા એવા જે સિદ્ધાંતો છે, એકાંતે જીવને અંતર્મુખ કરાવનારા જે સિદ્ધાંતો છે, શાંતરસમાં જીવને તરબોળ કરે - ડુબાડી દે, એવા સિદ્ધાંતો કાયર જીવન–અપાત્રજીવને પ્રતિકૂળ પડે છે. એને એ ગમતા નથી. અણગમો એને આવે છે.
કેમકે (અહીંયા) કઠોર શબ્દ છે ને “શલ્ય છે' એમ કહી દીધું છે !
શલ્ય છે એટલે કઠોર લાગે જરાક કે, અરેરે...! શાસ્ત્ર વાંચીએ, આટલાઆટલા શાસ્ત્ર વાંચીએ અમે, આટલો-ઓટલો અમારો શાસ્ત્ર અભ્યાસ અને અમને શલ્ય કહ્યું ! પણ હવે અંગ-પૂર્વનો શાસ્ત્ર અભ્યાસ અભવીને હોય છે ! અગિયાર અંગ અને નવ પૂર્વ સુધી તો અભવી પણ પહોંચે છે હવે
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫
કહાન રત્ન સરિતા તારો તો લાખમાં ભાગે પણ નથી અત્યારે ! વર્તમાનમાં કોઈનો ઉઘાડ લઈએ તો એનો સહસ્ત્રાંશ નહિ, એકસો સહસ્ત્રાંશે એનો અંશ આવે નહિ, એટલો ઓછો ઉઘાડ વર્તમાનના પ્રાણીઓને હોય છે. તો એની તો કાંઈ કિંમત નથી એવી ! પણ બાહ્યદૃષ્ટિ જીવોને મોહ થાય છે. બાહ્ય પરિણામ અને બાહ્ય ક્રિયા ઉપર મોહ થાય છે. કોઈને ક્ષયોપશમ ઉપર મોહ થાય છે તો કોઈને ક્ષયોપશમ અનુસાર ભાષા શૈલી આવે એના ઉપર મોહ થાય છે.
બાહ્યદૃષ્ટિ જીવોને ભાષાનો મોહ હોય છે. ભાષાની ભભક ઉપર આકર્ષણ થાય છે. વિદ્વતા છે ને એમાં શબ્દ ભંડોળ હોય અને વિચારોને વ્યક્ત કરવાનો કુદરતી ભાષા અને ક્ષયોપશમને નિમિત્ત-નૈમિત્તિક મેળવાળો સંબંધ હોય અને એવું ઓછા જીવોને હોય, એટલે બાહ્યદૃષ્ટિ જીવોને એ આકર્ષણનો વિષય થાય કે, “બહુ સરસ ! આવું સરસ કહી શકે છે ! આવું તો આપણને ક્યાંય સાંભળવા મળતું નથી.” ભાઈ ! એ વિષય એવી રીતે પકડવા જેવો નથી. તત્ત્વ કેટલું આવે છે ? તત્ત્વ કેટલું વ્યક્ત થાય છે ? એના શબ્દો શું છે એની સાથે મતલબ નથી. પણ જે કોઈ શબ્દો દ્વારા તત્ત્વનો ભાવ કેટલો વ્યક્ત થાય છે ? કેટલો રસથી વ્યક્ત થાય છે ? કેટલો ઊંડાણથી વ્યક્ત થાય છે ? એની સાથે બીજા જીવને (આત્મ) પ્રાપ્તિ - અપ્રાપ્તિના વિષયમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આ દેશનાલબ્ધિનો વિષય છે ને, એમાં
આ રહસ્ય છે કે, જ્ઞાનીના એક વચનથી પણ આગમ જેટલું કામ થાય ! 'જેમ અધિગમ (સમ્યગ્દર્શન થવામાં) દેવ-ગુરુ ને શાસ્ત્રના નિમિત્તે સમ્યગ્દર્શન થાય. એમ પ્રત્યક્ષ જ્ઞાનીના એક વચનથી આગમ જેટલું જ્ઞાન થાય. અનંત આગમનું જ્ઞાન થાય. કેમકે એમાં અનંત આગમનું રહસ્ય છે. પણ અજ્ઞાનીના હજારો પુસ્તકોથી, લાખો પુસ્તકોથી કોઈને કદી પણ, અપવાદરૂપે પણ સમ્યકજ્ઞાન થાય, એ સ્થિતિ નથી. એ પરિસ્થિતિ જ નથી. “ન ભૂતો ન ભવિષ્યતિ - અશક્ય વસ્તુ છે. આમાં (જ્ઞાનીના વચનોમાં) શક્યતા રહેલી
આ “ધર્મદાસજી ક્ષુલ્લક ને જોઈએ છીએ તો એમનામાં) વિદ્વતા ઘણી ઓછી દેખાય). આટલા નાના-નાના ચાર-પાંચ ગ્રંથો એમણે રચ્યા છે. એમાં પણ એક “સ્વાત્માનુભવ મનન' નામનો એમનો ગ્રંથ છે. સ્વ + આત્માનુભવ + મનન - એવા નામનો બહુ નાનો ગ્રંથ છે. એમાં તો એકલું આત્માનું મનન -
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
પિરમાગમ સાર-૯૬]. જે એમને થાય છે એ એમણે વ્યક્ત કર્યું છે. ભાષાની શૈલી જુઓ તો વિદ્વત્તાની દષ્ટિએ વિદ્વાનોને એમ લાગે કે, આ કાંઈ અભણ માણસ કો’કે લખી માર્યું છે, એવું લાગે ! વિદ્વાનને તો એમ થાય કે, આ કાંઈ આમાં ઠેકાણું નથી, એવું લાગે. ભાષાનો મેળ ન બેસે. પણ એની અંદર જે ભાવ ભર્યા છે, એ તો જો આત્માનું મનન કરનાર જીવ હોય તો એને એ ઘર કરી જાય ! એવા ભાવ છે એની અંદર. એવું ઘૂંટણ ને એવું મનન લીધું છે! વારંવાર કેટલાક તો શબ્દો આવે છે. પણ ઘણું સરસ !
હવે, આમાં “સરસ છે એ સ + રસતાની પરીક્ષા કરનાર જોઈએ. બાહ્યદૃષ્ટિવાળાને એ સરસ ન લાગે. અંતરદૃષ્ટિવાળાને એ સરસ લાગે. સરસ, સરસનો અર્થ જ જો કે એ છે. જેમાં રસ હોય તે સરસ. રસ સહિતપણું હોય, આત્માના વિષયમાં આત્મરસ સંપન્નતા ન હોય તો એનું એમાં સરસપણું શું છે ? કે, કાંઈ નથી. જે આત્મિક વિષય છે, આત્માને સંબંધિત વિષય છે એમાં આત્મિક રસની ઉત્પત્તિ ન હોય તો એમાં એની સરસતા નથી.
ટોડરમલ્લજીએ તો બહુ સ્પષ્ટ કર્યું છે. જે આ વક્તાનું સ્વરૂપ લીધું છે ત્યાં સ્પષ્ટ વાત કરી છે કે, જૈનદર્શનમાં તો અધ્યાત્મરસમય વક્તા હોય તે વક્તા છે. પદ્ધતિબુદ્ધિથી કોઈ શાસ્ત્રનો સ્વાધ્યાય અથવા વક્તાપણું કરે છે તે સાંભળવા યોગ્ય પણ નથી. એવું લખ્યું છે, ભાઈ ! પદ્ધતિબુદ્ધિથી શાસ્ત્રની પદ્ધતિ સમજાવે - આ પદ્ધતિથી આમ છે, અહીંયા આ પદ્ધતિ છે, અહીંયા આ પદ્ધતિ છે, અહીંયા આ પદ્ધતિ છે. પદ્ધતિબુદ્ધિવાળાઓને તો સાંભળવા યોગ્ય નથી, એવું લખી નાખ્યું છે ! મોક્ષમાર્ગ પ્રકાશકની બહુ શરૂઆતમાં આ વિષય ચાલ્યો છે. એ વિષય ઉપર ગુરુદેવના પ્રવચનો થયા છે અને એ વિષય ઉપર પણ કેટલાક બોલ (આ પરમાગમસારમાં) ખેંચેલા છે. જરા પાછળના ભાગમાં લીધું છે. ૯૭૫ છે. “સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ પ્રધાન કહેલ છે. પાનું ૨૭૦ છે. સર્વ વિદ્યામાં આત્માની વિદ્યાને જ પ્રધાન કહેલ છે. તે અધ્યાત્મ વિદ્યાનો રસિક વક્તા હોય તે શોભે છે.” (એમ) અર્પિતપણે સીધું લીધું છે. અનર્પિતપણે અધ્યાત્મવિદ્યાનો રસિક ન હોય તે શોભતો નથી. સોગાનીજીએ કહ્યું છે, શાસ્ત્રને અનુસરીને આત્માના રસ વિનાની તારી ભાષા આવે છે, હમકો તો કાગપક્ષી જેસી લગતી હૈ ! આવે છે ? કાગડો બોલે ને કઠોર લાગે, એમ આત્માના રસ વિનાની વાણી
Page #34
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા છે એ કાગપક્ષી જેવી કઠોર લાગે છે)..
આ એક શૈલી તો જુઓ. ગુરુદેવની ! સ્થાપે છે જ્યાં ત્યાં ! “આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે. એની દષ્ટિપૂર્વક...' (એટલે કે) એની હસ્તિ જેની દૃષ્ટિમાં આવે છે, “એની દ્રષ્ટિપૂર્વક સંસારનો રસ જેને છૂટ્યો છે,... . બાહ્ય ઉઘાડ, બાહ્ય પદાર્થ, બાહ્ય સંયોગ ને બાહ્ય તત્ત્વનો રસ જેને છૂટ્યો છે, તે અધ્યાત્મરસનો રસિયો છે. એને અધ્યાત્મરસનો રસિયો કહેવામાં આવે છે. એ વિષય લીધો છે. પણ ક્યાંક તો એ રીતે પદ્ધતિબુદ્ધિનો જ વિષય છે.
૮૪૦ છે. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. સંભળાવનાર કો'ક મળવો જોઈએ, દોડો આપણે - એ પાત્રતાની નિશાની નથી. જેની . તેની પાસે ધર્મ સાંભળવો તે સાંભળાવનાર કરતાં સાંભળનારની પાત્રતા ઓછી. હલકી છે, એમ પોતાની હલકી યોગ્યતા બતાવે છે. ગમે તેને તું સાંભળવા જાય છે એમાં તારી યોગ્યતાની પ્રસિદ્ધિ થાય છે, ભાઈ ! કેમ (આમ કહ્યું)? એનું કારણ છે કે, એ એને અનુમોદન આપે છે - કે, તું બરાબર વક્તાપણે રહે હું તને સાંભળવા આવીશ, એ એને Direct અનુમોદન આપે છે. એટલે (એમ કહ્યું. “વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે. ગુરુદેવે તો બહુ બહુ વાત ખોલી છે ને ! કેમકે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા - શ્રદ્ધાને અનુમોદનારા છે.' બહુ ગંભીર વિષય છે! એમને એમ હાલે એવું નથી. ‘કરે-કરાવે અને અનુમોદે તે ત્રણેનું ફળ એક જ છે.” - બીજું ફળ છે નહિ.
એવી જ રીતે ૮૪૧માં પણ છે. “જો અધ્યાત્મરસ દ્વારા - આત્માના શાંતરસ દ્વારા . પોતાના સ્વભાવનું યથાર્થ અનુભવન ન થયું હોય તે વીતરાગ દિગંબર જૈનમાર્ગનાં રહસ્યને જાણતો નથી.’ અનુભવ વિના અનુભવના રહસ્યને જાણતો નથી. વીતરાગી સંતોએ કહેલાં મને ન જાણતો હોય તે માત્ર...પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે.' આ મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનો પરથી છે. એ રીતે પદ્ધતિ દ્વારા કોઈ વક્તા (વક્તવ્ય આપતા) હોય તો એ વક્તાને અહીંયા Pass કરતા નથી.
મુમુક્ષુ :- ૮૪૩ લ્યો !
પૂજ્ય ભાઈશ્રી - ધર્મબુદ્ધિવાન વક્તા ઉપદેશદાતા હોય તે જ પોતાનું ભલું કરે છે, અને બીજાને ભલું થવામાં નિમિત્ત બને છે. પણ જે પરંપરા
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૮
[પરમાગમસાર-૯૬]
ચલાવવા...' આપણી આ પરંપરા તૂટી જશે, આપણે આ પરંપરા ચલાવો ! સ્વાધ્યાયની પરંપરા ચલાવવા માટે ગમે તેને, ગમે તેમ બોલાવો !! પરંપરા ચલાવવા કષાય બુદ્ધિ વડે ઉપદેશ આપે છે...' એ કષાયબુદ્ધિનો ઉપદેશ છે. તે પોતાનું પૂરું કરે છે અને બીજાને બૂરું થવામાં નિમિત્ત થાય છે.' આ બધાં બોલ એની ઉપરના જ છે. એ એક સાથે પ્રવચનો વાંચેલા ને એમાંથી ખેંચ્યા છે.
૮૪૫. ‘શ્રોતા શાસ્ત્રાભ્યાસમાં અતિ આસક્ત હોય તથા ધર્મ, બુદ્ધિપૂર્વક નિંદવા યોગ્ય કાર્યનો ત્યાગી હોય; દારૂ, માંસ, મધ, ત્રસવાળો ખોરાક, પુરુષને પર સ્ત્રી, સ્ત્રીને પર પુરુષ સાધારણ લૌકિક નીતિમાં ન હોય તેથી શ્રોતા આવા નિધ કાર્યોનો ત્યાગી હોય છે.' વક્તા નહિ આ તો શ્રોતાના વિષયમાં પણ લીધું છે. ધર્મબુદ્ધિવાન શ્રોતા હોય છે એને લૌકિક નિંદ્ય કાર્યો પણ હોતા નથી.
૮૪૬. બધા વક્તા શ્રોતા ઉપરના જ બોલ છે. જૈન શાસ્ત્રના વીતરાગતા - સ્વતંત્રતાના ન્યાયને - મર્મને સમજતો હોય તે શ્રોતા વિશેષ શોભે. વળી એવો હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહિ. આત્મજ્ઞાન વિનાનો હોય તોપણ પ્રથમ આવી દઢતાવાળો તો હોવો જોઈએ.' કે જે કાંઈ મારે વિચારવું છે એમાં નિર્દોષતા અને વીતરાગતાને મુખ્ય રાખીને વિચારવું છે. જેને આવી દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ન હોય તે બીજા સામાન્ય શ્રોતામાં પણ આવતો નથી. માટે જે આત્મજ્ઞાન વડે સ્વરૂપનો આસ્વાદી થયો છે તે જૈનધર્મના રહસ્યનો શ્રોતા છે.’ એ ૮૪૭માં પણ છે. જે મ ખાતર . અમે કંઈક જાણીએ છીએ એમ બતાવવા પ્રશ્ન કરે, વાદ કરવાનો અભિપ્રાય છે, મહંતતાનો ભાવ છે, સાંભળીને બીજાને કહેવાનો અભિપ્રાય રાખે છે, એ રીતે સાંભળે - વાંચે - સંભળાવે - તે ધારીને મોટપ લેવા, વક્તા થવા, માન ખાટવા ભણે છે . ભણાવે છે તે બધાં કેવળ પાપ બંધ કરે છે.' કાંઈ બાકી નથી રાખી ! એમાં તો પુણ્યનો બંધ પણ નથી. ધર્મ તો બહુ આધો છે પણ એમાં તો પુણ્ય પણ રહેતું
·
નથી.
-
તેમ જ શાસ્ત્ર સાંભળે પણ (કોઈનો પરોપકાર કરવાની તો વાત કરતા નથી....' તમે ગરીબને જમાડો કાંઈક ! પરોપકાર કરો કાંઈક ! ભૂખ્યા હોય
Page #36
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૯
એને જમાડો ! લોકોને રોટલા મળે નહિ, કામ મળે નહિ માટે તેની સંભાળ રાખો એવી વાત તો કરતા નથી અને આ આત્મા-આત્માની વાત કરો છો.’ એમ જેને તે રુચતું નથી તે એકાંત પાપ બંધ કરે છે.' ઘણી વાતો કરી છે !
એમ શાસ્ત્ર અભ્યાસ છે એમાં ચારે પડખાંથી એકાંત નિર્દોષતા કેમ પોષાય ? અને કેમ થાય ? એ એક જ વિષય છે. એ વીતરાગતાનો દૃષ્ટિકોણ ધ્રુવકાંટો થઈ જવો જોઈએ. એમાં ફેરફાર નહિ. બીજે બધે બાંધછોડ થાય “પણ વીતરાગતાના ધ્યેયમાં, વીતરાગતાની મુખ્યતામાં, વીતરાગતાની પ્રાપ્તિમાં, એમાં ક્યાંય બીજો ફેરફાર હોય શકે નહિ.
(અહીંયા) કહે છે કે, આત્મવસ્તુ તરફ દષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે.’ આત્મપ્રાપ્તિ તો અંતરમાં રહેલું જે પરમાત્મતત્ત્વ એ પરમતત્ત્વની સન્મુખ દૃષ્ટિ કરે, એની હયાતી જેની દૃષ્ટિમાં આવે અથવા વસે; વસ્તુ તો વસેલી છે જ (પણ) દૃષ્ટિમાં નથી વસી એટલે એનો સ્વીકાર નથી એમ ગણવામાં આવે છે, પણ જેની દૃષ્ટિમાં વસ્તુની હયાતી વસી એને એનું વેદન આવે છે. દૃષ્ટિમાં એકલી કોરી હયાતી વસતી નથી. દૃષ્ટિમાં જ્યારે હયાતી વસે છે ત્યારે એ વસ્તુની અનંત શક્તિઓનું, અનંત ગુણના રસનું વેદન આવે છે. એ દૃષ્ટિ પડતાં, એ દૃષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે અથવા એને આત્મ અનુભવ થાય છે, એમ કહેવામાં આવે છે. આત્મા પ્રાપ્ત તો છે જ, પણ અહીંયા પ્રાપ્તિ કેમ કહી ? કે, અનુભવમાં આવ્યો ત્યારે એને પ્રાપ્તિ કહી. અનુભવમાં નથી ત્યાં સુધી હોવા છતાં એને પ્રાપ્તિ નથી એમ કહેવામાં આવે છે. એ આત્મપ્રાપ્તિ થવા માટે તો જ્ઞાનાદિ સર્વ ગુણોના પરિણામ અંતર્મુખ થાય છે, એના બદલે જે બહિર્મુખ શાસ્ત્ર અભ્યાસમાં જ્ઞાનનો ઉપયોગ રોકે છે, રોકે છે ત્યાં સુધી ઠીક છે પણ રોકે છે તેથી લાભ થાય છે એમ જેને ભાવ આવે છે - અભિપ્રાય થાય છે, એને સીધી ઊંધી માન્યતાનું શલ્ય ઊભું થઈ જાય છે. ઉપયોગ તારો શાસ્ત્ર પ્રત્યે જાય એ એટલો દોષ નથી (કે) જેટલો એ ઉપયોગથી લાભ માનવામાં આવે છે.
જ્ઞાનીને પણ શાસ્ત્ર પર ઉપયોગ જાય છે. આચાર્યો અને ગણધરો પણ શાસ્ત્રની રચના કરે છે, પણ કદી તેઓ એમ કહેતા નથી કે માનતા નથી કે, પરસત્તાવલંબી જ્ઞાન તે મોક્ષમાર્ગ છે. આ ચિઠ્ઠીમાં સ્પષ્ટ છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૯૬]
બનારસીદાસજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વિષય સ્પષ્ટ છે કે, કોઈપણ મોક્ષમાર્ગી ધર્મી જીવ પરસત્તાવલંબી જ્ઞાનને મોક્ષમાર્ગ કહે નહિ. આવા શબ્દો પડ્યા છે. એટલે જ્ઞાની-ધર્મનો ઉપયોગ શાસ્ત્રમાં જાય તોપણ એ શાસ્ત્ર અભ્યાસનો ઉપયોગ લાભનું કારણ છે, એવું શલ્ય જ્ઞાનીને હોતું નથી. એવું શલ્ય જ્ઞાનીને હોતું નથી એનો અર્થ કે અજ્ઞાનીને એવું શલ્ય હોય ત્યાં સુધી એને જ્ઞાનપ્રાપ્તિ થતી નથી.
૨૦
તેથી શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર જીવોને અહીંથી બચાવવામાં આવે છે કે, જો જે ભાઈ ! તું શાસ્ત્ર સ્વાધ્યાયની પ્રક્રિયામાં છો પણ આટલું અંદરમાં સંભાળીને ચાલવાનું છે. નહિંતર તું એવો ફસાઈશ કે, એ ફસામણમાંથી બહાર નીકળવું સહેલું છે નહિ - ઘણું મુશ્કેલ છે. (આમ) આ બોલમાં શાસ્ત્ર સ્વાધ્યાયના વિષયમાં પણ બહુ મહત્ત્વનો ખુલાસો છે. ૯૬ (પૂરો) થયો.
*
`અવલોકન' વિના વેદન સંબંધિત વિષય ખરેખર સમજાતો નથી. નાસ્તિરૂપ ભાવોમાં આકુળતા છે. વિકલ્પ માત્ર દુઃખરૂપ છે-વગેરે આગમ, ન્યાય, યુક્તિ, અનુમાનથી સમજાવા છતાં, ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં, ઇચ્છાપૂર્તિને લીધે, કષાયની અલ્પમંદતા થવાથી, કલ્પના માત્ર રમ્ય લાગવાથી, ભોગ – ઉપભોગના ભાવો - અશુભ ભાવો, જે તીવ્ર કષાયરૂપ હોવાથી, તીવ્ર આકુળતા સહિત હોવા છતાં, `અવલોકન' ના અભાવને લીધે, ત્યાં દુઃખ લાગતું / સમજાતું નથી અને સુખની ભ્રાંતિ ચાલુ રહી જાય છે; જો `અવલોકન' હોય તો જ દુઃખ ભાસે અને ભ્રાંતિ મટવાનો અવસર આવે. બીજો કોઈ ઉપાય -પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૪૯૯)
નથી..
Page #38
--------------------------------------------------------------------------
________________
જ “પહેલાં ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતાં છે. પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર ! દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ
કરતો નથી અને બહારના ત્યાગ કરી બેસે છે તે મિથ્યાત્વના જ પોષણનું કારણ છે.” ૯
પ્રવચન-૩, તાં. ૬-૧૧-૧૯૮૨
*
*
*
(પરમાગમસાર) ૯૯ નંબરનો બોલ છે. પહેલાં ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર !” શું કહે છે ? કે સામાન્ય રીતે, માર્ગનો ખ્યાલ નથી એવા જીવોને, અનેક પ્રકારના વ્રત-સંયમ અને બાહ્ય ત્યાગ (કરવાના) પુરુષાર્થની પ્રેરણા થાય છે. આ પદાર્થનો ત્યાગ કરું તો એ રાગ ન થાય, આ કાર્ય ન કરું તો એ રાગ ન થાય, (એમ) ખાવું-પીવું વગેરે) અનેક પ્રકારના બાહ્ય ત્યાગમાં (જીવ) પરિણમે છે. ખરેખર તો આત્માના સ્વભાવમાં સ્થિર થાય), સ્થિરતા વધે, સ્વભાવ-સ્થિરતા આવતાં, અનેક પ્રકારના બાહ્ય વિષયોમાં વૃત્તિ ઉત્પન્ન જ ન થાય, અને તે પૂર્વક બાહ્ય સંયોગોનો અભાવ થાય, એને વાસ્તવિક ત્યાગ કહેવામાં આવે છે. એ મોક્ષમાર્ગની વાસ્તવિક પદ્ધતિ છે.
એમ થયા વિના - સ્વરૂપ સ્થિરતા થયા વિના, પહેલેથી બાહ્ય પદાર્થનો ત્યાગ કરે અને એ બાહ્ય પદાર્થના ત્યાગથી પોતાને, તે પદાર્થના રાગનો અભાવ થવાનું ઇચ્છે અથવા માને, કે આ આ પદાર્થનો આ પ્રકારનો મારે
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૨
[પરમાગમસાર-૯૯] નિયમ છે, વ્રત છે, સંયમ છે, તેથી તેવો રાગ મને નથી અથવા એ ત્યાગ કરતાં એવા રાગ(નો) મને અભાવ થઈ જશે. એ પદ્ધતિ આખી ઊલટી - વિપરીત છે. ઊંધી પદ્ધતિ છે. ખરેખર એ રીતે રાગનો અભાવ થતો નથી.
પ્રશ્ન એ ઉપસ્થિત થાય એવો છે કે સ્વરૂપ સ્થિરતા થયા પહેલાં, વ્રતનિયમ-સંયમ અંગીકાર ન કરવાં? આ પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે. ભાઈ ! શુભરાગ તને સહજ આવે, તો સહજ આવતાં શુભરાગને ન કરવો, એ પ્રશ્ન નથી, કેમકે કરવો એ પ્રશ્ન પણ નથી. જ્યાં “કરવાનો પ્રશ્ન નથી ત્યાં ન કરવાનો પણ પ્રશ્ન આપોઆપ નથી જ. જે શુભરાગ સહજ આવે તો ભલે સહજ આવે, પણ તેમાં એ શુભરાગ આવ્યો કે આટલું મારે વ્રત લેવું, આટલો મારે નિયમ પાળવો, આટલો સંયમ પાળવો, તેથી તે કોઈ માર્ગ છે, એમ વિચારવા યોગ્ય નથી કે એમ માનવા યોગ્ય નથી. સ્પષ્ટીકરણ એટલું છે.
એટલે આમ લીધું છે કે, ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે. તે કરતાં, દર્શનશુદ્ધિનો પ્રયત્ન તું પહેલાં કર. (તેમાં) હેતુ આવી જાય છે. ચારિત્રદોષ એટલે રાગાદિ ભાવ, એને ટાળવાનો તું પ્રયત્ન કરે છે અને તે પણ દર્શનશુદ્ધિ થયા પહેલાં એ પ્રયત્ન કરે છો, તો એ તો પદ્ધતિ નથી. તે કરતાં પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર. જે દૃષ્ટિ ચોખ્ખી થવી જોઈએ અથવા શ્રદ્ધાનને જે સ્વરૂપનો વિષય મળવો જોઈએ, (એના બદલે) એ શ્રદ્ધા સ્વરૂપને ગ્રહે નહીં, શ્રદ્ધા તો રાગને ગ્રહે (તો) શું પરિસ્થિતિ થાય છે ? કે જે શ્રદ્ધાનમાં સ્વરૂપનું ગ્રહણ નથી, તે શ્રદ્ધાનમાં રાગાદિ અન્ય તત્ત્વનું ગ્રહણ છે. શ્રદ્ધાએ તો રાગને ગ્રહણ કર્યો હોય અને રાગને છોડવો છે એ વાત કઈ રીતે બનશે ? ચારિત્રદોષ ટાળવો છે એટલે રાગ ટાળવો છે, અને શ્રદ્ધામાં રાગને ગ્રહણ કર્યો છે, તો એ રાગ ટળવાનો કોઈ અવસર ખરો ? કોઈ પ્રસંગ ખરો ? કે રાગ કોઈ રીતે ટળી શકે નહિ.
જેનદર્શનમાં જ આ પદ્ધતિ છે કે આત્મા જે છે - વસ્તુ - એનું વિજ્ઞાન જ એવું છે કે પ્રથમ એને દર્શનશુદ્ધિ થાય, તો જ એને વાસ્તવિક શદ્ધિની શરૂઆત થઈ અને પૂર્ણશુદ્ધિ સુધીની એની અવસ્થા થાય. આ તો વસ્તુના વિજ્ઞાન અનુસાર છે. હવે એ દર્શનશુદ્ધિનો આખો વિષય જ એટલો સૂક્ષ્મ અને અનુભવગમ્ય છે કે, દર્શનશુદ્ધિમાં આવ્યા વિના, પ્રાયે જીવ જૈન કે
Page #40
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા . અજેન, કહેવાતાં જૈન કે અજૈન, એ ચારિત્રદોષ ટાળવાનો પ્રયત્ન કરે છે. એવું પ્રસિદ્ધપણે જોવામાં આવે છે. ભાઈ આમ કરે છે કે નહીં ? આટલું, આમ કરે છે કે નહીં ? આ ક્રિયા કરે છે કે નહિ ? ફલાણું કરે છે કે નહીં ? રોજ ભગવાનના દર્શન કરે છે કે નહિ ? પૂજા કરે છે કે નહિ? ત્યાંથી માંડીને આટલું છોડ્યું છે કે નહિ ? આટલો તો ત્યાગ છે કે નહિ ? એ વગેરે અનેક પ્રકારે રાગ કેટલો છે અને કેટલો નથી ? ક્યો થાય છે અને ક્યો નથી થતો ? અશુભ કેટલો થાય છે અને નથી થતો ? શુભ કેટલો થાય છે અને નથી થતો ? એમ ચારિત્રના દોષ ઉપર જ્યાં સુધી દષ્ટિ છે અથવા ચારિત્રના પરિણામ ઉપર દૃષ્ટિ છે, એના સભાવ કે અભાવ ઉપર (દષ્ટિ છે). (તો ત્યાં સુધી) એને એનાથી રહિત એવું જે શુદ્ધાત્મસ્વરૂપ છે, એનું શ્રદ્ધાન ક્યાંથી થાય? અને એ દર્શનશુદ્ધિનો પ્રયત્ન ન કરે, એ - પ્રકારનો પ્રયત્ન ન કરે, દર્શનશુદ્ધિ થાય એટલે શુદ્ધ શ્રદ્ધાન થાય - આત્મ -શ્રદ્ધાન થાય, એ પ્રકારનો પ્રયત્ન જ ન કરે, (તો) એ સિવાયનો) પ્રયત્ન " અન્યથા પ્રયત્ન છે. એ માર્ગ છે તે અન્યથા માર્ગ છે અથવા ઉન્માર્ગ છે
અથવા એને અન્યમત કહેવામાં આવે છે. અન્ય મત કહો, ઉન્માર્ગ કહો, - અન્યમાર્ગ કહો, બધું એકાર્ય છે.
મુમુક્ષુ :- અશુભથી બચે એટલો લાભ નહિ એમાં ?
પૂજ્ય ભાઈશ્રી :- પણ અશુભથી બચે છે અને રાગને શ્રદ્ધે છે એનું નુકસાન કેમ નથી જોતાં? અશુભથી બચવાનો લાભ જોવાનું મન થાય છે, પણ રાગનું શ્રદ્ધાન તીવ્ર થાય છે, એવું જે મોટું નુકસાન થાય છે, એ કેમ નથી દેખાતું? આ અમારો પ્રશ્ન છે.
મુમુક્ષુ :- દર્શનશુદ્ધિ કરવા જાય ત્યારે સહચર રાગ ક્યો હોય શકે અને કેટલો હોય છે ?
પૂજ્ય ભાઈશ્રી - સહજ પ્રકારનો રાગ ? એ જોવું જ નથી. (અહીંયા તો) દર્શનશુદ્ધિનો પ્રયત્ન કરવો છે.
મુમુક્ષુ :- આ તો મારો સ્વાભાવિક પ્રશ્ન છે, કે હું માંસ નથી ખાતો એમ સ્વાભાવિક સહચર રાગ શું હોઈ શકે ? વ્રત-નિયમ-તપ ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ, સામાન્ય રીતે સ્વભાવિક સહચર રાગ તો તત્ત્વજ્ઞાનના વિચાર વિષયક રાગનું પરિણમન હોય છે. સામાન્ય ગણિયે
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
[પરમાગમસાર-૯૯]
તો (આવું હોય, બાકી) વિશેષપણે તો જેને જેવો ઉદય. ભિન્ન-ભિન્ન જીવોને, જેને જેવો ઉદય હોય (તેને) તે-તે પ્રકારનો શુભાશુભ ૨ાગ હોય છે. કેમકે કર્મનો ઉદય અને એને અનુસરવું એ તો અનાદિથી સહજ છે. પણ જે જીવ દર્શનશુદ્ધિ બાજું વળે, એને અંદરમાં તત્ત્વ-વિષયક જે વિચારણા છે, એ પ્રકારનું જે તત્ત્વજ્ઞાનના રાગનું - વિકલ્પનું ઉત્પન્ન થવું છે, એ સામાન્ય છે. દર્શનશુદ્ધિ થવાની સાથે સાથે આ દરેકને હોય.
મુમુક્ષુ :- અભક્ષ્યથી છૂટેલા હોય એવો નિયમ નથી ?
પૂજ્ય ભાઈશ્રી ::- ના, એવો કાંઈ નિયમ નહિ. હવે એક સામાન્ય (નિયમ) લેવો છે ને ! (એટલે) ચારેય ગતિના જીવો લેવાં પડશે. ચારેય ગતિના જીવો લઈએ, તો ભગવાન મહાવીરસ્વામી દસમાં સિંહ (ના) ભવમાં હ૨ણને મારીને ખાવાની વૃત્તિમાં તત્પર હતાં. શું હતું ? આ ચિત્ર છે ને ? દસમાં ભવમાં સમ્યક્દર્શન થયું, એ પહેલાંની ક્ષણો જો એમની જોઈએ, તો અભક્ષ્ય ક્યારે છોડ્યું હતું એમણે ? કે છોડ્યું જ નહોતું. જ્યારે એમને ભૂખ લાગી અને હરણને જોયું (પછી) હરણને માર્યું, મારી નાખ્યું ત્યાં સુધી તો ખાવાની વૃત્તિ હતી. પછી જ્યાં ઉ૫૨થી મુનિઓ ઉતરે છે ત્યારે આશ્ચર્ય થાય છે. સિંહનો જીવ છે ને ? એટલો પહેલાં તો આશ્ચર્ય થાય છે કે, અરે ! મનુષ્ય આદિ પ્રાણીઓ, મારા જેવાં ક્રૂર પ્રાણી(થી), મને જોઈને તો દૂર ભાગે છે, અને આ મનુષ્યો સામે ચાલ્યા આવે છે, આ શું ?...!! વળી, સામાન્ય રીતે એણે મનુષ્યને જમીન ઉપર ચાલતાં જોયા છે. (અને) આ ચારણમુનિ (કે, જે) ચારણઋદ્ધિધારી છે, આકાશગામીની વિદ્યા સાધ્ય છે, એટલે જે આકાશમાં વિહાર કરે છે, (એમને) આકાશમાંથી ઉતરતા જોવે છે. એટલે થોડું વિશેષ કુતૂહલ થાય છે. બે પ્રકારનાં કુતૂહલ (થાય) છે. એટલે એનો (સિંહનો) જે હરણને મારીને ખાવાનો તીવ્ર કષાય હતો એ ત્યાં મંદ કષાય થઈ ગયો. કુતૂહલવશ - જિજ્ઞાસાવશ - જેને જિજ્ઞાસા કહીએ, કુતૂહલ કહીએ (એનાથી જ કષાય મંદ પડી ગયો). પણ સંકલ્પ ફરી ગયો હતો અને વિકલ્પ આવ્યો હતો કે આ ન ખાવું એવું તો કાંઈ બુદ્ધિપૂર્વક બન્યું નહોતું. ખાલી એના રાગની એક દિશા બદલાણી કે અરે ! આ શું ? મનુષ્યો ! અને તે સામે ચાલ્યા આવે છે અને તે પણ આમ ઉ૫૨થી આવે છે ! આ તે શું ?! જ્યારે એમની દેશનાની શરૂઆત થાય છે ત્યારે પરિણામ બદલે છે. ત્યારે એને
Page #42
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૫
આત્મા બાજુના પરિણામ આવે છે. એમાં રાગ અને જ્ઞાન બેયનું પરિણમન શરૂ થાય, એ તત્ત્વ-વિષયક (પરિણમન) થઈ ગયું. હવે જ્યાં તત્ત્વ-વિષયક પરિણમન થયું એમાં આ ખાવું અને આ ન ખાવું એવો વિકલ્પ પણ ન
આવ્યો હોય. એવો વિકલ્પ આવ્યો એમ ક્યાંથી ગણાય ? એ તો એમના (સ્વ) વિષયમાં પડી ગયા ! સ્વ-વિષયમાં આવી ગયા.
હવે, એ તત્ત્વજ્ઞાનની સ્વ-વિષયની જે પરિણમનની મર્યાદા છે એ એટલા ઊંચા સ્તરની છે, શુભભાવ સહિતની ભૂમિકા લઈએ તો એ ભૂમિકા એટલા ઊંચા સ્તરની છે કે એમાં અભક્ષ્યનો ત્યાગ કરવાનો જે શુભભાવ છે એ નીચા સ્તરનો શુભભાવ છે. (હવે) જેનું વજન એમ છે કે અભક્ષ્યનો ત્યાગ કર્યો છે કે નહિ, એ એમ વિચારે છે કે અભક્ષ્યનો ત્યાગ કર્યો હોય એ સ્તર કાંઈક ઊંચો છે. તત્ત્વજ્ઞાનનો વિચાર આવ્યો એમાં શું ? તત્ત્વનો - આત્માનો વિચાર આવ્યો એમાં શું ? એણે અભક્ષ્યનો ત્યાગ ક્યાં ક્યોં છે
હજી ?
મુમુક્ષુ :- સમ્યગ્દર્શન પછી અભક્ષ્ય તો બંધ જ થઈ જાય ને ! પૂજ્ય ભાઈશ્રી :- Automatic જ થઈ જાય એ તો. પછી તો શું થાય છે, કે વિકલ્પ ભલે ન આવ્યો કે આને હું ન ખાઉં પણ આત્મા બાજુ વળતાં, રાગ મટી અને શુદ્ધોપયોગ સુધી પહોંચી ગયા. સમ્યક્દર્શનને પ્રાપ્ત કર્યું. એ પ્રથમ ઉપશમ સમ્યક્દર્શનમાં ત્યારે આવ્યાં છે.
એમની પ્રસિદ્ધિ એ જીવના પરિભ્રમણની પ્રસિદ્ધિ તો ઋષભદેવ ભગવાનથી છે. ઋષભદેવ ભગવાનના એ પોત્ર હતાં, દીકરાના દીકરા (હતાં). મરીચિકુમાર (નામ હતું). અને ત્યાંથી તો એમણે પ્રસિદ્ધપણે વિરોધ કર્યો છે. ચોવીસ તીર્થંકરોનું મહાપુરાણ છે. આદિપુરાણ, પદ્મપુરાણ અને મહાપુરાણ (છે - એમાં) મહાપુરાણમાં ચોવીસ તીર્થંકરનો ઇતિહાસ છે. એમાં મહાવીરસ્વામી ભગવાનનો ઇતિહાસ એવો છે કે ઋષભદેવ ભગવાનના વખતમાં એમણે સમોસરણમાં બહાર રહીને, ગાળોનો વરસાદ વરસાવવાનું બાકી નથી રાખ્યું ! એટલો વિરોધ કર્યો છે. આ માયાજાળીયો છે ! આ પ્રપંચી છે ! આ બધાંને છેતરે છે ! મારા બાપના બાપ છે, હું ઓળખું છું, તમે ક્યાંથી ઓળખો ? ઠીક ! ત્યાંથી માંડીને, ઘણો વિરોધ કર્યો છે. (પછી) ગયા છે નરકમાં. એવું નહિ કે ભગવાનનો જીવ હતો એટલે નરકમાં
-
Page #43
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૯૯]
ન્યાય તો બધાંને પરિણામ કરે એ અનુસાર કુદરતી ઓછું - અદકું દેવાનો કોઈને અધિકાર
૨૬
જવાનું કેમ કહેવાય ? તોળાય છે. તોળવા - નહિ તોળવાનું, કે એવો કોઈ પ્રસંગ છે નહિ.
ત્યારપછી એ જે જે ભવમાં મનુષ્ય થયાં છે, તે ભવમાં અસંખ્ય અબજ વરસ ગયા છે. (એ દરમ્યાન) એમણે જૈનધર્મના વિરોધનો ઝંડો લઈને મુખ્યપણે પ્રવૃત્તિ કરી છે. તીવ્ર ક્રોધના પરિણામ કર્યા છે અને નરકમાં અનેકવાર ગયા છે. એકવાર નહિ પણ અનેકવાર નરકમાં ગયા છે. અનેકવાર ક્રોધી, રાની, જંગલી પશુના ભવમાં ગયા છે. અજગરના ભવ ! વાઘના ભવ ! મગરમચ્છના ભવ ! હાથીના ભવ !
એ આ સિંહના ભવમાં ન૨કમાંથી જ આવે છે. ત્યાંથી સિંહના ભવમાં આવ્યા છે અને ત્યાં પણ હજી ક્રોધની પ્રકૃત્તિ (છે). સિંહ પણ ક્રોધી પ્રાણી છે. લગભગ બધાં જંગલી પ્રાણી ક્રોધી હોય છે. એ એનો કાળ ત્યાં બરાબર ભરાઈ ગયો છે. જ્યાં દેશના સાંભળે છે કે, અરે ! કોણ છો તું આ ? કુદરતી કેવો નિયમ છે કે એને ભાષા અને ભાવ અને બધો મેળ ખાય છે ! (સામે) ચારિણઋદ્ધિધારી મુનિ છે. નહીંતર તિર્યંચપ્રાણીને ઉપદેશનો પ્રસંગ ન હોય. દેશનાનો પ્રસંગ તિર્યંચને બનતો નથી. શાસ્ત્રો તો વાંચી શકતા નથી. મનુષ્યને એ સાંભળી અને સમજી શકતા નથી. છતાં એવો જ પ્રસંગ બને છે કે એની ભાષામાં એ સમજે એવો પ્રસંગ (બને છે). મુનિઓ ઋદ્ધિધારી હતાં ને ! (એમના નિમિત્તે) સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે.
એ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય છે ત્યારે એટલી હદે આવે છે કે ભૂખ લાગી છે તોપણ મારેલા હરણને ખાવાની વૃત્તિ પછી ફરી જાય છે ! અને ત્યારથી સમાધિમ૨ણ પર્યંતના સર્વ કાળમાં ત્યાગ કરી નાખે છે. કેમકે સિંહ ખડ ખાય નહિ. સિંહ ખડ ખાય નહિ અને એને બીજા પ્રાણીને મારીને ખાવું નહિ, બે વાત એકસાથે ભેગી થઈ ગઈ. એટલે જ્યાં સુધી એ દેહ છૂટે ત્યાં સુધી એ આહારનો ત્યાગ કરે છે. ત્યારે તે આહારનો ત્યાગ કરે છે અને સીધા ત્યાંથી મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પછી મનુષ્ય અને દેવ, મનુષ્ય અને દેવ (થાય છે). દસે ભવમાં દેવ અને મનુષ્ય સિવાય બીજી ગતિ થતી નથી.
કહેવાનો મતલબ એ છે કે સહજ કષાયની મંદતા થાય અને બાહ્ય
Page #44
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૭
ત્યાગ અને વ્રત-નિયમ-સંયમમાં પરિણામ જાય, તો એ હઠથી ન જવાં દઈને અશુભમાં જવું, એવો સાવ સામાન્ય બુદ્ધિ બહારનો ઉપદેશ તો જૈનદર્શન જેવાં તાત્ત્વિકદર્શનમાં હોવાનો પ્રશ્ન જ રહેતો નથી. એટલે એ વાત તો વિચારવા યોગ્ય પણ રહેતી નથી.
'
પણ સામાન્ય રીતે એમ જોવામાં આવે છે કે જીવો, દર્શનશુદ્ધિનો પ્રયત્ન ક૨વાને બદલે, રાગનો - અનેક પ્રકારના રાગનો અભાવ ક૨વા માટે બાહ્ય પદાર્થના ત્યાગમાં જાય છે. શું ? અને એ ત્યાગ છે એને લઈને એને શું થાય છે, એ હવે નીચે કહે છે કે દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી...’ આ તો બહુ માર્મિક વચન છે. શ્રદ્ધાનમાં તો રાગને એવો પકડ્યો છે કે આ રાગ કરવા જેવો છે. પહેલાં આ રાગ કરવા જેવો છે. આ છોડું પહેલાં, આનો ત્યાગ કરું - એમ રાગને તો ઘણો ગ્રહણ કરે, અભેદપણે ગ્રહણ કરે, એકપણે ગ્રહણ કરે, એનો તો દૃષ્ટિમાંથી ત્યાગ કરતો નથી. શ્રદ્ધાનમાં એને તો એકત્વ કરે અને બહારના ત્યાગ કરી બેસે છે...' એટલે અમુક પદાર્થો છોડે છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વિભિન્ન પ્રકારના ત્યાગને ગ્રહણ કરે છે, ત્યારે તે ત્યાગ કરવાના રાગને ગ્રહણ કરે છે. શું કરે છે ? જ્યારે એ બાહ્ય પદાર્થનો ત્યાગ કરે છે. ત્યારે તે બાહ્ય પદાર્થના ત્યાગના રાગને તો શ્રદ્ધાનમાં એકત્વપણે ગ્રહણ કરે છે, અને ચારિત્રમોહમાં પણ એને ગ્રહણ કરે છે, અને મિથ્યાત્વના જ પોષણનું (એને) કારણ (થાય) છે.' આ મોટું નુકસાન છે.
ભલે એનું કદાચ થોડું અશુભ ઘટ્યું, પણ સર્વથી મોટામાં મોટી અશુભ પ્રકૃતિ છે એ મિથ્યાત્વની છે. મિથ્યાત્વની પ્રકૃતિ શુભ કે અશુભ ? ચોખ્ખી અશુભ છે. એમાં કોઈ શુભનો વિકલ્પ છે નહિ. મિથ્યાત્વની પ્રકૃતિ સૌથી મોટું અશુભ છે અને જૈનદર્શન સિવાય તમામ અન્યમતમાં મોટા પાપને કોઈ સમજતું નથી અને નાના પાપ છોડાવવાનો સર્વત્ર ઉપદેશ ચાલે છે ! આ તો મોટી ગડબડ છે. મોટી ગડબડ હોય તો આ છે કે નાના પાપને મોટું બતાવે ! એને છોડવા માટે ઘણી મહત્તા આપે. જુઓને ! આ લોકો વ્યાજ નથી ખાતા. ઇસ્લામધર્મની અંદર મુસલમાન લોકો એમ કહે છે કે અમારે વ્યાજ ન ખાવું. એમાંય ખાસ કરીને જે મક્કા જઈને હજ કરી આવે, હાજી થઈ આવે, એ લોકો તો ખાસ, એમ માને છે કે અમે હવે હાજી
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૮
થયા છીએ, અને હાજી લોકોને તો વ્યાજ ખવાય નહિ.
મુમુક્ષુ ઃ- સામાયિક પ્રતિક્રમણ લઈને બેઠાં હોઈએ, ભલે અશુભથી શુભ કરે અને મિથ્યાત્વનો ત્યાગ પછી કરીએ તો એમાં અશુભથી બચાય ને? પછી મિથ્યાત્વના ત્યાગનો પુરુષાર્થ કરીએ તો ?
[પરમાગમસાર-૯૯]
-
પૂજ્ય ભાઈશ્રી :- પણ પહેલાં આમ કરવામાં શું વાંધો છે ? તમે પુરુષાર્થ તો લઈ જાઓ છો ને એક બાજુ ? તમારે જે કાંઈ સામાયિક · પ્રતિક્રમણ, ત્યાગ (આદિ) જે કાંઈ શુભભાવમાં કરવું હોય, તો એ બાજુ પુરુષાર્થને તમે પ્રેરો છો કે નહિ ? તો એ પુરુષાર્થને એમ પ્રેરવાને બદલે, પુરુષાર્થને શુદ્ધ શ્રદ્ધાન કરવામાં કાં પ્રેરતા નથી ? બસ, આટલો સવાલ છે. પહેલું જે કરવા યોગ્ય છે તે પહેલું કરવું. પછી જે કરવા યોગ્ય છે તે પછી કરવું. એમાં શું વાંધો છે ? જે અનાદિથી પ્રસિદ્ધ માર્ગ છે, આ તો જિનોક્ત માર્ગ છે - જિનમાર્ગ છે, એ જિનમાર્ગને છોડીને બીજો ચીલો ચાતરવાથી ફાયદો શું છે, ? કાંઈ મહત્વ સ્થાપવું છે પોતાનું ? કે નહિ, ભગવાને ભલે કહ્યું, અમે સ્વતંત્રપણે આ ગોત્યું છે.
મુમુક્ષુ :- સામાયિક-પ્રતિક્રમણ કરવાનું ભગવાને કીધું તો છે ને ? પૂજ્ય ભાઈશ્રી :- પણ ભગવાને માર્ગનો ક્રમ આપ્યો છે નહિ ? અહીંયા ક્રમનો સવાલ છે. માર્ગનો જે ક્રમ છે, એ ક્રમ છોડીને અક્રમે માર્ગને ગ્રહણ કરવો, એ તો આજ્ઞાની અવજ્ઞા કરવા બરાબર છે. આજ્ઞા તોડવા બરાબર છે. એમ.
મુમુક્ષુ :- સાવ ઉલટી વાત ન આવે પણ, ગુરુદેવે કહ્યું છે કે જૈનનામધારીને પણ આવું વર્તન ન હોય, તો એના ઉપર ભાર મૂકવો કે પહેલાં આ કરવું ? એ ગૌણ કરવું કે પહેલાં આ મુખ્ય કરવું ?
પૂજ્ય ભાઈશ્રી :- આ મુખ્ય કરો તો બધું આવી જશે. આ મુખ્ય કરો તો બધું એમાં આવી જશે, અને નહિતર જૈન-નામધારીપણું રાખવામાં રોકાઈ જવાશે. જૈન-નામધારીપણું તો આવ્યું ને ! ચાલો, એટલું તો આપણે કર્યું ને ! ભાઈ ! એ (તો) તેં અનંતવાર કર્યું છે. તું દ્રવ્યલિંગી અનંતવાર થયો એમાં જૈન-નામધારીપણાનો મોહ શું હવે તને આટલો ? દ્રવ્યલિંગી તું અનંતવા૨ થયો, હવે જૈન-નામધારીપણું તો આવવું જોઈએ, ઓછામાં ઓછું એટલું તો કરું ? કે એ દિશામાં તું ખેંચા મા (અર્થાત્ ખેંચાઈશ નહીં). એ દિશામાં
Page #46
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા . પુરુષાર્થનો વ્યય કર મા. તારી સર્વ શક્તિ અને સર્વ ઉદ્યમથી, એક શ્રદ્ધાન શુદ્ધ થાય, એ પ્રયત્ન જો તું કર, તો તું સન્માર્ગ છો, સમ્યક્ માર્ગ છો. બસ ! સમ્યક્ માર્ગ છો એટલે પૂર્ણવિરામ થઈ ગયું. એમાં પછી બીજા વિકલ્પનું સ્થાન નથી, શું ?
સમદષ્ટિ તિર્યંચ બળદના ભવમાં ઊભો લીલો ચારો ચરે, પાંચમાં ગુણસ્થાનવર્તી ! કેટલાં? ચોથું નહિ, પાંચમાં ગુણસ્થાનવર્તી ! હવે એને તમે જૈન-નામધારી કેવી રીતે કહેશો ? એક મિથ્યાષ્ટિ હોય તો સામાન્ય રીતે વિચાર આવે કે ભાઈ! અમુક મોટા દિવસો છે કે તિથિના દિવસો છે (તો) આપણે લીલોતરી ન લઈએ. હવે આ તો પાંચમે ગુણસ્થાને (છે), લીલોતરી સિવાય બીજો એનો આહાર નથી. શું? એ પંચમ ગુણસ્થાને હોય છે, એને જૈન-નામધારી નથી એમ કહેશો?
મુમુક્ષુ - એ જ જૈન છે ખરો.
પૂજ્ય ભાઈશ્રી :- ખરો જૈન જ - શ્રાવક જ સાચો એ છે. નામધારી શ્રાવક તે ખરેખર શ્રાવક નથી. એમ છે. સાચો શ્રાવક જ એ છે. ભગવાનના જ્ઞાનમાં એ સાચો શ્રાવક છે) અને ભગવાન એને સાચા શ્રાવકનું Certificate આપે છે, નામધારીને નહિ. એમ છે.
મુમુક્ષુ - ગુરુદેવનો આ શબ્દો પાછળ આશય શું હતો ?
પૂજ્ય ભાઈશ્રી - આશય એ છે કે સમાજની અંદર લોકો સ્વચ્છંદે ચડવાનો ઘણો સંભવ છે. આ વર્તમાન કાળ, વર્તમાન આચાર-વિચાર, ધંધા-વેપાર અને સંયોગોનો પ્રકાર એવો છે. પાંચ ઇન્દ્રિયના વિષયોના સાધનોની વિપુલતા (એટલી છે) કે લોકો સાચું સમજવા જતાં (વાતની મર્યાદા ન સમજે તો) સ્વચ્છેદ કરતાં વાર લાગે નહીં. એટલે સાથે સાથે બધી વાત આવે, પણ એની મર્યાદા પરમાર્થે શું છે ? એ સમજવી જોઈએ. પકડ કરવા માટે કોઈ વાત કરી નથી.
મુમુક્ષુ :- બળદ પાંચમાં ગુણસ્થાને કઈ રીતે છે ?
પૂજ્ય ભાઈશ્રી - એને સ્વરૂપ-સ્થિરતા એટલી આવે છે. તિર્યંચ સંશી પંચેન્દ્રિય સમ્યક્દર્શન પ્રાપ્ત કરે, એને સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યા પછી કોઈ વિશેષ સ્વરૂપ-સ્થિરતામાં આવે, તો એ સ્વરૂપ-સ્થિરતા (છે) એ પંચમ ગુણસ્થાન છે. એ ભગવાનના જ્ઞાનમાં આવેલી) તિર્યંચ ગતિના સાધકની ઉત્કૃષ્ટ મર્યાદા
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૦
[પરમાગમસાર-૯૯] છે અને ત્યાં સુધી તે જીવ સાધના કરી શકે છે અને કરે છે. અત્યારે પણ છે. અઢી દ્વીપની બહાર સ્વયંભૂરમણ સમુદ્રમાં છે. આજે પણ છે, અત્યારે પણ છે. એ દિવ્યધ્વનિથી શાસ્ત્રોમાં આવેલો) પ્રસિદ્ધ વિષય છે. એમ છે. કારણકે આપણે શું છે કે પાંચમાં ગુણસ્થાનમાં શ્રાવકમાં દેશવ્રત, અંશે ત્યાગ લેવામાં આવ્યો છે. એ તો એનો બાહ્ય દેખાવ છે કે સ્વરૂપસ્થિરતા વધતાં અનેક પ્રકારનો બુદ્ધિપૂર્વકનો રાગ ઉત્પન્ન ન થાય અને તેથી એને રાગના વિષયનો અભાવ હોય - સંયોગ જ ન હોય, ત્યારે એને જે બાહ્ય ત્યાગ દેખાય જેને) અંશે ત્યાગ અથવા દેશવ્રત કહીએ. પણ કોઈ એવો ત્યાગ કરે માટે શ્રાવક છે, એમ નથી. સ્વરૂપ-સ્થિરતા તે પંચમ ગુણસ્થાન છે, બાહ્ય ત્યાગ તો એના બાહ્ય પરિણામ છે, એનો બાહ્ય દેખાવ છે. પણ કોઈ નકલ કરે, સ્વરૂપ-સ્થિરતા ન આવે પણ બાહ્ય ત્યાગની નકલ કરી લ્ય, કે અમે આ દેશવ્રત પાળીએ છીએ, તો એને પંચમ ગુણસ્થાન ગણવું કે નહિ ? કે એને પંચમ ગુણસ્થાન તો નથી, પણ એને પંચમ ગુણસ્થાન માનવા જતાં ચોથું પણ નથી. એને પહેલું ગુણસ્થાન) છે અને તે પણ ગૃહીત મિથ્યાદર્શનનું છે. મિથ્યાદર્શન છે પણ એમાં એને ગૃહીત મિથ્યાદર્શનનું પહેલું ગુણસ્થાન છે, અગૃહીત પણ એને રહેતું નથી. એટલો બધો દોષ છે. જ એવા માન્યતાના મોટા દોષને સમજે નહિ, વિચારે નહિ, સમજીને ટાળવાનો પ્રયત્ન કરે નહિ, અને બહારનો ત્યાગ કરી બેસે છે, કે આમ કરતાં મારું કલ્યાણ થશે, મારો રાગ ટળશે, મને લાભ થશે, એટલો તો લાભ ખરો ને ? એ મિથ્યાત્વના ભાવનું જ પોષણ કરે છે. આ મોટું નુકસાન
| મુમુક્ષુ :- ચોથા ગુણસ્થાને દ્રવ્યલિંગી થાય તો ચોથું ચાલ્યું જાય ?
પૂજ્ય ભાઈશ્રી :- નહિ. કોઈ જીવ ચોથા ગુણસ્થાનમાં દ્રવ્યલિંગી અંગીકાર કરે, દીક્ષા અંગીકાર કરે, ત્યારે એ અંતરંગમાં અને બાહ્યમાં માને અને મનાવે કે હું સાધુ નથી, પણ હું ચોથા ગુણસ્થાનવ સાધક છું, ભલે મેં દીક્ષા અંગીકાર કરી છે, તોપણ સાધુપણાનો અભિલાષી છું. મારી સાધુ થવાની ભાવના વર્તે છે, તીવ્ર ભાવના વર્તે છે. સહજપણે જ અશુભ ઉપયોગમાં જવાતું નથી અને સહજપણે જ પંચમહાવ્રત આદિ શુભ ઉપયોગમાં રહી શકાય છે, તે પણ હઠથી નહિ.
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૧
કહાન રત્ન સરિતા
(કોઈ-કોઈ સાધકને કષાયની) મંદતાનો ઉદય હોય છે. તો એ મંદતા છોડીને કાંઈ ગૃહસ્થીના તીવ્ર કષાયના પરિણામ કરવાં એવો તો કાંઈ ઉપદેશ નથી. એમ દ્રવ્યલિંગી ચોથા ગુણસ્થાનવર્તી પણ હોય, દ્રવ્યલિંગી પાંચમાં ગુણસ્થાનવર્તી પણ હોય. ત્યાંથી ચોથામાંથી) એ પાંચમામાં આવે. છઠ્ઠાસાતમાના પુરુષાર્થે ન પહોંચે તો કોઈ પાંચમામાં આવે, તોપણ એ સમજે છે કે મારા પરિણામમાં હજી સાધુદશા - મુનિદશા પ્રગટ થઈ નથી કેમકે મુનિદશા તો પ્રગટપણે એવી છે કે ક્ષણે ક્ષણે એ શુદ્ધોપયોગમાં આવે છે. હવે પ્રતિક્ષણે શુદ્ધોપયોગમાં અવાતું નથી, છતાં ક્યારેક ક્યારેક શુદ્ધાત્માનો ઉપયોગ તો થાય છે અને જ્ઞાતાધારા પણ વર્તે છે, તો એનો કાંઈ નિષેધ ન થઈ શકે. જે પરિસ્થિતિ છે તે છે. એને અન્યથા માને નહિ અને અન્યથા મનાવે નહિ. માને તો જ મનાવે. માને નહિ તો મનાવાનો તો એને તીવ્ર કષાય આવે નહિ. મનાવવું તો માયા (છે) - તીવ્ર માયાચાર છે. પોતે માને નહિ તો મનાવવાનો પ્રશ્ન નથી. પોતે માનતા નથી, મનાવતા પણ નથી. તેથી તે નિર્દોષ છે. ભલે દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય, (તોપણ) એનો કાંઈ એને દોષ છે નહિ. અને તેને મિથ્યાત્વ આવતું નથી. મિથ્યાત્વ નથી થતું.
એટલે આખો જે માન્યતાનો વિષય છે, મિથ્થામાન્યતા અને સમ્યકુમાન્યતા, એ વિષયને સાંગોપાંગ પહેલાં સમજવો જોઈએ. પહેલે પગથિયે સાધકદશાની શરૂઆત ત્યાંથી થતી હોવાથી એ વિષયને પૂરો સમજીને આગળ ચાલવું જોઈએ. એને છોડી દયે એને સમજે જ નહિ, અને બીજી રીતે ધર્મ કરવાનું વિચારે, કોઈપણ પ્રકારે વિચારે) એ બધો ઉન્માર્ગ છે. એ આખા ભગવાને કહેલા જિનમાર્ગને છોડીને પ્રવર્તવાની બુદ્ધિ થઈ છે. તે અન્યમતની બુદ્ધિ છે. બધાં જ અન્યમતિને એમ સૂઝયું છે. ત્યાંથી જ અન્યમત પાંગર્યો છે. પછી તો ઘણાં માનવાવાળા થાય ત્યારે એને સંપ્રદાય કહેવામાં આવે છે. એટલે કહે છે કે, પહેલાં તું ચારિત્રદોષ એટલે રાગાદિ ટાળવાનો પ્રયત્ન કરે છે, કઈ રીતે? (કે) બાહ્ય પદાર્થનો ત્યાગ કરીને. પદાર્થના ત્યાગથી રાગનો ત્યાગ થશે. એમાં એ શલ્ય પડ્યું છે. શું? પદાર્થના ત્યાગથી રાગનો ત્યાગ થશે એ તો શલ્ય છે.) રાગનો હું અભાવ કરું તો પદાર્થનો સહેજે સંયોગ નહિ થાય, કેમકે વૃત્તિ વિના તો સંયોગ થવાનો સવાલ નથી અને વૃત્તિ વિના કોઈ સંયોગ થયો તો એનો દોષ નથી. જેમકે ભગવાનને વૃત્તિ
Page #49
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
- -
-
૩૨
પિરમાગમસાર-૯૯] નથી અને સમોસરણ ખડું થાય છે, એવો વૈભવ તો ક્યાંય હોતો નથી. (છતાં ભગવાનને પરિગ્રહનો દોષ નથી. મુનિ નિર્વસ્ત્ર હોય છે, કોઈ ઉપસર્ગ કરીને ધાબળો અને શાલ કે ગમે તે કપડાં ફેંકે એટલે કાંઈ મુનિને દોષ નથી. વૃત્તિપૂર્વક ગ્રહણ કરે તો ચારિત્રનો દોષ છે. નહિતર તો કાંઈ દોષ લાગતો નથી,
એટલે કહે છે કે ચારિત્રદોષ ટાળવાનો તું પ્રયત્ન કરે છે તે કરતાં પહેલાં દર્શનશુદ્ધિ માટે પ્રયત્ન કર !” પહેલાં તું તારું શુદ્ધ શ્રદ્ધાન થાય એ પ્રયત્ન (કર) . એ દિશાનો તું પ્રયત્ન કર. અને એ દિશાનો પ્રયત્ન કરવા અર્થે એની આખી line દોરી છે. કષાયની મંદતાનો) . બહારના ત્યાગના કષાયની મંદતાનો તને વ્યામોહ છે કે આટલો કષાય મંદ થાય છે, પણ એથી વધારે મંદ કષાય તો દર્શનશુદ્ધિના પ્રયત્નની શરૂઆતમાં જ થઈ જાય છે ! એથી વધારે ઊંચા સ્તરનો ! જે કોઈ જીવ સ્વરૂપ - શ્રદ્ધાનમાં આવતાં પહેલાં સ્વરૂપની અંતર જિજ્ઞાસામાં, અપૂર્વ જિજ્ઞાસામાં આવે છે, એના બાહ્ય વિષયો પ્રત્યેના પરિણામ એટલા નીરસ થાય છે, શરૂઆતની જિજ્ઞાસાના કાળમાં એટલા નીરસ થાય છે, જિજ્ઞાસાને વશ એટલાં નીરસ થાય છે, કે એટલાં નીરસ તો ઉપરટપકે કરેલા બાહ્ય ત્યાગથી પણ થતાં નથી ! અને ઓલો (બાહ્ય ત્યાગનો) તો તને ખોટો વ્યામોહ છે કેમકે બહારનો ત્યાગ થયોને, એટલે એ દેખાવ અને આનંબરનો તને શોખ છે. પરિણામ સામે તારી દૃષ્ટિ નથી. જો પરિણામ ઉપર દૃષ્ટિ હોય તો પરિણામ તો આમાં (દર્શનશુદ્ધિમાં વધારે ઊંચા સ્તરના અથવા અત્યંત મંદ કષાયના થાય છે. એ રસ્તો તો તે છોડી દીધો અને બહારમાં ત્યાગ થયાનો દેખાવ થયો કે મેં આમ (કર્યું, હું આ નથી કરતો. આ છોડી દીધું છે. એ તને પસંદ છે. એ તને મોહ છે એ જાતનો, બીજું કાંઈ નથી. લાભ તો એમાં ઓછો છે અને આમાં લાભ વધારે છે. છતાં એક બહારમાં દેખાવનો - આડંબરનો પણ સ્થૂળ કે સૂક્ષ્મ પરિણામ ભજતો હોય, ત્યારે એ શુભ પરિણામની સાથે સાથે એક માયાનો એ પ્રકાર છે. શેનો પ્રકાર છે એ ? માયાનો એ પ્રકાર છે. અંદર માયા (છે) અને માયા એવો છૂપો ચોર છે, માન અને માયા, ખબર પડે નહિ. એવા વિષય છે. ' કહે છે કે, એને ટાળવાનો પ્રયત્ન કરે છે તે કરતાં પહેલા દર્શનશુદ્ધિ
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૩
કહાન રત્ન સરિતા માટે પ્રયત્ન કર ! આમ કહેનાર, પોતાના ઘણાં અનુભવના નિચોડથી કહે છે. પહેલાં તો એ વિચારવું ઘટે છે કે, આ જે કહેનાર છે, એ ઘણાં જ અનુભવપૂર્ણપણે આ વાતને રજુ કરે છે. આ વાત પ્રસ્તુત વિષય છે, એ ઘણા અનુભવથી મૂકાયેલી વાત છે. નહિતર આ ભવમાં જુઓ તો ગુરુદેવશ્રીએ પણ સ્થાનકવાસીની દીક્ષા અંગીકાર કરેલી. શું ? દીક્ષા અંગીકાર કરી હતી. પંચ મહાવ્રતની પ્રતિજ્ઞા બધું એની અંદર આવે. એ કેટલું બધું મંથન ચાલ્યું હશે ! આપણે તો પ્રત્યક્ષ પરિચય છે. એમ કહેતાં કે અમે તો માથાબૂડ હતાં.
મુમુક્ષુ - સ્થાનકવાસીમાં પંચ મહાવ્રત હોય? પૂજ્ય ભાઈશ્રી - હા, જ્યારે, દીક્ષા અંગીકાર કરે ત્યારે તો બધું આવે જ ને ! વિધિમાં તો બધું આવે. પછી ભલે વિધિમાં થોડો ફેરફાર કર્યો
હોય.
મુમુક્ષુ - સર્વવિરતી લેવી પડે.
પૂજ્ય ભાઈશ્રી :- સર્વવિરતી હોયને, એટલે એ બધું આવેને. અહિંસા (આદિ) જે પાંચ મહાવ્રત) છે ને ?
મુમુક્ષુ - હા, પાંચ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ હોય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, જૂઠું, ચોરી, પરિગ્રહનો ત્યાગ અને અબ્રહ્મનો ત્યાગ (હોય છે). દેશવ્રત અને મહાવ્રત છે). એ લોકો દેશવ્રત અને મહાવ્રત જ કહે છે ને ? શ્વેતાંબરમાં દેશવ્રત અને મહાવ્રત જ કહેવાય છે. શ્રાવક માટે દેશવ્રત. મુનિ(માટે મહાવ્રત હોય છે). "
મુમુક્ષુ - ૨૮ મૂલગુણનો વિષય છે ?
પૂજ્ય ભાઈશ્રી : ૨૮ મૂલગુણનો વિષય નથી. પણ પંચમહાવ્રત છે. પછી બાકીના જે ઉત્તરવ્રતો છે, એમાં ઘણો બધો ફેરફાર છે અને છૂટછાટો ઘણી છે.
મુમુક્ષુ - ૨૭ છે એમાં.
પૂજ્ય ભાઈશ્રી :- ૨૭ છે ? ઠીક ! ૨૭ છે. એટલે એવું છે. એ હોય, થોડો ઘણો ફેરફાર કરે. મૂળ તો જે પરંપરા ચાલી આવે છે એમાં જુદાં પડે ત્યારે શું કરે ? કે થોડો ફેરફાર કરે કે ભાઈ, અમારું આટલું જુદું
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૪
[પરમાગમસાર-૯૯] છે. આ અમારું Special આટલું. તમારું આટલું અમારું આટલું એમ જુદું તો ત્યારે જ પડેને ? એક હોય તો તો જુદું પડવાનો પ્રશ્ન રહેતો નથી, એમ.
એમ ગળાબૂડ નહિ (પણ) માથાબૂડ હતાં એમ (ગુરુદેવ કહેતા). હવે એમાંથી નીકળ્યા છે, એણે કેટલું મંથન કર્યું છે ! ત્યાગ કાંઈ નહોતો લીધો એવું નહોતું. ઘણાં મંથનથી એ વાત આવી છે. ભાઈ ! પહેલાં તું બાહ્ય ત્યાગનો અને રાગ - ચારિત્રદોષ ટાળવાનો પ્રયત્ન કરે છે, પણ પહેલાં દર્શનશુદ્ધિનો પ્રયત્ન કરવો જોઈએ.
કોઈપણ જીવે મોક્ષમાર્ગમાં પ્રવેશ કરવો હોય તો એણે પહેલાં દર્શનશુદ્ધિનો પ્રયત્ન કરવો જોઈએ, એમ કહેવા પાછળ મુખ્ય કારણ એ છે કે, જીવને તીવ્ર-કષાય અને મંદ કષાય વચ્ચે માથાકૂટ ચાલે છે. અને એમાં પણ મંદકષાયની મહત્તા એ આપી દયે છે. તીવ્ર-કષાયની મહત્તા છોડવા માટે મંદકષાયને એ મહત્તા આપી દે છે. મંદાકષાયને મહત્તા આપતી વખતે એ ભૂલી જાય છે કે આખરમાં તો હું કષાયને મહત્તા આપું છું. અકષાય સ્વભાવને મહત્તા આપવાનું આખું આમાં રહી જાય છે જે (મહત્તા) પ્રથમ જ (આવે છે), (સમ્યક શ્રદ્ધાન થયાં પહેલાં (અને) શુદ્ધાત્માને ઓળખવાના કાળમાં, અપૂર્વ અકષાય સ્વભાવી આત્માનો અપૂર્વ મહિમા અને મહત્તા આવે છે, એ આખો વિષય રહી જાય છે, અને કષાયના અંશને, મંદ-કષાયના અંશને મહત્તા અપાઈ જાય છે. એટલે આખો માર્ગ બદલાઈ જાય છે અને ઉન્માર્ગે ચાલ્યું જવાય છે, એ આખી વસ્તુ ભૂલમાં રહી જાય છે, એ બહુ મોટી ભૂલ છે. સામાન્ય ભૂલ નથી પણ એ મોટી ભૂલ છે અને એ બાહ્ય ત્યાગ અને મંદ-કષાયની મહત્તામાં આખો મનુષ્યભવ હારી જવા જેવું થાય છે ! જે મનુષ્યભવમાં માર્ગે ચડવું જોઈએ, એ ભવ જ આખો હારી જાય ! પછી તો કાંઈ પત્તો લાગે નહિ,
આજે શ્રાવકને (સંપ્રદાયમાંથી) નીકળવું સહેલું છે, પણ મુનિ થઈ ગયા હોય એને ? સમ્યક્દર્શન ન થયું હોય અને ગૃહસ્થ હોય, તો એને આ બાજું પલટવું. સાચા વિષયને સમજવો અને ગ્રહણ કરવો એ સહેલું છે. પણ જેણે પુરુષાર્થ જ પેલી બાજુ આપી દીધો છે અને ત્યાગ અને મુનિપણું લઈ લીધું છે, એને પાછું વળવું બહુ-ઘણું મુશ્કેલ પડે. મહેનત પડે છે એની
Page #52
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
અંદર, અને વધારે મહેનત પડે છે. એ તો સીધી વાત છે.
મુમુક્ષુ :- એને માનકષાય નડે.
પૂજ્ય ભાઈશ્રી :- માનકષાય નડે, એણે જે આગ્રહથી એ શુભ ભાવોને સેવ્યા હોય, એ આગ્રહ અંદરથી તોડવો પડે. એ તો જેણે મહેનત કરી હોય એને બધી ખબર પડે, કે આમાં કેટલી મહેનત કરવી પડે છે. વધારે ઊંધો ગયો હોય (તો) એ વધારે દૂર જાય છે. જેટલો વધારે દૂર ગયો એટલું એને નજીક આવવા માટે અંતર તો કાપવું જ રહ્યું, હિસાબની વાત છે એ તો.
૩૫
કહે છે કે, ‘દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી...' આ એક બહુ મહત્ત્વપૂર્ણ વિષય છે કે શ્રદ્ધાનની અંદર વિકલ્પનો રાગનો એક અંશ, અનંતમાં ભાગે એક અંશ પણ, જ્યાં સુધી રહે ત્યાં સુધી શુદ્ધ શ્રદ્ધાન નથી. બીજી રીતે અસ્તિથી વિચારીએ, તો શુદ્ધ શ્રદ્ધાનનો વિષય એકાંતે પરિપૂર્ણ શુદ્ધાત્મા છે. પરિપૂર્ણ અકષાય સ્વભાવી શુદ્ધ આત્મા છે, જેમાં ત્રણકાળમાં કષાયની ઝાંય પણ પડતી નથી, કષાય (ત્યાં) પહોંચતો નથી, કષાયનો પ્રવેશ નથી, કષાયની એમના ઉપર છાયા પણ પડતી નથી, ભલે નિગોદમાં જઈ આવ્યો (તોપણ) એવો ને એવો રહે છે. એ તો કાલે બોલ આવી ગયો આપણે, કે પ્રચુરમાં પ્રચુર અવસ્થામાં કષાય થયો હોય તોપણ શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ રહે છે. એ શ્રદ્ધાનનો વિષય છે. એવો જે શુદ્ધાત્મા, શ્રદ્ધાનનો વિષય ત્યારે થાય છે કે જ્યાં સુધી એનું શ્રદ્ધાન રાગના એક અંશને પણ શ્રદ્ધે નહિ ત્યારે. જ્યાં સુધી થોડો પણ રાગ, મંદ રાગ પણ ઈષ્ટ છે, (એમ) જેને શ્રદ્ધાનમાં (છે) તેને શુદ્ધ શ્રદ્ધાન થાય નહિ. એટલે દૃષ્ટિમાં કહો કે શ્રદ્ધાનમાં કહો, વિકલ્પનો સમૂળગો - મૂળમાંથી ત્યાગ કર્યા વિના, છોડ્યા વિના, કોઈ રીતે એને શુદ્ધ શ્રદ્ધાન થાય નહિ, અને એ શુદ્ધ શ્રદ્ધાન થયા વિના બહારના ત્યાગ અને કષાયની મંદતા મેં કર્યા છે (એમ જે માને છે), એ એને મિથ્યાત્વનું પોષણ છે. શ્રદ્ધાન તો એને શુદ્ધ થતું નથી પણ જે મિથ્યા શ્રદ્ધાન છે એમાં દૃઢતા થાય છે અને મોટાભાગે ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. અગૃહીત તો અનાદિનું છે એ ગૃહીતમાં ચાલ્યા જાય છે.
જુઓ ! અસંજ્ઞી પંચેન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય પર્યંતના (બધાં) અસંજ્ઞી પંચેન્દ્રિય - ચાર ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, બે ઈન્દ્રિય, એકેન્દ્રિય અને નિગોદિયા,
-
Page #53
--------------------------------------------------------------------------
________________
પિરમાગમસાર-૯૯] બધાં જીવો અગૃહીત મિથ્યાદૃષ્ટિ છે. એ બધાંય અગૃહિતમાં છે. એને કોઈને ગૃહીત લાગું પડતું નથી. જ્યારે આ જીવ મનુષ્ય થયો, સંજ્ઞી પંચેન્દ્રિય થયો અને ગૃહીત મિથ્યાત્વમાં આવે છે ! એને લાભ થવાના સ્થાનમાં જ્યાં સંજ્ઞી પંચન્દ્રિયને સમ્યફદર્શનનો લાભ થવાનો અવકાશ છે . એમાં એ સમ્યક્દર્શનનો જો પ્રયત્ન ન કરે, તો એ ઊંધે માર્ગે ગયા વિના રહે નહિ. ગૃહીતમાં ચાલ્યો જાય છે. એટલે તો અનુભવ-પ્રકાશમાં સાધ્ય-સાધકના બોલ લીધાં છે એમાં એક એવી વાત લીધી છે કે, અગૃહીત સાધક છે અને ગૃહીત સાધ્ય છે. શું કહ્યું ? અગૃહીત-મિથ્યાત્વ સાધક છે અને ગૃહીત મિથ્યાત્વ સાધ્ય છે. એટલે અનાદિનું અગૃહીત તો છે જ એ અગૃહીત તો ગ્રહ્યા વિનાનું જ છે. એમાંથી એ જો અગૃહીતનો અભાવ કરીને સમ્યક્દર્શનને પ્રાપ્ત ન કરે, તો એ ગૃહીત - મિથ્યાદર્શનને પ્રાપ્ત કરશે. એ બુદ્ધિપૂર્વક ઉન્માર્ગે જશે. બુદ્ધિપૂર્વક એ અન્યમાર્ગને ગ્રહણ કરશે. એને જ ગૃહીત મિથ્યાદર્શન અથવા અન્યમત કહેવામાં આવે છે.
મુમુક્ષુ :- આમ ઉપરટપકે જોવા જઈએ તો ખોટા દેવ-શાસ્ત્ર-ગુરુને આપણે માનતા નથી. એટલે ગૃહીત નથી. પણ સૂક્ષ્મપણે ગૃહીત મિથ્યાત્વ કેવી રીતે થાય છે ?
પૂજ્ય ભાઈશ્રી - એમાં શું થાય છે ? ગૃહીત ત્યાં કેવી રીતે થાય છે કે ખોટા દેવ-ગુરુ-શાસ્ત્રને માને એ તો ચોખ્ખું ગૃહીત છે. પણ એવું નથી કે બહારમાં સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને માને એટલે બધાં જ ગૃહીત (મિથ્યાત્વમાં) નથી, એવાં નથી. ગૃહીત અને અગૃહીત . એવાં બે ભેદ એમાં પણ પડે છે. એમાં પહેલાં તો જે જીવોએ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રના સ્વરૂપને ઓળખ્યા વિના પદ્ધતિ વડે, પરંપરા વડે વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રને માને છે તે બધાં ગૃહીતમાં છે. એને (પણ) ગૃહીત લાગુ પડે છે. (કેમકે) ઓધે માને છે. (તેમના) સ્વરૂપની ઓળખાણ કરતાં નથી. એના સ્વરૂપનો વિચાર કરતા નથી. કે એ શા માટે વીતરાગ છે ? કેવી રીતે વીતરાગ છે ? તો એને ગૃહીત લાગુ પડે છે. એક (વાત). એટલે હવે તમે સંપ્રદાયમાં ગૃહીત મિથ્યાદૃષ્ટિ કેટલા તેની ટકાવારી મૂકી દેજો. બીજું, કે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવ્યાં પછી હવે જ્યારે એ વિચારના વિષયમાં પ્રવેશ્યા કે દેવનું સ્વરૂપ આવે, ગુરુનું સ્વરૂપ આવું, શાસ્ત્રનું સ્વરૂપ આવું, એમાં પછી જે તત્ત્વજ્ઞાનના વિષયમાં
Page #54
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૩૭
પોતાના મતિદોષને લઈને જ્ઞાનના વિપર્યાસને લઈને અન્યથા એ તત્ત્વને ગ્રહણ કરે છે. એની અંદર એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અધ્યાસ થાય છે. નવ તત્ત્વ છે ને કુલ ? એમાં એક તત્ત્વમાં બીજા તત્ત્વનો અધ્યાસ થાય છે, ત્યારે પણ એને ગૃહીત મિથ્યાદર્શન લાગુ પડે છે. આમ છે.
એટલે એમાં એકલા સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને ઓળખે તોપણ, કોઈ એમ કહે કે અમે તો વિચાર કર્યો છે કે, ૧૮ દોષ રહિત વીતરાગ છે તે સર્વજ્ઞદેવ છે, તે દેવ છે. નિગ્રંથ ગુરુ છે (તે) બાહ્યાવ્યંતર - અત્યંતર પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહના ત્યાગ સહિત નિગ્રંથ મુનિ છે, સાતમે - છઠ્ઠ ગુણસ્થાને ઝૂલનારા શુદ્ધાત્મ દશાના સાધક ઉત્કૃષ્ટ સાધક, તે ગુરુ છે અને એમના નિરૂપેલા સિદ્ધાંતો છે તે સત્શાસ્ત્રો છે. તે સત્શાસ્ત્ર છે. આ તો અમે બરાબર માનીએ છીએ. આવું સ્વીકાર્યા પછી પણ બીજે ક્યાંય તત્ત્વના વિષયમાં ગડબડ થાય તોપણ ત્યાં ગૃહીત મિથ્યાદર્શન લાગુ પડે છે. ઠીક ! આમ છે. મુમુક્ષુ :- એટલે બંધ માર્ગને સંવર માને ? પૂજ્ય ભાઈશ્રી :બંધ માર્ગને સંવર માટે અથવા તો વસ્તુના સ્વરૂપના વિષયમાં અન્યથા માને.
આત્માના
હમણાં જ એક પ્રશ્ન આપણે ત્યાં બહુ પેચીદો થયો હતો પ્રદેશોના વિષયમાં એની અંદરથી થોડી વાત કાઢવી છે. પ્રશ્ન ગમે તે હોય, કે ભાઈ, આત્માના બે પ્રદેશો કે એક પ્રદેશો ? દ્રવ્યના પ્રદેશો અને પર્યાયના પ્રદેશો ભિન્ન ભિન્નનો વિષય હતો (તેમાં) આશય ન સમજે, અને ખરેખર એવી રીતે બે પ્રદેશો સમજે, તો એ ગૃહીતમાં ચાલ્યો જાય છે. કેમકે વસ્તુના સ્વરૂપનું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી જે નિરૂપણ છે, એમાં ભૂલ થઈ. શેમાં ભૂલ થઈ ? પદાર્થનું જે નિરૂપણ છે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવયુક્ત સ્વચતુષ્ટય જૈને કહેવામાં આવે છે, એ સ્વચતુષ્ટયમાં જ એની ભૂલ છે, કેમકે ક્ષેત્ર આવ્યું ને એમાં ? દ્રવ્ય-ક્ષેત્ર-(કાળ-ભાવ છે એમાં) ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશો આવ્યા. એ ત્યાં ગૃહીત મિથ્યાદર્શન થઈ ગયું. ઓલો વિષય પરમ અધ્યાત્મનો છે. જ્યાં ત્રિકાળીના પ્રદેશો ભિન્ન અને પર્યાયના પ્રદેશો ભિન્ન કહે છે, એ એકદમ પરમ અધ્યાત્મનો (વિષય છે). પરમ શુદ્ધ નિશ્ચયનયના વિષયમાં એ લઈ જાય છે. એ જે નિરૂપણ છે એને (જો) યથાયોગ્ય પ્રકારે અંગીકાર ન કરે, આવે, જે રીતે
અને એ પ્રયાસમાં ન જાય
અને એ રીતે એને ન લેવામાં
-
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
[પરમાગમસાર-૯૯]
લેવું જોઈએ તે રીતે ન લેવામાં આવે અને બીજી રીતે લેવાઈ જાય-કે પ્રદેશો જ બીજા ભિન્ન છે, (તો) ગૃહીત મિથ્યાદર્શનમાં ચાલ્યો જાય.
હવે આમાંથી શું નીકળે છે ? એક ધ્યાન ખેંચવા જેવી વાત કરું છું, કે આવા તો અનેક પ્રશ્નો છે. આપણા તત્ત્વજ્ઞાનના વિષયના ક્ષેત્રમાં એટલો બધો વિસ્તાર છે કે આવા અનેક પ્રશ્નો છે. અને એ પ્રશ્નો જ્યારે સામે આવે, વિચારમાં આવ્યા જ ન હોય એને તો એ દોષ લાગુ પડવાનો હજી સવાલ નથી. પણ જ્યારે એ એના ઉદયવશ, એના ક્ષયોપશમની સામે આવે, એના શ્રદ્ધાન - જ્ઞાનની ચકાસણીનો એ વિષય થાય, આ સામે આવે ત્યારે તો પરીક્ષાનો વિષય થાય ને ? ત્યારે એને એકલા આત્માર્થી થઈને એ વિષયમાં ઊંડું ઊતરવું જોઈએ કે એનો પત્તો કાઢવો (જોઈએ), પત્તો લેવો જોઈએ. ત્યાં સુધી એને છોડવું જોઈએ નહિ. અને તે પણ તે વિષયના અધિકૃત એવા સાધક જીવો પાસેથી એને સમાધાન લેવું જોઈએ, એટલું જ નહિ, એ સમાધાન એને સ્વયં - સ્વતંત્ર રીતે ન બેસે, ત્યાં સુધી એણે એનો પીછો છોડવો જોઈએ નહિ. આમ છે. પરમ ભક્તિથી, પરમ આદરથી એ વિષયને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
જો કે શ્રીમદ્જી તો એ આજ્ઞા જ બાંધે છે, કે દ્રવ્યાનુયોગ સત્પુરુષનાં સંયોગમાં પરમ વૈરાગ્ય, દૃઢ વૈરાગ્ય અને દૃઢ ભક્તિભાવે અધ્યયન કરવા યોગ્ય છે. આટલી મર્યાદા બાંધી છે. શું ? શ્રીમદ્ભુએ તો આ મર્યાદા બાંધી છે કે દ્રવ્યાનુયોગ એમને એમ અધ્યયન કરવા યોગ્ય નથી. ક્યાંનો ક્યાં ચડી જઈશ તું ! ગૃહીત મિથ્યાત્વમાં ચાલ્યાં જતાં વાર લાગશે નહિ.
મુમુક્ષુ :- એમ કહ્યું છે ને કે શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી અનુભવજ્ઞાનથી નિવેડો છે ?
પૂજ્ય ભાઈશ્રી :- અનુભવજ્ઞાનથી નિવેડો છે. પણ દ્રવ્યાનુયોગના વિષયમાં તો આ મર્યાદા બાંધી છે. સત્પુરુષને વચને અધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. આ છે (પત્રાંક) ૬૯૮ નંબર, છેલ્લે. પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દેઢ સાધનસહિત મુમુક્ષુએ સદ્ગુરુઆજ્ઞાએ દ્રવ્યાનુયોગ વિચારવા યોગ્ય છે.’ બીજી રીતે વિચારવા યોગ્ય નથી. એમ છે.
મુમુક્ષુ :- આમાં એક પ્રશ્ન થાય છે કે આપે વાત કરી કે જ્યારે વસ્તુ
Page #56
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા , સામે ન આવી હોય ત્યાં સુધી વાંધો નહિ, પણ સામે આવે ત્યારે કોઈ એમ કહે કે અમારે આ બધી ખટપટમાં નથી પડવું, તો શું થાય ?
પૂજ્ય ભાઈશ્રી :- ખટપટ નથી, આ તો વસ્તુનું સ્વરૂપ છે. આ તો વસ્તુનું સ્વરૂપ છે અને એનો નિર્ણય કરવો પડે છે. વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો એ પણ જો તને ખટપટ લાગતી હોય તો એ સિવાયનો વિષય ખટપટ વગરનો લાગ્યો ! એ સિવાયનો વિષય જ બધો ખટપટવાળો છે.
મુમુક્ષુ - કોઈ કહે અમારે ઝીણું કાંતણ નથી કરવું. પૂજ્ય ભાઈશ્રી :- ઠીક ! ઝીણુ કાંતણ નથી કરવું, કેમકે ઝીણું કાંતણ ખટપટ છે ! અને જાડું કાંતણ છે એ ? એ તો એને પોતાનું હિત સૂઝર્યું નથી. તમને કોઈ એમ કહે કે, ભાઈ ! તમે આ બકાલાનો વેપાર કરો છો અને લારી લઈને ફરો છો ને, આવોને, મારી હીરાની દુકાને બેસાડું. (કોઈ) એમ કહે કે, આવો હીરાની દુકાને - પંચરત્નમાં અને હું કહું, ના, ના! મારે શાકની લારી સારી છે !' ભાગ્ય ફૂટી ગયું છે ! બીજું કાંઈ છે નહિ. અહીં સુધી રાખીએ.
પ્રવચન-૪, તા. ૭-૧૧-૧૯૮૨
પરમાગમસાર. ૯૯ બોલની છેલ્લી બે લીટી. “દષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી અને બહારના ત્યાગ (જીવ) કરી બેસે છે તે મિથ્યાત્વના જ પોષણનું કારણ છે.' એમ લેવું છે, શું કહે છે? દૃષ્ટિમાં, એકાંત અનંત - શાંતિનો પિંડ છે એવો જે શુદ્ધાત્મા (એટલે કે, નિજસ્વરૂપ, એનું ગ્રહણ થવું જોઈએ. તત્ત્વદૃષ્ટિ જીવ એમ જોવે છે કે જીવે શ્રદ્ધામાં શું ગ્રહણ કર્યું છે ? શ્રદ્ધા કોને ગ્રહણ કરે છે ? એ તત્ત્વદૃષ્ટિ જીવનો જોવાનો મુખ્ય
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૦
[પરમાગમસાર-૯૯]
દૃષ્ટિકોણ છે. કોઈપણ જીવને વિશે, એ બાહ્ય ત્યાગથી કે બાહ્ય સંયોગવિયોગથી માપ કરતાં નથી. કોઈ દેખાવથી માપ કરતાં નથી, શરીરના દેખાવથી, વાણીના દેખાવથી, એવાં કોઈ દેખાવથી એ વિચારતાં નથી. પણ જીવની શ્રદ્ધા ક્યાં પડી છે ? જીવે અનંત શાંતિના પિંડને શ્રદ્ધામાં પકડ્યો છે ? કે શ્રદ્ધામાં અનાદિથી ચાલુ જે રાગ છે. એની ને એની પકડ ચાલુ જે.. છે ? બસ ! આટલું જોવાય છે...
અનાદિથી જે શ્રદ્ધાનું ગ્રહણ છે (એટલે કે) જે શ્રદ્ધામાં રાગનું ગ્રહણ છે, એનો ત્યાગ કરે નહિ અને બાહ્ય પદાર્થનો ત્યાગ કરી બેસે (તો) તે મિથ્યાત્વના જ પોષણનું કારણ થાય છે. જીવને મિથ્યાત્વ તો છે જ, અનાદિ અગૃહીત મિથ્યાત્વ- પ્રથમ પહેલું ગુણસ્થાન તો ચાલુ જ છે. એ પહેલું ગુણસ્થાન ચાલુ છે એમાં એને નવું - વધારે શું થયું ? કે એનું (મિથ્યાત્વનું) પોષણ મળ્યું. કેમકે મિથ્યાત્વમાં (રહેલો) જીવ પર્યાયદૃષ્ટિ છે અને પર્યાયદૃષ્ટિ છે એટલે પર્યાયમાં એને અહંપણું છે એ પર્યાયનું અહંપણું ત્યાં વધું કે મેં આટલો ત્યાગ કર્યો, હું આટલો ત્યાગી થયો, આટલો વ્રતી થયો, મેં આટલાં - આટલાં કાર્યો કર્યા. એમ પર્યાયદૃષ્ટિના મિથ્યાત્વના ભાવનું પોષણનું જ એ કારણ થાય છે..
શુદ્ધાત્મતત્ત્વના અનુભવનો પ્રયાસ કરતાં કરતાં કષાય મંદ થાય અથવા મુખ્યપણે શુદ્ધાત્માનો આલંબન લેવાનો પુરુષાર્થ વર્તે, અને એ પુરુષાર્થ અને એ પ્રયાસ થતાં થતાં સાથે કષાયની મંદતા થાય, અને એ કષાયની મંદતાના નિમિત્તે બાહ્ય પદાર્થોનો ત્યાગ થાય, તો તે ઉચિત જ છે. (ત્યારે) એને
સ્વરૂપના ગ્રહણ અને રાગાદિ પરદ્રવ્ય અને પરભાવના ત્યાગમાં સાનુકૂળ નિમિત્ત ગણવામાં આવે છે અથવા એ સાનુકૂળ પરિણમન ગણવામાં આવે છે. પણ શુદ્ધાત્મતત્ત્વના અવલંબનનો પ્રયાસ ન કરે અને માત્ર બાહ્ય પદાર્થના ગ્રહણ-ત્યાગના વિધિ-નિષેધના પ્રયત્ન અને પુરુષાર્થમાં લાગે, તેને આત્મલાભ તો ન થાય પણ મિથ્યાત્વનું પોષણ થાય, એમ કહેવા માગે છે. લાભ થવાને બદલે એને નુકસાન થાય. પણ એ નુકસાન મિથ્યાત્વનું છે, એ મિથ્યાત્વ અને સમ્યક્ત્વના વિષયમાં જીવ અજાણ્યો હોવાથી એને એનો ખ્યાલ આવતો નથી કે આમાં નુકસાન શું થાય છે ? એમ છે. મિથ્યાત્વ થાય છે, એમ નથી કહ્યું. મિથ્યાત્વ તો છે જ પણ એનું પોષણ થાય છે, દૃઢ થાય છે,
Page #58
--------------------------------------------------------------------------
________________
૪
કહાન રત્ન સરિતા
૪૧
એને પુષ્ટિ મળે છે. એમ કીધું છે. મિથ્યા ભાવને પુષ્ટિ મળે છે એટલે મિથ્યાત્વ દૃઢ થાય છે. એ મિથ્યાત્વને છોડતા વિશેષ તકલીફ પડે છે. એમ કહેવા માગે છે. એમાં જૈનદર્શનનું ગૂઢ રહસ્ય છે.
બાહ્ય ત્યાગ તો જગતના અન્યમતોમાં પણ કરવામાં આવે છે. ત્યાગી, સન્યાસી અન્યમતોમાં નથી હોતાં, એવું તો બનતું નથી. એ પણ બને છે ને ? અને સામાન્ય રીતે તત્ત્વના વિષયમાં ઊંડા નહિ ઊતરનારા જીવો એમ વિચારે છે કે ઠીક છે ! આપણે આપણા ધર્મમાં કહ્યું હોય તે પ્રમાણે ત્યાગ કરીએ, બીજાઓ બીજાના ધર્મમાં કહ્યું હોય તે પ્રમાણે ત્યાગ કરે. સૌ સૌના ધર્મ પ્રમાણે પોતપોતાનું આચરણ કરે. એમાં શું ખોટું છે ? આમ ઉપરટપકે વિચારે છે. પણ એ રીતે બાહ્ય દૃષ્ટિથી ધર્મના વિષયમાં વિચારવા યોગ્ય નથી.
ધર્મના વિષયમાં તો તત્ત્વદષ્ટિએ વિચારવું જોઈએ કે આત્મતત્ત્વને અનુરૂપ આત્માકાર પરિણામ તે શું છે ? અને આત્મતત્ત્વથી વિરુદ્ધ જાતિના પરિણામ શું છે ? જાતિની ઓળખ કરવી પડે છે. ભાવમાં સ્વભાવ-જાતિ અને વિભાવજાતિ એવી બે જાતિ છે.
(અહીંયા કહે છે કે) ‘દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી...' કેમકે પ્રથમ કાર્ય શ્રદ્ધાનું છે, ધર્મના પ્રકરણમાં પ્રથમ કાર્ય શ્રદ્ધાનું છે. દૃષ્ટિ કહો, શ્રા કહો, (એક જ વાત છે.) એ શ્રદ્ધામાં પોતાના નિજાત્મસ્વરૂપને શુદ્ધાત્મસ્વરૂપને શ્રદ્ધવું જોઈએ, તેના બદલે જીવ અનાદિથી કોઈને કોઈ પ્રકારના રાગને આત્માપણે શ્રદ્ધે છે. (રાગ) તે ‘હું' એવો અનુભવ છે. રાગ તે ‘હું' એવો અનુભવ છે, એ રાગની શ્રદ્ધા બતાવે છે. ત્રિકાળ શુદ્ધાત્મ સ્વરૂપ છે, મૂળ તત્ત્વ છે, અસલ તત્ત્વ છે - તે ‘હું’ એવો અનુભવ નથી, તેથી તેને આત્માની શ્રદ્ધા નથી.
(અહીંય!) તો કહે છે કે શ્રદ્ધામાં એનો ત્યાગ થઈ જવો જોઈએ. ભલે સાધકદશા હોય અને શુભરાગ આવે પરંતુ શ્રદ્ધામાં તેનો ત્યાગ વર્તે છે). પરિપૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી શુભ રાગ વિશેષે કરીને આવે, અશુભ રાગ ઘટીને આવે, શુભ રાગ વધીને આવે, આવું પણ થાય. સાધકદશા શરૂ થતાં આ પરિસ્થિતિ થાય. સામાન્ય રીતે સંસારી પ્રાણીને અશુભ રાગ વિશેષ છે અને શુભ રાગ ઓછો છે, તેથી અધોગતિમાં જાય છે, અને બે હજાર
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૨
પિરમાગમસાર-૯૯] સાગર કે એ પહેલાં તો એ નિગોદમાં ચાલ્યો જાય છે, એ અશુભની પ્રધાનતા બતાવે છે. મોક્ષમાર્ગમાં પ્રવેશ કરનાર જીવને શુભની વૃદ્ધિ થાય છે, અશુભનું ઘટવું થાય છે અને શુદ્ધ પરિણામની શરૂઆત થાય છે, પરિણામના ત્રણ પ્રકાર - અશુભ, શુભ અને શુદ્ધ. એમાં શુભ અને અશુભ બન્ને અશુદ્ધ જાતિનાં છે. હવે જાતિ અપેક્ષાએ વિચારીએ તો બે પ્રકાર (છે). આમ ત્રણ પ્રકાર, પણ જાતિ અપેક્ષાએ એના બે પ્રકાર છે. શુભ અને અશુભ અશુદ્ધ જાતિના પરિણામ છે અને સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ શુદ્ધ જાતિના પરિણામ છે.
તો કહે છે કે મોક્ષમાર્ગની શરૂઆતવાળા જીવને શુદ્ધ પરિણામની જાતિ શરૂ થાય, ત્યારે એની અશુભ જાતિમાં ક્યા પ્રકારે ફેરફાર થાય? કે એનો અશુભ ઘટે અને શુભ વધે, અને એ શુભ ઊંચા સ્તરનો ઉત્પન્ન થાય. શુભ પરિણામ જે ઉત્પન્ન થાય એની કક્ષા - એનું સ્તર ઊંચી જાતનો આવે. તોપણ મોક્ષમાર્ગી જીવ, એ ઊંચી જાતના શુભ પરિણામને શ્રદ્ધતો નથી. જે આત્માને શ્રદ્ધે છે, એટલે આત્માના સ્વભાવને શ્રદ્ધે છે, તે વિભાવને શ્રદ્ધતો નથી, કેમકે તે વિભાવ જાતિના છે. શ્રદ્ધતો નથી એટલે એને શું પ્રકાર ભજે છે? કે શ્રદ્ધતો નથી એટલે એને શુભ પરિણામ ઊંચી જાતિનો થવાં છતાં, આ ઠીક થયુંસારું થયું, ઈષ્ટ થયું અને લાભનું કારણ થયું, એ પ્રકારે એને વ્યામોહ થતો નથી.
જે શુભ પરિણામમાં સામાન્ય રીતે મિથ્યાદૃષ્ટિ જીવને મોહ થાય છે, આકર્ષણ થાય છે, અને એ હું વધારે ને વધારે કરું એવું ઊંધી શ્રદ્ધાને વશ, કર્તુત્વ ભાવે - કર્તાપણે એ કરે છે, ત્યારે) તો એ મિથ્યાત્વનું જ પોષણ કરે છે. એ તો કરવા યોગ્ય નથી. પરંતુ એ પરિણામ આ આત્માના સ્વભાવને અનુકૂળ નથી, પણ ખરેખર, નિશ્વય દૃષ્ટિથી તે પ્રતિકૂળ છે અને વ્યવહાર દૃષ્ટિએ તે સાનુકૂળ છે, વ્યવહાર દષ્ટિએ સાનુકૂળ છે એટલે શું? કે શુદ્ધાત્માનો પ્રયત્ન કરતાં (અર્થાતુ) જે શુદ્ધાત્માને અનુભવવાનો પ્રયત્ન છે તે કષાયના અભાવનો પ્રયત્ન છે. એ કષાયના અભાવના પ્રયત્નની પૂર્ણ સ્થિતિ ન થાય અને અપૂર્ણપણે રહે ત્યારે કષાય મંદ થઈ જાય તેથી તેને તેની સાનુકૂળતા ગણવામાં આવે છે. વ્યવહારે આ પ્રકારનો સંબંધ જોતાં (સાનુકૂળ ગણવામાં આવે છે). (આ) સંબંધને જ્યાં છેદવાનો પ્રકાર છે, એટલે કષાયને છેદવાનો જ્યાં પ્રકાર છે, ત્યાં તે કષાયને સાનુકૂળ નહિ (ગણતાં
Page #60
--------------------------------------------------------------------------
________________
४३
કહાન રત્ન સરિતા પ્રતિકૂળ ગણવામાં આવે છે. (કષાય) તીવ્ર હો કે મંદ હો (તેને) સાનુકૂળ નહિ પણ એને પ્રતિકૂળે જોવામાં આવે છે, કેમકે એ વિભાવ જાતિના છે, પ્રતિકુળ જાતિના છે. એમ છે.
એટલે સમ્યફદૃષ્ટિ જીવ શુભાશુભને છેદીને મોક્ષ સ્વભાવે ઉપજે છે, પરિણમે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિમાં એ લખ્યું છે, કે “તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષસ્વભાવ.' મોક્ષસ્વભાવ ક્યારે ઉપજે છે ? કે શુભાશુભ છેદતાં ઊપજે છેઅભાવ કરીને (ઊપજે છે), એને પોષણ આપીને ઊપજે છે. પાલન-પોષણ કરવામાં આવે છે, એમ કહ્યું નથી.
અહીંયા તો કહે છે કે મોક્ષસ્વભાવ ઉપજ્યા પહેલાં શુભ પરિણામમાં બાહ્ય ત્યાગ આદિના જે કોઈ પણ પરિણામ હોય, તોપણ પ્રથમ પ્રયત્ન એણે શુદ્ધાત્માના શ્રદ્ધાન સંબંધિત કરવો અને એ શ્રદ્ધાન ઉત્પન્ન ન થાય ત્યાં સુધીના ચાહે તે પ્રકારના શુભ પરિણામ થાય; (કેમકે) થશે જ, પરંતુ) તેને મુખ્ય કરવાં નહિ અથવા એને શ્રદ્ધાવા નહિ કે આ મને લાભનું કારણ થયું, મારા કલ્યાણનું કારણ થયું.
એ ૯૯ મો બોલ છે. કાલે આપણે ચાલ્યો હતો. થોડા વિશેષ વિચાર હતાં એટલે બે લીટી ફરીથી લીધી.
Vઅંતર્મુખ થઈ, સ્વપદનું પરમેશ્વરરૂપ અવલોકતાં, વર્તમાનમાં જ પોતે પરમેશ્વરરૂપ છે !! અહો! અવલોકનમાત્રથી પરમેશ્વર થાય! એવી અવલોકના ન કરે તો, પોતાનું નિધાન પોતે લૂંટાવી દરિદ્રી થઈ ભટકે છે ! અને ભવ વિપત્તિને વહોરે છે – અનુભવ પ્રકાશ
-પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૧૯૮૭)
Page #61
--------------------------------------------------------------------------
________________
“ગાય, ભેંસ, વગેરે પશુની વિષ્ટાના પોદળા (છાણ) મળતા ગરીબ સ્ત્રીઓ ખુશી ખુશી થઈ જાય છે. અને ધન વૈભવ મળતા શેઠીયાઓ ખુશી ખુશી થઈ જાય છે, પણ વિષ્ટાના પોદલા અને ધનાદિમાં કાંઈ જ ફેર નથી. એક વાર આત્માના નિધાનને દેખે તો બહારના નિધાનોની નિર્માલ્યતા ભાસે.’’ ૧૦૦.
પ્રવચન.૫, તા. ૭-૧૧-૧૯૮૨
ગાય, ભેંસ, વગેરે પશુની વિષ્ટાના પોદળા (છાણ) મળતા ગરીબ સ્ત્રીઓ ખુશી ખુશી થઈ જાય છે.' આ છાણાં જે બાળે છે (એ) વેચાતાં ન લેવાં પડે, પૈસાથી ખર્ચ ન કરવો પડે (એટલે) છાણ વિણવા નીકળે છે, પોદળા વિણવા નીકળે છે. ગામડાંમાં ઉછર્યા હોય એને તો ખબર હોય અને જે
આ ભરવાડ, રબારી લોકો છાણાંનો ધંધો કરતાં હોય એને તો એ કમાણીનું સાધન છે. તો શું કહે છે ? કે એ છાણ શું છે ? કે તિર્યંચની વિષ્ટા છે. છાણ શું ચીજ છે ? કે તિર્યંચની વિષ્ટા છે, પશુની વ્રિષ્ટા છે. વિષ્ટા મળતાં પણ મનુષ્ય પ્રાણી (ખુશ થાય છે). આ જે સ્ત્રીઓ છે એ તો મનુષ્ય છે ને, પર્યાયે મનુષ્ય છે. એની સ્થિતિ (પશુ કરતાં) ઊંચી છે. એમાં શું સરખામણી લેવી છે ? કે મનુષ્ય છે એ તિર્યંચ કરતાં ઊંચાં સ્થાને છે, છતાં એ તિર્યંચની વિષ્ટા મળતાં ખુશી થાય છે ! જુઓ ! આ દિનતા શું
Page #62
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૪૫
ચીજ છે ! જીવ રજકણમાં સુખ માને છે ત્યારે એની પરિસ્થિતિ ક્યાં સુધી થાય છે ! કે પોતે મનુષ્ય હોવા છતાં પોતાથી હલકી જાતિના જીવો જે તિર્યંચ, તે તિર્યંચની વિષ્ટામાં પણ એ ખુશીપણું માને છે. અહીં તો હજી એથી આગળ કહેશે. એ ખુશી ખુશી થઈ જાય છે. એમાં સારો મોટો પોદળો મળે (તો) રાજી થઈ જાય કે, આ સૂંડલો ભરીને એક (પોદળો) મળી ગયો ! ઠીક ! એટલાં ખુશી થાય. અને ધન વૈભવ મળતાં શેઠિયાઓ ખુશી ખુશી થઈ જાય છે.' આ બન્નેને એક વર્ગમાં મૂક્યાં.
ગુરુદેવ ફાળો નહોતા કરતાં. એમની મુખ્ય પદ્ધતિ એ હતી કે, એ કદી ફાળો કરતાં નહિ. ફાળાનું નામ નહિ. જેને સામેથી દેવા હોય એ દે ને કરોડપતિ એક પૈસો પણ ન ધ્યે તો ભલે ન ધ્યે. એની સાથે કોઈ માથાકૂટ નહિ. એટલે પૈસાવાળાને ખુશી રાખવાનો તો પ્રશ્ન રહેતો નથી. પણ એ પૈસાવાળાની દીન વૃત્તિ કેવી છે, કે છાણનો પોદળો લેવા નીકળેલી બાઈ જેવી છે ! એમ કહે છે. બન્નેને એક વર્ગમાં મૂક્યાં છે. એની દીનતામાં અને આની દીનતામાં કાંઈ ફેર છે નહિ. એમ લીધું છે.
એ કજિયા કરે, પોદળા (માટે) જો બે-ચાર બાઈઓ ભેગી થાય, તો કજિયો કરે, અને અહીંયા પૈસા માટે કજિયો કરે ! અને છોકરાં કોડીએ ૨મે તો કોડીઓ માટે કજિયો (કરે) માથું ફોડે ! રમતાં રમતાં શેરીમાં ઝઘડી પડે (અને) સામે સામા પાણે પાણે આવે, તો માથું ફોડે કે નહિ ? આમ છે. આ જીવની સ્થિતિ છે ! જ્ઞાનીઓ જગતના એ પદાર્થને છાણ અને કોડી જેવાં જાણે છે, અને જેને જગતના પદાર્થોની મહત્તા છે અને મોટાઈ છે (એવી માન્યતા છે) એને પાગલ સમજે છે, એને ગાંડા સમજે છે કે આ છાણમાં અને કોડીમાં મોટાઈ માને છે !
-
વળી, એ મોટાઈ માનવાને (જ્ઞાનીઓ) શું ગણે છે ? કે જ્યાં સુધી જગતમાં જે પદાર્થો મહત્તારૂપે - મહત્તાના કારણરૂપે - લેખાય છે અને ગણાય છે, એની મહત્તા જ્યાં સુધી જીવને જતી નથી, ત્યાં સુધી જીવને આત્માની મહત્તા આવતી નથી. જડ પદાર્થની મહત્તા જતી નથી ત્યાં સુધી ચૈતન્ય પદાર્થની મહત્તા આવતી નથી. આ એક વિશેષ વાત છે. કેમકે જડની મહત્તામાં જીવના પરિણામનો રસ જડમાં જાય છે અને જડ જેવો થાય છે, એમાં ચૈતન્યની સ્ફુરણા રહેતી નથી. એમાં ચૈતન્ય મૂરઝાય છે, સૂંઢાય છે, મૂર્છાય છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૧૦૦] એ ચૈતન્યની મૂર્છા ટાળવા અર્થે, પ્રથમમાં પ્રથમ એને જડ પદાર્થની કિંમત ચાલી જવી જોઈએ. મહત્તા છૂટી જવી જોઈએ અને તે પણ આત્મસ્વરૂપની મહત્તાને વશ, એમને એમ ઓવે ઓથે નહિ કે ચાલો, અમને જડની મહત્તા નથી માટે આ છોડ્યું. એમ પણ નહિ. આત્મસ્વરૂપની મહત્તા આવવા પૂર્વક (તેની મહત્તા જવી જોઈએ. ત્યાગ તો ગ્રહણ પૂર્વક હોય છે, શું ગ્રહ્યું છે ? એના ઉપર ત્યાગનું મૂલ્યાંકન છે. આત્માએ શું ગ્રહ્યું? શુદ્ધાત્મતત્ત્વને જો ગ્રહણ કર્યું પરમાત્મતત્ત્વને જો ગ્રહણ કર્યું. આત્મા પરમેશ્વરપદ છે. (એમ જો ગ્રહણ કર્યું તો તો એને બહારની કિંમત ગઈ છે. એટલે એને બહારનો ત્યાગ થવો સહજ અને સંભવિત છે. તો એ તો એને સાનુકૂળ છે. પણ એમને એમ જો ત્યાગ) થાય, તોપણ એ યોગ્ય નહિ હોવાથી, એક નહિ અને બીજા અનર્થનું કારણ થાય છે. કેમકે એની અંદર મિથ્યાત્વનું પોષણ થાય છે. આ પ્રશ્ન :- પ્રથમ આત્મસ્વભાવની મહત્તા થાય ત્યારે શું લાગે ? અને કેવી રીતે એની મહત્તા લાગે ?
સમાધાન :- ઓળખાણ વિના મહત્તા આવે નહિ. કોઈપણ પદાર્થની મહત્તા ઓળખાણ વિના આવતી નથી. જગતમાં એમ કહે છે કે હીરો કિંમતી ચીજ છે, સોનું કિંમતી ચીજ છે, પણ એની ઓળખાણે કિંમત છે. ઘરમાં હિરો હોય અને ઓળખાણ ન હોય તો ઠેબે ભે, ઠેબુ મારે ! ઓળખાણ વગર કિંમત નથી. (તેથી) ઓળખાણ કરવી જોઈએ. સર્વ સપુરુષોનું આ વચન છે કે પ્રથમમાં પ્રથમ આત્માને ઓળખવો. આત્માને ઓળખો, ઓળખીને એકાગ્ર થવું. આ પ્રથમ આજ્ઞા છે ! - જો કે ઓળખાય એટલે એકાગ્રતા આવ્યા વિના રહે નહિ. ઓળખાય ત્યારે એ અનંત મહિમાવંત તત્ત્વની મહિમા આવે છે અને મહિમા જેની આવે ત્યાં સર્વ પરિણામ એકાગ્ર થયા વિના રહે નહિ. એ કુદરતી પરિસ્થિતિ છે. એટલે પ્રથમમાં પ્રથમ ઓળખાણ કરવી અને જેટલી પોતાની શક્તિ છે, એ સર્વ શક્તિથી - પૂરા ઉદ્યમથી આત્માને ઓળખવા પ્રત્યે પ્રયાસ કરવો પછી બીજું બધું કરવું. પહેલું આ કરવું. એમ વાત છે, સમયસાર ૧૪૪ ગાથા(માં) એ તો લીધું છે ને ‘પ્રથમ તો શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય કરવો.’ આમ આજ્ઞા છે ! નિશ્ચય કરવો એમ કહો કે ઓળખાણ
Page #64
--------------------------------------------------------------------------
________________
છે.
કહાન રત્ન સરિતા કરવી, એમ કહો, બન્ને એકાર્થ છે.
અહીંયા શું કહે છે ? કે એ રીતે ધન વૈભવ મળતા શેઠીયાઓ ખુશી ખુશી થઈ જાય છે. સરવૈયામાં નફો વધેને તો એને પોરો ચડે કે ઠીક, આપણી મૂડી વધી ! મૂડી વધી, આપણી શક્તિ વધી, આપણી મૂડી વધી, (એમ) એને હૂંફ આવે છે ! જે પદાર્થ આત્માથી તદ્ન ભિન્ન છે અને ચૈતન્ય પદાર્થની અપેક્ષાએ તો એ જડ છે, વળી એ નાશવંત છે એટલે એનો સંયોગ પણ કાયમી નથી, છતાં જીવને હુંફ આવે છે અને હૂંફ આવે ત્યારે માણસ બહેકી જાય છે ને ! (કે) મારે કોઈની સાડીબાર નથી ! દેખાય છે ને ? માણસ નથી કહેતા કે, ભાઈ ! કાંઈ નહોતું એમાં બે પૈસા થઈ ગયાં, એટલે ચકલી ફલેકે ચડી ! આ કહેવત છે. એટલે એમકે હવે ઊડાઊડ કરે છે અને પહેલાં આમ ચાલતાં હતાં અને હવે આમ ચાલે છે એમ ઘણું બધું એમાં આવે છે. લોકોની બોલણીમાં તો ઘણું આવે છે (કે) મોટું ફુલાવે છે અને આમ બધું ફરી જાય ! (એ એમ બતાવે છે કે, એને એ હૂંફ છે!
નાશવંત પદાર્થની કાલ્પનિક હૂંફ પાછળ પણ જીવના પરિણામને આટલો ટેકો મળે છે, તો અનાદિ અનંત શાશ્વત ચૈતન્ય ઋદ્ધિ દિવ્ય શક્તિઓથી ભરપૂર તત્ત્વ છે. એની સમ્યફદૃષ્ટિ જીવોને હૂંફ આવે છે. એનો આધાર લે છે ને, એનો) આશ્રય લે છે કે “આવો હું !” જે પરમેશ્વરપદ છે, સાક્ષાત્ સિદ્ધપદ છે. એની હુંફ કેટલી આવે ? કે અનંતી આવે. એને જગતની– કોઈની તમા રહેતી નથી કે જગતના જીવો મને અનુકૂળ થાય તો ઠીક. બીજા જીવો મને આવો ધર્મી ઓળખે તો ઠીક, બીજાઓ મને આમ જાણે અને માને તો ઠીક, એવી બીજાઓના ભાવોની લાચારી છૂટી જાય છે. * સોગાનીજી સાથે તો (મારે) પરિચય હતો ને, ઘણો પરિચય હતો એટલે) એક વખત કહ્યું કે, “આપના વિશે ગુરુદેવ જાણે તો ઘણો પ્રમોદ આવે એવું છે.' તો કહે, “માનો કે ગુરુદેવને જાન લિયા ઓર ગુરુદેવકો પ્રમોદ ભી આયા, (તો) મેરે આત્માકો ક્યા ફાયદા હોગા ?” ઠીક ! હું તો સ્વાર્થી છું! મને ક્યાં લાભ થાય, એટલું જોઉં છું ! બીજાં મને ધર્મ અને સારો જાણશે, તેથી મારા આત્માને કોઈ લાભ થશે એવું તો બનતું નથી. એવું ન બનતું હોય તો એમાં મારું પ્રયોજન નથી. એ પ્રયોજન વગરના કાર્યમાં મને રસ નથી. મને મારા પ્રયોજનભૂત કાર્યમાં રસ છે. (એટલે કે મને આત્મશાંતિ
Page #65
--------------------------------------------------------------------------
________________
૪૮
[પરમાગમસાર-૧૦૦]
ઊપજે અને આત્મિક સુખ ઊપજે અને મારા આત્મગુણનો વિકાસ થાય અને અવગુણનો નાશ થાય એમાં મારું પ્રયોજન છે, એમાં મને રસ છે, બાકીના કોઈ કાર્યનો મને રસ છે નહિ.
પ્રશ્ન :- દરેક જ્ઞાનીને આવું જ હોય ?
સમાધાન :- પ્રત્યેક(ને), આ તો દૃષ્ટાંત છે. (બાકી તો) બધાં જ જ્ઞાનીની આ જ સ્થિતિ છે. આત્મદૃષ્ટિ પ્રગટી એનો અર્થ શું ? કે આત્માના ગુણની દૃષ્ટિ, આત્માના સ્વભાવની દૃષ્ટિ પ્રગટી છે અને એ ક્યારે પ્રગટે છે ? કે જ્યારે અનેક પ્રકારનો વ્યામોહ પાતળો પડે છે. કોઈપણ મુમુક્ષુ જીવને બાહ્ય લોભ, બાહ્ય માન, બાહ્ય કીર્તિ બાહ્ય પદાર્થો, બાહ્ય દૃષ્ટિ, એ બધાં પ્રકારનો બાહ્ય તત્ત્વનો વ્યામોહ પાતળો પડે છે, ત્યારે તે જીવને સ્વભાવથી, ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં દૃષ્ટિ જાય છે કે ક્યાંય સુખ નથી. સદ્ગુણ સિવાય ક્યાંય સુખ નથી. ચાહે એ જીવ સ્વર્ગમાં જાય કે જગતના કોઈ ખૂણામાં જાય. સદ્ગુણ સિવાય ક્યાંય સુખ છે નહિ, અને અવગુણની સાથે દુઃખ અવિનાભાવીપણે જડાયેલું છે. ધર્મના પ્રકરણમાં આ સુખ-દુઃખનો હિસાબ છે. જગતના પ્રકરણમાં બીજી વાત છે. જગતમાં પૈસા અને સંપત્તિ છે ત્યાં સુખ છે અને ગરીબી અને શરીરની અશાતામાં દુ:ખ છે. ત્યાં સંપત્તિ અને શાતામાં સુખ છે, એ પલાખું અહીંયા ખોટું પડે છે. સંપત્તિવાળા દુઃખી જોવામાં આવે છે અને શરીરે તંદુરસ્ત શાતાના ઉદયવાળા પણ બેચેન અને દુઃખી જોવામાં આવે છે.
મુમુક્ષુ :- આ તો દુનિયા જ જુદી છે !
પૂજ્ય ભાઈશ્રી :- અલૌકિક વિષય કહ્યો છે ! એટલા માટે આ વિષયને લૌકિક ગણતરી (થી) ફેરવાળો, જુદી જાતનો, અલોકિક વિષય ગણવામાં આવે છે !!
એટલે (અહીંયા કહે છે કે) એને સુખ ત્યાંથી લેવું છે - ધર્મીને ગુણમાંથી સુખ લેવું છે. એને બાહ્ય પદાર્થમાંથી સુખ લેવું નથી. એટલે જે (ધન વૈભવ મળતાં) ખુશી ખુશી થાય છે, પણ વિષ્ટાના પોદળા અને ધનાદિમાં કાંઈ જ ફેર નથી.' જુઓ ! જ્ઞાનીની દૃષ્ટિમાં પૈસામાં સુખ માનનાર પોદળામાં સુખ માનનાર જેવો ગરીબ છે !! એની દૃષ્ટિમાં એ શ્રીમંત નથી પણ એની દૃષ્ટિમાં એ ગરીબ છે
Page #66
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૪૯
ગુરુદેવ તો કહેતાં, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી સોનગઢ પધાર્યા ત્યારે કહે કે જુઓ,- દરબાર ! અમારી તો જુદી વાત છે, અહીં તો નાનું - ઓછું માગે એ ઓછો - નાનો માગણ અને વધુ માગે એ મોટો માગણ ! તમારે બાર મહિને એક કરોડ જોવે તો મોટા માગણ તરીકે અમારી નજરમાં આવે ! કેમકે તમને સારું લગાડીને કાંઈ પૈસા લેવા છે, એવી કોઈ વ્યાપારની દૃષ્ટિ ધર્મમાં હોઈ શકે નહિ અને હોય તો એ ધર્મ નહિ પણ દુકાનદારી થઈ જાય છે !! જો પૈસા મેળવવા માટે શ્રીમંત લોકોની પ્રશંસા કરવામાં આવે કે રાજાઓની પ્રશંસા કરવામાં આવે, તો એ દુકાનદારી થઈ જાય છે. એ ધર્મનું સ્થાન રહેતું નથી.
અમને અમારો આત્મા કેમ જણાતો નથી ? આવો એક પ્રશ્ન આવે છે. તો એને એમ કહે છે કે બુદ્ધિમાં તો ખામી નથી. સંજ્ઞી પંચેન્દ્રિય જીવ એટલે એને બુદ્ધિ નથી એમ તો કહી શકાય નહિ વળી, જગતના અનેક ચાતુરીભર્યા કાર્યોને જીવ કરે છે ત્યારે એને બુદ્ધિ નથી એમ તો કહી શકાય નહિ. (એટલે) બુદ્ધિ તો છે. હવે જ્ઞાનમાં બુદ્ધિનો ઊઘાડ હોવા છતાં અને આત્મા કહેનાર સતુશાસ્ત્રો, સત્પુરુષ આદિ મળવાં છતાં કેમ એ જ્ઞાનમાં પોતાનો આત્મા ભાસ્યમાન થતો નથી ? કે એનું આ ચોખ્ખું કારણ છે કે,
જ્યાં સુધી જીવને જગતના પદાર્થોની મહત્તા છે ત્યાં સુધી એને આત્મા ભાસે નહિ. આ સ્પષ્ટ વાત છે. જગતના પદાર્થોની મહત્તા એમને એમ જેળવાઈ રહે (અને) શાસ્ત્ર વાંચે એટલે એને સમજાઈ જાય અને આત્મા પણ ભાસે, એવું કદી બનતું નથી.
શ્રીમદ્ભુએ એક (જગ્યાએ) બહુ સ્પષ્ટ લખ્યું છે હોં ! લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય - વિશેષત્વ માનવું હોય એટલે આ (મહિમા) ! (જે અહીંયા કહે છે), તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ–સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય, આ પણ પરમાં જાય છે. ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય ? કે ન થાય. તેનો વિચાર સુગમ છે, કે ન થઈ શકે. (બીજા પત્રમાં) તો બહુ સ્પષ્ટ લખેલું છે (કે) એને (આત્મા) ભાસતો નથી. જ્યાં સુધી લૌકિક પદાર્થોનો મહિમા છે ત્યાં સુધી એનો રસ જ્ઞાન-દર્પણને મલિન કરે છે. ભલે બુદ્ધિનો ઉઘાડ છે પણ એ મિલનબુદ્ધિ
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦
[પરમાગમસા૨-૧૦૦]
છે. તેથી એમાં શુદ્ધ નિર્મળ એવું નિર્મળ ચૈતન્ય તત્ત્વ ભાસ્યમાન થતું નથી. અથવા જે આત્મતત્ત્વ શુદ્ધ નિર્મળ છે તે જ્ઞાન-સ્વભાવી છે. જ્ઞાનમાં જ્ઞાનનો જ સ્વભાવ ભાસ્યમાન થતો નથી. કેમકે જ્ઞાનને જ્ઞાનનો સ્વભાવ ભાસવા અર્થે એને જ્ઞાનથી વિરુદ્ધ એવા જડ તત્ત્વનો જે જ્ઞાનમાં રસ છે એ રસ ટાળ્યો નથી – આમ છે. શ્રીમદ્ભુએ મુમુક્ષુઓને માટે ઘણું માર્ગદર્શન આપ્યું છે.
(અહીંયા કહે છે) એક વાર આત્માના નિધાનને દેખે તો બહારના નિધાનોની નિર્માલ્યતા ભાસે.' આમ છે. એક વાર દેખે તો નિર્મૂલ્ય ભાસે અને વિચારીને નિર્મૂલ્ય કરે તો દેખે. કેમકે બન્ને એક સાથે થાય છે, વારાફરતી કરવાનો પ્રશ્ન નથી. આત્માને ઓળખવાના પ્રયાસમાં વિચારની સ્થિતિમાં નિર્મૂલ્યતા, વિચારીને આવવી જોઈએ. વિચારીને આવવી જોઈએ.
વિચારીને એટલે વિચાર તો કરવામાં આવે છે. વિચાર નથી કરવામાં આવતો એવું નથી, પણ મૂલ્ય જાય છે કે નહિ એ સવાલ છે. આની કિંમત નથી, આની કિંમત નથી, આની કિંમત નથી, એમ વિચારવા છતાં એની કિંમત ખરેખર જાય છે કે નહિ, આટલો સવાલ છે. અંદરથી ગઈ છે કે નહિ, એ સવાલ છે.
જો એને એની કિંમત જાય અને એ કિંમત છે એનું મૂળ કારણ સુખ છે. સુખની જે ભ્રાંતિ છે એને લઈને એની કિંમત છે, તો એના માટે વિચારની કઈ રીત હોવી જોઈએ ? કે જ્યાં જ્યાં એને સુખનો અનુભવ થાય, જે ખરેખર સુખ નથી પણ સુખાભાસ છે, જ્યાં જ્યાં એને સુખનો અનુભવ થાય, જે જે પરિણામમાં થાય, જે જે સંયોગમાં થાય, ઇષ્ટ સંયોગ - અનિષ્ટ વિયોગ, એ એને સુખનું કારણ છે. એમાં (એણે) ઇષ્ટપણાની, અનિષ્ટપણાની કલ્પના કરી છે. વાસ્તવિક કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ નથી અને ત્યાં સુખ છે કે સુખાભાસ છે ? (આમ) એણે અનુભવને પકડીને અવલોકીને એનું મૂલ્ય ટાળવું જોઈએ. મૂલ્ય ટાળવું જોઈએ, એની કિંમત ટાળવી જોઈએ. જ્યાં ઠીકપણું આવ્યું ત્યાં મહત્તા આવી, ત્યાં એનું મૂલ્યાંકન થઈ ગયું કે આ સારું છે. જગતમાં કોઈ જડ પદાર્થ ચૈતન્ય માટે સારો પણ નથી, ખરાબ પણ નથી. એવું જે સત્ય છે, પરમ સત્ય છે, એ કેમ બરાબર છે ? એ અનુભવમાં કેમ બરાબર છે ? વિચા૨માં બરાબર છે એમ નહિ, એ અનુભવમાં
Page #68
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા કેમ બરાબર છે ? એનો એને પ્રયાસ ચાલવો જોઈએ.
જો એ રીતે વિચારીને નિર્મૂલ્ય કર્યું હોય તો જ્ઞાનમાં મલિનતા ન રહે, (તે) ભૂમિકાની હોં ! અને એ જ્ઞાનમાં પોતાનો જ જ્ઞાન - સ્વભાવ શું છે ? કેવો છે ? એ પ્રતિભાસ થવાનો અવસર આવે અને એક વાર જો એ પોતાના નિધાનને જોવે, કે કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય મંડિત મારું સ્વરૂપ છે, તો એને જગતના કોઈ પદાર્થો મૂલ્યવાન ભાસે નહિ. નિર્મુલ્ય ભાસે છે. આખી દૃષ્ટિ ત્યાંથી ફરે છે.
(માટે કહે છે કે, એક વાર આત્માના નિધાનને દેખે તો એટલી મહત્તા આવે, એટલી મહત્તા આવે કે એક પલ્લામાં પોતાનો આત્મા. ત્રાજવાના એક પલ્લામાં પોતાનો આત્મા અને બીજા પલ્લામાં ત્રણ કાળ ત્રણ લોક (રાખવામાં આવે તો) એ ઉલડી જાય છે ! ફેંકાઈ જાય છે એ પલ્લું ! આ એવું વજનથી બેસી જાય છે કે એને તોળવા જાય તો આત્માનું પલ્લુ બેસી જાય છે અને બીજું પલ્લું ઉલડી જાય છે ! આવો અનંત મહિમાવંત આત્મા છે !! (તેથી) બહારના નિધાનોની નિમૂલ્યતા એને ભાસ્યા વિના રહે નહિ. એ ૧૦૦ નંબર થયો.
- નિજાવલોકનરૂપ પ્રયોગ, પરલક્ષ મટાડવા અર્થે અને સ્વલક્ષ થવાના હેતુથી અનુભવી મહાત્માઓએ બોધ્યો છે. તેમાં પ્રગટ ભાવોના અવલોકનના અભ્યાસ દ્વારા, સ્વભાવના અવલોકન સુધી લઈ જવાનો આશય છે. મુમુક્ષુ જીવે આ પ્રકારે માર્ગ સુધી પહોંચવા પ્રયાસ કરવા યોગ્ય છે. –પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૯૧૯)
Page #69
--------------------------------------------------------------------------
________________
“પ્રશ્ન :- આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો ?
ઉત્તર :- સાચી કોશિશ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. જ પુણ્યમાં એકતા કરે છે. રાગમાં એકતા કરી લાભ માને છે.
વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. એ બધા વિપરીત બુદ્ધિ છોડીને જ્ઞાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે.” ૧૬૨.
જે
પ્રવચન-૬, તા. ૨૮-૧-૧૯૮૩
(પરમાગમસાર) ૧૬૨૦મો બોલ).
પ્રશ્ન :- આત્મા જાણવાની કોશિશ કરીએ છીએ છતાં આત્મા જાણવામાં કેમ નથી આવતો ?
પ્રશ્રકારને કોઈ એવો અભિપ્રાય છે કે અમારો પ્રયત્ન તો છે પણ પ્રયત્નનું ફળ કેમ નથી ? આની અંદર આનું સમાધાન થયું નથી. પ્રશ્નનું અસમાધાન એ છે કે અમારો પ્રયત્ન છે, કોશિશ એટલે પ્રયત્ન, પણ એનું ફળ જે આત્માનું જ્ઞાન થવું જોઈએ, અનુભવ થવો જોઈએ એ કેમ નથી? આ પ્રશ્ન
ઉત્તર :- સાચી કોશિષ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. ઠીક !
Page #70
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
મુમુક્ષુ :- (પૂજ્ય) બહેનશ્રીએ પ્રમાદ લીધો. પૂજ્ય ભાઈશ્રી :- પ્રમાદ લીધો અને એમ કહે છે કે જીવના પરિણામ જો સ્વરૂપમાં રોકાતાં નથી, એકાગ્ર થઈને સ્વરૂપમાં આવતાં નથી, તો બીજે ક્યાંક રોકાય છે ને ! હવે, નિવૃત્ત થઈને આ પ્રકારની ઇચ્છાથી જે કાંઈ પ્રવૃત્તિ કરે એમાં શુભ યોગ અને શુભ ઉપયોગ ભલે વિશેષપણે હોય પણ એ પણ એને રોકાવાનું સ્થાન થયું ને ! બહારનાં શુભ ઉપયોગ છે અને શુભયોગ છે, અશુભ યોગો ન હોય . બીજો વ્યવસાય કે બીજી પ્રવૃત્તિ, અને શુભયોગમાં હોય - શાસ્ત્ર સ્વાધ્યાય, ચર્ચા-વાર્તા આદિ તો એ શુભયોગમાં પણ એના પરિણામ રોકાય છે ત્યારે જ જ્ઞાયક ઉપર આવતાં નથી ને ! તો એ શુભયોગમાં પણ ન રોકાય અને જ્ઞાયક ઉપર આવે એ પ્રકારનો જે પ્રયત્ન હોવો જોઈએ, એ સાચો પ્રયત્ન છે અને એ પ્રકારના પ્રયત્નનો અભાવ તે ખોટો અથવા ઊંધો પ્રયત્ન છે !! એમ લેવું છે.
જે ઊંધો પ્રયત્ન કરે છે એમાં શું કહેવું છે કે બહુભાગ જીવને શુભની રુચિ રહી જાય છે. કેમકે કષાયની મંદતાવાળા પરિણામમાં (તેને) એમ લાગે છે કે મારો ભાવ ને (મારી) ભાવના બહુ સારા ચાલે છે. એટલે એ પરિણામ ઉપરનું જે (વજન) - શુભ પરિણામ ઉપરનું જે વજન અને શુભ પરિણામનો પોતા સ્વરૂપે અનુભવ કે “આ મારા ભાવ,' “મને થયેલા ભાવ,' “મેં કરેલા ભાવ' અને “સારા ભાવ' (એમ વજન રહી જાય છે. કેમકે બીજાં અનેક પરિણામ પણ જીવને થયાં છે એટલે એને અનુભવ (તો) એ બે પરિણામનો જ છે. ત્રીજી જાતનો એને અનુભવ નથી. એટલે નીચી દૃષ્ટિમાં એને એવું લાગી આવે છે અને ત્યાં અટકે છે, ત્યાં રોકાય છે. જો (તેને) અસંતોષ રહે કે ગમે તેવા પરિણામ થાય છે, ભલે પૂર્વની અપેક્ષાએ સારા થતાં હોય તોપણ મારે એ નીચા પરિણામ સાથે આ પરિણામની સરખામણી નથી કરવી. મારે તો જે પરિણામ જોઈએ એ પરિણામ ન આવે તો આ કેમ આવે? એ પરિસ્થિતિ તેની જોઈએ. અસંતોષ રહેવો જોઈએ, તીવ્ર અસંતોષ થવો જોઈએ. જેમ જેમ કાળ જાય તેમ.
જેમ કોઈ માણસ પ્રયત્ન કરે અને એને પ્રયત્નનું ફળ ન મળે તો એને આકુળતા થાય છે કે મારી મહેનત નકામી જાય છે. મારો પ્રયાસ વ્યર્થ જાય છે. આ કેમ ચાલે ? મારા પ્રયાસનું ફળ આવવું જ જોઈએ, તો એને
Page #71
--------------------------------------------------------------------------
________________
પ૪
[પરમાગમસાર-૧૬૨] વધારે દુઃખ લાગીને જે પરિણામ) ઉત્પન્ન થાય છે એમાં જોર આવે છે. આ જોર કેમ નથી આવતું ? કે એ જે પરિણામ કરી રહ્યો છે એ પરિણામમાં એને રુચે છે. એવી જેને શુભની રુચિ (છે) એને શુદ્ધાત્માની રુચિ નથી. જેને શુભની રુચિ છે, પુણ્યની રુચિ છે એને જડની રુચિ છે, એને ચૈતન્યની રુચિ નથી. આમ છે.
એટલે શુભભાવ થાય એનો વાંધો નથી પણ એનું મમત્વ થાય કે આ ઠીક છે, સારું છે, મારું છે, સારું છે, આ પરિણામ મારું છે ને સારું છે એમ એનું મમત્વ થાય અને એ રુચે ત્યારે એનો જે પ્રયત્ન છે એ પ્રયત્નને ઊંધી દિશાનો પ્રયત્ન અહીંયા ગુરુદેવ કહે છે. એ પ્રયત્ન એનો બરાબર પ્રયત્ન છે નહિ. કેમકે સંજ્ઞી પંચેન્દ્રિય જીવના પુરુષાર્થની પર્યાય, એનો જે વિર્ય ગુણ પરિણમે છે એમાં પુરુષાર્થની જે પર્યાય છે, એ પ્રયોજનભૂત કાર્ય કરવા માટે સમર્થ છે અને જ્યાં જ્યાં અને પ્રયોજન લાગે છે ત્યાં ત્યાં એ બરાબર કામ કરી જાય છે. એટલે એનો પુરુષાર્થ નથી એ સવાલ નથી. પણ યોગ્ય પુરુષાર્થ અને અયોગ્ય પુરુષાર્થ એટલો જ સવાલ છે. પુરુષાર્થ તો છે જ, પણ પુરુષાર્થ અયોગ્ય સ્થાનમાં છે અને યોગ્ય સ્થાનરૂપ કરવો ઘટે છે. આટલી વાત છે. તો એ પુરુષાર્થનું ફળ આવ્યાં વિના રહે નહિ. રોકડું જ ફળ મળે છે. ધર્મના પ્રકરણમાં ક્યાંય ફળનું ઉધારપણું નથી. એનું ફળ તે જ કાળે રોકડું છે, તે જ સમયે રોકડું છે. એવો એ શુદ્ધોપયોગનો વેપાર તદન રોકડીઓ છે. એમાં કાંઈ આગળ-પાછળ આશા રાખીને બેસી રહેવું પડે એ પ્રશ્ન નથી. એટલે ઉત્તરમાં એ વાત લીધી છે.
સાચી કોશિશ કરી નથી. કોશિશ ઊંધી કરે છે. સાચી કોશિશ કરી નથી એટલે કોશિશ ઊંધી કરે છે. આ જરા ધ્યાન ખેંચે એવી વાત છે. નહિતર (મુમુક્ષ) એમ કહે કે કોશિશ તો અમારી સાચી છે પણ અલ્પ છે. આ વાત જરા ધ્યાનમાં લેવી કે, કે ક્યાંય પણ તને શુભની રુચિ નથી થતીને ? એનું મમત્વ નથી થતું ને ? જે પરિણામ તું કરે છે, વ્યવહાર દૃષ્ટિએ એ પરિણામ ભલે ઘણાં સારી કક્ષાના ગણાતા હોય, તોપણ એ સારી કક્ષાના પરિણામની યથાર્થતા અને સારાપણું ત્યારે જ છે કે જ્યારે એ સંબંધી પણ અંદરમાં અહમ્ ન લેવાય ત્યારે. નહિતર એ સારી કક્ષાના પરિણામમાં મમત્વ થતાં અહમપણાનું જે દૂષણ ઉત્પન્ન થયું એ એનું સાંગોપાંગ સારાપણું
Page #72
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા રહેવા દેતું નથી.
એમાં એક પ્રકારોતરને વિચારવા જેવો છે કે, કોઈ જીવ (એવો છે, જે હજી અનુભવમાં આવ્યો નથી છતાં અનુભવમાં આવે એવા પરિણામના ઉન્નતિ ક્રમનાં . ચડતાં ક્રમનાં પરિણામમાં હોય છે, ત્યારે પણ હજી એને શુદ્ધતા નથી થઈ, એ પહેલાં શુભ પરિણામ હોય છે. છતાં એ પ્રકાર એવો છે કે જેની અંદર એને એ પરિણામમાં જરાય સંતોષ નથી અને આ પરિણામ આવા સારાં થાય છે, એવું એનું વજન અને ધ્યાન પણ જતું નથી. એનું ધ્યાન જે ધ્યેય (નિજ શુદ્ધાત્મસ્વરૂ૫) ઉપર છે એ ધ્યેયને પકડવા માટે ઉગ્ર થતાં પરિણામ, ચડતાં પરિણામ - એ પોતાની પરિણામની સ્થિતિ ને લક્ષને દૂર કરે છે. (એટલે કે) એ પરિણામને લક્ષમાં જ પરિણામ લેતા નથી. પરિણામ ધ્યેયને જ લક્ષમાં રાખે છે અને વર્તમાન થતાં પરિણામ “ઠીક થયાં એવું વજન આપીને એમાં અહમ્ જ ઉત્પન્ન થતું નથી. એટલે એને રોકાવું ન થઈ અને ચડતાં... ચડતાં... ચડતાં... પરિણામ થઈને બેય સુધી પહોંચી જાય છે. (આવી) એની કોશિશ છે એ ઊંધી નથી. ત્યાં એની કોશિશ ઊંધી નહિ હોવાથી એનું ફળ પણ તરત આવી જાય છે.
જે જીવોને સ્વાનુભવમાં ઘણો લાંબો કાળ લાગે છે, તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી ઘણો લાંબો સમય જાય છે અને ગુરુદેવના (આ) વચન એક ચેતવણી આપે છે, લાલબત્તી મૂકે છે કે, જો ભાઈ ! આમાં ઊંધી કોશિશ થાય છે. જીવને એમ લાગે કે આપણે આમાં ઊંધું શું કરીએ છીએ ? જે સનાતન માર્ગની અંદર પ્રસિદ્ધ આચાર્યોના શાસ્ત્રો છે એ શાસ્ત્રોનું અધ્યયન કરીએ છીએ અને આત્મા કેવો છે ને કેવો નથી, એવી આપણે આત્માના સ્વરૂપ સંબંધી સ્વરૂપ વિચારણા અને સ્વરૂપ ચિંતવન કરીએ છીએ. એમાં ઊંધું શું હોય ? અને સતુના નિમિત્તે શું ઊંધું થાય ? આ સતું શાસ્ત્ર છે. વાણી સાંભળીએ, ગુરુદેવની ટેપ સાંભળીએ, પ્રત્યક્ષ હોય તો પ્રત્યક્ષ સાંભળીએ એમાં ઊંધું શું છે ? આપણે ક્યાં બીજે જઈએ છીએ ? (અહીંયા કહે છે) નહિ ! ત્યાં પણ આ જીવ યથાયોગ્ય પુરુષાર્થના ક્રમમાં આવીને સ્વાનુભવમાં ન પહોંચે અને સમય વ્યતીત કરે ત્યારે એને રોકાવાનો પુરુષાર્થ ચાલે છે) ! એનો પુરુષાર્થ તો છે જ પરંતુ) રોકાવા સંબંધીનો પુરુષાર્થ ચાલુ છે એ પુરુષાર્થને ઊંધો પુરુષાર્થ ને ઊંધી કોશિશ કહેવામાં આવે છે.
Page #73
--------------------------------------------------------------------------
________________
પિરમાગમસાર-૧૬૨] દેખત રીતે ભલે એ ઊંધી વાત ન હોય, પણ છતાં એમાં ઊંધાઈ છે ત્યારે રોકાણો છે, એ વાત નક્કી છે..આમાં કોઈને એમ નથી રાખ્યું કે, | (કોઈને) આમ લાગે કે કોઈના માટે એમ (વાત છે). એ કોઈ વાત નથી. એ તો વસ્તુની સ્થિતિ જ છે. એટલે ખુલ્લમ–ખુલ્લી એ વાત કરી છે.
એ ઊંધી કોશિશ કરે છે એમાં શું કરે છે ? કે પુણ્યમાં એકતા કરે છે. જુઓ ! વિષય એ જ લીધો છે. અનુસંધાનમાં જે વિષય લીધો છે એ, એ જ વિષય લીધો છે કે જીવ શુભરાગમાં એટલે કે પુણ્યમાં એકતા કરે છે. એકતા કરે છે એટલે એને સારા ગણે છે, એ ભાવોને - પુણ્યભાવો ને સારા ગણે છે. અથવા એ ભાવો કર્યા એનાથી પણ મને લાભ થયો. રાગમાં એકતા કરે છે એટલે એમાં લાભ માને છે કે આમ કરતાં... કરતાં.... કરતાં... આ લાભના પરિણામ ઓલા (શુદ્ધતાના) લાભ સુધી પહોંચી જશે ! એટલે એ પરિણામ સારા લાગે), (તેથી) આ અહમ્પણું - મમત્વપણું થાય) અને એનું રુચવું થાય). જે પરિણામ આત્માની જાતિનાં નથી, આત્માના સ્વભાવ જાતિના તો નથી પણ સ્વભાવ જાતિથી વિરુદ્ધ જાતિનાં છે, વીતરાગ સ્વરૂપથી વિરુદ્ધ એવાં રાગની જાતિનાં છે, ત્યાં એણે લાભ માન્યો છે. એટલે દુશ્મનના પડખે જઈને બેઠો છે ! પક્ષ કરે દુશ્મનનો અને આશા એમ ધરે કે મારું હિત થાય ! તો કહે છે કે એ તો અનાદિનાં તારા દુશ્મન તને હણી જ રહ્યાં છે. એના પડખે બેસીને તું શું લાભ કાઢીશ ? એના પડખે બેસીને કોઈ લાભ મળે એવું નથી પણ નુકસાન થાય.
રાગમાં એકતા કરી લાભ માને છે. વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. ,
મુમુક્ષુ :- દુશમન દુશ્મન તરીકે દેખાય તો લાભ ન માને. પૂજ્ય ભાઈશ્રી - એને લાભ માને તો કેવી રીતે દેખાય ? એ તો શ્રીગુરુ એમ કહે છે કે ભાઈ ! આ તારાં સ્વભાવથી વિરુદ્ધ જાતિનાં છે તો એ તારા દુશ્મન નહિ તો શું છે) ? તદ્દન પ્રતિપક્ષ છે. રાગ અને વીતરાગતા તદ્દન પ્રતિપક્ષ છે. સામે સામા પક્ષમાં છે. હવે તું એમાં લાભ માને છે એનો અર્થ કે તને ઓળખાણ નથી. એનું સ્વરૂપ શું છે . એની તને ઓળખાણ જ થઈ નથી. એમ છે.
વ્રતાદિમાં લાભ માની અભિમાન કરે છે. એ અભિમાન આવ્યા વિના
Page #74
--------------------------------------------------------------------------
________________
૫
કહાન રત્ન સરિતા
૫૭
રહે નહિ. જ્યારે કોઈ ક્રિયા માર્ગે વિકાસ કરવા જાય ત્યારે એ બાહ્ય ત્યાગ કરે છે. વ્રત, નિયમ, સંયમ વગેરે ગ્રહણ કરવાનો વિચાર આવે છે અને એ પરિણામમાં એને કંઈક મહત્તા ભાસે છે ! (અહીંયા) પ્રશ્ન એ ઉપસ્થિત થાય એવો છે કે તો અમારે અનુભવ થયા પહેલાં એ બધું ન કરવું ? (તો કહે છે કે) શુદ્ધમાં પણ તારે પુરુષાર્થ કરવો (છે) અને શુભમાં પણ તારે પુરુષાર્થ કરવો (છે), જો તારે ખર્ચ જ કરવો છે તો માલ સારો લે ને! એમ કહે છે. પૈસાથી ખડ પણ મળે છે અને પૈસાથી હીરા પણ મળે
છે, હવે બન્ને ચીજ મળે છે તો તારે ખડનો શું ઉપયોગ છે ? ખડની કોઈ કિંમત નથી; હીરાની કિંમત છે, એ કિંમતી ચીજ છે. તો શા માટે ત્યાં ખર્ચ ન કરવો ? આટલો સવાલ છે, બસ !
બીજું શું છે કે વ્રત કરે એનો વાંધો નથી. સહજપણે કષાયની મંદતામાં અસંયમિત પરિણામ ન થાય તો પરિણામને પરાણે અસંયમિત કરવાનો કોઈ આની અંદર પ્રશ્ન જ નથી. કેમકે આ તો નિર્દોષતાનો માર્ગ છે. (જો) એ સહજપણે થાય તો સાથે એ સાવધાની આવવી જોઈએ કે આનું મમત્વ ને આનું અભિમાન મને ક્યાંય પણ થશે તો (આ) એક અટકવાનું બહુ મોટું સ્થાન છે. એમ જો એ ચેતીને ચાલે તો તો એ વ્રત ગ્રહણ કરનારને પણ આ અભિમાનનું કે રોકાવાનું દૂષણ ઉત્પન્ન થતું નથી. પણ અંદરમ જીવ ઘણો જાગૃત હોય તો જ આ માર્ગમાં પ્રવેશ કરી શકે, નહિતર ઃ ખા માર્ગે ચડી શકે એવું નથી, કેમકે એકલાં વ્રતાદિના પરિણામનું જ અભિમાન થાય એવું નથી.
શાસ્ત્ર (સ્વાધ્યાયના વિષયમાં) પણ એવું જ છે કે એ દિશામાં ક્ષયોપશમ (વધારે) કરે અને શાસ્ત્રની જાણકારી (કરે) ને એ વિષયનો જાણકાર થઈ જાય ત્યારે પણ એને એમ લાગે છે કે મને જ્ઞાન થયું ! પેલાને ચારિત્રનું અપણું આવે છે તો આને જ્ઞાનનું અહમુપણું આવે છે.
એટલે મોક્ષમાર્ગના જે મુખ્ય બે પડખાં છે ‘સમ્યવર્ણન-જ્ઞાન-ચારિત્રનિ મોક્ષમાર્ગ’, ‘જ્ઞાનક્રિયામ્યામ મોક્ષઃ' એમ લીધું છે ને ? બે પડખાં લીધાં છે. ‘જ્ઞાનક્રિયામ્યામ મોક્ષઃ' (કહ્યું છે) તો કોઈ ક્રિયા માર્ગે આગળ વધે ને કોઈ જ્ઞાનમાર્ગે આગળ વધે. અથવા કોઈ બન્ને માર્ગે આગળ વધે કે આપણે સંયમ સહિત જ્ઞાન કરો ! (કેમકે) જ્ઞાનયિામ્યામ મોક્ષ:' કહ્યો છે. તોપણ
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૮
[પરમાગમસાર-૧૬૨] તે બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ છે). બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ (એટલાં માટે કે ત્યાગનાં પરિણામમાં મેં આ પદાર્થો ત્યાગ્યાં. (એમ થાય છે). એવા જે બાહ્ય પદાર્થ આશ્રિત પરિણામ અને જ્ઞાનમાં (જ્ઞાનમાર્ગમાં) શાસ્ત્ર આમ કહે છે, શાસ્ત્રમાં આમ કહે છે, આ શાસ્ત્રમાં આમ કહે છે ને) આ શાસ્ત્રમાં આમ કહે છે . એવાં જે શાસ્ત્રને આધારિત જ્ઞાનનાં પરિણામ છે). એ પરિણામમાં એને જો ક્યાંય મમત્વ થયું તો રોકાવાના સૌથી મોટા કારણને એણે ઊભું કર્યું છે ! એ પરિસ્થિતિ આવ્યા વિના નહિ રહે. એને અહીંયા ગુરુદેવ ઊંધો પુરુષાર્થ કહે છે.
ગુરુદેવ શું કહે છે કે આ તારો ઊંધો પુરુષાર્થ છે. અને આ સંભવિતતા જોઈને (એટલે કે) બહુભાગ જીવોનું પ્રાયઃ જીવોનું આ પ્રકારે અટકવું જોઈને ચેતાવવામાં આવે છે કે જો જો પરિણામ તો આવા થવાનો આ પ્રસંગ છે. સંયમના પરિણામ ધારણ કરવાનો પણ વિકલ્પ આવશે અને વ્રતાદિનું ગ્રહણ થશે. શાસ્ત્ર સ્વાધ્યાયના પરિણામનો પણ વિકલ્પ આવશે અને શાસ્ત્ર સ્વાધ્યાય આદિ પણ થશે. આ માર્ગે આવનારને બન્ને પ્રકારના પરિણામ થવાનો આ વિષય છે. ત્યારે સાથે સાથે ચેતવણી કહીયે છીએ કે અહીંયા અટકવાની પણ બહુ મોટી જગ્યા છે. એ પડખું સંભાળી લેજો તો તમે અટકશો નહિ અને તમને યથાર્થ લાભ થશે, જે જોઈએ તે લાભ થશે. નહિતર લાભને બદલે નુકસાન થશે. આ પરિસ્થિતિ છે.
એટલે એમ કહે છે કે “વતાદિમાં આદિમાં આ બધાં પ્રકાર લઈ લેવો. આદિની અંદર શાસ્ત્રજ્ઞાનનો પ્રકાર પણ લઈ લેવો જોઈએ. ‘વ્રતાદિમાં લાભ મૌની ને જીવ) અભિમાન કરે છે. એ બધી વિપરીત બુદ્ધિ છોડીને..' એમ કહે છે. એ બધી વિપરીત બુદ્ધિ છે એમ કહે છે, (રાગમાં) લાભુ માનવો, મમત્વ કરવું, અંદરમાં સુચવું - એ બધી વિપરીત બુદ્ધિ છે. એ બધી વિપરીત બુદ્ધિ છોડીને લાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે.'
અહીંયા શબ્દનો પ્રયોગ છે એ દિશા સૂચક છે. આત્માની સન્મુખ દેખે એમ કહ્યું. તારા સતું શાસ્ત્રમાં લાગેલા) પરિણામ પણ પરપદાર્થ આશ્રિત છે. સતું શાસ્ત્રના જ્ઞાનમાં પણ પરપદાર્થ આશ્રિત પરિણામ) છે અને તારાં વ્રતાદિમાં પણ પર પદાર્થ આશ્રિત પરિણામ છે. એ દિશાથી પલટો મારીને
ક,
માન
અકમ ના
Page #76
--------------------------------------------------------------------------
________________
*
-
-
-
-
-
કહાન રત્ન સરિતા એમ કહેવું છે. "
મુમુક્ષુ - પેલા જડ આશ્રિત છે. પૂજ્ય ભાઈશ્રી : જડ આશ્રિત છે, પર આશ્રિત છે અને અંતઃતત્ત્વ સ્વરૂપ જે જ્ઞાયક આત્મા એ જ્ઞાયકમૂર્તિ આત્માની જ્યારે સન્મુખ દેખે . પરિણામની દિશા પલટાવીને અંતર્મુખ થાય ત્યારે આત્મા જાણવામાં આવે છે. ત્યાં સુધી આત્મા જણાતો નથી. આ શું કહે છે ? કે મારો આત્મા આવો ! મારો આત્મા આવો ! મારો આત્મ આવો ! એવા વિકલ્પના કાળમાં વિકલ્પ છે એ તો ચોખ્ખો ઉદયને અનુસરતો જીવનો પરિણામ છે, પરાશ્રિત પરિણામ છે. ભલે બહારમાં કોઈ શાસ્ત્રનું કે બીજું નિમિત્ત ન હોય તોપણ. સ્વરૂપ ચિંતવનનો વિષય લઈએ કે, હું જ્ઞાનસ્વરૂપ આત્મા, હું લાયકમૂર્તિ. હું આનંદ સ્વરૂપ, હું પરિપૂર્ણ સ્વરૂપ એવા) જે વિકલ્પ છે તે કર્મના ઉદયનો આશ્રય કરીને ઉત્પન્ન થયેલો ભાવ છે. એ પરાશ્રિત પરિણામ પર સન્મુખ પરિણામ છે અને એનો વિષય જ્ઞાયક નથી. એ વિકલ્પનો વિષય જ્ઞાયક નથી. આમ છે. એટલે એમ કહે છે કે એવા વિકલ્પમાં . મેં આત્માનો એ વિકલ્પ કર્યો તે સારો કર્યો - એ વિકલ્પનું મમત્વ એની એકતાબુદ્ધિને પ્રસિદ્ધ કરે છે !! નુક્સાનમ્ન પ્રવૃત્તિ થઈ ગઈ. ને એટલે એમ કહ્યું છે કે રાગ અને જ્ઞાન જુદાં છે. સ્વરૂપનું ચિંતવન થાય ત્યારે પણ સ્વરૂપ સંબંધિત ઉત્પન્ન થયેલો વિકલ્પ તે રાગ છે અને જ્ઞાન એનાથી જુદી જાતની ચીજ છે, જુદી જાતનો ભાવ છે. એક અનાત્મ ભાવ છે, એક પરભાવ છે અને એક સ્વભાવ છે. એ સ્વભાવમાં અહમ્પણાનો પુરુષાર્થ થવો જોઈએ અને જ્ઞાયકમૂર્તિ (આત્માની સન્મુખ દેખે) એટલે અંતર્મુખ થવું એમ કહેવાય). અંતર્મુખ થવું એટલે જ્ઞાનને જ્ઞાનના વેદનનો અનુભવ થવો. જ્ઞાનમાં જ્ઞાન વેદનનો અનુભવ થવો – એને અંતર્મુખપણું અથવા સ્વસમ્મુખ (કહે) છે. ત્યારે એણે રાગની ભિન્નતા કરી એમ કહેવામાં આવે છે. એવો એણે અભ્યાસ કરવો જોઈએ. અંદર ભેદજ્ઞાનનો એવો અભ્યાસ કરવો જોઈએ.
એ વાત કાલે પૂજ્ય બહેનશ્રીએ લીધી હતી કે ભેદજ્ઞાનના અભ્યાસમાં પુરુષાર્થ વધારવો જોઈએ. ભેદજ્ઞાનના અભ્યાસથી પુરુષાર્થને વધારવો જોઈએ.
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૦
[પરમાગમસાર-૧૬૨]
ભલે એમાં વિકલ્પ ઊઠે છે, એમાં રાગ ઉત્પન્ન થાય છે કે હું આત્મા આવો ! આત્મા આવો ! પણ એ વિકલ્પ તે હું નથી. વિકલ્પનો (પોતાપણે) સ્વીકાર ન આવવો જોઈએ અને વિકલ્પમાં સ્વીકાર ન આવે એટલે એમાં મમત્વ કાનો પ્રશ્ન જ નથી. ઊલટાનો એ વિકલ્પથી જુદો હું જ્ઞાયકમૂર્તિ છું એવો એક પ્રયત્ન થવો જોઈએ, એને ભેદજ્ઞાનનો પ્રયત્ન કહે છે. એ ભેદજ્ઞાનના પ્રયત્નમાં એણે એકતાબુદ્ધિ તોડીને રાગ ઊભો ન થાય એવા શાયકના અહપણાના તીવ્ર પરિણામ પુરુષાર્થથી કરવા જોઈએ. જેથી અનાદિની એકત્વબુદ્ધિ તૂટીને એકવાર નિર્વિકલ્પ સ્વાનુભવ થાય તો એ ત્યાર પછી વિકલ્પમાં આવે તોપણ વિકલ્પથી છૂટી (ભિન્ન) એની જ્ઞાનધારા સળંગપણે કામ કરે અને પોતે છૂટો ને છૂટો રહે. પૂર્ણ વીતરાગતાના અભાવનાં કારણે ભલે અવસ્થામાં રાગાંશની ઉત્પત્તિ થાય તોપણ પોતે છૂટો રહી શકે. પોતે છૂટો રહી શકે તો પોતાનું સાધન છૂટો રહીને કરી શકે. પણ જો રાગની એકતામાં બંધાયેલો રહે અને રોકાયેલો રહે તો સ્વરૂપ સાધન એમાં બિલકુલ થતું નથી. આ પરિસ્થિતિ છે,
પ્રશ્ન :- મિથ્યાદ્ગષ્ટિને રાગધારા ચાલુ જ છે, જ્ઞાનધારા કેમ ચાલુ થતી નથી ?
સમાધાન :- મિથ્યાદષ્ટિને સમ્યગ્દર્શનમાં મિથ્યાત્વનો અભાવ ન થાય ત્યાં સુધી છૂટી જ્ઞાનધારા ઉત્પન્ન થતી નથી. પણ એને પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે એમ રાગથી ભિન્ન પડવાનો અને જ્ઞાયકમાં અભેદ થવાનો પુરુષાર્થ કરવો જોઈએ.
જેને પોતાના આત્મા સંબંધીના ઉત્પન્ન થતાં રાગમાંથી પણ ખસવાની તૈયારી છે, એ બહારમાં પંચેન્દ્રિયના વિષયમાં અને ઉદયનાં રાગમાં રોકાવાનો નથી અને એમાં એને ૨સ આવવાનો નથી. નહિ તો શું છે કે જીવને જડમાં સુખબુદ્ધિ છે. એ નિર્ણય બદલવો જોઈએ. (કારણ કે) ત્યાં સુધી એને ઉદયના કાળમાં એનો રસ આવે છે. એ રસવાળા પરિણામ છે એ એને ઘણાં નુકસાન કરતાં પરિણામ છે. એને એનું (આત્મહિત કરવાનું) નથી. કેમકે એ શક્તિ ખર્ચે છે. જ્યારે રસ લ્યે છે
બળ ઉત્પન્ન થવા દેતાં
પરભાવમાં રસ લ્યે
-
છે ત્યારે એની શક્તિ એમાં ખર્ચાય છે. એટલે એની સ્વરૂપની શક્તિ કામ કરતી (નથી). (અર્થાત્) સ્વરૂપ સન્મુખ થવાના એના પુરુષાર્થની જે શક્તિ
Page #78
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૬૧
છે તે કામ કરતી નથી. ચૈતન્યરસ એણે જગાડવો જોઈએ. એ રસની તો વાત ચાલી છે.
(બોલ - ૧૫૮) ‘ચૈતન્યતત્ત્વનો રસ લગાડવાથી આત્મામાં સંસ્કાર પડે છે. સંસ્કાર દૃઢ થાય છે.' એ સંસ્કાર ભેદજ્ઞાનના પ્રયાસમાં થાય છે. એટલે એ વાત આમાં નાખી દીધી (કે) એ “ભેદજ્ઞાનના સંસ્કાર દઢ થતાં થતાં ફડાક દઈને સ્વાનુભવ થઈ જાય છે.' એ ચઢતી (શ્રેણીના) ક્રમની વાત લીધી. એ ચડતીના ક્રમવાળા ઉન્નતિનાં ક્રમવાળા પરિણામમાં કેવી સ્થિતિ હોય એ વિષય ત્યાં ચાલી ગયો.
-
(આ ચાલતા બોલમાં) કોઈ જીવ રોકાઈ જાય છે (અર્થાત્) એ પ્રકારનાં પરિણામ નથી કરતો છતાં બહારમાં સત્ત્શાસ્ત્ર અનુસાર જ્ઞાનનાં પરિણામ અને વ્રતાદિ અનુસાર સંયમના પરિણામ - એ બન્ને પ્રકારનાં પરિણામ કરતો જોવામાં આવે છે, છતાં એનું ફળ કેમ નથી ? (તો કહે છે) એ જીવ ત્યાં રોકાયેલો છે. એણે ત્યાં અહમ્બુદ્ધિ કરી છે. સ્થૂળપણે, કે સૂક્ષ્મપણે એણે અભિમાન કર્યું છે. બીજી રીતે કહીએ તો એ અભિમાનનું પાપ કર્યું છે. મિથ્યાત્વ એ પાપ જ છે ને ! એટલે એ જીવની કોશિશ ને પ્રયત્ન ઊંધી દિશામાં વર્તે છે. એનું ફળ એને સવળું આવે એ વાત રહેતી નથી. એણે આખે આખી દિશાનો પલટો મારવો જરૂરી છે. શાસ્ત્ર જ્ઞાનનાં ને સંયમનાં પરિણામ થાય છે એ પર્યાપ્ત નથી. (એણે) દિશા બદલાવવી જોઈએ અને દિશા બદલાયા વિના દશા બદલાય એવું તો કદી બનતું નથી.
પ્રશ્ન :- ચૈતન્યરસ ઉત્પન્ન કરવા માટે શું કરવું જોઈએ ?
સમાધાન :- ચૈતન્યરસ ઉત્પન્ન કરવાં માટે એને સાચા સુખની તૃષા અને પિપાસા ઉત્પન્ન થવી જોઈએ. જ્યારે તરસ લાગે છે ત્યારે એક ક્ષણ એવી આવે છે કે પાણી વિના ચાલતું નથી. સામાન્ય તરસ હોય તો માણસ ચલાવી શકે છે (કેમકે) વાંધો નથી. પણ જો પાણી મળે જ નહિ, તરસ લાગ્યાં પછી પાણી મળે જ નહિ તો પરિસ્થિતિ બગડે છે અને એ પરિસ્થિતિ એવી બગડે છે કે પ્રાણ છૂટી જાય છે ! એ પરિસ્થિતિને એમ કહેવાય છે કે પાણી વગર હવે ચાલશે નહિ. એમ આની (સાચા સુખની) તરસ લાગવી જોઈએ....
જો કે શ્રીમદ્ભુ તો એમ જ કહે છે કે આ વિષય એટલો બધો કિંમતી
Page #79
--------------------------------------------------------------------------
________________
*
* * * *
*
*
પિરમાગમસાર-૧૬૨] છે કે જેને એની તૃષા ન લાગી હોય ત્યાં એ વિષય સંબંધિત પરિશ્રમ કરવો વ્યર્થ છે. તૃષાતુરને પાણી પાયાની મહેનત કરજો.' - એવું એક વચન લખ્યું છે. એનો અર્થ એ છે કે જેને તરસ ન લાગી હોય એને આ પરાણે પીવડાવવાની કોઈ મહેનત કરશો નહિ), એથી, કોઈ એનું ફળ નીકળવાનું નથી. કેમકે એ લેવાનો જ નથી, પીવાનો જ નથી. આ પરિસ્થિતિ છે. એટલે જ તૃષા લાગે અને એ તૃષા પણ વધે ત્યારે શુદ્ધાત્મ તત્ત્વ - ચેતન્ય તત્ત્વનાં સંસ્કાર પડે. એનો ખરો રસ એને લાગ્યો છે એ પરિસ્થિતિ ત્યાં ઉત્પન્ન થઈ છે. નહિતર ત્યાં સુધી એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ નથી.
સમ્યગ્દર્શન થવું એટલે પરમાત્માની પર્યાયમાં પધરામણી થાય છે. એ પરમાત્માને પધારવા માટે પરમાત્માને સાનુકૂળ આંગણું તો ચોખ્ખું જોઈએ કે નહિ ? પર્યાય તો એનું આંગણું છે. બહારમાં સારા મહેમાન આવવાના હોય તો ઘર સાફસુફ કરીને રાખે છે અને આંગણું ચોખ્ખું કરે છે અને રાજા-મહારાજા કે વડા પ્રધાન જેવા આવવાનાં હોય તો તો વળી વિશેષ શોભા કરે. અરે ! ધર્મી આવવાના હોય તોપણ ઘરે શોભા કરીએ છીએ.
લ્યો ને ! આપણે એ દિશામાં વળેલા છીએ કે, ગુરુદેવ પધારવાના છે, કે કોઈપણ ધર્મી પધારવાના છે તોપણ (બધું) કરીએ છીએ. પરમાત્મા પધારે એને માટે એને યોગ્ય તૈયારી નહિ ? એ વાત તો કાંઈ સુસંગત રહેતી
નથી.
" એટલે અહીંયા કહે છે, “એ બધી વિપરીત બુદ્ધિ છોડીને જ્ઞાયકમૂર્તિ આત્માની સન્મુખ દેખે ત્યારે આત્મા જાણવામાં આવે છે. ત્યારે ખરેખર આત્મા જણાય છે. સમ્મુખ થાય અને આત્મા ન જણાય એવું બનતું નથી. પણ પરસમ્મુખ (રહીને) જ્યાં સુધી પર ભાવનો મારાપણે અનુભવ કર્યા કરે ત્યાં સુધી તો કોઈ રીતે સ્વસમ્મુખતા થાય નહિ.
આ આત્મભાવ છે અને આ પરભાવ છે . એમ અંદરમાં ભાવોની વહેંચણીમાં - ભેદજ્ઞાનમાં ઊતરવું જોઈએ. એવું સ્વીકાર્ય કરવાની ઘણી ધગશ અને ઘણી લગની હોય ત્યારે જ એવા કાર્યનો અંતરંગમાં પ્રારંભ થાય છે, નહિતર પ્રારંભ થતો નથી. ભલે એ સાંભળ્યું હોય કે આવું કરવા જેવું છે, પણ જીવ અંદરમાં એ કરી શકતો નથી. કેમકે એની ધગશ નથી અને એ ધગશ નથી એમ તું કહે છે (તો) હજી બીજે બીજે કાર્ય કરવાની ધગશ
Page #80
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
છે. એની ધગશ બદલી નથી.
પ્રશ્ન :- મને મારું સાચુ સુખ મારા સ્વભાવમાંથી જ મળશે એમ પહેલાં દૃઢ નિર્ણય કરે ?
૬૩
સમાધાન :- દૃઢ નિર્ણય કરીને અંદરમાં રાગથી ભિન્ન પડવાં માટે (પ્રયત્ન કરવો જોઈએ) એને ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે રાગ થાય છે કે નહિ ? ઉદય તો ધારાવાહિ ચાલુ છે. ક્યારે ઉદયનો પ્રસંગ નથી ? તો એને સર્વકાળે સાવધાની આવવી જોઈએ કે આ જેટલાં ઉદયના રાગ થાય છે એમાં ‘હું પણે' જ કેમ થાય છે ? જેમાં અહપણું મટાડવું છે એમાં હું પણું થઈ રહ્યું છે આ નુકસાન છે એ મારે ક્યાં સુધી ચાલુ રાખવું ? ઘી ઢોળાતું હોય એ મારે ક્યાં સુધી જોયા કરવું ? ઘરમાં ચોર ગર્યો (ઘૂસ્યો) અને તિજોરી ખોલી નાખીને એક પછી એક એ દાગીના કાઢે છે, (તે) ક્યાં સુધી જોયા કરીશ તું ? કોઈ એમ કહેશે ? કે તમે સૂઈ ગયા છો પણ આ ઘરમાં ચોર ગર્યો છે. અવાજ કરે છે તમને ખબર નથી ? તો કહે ખબર છે અવાજ કરે છે. પણ અવાજ કરે છે એમાં ચોરી કરી રહ્યો છે એ ખબર છે ? તો કહે કે એ પણ મને ખબર છે ! તો એમ કહીએ કે, શું પણ તમને ખબર છે, ખબર છે ? આ શું તમને ખબર છે કાંઈ ? ઘરનો સભ્ય હોય તો એમ જ કહે કે શું કપાળ તમને ખબર છે ? આ તમે શું જોઈ રહ્યાં છો ? એમ જ કહે. આ લૂંટે છે, ઓલો (ચોર) લઈ જાય છે બધું ! પ્રશ્ન :- એ તો પ્રત્યક્ષ લાગે છે કે આ ખાલી થઈ જશે, આખું ઘર ખાલી થઈ જશે. એમ અહીંયા લાગવું જોઈએ ને ?
સમાધાન :- આ પણ લાગવું જોઈશે. આ એકત્વબુદ્ધિનું નુકસાન અનંત પરિભ્રમણનું ને અનંત જન્મમરણનું કારણ છે. કેન્સરથી વધારે ભયંકર રોગ છે. અનંત કેન્સરની ખાણ છે ! એ વાત જ્યારે દેખાશે ત્યારે જ એની ભયંકરતા ભાસશે અને ત્યારે જ એનું મમત્વ સાચા પ્રકારે છૂટશે. નહિતર સાચી રીતે એનું મમત્વ નહિ છૂટે. એમ છે.
(એટલે અહીંયા) કહે છે કે (આત્મ) સન્મુખ થવું અને ત્યારે જ આત્મા જણાશે. એટલે કે પરાન્મુખતા છોડવી ત્યારે જ આત્મા જણાશે. એ ૧૬૨ બોલ પૂરો થયો.
Page #81
--------------------------------------------------------------------------
________________
“પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો
-
હોવું જોઈએ ને ! અનંત ગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ? કાં પરનું અભિમાન, કાં રાગનું અભિમાન, કાં પોતે ક્યાં અટકે છે તેની ખબર નથી (વગેરે.) તેથી અંતરમાં જઈ શકતો નથી.’
૧૬૮.
પ્રવચન-૭, તા. ૫-૨-૧૯૮૩
(પરમાગમસાર) ૧૬૮, પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને ?’ સમયસારના ૨૩૮ કળશ ઉપરનાં (પૂજ્ય ગુરુદેવશ્રીના) પ્રવચનમાંથી આ ૧૬૮ નંબરનો બોલ છે. કહે છે કે કોઈ જીવ સત્ શાસ્ત્રો દ્વારા અનેકવિધ પ્રકારે વ્યવસ્થિતપણે પદ્ધતિસર જ્ઞાનાભ્યાસ કરે છે અને વસ્તુના સ્વરૂપને સમજે છે, સાથે સાથે બહારમાં પણ કષાયની મંદતા આદિ યોગ્ય વ્યવહારમાં પણ પ્રવર્તે છે. સત્ શાસ્ત્રથી સમજે, સત્ ગુરુથી સમજે, અનુભવી જ્ઞાનીથી સમજે. બહા૨થી વ્યવસાય આદિથી નિવૃત્તિ લઈને સત્ સમઁજવા માટે (નિવૃત્તમાં રહે). આ તો સોનગઢમાં વાતો ચાલી છે એટલે ઍ પ્રકાર ભયો છે ને ! (એટલે ગુરુદેવશ્રીને) ખબર છે કે કેટલાંક માણસો બહારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈને સમજવા માટે અહીંયા રહે છે, નિવાસ "કરે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
અહીંની પ્રવૃત્તિમાં સવારથી ઊઠીને પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, વ્યાખ્યાન આદિ જે પ્રવૃત્તિ છે, એમાં કોઈ પાપ પ્રવૃત્તિ નથી. સવારથી સાંજ સુધીની શુભયોગની પ્રવૃત્તિ હોવા છતાં અને આ બધું વ્યવસ્થિત રીતે સમજાયાં છતાં (આત્મહિત થતું નથી). સમજીને વિદ્વત્તા આવી જાય ત્યાં સુધી સમજે ! સમજતાં સમજતાં વિદ્વત્તા આવતી થાય ત્યાં સુધી સમજે. જે સમજે એ બીજાને સમજાવી શકે એવી પરિસ્થિતિમાં પણ સમજણ પરિણમે. પણ પોતે અંદરમાં નથી જઈ શકતો ! શું વાત કરે) છે ? પોતે અંદરમાં નથી જઈ શકતો, એટલે અંતર્મુખ થઈને અનુભવ નથી કરી શકતો. તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને ? એમ કહે છે. કેટલો કેટલો વિષય ગુરુદેવે ચચ્યું છે ! પ્રવચન આપતાં આપતાં ઘણી વાતો ખોલી છે.
પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને?” કારણ ન હોય અને કાર્ય બને . એમ તો બનતું નથી. સમજાય છે એમ કહે, ગુરુદેવ જેટલું કહે છે તે બધું સમજાય છે, નથી સમજાતું એવું કાંઈ લાગતું નથી. સામાન્ય રીતે આ અનુભવ છે. જે લોકોએ બરાબર બુદ્ધિને Ápply કરી છે કે આ સમજવું છે, (આપણે) અહીંયા સમજવા આવ્યાં છીએ. એ સમજવાની બુદ્ધિથી એ આવે છે ત્યારે એને સમજાય છે, નથી સમજાતું એમ નથી.
હવે કહે છે કે સમજાય છે છતાં... આ ચર્ચા આ ઠેકાણેથી કરવી છે કે સમજાય છે છતાં પોતે અંતરમાં નથી જઈ શકતો તેનું કોઈ કારણ તો હોવું જોઈએ ને ? એમાં શું થાય છે કે (આ સમજવાવાળાને) Theory સમજાય છે. વ્યાખ્યાન દ્વારા જે કોઈ વ્યાખ્યા થાય છે તે સમજાય છે. વ્યાખ્યાના સમૂહરૂપ જે વચનો છે તેને વ્યાખ્યાન કહેવામાં આવે છે. તેથી તો એનું નામ વ્યાખ્યાન એમ થયું. એ વ્યાખ્યા એટલે Theory સમજાય છે. પણ પ્રયોગ કેમ કરવો ? એ પ્રયોગમાં સમજાતું નથી. એટલે અહીંયા સમજણનો પણ એક ભ્રમ થાય છે ! શું થાય છે ? સમજણનો પણ એક ભ્રમ થાય છે કે, સમજાય છે બધું ! પણ અનુભવ થતો નથી. એટલે એ સમસ્યા ઊભી રહે છે, એ પ્રશ્ન ઊભો રહે છે કે આ સમજાય છે ને અનુભવ કાં થતો નથી ? પછી પોતે ને પોતે સમાધાન કરે છે કે પુરુષાર્થ ઊપડતો નથી. એટલે અનુભવ થતો નથી !!
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૬
[પરમાગમસાર-૧૬૮]
પણ પુરુષાર્થ કેમ ઊપડતો નથી ? એ પણ સમજાવું જોઈએ ને ? ત્યારે બધું સમજાયું એમ કહેવાય. અથવા તો સમજાય છે છતાં અનુભવ કેમ નથી થતો ? એ પ્રશ્ન પણ ન રહે ત્યારે બધું સમજાયું કહેવાય. પ્રશ્ન રહે ત્યાં સુધી બધું સમજાયું એમ તો વાત રહેતી નથી. એટલે એ વિષયને પણ ગુરુદેવશ્રીએ ચર્ચો છે. આવી વાત અનેકવાર નીકળે છે. ધ્યાન જાય તો ખ્યાલ આવે નહિતર ઉપર ઉપરથી ચાલ્યું જાય છે.
(અહીંયા) કહે છે કે એનું પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને ? અનંતગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ?” શું કહે છે ? કે અનંત ગુણ જેમાં ભર્યા છે, અનંત ગુણ ભરેલાં છે, અનંત ગુણથી જે સભર છે, આત્મસ્વરૂપ અનંત ગુણ સમૃદ્ધ છે. એ અપાર મહિમાવંત છે, મહિમાધારી છે (એટલે કે) અપાર મહિમાને જે ધારણ કરે છે. થોડો ઝાઝો એમ નહિ (પરંતુ) જેનો કોઈ પાર નથી - સીમા નથી, એવો મહિમાધારી પદાર્થ છે. આખે આખું અખંડ સિદ્ધપદ અંદરમાં - દેહ દેવળમાં બિરાજે છે ! એવું મહા સિદ્ધપદ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ? એમાં કેમ જતો નથી ? એનું પણ કોઈ કારણ હોય છે માટે જતો નથી.
-
દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્મસ્વરૂપને દ્રવ્યાનુયોગનાં મૂળ વસ્તુસ્વરૂપનાં પ્રકરણથી સમજવામાં આવે તો આત્મ દ્રવ્યમાં અનંત મહાન ગુણો છે ! અનંત દિવ્યગુણો છે !! અને એવાં અનંત દિવ્યગુણોનો ધારક પદાર્થ, મહાસત્તાધારી ચેતન્ય પદાર્થ કેવો છે ? કે સાક્ષાત્ સિદ્ધપદ જેવું છે તેવું અંતરમાં આત્મપદ છે.
હવે એવું પદ હોવા છતાં - (એવો) પોતે હોવા છતાં એનો અનુભવ પોતાને કાં ન થાય ? આ સવાલ છે. એવું સ્વરૂપ પોતાનું છે, નિજ પદ છે છતાં એનો અનુભવ પોતાને કાં ન થાય ? આ પ્રશ્ન છે. એનું પણ કોઈ કારણ તો હોવું જોઈએ ને ? (સમાધાન આમ છે કે) જેનો એને અનુભવ ક૨વો ઘટે છે, એનો અનુભવ નહિ કરતાં એ અન્ય દ્રવ્ય ને અન્ય ભાવનો અનુભવ કરવામાં રોકાય છે. ત્યારે એને અનુભવ થતો નથી.
નહિતર આમ પણ તર્ક થાય કે અમારી ઇચ્છા તો ઘણી છે. અરે ! અમારી ભાવના પણ ઘણી છે કે અમે સમ્યગ્દર્શન પૂર્વક અમારા શુદ્ધ
Page #84
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા આત્મપદનો અનુભવ કરીએ અને એ ભાવનાથી બાહ્ય નિવૃત્તિ લઈને શાસ્ત્ર સ્વાધ્યાય આદિની પ્રવૃત્તિ, સમજવાની પ્રવૃત્તિ, સત્ સમાગમમાં રહેવાની પ્રવૃત્તિ કરીએ છીએ. પણ અનુભવ થતો નથી એનું શું કરવું ? (તો કહે છે કે, રાગાદિ પરિણામ ક્ષણે ક્ષણે જે તે કાળે ઉત્પન્ન થાય છે . ‘તેવો . તેટલો હું એવો એને અનુભવ થયા કરે છે. પર ભાવમાં વિશેષ - તીવ્ર એકાગ્રતા થાય તો તે પરભાવનાં વિષયભૂત પાંચ ઇન્દ્રિયનાં વિષયો છે તેનો મને અનુભવ થાય છે . એમ પણ એ અનુભવે છે. સ્પર્શેન્દ્રિયનો વિષય (લઈએ). મને ઠંડીનો અનુભવ થાય છે, ગરમીનો અનુભવ થાય છે, (રસના ઇન્દ્રિયમાં) ખારું, ખાટું, તીખું, ગળ્યું એવા સ્વાદનો અનુભવ થાય છે. (ઘાણેન્દ્રિયમાં) સુગંધ-દુર્ગધનો અનુભવ થાય છે. એમ એને પર પદાર્થનો પણ અનુભવ થાય છે. એ પરમાં તીવ્ર એકત્વ બુદ્ધિ થતાં રાગ અને રાગના વિષયને પણ એ સ્વપણે અનુભવે છે. રાગને તો અનુભવે છે પણ રાગના વિષયને પણ એ સ્વપણે અનુભવે છે અને જ્યાં સુધી એવો વિપરીત અનુભવનો પ્રકાર મટે નહિ ત્યાં સુધી એને શુદ્ધાત્મસ્વરૂપનો અનુભવ થાય નહિ. આ પરિસ્થિતિ છે. આ એનું કારણ છે.
“અનંત ગુણનો અપાર મહિમાવંત પ્રભુ છે તેમાં ન જવાનું કોઈ કારણ તો હશે ને ?' આમાં એક વાત શું છે? કે દીનતાના - વિભાવના પરિણામમાં
હ્યાં રહ્યાં પણ એક જાગૃતિનો પ્રકાર આવે. સમજણથી એમ સમજ્યો છે કે આ વિભાવ - વિકાર દુઃખમય છે, વર્તમાન દુઃખમય છે, ભવિષ્યમાં પણ એ દુઃખનું જ નિમિત્ત થાય એવા કર્મને બંધન પામવાનું એ નિમિત્ત છે. વર્તમાનભાવ પણ નવા કર્મ બાંધવાનું નિમિત્ત છે. તેથી ભવિષ્યમાં પણ દુઃખનું જ નિમિત્ત છે. એટલે કે આ આત્માને એ નુકસાનનું કારણ છે. ત્યારે સમજણ એક એવી સ્થિતિ છે કે નુકસાનથી બચવા માટે જીવને પ્રેરણા કરે છે, પ્રેરે
જો સમજણના કાળમાં ગંભીરતાથી સમજણ કરી હોય, લાભ-નુકસાનની ગંભીરતા સમજાઈ હોય તો એને વર્તમાન ચાલતાં વિભાવ પરિણામમાં જાગૃતિ
વ્યા વિના રહે નહિ. આ જાગૃતિ છે એ જ મુમુક્ષુતાનું લક્ષણ છે. મુમુક્ષુમંડળમાં લવાજમ ભરે તે મુમુક્ષુતાનું લક્ષણ તો નથી, પણ ખરેખર તો પૂજા, ભક્તિ ને સ્વાધ્યાય કરે તે પણ મુમુક્ષુતાનું લક્ષણ નથી ! અંદરમાં
Page #85
--------------------------------------------------------------------------
________________
૬૮
[પરમાગમસાર-૧૬૮] જે વિભાવ પરિણામ ચાલે છે એમાં એને જાગૃતિ આવે કે આ નુકસાનનું કારણ છે ત્યારે એને મુમુક્ષુતા જાગી છે એમ કહેવામાં આવે છે. એ એનું ભાવ લક્ષણ છે. બાકી બધાં બહારનાં દ્રવ્ય લક્ષણ છે. દ્રવ્ય અને ભાવે ગણાય ને ? દ્રવ્ય આમ છે) ને ભાવે આમ (છે). (જાગૃતિમાં આવે ત્યારે એને વિભાવ રસ મંદ પડે. જો વિભાવરસ મંદ પડે તો એની સમજણ છે એ વધારે કામ કરતી થાય અને એ સમજણમાં એને પોતાનું જ જે જ્ઞાન સ્વરૂપ આત્મસ્વરૂપ છે, એ સમજાય. સમજાય એટલે પ્રતિભાસે. પ્રતિભાસે એટલે ઓળખાણ થાય અને ઓળખાણ થાય તો અનંત ગુણ ભંડાર છે એનો મહિમા આવ્યા વિના રહે નહિ. * શ્રીમજી લખે છે - જ્યારે કોઈપણ મુમુક્ષુ જીવની પરિણતિ એવી દશાને પામે કે જે કાંઈ માયિક સુખ છે; માયિક સુખ એટલે આ જગતમાં કહેવાતું સુખ છે (તેને માયિક સુખ કહે છે); એવા (માયિક સુખના પ્રસંગો પ્રાપ્ત થવા છતાં તે તે અનુકૂળતાનાં પ્રસંગોમાં થતાં જે પરિણામ, તે પરિણામમાં તેને મૂંઝવણ થાય. જ્યારે જગતના કહેવાતાં સુખમાં, સુખ થવાને બદલે મૂંઝવણ થાય ત્યારે તે જીવની મતિ ગુણથી ઉત્પન્ન થતાં સુખમાં જાય છે. આ બહુ સુંદર વિષય છે ! અવગુણના કાળમાં જે સુખ થાય એમાં સુખ થવાને બદલે મૂંઝવણ થાય. * (આ) એમણે બહુ સારો વિષય ખોલ્યો છે. કોઈપણ માણસ. કોઈ પણ જીવ જ્યારે મૂંઝાય છે ત્યારે રસ્તો કાઢે છે. જ્યાં સુધી મૂંઝાય નહિ ત્યાં સુધી રસ્તો કાઢે નહિ. રસ્તો કાઢવાનો આ એક છેલ્લો તબક્કો છે. સામાન્ય રસ્તો કાઢવાનો વિચાર આવે ત્યારે સામાન્ય વિચાર કરે ને રસ્તો ન મળે તોપણ એનું ગાડું ચાલે. (મુમુક્ષુજીવને જ્યાં સુધી) સામાન્ય જિજ્ઞાસા છે ત્યાં સુધી એમ ને એમ સામાન્ય પ્રશ્નો પૂછે ને સાંભળી લે. ઠીક છે ને સારું છે ને એમને એમ (ચાલે). પણ મૂંઝવણ થાય અંદરમાં તો રસ્તો શોધે). જેમ કોઈ નાક દબાવે, તો નાક દાબે ત્યારે એને એવી મૂંઝવણ થાય કે કાં મોઢું ખોલવું પડે અને (જો) એનું મોઢું સીવી લીધું હોય તો શું દશા થાય ? કે ગમે તેમ કરીને શ્વાસોશ્વાસ લીધા વિના પ્રાણ છૂટી જશે ! હવે ચાલશે નહિ. એમ (જ્યારે) જીવને મૂંઝવણ થાય છે ત્યારે એને એ સુખ સુખરૂપે અનુભવાતું નથી. પણ એની વૃત્તિ . એ જીવની વૃત્તિ ગુણથી ઉત્પન્ન
Page #86
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૬૯
થતાં સુખમાં જાય છે અને જ્યારે એને એ વિભાવના કાળમાં વિભાવરસ ફિક્કો પડે છે ત્યારે એને સ્વભાવ રસ છે તે ઉત્પન્ન થવાનો અવકાશ થાય છે. ત્યારે અનંત ગુણ ભંડાર જે આત્મા છે, એ અનંત ગુણનો મહિમા એને આવે છે. ત્યારે એને ઓળખાય છે, ઓળખાય છે એટલે એનો મહિમા આવે છે, એનો મહિમા આવે છે એટલે અન્ય ભાવ ને અન્ય દ્રવ્યનો મહિમા જાય છે, તુચ્છતા પામે છે અને ત્યારે એને શુદ્ધાત્માનો અનુભવ થવાનો - સમ્યગ્દર્શનનો પ્રસંગ ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી એ અવસર આવતો નથી.
?
(અહીંયા) કહે છે કે એ (મહિમાવંત આત્મામાં નહિ જવાનું કારણ શું કે ‘પરનું અભિમાન,...' પરનું અભિમાન (હોય) એમાં આત્માનો મહિમા ક્યાં રહ્યો ! જેને પરનું અભિમાન છે એને સ્વાભિમાન છે નહિ, સ્વ–અભિમાન નથી. એમ કહેવું છે). માણસ કહે (છે) ને કે સ્વાભિમાન તો ઓછામાં ઓછું હોવું જોઈએ. પણ તું પરભાવ અને પ૨ પદાર્થમાં દીન, હીન થઈને પરિણમે છે, એમાં તને તારા સ્વનો મહિમા રહેતો નથી. તું ત્યાં પામ૨૫ણે પોતાને અનુભવે છે. પ૨નાં અભિમાનમાં પામરપણે તું પરિણમે છે.
આ જગતમાં - જે કોઈ મોટાઈનાં પ્રસંગો છે, અવસરો છે, એમાં જીવ રોકાય છે. પૈસા વાળાને પૈસાની મોટાઈ લાગે છે, મકાન વાળાને મકાનની મોટાઈ લાગે છે, અનેક પ્રકારની અનુકૂળતાના સાધનો હોય તો એની મોટાઈ લાગે છે. ભલે બીજું કાંઈ ન હોય ને જગત માન આપે તો બીજાં મને માન આપે છે.' એવી મોટાઈમાં એ રાચે છે. આવું જે પ૨નું અભિમાન છે એમાં પોતે દીન થઈને ફરે છે ! શું કરે છે ? પોતે એમાં દીન થઈને ફરે છે.
જ્યાં સુધી પોતે દીનતાને પામે છે ત્યાં સુધી એને અનંતગુણ ભંડાર એવો જે પોતાનો આત્મા સાક્ષાત્ સિદ્ધપદ સ્વરૂપ ! પરમાત્મપદ પરમેશ્વરપદ ! ખરેખર એનો એને મહિમા છે નહિ. એ મહિમા નથી ત્યાં
-
સુધી એના દર્શન થવાનો પ્રશ્ન પણ રહેતો નથી. એટલે કે એની એને ઓળખાણ જ નથી. નિજસ્વરૂપની ઓળખાણ નથી ત્યાં સુધી એનો અનુભવ થવાનો કોઈ અવસ૨ હોઈ શકે નહિ.
શ્રીમદ્જી તો પ૨નું અભિમાન’ આ વિષય ઉપર તો બહુ લખે છે કે જગતમાં જેનાથી મોટાઈ ગણાય છે એ મોટાઈ સંબંધીના અભિમાનનાં
Page #87
--------------------------------------------------------------------------
________________
of
..
૭૦
પિરમાગમસાર-૧૬૮] પરિણામ પ્રત્યક્ષ ઝેર રૂપ ન ભાસે' એવો શબ્દ લખ્યો છે. પ્રત્યક્ષ ઝેર રૂપ ન ભાસે ત્યાં સુધી જીવને ત્યાંથી વૃત્તિ મોળી પડતી નથી અને ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનો નિર્ણય થતો નથી. ભલેને ઊઘાડ ગમે તેટલો હોય પણ નિર્ણય પણ થાય નહિ ! આ સ્થિતિ આવે છે, નિર્ણય થયાં વિના કોઈ કાર્ય થાય; જેવું સ્વરૂપ છે એનો ચોક્કસ નિર્ણય થયા વિના એ સંબંધિત કોઈ હિતનું કાર્ય થાય એવું કદી બની શકે નહિ. એટલે એ પણ અટકવાનું કારણ છે.
(હવું બીજું કારણ કહે છે) - કાં રાગનું અભિમાન... કાં પરનું અભિમાન અને કાં રાગનું અભિમાન. - રાગનું અભિમાન એવી રીતે થાય છે કે “મારાં પરિણામ બહુ સારાં થાય છે. મને જે ભાવો આવે છે એમાં મારાં ભાવ બહુ સારાં થાય છે. એમાં હોય છે બધાં રાગ ! પછી શાસ્ત્ર સ્વાધ્યાયનો રાગ હોય, પૂજાનો રાગ હોય, ભક્તિનો રાગ હોય, વ્રતાદિનો રાગ હોય, દાનનો રાગ હોય, દયાનો રાગ હોય, યાત્રાનો રાગ હોય . ગમે તે પ્રકારનાં જે રાગનાં પરિણામ છે, એ સારાં છે, મારાં છે ને સારાં છે.” . એમાં એને એનું અભિમાન વર્તે છે. એ પરપદમાં સ્વપદપણું એને સ્થાપવાનું ત્યાં બને છે. ત્યાં એ પોતાના સ્વપદને ચૂકી જાય છે. એવું ઊલટું છે. એટલે કાં પરનું અભિમાન કરે છે કાં રાગનું અભિમાન કરે છે.
મુમુક્ષુ - રાગની એકતામાં પરનું અભિમાન આવી જ જાય.
પૂજ્ય ભાઈશ્રી :- આવી જ જાય. એકતા થાય છે ત્યાં એમાં હું (પણું થાય છે), અભિમાન એટલે શું ? કે પોતાની સ્થાપના ત્યાં કરવી. પોતે
જ્યાં છે ત્યાં રહેતો નથી. ત્યાં રહેતો નથી એટલે ત્યાં એનો અનુભવ કરતો નથી અને જ્યાં પોતાનું સ્થાન નથી ત્યાં પોતાનું સ્થાન કલ્પનામાં સાચું માને છે . એ એનું અભિમાન છે. - “આવો, “હું આવો બોલનારો.' લ્યો, ઠીક ! તેણે એ ભાષાની જે પુદ્ગલ વર્ગણા છે એમાં પોતાના સ્વરૂપને સ્થાપ્યું. ભાષાના રજકણરૂપે આત્મા થઈ શકતો નહિ હોવા છતાં એણે પોતાનું સ્વરૂપ એવું સ્થાપ્યું. તેથી એને મિથ્યા અભિમાન કહેવામાં આવે છે. - શરીરે હું આવો સારો' તો એ શરીરરૂપ આત્મા નથી. એ રજકણો છે છતાં એણે એને (એમાં) સ્થાપ્યો. ત્યાંથી માંડીને પછી જેટલાં સાધન છે -
Page #88
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૭૧ આબરૂ, કીર્તિ, પૈસા, દાગીના, મોટર-ગાડી, મકાન, સગાં-સંબંધી, કુટુંબપરિવારથી માંડીને જેટલું ગણો એ બધાં વાળો આવો હું - એ બધું એનું મિથ્યા અભિમાન છે. એ બધામાંથી અભિમાન છોડીને એને શુભ રાગ આવે
એવો હું થાય છેતો ત્યાં અભિમાન થયું. “આ બધાંયનો ત્યાગ કરનારો હું : “ત્યાગી' તો એ ત્યાગનું અભિમાન કર્યું. અરે...! હું અભિમાન કરનારો નહિ હું તો નરમ... નરમ...નરમ... સ્વભાવવાળો - નમ્રતાવાળો ! તો નમ્રતાનું અભિમાન કર્યું. માન એવું છેતરામણું છે કે એને ખબર પડે નહિ કે મને
ક્યાં માન થાય છે ? મને આવો અવગુણ થાય તે સારું નહિ એમ કરીને નમ્રતામાં માન કેળવે (તો) ત્યાં પણ એ માનમાં છેતરાય છે.
એટલે શ્રીમદ્જીએ આત્મસિદ્ધિમાં ગાયું છે. કે, માનાદિક શત્રુ મહા નિજ દે ન મરાય, જાતાં સદ્ગુરુ ચરણમાં અલ્પ પ્રયાસે જાય.'
પોતે એ માનને છોડવાં જાય, ત્યાગી થઈને જંગલમાં જાય તો ત્યાગીપણાનું માન થાય. અરે...! માન કરવા જેવું નથી . એમ કરીને નમ્રતા સેવવાં જાય તો હું નરમ... હું નરમ... હું નમ્રતાવાળો... હું નમ્રતાવાળો... એવું માન કરી બેસે ! એ પરિણામમાં એને માન થાય. એ પોતાના સ્વચ્છેદે છોડવા ગયે છૂટતું નથી. જ્યાં (એને) ગુણવાન સપુરુષ મળે છે, ગુણવાન જ્ઞાની મળે છે ત્યાં એને બહુમાન થાય છે. ત્યારે એને પોતાનામાં ગુણ પ્રગટ્યાં નથી, આવા ગુણ મને પ્રગટ્યાં નથી, એવું ભાસે છે. એટલે પોતાની અવસ્થાનું જે અભિમાન થતું હતું એ બહુ અલ્પ પ્રયાસે છૂટે છે. (માન) બહુ મોટો દુશ્મન છે. વિભાવ મોટો રીપુ છે. એમાં - વિભાવમાં પણ માન મોટો રીપુ છે. એ એક સપુરુષના ચરણમાં જાય, ત્યાં એક ચૂટકી વગાડે એમ અલ્પ પ્રયાસથી જાય છે. તેથી સદ્ગુરુનો - સત્પરુષનો આશ્રય વારંવાર બતાવવામાં આવ્યો છે. (કેમકે) આવો મોટો અવગુણ ટાળ્યો ટળે નહિ, એ અલ્પ પ્રયાસમાં ત્યાં ટળે છે.
ત્રણ-ચાર દિવસ પહેલાં પૂજ્ય બહેનશ્રીને (એક મુમુક્ષુએ) પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે કાંઈ સમજવું થાય) છે એ તો ઠીક છે; સમજાય છે પણ બરાબર સમજાવાં છતાં જ્ઞાન ચઢતું નથી, જ્ઞાન પરિણમતું નથી – એનું કારણ શું? (પૂજ્ય બહેનશ્રીએ કહ્યું) કે એને જે મહિમા આવવો જોઈએ -
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૨
[પરમાગમસાર-૧૬૮]
એ જ્ઞાનીનો મહિમા આવતો નથી. એટલે એક તો ભક્તિના પરિણામની ખામી હોય છે. બીજું વૈરાગ્યની ખામી હોય છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનાં પરિણામ સાથે જો કામ કરતું હોય તો એ જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમે. નહિતર જ્ઞાન જ્ઞાનરૂપ પરિણમતું નથી. બહારમાં સત્પુરુષની જે ભક્તિ અને મહિમા છે, એ અંદરમાં સત્નો મહિમા આવવાનું નિમિત્ત થાય છે. (કેમકે જેને) આત્મગુણ પ્રગટ્યા છે એનો મહિમા આવે છે ને ! તો એને નિશ્ચયથી આત્માનો મહિમા આવશે. શુભરાગમાં પણ એટલો ફરક ન ઊભો થાય તો અંદરમાં આત્માનો મહિમા આવે એવી પરિસ્થિતિ જ ઉત્પન્ન થતી નથી. કેમકે એ જ્ઞાની પાસેથી જ્ઞાન તો સાંભળે છે (તો) જ્ઞાન કેમ ચડતું નથી ? હતો.
આ પ્રશ્ન
જ્ઞાન જ્ઞાની પાસેથી મળવાં છતાં એ જ્ઞાન ચડતું કેમ નથી ? (તો કહે છે) એને જ્ઞાનીનો મહિમા જે હદે આવવો જોઈએ એ હદે આવતો નથી. તેથી એ જ્ઞાનનો જે આદર થવો જોઈએ એ જ્ઞાનીનો આદર નથી (પરંતુ) ખરેખર ત્યાં જ્ઞાનનો આદર છે ! એ જ્ઞાનનો આદર કરે તો જ્ઞાન અંગીકાર થાય ને ? જ્ઞાનનું અંગીકૃતપણું જે થવું છે એ જ્ઞાનનાં આદરપૂર્વક છે. જ્યાં જ્ઞાનનો આદર નથી, એટલે આપો આપ જ્ઞાનીનો આદર નથી એમ છે. એ પ્રકાર છે. એમણે એ પ્રશ્ન એવો પૂછ્યો હતો.
શ્રીમદ્ભુ એક જગ્યાએ લખે છે - આપણે જ્ઞાનામૃતમાં તારવ્યું છે કે, જ્ઞાનીના સાન્નિધ્યમાં પ્રાયેઃ જ્ઞાનની માગણી ક૨વી નહિ. શું ? પ્રશ્ન તો એમણે આ પૂછ્યો હતો કે જ્ઞાનીના સાન્નિધ્યમાં જ્ઞાનની માગણી ન કરવી, પણ જ્ઞાની પ્રત્યે મહિમા અને ભક્તિ સેવવી. જ્ઞાનની માગણી કરવાની જરૂ૨ નથી. આવું કેમ લખ્યું છે ? (એટલે) બેનશ્રીએ બહુ સરસ ખુલાસો કર્યો કે, સામાન્ય રીતે જ્ઞાનીનો એટલો આદર આવ્યાં વિના પ્રશ્નો પૂછે છે. (અને એ) એટલાં માટે પૂછે છે કે એને જ્ઞાન મળે. જ્ઞાનની માગણી કરે છે ને ? આમ સમજાવો, અમને આમ સમજાવો, અમને આમ સમજાવો ! પણ એ સમજણ એને ચડશે નહિ. કેમ નથી ચડતી ? કે એને એટલો આદર નથી તેથી. જો એ આદરને કેળવે, ઓળખીને એનો એને મહિમા આવે, ઓળખતાં એનો મહિમા આવે તો; એમનું હૃદય તો આત્મામય છે, એમનું પરિણમન તો આત્મામય છે, તો વાણીમાં તો આત્મા આવ્યાં વિના રહેવાનો નથી.
Page #90
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૭૩
છે !
એટલે આપો આપ એને વગર માગે (મળી જાય છે) ! કેમકે એ તૈયાર થઈને બેઠો છે. જે જીવ જ્ઞાનીના મહિમામાં બેઠો છે એ તૈયાર થઈને બેઠો છે. (એને એમ ભાસે છે કે) આ તો એક તરવાનું ઊંચામાં ઊંચું નિમિત્ત ક્યારે એ શું કહેશે ? એ લેવા એ તલપાપડ થયો છે ! મહિમામાં આવી ને ! એટલે ક્યાંય પણ વચન સરે છે, જ્ઞાનીના શ્રીમુખેથી વચન સરે છે, એ પકડવા માટે એની યોગ્યતા થઈ જાય છે - મહિમાને કારણે !! અને બીજો માગે ને વચન નીકળે, પણ અહીંયા એ ચડે નહિ, એની અસ૨ ચડે નહિ. કેમકે એણે તૈયારી કરી નથી.
→
એટલે એની (જ્ઞાની પ્રત્યેની બહુમાનની) એ સ્થિતિ અનિવાર્યપણે ઉત્પન્ન થયા વિના (જ્ઞાન ચડતું નથી). જ્ઞાનીને અપેક્ષા નથી, (પરંતુ) એની એ સ્થિતિ અનિવાર્યપણે ઉત્પન્ન થયા વિના એને જ્ઞાનીના જ્ઞાનમાંથી જે કાંઈ બહાર આવે છે એ ગ્રહણ કરવાનો અવસર જ હોતો નથી. એ પરિસ્થિતિ બરાબર સમજવી જોઈએ. નહિતર કોઈ રીતે, ભલે ગમે એટલાં વખત સાંભળ્યાં કરે, પણ એને એની કોઈ અસર આવે નહિ.
(હવે અહીંયા કહે છે) ‘....કાં પોતે ક્યાં અટકે છે તેની ખબર નથી.....' સમજાય છે બધું પણ અટકવાનું ક્યાં બને છે ? એની એને પોતાને જ ખબર નથી ! હવે હું ક્યાં અટકું છું ? મને ક્યાં અધિકપણું સેવાય છે ? આત્મા સિવાય બીજે અધિકપણું રહેતાં આત્મરસ ઉત્પન્ન થતો નથી,ચૈતન્ય ટસ ઉત્પન્ન થતો નથી અને પરરસ એમનો એમ અનાદિનો જળવાયેલો ચાલુ ને ચાલુ રહે છે. આ પરિસ્થિતિ છે, એની એને પોતાને ખબર નથી. પોતે
ક્યા અટકે છે તેની તેને ખબર નથી. એ વગેરે અનેક કારણો છે. વિભિન્ન પ્રકારની યોગ્યતાવાળા જીવોને (વિભિન્ન કારણો હોય છે), (પરંતુ) આ ત્રણ તો મુખ્ય વાત લઈ લીધી કે પરમાં અટકે છે, રાગમાં અટકે છે અથવા તો ક્યાં અટકે છે એની એને ખબર જ નથી. એવી એને સ્થૂળતા આવી જાય છે. અટકવાનું સ્થાન તો સ્વને છોડીને ક્યાંય ને ક્યાંય ૫૨ અને રાગ છે, બીજું તો કોઈ છે નહિ. એ વગેરે અનેક ભેદે જીવો અંતરમાં પ્રવેશ કરી શકતા નથી.
તેથી અંતરમાં જઈ શકતો નથી.’ જે અંતર્મુખ થવું છે, સ્વ સન્મુખ થવું છે એના માટે જે કાંઈ એને કરવું ઘટે એ નથી થતું એનો અર્થ કે કંઈક
.
Page #91
--------------------------------------------------------------------------
________________
-
'*
* * *
*
પિરમાગમ સાર-૧૬૮] તો થાય છે. એ થાય છે એનું કારણ શું ? કેમ થાય છે ? એને ટાળવા માટે ત્યાંથી એને ખસવાની જે તૈયારી છે એ તેણે પહેલાં કરી લેવી જોઈશે.
ભેદજ્ઞાનમાં એજ તેયારી થાય છે કે અંદરમાં ઉત્પન્ન થતો જે રાગ - મંદરાગ એ મંદરાગ તે હું નહિ. એમ એ મંદરાગના મંદ કષાયના રસમાં પણ જેને રોકાવું નથી. અથવા તો એ સૂક્ષ્મ વિકલ્પમાં પણ જેને દુઃખ અને
કુળતા લાગે છે. કેટલી ધીરજથી અંદર પ્રવૃત્તિ કરે છે) ! કે, આ જ્ઞાન, (અને જ્ઞાનની સાથે સાથે જે વિકલ્પનું ઉત્થાન થાય છે) એ આકુળતારૂપ ભાવ છે. એનો નકાર ન આવે ત્યાં સુધી એને એમાં રસ છે. રસ છે ત્યાં સુધી એ છૂટે નહિ. ચીકણી ચીજ છે . રાગ છે તે ચીકણો છે. જ્યાં સુધી એની ચીકાશ, લૂખાશને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ છૂટે નહિ. એટલો અંદરમાં ધીરો થઈને કામ કરે અને ઉગ્રતામાં પુરુષાર્થ લાવીને કામ કરે. એમ (કહેવું છે).
એટલે શું કહેવું છે કે આ રાગ છે એ તો નાસ્તિનું પદ છે અને અસ્તિનું પદ પોતાનો શુદ્ધાત્મા છે. એ શુદ્ધાત્માની મહિમામાં ઉગ્રતા આવે.” ઉગ્રતા આવે....! ઘૂંટાઈ.. લૂંટાઈ... લૂંટાઈને... એવું ચૂંટાય....!અને આ બાજુ રાગના નિષેધમાં એટલો જાય. એમ એક જ સાથે - એક જ સમયમાં બન્ને કાર્ય થતાં જાય તો એને નિર્વિકલ્પ સમ્યગ્દર્શનનો અનંતભવના છેદક સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો પ્રસંગ આવ્યા વિના રહે નહિ. પણ એવું અંતરંગમાં કાર્ય કરે નહિ તો અંતરમાં જઈ શકતો નથી અને બહારને બહાર કાર્ય કરે ને ક્રિયા કરે ને રાગ કરે - એ તો અટકવાનાં સ્થાન છે. એમાં ક્યાંય આત્માનો પત્તો લાગે એવું નથી. એ બહુ મુદ્દાની વાત ૧૬૮ના બોલમાં કરી છે. અહીં સુધી રાખીએ.
Page #92
--------------------------------------------------------------------------
________________
“બહારની વિપદા એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી. ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે, ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે.' ૧૯૧.
()
પ્રવચન-૮, તા. ૧૭-૩-૧૯૮૩
પરમાગમસાર, પાનું–૫૬, ૧૯૧ નંબરનો બોલ. બહારની વિપદા એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી.' સંપદા અને વિપદાનું ધોરણ લૌકિકમાં અને અલૌકિકમાં તદ્દન જુદું છે. બહારમાં પ્રતિકૂળતા આવે છે એને વિપદા કહે છે. શરીરમાં રોગ થવો, નિર્ધનતા થવી, કુટુંબ-પરિવારમાં હાનિ થવી, અનેક પ્રકારે બહારમાં આધિ-વ્યાધિ—ઉપાધિના જે પ્રસંગ છે. એને જગતમાં વિપદા કહેવામાં આવે છે. આખું જગત તમામ સંસારી જીવો એને વિપદા કહે છે. ભગવાન કહે છે કે એ ખરેખર વિપદા નથી. એ ખરેખર સાચી વિપદા નથી.
જે તે પ્રકારનાં અનિષ્ટ સંયોગ–વિયોગ થાય છે, સંયોગ પણ અનિષ્ટ થાય છે અને વિયોગ પણ અનિષ્ટ થાય છે. જેની કલ્પના અનુકૂળતાની કરી છે એનો વિયોગ થાય ત્યારે એને અનિષ્ટ વિયોગ કહે છે. જે પ્રતિકૂળ સંયોગ છે જેને ઇચ્છતા નથી, ઇચ્છવામાં આવતાં નથી–એવાં અનિષ્ટ પ્રકારનાં સંયોગ થાય તેને અનિષ્ટ સંયોગ કહે છે. અનિષ્ટ સંયોગ અને અનિષ્ટ’
Page #93
--------------------------------------------------------------------------
________________
પિરમાગમસાર-૧૯૧] વિયોગ - એ બે પ્રકારે વિપદા છે. બહારની સંપદા એટલે અનુકૂળતાઓ. ધન-દોલત એને તો સંપત્તિ કહે જ છે પણ શરીર સૌષ્ઠવ સારું હોય તો એને શરીરનું ધન કહેવામાં આવે છે. એ જ પ્રકારે બહારમાં કુટુંબ-પરિવાર, આબરૂ, સગા-સંબંધી, મિત્રો એનું જૂથ સારું હોય તોપણ એ બધી અનુકૂળ સંપત્તિ ગણવામાં આવે છે.
ટૂંકામાં આખા જગતમાં અનુકૂળતા અને પ્રતિકૂળતાનો જે ખેલ છે, તે અસ્તિ-નાસ્તિ ઉપર છે. (એટલે કે, અમુક પ્રકારની સંયોગની હયાતી થાય અને અમુક પ્રકારની સંયોગની બિનહયાતી થાય ત્યારે જગતના જીવોએ (આ પ્રકારે અનુકૂળતા - પ્રતિકૂળતાનું એક ધોરણ નક્કી કર્યું છે. પોતાની અનેક પ્રકારની વિભાવભાવોમાં ઉત્પન્ન થતી જે ઇચ્છાઓ, એ ઇચ્છાઓની પૂર્તિ અને એની અંદર થતી જે કષાયની તીવ્રતા . મંદતા, આકુળતા ઓછી અને વધતી થવી, એના ઉપર અનુકૂળતા અને પ્રતિકૂળતાનું ધોરણ બાંધવામાં આવ્યું છે. આખું જગત એ રીતે ચાલે છે કે અનુકૂળ સંયોગો મળતાં સુખ છે અને કહેવાતાં અનુકૂળ સયોગોની હાનિ થતાં દુઃખ છે. પછી આજથી દસ હજાર વર્ષ પહેલાં જન્મેલો હોય તોપણ એણે એમ વિચાર્યું છે, અને હવે પછી લાખ-પચાસ હજાર વર્ષ પછી સંસારનો જીવ એમ જ નક્કી કરે છે, આ ક્ષેત્રે જન્મેલો પણ એમ વિચારે છે અને અન્ય ક્ષેત્રે જન્મેલો સંસારી જીવ પણ આમ જ વિચારે છે. રશિયા અને અમેરિકાવાળો કાંઈ સંયોગમાં સુખ નથી, એવું વિચારતો નથી. એની દોડ પણ સંયોગના સુખ પાછળ છે. જે જડ રજકણોમાં સુખનો છાંટો નથી, સુખનો અંશ નથી, અરે...! સુખની ગંધ પણ નથી ! એવા પુદ્ગલ રજકણમાં ઘણું સુખ છે અને ત્યાંથી સુખ મેળવી શકાય છે, તેની પાછળ આખા જગતની દોડ છે અને તમામ ધમાલ અને ઘર્ષણ અને લડાઈ હોય તો એનું કારણ આ છે.
એક જીવને આખું જગત ઓછું પડે છે ! એક જીવની ઇચ્છા Enlarge કરવામાં આવે તો આખું જગત એને ઓછું પડે છે. જગતનાં અનંતા જીવો છે (એ). બધાંયને આખું જગત જોઈએ છે. પછી એમાંથી ઘર્ષણ ન થાય તો બીજું થાય શું? આખા દેશમાં વડાપ્રધાનની ખુરશી એક જ છે અને “ઉમેદવાર ઘણાં છે. જાહેરપણે કેટલાંક છે અને બિનજાહેરાતપણે તો કોઈ ના પાડે એવું નથી ! પછી આમાંથી ઘર્ષણ ન થાય તો થાય શું પણ ?
Page #94
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
અમારે એક મિત્ર હતાં, આમ જરાક સજ્જન માણસ હતાં. “રવિન્દ્રનાથ ટાગોર' ની જન્મજયંતી આવી ત્યારે, તેમને કહ્યું કે આજે વિશ્વની અંદર રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતી ઉજવાશે. એમને સામાન્ય રીતે બધાં ‘ગુરુદેવ' કહે છે. શાંતિનિકેતન' એણે સ્થાપ્યું છે ને ! બધાં એને ગુરુદેવ કહે છે. આજે ગુરુદેવની જન્મજયંતી આખા વિશ્વમાં ઉજવાશે. ભલે આ માણસ, આ માનવી ભારતનો છે પણ જુઓ એની મહાનતા ! કે આખું વિશ્વ એની જન્મજયંતી ઉજવશે ! બીજાં સંપ્રદાયમાં ભલે કહેવાતા મહાન પુરુષો હશે, ઘણાંય કહેવાણા હશે, પણ આખું જગત કાંઈ જન્મજયંતી ઉજવે છે ? તે તે સંપ્રદાયવાળા ઉજવે છે. આની તો કેટલી વિશાળ ખ્યાતિ છે ! અને વિશાળ પ્રમાણમાં અન્ય દેશોના લોકો પણ એને સ્વીકારે છે. એનું કારણ છે, એમ કરીને તેમણે વાત કરી કે, એણે જગતને એક એવું સૂત્ર આપ્યું, એવી વાત આપી, એવો બોધ આપ્યો કે માનવ . માનવ વચ્ચે પ્રેમ કરવા યોગ્ય છે, ઠીક ! માનવી–માનવી વચ્ચે લડાઈ ન કરવી જોઈએ. પણ માનવમાનવ વચ્ચે પ્રેમ કરવો જોઈએ. તેથી જગતનાં સર્વ માનવીઓ એક દેશ અને બીજા દેશના વિભાગને ભૂલીને એનો આદર કરે છે. આ વાત ઉપર એનો આદર કરવામાં આવે છે. કુદરતી (એ) ભાઈ જૈન હતાં (એટલે) મેં કહ્યું, “સારી વાત છે, ચાલો ! હું એમ પૂછું છું કે એમણે જે ઉદાર, વિશાળ વિચાર આપ્યો કે કોઈપણ માનવીએ એક દેશ અને બીજા દેશનાં માનવી ગણીને ઘર્ષણમાં - લડાઈમાં નહિ આવીને એકબીજાની હિંસા નહિ કરવી જોઈએ પણ પરસ્પર પ્રેમ કરવો જોઈએ, તો એમના માટે એમણે પ્રયોગ શું આપ્યો છે ? આ તો એક Theory થઈ, વ્યાખ્યા થઈ. આનો પ્રયોગ શું છે એમની પાસે ? (તો કહે, “એ તો કાંઈ ખબર નથી. તો મેં કીધું આમને આમ તમારા જેવાં જ બધાં આવી રીતે આદર કરે છે. બીજી કાંઈ આગળની કોઈને ખબર નથી. એનો કોઈ પ્રયોગ હોવો જોઈએ.
જગતમાં ચીજ થોડી છે અને તે બધાને જોઈએ છે. પછી એનું ઘર્ષણ કેમ મટાડી શકાશે ? ચીજ મર્યાદિત છે, જગતનાં જે કઈ પદાર્થો છે એ મર્યાદિત છે અને એને લેવાવાળા અમર્યાદિત છે. એમાં પ્રેમ રહેવાનો ક્યાં છે ? અને કઈ રીતે રહે ? રહી શકે નહિ. વાસ્તવિકતાથી આ વાત દૂર છે. વાસ્તવિકપણે એમ બની શકે નહિ. હા, એનો જો પ્રયોગ સમજાવવામાં
Page #95
--------------------------------------------------------------------------
________________
७८
[પરમાગમસાર-૧૯૧]
આવે અને એ પ્રયોગ કરવાં, અપનાવવા બધાં તૈયાર હોય; માત્ર ‘વાતે વડા નહિ થાય,' - સૂત્ર અપનાવવા તૈયાર હોય પણ સાથે એનો પ્રયોગ અપનાવવા તૈયાર હોય તો જ પરસ્પર એ પ્રેમ રહેશે.
દાખલા તરીકે, એક નળ છે અને ચાર ભાડૂત બાલદી લઈને પાણીનો આવવાનો ટાઈમ શરૂ થાય ત્યારે પાણી ભરવા નીકળ્યાં. હવે ઘર્ષણ ક્યારે થાય ? કે, “પહેલો હું !' (એમ જો બધાં કરવાં લાગે) તો ઘર્ષણ થાય અને ‘પહેલાં તમે’ (એમ કહે) તો ? તો ઘર્ષણ ન થાય. તમે પહેલાં ભરી લ્યો આપણે ભલે સાથે નીકળ્યાં. અહીંયા સાથે ભેગા થયાં પણ પહેલાં તમે પતાવો, તો સામો માણસ એમ કહેશે કે ના, ના, પહેલાં તમે ભરી લ્યો. મને શું બીજો ફરક પડે છે ? તો ઘર્ષણ ન થાય. પણ એ તો તું કરવામાં અને ત્યાગ કરવામાં છે અને એ ત્યાગનો સિદ્ધાંત અને ત્યાગનો પ્રયોગ જૈનદર્શનમાં જે છે કે ૫૨૫દાર્થ તને સુખનું કારણ નથી. આ બહા૨ની સંપદા એ ખરેખર સંપદા નથી.’આ વિષય ત્યાં (જૈન દર્શનમાં) છે,
–
વળી, એ (રવિન્દ્રનાથ ટાગોરે આપેલો) સિદ્ધાંત તો જૈનદર્શનના સિદ્ધાંત પાસે સંકુચિત છે ! માનવી માનવીનો સંહાર ન કરે, પ્રેમ કરે. (એમ) જેને તમે વિશાળતા, વિશ્વની વિશાળતા કહો છો અમે તો હજી એને સંકુચિતતા કહીએ છીએ. જૈનદર્શન તો કહે છે કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પર્યંતના કોઈ જીવનો સંહાર ન થાઓ, ઠીક ! આ માનવીને બચાવવા માટે માછલાંને મા૨વાનો કાયદો ઘડવામાં તો તમને વાંધો નથી ! (ચાલે) છે ને અત્યારે ? મત્સ્ય ઉદ્યોગ’ રાજ્યમાં ચાલે છે. ગુજરાત રાજ્યમાં પણ ચાલે છે અને બધાંય રાજ્યોમાં ચાલે જ છે. જ્યાં જ્યાં સમુદ્રનો કિનારો લાગુ પડે છે ત્યાં લાખો - હજારો માછલાં નહિ પણ હજારો ટન માછલાં મારવામાં આવે છે ! હજારો માછલાં નહિ, હજારો ટનમાં માછલાં મારવામાં આવે છે ! આ જાફરાબાદની ખાડી છે, વેરાવળનો દરિયા કિનારો છે (ત્યાં આ ઉદ્યોગ ચાલે છે). એ માછલાંને મા૨ીને રાખવાની જગ્યા એકરમાં રાખવી પડે છે ! ગોડાઉનોમાં તો એ સમાય નહિ. આમ તો એને ખુલ્લામાં રાખવાં પડે છે, સૂકવે છે ને (એટલે). પણ એ બાજુ માઈલો સુધી હવા ખરાબ થાય છે. હવે એ શું કરવા (ચાલે) છે ? કે માણસને બચાવવો છે. માણસને ખોરાક જોઈએ છે. જ્યારે માણસને જીવવું છે ત્યારે બીજાંને મરવું કે જીવવું એનો
Page #96
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૭૯
એ વિચાર કરતો નથી (તો) એ સંકુચિત વિચાર છે. જૈનદર્શનની વિશાળતા એનાથી અનંતગુણી છે. લાખ-હજાર-કરોડ-અબજ ગુણી નથી પણ અનંતગુણી છે. એવા વિશાળ સિદ્ધાંતો જેમાં રહ્યાં છે એવા જૈનદર્શનના સંપ્રદાયમાં તમે છો (અને) તમે એમ વિચાર કરો છો કે આ ગુરુદેવની જન્મજયંતી કેટલી વિશાળતાથી ઉજવાય છે ! તો આ જૈનદર્શનના સિદ્ધાંતના પ્રણેતાની જન્મજયંતી કેટલા વિશાળ પ્રમાણમાં ઉજવાવી જોઈએ !! એ વિચારણીય વિષય
છે.
(અહીંયા) કહે છે કે એ (બધાં જે) માપ છે એ આખું અજ્ઞાનતાથી ઊભું થયેલું, જડ ૨જકણમાં સુખની હયાતીનો સ્વીકાર કરનાર ‘અંધશ્રદ્ધાળુઓનું છે !! ઠીક ! જગતમાં કહેવાતાં ‘ડાહ્યાં’ અહીંયા ‘અંધશ્રદ્ધાળુ’ માં ખતવાય એવું છે ! કોઈને પૂછવામાં આવે કે તમે તો કાંઈક ગણનાપાત્ર માણસ છો. શ્રીમદ્ભુ લખે છે ને એક જગ્યાએ - અતિ મેઘાવીને જગત પણ સ્વીકારે છે. જે ઘણો બુદ્ધિશાળી હોય એને તો જગત પણ સન્માન આપે છે કે નહિ ભાઈ, આ કોઈ બુદ્ધિશાળી માણસ છે. એની બુદ્ધિમાં વાત આવે તો કાંઈક સમજવા યોગ્ય, વિચારવા યોગ્ય હોય છે. (હવે) એને એમ પૂછવામાં આવે કે આ જડ રજકણ એટલે અનુકૂળતા અને સંપદામાં સુખ છે, એવું તમારી બુદ્ધિથી તમે નક્કી કર્યું, એમાં સત્ય કેટલું છે ? કે એમાં અંધશ્રદ્ધા છે ? જો એને સીધો અંધશ્રદ્ધાળુ કહો તો એને ચોંટ લાગે એવું છે કે અરે..! હું વિચારક માણસ, વિચાર્યા વિના કાંઈ સ્વીકારું નહિ. પણ આ જન્મ થયો ત્યારથી જ શાતામાં સુખ, અનુકૂળતામાં સુખ (માનું છું) ! જીવનો ઉછેર જ, મનુષ્ય પર્યાય ઉત્પન્ન થાય તો ત્યાંથી ઉછે૨ જ એ રીતે છે. કેમકે અનાદિના સંસ્કાર લઈને આવ્યો છે. અનાદિથી ચાર સંજ્ઞા તો નિગોદના જીવને છે. મુમુક્ષુ :- આહાર, ભય, મૈથુન, પરિગ્રહ
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ ચારેય સંજ્ઞા, સંજ્ઞા નામ ઇચ્છા. એ ચારેય પ્રકારની ઇચ્છાઓમાં બીજી બધી ઇચ્છાઓનો સમાવેશ થઈ જાય છે. એ ઇચ્છાની અનુકૂળતા થતાં એને સુખ થાય છે, એવો જે એનો અનુભવ છે. એવો જે એને મંદ આકુળતાને સુખ કહેવાનો, સુખ માનવાનો, સુખ અનુભવવાનો જે અનુભવ છે, એ આખી વાતને અહીંયા મૂળથી ઊથલાવે છે ! વાક્ય તો આટલું જ છે પણ અંદર વાત ઘણી છે. બહારની વિપદા
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૦
[પરમાગમસાર-૧૯૧] એ ખરેખર વિપદા નથી. બહારની સંપદા એ સંપદા નથી.” વાત તો એટલી જ છે પણ એમાં ઘણી વાતો ભરી છે.
એક તકે થાય એવું છે કે, શરીરની અંદર અશાતાની વેદના શરૂ થાય ત્યારે એને વિપદા ન કહેવી તો કહેવું શું ? આ પ્રશ્ન થાય એવો છે કે નહિ ? પીડા ઉત્પન્ન થઈ, વેદના ઉત્પન્ન થઈ, Accident થાય છે, રોગ થાય છે, અનેક પ્રકારે થાય છે ને ! કોઈને કોઈ કારણસર શરીરની અંદર પીડા ઉત્પન્ન થઈ, એને વિપદા ન કહેવી તો કહેવું શું ? અથવા શું ખરેખર તે વિપદા નથી ? આ પ્રશ્ન થાય એવો છે. જો (ઉપર કહી એ વાત) સિદ્ધાંત છે તો (એ) કઈ રીતે લાગુ પડે છે ? કે ખરેખર એ પીડા અને વેદનાની સત્તા જીવના મૂળ સ્વરૂપમાં નથી જીવના સ્વરૂપમાં નથી. તો ખરેખર) શું છે ? કે એ પુગલ પરમાણુનું પરિણમન છે. ખરેખર તો એ પુલ પરમાણનું પરિણમન છે.
જેમ વાતાવરણમાં રહેલાં શીત પરમાણુઓનો અનુભવ ઠંડાપણે થાય છે, ઉષ્ણ પરમાણુઓનો અનુભવ ઉષ્ણતાપણે થાય છે, એટલે કે જ્ઞાન થાય છે. શીત-ઉષ્ણનું જીવને જ્ઞાન થાય છે. પણ જ્યાં જ્ઞાન થાય છે, એટલે કે) જીવને જ્ઞાન થાય છે અને જ્યાં એની પર્યાયમાં જ્ઞાન થાય છે, ત્યાં તે જ્ઞાન શીત કે ઉષ્ણરૂપે પરિણમતું નથી. ભલે કોઈ જીવ એમ કહે કે મને ઠંડું લાગ્યું અને મને ગરમ લાગ્યું. વસ્તુતાએ ત્યાં જીવ કે જીવની પર્યાય શીતપણે કે ઉષ્ણપણે પરિણમવી અશક્ય છે. એ કોઈ શક્યતા જ નથી કે જીવની પર્યાયમાં - જાણનાર એવા જ્ઞાનમાં ઠંડાપણું ઉત્પન્ન થાય કે ગરમપણું ઉત્પન્ન થાય. કેમકે એ તો જડની - (પુગલની) સ્પર્શગુણની પર્યાય છે. જીવમાં સ્પર્શ નામનો ગુણ નહિ હોવાથી એવી કોઈ પર્યાય જ ઉત્પન્ન થતી નથી.
જેમ શીત-ઉષ્ણનું થવું આત્માને વિશે, જીવન વિશે અશક્ય અને અસંભવિત છે, તેમજ (અશાતાની) વેદનાની જે પર્યાય છે એ પણ જડની અશાતા પ્રકૃતિનો સ્વાદ છે. એ પણ જડની અશાતા પ્રકૃતિનો સ્વાદ છે. એ સંબંધિત જીવને જ્ઞાન થાય છે, પણ એ અશાતાની હયાતી, એ પીડાની હયાતી, એ વેદનાની હયાતી, જ્ઞાનની હયાતીમાં પ્રવેશ પામી શકતી નથી–ત્યાં એનો પ્રવેશ નથી. ત્યાં એની સ્પર્શના સુદ્ધાં નથી ! જ્ઞાનને એ વેદના સ્પર્શી શકતી નથી, જ્ઞાનમાં જણાય ભલે (પણ સ્પર્શી શકે નહિ). જુઓ ! આ વેદના છે ત્યાં જ્ઞાન નથી,
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૧
કહાન રત્ન સરિતા : અને જ્ઞાન છે ત્યાં જ્ઞાનની સત્તામાં વેદના નથી. આ વેદનાની સત્તામાં જ્ઞાન નથી અને જ્ઞાનની સત્તામાં વેદના નથી. જે કોઈ પ્રકારે એ વેદના ઉત્પન્ન થઈ છે, છતાં એ બન્નેની સત્તા ભિન્ન-ભિન્ન છે. તેથી ખરેખર એ વેદના તે વિપદા નથી.
વેદના તે વિપદા નથી, પણ આ મૃત્યુ થાય એ તો વિપદા ખરી કે નહિ ? (આપણે) વેદનાથી આગળ ચાલો હતો એ વિપદા) નહિ ? પણ (આ) દુનિયામાં કેટલા ટકામાં તમારો મત આવે ? બહુમતિથી નક્કી નહિ થાય આ? દુનિયામાં ધોરણ એ છે કે બધું બહુમતિથી નક્કી કરવું. (અહીંયા) કહે છે કે સત્ય-અસત્યને ટકાવારી લાગુ પડતી નથી. રત્નકરંડ શ્રાવકાચારમાં ભગવાન સમંતભદ્રસ્વામી તો એમ કહે છે, ત્યાં શ્રાવકનો અધિકાર લીધો છે. પોતે વળી મુનિદશામાં છે તો પોતાનો અધિકાર નથી લીધો અને શ્રાવકનો અધિકાર લીધો. એટલે મુનિ માટે તો કહેવાની જરૂર પણ રહેતી નથી. શ્રાવકાચાર છે ને, શ્રાવકાચાર લખ્યું છે, મુનિરાજ છે એ પોતે, આચાર્ય છે. (એમણે) શ્રાવકાચાર લખ્યું છે કે શ્રાવકને–ગૃહસ્થને પણ આયુષ્ય પૂરું થવાનો કાળ છે. જેને લોકો મૃત્યુ કહે છે અને જેના નામથી ભડકે છે, જેની વાત કરવા તૈયાર નથી ! મોતની અને મરણની કોઈ વાત કરવા પણ તૈયાર નથી, એટલું તો એ અશુભ ગણવામાં આવ્યું છે. અશુભ સમાચાર લખે છે કે નહિ ? અશુભ પત્ર લખે છે. સમતભદ્ર આચાર્ય કહે છે કે સાધકને એ મૃત્યુનો મહોત્સવ છે. “મૃત્યુ-મહોત્સવ ! ઉત્સવ નહિ એને “મહા ઉત્સવ' કહ્યો છે લ્યો, ઠીક ! એ તો શુભ પ્રસંગ છે એમ કહે છે ! મહોત્સવ અશુભ કહેવાય કે શુભ કહેવાય ? આખા પલાખા જ જુદાં છે. લોકિક ગણતરી અને અલૌકિક ગણતરીનો આખો વિષય ઊલટો - સુલટો છે. કેમકે એક સંસારમાર્ગ પ્રત્યે લઈ જાય છે અને એક મોક્ષમાર્ગ પ્રત્યે લઈ જાય છે. (એમ) બે વચ્ચે મોટો ફરક છે, જબરજસ્ત ફરક છે. (“મૃત્યુ મહોત્સવ' એટલા માટે કહ્યો છે, કેમકે એ મૃત્યુના પ્રસંગે સમ્યફદૃષ્ટિ શ્રાવક સાધક છે તે વિશેષ આત્મિક પુરુષાર્થ કરે છે. શુદ્ધ ચૈતન્યની હયાતીને વધારે બળવાનપણે વેદે છે અને અનુભવ કરે છે.
સોગાનીજી લખે છે કે કોઈ કોઈ સાધકો તો શુદ્ધોપયોગમાં દેહને છોડે છે, ઠીક ! “મૃત્યુ કે લિયે તૈયાર રહના' આવે છે ને ? બે-ચાર બોલ લખ્યાં
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૨
પિરમાગમસાર-૧૯૧] છે. મૃત્યુ કે લિયે તૈયાર રહના ! અત્યારથી એની પરિણામની એવી સાવચેતી છે, સાવધાની છે કે કોઈપણ કાળે, કોઈપણ ક્ષણે દેહત્યાગનો પ્રસંગ ઉત્પન્ન થાય, તો એકદમ એક સેંકડમાં અંતર સાવધાનીમાં આવીને, પુરુષાર્થને એક સેંકડમાં એટલા જોરથી પ્રગટાવે છે, સહજપણે હોં ! પ્રગટાવે છે એટલે કત્રિમપણે નહિ, સહજપણે પ્રગટે છે કે કેટલાંક સાધકો તો શુદ્ધોપયોગમાં દેહત્યાગ કરે છે. ઠીક ! એવી વાત લીધી છે. મને સંભળાવો’ એ વાત પણ એને નથી. ઠીક ! લીધું છે. એવું તું બીજાં ઉપર શું કરવા લક્ષ કરે છે ? કે મને તમે ધર્મ સંભળાવો. ધર્મી એવો જે આત્મા, અનંતગુણનું નિધાન એ સ્વયમ્ તું છો. તારી પાસે છે એને સંભાળને ! એને સંભાળતા ધર્મ છે. એટલે ખરેખર એ મૃત્યુના કાળમાં જેવી જે જે સાધકની યોગ્યતા હોય તે તે પ્રકારની સાધનામાં આવી જાય છે. યોગ્યતાવાળા જીવને તો દરેક પ્રતિકૂળતા અનુકૂળતા જ થઈ પડે છે. પ્રતિકૂળતા પ્રતિકૂળતા નથી થતી પણ અનુકૂળતા થઈ પડે છે. * શ્રીમદ્જી એક જગ્યાએ એવું કહે છે કે આ કાળમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતાઓનું ઉત્પન્ન થવું તે સંસારથી તરવા બરાબર છે. આમ નાખ્યું છે, ઠીક ! જગતના જીવો એમ ઇચ્છે છે કે વર્તમાનમાં મને બધું અનુકૂળ રહો અને મારા ભવિષ્યકાળના બધાં પ્રસંગો અનુકૂળતાથી પસાર થાઓ ! વગર વિચાર્યું પણ બધાનો આ અભિપ્રાય છે. વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, અહીંયા આખી Line જુદી છે. અહીંયા તો કહે છે કે મુમુક્ષુ જીવને આ કાળમાં પ્રતિકૂળતાઓનું ઉત્પન્ન થવું, એ તો સંસારથી તરવા બરાબર છે. કેમકે સંસારનું ખરું સ્વરૂપ એ વખતે અવલોકવાનો તેને અવસર મળે
પ્રતિકૂળતામાં શું થાય છે કે જે અનુકૂળ વર્તનારાઓ હોય છે તે પણ પ્રતિકૂળતાએ વર્તવા લાગે છે. જેના પ્રત્યે જીવને મમત્વ હોય છે તે મમત્વ પણ કેટલું નિરર્થક હતું. એ આ બધું જોતાં એ એને સ્પષ્ટ સમજવાનો અવસર પ્રાપ્ત થાય છે. આ નજીકમાં નજીક હોય ને ! કુટુંબ-પરિવારમાં - દીકરા, દીકરી, પિતા, માતા, પતિ, પત્ની નજીકમાં નજીક હોય છે પ્રતિકૂળ વર્તવા લાગે ત્યારે એને એમ થાય કે હવે મફતનો. આ જીવ મમતા કરે છે. જે મમતા કરી કરીને એ ભવભ્રમણ વધારે છે. એ કેટલી મૂર્ખાઈ ભરેલી
Page #100
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા -
૮૩
છે. એ એને ત્યારે સંમજાય છે. એ (સમજવાનો) એને અવસર આવે છે. એ નિમિત્તે અવસર આવે છે.
બાકી તો અનુકૂળતાની કલ્પના જીવને એટલી હદે છે કે અનુકૂળતાઓના એવડા મોટા જબરજસ્ત ચણતરમાં એક ઈંટ એને આઘી-પાછી પોસાતી નથી ! અને એ અનુકૂળતાના મહેલમાં એક ખીલી પણ એને આડી-અવળી લાગવી જોઈએ નહિ–આ જીવની ઇચ્છા છે. એમાં અનંત અનુબંધનાં ચારેય કષાય રહેલાં છે—અનંતાનુબંધીના ચારેય કષાય રહેલાં છે. જે કોઈ સંપદાની વાંછા છે એમાં અનંતાનુબંધીના ચારેય કષાય સમાય છે. એકેય કષાય બાદ રહેતો નથી.
અહીંયા ગુરુદેવશ્રી કહે છે કે, ભાઈ ! એ (બહારની) વિપદા તે ખરેખર વિપદા નથી અને (બહારની) સંપદા તે ખરેખર સંપદા નથી. તો એ (સંપદા અને વિપદા) છે શું ? આ એક પ્રશ્ન થાય એવો છે. આ તો નથી’ એમ કહ્યું. નાસ્તિ અર્પિત કરી છે એમાંથી અનર્પિત શું છે ? આ કાઢવું જોઈએ કે નહિ ? અર્પિતપણે નાસ્તિ મૂકી છે કે આમ નથી, આમ નથી, આમ નથી. આમ નથી તો છે શું ? (તો કહે છે) કે જે કોઈ પ્રકારો અનુકૂળતાઓના છે અને જે કોઈ પ્રકારો પ્રતિકૂળતાઓના છે, તે તમામ જ્ઞાનનું જ્ઞેય છે. વીતરાગભાવમાં એટલે કે સામ્યભાવમાં બન્ને સ૨ખા જણાય છે. સરખા જણાય તેને સામ્ય કહે છે ને ? અત્યારે તો મોટો જબરજસ્ત આખો સામ્યવાદ દુનિયાનો ઊભો છે ! સામ્યવાદનો તો ઝઘડો છે.
સામ્યવાદી લોકો એમ કહે છે કે આ ધર્મની અંધશ્રદ્ધાએ - એટલે કે જેને ધર્મ Religion કહેવામાં આવે છે, એણે દુનિયાનો સર્વનાશ કર્યો છે ! ધર્મિષ્ઠ લોકોએ દુનિયાનો સર્વનાશ નોતર્યો છે ! Moscow ની દિવાલ ઉપર બહુ મોટા અક્ષરે એ વાત લખી છે. Moscow માંથી નીકળ્યું છે ને એ ? કેમકે એની અંદર એ લોકો એમ વિચારે છે કે ભાઈ, કોઈ ઊંચાનીચા હોય તો પૂર્વ પુણ્યને લઈને છે. પૈસાવાળા એના પૂર્વ પુણ્યને લઈને પૈસાવાળા છે. (ઊંચ-નીચું) એવું બિલકુલ ન ચાલે. બધાં જ સરખા જોઈએ. બધાંની સંપત્તિ સરખી જોઈએ. બધાના સંયોગો સરખા જોઈએ. બધાંના મોઢાં પણ સરખા જોઈએ, એવું નહિ ? બધાંના દીકરાં-દીકરી, કુટુંબ-પરિવાર સરખાં જોઈએ, એવું કાંઈ નહિ ?! એકલા પૈસા જ સરખા જોઈએ તે જ સામ્યપણું
·
Page #101
--------------------------------------------------------------------------
________________
८४
[પરમાગમસાર.૧૯૧] ? પણ એવી એક કલ્પના કરી છે.
એના (સામ્યવાદના) એક નેતા . પ્રખર માણસ મળી ગયાં હતાં, મેં કીધું, આવું તમે ધર્મને માટે વિચારો છો (તો) એકાદો પ્રશ્ન પૂછવાનો વિચાર છે કે આવું (ધર્મને માનવાવાળાને તમે અંધશ્રદ્ધાળુ કહો છો ! પણ અમે તો એમ કહીએ છીએ, ધર્મના ક્ષેત્રમાં રહેલાં એવા અમે તો એમ કહીએ છીએ કે, જે જગતની દોડ જડ રજકણના અનુકૂળ ગણાતાં પર્યાયો પાછળ, એની પ્રાપ્તિ પાછળ . એના Achievement પાછળ, શ્રદ્ધા ધરાવે છે કે આમાં સુખ છે, એ પંદરસો વર્ષ પહેલાં યજ્ઞ કરીને, પ્રાણીઓનો વધ કરીને હોમહવન કરનારા અંધશ્રદ્ધાળુઓ જેટલાં જ અંધશ્રદ્ધાળુ છે ! ઠીક ! પહેલાં તો એને પંદરસો વર્ષ પાછળ મૂક્યાં ! બુદ્ધિશાળી માણસ હતાં. બુદ્ધિમાં તેજસ્વી માણસ હતો એટલે એમ થયું કે આને થોડો ફટકો મારવા દ્યો ! માથામાં કોઈ હથોડો મારે ને ! એમ કીધું કે તમે લોકો ૧૫૦૦ વર્ષ પહેલાં અંધશ્રદ્ધામાં એ પ્રક્રિયા ચાલતી કે વરસાદ લાવવો છે (તો) કરો, યજ્ઞ કરો અને એની અંદર બકરાંને, પાડાને, પશુને–બધાંને હોમ કરો એટલે ઉપર વરૂણઇન્દ્ર છે એ પ્રસન્ન થાશે અને ઉપરથી વરસાદને મોકલશે ! એ વાત જેટલી બાલિશ અને મુર્ખાઈ ભરેલી હતી, એટલી જ આ વાત બાલિશ છે ! (એ કહે તમે આ વાત ભારે કરી ! ઇ (અંધશ્રદ્ધાળુ) કેવી રીતે ? મેં કીધું, (તમે) એમાં સુખ છે (એમ માનો છો, અને તમે Materialistic માણસ (કહેવાઓ છો) ! એ પોતાને એમ માને છે કે અમે તો Materialistic છીએ !! Materialism માં માનીએ છીએ, આમાં કઈ રીતે તમે Materialise કર્યું છે ? સુખને તમે જડ રજકણમાં કઈ રીતે Materialize કરો છો ? (પ્રશ્ન સાંભળીને) ઊભો રહી ગયો ! બુદ્ધિશાળી માણસ હતો. તેમને કહ્યું કે “તમે વેપારી જેવા દેખાઓ છો, પણ વાત તો બધી વિજ્ઞાનથી કરો છો !” મેં કીધું. એમાં શું વાંધો છે ? વેપારીને કાંઈ વિજ્ઞાન ન આવડે એવું થોડું છે કાંઈ ? (પછી મને કહ્યું, “વાત તો ઠીક છે તમારી. મેં એવું કાંઈ વિચાર્યું નથી” કહ્યું. તો એમ સાંભળ્યું છે કે તમે તો બહુ બુદ્ધિશાળી છો અને દુનિયાના સર્વ ધર્મમતોનું સાહિત્ય તમે વાંચ્યું છે. આ વાત કેટલી સાચી છે ? તો કહે,
એ વાત સાચી છે કે મેં તો ઘણાં ચાલતા સંપ્રદાયોનું અને ધર્મમતોનું સાહિત્ય વાંચ્યું છે, પણ કમનસીબે જૈનદર્શનનું જ સાહિત્ય નથી વાંચ્યું !” તો તો
Page #102
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૮૫
ખલાસ થઈ ગઈ વાત. આ વિષય જૈનદર્શનનો છે, જે દુનિયાના ધર્મના સાહિત્યમાં આ વિષય આ રીતે પ્રતિપાદિત થયેલો નથી.
"
અહીંયા શું કહે છે ? કે એ જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનીના જ્ઞાનમાં બહારના કહેવાતા અનિષ્ટ સંયોગ અને વિયોગ કે ઇષ્ટ સંયોગ અને વિયોગ તે તમામ જ્ઞાનનું જ્ઞેય છે, એવું સામ્યભાવપણે જ્ઞાનસહિતનું અનંતગુણનું વીતરાગી પરિણમન સાધકને વર્તે છે, એણે એ સિદ્ધાંતને અપનાવ્યો છે અથવા ગ્રહણ કર્યો છે. હવે જેને, જે સુખનું પણ કારણ નથી, જેને જે દુઃખનું પણ કારણ નથી, એના ગ્રહણ-ત્યાગની એને પકડ કેટલી ? (કહે છે) કે એના ગ્રહણ - ત્યાગની કોઈ પકડ એને નથી. એ જગતમાં જગતથી નિરાળો થઈને વસે છે, રહે છે અને પોતાનામાં મસ્ત છે. વીતરાગભાવની મોક્ષની મસ્તીમાં એ ચકચૂર છે. એને જગતના ગ્રહણ-ત્યાગ સાથે કાંઈ લેવાં દેવા નથી. એ રીતે બહારની સંપદા અને વિપદાનો આંક અથવા ધોરણ જ્ઞાનીઓએ માત્ર જ્ઞેયના’ ખાનામાં રાખીને નિશ્ચિત કરેલું છે.
તો પછી એને વિપદા અને સંપદા જેવું કાંઈ છે ? (કહે છે) કે હા, એ પણ એ માને છે. (બોલમાં) બે વાત લીધી છે. ‘નથી’ અને છે’. અહીંયા નાસ્તિ અને અસ્તિ - બન્ને સ્થાપી છે - એ પણ છે કે, ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે, ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે.' જેમાં ચૈતન્યના સુખની હાનિ થાય તે જ વિપદા છે. જ્યારે ચૈતન્યના સુખનો અભાવ હોય છે ત્યારે ચૈતન્યને દુઃખ હોય છે. એને કેમ વિપદા કહે છે ? કે આત્મામાં સુખ નામની એક શક્તિ છે, આ ૪૭ શક્તિમાં પાંચમી શક્તિનું એ વર્ણન છે - ‘અનાકૂળ ઉપયોગમયી સુખ શક્તિ.' સમયસારનાં પરિશિષ્ટમાં આત્માની ૪૭ શક્તિઓનાં વર્ણનમાં એક સુખ શક્તિ’નું વર્ણન છે. તો કહે છે કે (આત્મામાં) એક સુખગુણ છે. સુખ-શક્તિ છે એટલે એ ત્રિકાળી ગુણ છે, ત્રિકાળી શક્તિ છે. આત્મામાં અનાદિ અનંત ત્રણે કાળે જેની હયાતી છે એવી એ શક્તિ છે કે જેનું સામર્થ્ય અનંત છે. જેનું સુખ દેવાનું સામર્થ્ય અનંત છે, અપરિમિત છે, અમર્યાદિત છે, જેને ક્યાંય કોઈ સીમા લાગુ પડતી નથી. એવી જે સુખ શક્તિ છે એનું પરિણમવું પણ ત્રણે કાળે હોય છે. કોઈ કાળે કોઈપણ પદાર્થનો કોઈપણ ગુણ પરિણમ્યા વિનાનો રહી શકતો નથી—રહેતો નથી. આ સર્વ ગુણોની સ્થિતિ છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૧૯૧] વસ્તુ વિજ્ઞાનને વિચારીએ તો કોઈપણ પદાર્થ - કોઈપણ વસ્તુનો કોઈપણ ગુણ ક્યારેય પણ કોઈપણ સમયે પરિણમ્યા વિનાનો હોય નહિ. તેથી આત્માની સુખ-શક્તિ, સુખગુણ પણ સદાય પરિણમે છે. પણ જ્યારે તે વિકૃતરૂપે, વિકારીરૂપે, વિભાવરૂપે પરિણમે છે ત્યારે તે દુઃખરૂપે પરિણમે છે. એ સુખરૂપે નહિ પણ એનો દુઃખરૂપે અનુભવ (થાય છે) - ઊલટો અનુભવ થાય છે. ટૂંકામાં, દુઃખ છે તે સુખગુણની ઊલટી પર્યાય છે. દુઃખ છે તે સુખગુણની Fઊલટી પર્યાય છે. એ વિપદા કઈ છે ? કે ચૈતન્યનું વિસ્મરણ તે. - જ્યારે આ આત્મા પોતાના જ મૂળ સ્વરૂપને - નિજસ્વરૂપને ભૂલેલો છે અને એની બેસાવધાનીમાં - એના સ્મરણ રહિત, સાવધાની રહિત પરિણમે છે ત્યારે એનો સુખગુણ દુઃખરૂપે પરિણમતો હોય છે. એ દુઃખનો અનુભવ તે જ એને વિપદા છે. પછી એ લખપતિ હોય કે અબજપતિ હોય કે જગતનો રાજા હોય કે ગમે તે Lord, king, Emperor હોય, શહેનશાહ હોય ! છતાં ચૈતન્યના વિસ્મરણવાળા એ બધાં દુઃખી છે !
ગુરુદેવ તો વળી બહુ કહેતાં કે, “એ બધાં દુઃખના ડુંગરામાં દટાયેલા છે !” (પ્રવચન) સાંભળવામાં કોઈક કરોડપતિ સામે બેઠાં હોય ને (તો) શું કહેતાં ? કે આ તમે બધાં શેઠિયાઓ દુઃખનાં ડુંગરામાં દટાયેલા છો ! (અર્થાતુ) થોડું દુઃખ નથી પણ તમને ઘણું દુઃખ છે. પછી જરા હળવી પળોમાં એમ કહે કે, મોટી લાંબી લાંબી મોટરમાં બેસે, Imported air-conditioned ગાડીઓ આવે છે કે નહિ ? (પછી પૂછે) કેટલાંની છે ? (તો કહે) દસ લાખની છે. પચાસ લાખની છે. ગાડીમાં કપડાં સરખા પહેરીને બેઠો હોય લોકો જોવે કે સુખી છે. પણ એ ગાડીમાં નથી બેઠો ગાડી એની છાતી ઉપર બેઠી છે ! એની ઉપાધિ એને છે ને ! એમાં ક્યાંય ઘોબોઘડિયો ન પડે એની ઉપાધિ એને છે. જેટલી ઉપાધિ એને લગતી છે એ બધી એને છે. એને Maintain કરવાની જે ઉપાધિ છે એ બધી એને છે. એટલે એ ગાડીમાં નથી બેઠો પણ ગાડી એની છાતી ઉપર બેઠી છે. એ ઉપાધિ છે ને ? એટલે. * (માટે) કહે છે કે, ચૈતન્યનું વિસ્મરણ તે જ મોટી વિપદા છે. એમાં દુઃખ પરિણમતું હોવાથી એને મોટી વિપદા ગણીએ છીએ. વિસ્મરણમાં શું લીધું છે ? કે સંસારી મિદષ્ટિ જીવ સંપૂર્ણપણે - પૂરેપૂરો આત્માને ભૂલીને પ્રવર્તે છે. સિદ્ધસમાન સદા પદ મેરો બનારસીદાસજીએ ગાયું છે. સિદ્ધ
Page #104
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૮૭ સમાન સદા પદ મેરો સદા એટલે ક્યારે ? કે ત્રણે કાળે, અત્યારે પણ. એવું જે પોતાનું નિજપદ છે એનું વિસ્મરણ કરવું એને ભૂલી જવું, એના અભાનમાં અને હું માણસ છું કે જે તે પર્યાયને પ્રાપ્ત છું, તે પર્યાયપણે માનીને, તેના સભાનમાં મોટી વિપદા ઊભી થાય છે. ચારગતિનું પરિભ્રમણ એની અંદર રહેલું છે. એમાં સર્વ કાળે દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. કોઈ કાળે દુઃખ નથી એવું નથી. તેથી તે જ મોટી વિપદા છે, અને જેને ચૈતન્યનું સ્મરણ થયું તે ખરેખર સાચી સંપદા છે.
અહીંયા (ચૈતન્યનું) સ્મરણ એટલે માત્ર રટણ કરે, સંભારીને રટણ કરે અથવા માળા કરે, નામસ્મરણ કહે છે ને ? એ નહિ. (પરંતુ) અંતર સાવધાનીથી અંદરમાં અભેદ અનુભવથી (ચૈતન્યને સ્પર્શે અથવા એના ભાનમાં રહે, તેને સ્મરણ કહે છે). જુઓ ! ભાન એક એવી ચીજ છે કે એને સ્મરણ કરવાની જરૂર નથી. સ્મરણ એની પાસે ઓછું પડે છે. હું માણસ છું. એનું સ્મરણ કરવું પડે છે ? મારું નામ ફલાણું રાખ્યું છે એનું સ્મરણ કરવું પડે છે? આવો - આવો હું છું, એનું સ્મરણ કરવું પડે છે ? કાળો છું, ધોળો છું, ઊંચો છું, નીચો છું, કાંઈ સ્મરણ કરવું પડે છે ? કે કાંઈ નહિ. એનું ભાન રહે છે, એ સ્મરણથી પણ વધારે છે. એમ જે ચૈતન્યનું ભાન છે એ સાગ્રી સંપદા છે. સ્મરણ અહીંયા ‘ભાનના રૂપમાં છે. જે ભાન ક્યારે પણ વિસ્મૃતિને પામતું નથી, ભાન છે અને સ્મૃતિ - વિસ્મૃતિની અપેક્ષા નથી. તેથી એમ કહેવાય છે) કે એની વિસ્મૃતિ થતી નથી. પણ ખરેખર તો સ્મૃતિ–વિસ્મૃતિની અપેક્ષા એમાં નથી.
આમ તો સ્મૃતિ–વિસ્મૃતિ એ મતિજ્ઞાનનો ભેદ છે. મતિજ્ઞાનના જે પાંચ ભેદ છે ને એમાં સ્મૃતિ' (છે) એ મતિજ્ઞાનનો ભેદ છે. તેથી આ જાતિસ્મરણને પણ મતિજ્ઞાનના ભેદમાં નાખ્યું છે. શ્રુતજ્ઞાનના ભેદમાં નહિ. સ્મૃતિનો ભેદ છે ને, એટલે એ મતિજ્ઞાનનો ઊઘાડ છે. જાતિસ્મરણ તે મતિજ્ઞાનનો ઊઘાડ
અહીંયા તો જે “ભાન' છે એમાં એકલું જ્ઞાન નથી. ભાનમાં તો શ્રદ્ધા પણ છે, ભાનમાં તો જ્ઞાન પણ છે અને ભાનમાં તો સ્વરૂપાચરણચારિત્ર પણ છે, સ્વરૂપ ભાનમાં દર્શન-જ્ઞાન-ચારિત્રનું એકત્વ હોવાથી, ધર્માને છે ને આ સ્વરૂપનું ભાન ? એમાં દર્શન-જ્ઞાનચારિત્રનું પરિણમન હોવાથી, એ
Page #105
--------------------------------------------------------------------------
________________
८८
[પરમાગમસાર-૧૯૧]
સ્મૃતિ કરતાં વધારે મજબૂત પર્યાય છે, વધારે તાકાતવાળી પર્યાય છે. એ તો મુખ્ય ત્રણ ગુણ છે એટલે એમ કહેવાય છે. ભગવાનને જે અનંત ચતુષ્ટય પ્રગટ્યા છે એની અંદર ચારિત્ર તો સાધકદશાનો ભેદ હોવાથી, ચારિત્રને ફેરવીને સુખમાં નાખ્યું છે. ભગવાનને અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખ છે એમ લીધું છે. અનંત ચતુષ્ટયમાં અનંત ચારિત્ર છે, એમ નથી કહેવાતું અને ચોથું અનંત વીર્ય લીધું છે. એ પણ મુખ્ય ગુણ છે. એમ (અહીંયા ધર્મીને) ભાનમાં પણ અનંત પુરુષાર્થ છે. આત્માના સ્વરૂપ ભાનમાં અનંતો પુરુષાર્થ છે. એમ એ વાત સાથે છે. (માટે) ચારગુણ લેવા જોઈએ.
જેને અહીંયા સ્મરણ કહ્યું છે કે “ચૈતન્યનું સ્મરણ ખરેખર સાચી સંપદા છે.’ તો એ ચૈતન્યની સંપત્તિમાં સમ્યક્દર્શનની પર્યાય છે, સમ્યક્ત્તાનની પર્યાય છે, સમ્યક્ચારિત્રની પર્યાય છે એટલે સમ્યક્ સુખની પર્યાય છે અને સમ્યપુરુષાર્થની પર્યાય છે—ચારેય છે, એની અંદર ચતુષ્ટય છે તેથી તે સાચી સંપદા છે. જીવની જે ગુણ સંપત્તિ છે એ ગુણ નિધાનમાંથી ઉત્પન્ન થયેલું એ પરિણમન છે. જીવનું એ પરિણમન તો ગુણના નિધાનમાંથી ઉત્પન્ન થયેલું ગુણવાન પરિણમન છે. નિર્દોષ અને પવિત્ર પરિણમન છે. એ જીવની સાચી સંપત્તિ છે. એને સંપદા કહેવામાં આવી છે. પછી ભલે તે એકાકી હોય, નિર્ધન હોય, બહારમાં એને કોઈ ઓળખતું ન હોય, કોઈ બોલાવતું ન હોય, અરે...! કોઈ હડહડ કરીને કાઢતું હોય, તોપણ તે સાચી સંપાવાળો છે. શ્રીમદ્જીએ એક જગ્યાએ લખ્યું છે, જેની જીંદગીનો ધ્રુવકાંટો લોકદૃષ્ટિમાં છે, એમ કરીને વાત લીધી છે ને...! કેટલાંક ટુકડાં તો બહુ સાસ એ લખે છે ! લોકસંજ્ઞા ! લોકદષ્ટિ નહિ પણ લોકસંજ્ઞા છે. લખાણની ગંભીરતા બહુ છે !!
લોકસંજ્ઞા એટલે શું ? કે બીજાં લોકોની નજરમાં હું અમુક પ્રકારે (દેખાઉં), મારું અમુક ગણતરીવાળું (સ્થાન હોય), હું મને જેવો દેખાડવા માગું છું એવું ધોરણ બીજાની નજરમાં સચવાઈ રહે તો સારું, એને લોકસંજ્ઞા કહે છે. પછી પૈસાવાળો પૈસાની ગણતરી મૂકે છે, માનવાળો માનની ગણતરી મૂકે છે, શિષ્યવાળો ગુરુની ગણતરી મૂકે છે કે હું ગુરુપદે રહું તો ઠીક. એમ જે તે (પ્રકાર) એનું સ્થાન એણે લોકોની વચમાં કહ્યું છે. તેવી દૃષ્ટિ રહ્યાં કરવી. એટલે તે સ્થાન સાચવવાનો સર્વ પ્રકારે એનો જાણ્યે - અજાણ્યે પ્રયત્ન
Page #106
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા :
૮૯ થયા વિના રહે નહિ. એવી જે પરિણમનની પ્રકૃતિ અને જ્ઞાની લોકસંજ્ઞા કહે છે. આ લોકસંજ્ઞાનો અર્થ છે, ભાઈ, ઠીક !
પ્રશ્ન :- અંદર અંદર એવા પરિણામ થાય ?
સમાધાન : અંદર અંદર એને એ જ પ્રકારે પરિણામ રહે કે, મને લોકો આમ જોવે તો સારું, લોકો મને આમ જોવે તો સારું, મારું ક્યાંય હીણું ન બોલાય તો સારું, મને કોઈ હીણપણે ન જોવે તો સારું. અમુક રીતે મને ધર્મી જોવે તો સારું. મુમુક્ષુ લ્યો (ને) ! આપણે આપણી વાત લ્યો ને ! પૈસાવાળાની (વાત) એકબાજુ રાખીએ). મને મુમુક્ષુ તરીકે સમજે તો સારું, મને ધર્મો સમજે તો સારું, મને જ્ઞાની સમજે તો સારું ! કહે છે કે ભાઈ ! બહુ મોટી ખામી છે. એ લોકસંજ્ઞા છે એ જેની જીંદગીનો ધૃવકાંટો છે, એટલે કે એ એનું ધ્યેય થઈ ગયું છે. જે બેયના સ્થાને હોય એને ધ્રુવકાંટો નામ આપે છે.
એટલે અહીંયા કહે છે કે જો તારે મુમુક્ષુની હરોળમાં આવવું હોય, જો તારે મુમુક્ષુની પંક્તિમાં આવવું હોય, તો જ્ઞાનીનો આદેશ એ છે કે તું તારી જીંદગીનો ધુવકાંટો પરિપૂર્ણ નિર્દોષ થવાનો - મોક્ષનું ધ્યેય બાંધજે. ધ્યેય ક્યુ ? પૂર્ણતાનું લક્ષ ! પરિપૂર્ણ નિર્દોષ થવું છે એવું જે ધ્યેય છે. એ ધ્યેય તે જીંદગીનો ધુવકાંટો હોવો જોઈએ. એને બદલે લોકસંજ્ઞા જેની જંદગીનો ધુવકાંટો છે. (આ) નાસ્તિમાંથી અસ્તિ કાઢી કે આ ન હોવું જોઈએ તો શું હોવું જોઈએ ? તે જીંદગી ભલે ગમે તેવી શ્રીમંતાઈવાળી હોય તે જંદગી ભલે ગમે તેવી સત્તાવાળી હોય કે તે જીંદગી ગમે તેટલા કુટુંબપરિવાર આદિવાળી હોય, આદિવાળી એટલે જૂથવાળી હોય, ગમે તે પ્રકારના યોગવાળી હોય તો પણ તે એકાંતે દુઃખનો જ હેતુ છે. એમાં દુઃખા મટવાનો ક્યાંય અવસર નથી અને ક્યાંય સુખ થવાનો પ્રકાર છે નહિ. |
આત્મશાંતિ એટલે આત્મિક સુખ, આત્મિક સંપત્તિ અહીંયા ગુરુદેવ જેને સંપદા કહે છે. દરેકને ભાષા પોતાની મૌલિકતાથી આવે છે. એ વિષય છે તે એક જ છે. આત્મશાંતિ જે જીંદગીનો ધુવકાંટો છે તે જીદંગી ગમે તો એકાકી હોય (એટલે કે એકલો હોય, કોઈ એને સંગ ન હોય, કોઈ
ને સાથ ન દેતું હોય, એમ કહે છે. તે એકાકી હોય, નિર્ધન હોય, નિર્વસ્ત્ર હોય, નગ્ન દિગંબર હોય છે–જંગલમાં મુનિરાજ હોય છે ને ! તોપણ તે
Page #107
--------------------------------------------------------------------------
________________
GO
પિરમાગમસાર-૧૯૧] પરમ સમાધિનું સ્થાન છે. એવું જેણે આત્મશાંતિનું ધ્યેય બાંધ્યું છે એ આત્માની પરમ સમાધિ અવસ્થામાં (રહે છે. જ્યાં સામ્ય છે ત્યાં સમાધિ છે અને સમાધિ છે ત્યાં સામ્ય છે. ‘સામ્ય છે તે જીવના મોહ-લોભ વિહીન પરિણામ છે.' પ્રવચનસાર (૭મી ગાથામાં) સામ્યની આવી) પરિભાષા કરી છે. જૈનદર્શનનો આ સામ્યવાદ છે ! કે જીવના મોહ-લોભ વિહીન, મોહ વિહીન પરિણામ અને ચંચળતા, અસ્થિરતા, ક્ષોભ વિહીન : ડહોળાયેલા નહિ એવા સ્થિર ઉપયોગના પરિણામ, આત્મ-સ્થિરતાના પરિણામ તે ખરેખર સામ્યના પરિણામ છે, એ પરમ સમાધિના પરિણામ છે. એ જીવની સાચી સંપત્તિ છે અને એમાં આત્મશાંતિ રહેલી છે. જગતની સંપત્તિની એને કોઈ ગરજ - નથી, એને જગતની સંપત્તિની કોઈ ગરજ નથી.
શ્રીમદ્જીએ ગાયું છે, ‘વંદે ચક્રી તથાપિ ન મળે માન જો મુનિને આમ હોય છે એટલું પ્રતિપાદન નથી, હું સાધક છું, અને એ સ્થિતિની હું ભાવના ભાવું છું, “અપૂર્વ અવસર' ગાયું છે ને ! આ અપૂર્વ અવસર ગાયું છે કે આવા જે મુનિરાજ છે, જંગલમાં ધ્યાનમાં બિરાજમાન છે. ચક્રવર્તી સેના લઈને નીકળે અને જો એ ભાળી જાય કે અરે...! ઓલા ઝાડ નીચે મુનિરાજ ધ્યાનમાં બિરાજે છે ! તો હાથીના હોદેથી હેઠો ઉતરીને સાષ્ટાંગ નમસ્કાર કરે ! છતાં જે સામું જોતાં નથી !! એ નમસ્કાર કરે એને લોકો મોટાઈ માને છે. વીતરાગી મુનિને તો (એ) જ્ઞાનનું જોય છે. એને તો કોઈ પત્થર મારનાર ઉપસર્ગ કર્તા છે કે એને કોઈ ચક્રવર્તી વંદનાર છે બન્ને “જ્ઞાનના શેય એક સરખા છે. એને આ સારો છે અને મારો છે, મારો માનનારો તે મારો છે, એવી સંકુચિતતા વીતરાગ ભાવમાં આવતી નથી. એ ભાવના -ભાવી છે. શ્રીમદ્જીએ મુનિનું વર્ણન કર્યું છે એ તો એક દૃષ્ટિકોણ છે, જે ગૌણ છે, મુખ્ય દૃષ્ટિકોણ તો એ કાવ્યનો એ છે કે એવો અપૂર્વ અવસર મને ક્યારે આવે !” એ એનો મુખ્ય દૃષ્ટિકોણ છે.
એટલે એમ કહ્યું છે. આ એમણે લીધું છે . ૩૪માં વર્ષની આ વાત છે. લ્યો ! ૩૪માં વર્ષે એમનો દેહાંત છે અને એ છેલ્લે (પત્રાંક - ૯૪૯માં) આ વાત લખતાં ગયાં છે. બહુ સૂત્ર જેવો ટુકડો છે ! જગતના સંયોગો પાછળ ધસમસતા પ્રાણીઓને Break મારે એવો આ ટુકડો છે કે ભાઈ ! એ ગમે તેટલી શ્રીમંતાઈ, સત્તા અને કુટુંબ-પરિવાર તને મળો ! (પણ) તારી
Page #108
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા જંદગીનો ધુવકાંટો ઊલટો છે. એ તને દુઃખનું કારણ થશે, વર્તમાન દુઃખનું કારણ (છે) (અને ભવિષ્યમાં એની પરંપરા પણ અનંત દુઃખની છે. એ ખરી સંપત્તિ અને ખરી સંપદા નથી. એ કહેવાતી અનુકૂળતા પાછળ દોડવા જેવું નથી. ,
પ્રશ્ન :- જાણ્યે-અજાણ્યે લોકસંજ્ઞા રહી જાય એમ કહ્યું, તો અજાણપણે પણ લોકસંજ્ઞા રહી જાય ?
સમાધાન . વિચારી જોવું કે આપણે આવો સ્પષ્ટ વિચાર નથી કર્યો કે મને ફલાણો આમ જોવે તો સારું, ફલાણો આમ જોવે તો સારું, ફલાણો આમ જોવે તો સારું, પણ જ્યાં સુધી આત્મશાંતિનું ધ્યેય, પરિપૂર્ણતાનું ધ્યેય, મુમુક્ષુની ગણનામાં આવ્યાં છતાં કોઈ જીવ બાંધતો નથી . બીજાને તો પત્તો (લાગે એવું નથી આમાં, એને આમ રહે છે કે નહિ ? એને આમ રહે છે કે નહિ ? કે લોકો મને આમ જોવે તો સારું. બીજાનો એને બહુ વાંધો નથી) - અજાણ્યાનો એને કાંઈ વાંધો નથી. (પણ) જે લોકો મને જાણે છે, એ મને આમ જાણે છે, આવો મને સારો જાણે છે, ઠીક જાણે છે, એમાં ફેરફાર ન થાય તો સારું, એમ તો છે કે નહિ ? જાણ્ય. અજાણ્યું પણ એ વાત પડી છે કે નથી પડી ? આ એને લોકસંજ્ઞા કહે છે. | બધાને સારું લગાડવાનો તો એ શક્ય એટલો પ્રયત્ન કરે છે પણ એમાં એની મર્યાદા છે. એમાં એ પૂરો પહોંચી ન વળે (કેમકે) કોઈને ખરાબ લગાડવાનો પ્રસંગ પણ આવે, પણ છતાંય તે સામાન્યપણે એની આ એક અભિપ્રાયની સ્થિતિ છે. એના વિચારેલા કે વણવિચારેલા અભિપ્રાયની સ્થિતિ છે કે જે મને જાણે છે એમાં મારું જે સ્થાન છે એ ટકી રહે અને જળવાઈ રહે તો સારું, અને એ સ્થાનમાંથી હું Degrade ન થાઉં તો સારું. લોકોની દૃષ્ટિમાંથી Degrade ન થાઉં તો સારું, એ સ્થાનમાં હું આગળ વધું અને લોકો મને વધારે ને વધારે સારો ગણતાં જાય, એ તો એ ઇચ્છે જ છે. જીવની આ સ્થિતિ પડી છે. એને જ્ઞાનીઓએ “લોકસંજ્ઞા' કહી છે.
એ લોકસંજ્ઞામાં અનંતાનુબંધીના ચારે કષાય પડ્યાં છે. અને જીવને એ દુઃખનું મહાદુઃખનું અનંત દુઃખનું અનંત પરિભ્રમણનું કારણ છે. એ મોટી વિપત્તિ છે. અદરમાં સ્વરૂપનું ભાન રહેવું કે જેમાં લોકસંજ્ઞાના અભાવ છે, એને અહીંયા “સ્મરણ' શબ્દ વાપર્યો છે. અંતર સાવધાની છે, એ જીવની
Page #109
--------------------------------------------------------------------------
________________
પિરમાગમસાર-૧૯૧]
ખરેખર સાચી સંપત્તિ છે અને એ લોકાગ્રે પહોંચવાનો માર્ગ છે. એ સિદ્ધપદમાં પહોંચવાનો માર્ગ છે. અહીં સુધી રાખીએ.
પરિણામનું અવલોકન કરવાનું કહેવામાં આવે છે. ત્યાં પણ પર્યાયબુદ્ધિ દઢ થાય, તેવો વિપર્યાસ થવો ન જોઈએ. તે ખાસ ધ્યાનમાં / લક્ષમાં લેવા યોગ્ય છે. અવલોકન વડે, પરલક્ષનો અભાવ કરાવવાનો હેતુ છે - તે ઉપરાંત, સ્વભાવ ઓળખવા માટે જ્ઞાન નિજાવલોકનરૂપ અનુભવાતા ભાવોનો પરિચય સાધી, સ્વભાવનો નિર્ણય કરાવવાનો હેતુ છે. પરિચયની પ્રક્રિયા (Process) નિજ ભાવોના અવલોકન સિવાઈ, અન્ય પ્રકારે થઈ શકતી નથી. પરંતુ માત્ર પરિણામને જ દેખતા રહેવાથી, સ્વભાવનો નિશ્વય થવાનું રહી જાય, તો પર્યાયનું એકત્વરૂપ મિથ્યાત્વ દઢ થઈ જાય – તેવો વિપર્યાસ થાય નહિ, તે અવલોકનમાં પ્રવેશતાં જ લક્ષમાં હોવું જોઈએ. અવલોકન કરવાનું કહેવામાં આવે કે અન્ય કાંઈ કરવાની વાત હોય, કોઈ પણ પર્યાયની મુખ્યતા રહેવી / થવી ન જોઈએ. પરંતુ સહજ તેમ થઈ જાય (સ્વરૂપ લક્ષ) • તેમ સમજવા યોગ્ય છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૮૧) |
Page #110
--------------------------------------------------------------------------
________________
અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે, ઘર થઈ જાય છે. અભિપ્રાય બદલવો એ એને જીવન બદલવા જેવું લાગે છે.” ૨૧૪.
છે
પ્રવચન-૯, તા. ૧૧-૪-૧૯૮૩
પરમાગમસાર, બોલ) ૨૧૪. “અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે....” એટલે કે એમાં ઘર થઈ જાય છે.” આ શબ્દ ઘરગથ્થુ છે. Idiomatic છે . “ઘર થઈ જાય છે. રોગ જેમ ઘર થઈ જાય છે, એનું સ્થાન છોડતો નથી. એમ અભિપ્રાય છે એ અનુસાર એનું પરિણમન ત્યાં ઘર કરી જાય
કહે છે કે સ્વાધ્યાય આદિ રોજની આ પ્રક્રિયાનો વ્યવહાર શા માટે? કે અભિપ્રાયને બદલવા માટે. પહેલો અભિપ્રાય બદલાય છે અને પછી એની શ્રદ્ધા બદલાય છે. કેમકે અભિપ્રાય સમજણ અને જ્ઞાનપૂર્વક બદલાય છે અને એનું ફળ પછી શ્રદ્ધા ગુણમાં આવે છે.'
એટલે એમ કહે છે કે અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે અને એ અભિપ્રાય છે એ એનો પૂર્વગ્રહ છે. માણસ નથી કહેતાં કે, તમે આના માટે શું માનો છો ? એ માટે) મારો આ અભિપ્રાય છે, આ મારો મત છે. (એમ આપણે કહીએ). અભિપ્રાય કહો - મત કહો . પૂર્વગ્રહ કહો,
મ
ન
*
* *
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૪
પિરમાગમસાર-૨૧૪] (એકાર્થ છે). એને એના માટે જે ગ્રહીને નક્કી કર્યું કે આ આમ જ, આ આમ જ . એ એનો અભિપ્રાય થઈ ગયો ને ! પછી એને એ રીતે જ જોવે. મહાન જ્ઞાની અને સંત હોય, પણ અભિપ્રાયમાં એમ નક્કી કર્યું હોય કે આનામાં કાંઈ નથી). એ એને તરવાની, સોના જેવી વાત મૂકે ! (તોપણ) એને રુચે નહિ, એનું ધ્યાન જાય નહિ, એનું લક્ષ જાય નહિ, એ સમજી શકે નહિ અને અજ્ઞાની હોય, મિથ્યાત્વને દઢ કરતો હોય પણ એમાં મહાનતા કલ્પી હોય; કુળગુરુમાં તો એમ જ થાય ને . આ અમારા ગુરુ છે એટલે મહાન છે ! તો એની કોઈપણ વાત સાધારણ હોય તો(પણ) એને એમ (થાય કે) આહા..! શું કહે છે આ..! શું કહે છે ! જુઓ તો ખરા ! બ્રહ્મ વાક્ય લાગે ! આ એનો અભિપ્રાય ઘર કરી ગયેલી ચીજ છે.
એટલે તો જ્ઞાનીઓ મુમુક્ષુને પહેલાં એ શિખામણ આપે છે કે, તમામ પ્રકારનો પૂર્વગ્રહ છોડીને અથવા સાદી ભાષામાં એમ કહે છે કે કોરી પાટી કરીને એકવાર તું આ સાંભળ ! જોકે કોરી પાટી થવી એટલી સહેલી નથી. પૂર્વે ગ્રહાયેલું મૂકવું એટલું સહેલું નથી. એ બહુ પુરુષાર્થે અને બહુ મથામણે અને બહુ મંથનથી છૂટે છે. પણ હળવો થઈ શકે છે જીવ ! એ પૂર્વગ્રહમાં, જો પૂર્વગ્રહની પકડમાં થોડી હળવાશ આવે, એટલે કુતૂહલ અને જિજ્ઞાસાથી એને હળવાશ આવે કે, જોઈએ તો ખરા શું કહે છે ? એ કહે છે એ બરાબર છે, સાચું છે કે ખોટું છે ? એમ તો તપાસીએ. એમ કરીને પણ જો કાંઈક એની યોગ્યતા તપાસવામાં જાય, પણ પૂર્વગ્રહ છોડીને ! - ખોટું જ કહે છે એમ રાખીને નહિ (પણ) નિષ્પક્ષપણે જો એને તપાસવામાં જાય તો એને સત્ય - અસત્યનો વિવેક થાય એવો મિથ્યાજ્ઞાનમાં પણ થોડો અવકાશ . જગ્યા રહેલી છે.
આમાં પાછળ એક બોલ લીધો છે. આમાં ૧૦૦૦ છે લ્યો ! ૧૦૦૮ બોલ છે ને એમાં છેલ્લેથી બીજો બોલ.
જિજ્ઞાસુ જીવે સત્યનો સ્વીકાર થવા અર્થે અંતર વિચારના સ્થાનમાં.' ક્યાં લીધું ? આ અભિપ્રાયનું સ્થાન છે. અંતર વિચારનું સ્થાન છે એ અભિપ્રાયનું સ્થાન છે. એ ખાલી કરી નાખવું, એમ કહે છે. જિજ્ઞાસુજીવે જો સત્યનો અભિપ્રાય બાંધવો હોય; એમાં બીજી વાત ન લીધી, જિજ્ઞાસાવાળો (જીવ) લઈ લીધો. એનું વિશેષણ જિજ્ઞાસુ લીધું. એને “સત્યનો સ્વીકાર થવા
Page #112
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા.
૯૫ અર્થે અંતર વિચારના સ્થાનમાં સત્યને સમજવાનો અવકાશ અવશ્ય રાખવો જોઈએ.’ આની પાછળ વાત શું છે ? આ તો ગુરુદેવશ્રી પ્રવચન કરતાં ત્યારે આવા ટુકડાં નીકળી પડતાં ! આ વળી કોઈ ઝીલી લે, એ આવી ગયા !!
કહે છે કે તને સત્ય મળી ગયું છે ? એક (વાત) નક્કી કર તું. પરમ સત્ય તને ઉપલબ્ધ છે ? પ્રાપ્ત છે ? મળી ગયું છે ? ના ભાઈ ! હજી તો મને કાંઈ પરમ સત્ય મળ્યું નથી. એ વાત તો ચોખ્ખી એકરાર કરવા જેવી છે. તો હવે એક કામ કર તું ! ભલે ન મળ્યું હોય. તું એક કામ કર ભાઈ ! કે તારા અંતર વિચારના સ્થાનમાં - અભિપ્રાયમાં આ જ સત્ય છે એ વાત હવે છોડી દે ! જ્યાં સુધી તને સત્યની અનુભૂતિ ન થાય, અપરોક્ષ, સાક્ષાત્, પ્રત્યક્ષ અનુભૂતિ ન થાય, ત્યાં સુધી અંતર વિચારના સ્થાનમાં સત્યની જગ્યા તું ચોક્કસ ખાલી રાખજે, એમ કહેવું છે. નહિતર ક્યાં તું એવો પકડાઈ જઈશ, એવો પકડાઈ જઈશ કે પત્તો લાગશે નહિ. એનંત જન્મ-મરણનો છેડો લાવવો હોય તો પરમ સત્ય છે, એને માટે અભિપ્રાયમાં એટલે કે અંતર વિચારના સ્થાનમાં, એ સમજવા માટે એણે અવકાશ રાખવો જોઈએ. છે કે નહિ ? કેવી વાતો આવી છે !! - અનેક આગમમાંથી સાર-સાર ખેંચીને નાખ્યું છે. એટલે પરમાગમસાર' નામ દેવાનું કારણ એ છે. અનેક પરમાગમો ઉપરનાં ગુરુદેવના પ્રવચનોમાંથી તારવેલા આ બધાં વચનામૃતો છે). જંગલમાં રહીને દેહાતીત દશામાં જે આચાર્યોએ અને સંતોએ જેને આહાર, કપડાંની કોઈ પડી નથી ! દિગંબર છે ! આહારની તો, મહિના-મહિનાના ઉપવાસ થાય (તોપણ) ખબર પડે નહિ, ખાધું છે કે નથી ખાધું ! કેટલાં દિથી આહાર લીધો નથી ઈ ભૂલી જાય છે ! આ તો જેની દશા છે ! એવા સંતોએ - મહાત્માઓએ જંગલમાં રહીને જે સત્યને અક્ષરદેહ આપ્યો, જેણે અક્ષરદેહ આપ્યો છે, સત્યનો આ અક્ષરદેહ છે. એના ઉપર ગુરુદેવશ્રી જેવા સમર્થ મહાત્માઓએ જે પ્રવચનો કર્યા, એમાંથી પણ Total મારી મારીને ક્યાંક વાતો સિદ્ધાંત જેવી કરીને રાખી હોય ઈ આમાં ખેંચી લીધી છે ! એવું લક્ષ રાખ્યું છે. આખા પ્રવચનનો કસ ક્યાં પડ્યો છે ? એક પ્રવચનમાંથી, એક ગાથાના એક પ્રવચનમાં આખા પ્રવચનનો કસ ક્યાં આવે છે ? ત્યાંથી પકડ્યું છે. એટલે તો વિસ્તારથી
Page #113
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૨૧૪]
૯૬
ઘણી વાતો આવી છે. એ આ બધી સિદ્ધાંત જેવી વાત છે.
(કહે છે કે) અભિપ્રાય એ તો જીવનું જીવન થઈ જાય છે.' જોજે ભાઈ ! એ અનુસાર તારું જીવન (ચાલશે) - અભિપ્રાય અનુસાર ચાલશે. નાની-મોટી દરેક વાતમાં, જે—જે વિષયમાં જે—જે પ્રકારે અભિપ્રાય બાંધી લ્યે છે, બસ ! એના પરિણામની ચાલ છે એ એના ઉપર છે. અહીંયા પણ એમ નથી થતું ? ઘરે જવું હોય, તો એક નક્કી કરી નાખ્યું કે ઘરે જવું છે, પછી વાતો કરતો, આડુઅવળે જોતો ગમે એમ ચાલે નહિ - એ ઘરે જ પહોંચે છે. કારણ શું છે ? છપ્પનસો વિચાર રસ્તામાં કરશે, હજાર માણસોનો અને વાહનોનો Traffic - રસ્તામાં આવશે અને વાતોમાં આમ લાગી ગયા હોય, ૨-૪ જણા સાથે હોય તોપણ એ ઘર બાજુ જ ચાલે છે. એને અભિપ્રાય શું કામ કરે છે ! એક સામાન્ય વાતમાં પણ નિર્ણય અનુસાર, અભિપ્રાય અનુસાર જેનો વિકલ્પ ઊઠાવ્યાં વિના આટલી પ્રવૃત્તિ ચાલે ! (એમ અહીંયા જો) એને પરમ સત્યનો અભિપ્રાય થઈ જાય, પરમ સત્ય એના અભિપ્રાયમાં બેસી જાય, એની પરિણતિ અસત્યને છોડીને, અસત્ય એવા જન્મ-મરણને પણ છોડીને એને સિદ્ધાલય સુધી પહોંચાડે છે ! એ પરમ સત્યનું સ્થાન ત્યાં છે, પણ મૂળ એનું અહીંયા છે. એના એ સત્ય અભિપ્રાયને શાસ્ત્ર પરિભાષા(માં) સમ્યક્દર્શન કહેવામાં આવ્યું છે. જેને સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન છે એનો અભિપ્રાય Guaranteed સત્ય છે. બીજાની ભૂલ થાય (કે) ભાઈ ! એ તો શાસ્ત્ર વાંચ્યું છે એ તો આમ જ કહેને ! (પણ) એમ ન ચાલે. એનો (યથાર્થ) અભિપ્રાય થઈ જવો જોઈએ. નહિતર જ્યાં સુધી એ દશા પ્રગટતી નથી ત્યાં સુધી કોઈપણ જીવને ગડબડ રહે છે.
એ જીવનું જીવન થઈ જાય છે, અભિપ્રાય અંદરમાં ઘર કરી જાય છે અને જે અભિપ્રાય નક્કી કર્યો હોય, એ બદલવાનો જ્યારે પ્રસંગ આવે, ત્યારે એને આખું જીવન બદલવું પડે એવું લાગે છે. માણસ વેપાર નથી ફેરવી શકતો. લોખંડનો વેપાર કરતો હોય એને એમ કહો કે તું હીરાનો (વેપાર) કર, એટલે એમ કહે કે આપણું કામ નહિ, આપણને ન ફાવે. શું છે કે જેનાથી એ ટેવાઈ ગયો છે (એ છોડીને) એને નવું કાંઈક (કરવાનું આવે ત્યારે) આખું બદલવું પડે એમ લાગે. નવું આવતાં આખું બદલવું પડે એમ લાગે. એટલે એક ભવમાં બે ભવ કરવાં જેવું લાગે છે. .(એ એમ જ
Page #114
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
કહે) આપણને ફાવે એવું નથી. આ તો અનાદિથી એને અસત્યનો અભિપ્રાય ઘર કરી ગયો છે અને એને કાઢવો છે. એ ફેરવતા એને જીવન બદલવાનો વારો આવ્યો હોય એમ લાગે) છે.
પણ જેણે એમ નિશ્ચય કર્યો છે, જે કૃતનિશ્ચયી છે કે મારે મારું જીવન બદલવું છે. જે જીવન જે રીતે ચાલી રહ્યું છે તે રીતે જીવવું નથી, પણ કોઈ એવી રીતે જીવવું છે કે જેના ફળમાં જન્મ-મરણ મટે અને જેના ફળમાં આત્માની અનંત શાંતિ સદાય રહે, શાશ્વત રહે, એવું જીવન જીવવું છે. એના માટે જેણે નિર્ણય કરી નાખ્યો છે, દૃઢ સંકલ્પ કરી નાખ્યો છે, દૃઢ નિશ્ચય કરી નાખ્યો છે, એને એ અભિપ્રાય બદલવો પણ એટલો અઘરો નથી. એ સહેલાઈથી અભિપ્રાયને બદલી શકે છે. એક ન્યાયે અભિપ્રાય બદલવો અઘરો છે તોપણ એક ન્યાયે તો અભિપ્રાય બદલવો સહેલો પણ છે. બન્ને વાત છે.
62
જ્યારે એ એમાંથી ખસવા માગતો નથી, જે અભિપ્રાય એણે નક્કી કર્યો એ અભિપ્રાય એને બદલવાનો અભિપ્રાય નથી, અભિપ્રાયને બદલવાનો અભિપ્રાય નથી, ત્યાં એ એમ બહાનું પકડશે કે આ બદલી નહિ શકાય. આ ન થઈ શકે. આ ભવમાં તો આમ કાંઈ આવો ફેરફાર હવે થઈ શકે એવું નથી. એને પોતાની અશક્તિ મુખ્ય થઈ જાય છે. મારી શક્તિની બહારની વાત છે, (એમ લાગે છે).
જેણે નિશ્ચય કર્યો કે, આ ભવમાં જન્મ-મરણનો અભાવ કરવાનું કારણ - માર્ગ મને મળી જ જવો જોઈએ. નહિતર ચારગતિમાં ક્યાંય પણ જીવને જન્મ-મ૨ણનું કારણ ટાળવાનો એટલો અવકાશ નથી, એટલી સુવિધા નથી, એટલી શક્યતા નથી, એટલી સંભવિતતા નથી જેટલી અહીંયા છે. તો આ મળેલી તક છે. જેમ વેપારમાં મળેલી તકને વિચક્ષણ વેપા૨ી જવા દેતો નથી. ભૂલે ? લાગ આવે ને એ કાંઈ ભૂલે ? ભૂલે નહિ. તક ન ભૂલે. ત્યાં તો એ પૂરેપૂરો ટિંગાઈ જાય છે. રાત-દિ' ઊજાગરા, ખાવું-પીવું બધું છોડીને લાગી જાય છે. એમ આ મનુષ્યપણું છે એ એક તક છે. જન્મ-મરણ ટાળવાં હોય અને ૫૨મ સત્યને અંગીકાર કરવું હોય અને અભિપ્રાયમાં પલટો મારવો હોય (તેને) વિચારણા કરવાં માટે બુદ્ધિની મધ્યસ્થતા, જ્ઞાનની મધ્યસ્થતા અને રાગ-દ્વેષના પ્રવાહની ઓછપ આ (મનુષ્ય) ગતિની અંદર હોવાથી અહીંયા
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
[પરમાગમસાર-૨૧૪]
એ વધારે સુવિધાયુક્ત છે.
એટલે જો એ નિર્ણય કરે કે મારે આ કાર્ય કરવું જ છે, તો એ અભિપ્રાય બદલવો સહેલો છે અને નહિતર એ અભિપ્રાય બદલવો ઘણો અઘરો છે. એમ બન્ને ન્યાય લાગુ પડે છે. (વિશેષ આવતીકાલના સ્વાધ્યાયમાં લેશું.
પ્રવચન-૧૦, તા. ૧૨-૪-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૦. - ૨૧૪ નંબરનો બોલ છે. બોલનો વિષય અભિપ્રાય સંબંધિત છે.
જીવ કોઈને કોઈ અભિપ્રાય રાખીને બેઠો છે અને એનો જે અભિપ્રાય છે તે અભિપ્રાયને આધારિત બાકીનું એનું પરિણમન છે. જોકે અભિપ્રાયમાં અનેકવિધ વિષયક અભિપ્રાય છે તોપણ અહીંયા મૂળ વિષય લેવો જોઈએ. કે મૂળમાં પોતાના વિશે અને ૫૨ના વિશેનો અભિપ્રાય શું છે ?
જે કાંઈ ગડબડ છે એ પોતાના સ્વરૂપને અન્યથા પ્રકારે અભિપ્રાયમાં રાખવાથી છે. જેમકે, હું મનુષ્ય છું અને માનવ તરીકેની મારી ફરજો મારે અદા કરવી જોઈએ. અભિપ્રાયમાં એમ હોવું જોઈએ કે હું એક આત્મા છું અને આત્માને જે ઉચિત પરિણામ છે, આત્માને જે ઉચિત વ્યવહાર છે, એ પ્રકારે મારું જીવન અને પરિણમન હોવું જોઈએ. મનુષ્યોચિત વ્યવહાર હોવો જોઈએ અને માનવધર્મ સમજવો જોઈએ - એમ કહેતાં સર્વસાધારણને બહુ અનુકૂળ પડે છે કે આ વાત સારી છે. પણ ખરેખર પરમાર્થના પ્રકરણમાં એ વાત પ્રતિકૂળ છે. અનુકૂળ તો નથી પણ પ્રતિકૂળ છે. ભલે એમાં સત્કાર્યો કરવાનો વિષય ચાલતો હોય પણ મૂળમાં અભિપ્રાય ઊંધો (ઘૂંટાય છે) કે હું માણસ છું... હું માણસ છું... હું માણસ છું. હું આત્મા છું એના બદલે માણસ છું, એ ચાલે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૯૯
(અહીંયા) કહે છે કે (અભિપ્રાય) એ એનું જીવન છે. અભિપ્રાય એ એનું જીવન છે એટલે અભિપ્રાય અનુસાર પરિણમન થતું હોવાથી, એમ (કહેવું છે). આ સિદ્ધાંત અનુસાર પરિણામ નિયમિત થયેલાં છે, બંધાયેલાં છે. અભિપ્રાય અનુસાર પરિણામ થવાં, એ સહજ છે. વ્યક્તિવિશેષમાં એ સમજી શકાય એવું છે કે કોઈપણ વ્યક્તિ સંબંધિત જે અભિપ્રાય બાંધ્યો હોય તે અનુસાર તે વ્યક્તિના દરેક કાર્યને પછી આંકવામાં, લેખવામાં આવે છે. પછી એ અભિપ્રાય ખોટો હોય તો એનું બધું જોવું ખોટું છે, બધું અવલોકન ખોટું છે. અભિપ્રાય સાચો હોય તો એનું બધું જોવું અથવા અવલોકન કરવું તે સાચું છે. આમ સત્ય-અસત્ય (ભેદ) પડે છે. એટલે મૂળમાં અભિપ્રાય ઠીક ક૨વો જોઈએ, એમ કહે છે.
ટોડ૨મલજીએ ‘મોક્ષમાર્ગ પ્રકાશક'માં એક દૃષ્ટાંત દીધો છે કે, ચોર ચોરી કરે છે ત્યારે એ એમ તો જરૂ૨ વિચારે છે કે આ ચોરી કરવી ન જોઈએ, ચોરી કરીશ અને પકડાઈશ તો રાજા અથવા રાજ્ય તરફથી મને દંડ મળશે. પણ જ્યાં સુધી એ ચોરી કરવાનો અભિપ્રાય ન બદલે ત્યાં સુધી કદાચ એ ભયથી, રાજ્યના ભયથી ચોરી કરતો બંધ થાય તોપણ એ ક્યારે ચોરી કરશે, એ કહી શકાય નહિ. એને, - ચોરી કરવી જરૂરી છે, મારે તો ચોરી ક૨વી જરૂ૨ી છે, મારી આવશ્યકતા છે, એ ક૨વી જ જોઈએ - એવો અભિપ્રાય જે નક્કી કરી નાખ્યો છે એમાં રાજ્યનો ભય છે એને લઈને ક્ષણિક થોડો કાળ સુધી એ બંધ રહી શકશે, પણ એને તક મળતાં તે પ્રકારના એ પરિણામ કર્યાં વિના રહેશે નહિ. અભિપ્રાયનો વિષય છે તે પ્રવૃત્તિથી વિરુદ્ધ હોય તોપણ પ્રવૃત્તિને નહિ જોતાં અભિપ્રાયને જોવો જોઈએ.
લોકિક વ્યવહારમાં પણ વિચક્ષણ માણસો પહેલાં એ માપે છે કે ભાઈ, એ શું કહે છે ? શું બોલે છે ? કેમ વર્તે છે ? એમ ન જોવો. એનો અંદરમાં અભિપ્રાય શું પડ્યો છે ? એ જોઈ લ્યો, પછી વાંધો નહિ. (એમ) અભિપ્રાયને તપાસી લેવો પડે છે. પછી એ અનુકૂળ - પ્રતિકૂળ એનું વલણ છે એના ઉપરથી એનો સાચો આંક બંધાય છે. નહિતર ગે૨૨સ્તે દોરવાઈ જવાનું થઈ જાય. એ એની અંદર સ્વાભાવિક છે.
43 44 4
એટલે સમ્યક્ અભિપ્રાય થાય (અર્થાત્) પોતાના સ્વરૂપ વિશે પોતાનો સાચો અભિપ્રાય થાય, તો એ પ્રકારનું એનું જીવન થાય છે, અને એ અભિપ્રાય
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
[પરમાગમસા૨-૨૧૪]
છે એ ઘર થઈ જાય છે એટલે એટલું એની અંદર મૂળથી પરિણમન (ફરે છે). એ ઉપર ઉપરનું (ફરતું નથી, પણ) અભિપ્રાયપૂર્વકનું પરિણમન છે એ મૂળથી ફરે છે. અભિપ્રાય વિનાનું પરિણમન છે એ ઉપર ઉપરથી ફરે છે. ઉપર ઉપરથી જે પરિણમન ચાલે છે એનાથી કોઈ જોઈએ એવું ફળ આવતું નથી. એની શક્તિ નથી હોતી, ઉપર ઉપરના કાર્યની કોઈ શક્તિ હોતી નથી.
જય
(હવે કહે છે) ‘અભિપ્રાય બદલવો એ એને જીવન બદલવા જેવું લાગે છે.' એને ઊંધો અભિપ્રાય જે અનાદિનો છે એ બદલવામાં બહુ શક્તિની જરૂર પડે છે. અભિપ્રાય બદલવામાં ઘણું મંથન ચાલે છે. પોતે જે કાંઈ પકડી રાખ્યું છે, વિચારી રાખ્યું છે, માની રાખ્યું છે એ પૂર્વક એનો જે અભિપ્રાય ઘર કરી ગયો છે, એમાં ફેરફાર કરવામાં એથી વિરુદ્ધ જવામાં એને તકલીફ પડે છે. આખું જીવન બદલવું હોય એવી પરિસ્થિતિ ઊભી થાય છે !
અથવા જે જીવને અભિપ્રાય બદલાય છે તેને ઘણાં મંથનપૂર્વક વાસ્તવિકપણે અભિપ્રાય બદલાય છે. ‘તમે કહ્યું એટલે મેં માન્યું અને ચાલો હવેથી એમ માનશું.' એ રીતે એ અભિપ્રાય જલ્દી બદલાતો નથી. એમાં આખું જીવન એટલે પરિણમન ત્યાર પછીનું બદલવા જેવું છે અને એ બદલાઈ જાય છે. જો અભિપ્રાય બદલાય તો જીવન બદલાય છે. પણ જેમ જીવન બદલવું એ એટલું સહેલું નથી. તેમ અભિપ્રાય બદલવો પણ સહેલો નથી). એક સામાન્ય કાર્યપદ્ધતિનો ઢાંચો ફેરવવો હોય તો માણસ ઢાંચામાંથી બહાર નીકળી શકતો નથી. એ તો જોઈએ છીએ કે નહિ ? (કોઈ કહે કે) ભાઈ ! તમે આમ કરો છો, આ જ કામ અમે આ રીતે કરીએ છીએ. આ પદ્ધતિ કરતાં આ પદ્ધતિ સારી છે' તો (આ ભાઈ) કહે, તમને ફાવે પણ અમને ફાવતી નથી.
અભિપ્રાયમાં તો શું છે કે માણસને મધ્યસ્થતા જે આવી છે એમાં પકડ નથી હોતી. મધ્યસ્થતામાં એટલું જ એણે લક્ષ રાખ્યું છે કે જે યોગ્ય છે, જે સારું છે, સાચું છે એટલું જ ગ્રહણ કરવું છે. જે અયોગ્ય હોય, ખોટું હોય એ છોડતાં મને જરાપણ વાંધો હોવો જોઈએ નહિ. મને જરાપણ એમાં ખેંચાણ થવું જોઈએ નહિ. આ બધું વિચારી રાખવું જોઈએ. એમ એણે શું
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૧
કહાન રત્ન સરિતા કરવું છે અને શું નથી કરવું ? એનો એણે એક મૂળમાં પણ અભિપ્રાય તૈયાર કરી લેવો જોઈએ. તો પછી જ્યાં ક્યાંક ફેરફાર કરવાનો વારો આવે, ત્યાં પકડ ન આવે, જીદ ન થાય, હઠ ન થાય. પણ સીધી સરળતાં થાય કે ઠીક છે, આ વાત યોગ્ય છે, એમ કરો. આ યોગ્ય લાગે છે તો બરાબર એમ કરો અને નહિતર એને પકડ આવે કે નહિ, આમ નહિ ને આમ કરવું જોઈએ. બહુ ફેર પડતો નથી માટે પણ હું કહું એમ કરવું જોઈએ. તમારી વાત થોડી ઠીક હોય પણ હું કહું એમાં જરાક ફેર, ખાસ ફેર પડતો નથી માટે પણ હું કહું છું તેમ કરવું જોઈએ. એમ કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક અસરળતાના પરિણામ થયા જ કરે. આવી એક પરિસ્થિતિ છે.
પ્રશ્ન :- એવા કોઈ પ્રસંગો ઊભા ન થયા હોય તો એ કેવી રીતે થાય ?
સમાધાન :- એમાં શું છે કે પૂર્વકર્મ અનુસાર જે તે પ્રકારના ઉદય છે એ ઉપસ્થિત થયા વિના રહેતાં નથી. પૂર્વકર્મ અનુસાર જે તે પ્રકારના જે ઉદય છે, એ એના હાથની બાજી નથી. બહારમાં શું સંયોગ-વિયોગ થવાં, ક્યા પ્રકારના ઉદયમાન પ્રસંગો થવાં, એ તો કોઈ જીવના અધિકારની વાત નથી. હવે એને વિવેક એટલો જ કરવાનો છે કે આમાં યોગ્ય શું ? અને અયોગ્ય શું ? સત્ય શું ? અને અસત્ય શું ? બસ ! એને નિર્દોષ થવું છે ને, આખરમાં તો પોતાને નિર્દોષ થવું છે. તો એનું બધું વલણ નિર્દોષતા પ્રત્યે હોવું જોઈએ ને ? પછી કાંઈ તકલીફ નથી. પછી સરળતા પણ આવશે, પછી અસરળતા નહિ રહે. એમ છે.
બીજું શું છે કે આત્માને પરિણામમાં જે શુદ્ધિનું પ્રયોજન છે એ શુદ્ધિની સાથે કેટલો સંબંધ છે ? એટલે કે એ પ્રયોજનમાં કેટલું સ્પર્શે છે ? (બાહ્ય) પ્રસંગને પ્રયોજન સાથે કેટલું લાગે-વળગે છે ? યથાર્થ લક્ષમાં એનો આંક એને રહે છે. એટલે એના ઉપર એની એ કિંમત આંકે છે, અને એના ઉપર એની બાંધછોડ રહે છે. જે Adjustment કરવાનું હોય છે એ આ મૂળ કિંમતને પકડીને વાત છે. એટલે પછી ક્યાંય એને તકલીફ પડતી નથી.
અહીંયા શું છે, કે ધર્મનો વિષય છે અને ધાર્મિક રીતે પણ આ જીવે, ધાર્મિક વિષયમાં પણ અનેક પ્રકારે પૂર્વે અભિપ્રાય બાંધેલો છે. સાવ કોરી પાટીવાળો કોઈ નથી. જે તે સંપ્રદાયમાં મનુષ્યપ્રાણીનો જન્મ થાય છે એનો અર્થ જ એ છે કે તે સંપ્રદાયને અનુમોદન આપવા જેવાં પરિણામ એણે
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
[પરમાગમસાર-૨૧૪] પહેલાં કર્યાં છે. જેમકે આપણો પોતાનો દાખલો લઈએ તો વૈષ્ણવમાં જન્મ થયો, તો એ પ્રકારે જે ધર્મ ચાલી રહ્યો છે એ ઠીક છે, બરાબર છે, યોગ્ય છે, કરવા જેવો છે એવાં પરિણામ કર્યા વિના એ કર્મ બંધાય અને એનું ફળ આવે, એવું ન બન્યું હોય. વર્તમાન સ્થિતિ પૂર્વની ભૂલને પ્રસિદ્ધ કરે છે, જાહેર કહે છે. જે વર્તમાન ફળ છે, જે કાંઈ બને છે એ પૂર્વે ક્યા પ્રકારે ભૂલ કરી હતી, ક્યા પ્રકારનો દોષ કર્યો હતો, એને એ સાબિત કરે છે, અને એ જાહેર - પ્રદર્શિત કરે છે કે આવી ભૂલ થઈ હતી એનું આ પરિણામ છે. ખરેખર તો એમ છે. હવે એનો અભિપ્રાય તો ત્યાં છે જ. આવડું મોટું ફળ આવ્યું હોય ત્યારે એનો અભિપ્રાય નથી એમ નથી. જ્યારે આખો ભવ કોઈ એક સંપ્રદાયમાં જન્મવાનો થાય છે ત્યારે એનો અભિપ્રાય અનુસાર નથી, એમ તો નથી. હવે એ અભિપ્રાય આખો બદલવો હોય, સમ્યફ અભિપ્રાય કરવો હોય, ત્યારે આખું જીવન બદલવાનું જે કાર્ય છે એવું મોટું કાર્ય એને કરવાનું આવે છે. એમાં એને ઘણું મંથન ચાલે ત્યારે એ અભિપ્રાય બદલાય છે, ત્યાં સુધી એનો અભિપ્રાય બદલાય નહિ.
અભિપ્રાય એ વિચાર અને મંથન સાથે સંબંધિત એક નિશ્ચિત થયેલો નિર્ણયનો પ્રકાર છે, અને એ નિર્ણયને અને માન્યતાને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જેવો અભિપ્રાય છે એવું એનું માનવું છે, એવો એનો મત છે. એમ છે ખરેખર. એટલે જ્ઞાનને અને શ્રદ્ધાને આમ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પડે છે. મુખ્ય પ્રવૃત્તિ જ્ઞાન દ્વારા થાય છે અને ફેરફાર પણ જ્ઞાન દ્વારા થાય છે. એટલે શ્રદ્ધા જેને બદલવી છે, શ્રદ્ધાનો ફેરફાર જેને લાવવો છે એને અભિપ્રાયપૂર્વક શ્રદ્ધા ફરશે, એમ કહેવું છે. એનું જીવન જે બદલાશે એ અભિપ્રાય બદલાશે તો બદલાશે, નહિતર જીવન બદલાશે નહિ. એટલે એ રીતે એ બહુ મુદ્દાનો વિષય છે.
અભિપ્રાયનો વિષય એ મુદાનો વિષય છે. એને તપાસવું એ જોઈએ કે અભિપ્રાયમાં ફેર પડ્યો છે કે નહિ ? પોતાને અને પરને બરાબર નક્કી કરવા માટે અભિપ્રાયને લક્ષમાં લેવો જોઈએ કે અભિપ્રાયમાં શું રહ્યું છે? બસ ! તદ્અનુસાર કાર્ય થવાનું છે. બીજી રીતે એનું કોઈ કાર્ય થશે નહિ.
પ્રશ્ન :- અભિપ્રાય તો અનુકૂળતા પ્રાપ્ત થવાનો અને પ્રતિકૂળતા ન રહે, એવો અભિપ્રાય છે ?
Page #120
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૦૩
સમાધાન :- અભિપ્રાયમાં અનુકૂળતા પ્રાપ્ત થાઓ (એમ છે તો) પછી તે અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે ગમે તે કરવું પડે ! આ પરિસ્થિતિ આવીને ઊભી રહેશે. અભિપ્રાયમાં એમ પડ્યું છે કે સર્વ પ્રકારે મને અનુકૂળતા રહો. એ સર્વ પ્રકારે અનુકૂળતા રહો, એ અનુકૂળતા કરવા માટે એ શું શું નહિ કરે ? બધું કરશે. પણ એ અનુકૂળતાઓ છે તે ખરેખર અનુકૂળતાઓ છે કે કેમ ? આ વિચારવા યોગ્ય છે.
ભગવાન એમ કહે છે કે કોઈ પદાર્થ તને અનુકૂળ નથી. કોઈ પદાર્થનો કોઈ પર્યાય તને પ્રતિકૂળ નથી. છતાં કેટલાંક પદાર્થો પ્રત્યે ક્યારેક તું અનુકૂળતાનો આરોપ લગાવે છે અને કેટલાંક પદાર્થો પ્રત્યે ક્યારેક તું પ્રતિકૂળતાનો આરોપ લગાવે છે - એ તારી કલ્પના માત્ર છે અને એ કલ્પના છે તે વાસ્તવિક છે. એ તું તપાસી લે, તારે તપાસ એટલી કરવાની રહે છે કે એ કલ્પના છે ? કે એમાં કાંઈ વાસ્તવિકતા છે ? જો તને તપાસતા એમ લાગે કે કહેનારની વાત સાચી છે અને મારો અભિપ્રાય અનાદિથી હતા તે ખોટો-જૂઠો હતો, તો એને જ્યારે જ્યારે ઇષ્ટ–અનિષ્ટપણું થાય, ૫૨૫દાર્થના સંયોગ—વિયોગના કાળે ઇષ્ટ–અનિષ્ટપણું થાય, હ૨ખ—શોક થાય, ત્યારે એનો જો અભિપ્રાય ફર્યો હોય તો જ્ઞાન હાજર થાય કે, આ પરિણમન મારા અભિપ્રાયથી વિરુદ્ધ ચાલે છે. પરિણમન એ પ્રકારે ચાલવું જોઈએ નહિ.
અભિપ્રાય ફર્યાં વિના ભલે શાસ્ત્રની ધારણા થઈ ગઈ હોય, પણ જુનો અભિપ્રાય જે છે (એ) એમને એમ ચાલતો હોય, તો ઉદયમાં ઇષ્ટ–અનિષ્ટ, રાગ–દ્વેષ, હરખ–શોકના પરિણામ તન્મયતાથી – પૂરેપૂરો ડૂબીને કરે, એને ખ્યાલ રહે નહિ અને પછી વિચાર કરે ત્યારે બધો વિચાર કરે એ શાસ્ત્રને અનુસરીને કરે કે ૫૨૫દાર્થ છે એ ભિન્ન છે, એમાં અનુકૂળતા પ્રતિકૂળતા જેવું કાંઈ નથી, આત્મા જ્ઞાયક છે, એ તો જાણનાર તત્ત્વ છે.' અભિપ્રાય ન ફરે ત્યાં સુધી એ પરિણામ કોઈ કાર્યકારી થતું નથી. મૂળમાં અભિપ્રાય બદલી જવો જોઈએ. આ તો સૂત્ર જેવી બધી વાતો છે. ટુકડો છે નાનો પણ સૂત્ર જેવી વાત છે !
(જીવ) પરિણામ જોવે છે ક્યારેક ક્યારેક (કે) આ પરિણામ(માં) આવું થયું, આ પરિણામ(માં) આવું થયું, આ પરિણામ(માં) આવું થયું. (પણ) એમ
-
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
[પરમાગમસાર-૨૧૪]
નહિ. એ પરિણામ થવા પાછળ આ જીવનો અભિપ્રાય શું હતો ? આ વાત ફરી ફરીને વિચારીને, મંથનમાં લઈને, ઊંધાં અભિપ્રાયને એણે તોડી નાખવો જોઈએ, ઊંધાં અભિપ્રાયને એણે બદલવો જોઈએ અને એ ઘણાં મંથનથી બદલવું થાય છે.
vid
આખું શ્રદ્ધાનું બદલવું આ અભિપ્રાયના બદલવા પૂર્વક થાય છે. એટલે પૂર્વની શ્રદ્ધા પણ એણે ત્યાં તોડવાનું કાર્ય થાય છે, અને જ્યારે પૂર્વની શ્રદ્ધા એને તોડવાનું કાર્ય થાય છે ત્યારે એને જે ઊંધું બળ આપ્યું હોય છે એ બળ પણ તૂટે છે. ઊંધી દિશાનું બળ જાય છે એ પણ એને તૂટે છે. એમાં થોડુંક એને એમ લાગે છે કે આ અઘરું છે, આ મહેનત પડે છે, આમાં અંદરમાં પરિશ્રમ પડે છે, એવું લાગે, પણ ભલે એ પરિશ્રમ અને મહેનત પડે. એને દર્શન-પરિષહ કહ્યો છે. શાસ્ત્રમાં એને ‘દર્શન-પરિષહ’ કહ્યો છે. અંદરમાં શ્રદ્ધા ફેરવવામાં એને આકરું પડે તો ભલે એ લાગે, પણ એને પોતાના આત્માને તારવો છે, તો એણે બરાબર દૃઢ સંકલ્પથી એ કાર્યમાં આગળ વધવું જોઈએ.
આ જે વિચાર છે ને, પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ સંબંધીનો? (એ વિષયમાં) એક વિચાર આવ્યો હતો કે સામાન્ય રીતે જીવની અનાદિથી વિપરીત અભિપ્રાયપૂર્વક કામ કરતી જે બુદ્ધિ છે, એ બુદ્ધિ ઘણી જિજ્ઞાસામાં અને ઘણી આત્મહિતની લગનીમાં કાંઈક મધ્યસ્થતા ધારણ કરે છે. એ એના અંતરંગ પરિણામનો વિષય થયો. બહારમાં કોઈ સત્પુરુષનો યોગ થાય અને એના પ્રત્યે એને અહોભાવ થાય, કે અરે..! આ કાંઈ કહેશે અને એમાંથી જો મને ગ્રહણ થશે, એ જે કહેવા ધારે છે એ હું ગ્રહણ કરીશ તોપણ મારું હિત થવાનો એક અસાધારણ પ્રસંગ છે ! ત્યાં પણ એ પ્રકાર ભજે છે. જ્ઞાનનો બુદ્ધિનો જે વિપર્યાસ છે એ હળવો થવો, એનું આ એક મહત્ત્વનું પડખું છે. એટલે પણ શાસ્ત્રમાં સત્પુરુષના સમાગમનો વિશેષ વિશેષ મહિમા મુમુક્ષુને બતાવવામાં આવ્યો છે. આ એક પ્રકાર છે કે અહીંયા સહેજે એવું બને છે. અહીંયા એ પ્રકારની લગની આવવી અને એ પ્રકારની અપૂર્વ જિજ્ઞાસા આવવી, એના કરતાં આ વધારે સહેલો પ્રકાર છે, એમ ગણીને પણ ત્યાં મુમુક્ષુને દોરવણી આપવામાં આવે છે કે તું સત્સમાગમ કર ! સત્સમાગમ કર ! એ પણ એક પ્રકાર છે. કેમકે વિપર્યાસ અનાદિનો છે,
t
Page #122
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા.
૧૦૫
જે જ્ઞાનનો વિપર્યાસ (છે, તે) વસ્તુની અન્યથા ધારણ કરે છે, અન્યથા કલ્પના કરી લે છે. પરિસ્થિતિ થોડી એવી છે.
એક સાવ દરિદ્ર માણસ હોય, એ કરોડપતિ ક્યાંથી થાય જલ્દી ? આંગળી ફાટીને થાંભલો થાય કેમ ? એમ કહે છે કે નહિ ? લૌકિકમાં એવું કહે છે. ભાઈ, સાવ તદ્દન નિરાધાર માણસ છે, કોઈ એને આધાર નથી, એને એટલી દરિદ્રતા છે એ કરોડપતિ કેમ થાય ? તો કહે છે કે એ જો પહેલો પરિશ્રમ કરીને ૧૦-૨૦ હજાર કમાય પછી એને કરોડ રૂપિયા મેળવવાનું સાહસ કરવું હોય તો કાંઈક એને ઠીક પડે છે, કાંઈક આધાર મળે છે. સાવ ખાલી માણસ કેવી રીતે મોટું સાહસ કરે ? આ એની Practical side છે કે જે થોડી શક્તિ આવી - ૧૦-૨૦ હજાર કમાણો, પછી એ હરણફાળ ભરે છે.
એમ અહીંયા જીવ અનાદિનો વિપરીત ચાલે છે. રાગની એકત્વબુદ્ધિ અને શરીરની - દેહની એકત્વબુદ્ધિ એટલી બધી પડી છે અને એનું જ્ઞાન જે તે યોમાં જાય છે એમાં વિપરીતતા ધારણ કરે છે. ઇષ્ટ–અનિષ્ટપણું જ કહ્યું છે. જાણતાં જ ઠીક છે કે અઠીક છે, ઠીક છે કે, અઠીક છે . એમ થઈ આવે છે. ત્યારે એને તત્ત્વના વિષયમાં પ્રવેશ કરતાં પણ, એ અયથાર્થ ધારણા નહિ કરે, અન્યથા કલ્પના નહિ કરે, અને જેવો પદાર્થ કહેવા ધારે છે એવો જ કહેનારનો આશય પકડીને બરાબર યથાર્થ સમજણ કરશે. એવી સ્થિતિ ક્યારે એની આવે ? કે કાં તો એ કોઈ સરુષનાં શરણમાં રહે, કાં તો એ કોઈ અપૂર્વ જિજ્ઞાસાથી આ વિષયને, પૂરી લગનીથી સમજવા તૈયાર થાય ત્યારે. ત્યારે એ અનાદિના જ્ઞાનના વિપર્યાસમાં થોડુંક હળવાપણું આવે છે.
જ્ઞાનમાં શક્તિ બહુ છે. જ્ઞાનમાં એટલી બધી શક્તિ છે કે એનું રોજિંદા વ્યવહારમાં પૃથ્થકરણ કરે તોપણ એને ખ્યાલ આવે કે જ્ઞાનમાં ઘણી શક્તિ છે. એ (જ્ઞાન) થોડુંક જ્યાં ઊંધાં અભિપ્રાયની પકડમાંથી હળવું થયું; દબાઈ ગયું છે એકદમ, એમાં એનું દબાણ જ્યાં ઘટ્યુ. - વિપરીતતાનું દબાણ ઓછું થાય છે, તોપણ જ્ઞાન નિજહિત સમજવામાં, નિજપ્રયોજન સમજવામાં ઠીક ઠીક પ્રકારમાં અથવા પર્યાપ્ત પ્રકારમાં સમર્થ થઈ જાય છે. પર્યાપ્ત પ્રકારે ત્યાં એને પોતાનું પ્રયોજન પકડવામાં સમર્થતા અને યોગ્યતા આવે છે. એટલે
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૬
[પરમાગમસાર-૨૧૪]
એ વિષયને પણ ત્યાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. બહુ રહસ્યવાળો વિષય
છે.
કહે છે કે એ રીતે અભિપ્રાય બદલવો જોઈએ અને એ પ્રકારે જીવન બદલવું જોઈએ. ૨૧૪ (પૂરો) થયો.
**
જ્ઞાન સ્વયંનું અવલોકન કરે અર્થાત્ સ્વયંના અનુભવ ઉપર ઉપયોગ લાગે, કે જેથી પરપ્રવેશભાવ મિથ્યા લાગે - પર / રાગના વેદનરૂપ અધ્યાસ / ભૂલ ભાસે, તો ભૂલ ભાંગે, અનુભવ સંબંધી ભૂલ મટે. સાચી સમજણ આ પ્રકારે થવી ઘટે છે. સ્વરૂપ-નિશ્ચય અર્થે સ્વભાવને શોધવાના ઉદ્દેશ્યપૂર્વક અવલોકનનો પ્રયોગ - અભ્યાસ હોવો . થવો આવશ્યક છે.
સૂક્ષ્મ અનુભવદૃષ્ટિપૂર્વક જ્ઞાન સામાન્યનાં અવલોકનમાં પ્રસિદ્ધ / પ્રગટ સ્વસંવેદન વડે જ્ઞાન સ્વભાવ લક્ષમાં આવે છે, સ્વભાવની નિર્વિકલ્પતા, પ્રત્યક્ષતા, નિર્વિકારતા આદિ ભાસે છે. અનંત સુખાદિ અનંત સામર્થ્યના અસ્તિત્વ ગ્રહણથી સ્વરૂપ મહિમા ઉમટી પડે છે, અત્યંત આત્મરસને અહીં સુધારસની સંજ્ઞા મળે છે. તદુપરાંત સ્વસમ્મુખી પુરુષાર્થ શરૂ થાય છે. . આ સ્વરૂપ નિશ્ચયની વિધિ અને યથાર્થ પરિણમન છે. સ્વરૂપ નિશ્ચય થયા પછી - સર્વ પરિણામો સ્વરૂપ લક્ષે જ થાય છે. પરિણામોમાં શુભાશુભ ભાવોનું મહત્વ નથી, પણ લક્ષ કોના ઉપર છે ? તદ્નુસાર આરાધના - વિરાધનાનો આધાર છે. સ્વાનુભવ, સ્વરૂપના ઉક્ત નિશ્ચય સાથે પ્રતિબદ્ધ છે. —પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની−૮૯૬)
Page #124
--------------------------------------------------------------------------
________________
જેણે બહારમાં ક્યાંક રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં એમ ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં, આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યો તેણે પોતાના આત્માને ઠગી લીધો છે.’ ૨૧૬.
પ્રવચન-૧૧ તા. ૧૨-૪-૧૯૮૩
(પરમાગમસાર, બોલ) ૨૧૬. જેણે બહારમાં ચાં રાગમાં, સંયોગમાં, ક્ષેત્રમાં, એમ ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યમાં (કોઈ) ક્ષેત્રમાં (કોઈ) કાળમાં, આ ઠીક છે એમ માનીને ત્યાં વિસામામાં કાળ ગાળ્યું, તેણે પોતાના આત્માને ઠગી લીધો છે.' માર્મિક ભાષા છે જરા ! શું કહે છે ? કે જીવ વિસામો કરી લ્યે છે. દેવલોકમાં બહુ મોટા આયુષ્ય છે. હલકામાં હલકા યંતરદેવો જે છે, એનું ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું છે. એ અઘાતિની સ્થિતિ જ મોટી બંધાય છે. કષાયની મંદતામાં - તીવ્રતામાં બન્નેમાં અઘાતિકર્મની મોટી સ્થિતિ પડે. આ બાજુ નારકીએ જાય તો મોટું આયુષ્ય પડે. આ બાજુ દેવમાં જાય તોપણ મોટું આયુષ્ય પડે.
પહેલી નરકની પહેલી પૃથ્વીમાં, જઘન્ય આયુષ્યધારક ના૨કીઓ છે એ દસ હજાર વર્ષના છે. એથી ઓછું આયુષ્ય કોઈનું નથી. પણ એ લાંબા આયુષ્યની જે બન્ને ક્ષેત્રમાં જવાવાળા જીવોની સ્થિતિ છે એ અઘાતિકર્મની સ્થિતિ છે. આયુષ્ય, નામ, ગોત્ર અને વેદની, એ નામ, ગોત્ર અને વેદની
Page #125
--------------------------------------------------------------------------
________________
વર્ષ અને એનો પત્તો લાવ વિસામો જવું છે. મને એમળી ગયો.
૧૦૮
[પરમાગમસાર-૨૧૬] અને આયુષ્ય પ્રમાણે લંબાય. આયુષ્ય મુખ્ય પ્રકૃતિ છે, બાકીની ત્રણે એની સાથે રહે છે. - કહે છે કે, બહારમાં એ દેવલોકનો દેવ છે એને હજારો વરસ ના આયુષ્ય છે). ઉપર જે કહ્યું) એ તો ઓછામાં ઓછા દસ હજાર વર્ષ છે. પછી તો ત્યાં પલ્યોપમ અને સાગરોપમના આયુષ્ય છે ! એ જે સાગરના મોટા આયુષ્ય છે એ કેમ પૂરો થઈ જાય છે ? કે એને વિસામો મળી ગયો. એને એમ થયું કે આ બધું મને ઠીક છે, બહુ સારું છે, મને આ બધું અનુકૂળ છે. એમ જ્યાં અનુકૂળતામાં જીવ વિસામો કરે છે, એમાં) કેટલો કાળ નીકળી જાય છે એનો પત્તો લાગતો નથી એનું એક નાટક ચાલે ત્યાં સેંકડો વર્ષ અને હજાર વર્ષ નીકળી જાય. નાચ-ગાન બીજું ને ત્રીજું, એને કાંઈ બીજું આહાર-વિહારનો તો પ્રસંગ નથી. એટલે એવી રીતે સમય ચાલ્યો જાય છે, કષાયની મંદતાના પરિણામમાં સમયનું વ્યતીત થવું, એ બહુ સહેલાઈથી સમયનું નિર્ગમન થઈ જાય છે. એથી ઊલટું કષાયની તીવ્રતામાં સમય જવો આકરો લાગે છે. નરકમાં એક-એક ક્ષણ પસાર કરવી એને આકરી લાગે છે. અહીંયા (દેવલોકમાં) હજારો વર્ષ ક્યાં ચાલ્યાં જાય એને ખબર પડતી નથી. કેમકે ત્યાં (નરકમાં) કષાયની તીવ્રતા રહે છે. અહીંયા (સ્વર્ગમાં) કષાયની મંદતા રહે છે.
હવે એ અનુસાર જુઓ તો અહીંયા પણ મનુષ્યજીવનમાં, જો બહારની બહુ પ્રતિકૂળતાઓ ન હોય અને સાધારણ રીતે મનુષ્યોચિત વ્યવહાર સહેલાઈથી ચાલે એવી વ્યવસ્થા, પૂર્વ પુણ્યના ઉદયથી થઈ ગઈ હોય તો એની જીંદગી ક્યાં પૂરી થઈ જાય એની ખબર રહેતી નથી. એમ કહે - ક્યાં વર્ષ ચાલ્યાં ગયા ખબર ન પડી. એમ કહે છે કે નહિ ? ક્યાં વર્ષ જાય છે અને ક્યાં દિવસ જાય છે ખબર પડતી નથી, એનો અર્થ શું છે?
પ્રશ્ન :- સમય સાપેક્ષ છે ?
સમાધાન :- નહિ, અહીંયા Point કેટલો લેવો છે કે જીવ વિસામો કરી લે છે. એને વિસામોમાં આશરો મળે છે, આ અહીંયા ઠીક છે મને તો! પછી ત્યાંથી ઊખડવાનો વારો આવે . આયુષ્ય પૂરું થાય ત્યારે એને એ આખો પ્રત્યાઘાત આવે છે. એને ખબર પડે કે શરીરની પ્રકૃતિ કોઈ એવી રીતે અસાધારણ પ્રકારે કામ કરે છે કે ક્યારેક એવી ગડબડ થશે કે આયુષ્ય
*
*,
,
.
. મન
ને " *"
Page #126
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૦૯ પૂરું થઈ જશે. મોટો ફેરફાર એને દેખાય ત્યારે સીધો એને આઘાત ઊભો થાય છે કે અરે...! (આ શું ? એ આઘાત કેમ થયો ? કે એ વિસામો નાખીને પડ્યો હતો એટલે આઘાત થયો છે. ઘર બરાબર છે, કુટુંબ બરાબર છે, સગાંવહાલાં બરાબર છે, બહારની અનુકૂળતા અને જરૂરિયાતો મળે એ પ્રમાણે બધું બરાબર છે. જોકે એમાં સખળડખળ તો આ કાળમાં બહુ છે. કાં ઘરમાં હોય, કાં (તો) સગાં-વ્હાલામાં હોય, કાંઈક બીજી હોય અને કાં સરકારની હોય. પણ છતાંય તે સંતોષ માનીને ક્યાંક ને ક્યાંક એ વિસામો કરે છે. બધું સરખું ન હોય તો જેટલું સરખું હોય એમાં એની કાંઈક સરખાપણાની કલ્પનાથી (વિસામો લે છે). કે આટલું તો બરાબર છે. એમાં તો ઉપાધિ નથી. આ ઠેકાણે તો ઉપાધિ નથી. એ ત્યાં વિસામો કરે છે, એમ કહે છે. આ જરા માર્મિક વાત છે.
વિસામામાં કાળ ગાળ્યો.” એમ કહે છે. સમય લીધો ને ? એનો સમય ત્યાં જલ્દી પસાર થઈ જાય છે. ત્યાં એને રસ પડે છે. જ્યાં જીવને રસ પડે ત્યાં સમયનું–કાળનું નિર્ગમન કેટલું થઈ જાય એનો એને ખ્યાલ રહેતો નથી અને કાળ પસાર થઈ જાય એનો ખ્યાલ ન રહે, એ એને રસ પડ્યો એનું લક્ષણ છે. આમ સામેસામું છે. 1 એટલે એમ કહે છે કે આત્માને છોડીને કોઈ એક પ્રકારના રાગમાં (અર્થાત) મારે આમ કરવું છે, આમ કરવું છે. આમ કરવું છે, આમ કરવા માગું છું, એવા બધાં અનેક પ્રકારના જે રાગાદિ ભાવો થાય, એમાં એને રસ છે, એમ કહે છે. તો એમાં એનો વિસામો છે.
અમુક પ્રકારનો સંયોગ મને બન્યો રહો, આટલો સંયોગ તો મારો જળવાઈ રહો, આટલાં માણસો આટલું, આટલાં પ્રકારે આમ અનુકૂળ એવું જે કાંઈ એને (લાગે છે, તેણે સંયોગમાં વિસામો લીધો કે આ ઠીક છે ! થઈ રહ્યું...! એનો ત્યાં કાળ ગયો.
આ ક્ષેત્ર મને ઠીક છે, ભાવનગર જેવું એકેય નહિ. બીજે ક્યાંય ફાવે નહિ. ભાવનગરમાંય તે જે શેરીમાં અને જે Areaમાં રહેતો હોય ત્યાં જ ફાવે અને બીજે ફાવે નહિ. આ પરિસ્થિતિ થઈ જાય છે. ઘર બદલાય તો ફાવે નહિ. ઘરે ખાટલો બદલાય અને Room બદલાય તોય ફાવે નહિ, ઠીક ! ઊંઘ આવે નહિ ! આ બધી અનેક પ્રકારે કુટેવ થઈ ગઈ હોય
Page #127
--------------------------------------------------------------------------
________________
*
*
* -
-
-
૧૧૦
[પરમાગમસાર-૨૧૬] છે ને જીવને ! એણે જે બધું ગોઠવ્યું છે એના ચણતરમાંથી એક ઈંટ આવી. પાછી થાય, એક ખીલી આઘીપાછી થાય (તો) એનો આખો આત્મા આઘોપાછો થઈ જાય છે !! (અહીંયા) કહે છે કે એ બધાં એણે વિસામા કરી નાખ્યાં છે. સલવાઈ ગયો ! આખેઆખો એમાં સલવાઈ ગયો, એમ કહે છે. એમાં એ સલવાઈ ગયો છે ! - મુમુક્ષુની એવી તેયારી હોવી જોઈએ કે કોઈપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં, મને ન ચાલે અને મને ન ફાવે એ પ્રશ્ન જ ન હોઈ શકે. આ જ જોઈએ અને આના વિના ચાલે નહિ, એ પ્રશ્ન એને ખલાસ થઈ જવો જોઈએ. નહિતર એની ફસામણ છે, એ જે સલવાઈ ગયો છે ત્યાંથી નીકળવું મુશ્કેલ છે, આમ છે..
એમાં એને શું થયું ? (કે) આ તો બધું સામાન્ય (છે), આવું તો થાય જ ને ! આપણે ક્યાં વીતરાગ થઈ ગયા છીએ ? હજી આપણે ઘરબારી, સંસારી, ગૃહસ્થ છીએ, ફલાણું છીએ. આટલું તો હોય જ, એમ માનીને બચાવ કરવા જેવો નથી, એમ કહે છે. કેમકે એમાં આ તારો આખો આત્મા ઠગાઈ ગયો છે. તેં તને પોતાને એમાં ઠગી લીધો છે. કેટલો છેતરાઈ ગયો છે ? કે તારું સમ્યક્દર્શન અને કેવળજ્ઞાન એમાં ચોરાઈ જાય છે ! ઠગાઈ જાય છે એટલે ચોરાઈ જાય છે. જો સમ્યફદર્શન ન થાય તો કેવળજ્ઞાન ન થાય. નુકસાન તો કેવળજ્ઞાન પર્યતનું છે ! એમ છે ખરેખર તો સામાન્ય નુકસાન નથી. એટલે આમ ન ફાવે અને આનાથી ન ફાવે અને આ સંયોગ જોઈએ અને આ ક્ષેત્રો જોઈએ અને મને આવો રાગ ન ફાવે અને મને તો આવો રાગ કરવો જોઈએ - એ કાંઈ પ્રશ્ન એને હોવો જોઈએ નહિ, આમ છે. | ક્યારે પરિણામ બધેથી સમેટીને એ આત્મામાં લાવી શકે કે આવી શકે ? કે આ રીતે એણે ક્યાંય વિસામો ન કર્યો હોય તો. પણ જો એણે વિસામા કરી લીધાં હોય કે આ ઘર અને આ કુટુંબ અને આ રાગ અને આ સંયોગ અને આ ક્ષેત્ર અને આ ગામ અને આ લતો અને આ Room ! કહે છે કે એમાં એનો વિસામો છે (તો) એનો આખો આત્મા ઠગાઈ ગયો છે ! એનું આત્મહિત ત્યાં ચોરાઈ જાય છે અને લૂંટાઈ જાય છે એનો એને ખ્યાલ રહેતો નથી !!
Page #128
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૧૧
આ તો ગુરુદેવ જેવા મહાપુરુષોએ ઘણું મંથન કરીને આ બધું બહાર મૂકેલું છે. ઘણું ઘણું મંથન (કર્યું) એનું આ બધું દોહન છે.
મુમુક્ષુ :- મહાન ઉપકાર છે !
પૂજ્ય ભાઈશ્રી :- હા તો ! એને એકે એક જગ્યાએથી ઉપાડીને ખેંચ્યો છે કે અહીંયા સલવાતો નહિ અને તું અહીંયા સલવાતો નહિ અને અહીંયા પણ સલવાતો નહિ. કોઈ રાગમાં ઠીકપણું માનીશ નહિ. આખરમાં રાગ તે રાગ છે, એની કોઈ કિંમત નથી. ક્યાંય જવા ન દે એને. એવો કોઈ ઉપદેશ છે ! આત્મહિતનો ઉપદેશ ચારેબાજુથી આત્માને અંતરમાં લાવે છે. એવો એ ઉપદેશ છે.
કહે છે કે કોઈપણ રાગમાં વિસામો લેવાં જેવો નથી). સંયોગ-વિયોગ તો રાગનું ફળ છે. ક્ષેત્રનો સંયોગ-વિયોગ એ પણ રાગાદિ ભાવોનું ફળ છે. કોઈ જીવમાં, કોઈ અજીવમાં એટલે કોઈ દ્રવ્યમાં, કોઈ ક્ષેત્રમાં વિસામો કરવા જેવો નથી).
આ મુનિઓ એક ક્ષેત્રે નથી રહેતા ને ! કોઈ મુનિ છે એ એક ક્ષેત્રે વિહાર કરીને સ્થિર ન રહે. એની પાછળ શું કારણ ? કે મુનિને કોઈ ક્ષેત્રનો રાગ એવો નથી હોતો કે આ ક્ષેત્ર હવે ઠીક છે. પણ એવું નહિ કે જ્યાં ઘણાં ધર્મી વસતા હોય ત્યાં મુનિ રહે તો સારું, ધર્મ-પ્રભાવના વધે, એવું મુનિને અભિપ્રાયમાં - વિચારમાં નહિ હોય ? જ્યાં ધર્મી જીવો વધારે હોય, ધર્મની ભાવનાવાળા જીવો વધારે હોય, તે સાધર્મીઓને ઉપદેશ, તે સાધર્મીઓનું આત્મહિત થાય અને શાસનના કાર્યોમાં પ્રોત્સાહન અને વૃદ્ધિ થાય, ત્યાં મુનિ સ્થિર થઈને રહે એવું કાંઈ નહિ ? (કહે છે) નહિ. એ મુનિની મર્યાદામાં નથી. મુનિને કોઈ ક્ષેત્રનો, કોઈ બીજાં જીવોનો - દ્રવ્યોનો (રાગ નથી).
પોતાને જ્ઞાન થયું તો પછી, મુનિપણું પછી લ્યે ! પણ પહેલાં કુટુંબવાળાને, કુટુંબીઓને તો જ્ઞાન આપે અને એને તો બધાંયને તારી દે ! એનું તો તરવાનું કામ પૂરું કરી લ્યે, પછી વળી મુનિપણું લે ! (એવું) કાંઈ નહિ. કોઈ દ્રવ્યથી રાગ નથી, કોઈ રાગનો રાગ નથી. (જ્યાં) રાગનો રાગ નથી (ત્યાં) પછી રાગના ફળમાં બહારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે, એના સંયોગ-વિયોગ છે, એની પકડ તો પછી ક્યાંય રહેવાનો સવાલ રહેતો નથી.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પિરમાગમસાર-૨૧૬] એમ ન થાય એણે વિસામો કરી લીધો, વિસામામાં કાળ ગાળ્યો. આયુષ્ય પૂરું કરતો જાય છે. મૃત્યુની સમીપ પ્રતિક્ષણે નજીકને નજીક જતો જાય છે. - દુનિયાના આંકથી આ જુદો આંક છે. ગુરુદેવશ્રી દૃષ્ટાંત આપતા ત્યારે એમ કહેતા, કે દીકરા પ્રત્યે મા જોવે છે ત્યારે એમ જોવે છે કે મારો દીકરો રોજ મોટો થતો જાય છે. એક વર્ષનો થયો, બે વર્ષનો થયો, પાંચ વર્ષનો થયો, પચ્ચીસ વર્ષનો યુવાન થયો. તો કહે છે કે પણ ભાઈ ! એ આયુષ્યમાં નાનો થતો જાય છે. આમ ઉંમરમાં વધતો જાય છે પણ આયુષ્યમાં એ ઘટતો જાય છે. એ રોજ મૃત્યુની સમીપ ચાલે છે એનો એને વિકલ્પ આવતો નથી ! એનો વિચાર નથી આવતો ! આત્માર્થી જીવનું એક લક્ષણ છે, અનેક લક્ષણ છે એમાંથી આ એક લક્ષણ છે કે એને સમયની બહુ કિંમત હોય, એની પાસે જાણે બહુ ઓછો સમય છે અને કામ ઘણું કરવું છે, એટલે ફાલતું સમય એની પાસે નથી. આ એનું એક લક્ષણ છે.
સત્તર વર્ષની ઉંમરે સમ્યદર્શન ન થયું તો બહેનશ્રીને એમ લાગતું હતું કે અરે...! સત્તર-સત્તર વર્ષ થઈ ગયા ઉંમરમાં ! અને હજી ધર્મની પ્રાપ્તિ, આત્માની પ્રાપ્તિ નથી, કાલ સવારે પચ્ચીશ થઈ જશે ! હજી વિચારધારા ઉપડ્યું વર્ષ - બે વર્ષ થયું છે, પણ મોડું થાય છે અને ઝડપથી કામ કરવું જોઈએ, એ પ્રકારનું વલણ, પરિણમનમાં એ પ્રકારનું વલણ આવ્યાં વિના રહે નહિ. આ પરિસ્થિતિ હોય છે.
પંદર વર્ષે જે સૂઝયું, એ તો બાળપણમાં સૂઝી જવું જોઈતું હતું, એમ ત્યાં લાગે ! ઠીક ! હજી તો કુમાર અવસ્થા હોય છે. એ પણ મોડું થયું છે એમ લાગે છે. એ તો ગળથુથીમાં જાણે મળવું જોઈતું હતું. આત્માના સંસ્કાર તો જાણે કોઈ ગળથુથીમાં આપે તો એટલું વહેલું મળવું જોઈએ, આ તો ઘણું મોડું થઈ ગયું ! એને શીઘ્રતાથી - ત્વરાથી કામ કરવાનો જે પ્રકાર આવે છે એ એનું જે ધ્યેય છે એમાં એને નિષ્ફળ થવા દેતો નથી. એ એનું બહુ સારું લક્ષણ છે.
જે પ્રમાદમાં કાળ ગાળે છે, એને એમ થાય છે કે, ઠીક છે ! આપણે કરીએ તો છીએને કાંઈક ! સાવ નથી કરતાં એવું થોડું છે ? રોજને રોજ કાંઈક તો કરીએ જ છીએ. પછી બીજું શું કરીએ આપણે ? શક્તિ છે એટલું કરીએ છીએ. (અહીંયા) કહે છે કે એને મોડું થાય છે એ પ્રકાર ઊપડ્યો
Page #130
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા:
૧૧૩ નથી. એણે ત્યાં વિસામો લીધો છે, જે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં વિસામો લીધો છે. આખા આત્માને એ ઠગે છે. ' એ પરમાત્મ-પદને ઠગવાની વાત છે !! એ પ્રકાર, અહીંયા જેણે આત્મ-પ્રાપ્તિ કરવી છે, એને ઉચિત નથી અને અનુકૂળ નથી. એ અહીંયા ધ્યાન દોર્યું છે. ઘણી જગ્યાએ એવા બોલ આવે છે કે જેમાં ધ્યાન દોરે છે કે જોજે ! તું ધર્મના ક્ષેત્રમાં ચાલે છે, Line ઠીક કરજે ! નહિતર આખો આત્મા ઠગાઈ જશે !! એવી આમાં અનેક વાતો છે. (એ ૨૧૬ પૂરો થયો).
ધારણા અને વિચારમાં નિજ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. જેવી રીતે પરદ્રવ્ય અને પરભાવને, તે ભિન્ન હોવા છતાં જીવ ગ્રહણ કરી ઉપાધિ વેદે છે, તેવી રીતે સ્વદ્રવ્યને લક્ષણ વડે-વેદન વડે. જ્ઞાનમાં સ્વપણે ગ્રહણ કરવાથી, અનુભવ આવી શકે છે. તેથી નિમિત્ત, રાગ, પરલક્ષી ઉઘાડ, ધારણા-વગેરેની અપેક્ષા છોડીને નિજાવલોકનમાં આવવું, રુચિ વડે પદાર્થનું ગ્રહણ થાય છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૮૮૭)
Page #131
--------------------------------------------------------------------------
________________
છે જે બહારની સગવડતા એને સગવડતા માને છે, બહારની
અગવડતા એને અવગડતા માને છે, તે પ્રગટપણે ભગવાનને • (આત્માને શરીર સ્વરૂપ જ માને છે.' ર૨૦.
પ્રવચન-૧૨ તા. ૧૫-૪-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૧. ૨૨૦ નંબરનો બોલ). જે બહારની સગવડતા એને સગવડતા માને છે, બહારની અગવડતા એને અગવડતા માને છે, તે પ્રગટપણે ભગવાનને આત્માને) શરીર સ્વરૂપ જ માને છે. કેવો તાત્ત્વિક ન્યાય કાઢ્યો છે ! આખા જગતમાં બધાં પ્રાણીઓ બહારની અગવડતાસગવડતાને અનુસરીને પ્રવૃત્તિ કરે છે. ત્રસજીવ માટે પણ એમ કહેવાય છે કે જરાક ત્રાસ પડતાં તે ત્યાંથી ખસી જાય છે). બેઇન્દ્રિય જીવ હોય, (એ) જ્ઞાન ઘણું બિડાયેલું છે. એકેન્દ્રિયને ભાન નથી, સ્થાવર - ત્રસમાં છે, પણ ભાન નથી. પણ બેઇન્દ્રિય જીવ જરાક ત્રાસ પડતાં એટલે બહારમાં પ્રતિકૂળતા થતાં ત્યાંથી ખસે છે. (એમ) ત્રાસનું જેને જ્ઞાન થાય છે, બહારમાં પ્રતિકૂળતા જેને પ્રતિકૂળતારૂપે ભાસે છે. ત્યાંથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય પર્વતના જીવો, બહારની અનુકૂળતા અને પ્રતિકૂળતાને (એટલે કે, તે સંયોગની જ અનુકૂળતા અને પ્રતિકૂળતા સમજે છે, પોતાના પરિણામને સમજતા નથી, પોતાના જ્ઞાન-અજ્ઞાનને અથવા રાગ-દ્વેષ-મોહને જે સમજતાં નથી, પણ માત્ર
Page #132
--------------------------------------------------------------------------
________________
: દ
પ
+ +
કહાન રત્ન સરિતા
૧૧૫ બહારની અનુકૂળતા - પ્રતિકૂળતાને સમજે છે, એણે પોતાના ભગવાન આત્માને એટલે પોતાને જ શરીરરૂપે માન્યો છે. કેમકે એ અનુકૂળતા - પ્રતિકૂળતા શરીર આશ્રિત પરિણામથી મપાય છે. શરીરને શું અનુકૂળ છે ? શરીરને શું પ્રતિકૂળ છે ? એટલે મને એટલે શરીરને, એમ ત્યાં પરિણમન છે. મિને શું અનુકૂળ છે ? એટલે મને એટલે શરીરને શું અનુકૂળ છે ? શરીરને શું પ્રતિકૂળ છે ? એ રીતે પરિણમનાર જીવ ભગવાનને શરીર સ્વરૂપ માને છે. ચૈતન્યને જડસ્વરૂપ માને છે. અંદરથી આ ન્યાય કાઢ્યો છે !
જુઓ ! કેટલી વિચક્ષણતાથી આ વિષય બહાર આવ્યો છે ! કે આખા જગતથી આ વિરુદ્ધ વિચાર છે અને વિરુદ્ધ જાય છે. જગતમાં નાનામાં નાના ક્ષેત્રમાં ઘર્ષણ છે, ત્યાંથી માંડીને મહાસત્તાઓ વચ્ચેનું જે ઘર્ષણ છે, એ તમામ આ એક વિપરીતતાને લઈને છે કે બહારની અનુકૂળતા તે અનુકૂળતા અને બહારની પ્રતિકૂળતા તે પ્રતિકૂળતા. આ સિવાય બીજું શું છે ? અને એ બધાંનું માધ્યમ “પૈસો’ છે. પછી એ પૈસો રૂપિયા-આના-પાઈમાં હોય કે પાઉન્ડ, સ્ટર્લિંગમાં હોય કે અમેરિકાના ડૉલરમાં હોય પણ એ બધાં સાધનોની ખરીદી અથવા અદલા-બદલીનું સાધન નાણું છે, જેને નાણું કહેવામાં આવે છે. પછી જ્યાં જે ચલણ હોય તેનું, જેનું ચલણ હોય તેનું (નાણું કહેવાય છે). એ તો એક વ્યવહારનું બહાનું છે. એ બધી માથાકૂટ એના માટે થાય છે. જેટલી થાય છે (એ) એના માટે થાય છે. ધર્મના ક્ષેત્રમાં ઝઘડાં તો પૈસાને માટે ! ક્યાં હાલત, દશા થઈ છે ! ભાઈઓ–ભાઈઓ વચ્ચે, બાપ-દીકરા વચ્ચે ત્યાંથી માંડીને પાડોશીથી માંડીને ગામ, એક ગામને બીજાં ગામને, એક State ને બીજા state, ક્યો સદ્ધર છે ને, ગરીબ છે ને, કોની પાસે પુરાંત છે ને, કોની પાસે ખાધ છે, ક્યો દેશ, ત્યાંથી માંડીને બધે, જેટલું કોઈ માપદંડ છે એ બધો માપદંડ, બહારની અગવડતાઓ અને સગવડતાઓના આધારે જોવામાં આવે છે. પશ્ચિમના દેશો સુખી છે કેમકે ત્યાં વધારે સગવડતાઓ છે. બીજા દુઃખી છે કેમકે ત્યાં અગવડતાઓ છે. આખા જગતનો એ માપદંડ છે, એ ખોટો છે, અહીં તો એમ કહે છે. જગતની સામે આ બળવો છે !
ગુરુદેવશ્રી કહેતાં કે દુનિયાની સામે આ એક બળવો છે ! બળવો કરનાર થોડાં હોય છે. બળવો એટલાં માટે કહેવામાં આવે છે કે બળવો કરનાર
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પિરમાગમસાર-૨૨૦] મુઠ્ઠીભર માણસો હોય છે. સામે લોકો મોટી સંખ્યામાં હોય છે. પણ જોર એનું ઘણું હોય છે, તેથી એને બળવો છે એમ કહેવામાં આવે છે. બળ ઉપરથી એને બળવો કહે છે. મૂળ તો એનામાં બળ ઘણું છે. કહે છે કે એ જગતના જીવોમાં અનેક જીવોને ફરવું પડે છે. બળવામાં ઊભેલા છે એમાંથી એકેય ફરતો નથી. જે કાંઈ નુકસાન થાય છે એ વધારે સંખ્યાવાળાને થાય છે. ઓછી સંખ્યાવાળાને ક્યાંય નુકસાન નથી થતું. આ એની વિશેષતા
કહે છે કે આ માપ છે એની અંદર મોટામાં મોટું કોઈ નુકસાન હોય તો આ છે, કે તે પ્રસિદ્ધપણે . પ્રગટપણે સાબિત કરવું ન પડે એ રીતે, પ્રગટપણેનો અર્થ એ છે કે એને હવે સાબિત કરવાની જરૂર નથી કે એણે ભગવાનને જ જડ માન્યો છે ! એણે આત્માને - નિજ સ્વરૂપને . ભગવાનને એણે શરીરરૂપે માન્યો છે, એને જડરૂપે માન્યો છે. આત્માને જ દેહ-સ્વરૂપે માન્યો છે. આમ લીધું છે. દેહને આત્મા માને છે. એમ છે, આત્માને જ એણે દેહ-સ્વરૂપે માન્યો છે... પોતાને જ. એણે દેહ-સ્વરૂપે માન્યો છે.
સમજાય એવો વિષય છે. ન્યાય કાંઈ એટલો અઘરો નથી કે બુદ્ધિગોચર ન થાય. પણ એની Practice કરવામાં આ ન્યાય બહુ કામનો છે. બુદ્ધિમાં તો સમજાવો એટલો અઘરો નથી એટલે એમ લાગે કે બરાબર છે, આ તો સમજાઈ ગયું ચાલો ! એમ સંતોષ પકડવા જેવો નથી. પણ જ્યાં જ્યાં એને અગવડતાનો અણગમો થાય અને જ્યાં જ્યાં એને સગવડતામાં ગમો થાય, ગમવું–ગમવાપણું થાય, ત્યાં એને એકદમ જાગૃતિ અને સાવધાની આ ન્યાય અનુસાર આવવી જોઈએ. કે આમાં તો ભગવાનને જ શરીરરૂપે માનવાની મોટી ભૂલ ઊભી થાય છે અને આ પ્રયોગ એ ક્ષણે-ક્ષણે, પ્રસંગે. પ્રસંગે કરે, અને એમાં આ ન્યાય અને કામમાં આવે એવો આ વિષય છે. એનું મહત્ત્વ અહીંયા છે.
બુદ્ધિમત્તાની દૃષ્ટિએ એવી કોઈ વિશિષ્ટ વાત ભલે ન દેખાતી હોય, કે બહારની અગવડતાને અગવડતા ન માનવી જોઈએ, સગવડતાને સગવડતા ન માનવી જોઈએ ! (વાત) તો ઠીક છે, (પણ) એમ નહિ. જ્યારે એને ગમે છે, ઇષ્ટ લાગે છે, અનિષ્ટ લાગે છે, એ બધું ઇષ્ટ–અનિષ્ટપણે એને દૃષ્ટિના વ્યામોહથી થાય છે, અને એ દૃષ્ટિના વ્યામોહની ચોખ્ખી વાત એ
Page #134
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૧૭
છે કે એણે ભગવાન આત્માને દેહ-સ્વરૂપે કલ્પ્યો છે, માન્યો છે. ભલે દેહરૂપે થતો નથી. પણ ચોખ્ખી વાત એની આ છે કે એ પોતે પોતાના આત્માને દેહ-સ્વરૂપે માનીને ચાલે છે . પરિણમે છે. બહુ મોટું નુકસાન છે. ૫૨૫દાર્થમાં આત્મ-સ્વરૂપની બુદ્ધિ થવી એ પરિભ્રમણદશા પ્રાપ્ત કરવાનું કારણ છે.
પ્રશ્ન :- આ વાત બધે લાગુ પડે છે ?
સમાધાન :- બધે ! ક્યાંય પણ ઇષ્ટ-અનિષ્ટપણું થવાનો એક (પણ) પદાર્થ જગતમાં નથી. જગતમાં (એવો) કોઈ પ્રસંગ નથી, કોઈ પ્રકાર નથી, કોઈ પદાર્થ નથી, કોઈ ફેરફારો એવા નથી. તમામ પદાર્થો પર્યાયથી પર્યાયાંતર થઈ રહ્યાં છે, એમાં કોઈ એવો પ્રકાર નથી કે જેમાં આ આત્માને ઇષ્ટઅનિષ્ટપણું કરવું પડે અથવા કરવા યોગ્ય છે. આમ પરમાર્થ છે.
મુમુક્ષુ :- આપણો નંબર તો એમાં જ આવી જાય છે !
પૂજ્ય ભાઈશ્રી :- બધાં એમાં જ આવે. એક જ્ઞાની સિવાય, જ્ઞાતા-દૃષ્ટા રહેનાર સિવાય બધાં આમાં આવે છે, આમ છે. ક્યાંય (પણ) આ ઠીક છે અને આ અઠીક છે (એ) શેના આધારે નક્કી કર્યું તે ? એનો આધાર શું છે ? કોને ઠીક છે ? તને ઠીક છે ? કે તને અઠીક છે ? કોઈ પરપદાર્થ તને ઠીક-અઠીક હોવો, એ કઈ રીતે તું માપે છે ? કઈ રીતે નક્કી કરે છે ?
તને આત્મશાંતિ થાય તો તારા પરિણામમાં તે શાંતિ ઠીક છે. તને આત્મામાં પરિણામમાં અશાંતિ થાય તો તને અઠીક છે, એ વાત ઠીક છે. પણ બીજાં પદાર્થોના ફેરફારથી તારી શાંતિ અને અશાંતિને શું સંબંધ છે ? એ કોઈ તને અશાંતિ કરાવતું નથી (કારણ કે) તને સ્પર્શતું નથી. તારામાં આવતું નથી, તું એનામાં જાતો નથી, તું એને સ્પર્શતો નથી, તેથી તે પદાર્થો તને ન તો અશાંતિનું કારણ છે કે ન તો શાંતિનું કારણ છે.
બીજાં જીવોના પરિણામ વિપરીત કે અવિપરીત હોય તે તેને શાંતિઅશાંતિનું કારણ છે. તને નહિ, પોતાને નહિ. કોઈ બીજા જીવોના અનિષ્ટ પરિણામો છે તો તેને તે અશાંતિનું અને દુઃખનું કારણ છે. આ આત્માને પોતાન તો નહિ, જાણનારને તો નહિ અને તેના પરિણામ જો અવિપરીત હોય તો તેને તે શાંતિનું કારણ છે, આ આત્માને નહિ.
એટલે બીજા કોઈ જીવના કે બીજા કોઈ જડના, કોઈ પર્યાયો, કોઈ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પિરમાગમસાર-૨૨૦] પ્રસંગો, કોઈ ફેરફારો અગવડ અને સગવડનું કારણ બને ત્યારે ત્યાં ચોખું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, પૂરું અજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે, એકુત એજ્ઞાન વર્તે છે, એમ જાણવું જોઈએ. - પણ સામાન્ય રીતે અગવડ-સગવડ તો થોડી ચાલતી હોય કે ન ચાલતી હોય ? વીતરાગ થયા હોય અને બીજી વાત છે. પણ અમે રહ્યાં સામાન્ય જીવો . સાધારણ જીવો ! (અમે) રાગી છીએ, સંસારી છીએ, ગૃહસ્થી છીએ, એમાં તો એવું બધું થાય જ ને ! (તો કહે છે) એવું બધું થાય જ ને, એમ કરીને, એ દોષને દઢતાથી પકડી રાખવો છે ? તો તે ઊંધો સિદ્ધાંત ગ્રહણ કર્યો છે, એમ એમાંથી આવે છે. તે ઊંધું એવું પકડી રાખ્યું છે કે એમાં તો વાંધો નહિ. એવું તો થયાં કરે. સામાન્ય ઇષ્ટ–અનિષ્ટપણું તો થાય) ! તીવ્ર રાગ-દ્વેષ આપણે ન કરીએ, તીવ્રપણે ઠીક-અઠીક ન કરીએ. ચલાવી લઈએ. પણ ઠીક-અઠીકપણું બિલકુલ અંદરમાં થાય નહિ, ઇ કેમ બને ? એક રસોઈ જેવામાં) સામાન્ય - બરાબર બનતું હોય એનાથી ફેરફાર થાય, કે આજે કાંઈક વધારે સારું થયું અથવા આજે કાંઈક બરાબર નથી થયું - (તો) તરત ઇષ્ટ–અનિષ્ટપણું થઈ જાય છે. રોટલી સરખી ચડી ન હોય (તો અનિષ્ટપણું કરે). આ ઠીક છે અને આ અઠીક છે. આ ઠીક છે અને આ અઠીક છે, એવું ઠીક-અઠીકપણું (માની રાખ્યું છે).
પ્રશ્ન :- તકલીફ પડે ને થોડી ?
સમાધાન :- તકલીફ શું પડે કહો ! સમજાવો મને. એમાં તકલીફ તમને શું પડે છે ? સમજાવો ! એમાં કોઈ તકલીફ પડતી હોય એવું અમને તો સમજાતું નથી. શું તકલીફ પડે છે ? હેં ? કાંઈ તકલીફ નથી પડતી. તને જ્ઞાનમાં તે જે છે, જેમ છે તેમ જણાય છે. તે આત્મા છો, તું જ્ઞાનસ્વરૂપી છો. તને જે જેમ છે તે તેમ જણાય છે, (એ) સિવાય તને શું એ તકલીફ આપે છે ? એ જ્ઞાનને શું તકલીફ ઊભી કરે છે ? પણ હું જાણનાર જ્ઞાનસ્વભાવી, જ્ઞાન સ્વરૂપી છું, જીવ એ ભૂલ્યો છે, સ્વરૂપને ભૂલ્યો છે એટલે દેહ સ્વરૂપે છું - (એટલે કે ભગવાન જડરૂપે થયો છે, એવી ભ્રાંતિમાં,
એ ઠીક-અઠીકપણાની કલ્પના કરે છે. એ કલ્પિત છે - વાસ્તવિક નથી પણ (કલ્પિત છે, એમ કહેવું છે. આવો વિષય છે. ત્યાં એને જાગૃત રહેવાની જરૂર છે. આમાંથી એ નીકળે છે, કે તમામ ઉદયના પ્રસંગે એને જાગૃત
Page #136
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા .
૧૧૯ રહેવાની એકદમ આવશ્યકતા છે કે હું આત્મા - જાણનાર માત્ર છું, ઇષ્ટઅનિષ્ટપણું થાય છે એ વ્યામોહ છે, ભ્રમ છે. વસ્તુ ક્યાં ઇષ્ટ–અનિષ્ટ છે ! જો વસ્તુ ઇષ્ટ અનિષ્ટ હોય, ખરેખર એમ હોય તો કોઈ વીતરાગ ન થઈ શકે ! જો ખરેખર જગતના કોઈ પદાર્થ ઇષ્ટ–અનિષ્ટ હોય તો કોઈ વીતરાગ ન થઈ શકે. પણ વીતરાગ થનારા જીવો ગમે તે પ્રકારના સંયોગમાં વીતરાગ થયા છે. એને વીતરાગ થવા માટે કોઈ સંયોગ નડ્યો છે, (એમ બન્યું નથી). ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય નડ્યું નથી અને દરિદ્રીમાં દરિદ્રી જીવને એની દરિદ્રતા નડી નથી, એને આડી નથી આવી. ન તો કહેવાતી અનુકૂળતા એને નડે છે કે ન તો કહેવાતી પ્રતિકૂળતા નડે છે. શરીરમાં ભયંકરમાં ભયંકર રોગ થયો હોય; આત્માને નથી થતો - તોપણ એને એ વીતરાગતામાં નિમિત્ત થાય છે. એના જ્ઞાન કરીને એ વીતરાગતામાં પરિણમે છે, અને અનુકૂળતાના ગંજ હોય તોપણ એ એને વીતરાગતામાં જ નિમિત્ત બનાવે છે. ઉપાદાન જે જોર કરે છે એ એને વીતરાગતામાં જ નિમિત્ત બનાવે છે. અંદરનું એને ભાન થવું જોઈએ.
જેવું અહીંયા ભાન થયું છે એની તમામ • આખી સૃષ્ટિ બદલાય જાય છે ! દૃષ્ટિ બદલાય છે એટલે સૃષ્ટિ બદલાય જાય છે. એ જીવને જગતમાં કોઈ અનુકૂળ નથી, જગતમાં કોઈ પ્રતિકૂળ નથી. સર્વાગ સમાધાન વર્તે છે, ત્યાં આમ કેમ ? એની આકુળતાનો પ્રશ્ન એને મૂળમાં નથી. ઉપરછલ્લો થાય તો એનો નિષેધ આવે છે. એ સમજે છે કે આ, આટલું પણ ખોટું છે અને ટાળવા જેવું છે. ચારિત્રમોહનો રાગ-દ્વેષ-મોહ થાય તો તરત (જાગૃત થાય), (કેમકે) એનું જ્ઞાન જાગૃતિમાં છે. એટલે એના પરિણામ “જ્ઞાનમય છે . એમ કહેવામાં આવે છે.
જુઓ ! એ ન્યાય Practice કરવા માટેનો છે. ન્યાય સમજીને મૂકી દેવા માટેનો નથી પણ આ ન્યાય જરા Practice કરવાનો ન્યાય છે. અગવડતા અને સગવડતાનું અર્થઘટન આ રીતે જો જ્ઞાની કરતા હોય, કે આ તો ભગવાનને જ શરીર સ્વરૂપે માનવા જેવું થયું ! ચૈતન્યદેવને જડેશ્વર માનવા જેવું થયું ! જડ માનવા જેવું થયું, મોટી ભૂલ પડે છે આ તો ! (તો) એ નાનો ગુનો નથી પણ મોટો ગુનો છે.
કહે છે કે ઇષ્ટ-અનિષ્ટપણું થાય ત્યાં એને જ્ઞાતા રહેવાનો પ્રયત્ન કરવો
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૦
[પરમાગમસાર-૨૨૦] જોઈએ. અથવા ઇષ્ટ–અનિષ્ટપણું થયું એમાં ભ્રમ શું? એણે તપાસવું જોઈએ. કેમ આવો ભ્રમ થયો ? જે પરિણામમાં એ ઊભો છે, એ પરિણામનું એણે પૃથ્થકરણ કરવાં ઊંડું ઊતરવું જોઈએ. આમ થવાનું કારણ શું ? આ ચીજ સારી લાગી એમાં સારાપણું શું છે ? એ તપાસવું રહ્યું. આ ચીજ ખરાબ લાગી એમાં ખરાબ પણું છે ? એ તપાસવું રહ્યું. જો તેમાં સારાપણું કે ખરાબપણું તપાસતા માલૂમ પડતું નથી, તો તે પ્રકારનું પરિણામ થાય છે એ ભ્રમણાથી થાય છે. એ તપાસણીમાં ઊતરે ત્યાં એનો જે દર્શનમોહ છે એ શિથિલ થઈ જાય છે. * એક ચીજને રસથી ભોગવવામાં આવે અને એના બદલે તે જ ચીજના ભોગવટાના પ્રસંગે જીવ એની તપાસણીમાં જાય (તો) એના રસને તોડવાનું (કાર્ય, એ વસ્તુના સ્વરૂપજ્ઞાનના આધારે ઉત્પન્ન થાય છે. પર રસ તટવો, એ સ્વરૂપજ્ઞાનને અનુસરીને તૂટવો, વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન કરીને એ રસને તોડવો, તે પદ્ધતિ “સમ્યફ છે.
અન્ય પ્રકારે તો વૈરાગ્ય લાવીને અન્યમતિઓ પણ પરરસ અને પરવિષયના રસને તોડે છે, ઉદાસ થાય છે. પરમતિની અંદર એવા માણસો હોય છે ! તમે પરિચયમાં આવો કે જોવો તો એમ લાગે કે ઉદાસીનતાની તો મૂર્તિ છે ! એમ લાગે. ઉદાસ...ઉદાસ...ઉદાસ...ઉદાસ... ક્યાંય રસ પડે નહિ. પણ એ ઉદાસીનતાનો આધાર શું છે ? આટલી વાત છે. એ ઉદાસીનતાનો આધાર સ્વ.પર વસ્તુના સ્વરૂપનું જ્ઞાન છે ? કે આમ ઉદાસ રહેવા યોગ્ય છે, એવો એક સંકલ્પ છે એના આધારે એ ઉદાસ છે ? બસ ! આટલી વાત છે.
માણસ એમ કલ્પ છે કે હું તો સાધુ અથવા હું તો સાધક, લ્યો ! સાધુ નહિ, હું તો સાધક છું, અને સાધક છું એટલે મારે ઉદાસ રહેવા યોગ્ય છે. મને ક્યાંય આકર્ષણ થાય એ સાધકને અનુકૂળ નથી, આમ વિચારી ત્યે. સાધક જીવને તો ઉદાસ રહેવું એ યોગ્ય છે અને ક્યાંય આકર્ષણ પામવું તે યોગ્ય નથી, એવા એક રાગના આધારે ઉદાસ થાય તો એ) લાંબુ નહિ ટકી શકે. બહુ બહુ તો તદ્ભવ પૂરતું. (એવા મંદ કષાયના) ફળમાં બીજા ભવમાં જાય ત્યાં) એના પરિણામ ફરી જશે. પણ જેણે સ્વભાવનો–આધાર લીધો હશે, વસ્તુના સ્વરૂપનો આધાર લીધો હશે (તો) એ આધાર નહિ
Page #138
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૨૧ બદલાય. સાદિ અનંત કાળ પર્યત નહિ બદલાય. એ પરિસ્થિતિ ઊભી થાય
એટલે આત્માને આત્માપણે માનવામાં અને જડને જડ માનવામાં (વીતરાગતા પ્રગટે છે). જડ અને ચૈતન્ય ભિન્ન છે. તેથી તે કોઈ અનુકૂળપ્રતિકૂળ નથી. કોઈ જડ ચૈતન્યને અનુકૂળ-પ્રતિકૂળ નથી અને બીજાં ચૈતન્ય પદાર્થો - જીવો - આત્માઓ પણ આ ચૈતન્ય પદાર્થ આત્માથી સર્વથા ભિન્ન હોવાથી, તેઓ પણ અનુકૂળ-પ્રતિકૂળ નથી, એમ અનુભવીને વીતરાગ થવું રહ્યું. જે સ્વરૂપે પોતે છે એ સ્વરૂપે રહેવું રહ્યું. એ સ્વરૂ૫ છોડીને વિપરીત પણે, સ્વરૂપથી વિરુદ્ધ જઈને પરિણમતા પરિણામમાં દુઃખ થાય છે અને બહારમાં પરિભ્રમણ ચાલુ રહે છે.
(આ) ૨૨૦ નંબરનો બોલ છે એ પ્રયોગની દૃષ્ટિએ છોડવા જેવો નથી! સમજીને છોડી દે છે એ શુષ્ક ધારણામાં ચાલ્યા જાય છે (કે) સમજાઈ ગયું. ચાલો ! આમાં કાંઈ નથી સમજાતું એવું નથી. ન્યાયસંપન્ન વાત છે. વળી, પરમાગમોમાં આ વાત કહેલી છે એટલે આગમ જેનો આધાર છે એવી આ વાત છે, પરંતુ એમ નહિ. એ મારા અનુભવમાં હું કેવી રીતે લાગુ કરું છું ? અને વારંવાર એનું લાગુ કરવાપણું ચાલુ રહે છે ? કે એક વખત વિચાર આવ્યો કે ક્યાંક એક વખત પ્રયોગ કર્યો અને પાછું છૂટી ગયું, ને તે છે ? આ આખો ભેદજ્ઞાનનો વિષય છે.
અગવડતા અને સગવડતાને અગવડતા–સગવડતા ન માનવી, એ જગતનો કહેવા માત્ર વ્યવહાર છે, પરમાર્થ માર્ગમાં એવું કાંઈ નથી, દુનિયાનો વ્યવહાર ભલે દુનિયાદારીની રીતે ચાલતો હોય પણ પરમાર્થ માર્ગમાં ખરેખર એવું કાંઈ જ નથી, એ વાત મૂળમાં એને પકડાવી જોઈએ, તો એ અનુભવ સુધી પહોંચે. નહિતર ખાલી સમજી લેવાથી કાંઈ અનુભવ ન થઈ જાય). હું માનું છું. હું એમ માનું છું, સમજું છું અને માનું છું. પણ માનું છું, એ વાત ક્યાં રહી ? અનુકૂળતાને તો અનુકૂળતા માની લીધી, ઠીકપણું વેદી લીધું ! પ્રતિકૂળતાને પ્રતિકૂળતા માની લીધી, અઠીકપણે ત્યાં વેદી લીધું. અણગમો વેદી લીધો અને એકત્વબુદ્ધિએ વેદી લીધો ! ત્યાં એ અનુકૂળતા નથી એવી જરાપણ જ્ઞાનમાં જાગૃતિ ન રહી, પ્રતિકૂળતા નથી એવી જરાપણ જ્ઞાનમાં જાગૃતિ ન રહી, તો એણે માની લીધું છે એ વાત ખોટી છે. ભલે
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પિરમાગમસાર-૨૨૦] એણે બુદ્ધિથી સંમત કર્યું હોય તોપણ એણે પક્ષ બદલ્યો નથી, એટલે વલણ બદલ્યું નથી. આમ છે. હજી જૂના પક્ષમાં જ ઊભો છે. એમ છે.
કોઈપણ દષ્ટાંતથી, કોઈ પણ પ્રસંગથી, આ સિદ્ધાંતમાં કયાંય ફેર પડતો નથી. લાવો ! આમાં કોઈ તર્ક હોય તો ! કોઈ તર્ક પણ આમાં કામ આવે એવું નથી. ૨૨૦ થયો.
- માત્ર વિચાર કરતા રહેવાથી, પ્રયોગ કરવાની સમજ આવતી નથી. પરંતુ અવલોકનથી પ્રયોગ સમજાય છે, કારણકે પરિણમનમાં ઉલટો પ્રયોગ ચાલી રહ્યો છે તે અવલોકવાથી સમજાય છે અને સુલટો પ્રયોગ થવાની સૂઝ તેથી આવે છે. વળી, સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવ વિચારરૂપ સ્થળ જ્ઞાનમાં ગ્રહણ થતો નથી. અવલોકનના અભ્યાસથી સ્વભાવનું ભાસન થઈ શકે છે, તેથી અવલોકન પ્રયોગનું અંગ છે, તેમાં જ્ઞાનની પ્રયોજનભૂતપણે સૂક્ષ્મતા કેળવાય છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૯૧૩)
Page #140
--------------------------------------------------------------------------
________________
જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી . એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જ જંપલાવે નહીં.' ૨૨૮.
•
0
0
0
0
0
0
0
પ્રવચન-૧૩ તા. ૨૪-૪-૧૯૮૩
(પરમાગમસાર, બોલ) ૨૨૮. જ્યાં સુધી પૈસામાં સુખ નથી, પુણ્ય-પાપમાં સુખ નથી - એમ અંતરમાં ભાસે નહીં, ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં.” બધી નાડ પકડી છે ! જગતના જીવો ક્યાં જંપલાવે છે એ (ગુરુદેવશ્રીને ખબર છે. ભલે પોતે અત્યારે એમાં નથી ગયા, આ ભવમાં તો પહેલેથી ત્યાગી જેવી સ્થિતિ છે. (છતાં કહે છે કેજ્યાં સુધી જગતના પદાર્થમાં સુખ છે એમ ભાસે છે, ત્યાં સુધી એ જગતના પદાર્થોમાં જંપલાવશે, એમ કહે છે. જંપલાવે એટલે શું ? (કે) આખે આખો પડે ! આખે આખો અર્પોઈને પડે એને જંપલાવે એમ કહે છે.
કહે છે કે આ આખી પરિસ્થિતિ એની બદલાવી જોઈએ. પહેલી વાત છે કે પૈસામાં સુખ નથી. લ્યો, કેમ માનવું ? પૈસામાં સુખ નથી - (એ) માનવું કેમ પણ ? ડગલે ને પગલે જરૂર પડે.
મુમુક્ષુ પૈસા હોય તો ‘ભાઈ’ કહી ને બોલાવે ! પૂજ્ય ભાઈશ્રી :- નહીતર શું કહીને બોલાવે ? અરે...! ગમે તે કહીને
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
[પરમાગમસાર-૨૨૮]
બોલાવે તો પણ તારે બોલવવાનું કામ શું છે ? તારે ‘ભાઈ’ કહેવડાવવું છે શું કરવા ? આ સવાલ છે. અને આ ‘ભાઈ’ કહેવડાવવામાં આખે આખો તું મરી જાય છે એનું શું પણ હવે ? ‘ભાઈ' કહેવડાવવાં જાતાં આ તારી હત્યા થાય છે ! તારા ચૈતન્ય પ્રાણની, જ્ઞાન-આનંદના પ્રાણની હત્યા થાય છે !!
ગુરુદેવ એક કાળિયા કૂતરાનો દાખલો આપતા ખબર છે ? ઘરમાં દેરાણી-જેઠાણી ઝઘડે તો ગાળો દે કે “તું કાળિયા કૂતરાની વહુ છે.' ઓલો કાળિયો કૂતરો બહાર બેઠો બેઠો સાંભળે કે આ આપણને બહુ સારી વાત કરે છે ! (એ) ક્યાંય ખાવા ન જાય ! કોઈ ઘરે ન જાય ત્યાં ને ત્યાં જ બેસી રહે. (બીજા) બેચાર કૂતરા મળ્યાં (એ લોકોને એમ થયું) કે આ દૂબળો પડી ગયો ને હાડકાં દેખાવા માંડ્યાં, (આ બધું) શું છે ? ત્યારે આ કાળિયા કૂતરાએ કહ્યું) ‘ભલેને હાડકાં દેખાય મારે તો અહીંયા જ બેસી રહેવું છે, ખાવા પણ જાવું નથી.' (પેલા એ પૂછયું) કેમ ? (તો કહે) ‘આવું સાંભળવા મળે છે !' એમ આ ભાઈ ને ભાઈ’ સાંભળવા મળે છે ને ! એમાં એનો ભૂકો નીકળી જાય છે (એની) એને ખબર પડતી નથી. ભાઈને ‘ભાઈ’ સાંભળવા મળે છે એમાં આ દશા છે, ભાઈ ! કાળિયા કૂતરા જેવી એની દશા છે !
બાકી મનુષ્ય પર્યાયમાં માન છે (એ) મારી નાખે ! માન છે એ મારી નાખે ! (શ્રીમદ્જી લખે છે) ભાન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત.’
પ્રશ્ન :- માન પછી અહમ્ આવતો હશે ને
સમાધાન :- એ અહમ્ એ પોતે જ માન સ્વરૂપે છે. માનમાં ને અહમાં શું (ક્યાં) ફેર છે. અહમ્ કહો કે માન કહો બધું એક જ છે. આ તો પૈસાની સાથે સાથે માન મળે છે ને ! (પણ) ઘણાં પૈસાવાળાને માન નથી મળતું. એનું ઉપનામ બીજું જ હોય પાછું ! જે અપમાન સ્વરૂપે હોય ! એટલે એ તો એ જાતની કર્મ પ્રકૃતિનો ઉદય હોય (એટલે એવું હોય). (બાકી એમ પણ બને) ઓછા પૈસા હોય, પૈસા ન હોય તો(પણ) માનપાન મળે. જે તે ક્ષેત્રમાં કામ કરતાં હોય ત્યાં માનપાન મળે.
જગતમાં અનેક પદાર્થો ખરીદવાનું માધ્યમ જે નાણું છે, ચલણ છે, પૈસો છે. અનેક ચીજોની, સર્વ ચીજોની ખરીદી થાય છે. એટલે એની મુખ્યતા છે અને તે તે ચીજોથી પોતાની અનુકૂળતાઓ સચવાય છે અને પ્રતિકૂળતાઓ
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૫
કહાન રત્ન સરિતા દૂર થાય છે. એટલે પૈસાથી સુખ છે . એમ માનવામાં આવે છે.
અહીંયા ભગવાન કહે છે કે પહેલી વાત આ છે. (૮) નક્કી કર, પૈસામાં સુખ નથી એમ નક્કી કર ! અને જ્યાં સુધી એમ તારામાં નક્કી નહિ થાય ત્યાં સુધી તું એ પૈસા બાજુથી કે બાહ્ય પદાર્થો બાજુથી વલણ ફેરવીને આત્મામાં જંપલાવીશ, એ વાત રહેતી નથી. માણસ એ (પણ) કરે છે, કરોડપતિ, અબજપતિ માણસ દીક્ષા લઈ લે, પછી એણે પૈસામાં સુખ નથી એમ માન્યું કે ન માન્યું? માન્યું? માનવું બીજી વાત છે, ભાઈ ! માનવું બીજી વાત છે. એવો ત્યાગ કરે અને છતાં એણે પૈસામાં સુખ નથી, એમ નથી) માન્યું એમ પણ બને.
પૈસામાં સુખ એણે ખરેખર તો ત્યારે નથી માન્યું કે જ્યારે એણે આત્મામાં સુખ માન્યું છે ત્યારે. જ્યારે આ જીવે આત્મામાં સુખ છે એમ માન્યું ત્યારે તે આત્મામાંથી જ સુખને ભોગવવાનો પુરુષાર્થી થશે અને જ્યાં સુધી એ આત્માના સુખને અંદરમાંથી મેળવવાનો પુરુષાર્થ નહિ કરે, ત્યાં સુધી ભલે એણે ધન - વૈભવનો ત્યાગ કર્યો હોય તોપણ એણે હજી એમાં સુખ માન્યું છે. એ વળી બીજી રીતે માને છે. નહિતર એમ થાય કે એ કેમ સમજાય? ચોખ્ખાં પૈસા છોડી દીધાંને ! આટલાં હતાં ને પૈસા છોડી દીધાં (પણ) એ મેં છોડ્યાં’ એમ જે માને છે) એ એણે છોડ્યાં નથી (પણ) પકડ્યાં છે !! શું કર્યું એણે) ? આ પૈસા મેં છોડ્યાં એ તેણે મારાપણું)' રાખીને છોડ્યાં છે. “મારા હતા ને મેં છોડ્યાં એ મારાપણું એણે હજી રાખ્યું છે. છોડ્યાં છે એ તો બહારની ક્રિયા થઈ છે. અંતરંગ ક્રિયા છોડવાની થઈ નથી.
અહીંયા એમ કહે છે કે બાહ્ય ત્યાગ, બાહ્ય નિવૃત્તિ એ અંતરંગ નિવૃત્તિના અર્થે છે અથવા અંતરંગ નિવૃત્તિના પ્રયોજનને કારણે જો બાહ્ય ત્યાગ ને બાહ્ય નિવૃત્તિ હોય તો એનું સાર્થકપણું છે. પણ જો અંતરંગ પ્રયોજન સચવાય નહિ તો એ બાહ્ય ત્યાગ કર્યો પણ નહિ કર્યા બરાબર છે, કર્યો પણ નહિ કર્યા બરાબર છે. એણે કર્યો જ નથી - એમ ભગવાન કહે છે.
ગુરુદેવશ્રી એક વાર સવારે ઠલ્લે જતા (હતાં), (ત્યારે) સાથે જતા હતાં, બહાર જંગલમાં જતાં). વીસેક વર્ષ પહેલાંની વાત છે. રસ્તામાં બધાં મૌન ચાલતાં હતાં. ૧૦-૧૫ ભાઈઓ હતાં. ઓચિંતું (ગુરુદેવશ્રી) બોલ્યાં કે, દ્રવ્યલિંગી મુનિ નિવૃત્ત જ થયો નથી, જરાય નિવૃત્ત થયો નથી. પણ એણે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૬
[પરમાગમસા૨-૨૨૮]
તો સાવ પ્રવૃત્તિ છોડી છે, રાજા હોય અને રાજપાટ (ત્યાગ) કર્યા હોય— એનો અર્થ શું ? કે જેનો શુદ્ધાત્મામાં પ્રવેશ નથી અને એ સ્વરૂપલીનતા પૂર્વક જેણે સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર પ્રગટ કર્યા નથી, એ ખરેખર બહારથી નિવૃત્ત થયો હોય તોપણ ખરેખર નિવૃત્ત થયો નથી. (દ્રવ્યલિંગી મુનિનું તો ઉત્કૃષ્ટ - સમર્થ દૃષ્ટાંત છે. પછી બીજાને તો સમજી લેવાની વાત છે - ત્યાગ કર્યો હોય તો એણે શું ગણવું જોઈએ ! એમાં કાંઈ ગણતરી કરવાનો પ્રસંગ રહેતો નથી.
પૈસામાં સુખ નથી એમ ‘ભાસવું’ જોઈએ, પુણ્ય-પાપના પરિણામમાં સુખ નથી એમ અંતરમાં ‘ભાસવું જોઈએ. પુણ્યના મંદરાગમાં એને આકુળતા ઓછી થાય ત્યારે સુખ લાગે, શાતા વેદાય અથવા ઇચ્છિત વિષયની પ્રાપ્તિમાં તે વિષયનાં ભોગવટામાં એને મઝા છે, સુખ છે, આનંદ છે, ખુશી છે, રાજીપો છે (એમ જો લાગે છે તો) એ પાપના પરિણામમાં એણે સુખ માન્યું છે.
કષાયની મંદતામાં થતાં જે મંદ કષાયનાં, મંદરાગનાં પરિણામમાં શાતા ઊપજે - તેણે પુણ્યનાં પરિણામમાં સુખ માન્યું છે. ભોગ-ઉપભોગના પરિણામમાં સુખ, આનંદ ને મઝા માનવાવાળાએ પાપના પરિણામમાં સુખ માન્યું છે અને બહારમાં જે કાંઈ પૈસો એટલે ધન, વૈભવ કીર્તિ, આબરૂ, બધુંય એની અંદર લઈ લેવું, (એ બધાંમાં તને એમ લાગતું હોય કે) ‘એ છે એટલે મને ઠીક છે અને વાંધો નથી ને અનુકૂળતા છે ને હવે કોઈની સાડીબાર નથી’ (અહીંયા) કહે છે કે એ બધુ તને આત્મામાં નહિ જવા દે, એ તને આત્માનાં દર્શન કરવા દેશે નહિ, કેમકે ‘ભાસવું' એ જ્ઞાનમાં બને છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ ભાસે છે એનો અર્થ એ છે કે ભ્રાંતિએ કરીને એ સુખ ભાસે છે. શેનાથી ભાસે છે એ ? (ભ્રાંતિથી) ! એવી આ જીવને ભ્રમણા થઈ છે. એ ભ્રમણાને લઈને એને સુખ ભાસે છે. છે નહિ ને ભાસે એનો અર્થ શું ? કે એને ભ્રમણા થઈ ગઈ છે.
-
જે જડ પદાર્થોમાં સુખ તો નથી સુખની ગંધ પણ નથી, એમાં તને ભરપૂર સુખ લાગે છે, એની તને હૂંફ રહે છે, એ છે એટલે મને ઠીક છે, એવા એની હયાતીના સભાનપણાના તારા પરિણામ છે ને! (એ તને આત્મામાં નહિ જવા દે). મૂડી કોઈ ગણવા નથી બેસતું કે સવારમાં ઊઠીને માળા ગણી લ્યો ! પાંચમાળા મૂડીની ગણો ! આપણી મૂડી કેટલી ? ઉઘરાણીમાં
Page #144
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૨૭ કેટલી ? માલમાં કેટલી ? બેંકમાં કેટલી ? એના ભાનમાં જ રહે છે કે - ‘હું આટલો,’ ‘હું આવો, “હું આટલાંવાળો. આટલાંવાળો.’ કહે છે કે, પોતાપણે એની હયાતીનું ભાન એ તારા ભાનને ભૂલવા માટે ઊભું થાય છે. તારા ભાનમાં એ નથી ને એના ભાનમાં તારું ભાન નથી ! આ પરિસ્થિતિ થાય છે.
એટલે એમ કહે છે કે જ્યાં સુધી પૈસામાં સુખ નથી એમ ભાસે નહિ, અંતરમાં ભાસે નહિ હોં ! ઉપરથી કહે એમ નહિ, શાસ્ત્રના આધારે કહે એમ નહિ, ન્યાયથી વિચારીને હા પાડે એટલું પણ નહિ. નહિતર અહીંયા સુધી તો આપણે ત્યાં ચાલે છે. ગુરુદેવની કૃપાથી આપણે ત્યાં મુમુક્ષુઓ શાસ્ત્ર સ્વાધ્યાય કરે છે, વળી વિચારીને ન્યાયથી સંમત કરીને કહે છે કે બરાબર છે . સુખ આત્મામાં છે અને બાહ્ય પદાર્થમાં સુખ નથી. એ સાચું કીધું કે નહિ ? (કહે છે કે, અંતરમાં ભાસે નહિ ત્યાં સુધી એની કીધેલી વાત સાચી નથી. ભલે સાચું કહે તોપણ) સાચું નથી. કોઈ સાચું કહે માટે સાચું છે - એમ અહીંયા નથી. પણ આવું તો ચોખ્ખું સાચું કહ્યું છે માટે આ સાચા નહિ ? એમ એને અંતરમાં ભાસ્યું છે કે નહિ એ વાત પહેલી જોવી જોઈએ.
પોપટ પણ બે ને બે ચાર બોલે. પોપટને શિખડાવી દો તો બે ને બે ચાર... બે ને બે ચાર... એમ ન કહે ? તો એનો બે ને બે ચારનો સરવાળો સાચો કે નહિ ? પણ એને ખબર નથી કે એ સરવાળો છે કે શું છે ? એ તો જેટલું ગોખાવ્યું તેટલું બોલે છે. એમ શાસ્ત્રથી કોઈ જીવ આ વાતને) વિચારથી સંમત કરી લે, ગોખે, શીખે, પઢે, ત્યાં સુધી નહિ પણ વિચારથી સંમત કરી લે, છતાં અંતરંગમાં ભાસે નહિ હતો એ વિચારથી સંમત કરેલું પણ સાચું નથી. અહીંયા એક શબ્દ બહુ સારો લીધો છે . એમ અંતરમાં ભાસે નહીં. એમ લેવું છે. આ એની વાસ્તવિકતા છે.
અંતરમાં ન ભાસે તો તેણે વિચારથી, ન્યાયથી, આગમથી, તર્કથી, તર્કણાથી શુદ્ધ કરીને - તર્કશુદ્ધ રીતે એણે માન્યું હોય તોપણ અહીંયા (એની) એ વાતને ગણતરીમાં લેવામાં આવતી નથી કે, એણે માન્યું છે. એમ ગણાય નહિ, એમ કહે છે. અને ત્યાં સુધી એને એનો લાભ થાય નહિ. એટલે કે ત્યાં સુધી આ જીવ પડખું ફેરવીને (અર્થાતુ) બહિર્મુખ પરિણમી રહ્યો છે,
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૮
[પરમાગમસાર-૨૨૮] એ પડખું ફેરવીને અંતરમાં આત્માનું સુખ રહ્યું છે એ સુખમાં લીન થવા માટે જંપલાવશે નહિ.
જંપલાવે નહીં.” એમ શબ્દ લીધો છે. (જંપલાવે એટલે જોરથી પડે છે. (અર્થાતુ) જે જીવ આત્માના સુખની પ્રાપ્તિ માટે અંદરમાં આવે છે એ પણ એટલા જોરથી આવે છે, ઘણાં જોરથી આવે છે. જોરથી એ મિથ્યાત્વનો ધ્વંસ કરે છે, જોરથી મિથ્યાત્વને છોડે છે અને જોરથી સમ્યકત્વને અંગીકાર કરે છે. એમ છે ખરેખર તો. એટલે એ આત્મામાં જંપલાવે છે એમ કહેવામાં આવે છે. કેમકે પ્રથમ જ સમ્યકત્વ થતાં તે જ સમયમાં એને સ્વરૂપ લીનતા ઉત્પન્ન થાય છે, શુદ્ધોપયોગ થાય છે, આત્મ સ્થિરતા ત્યાં પ્રગટ થાય છે. સમ્યક્ત થવું ત્યારે આત્મ સ્થિરતા થવી . એ બન્ને એક સાથે અવિનાભાવિપણે હોય છે. વારાફરતી નથી હોતા પણ અવિનાભાવીપણે હોય છે. એ જંપલાવીને આત્મામાં આવે છે.
(બન્ને કાર્ય) ગુણ ભેદે જુદાં છે. સમ્યક્ત થતાં અનંતગુણ પરિણમે છે. ‘સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' . આત્માના અનંત ગુણોના અંશો શુદ્ધ થયાં, નિર્મળ થયાં એને સમ્યકત્વ કહ્યું છે). શ્રીમદ્જીએ આ પરિભાષા બાંધી (છે) - ‘સર્વ ગુણાંશ તે સમ્યકત્વ' જે શુદ્ધોપયોગ થાય છે તે સ્વરૂપાચરણ ચારિત્ર છે. જ્ઞાન સ્વસંવેદન રૂપ પરિણમે છે તે સમ્યજ્ઞાન છે અને આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે તેને સમ્યક્ શ્રદ્ધાન કહેવામાં આવે છે. એમ સભ્યશ્રદ્ધાન, સમ્યજ્ઞાન ને સમ્યગ્યારિત્રની એકતા થઈ. પરિણામ એક છે અને એમાં અનંત ગુણો પરિણમ્યાં છે. એટલે એનું અનેક ભેદે વર્ણન આવે છે. ગુણભેદની અપેક્ષાએ એક જ ધર્મના પરિણામનું અનેક ભેદે વર્ણન આવે છે એનું કારણ આ છે. (કેમકે એનામાં અનંત ગુણ રહ્યાં છે. સમ્યકત્વ થયું એટલે (એ જીવ) અનંત ગુણવંત થયો. જો તને ગુણની રુચિ હોય, જો તને ગુણની અભિલાષા હોય તો એ સમ્યકત્વ અંગીકાર કરવા જેવું છે કે જેમાં અનંત ગુણ ઊભા થશે.
એટલે એમ કહે છે કે જે સ્વરૂપમાં લીનતા થાય છે એ જંપલાવીને આમાં આવે છે. કેમ એ બધું વર્ણન કરવામાં આવે છે ? એવું બધું વર્ણન કરવા પાછળ પણ શાસ્ત્રમાં હેતુ છે. સમ્યકત્વને પણ બીજી બીજી રીતે લોકોએ કલ્પી લીધું છે. અમે તો જેન કુળમાં જન્મ્યા એટલે અમે તો મૂળ જૈન કુળમાં
Page #146
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા .
૧૨૯ છીએ (તો) અમારે તો સમ્યગ્દર્શનનો તો સવાલ જ નથી. અમે તો વીતરાગી દેવ, ગુરુ, શાસ્ત્રને માનવાવાળા છીએ, બીજાને (તો) અમે સ્વપ્નમાં પણ માનીએ નહિ. અત્યારે તો જો કે ઘણી ગડબડ ચાલે છે. પણ બીજાને સ્વપ્નેય માનીએ નહિ એમ હોય તોપણ એમ સમ્યકત્વ છે નહિ. એમ કહે કે, હવે અમારે વ્રત, પચ્ચખાણ લઈને આગળ વધવાનું રહ્યું, સમ્યકત્વ તો છે જ. ભાઈ ! સમ્યકત્વ એમ હોતું નથી.
એટલે એમ કહે છે કે ભાઈ ! તને સ્વરૂપ લીનતા થઈ છે ? તને આત્માનું ભાન વર્તે છે ? તને સ્વસંવેદનની જ્ઞાતાધારા પ્રગટ થઈ છે ? અને પ્રગટ પરિણમન ચાલે છે ? તો આ બધી સમ્યકત્વના સભાવને બતાવનારી વાતું છે. નહિતર એ એકેય વાત સાચી નથી. જેને સમ્યક્ત્વ નથી તેનું બધું અવળું અને સમ્યકત્વ થયું તેનું બધું સવળું. જેમ ઊંધાં ઘડા ઉપર બધાં ઊંધા ઘડા રહે અને સવળા ઉપર બધાં સવળા રહે, એના જેવું
મુમુક્ષુ :- સમ્યકત્વમાં બધું સવળું . એ બહુ મોટી વાત છે !
પૂજ્ય ભાઈશ્રી :- એનું બધુંય સવળું ! એના બધાંય પરિણામ જ્ઞાનમય કહ્યાં છે. સાધકજીવને પુણ્યનો ભાવ આવે છે તો એને જ્ઞાનમય પરિણામ કહ્યું છે), કેમ જ્ઞાનમય પરિણામ કહ્યું? કે આ પુણ્ય તત્ત્વ છે, મારા આત્માથી આ બહિર્તત્ત્વ છે અને આ આત્માને તેથી લાભ નથી, એવું ભાન વર્તે
જેમ પૈસાથી સુખ નથી તેમ પૈસા મળવાનું કારણ જે પુણ્યભાવ એમાં પણ સુખ નથી ને લાભ નથી. એ તો કારણ . કાર્યનો સંબંધ છે. પૈસાથી સુખ ને લાભ નથી એમ પૈસા મળવાના કારણરૂપ જે પરિણામ છે એનાથી પણ સુખ ને લાભ નથી, એમ જ્યાં સુધી અંતરમાં ભાસે નહિ...! “અંતરમાં ભાસે નહીં.” જુઓ ! કેવી ભાષા લીધી છે ! “.ત્યાં સુધી ઈ આત્માના સુખમાં જંપલાવે નહીં. આ તો બોલવાની ભાષા લખી છે ને ! ત્યાં સુધી તે આત્મા અંદરમાં આત્માના સુખમાં પરિણમશે નહિ, જંપલાવશે નહિ. એટલે શું કહેવું છે ?
જીવનો અનાદિનો જે વેગ છે ને ! એ પર પદાર્થમાં સુખના નિશ્ચયને લઈને છે. રાગમાં અને રાગના ફળમાં સુખ છે એવું એને અનાદિથી નિશ્ચિત
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
[પરમાગમસાર-૨૨૮]
થયેલું છે, એ જ્યાં સુધી આત્મામાં સુખ ભાસી'ને છૂટે નહિ (એટલે કે) ‘વિચાર'થી છૂટે (એમ) નહિ પણ અંતરમાં સુખ ભાસે ત્યારે તે છૂટે. (એમ કહેવું છે). એ પહેલાં એનો બીજો કોઈ ઉપાય છે નહિ.
આત્મા અનંત અનંત સુખથી ભરપૂર છે. એની જે હયાતિ છે - સુખની જે વિદ્યમાનતા છે, એ વિદ્યમાનતા છે’ એની હયાતીને સ્વીકારે નહિ, જ્ઞાનમાં જણાય નહિ, ભાસે નહિ, સ્વીકાર આવે નહિ ત્યાં સુધી વિપરીત દિશા - વિપરીત વાત જે ઊભી થઈને ઊભી રહી છે એ છૂટી શકતી નથી. એના છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી અને ત્યાં સુધી ગમે તે (કરે), આ સિવાય ગમે તે ક૨ે તે બધું એકેય સાચું નથી એકેય સાચું નથી. મૂળમાં વાત આ છે કે અંતરમાં સુખ છે એ તને ભાસે છે ? આ વાત છે. અસ્તિથી લીધું છે કે અંતરમાં સુખ છે એમ ભાસે છે ?
·
શ્રીમદ્ભુએ બહુ સરસ ફકરા લખ્યાં છે. એમાં એક વાત બહુ સરસ લખી છે. એમ જ ડાયરી લખતાં હોય એવી રીતે એમ ને એમ જ લખ્યાં છે. હે જીવ ! તું ભ્રમા મા. એમ પોતાને ઉદ્દેશીને લખતાં હોય ને ! હે જીવ ! તું ભ્રમા મા. તને ખરું કહું છું, તને સાચું કહું છું; સુખ અંતરમાં છે, સુખ આત્મામાં છે અને તારું સુખ ક્યાંય બહાર નથી. આવે છે ? (પત્રાંક - ૧૦૮). ફકરાં આવે છે, બહુ સરસ આવે છે ! માટે તારા સુખને શોધવા અને તારા સુખનો અનુભવ કરવા તું ક્યાંય બહાર જઈશ નહિ. એટલી
વાત છે.
અંદરમાં કેવું આત્મિક સુખ પડ્યું છે એની (જીવને) કલ્પના નથી. મૂળ તો જગતવાસી જીવને અનુકૂળતામાં કષાયની મંદતા થાય તે સુખ અને પ્રતિકૂળતામાં કષાયની તીવ્રતા એટલે આકુળતા થાય તે દુ:ખ). તીવ્ર આકુળતાને દુ:ખ અને મંદ આકુળતાને સુખ બસ ! આમ નક્કી કર્યું છે એટલે એ કલ્પના એની જ કરે છે. (અહીંયા) કહે છે (કે) એ તો બન્ને દુઃખ છે, બન્ને આકુળતા છે. તીવ્રતા કે મંદતાના ભેદે એ બન્ને ભેદ આકુળતાના છે. એમાં ક્યાંય નિરાકુળપણું નથી.
-
અંદરમાં જે આત્માનું નિરાકુળ સુખ છે, એ સુખ તો અનંત છે અને એ સુખની શરૂઆત થયા પછી એ અનંત સુખની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. એવું જે અંતરનું આત્મિક સુખ છે, જેમાં જીવને તૃપ્તિ થાય છે -
Page #148
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૩૧ આ એના માનેલા સુખમાં એને ક્યારેય તૃપ્તિ નથી થતી. તે સુખ નથી એ એનું ઉપલક્ષણ છે.
‘પશ્ચાતું દુઃખ તે સુખ નહિ. “બહુ પુણ્ય કેરા પુંજ' (કાવ્યમાં) શ્રીમદ્જી એ ૧૬ વર્ષની ઉંમરમાં આ ગાયું છે કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.” તે સુખ નથી. અંદરમાં આત્માને તૃપ્તિ થાય એવું જે સુખ છે એ (જ) સુખ (છે). (એ) સુખની વિદ્યમાનતા અંતરમાં ભાસે નહિ ત્યાં સુધી જોરથી અંદર આવવું છે . એકદમ અંતર્મુખ થઈને, વેગથી - પુરુષાર્થથી જે અંતર્મુખ થવું છે, એ પુરુષાર્થ તારો ઉત્પન્ન નહિ થાય અને વર્તમાન વીર્ય ગુણનો ક્ષયોપશમ - જે પુરુષાર્થ ઊંધો ચાલે છે (અર્થાતુ) બહિર્તત્ત્વને પ્રાપ્ત કરવા, મેળવવા ને ભોગવવા તારો પુરુષાર્થ જાય છે, એ તારો પુરુષાર્થ મટશે નહિ. ઊંધો પુરુષાર્થ દિશા પલટીને સવળો થાય ત્યારે એણે અંદરમાં આત્મામાં જંપલાવ્યું એમ કહેવામાં આવે, પણ બહારમાં જંપલાવ્યા કરતો હોય એ અંદરમાં આવી શકે નહિ. એટલે બહુ માર્મિક રીતે એ વાત લીધી છે.
આ જીવે એને પોતાને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે તેને અનુકૂળતામાં અંતરથી સુખ અનુભવાય છે ? તને પૈસા આદિ બહારની પ્રાપ્તિ થાય છે, સંયોગોની વૃદ્ધિ થાય છે . એમાં તને રાજીપો થાય છે ? જો થાય છે) તો તો અંદરમાં જંપલાવી શકીશ નહિ.
વળી, એ પ્રશ્ન પણ પૂછવા જેવો છે કે અંતરમાં જે અનંત સુખ ભર્યું છે એ સુખની વિદ્યમાનતા તને ભાસે છે ? આટલી વાત છે. જો આ બધાં મેળવાળા પડખાં ચોખ્ખાં ન હોય તો બીજું બધું કરવું એ કંઈ કરવા જેવું રહેતું નથી. આ એક જ જગ્યાએ તેણે પોતાની શક્તિ લગાવવી જોઈએ. બીજાં બીજાં કાર્યમાં લગાવવી જોઈએ નહિ. (એમ) બહુ લાગુ પડે તેવો ૨૨૦મો બોલ છે. અહીં સુધી રાખીએ.
Page #149
--------------------------------------------------------------------------
________________
જેને માથે જનમ-મરણની ડાંગુ તોળાઈ રહી છે અને તે સંજોગોમાં રાજીપો માની રહ્યો છે તે પાગલ છે. ૨૩૩. :
પ્રવચન-૧૪ તા. ૭-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ-૨૩૩) જેણે જન્મ-મરણનો અભાવ સમ્યગ્દર્શનપૂર્વક કર્યો નથી, જ્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જન્મ-મરણ ઊભું છે, નાશ નથી થયો, એનો છેદ નથી થયો. એ જે જન્મ-મરણની પરંપરા છે એ એમને એમ જેની ઊભી છે, એટલે મિથ્યાત્વનો નાશ નથી થયો, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. મિથ્યાત્વનો નાશ થવાથી (ધર્મની) શરૂઆત થાય છે. એ મિથ્યાત્વ) જન્મ-મરણનું ને પરિભ્રમણનું કારણ છે.
એ મિથ્યાત્વ પરમાં નિજબુદ્ધિ થવાથી છે. મિથ્યાત્વ છે એ પર પદાર્થમાં ને પરભાવમાં નિજબુદ્ધિએ મિથ્યાત્વ (થાય છે. તે જીવ સંયોગોમાં રાજીપો માની રહ્યો છે એટલે મિથ્યાત્વને વધારે સેવી રહ્યો છે. પરમાં નિજબુદ્ધિ (કરે છે એટલે રાજીપો થાય છે). રાજીપો ક્યારે થાય છે એને ? કે સંયોગોમાં પણ એને કલ્પના થાય છે કે આ પ્રકારનાં મારાં સંયોગો થઈ ગયા, હવે મને વાંધો નથી. એમ જે અનુકૂળતાની કલ્પના કરીને ખુશ થાય છે, રાજી થાય છે, સર્વસ્વ છે એવું માને છે, એને શું માને છે એ ? સર્વસ્વ માને)
Page #150
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૩૩ છે, એને જન્મ-મરણની પરંપરાની કોઈ દરકાર નથી, એમ થયું. શું થયું એમાં ? કે હવે મારે જન્મ-મરણ ક્યાં સુધી કરવા પડશે ? અથવા તો એના નાશનો હું કોઈ ઉપાય કરું - એ જેને દરકાર નથી અને જે સંયોગ આશ્રિત પરિણામમાં તન્મય થઈને પરિણયે જ જાય છે, એમાં પણ એને રસ આવે છે, એમાં પણ એને ખુશી થાય છે. (અહીંયા) કહે છે કે એ જીવ પાગલ છે! એને ગાંડપણ છે, એમ કહે છે. વિવેક નથી એટલે એને પાગલ કહેવામાં આવે છે. જગતમાં ભલે એ ડાહ્યો ગણાતો હોય અને કહેવાતો હોય.
માણસ કહે છે ને ? કે પાંચમાં પૂછાય તેવા ભાઈ છે. એનામાં બુદ્ધિ ઘણી છે અને પાંચ જણ એને પૂછે અને એની સલાહ લઈને કામ કરે. એમ દુનિયાદારીમાં ભલે એ ડહાપણવાળા, વિવેકવાળા, બુદ્ધિવાળા, વિચારવાળા કહેવાતા હોય અને ગમે તે સ્થાને હોય, તોપણ જેણે જન્મ-મરણના નાશની દરકાર નથી કરી અને એ કર્યા વિના કોઈપણ પ્રકારે એ ખુશ છે, સંતુષ્ટ છે - કે ઠીક છે ! આપણને કોઈ વાંધો નથી એને અહીંયા ભગવાન પાગલ કહે છે. જ લોકો ડાહ્યા કહે તેથી એનાં જન્મ-મરણ ન મટે! લોકો માન આપે. હારતોરા પહેરાવે, સન્માન કરે, સન્માનપત્રો આપે, આપે છે ને બધાં ? રિવોજ છે કે નહિ ? એથી કાંઈ જન્મ-મરણનો નાશ ન થાય અથવા એને લઈને આત્મામાં કાંઈ લાભ થાય એમ નથી. એને લઈને કાંઈ અંદરમાં શાંતિ થાય, બીજાં માન આપે તેથી એને શાંતિ થાય, સંયોગો બધાં અનુકૂળ (થઈ જાય) આખી દુનિયા અનુકૂળતામાં ફેરવાઈ જાય તો અંદરમાં શાંતિ થાય, એવો કોઈ પ્રકાર નથી. અને છતાં કલ્પિતપણે એમાં રાજી થવું, કલ્પનામાં રાચિને રાજી થવું એ કામ પાગલ જેવું છે. એમ અહીં કહે છે.
પ્રશ્ન :- આમ તો અહીંયા રોજ સાંભળવા આવીએ છીએ. જન્મ-મરણનો નાશ કરવા સાંભળીએ છીએ ?
સમાધાન :- જન્મ-મરણનો નાશ મિથ્યાત્વનો નાશ થતાં થાય. એમ ન કહ્યું કે રોજ સાંભળો એટલે નાશ થાય, રોજ વાંચો એટલે નાશ થાય. અંદરમાં જો મિથ્યાત્વનો નાશ થાય અને સમ્યક પ્રગટ થાય તો નાશ થાય, જન્મમરણનો નાશ થાય. બીજું બધું બાહ્ય ક્રિયામાં જાય છે. જેટલો કોઈ બહારમાં દેખાવ થાય છે અથવા જે આત્માની અંતર્મુખની અંતરંગ ક્રિયા સિવાયની
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
[પરમાગમસાર-૨૩૩]
જેટલી કોઈ ક્રિયા છે - વિકલ્પ-વિચારથી માંડીને મન-વચન-કાયાની જેટલી ક્રિયા છે, તે બધી બાહ્ય ક્રિયા છે. અંદરથી આત્મા ફરે નહિ ત્યાં સુધી કોઈ ચીજ એને પોતાને કામની નથી, એવું છે. અંદરથી આત્મા ફરી જવો જોઈએ.
આ જગતમાંથી સુખ લેવા માટે જેને કાંઈ પ્રયત્ન કરવો નથી, ઠીક ! અને જે કાંઈ પ્રયત્ન છે - પુરુષાર્થની મૂડી છે, એ અંદરમાંથી શાંતિ - ગુણમાંથી શાંતિ પ્રાપ્ત કરવા માટે એનો ઉપયોગ કરવો છે. પુરુષાર્થ તો શક્તિ છે ને ! ગુણમાંથી શાંતિ પ્રગટ કરવા જેને શક્તિનો ઉપયોગ કરવો છે અને કોઈ બીજી રીતે - વિકલ્પથી, વિચારથી, કોઈ શુભભાવથી, કોઈ અન્ય પ્રકારના પરિણામથી, અન્ય દ્રવ્યથી, અન્યભાવથી ક્યાંય શાંતિ નથી. એવું જેને યથાર્થ બેસી ગયું છે, એટલે (ગુણમાંથી સુખ લેવા) બાજુનો પ્રયત્ન કર્યો છે - એવું યથાર્થ બેસી ગયું હોય તો એનો એ બાજુનો પ્રયત્ન ચાલે નહિ, ઊંધો પ્રયત્ન ચાલે નહિ ને સવળો જ ચાલે, ત્યારે એનો જન્મ-મરણનો નાશ થાય.
# # # #su #g
ભૂતકાળના પૂર્વ ભવોમાં કાંઈ શાસ્ત્રો નહિ વાંચ્યાં હોય ? સ્વાધ્યાય નહિ કર્યો હોય ? પૂર્વાનુપૂર્વ રીતે બહારમાં તો બધું જ કર્યું છે. પણ જે નથી કર્યું એ અંતર્મુખ થઈને મિથ્યાત્વનો નાશ નથી કર્યો. એટલે જન્મમરણની ડાંગુ તોળાઈ રહી છે, એમ કહે છે. ક્યારે પડશે, આયુષ્ય ક્યારે પૂરું થશે એ ખબર નથી અને છતાં પણ જન્મ-મરણનો નાશ કરવાના પ્રયત્નને બદલે સંયોગની પાછળ દોડ મૂકે છે, ઉદયમાન સંયોગોમાં તન્મય થઈને પરિણમે છે અને એમાં અનુકૂળતાની કલ્પના માને છે. સંયોગોમાં રાજીપાનો અર્થ એટલો છે કે જે કાંઈ ઉદય છે, એમાં એની ઠીકપણાની (કલ્પના ચાલે છે) કે ઠીક છે, આ મને ઠીક છે, આટલું તો ઠીક છે, આમ એની હયાતી સ્વીકારે છે, સંયોગની હયાતી સ્વીકારે છે. એમાં પોતાના શુદ્ધ-બુદ્ધ ચૈતન્યની હયાતી સ્વીકારતો નથી, એનો અનાદર છે, એ પાગલપન છે, ગાંડપણ છે, મુર્ખાઈ ભરેલું છે - એમ કહેવાય ને ? પાગલ છે અથવા મૂર્ખ છે. આવી વાત છે.
એમ કહીને એમ કહે છે કે જાગૃત થઈને તું તારા સ્વરૂપ પ્રાપ્તિના પ્રયત્નમાં લાગ ! અને બીજી બધી દિશાથી, બીજાં બધાં કાર્યોથી ઉદાસ થઈ જા ! સાવધાની છોડીને ઉદાસ થઈ જા ! એક સ્વકાર્યમાં - નિજકાર્યમાં
Page #152
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૩૫
સાવધાન થા, એમ કહેવું છે. એમાંથી તાત્પર્ય એ નીકળે છે. પૂરા ઉદ્યમથી જો સાવધાન થઈને સ્વકાર્યમાં પ્રવૃત્તિ કરવામાં આવે તો એની સફળતા થાય, થાય ને થાય જ. એ Guaranteed વાત છે. કેમકે એ સ્વાધીન પુરુષાર્થ છે.
એમાં એવું નથી કે કોઈ પૂર્વકર્મ એવા બંધાયા હોય તેથી એમ ન થઈ શકે, એવું નથી. ચારે ગતિમાં સમ્યક્દર્શન (થાય છે). સાતમી નરકમાં ગયો હશે તેણે કેવાં આકરાં કર્મ બાંધ્યા હશે ? જે જીવ સાતમી નરકમાં ઊપયો એણે કેવાં આકરાં કર્મ બાંધ્યાં હશે ? છતાં ત્યાં સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ છે કે જ્યારે આ જીવ સ્વકાર્યમાં ઉદ્યમવંત થાય છે ત્યારે પૂર્વ કર્મ છે. એના ઉદયથી એ ભિન્ન પડી શકે છે. વર્તમાનમાં જો પુરુષાર્થ કરવામાં આવે, એ તો સહજ છે પણ કરવામાં આવે એમ કહેવાય છે, પૂર્વકર્મના ઉદયથી બરાબર ભિન્ન પડી શકે છે. ભિન્ન થઈને પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી શકે છે, બરાબર કરી શકે છે.
મુમુક્ષુ :- સંયોગોમાં દુ:ખ છે પણ રાજીપો મનાઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- સંયોગોમાં દુઃખ છે એટલે સંયોગો પ્રત્યેના પરિણામને લઈને દુઃખ છે. સંયોગોની અનુકૂળતાવાળા પરિણામથી દુ:ખ છે અને જે સંયોગોને પ્રતિકૂળ માને છે એ તો પ્રત્યક્ષ દુઃખી થાય જ છે. એ તો દુઃખની કલ્પનાને લઈને જ પરિણમે છે.
અહીં તો ભગવાન કહે છે કે સુખની કલ્પના લઈને પરિણમતા જીવો - કહે અમારે હામ, દામ ને ઠામ છે ! કોઈ વાંધો નથી ને કોઈ તકલીફ નથી અને જેટલાં પાસા નાખીએ એટલાં અમારે સવળાં પડે છે. (કૃપાળુદેવનાં પદમાં) આવે છે ને ? ‘પાસા બધાં સવળાં પડે, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.' જેનાં બધાં અવળાં નાખ્યાં સવળાં પડે ! ઠીક ! પુણ્યનો ઉદય હોય એ પ્રકારે બધાં સોગઠાં ગોઠવાય છે. આ ધણી થઈને સવાર થઈ જાય છે કે આ મેં કર્યું ને મારી બુદ્ધિચાતુર્યથી મેં કર્યું. એ વાત
જરાય માલવાળી નથી.
(કૃપાળુદેવે) બહુ નાની ઉંમરમાં એ કાવ્ય લખ્યું છે. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને.' એમાં બધાં દૃષ્ટાંત એ લીધાં છે કે જગતમાં પુણ્યવંત જીવોનાં અનેક પ્રકારે ભેદ છે. રાજા છે, શેઠીયાઓ છે, રાજકારણીઓ છે (એમ) બધાં પ્રકાર લીધાં છે. બધી સત્તા મળે છે. પણ એટલી ઝડપથી
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૬
[પરમાગમસાર-૨૩૩] કાળનો પ્રવાહ વહે છે કે એક સેકંડમાં અસંખ્ય સમય જાય છે. કરોડો. અબજો સમય નહિ, અબજોના અબજો નહિ પણ અસંખ્ય સમય જાય છે. એક સેકંડમાં એટલી ઝડપથી કાળનું ચક્ર છે એ ફરે છે, એની સામે આ ઘડિયાળના કાંટા તો બહુ ચૂળ ફરે છે. એ કાળના પ્રવાહને કોઈ રોકી શકે એમ નથી. સો-પચાસ વર્ષની જિંદગીમાં ધા-ઉધામાં પાર વગરનાં કરે અને આયુષ્ય પૂરું થવાનો સમય આવતાં વાર લાગતી નથી.
કહે છે કે એ જીવ તક ચૂકી ગયો. આવા મનુષ્ય પર્યાયમાં જ્યાં સત્ દેવ, ગુરુ, શાસ્ત્ર ને સાચાં સિદ્ધાંતો, આત્માનું હિત થાય એવું સર્વ પ્રકારનું બહારનું બધું વાતાવરણ સરખું હોવા છતાં પોતાના હિતનું કાર્ય છોડીને બીજે લાગે (એટલે કે અહિતના કાર્યમાં જાય (તો) એનાથી તો અહિત થવાનું છે. એને મૂર્ખ ન કહેવાય, પાગલ ન કહેવાય તો બીજું શું કહેવાય ? એમ કહે છે. એ જરૂર મૂર્ખ છે અને જરૂર પાગલ છે. એ ૨૩૩ પૂરો) થયો.
- નિજાવલોકનરૂપ પ્રયોગ, પરલક્ષ મટાડવા અર્થે અને સ્વલક્ષ થવાના હેતુથી અનુભવી મહાત્માઓએ બોધ્યો છે. તેમાં પ્રગટ ભાવોના અવલોકનના અભ્યાસ દ્વારા, સ્વભાવના અવલોકન સુધી લઈ જવાનો આશય છે. મુમુક્ષુ જીવે આ પ્રકારે માર્ગ સુધી પહોંચવા પ્રયાસ કરવા યોગ્ય છે. –પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૯૧૯)
Page #154
--------------------------------------------------------------------------
________________
સત્ને માટે આખું જગત વેચાઈ જાવ, આખું જગત જાવ, પણ આત્મા જતો ન કરાય.' ૨૩૪.
પ્રવચન-૧૫ તા. ૭-૫-૧૯૮૩
(પરમાગમસાર) ૨૩૪(મો બોલ). ‘સત્ને માટે આખું જગત વેચાઈ જા, આખું જગત જાવ, પણ આત્મા જતો ન કરાય.' શું કહે છે ? વેવું (શબ્દ) છે ને ? એ મૂલ્યાંકન ઉપર છે. આખા જગતની કિંમત સત્ની આગળ ઓછી છે. એક પલ્લામાં સત્ છે અથવા એક પલ્લામાં પોતાનો આત્મા છે, આત્માનું હિત રહેલું છે, બીજાં ત્રાજવાના પલ્લામાં આખું જગત બેઠું હોય તોપણ પોતાનું પલ્લું નમવું જોઈએ !
માણસ જગતની મહત્તા પાછળ, જગતની મોટાઈ પાછળ પોતાનું અહિત કરે છે. જગતમાં પોતાની મોટાઈની કલ્પેલી - માનેલી સ્થિતિ જળવાઈ રહે તેને માટે પ્રયત્ન કરે છે અથવા અસત્ કાર્યોમાં પ્રવર્તે છે. પ્રવૃત્તિ કરે છે એટલે અસત્ કાર્યોમાં પ્રવર્તે છે.
(અહીંયા) કહે છે કે જેને સતુની કિંમત આવી છે તેને આખું જગત અસત્ ભાસે છે. આ જે નીકળ્યું છે ને ? શંકરાચાર્યનું જે સૂત્ર છે બ્રહ્મ સત્યમ્ જગત મિથ્યા.’ મૂળ તો એ દિવ્યધ્વનિનો વિષય છે. મિથ્યા એટલે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પિરમાગમસાર-૨૩૪] અસત્ય. બ્રહ્મ સત્ય છે ને જગત અસત્ય છે. મિથ્યા છે એટલે અસત્ય છે. પણ જે લોકો એનો ભાવાર્થ (એટલે) આશય ન સમજી શક્યા એણે એમ માન્યું કે જગતની અંદર એક પરમ બ્રહ્મ છે. એ એક જ અસ્તિત્વ ધરાવે છે. બાકી આ બધું જેટલું દૃશ્યમાન પદાર્થોવાળું જગત દેખાય છે એવા પદાર્થો જેવું કાંઈ છે જ નહિ !! જીવને એ બધી મિથ્યા કલ્પના થાય છે. જેમ ઝાંઝવાના જળની કલ્પના થાય છે એમ આ દૃશ્યમાન પદાર્થોની કલ્પના થાય છે. જગતમાં એક અસ્તિત્વ ધરાવનાર હોય તો તે એક જ પરમ બ્રહ્મ છે. એવો પછી અર્થ કરીને એ બાજુ મિથ્યા કલ્પનામાં વિકાસ કર્યો. એનાં પછી શાસ્ત્રો બનાવ્યાં, એનું Logic, એને અનુસરનારાઓની મોટી સંખ્યા... આ બધું ધમાલ અને તોફાન દેખાય. પરંતુ, એમ નથી. ( ખરેખર તો સત્ એવો જે પોતાનો આત્મા અને સતું એટલે આત્મ પ્રાપ્તિનો માર્ગ - ઉપાય - બસ આટલું જ સત્ છે, એને આત્મા કહીએ. એને માટે આખું જગત વેચાઈ જાવ ! જગતના કોઈ પદાર્થની એવી) કિંમત નથી કે એ સહુને ગૌણ કરી બીજાને મુખ્ય કરવામાં આવે. કિંમત તો ત્યારે કરે છે ને ? અનાદિથી જગતની કિંમત કરી છે પણ એણે પોતાની કિંમત કરી નથી. આ પરિસ્થિતિ છે.
સને માટે આખું જગત વેચાઈ જાવ, આખું જગત જાવ.' પોતાના કબજામાંથી જાવ, આખું જગત ચાલ્યું જાવ, લૂંટાઈ જાવ. એનું માનેલું જગત આખું લૂંટાઈ જાવ. અથવા ત્રણલોકમાં એની સત્તા હોય તો તે ભલે ચાલી જાય, એમ કહે છે. ભલે જગત જાય પણ આત્મા જતો ન કરાય. એ વિષય તો થોડો વિશાળ પણ છે કે કોઈપણ તબક્કે જ્યારે એક સને જ વળગી રહેવા માટે જીવ કટિબદ્ધ થાય છે, પ્રયત્નવંત થાય છે ત્યારે એને જગતની કોઈ દરકાર રહેતી નથી.
મુખ્યપણે તો આ મનુષ્ય) પર્યાયમાં નાનેથી મોટાને - સર્વને માનનો પ્રકાર વિશેષ છે. માન ન હોત તો મોક્ષ હથેળીમાં હોત. ભલે બહારમાં પુણ્યવંત ન હોય તોપણ એમ કહે કે અમારું સ્વમાન સચવાય તો જ અમે ભાગ લઈએ નહિતર અમારું માન ન રહે તો અમે ક્યાંય ભાગ ન લઈએ. માનનો વિષય ખાસ છે, મુખ્ય છે. અને એ માન ખાતર જીવ પ્રવૃત્તિ કરે છે. શ્રીમદ્જી કહે છે કે આત્માર્થીને નિંદા - પ્રશંસા અર્થે કોઈ પ્રવૃત્તિ
Page #156
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા .
૧૩૯ કરવા યોગ્ય નથી. આમ કરીશ તો બીજા પ્રશંસા કરશે અથવા આમ કરીશ તો બીજાં નિંદા કરશે અને જે કાંઈ મારી કિંમત હતી તે ઘટશે, ઓછી થશે. એના અર્થે - એવાં પ્રયોજનથી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ. દાન દઈશ તો મારું નામ બહાર આવશે અને મારું નામ બહાર આવે એ રીતે હું દાન આપું. માણસ નામ લખાવે છે ને ?
અમે સમેતશીખરજી ને એ બાજુ યાત્રામાં ગયા (હતાં). (ત્યાં જોયું કે) નાનામાં નાની ચીજ ઉપર લોકોએ નામ લખાવેલા છે. મંદિરમાં બાજોઠ આપ્યો હોય તો નામ લખાય - બાઈ ફલાણી ફલાણીએ આ બાજોઠ આપ્યો છે, ભાઈ ફલાણાંએ બાજોઠ આપ્યો છે. પંખી ટીંગાડ્યો હોય તો પંખા ઉપર નામ લખાવે. કબાટ આપ્યો હોય તો એના ઉપર નામ લખાવે. નાનામાં નાની ચીજથી) મોટી ચીજમાં બધે (નામ લખાવે. દિગંબર સંપ્રદાયમાં (ચાલે) છે ! મંદિરમાં નામનું મહત્ત્વ ! ફલાણાં ફલાણાંનાં દીકરાનાં દીકરા એમ (કરીને લખાવે. આપણે તો અહીંયા વ્યવસ્થા સારી હતી. ગુરુદેવશ્રીનું ધ્યાન હતું. કોઈ શરતી દાન સ્વીકારવાનું નહિ. કોઈ નામ આપે તેના માટે દાન લેવાનું નહિ. કોઈ જગ્યાએ આપણાં મંદિરોમાં કે સોનગઢના સ્થાનમાં કે કોઈ મંદિરોમાં નામની પ્રથા નથી. કેમકે જીવ પોતાનું નામ માને છે પણ અનામીને ક્યાં નામ છે ? એક તો દેહાત્મબુદ્ધિ ટાળવી છે ને કહે કે મારે મારું નામ જોઈએ ! કોઈ એવી ચેષ્ટા કરે, (કેમકે) બધાં સમજણા નથી હોતા, સમાજમાં બધાં કાંઈ સમજદાર નથી હોતા, તોપણ એની ટીકા ટીપ્પણી આપણે ત્યાં કરવામાં આવે છે કે જુઓ ! નામનો એને મોહ છે ! એટલે એ નામ લખાવાની, નામ રાખવાની વાત ચાલે છે . એ કરવા જેવું નથી.
એમાં કોઈ શ્રીમંત છે માટે ન કહેવાય એ પ્રકાર નથી. એ પદ્ધતિ આત્માને નુકસાન કરનારી છે, એમાં પુણ્ય પણ નથી. પુણ્ય તો થતું નથી પણ પાપની મુખ્યતા હોવાથી એને પાપ પરિણામ કહેવામાં આવે છે. પુણ્ય તો એમાં છે નહિ. એમાં માન કષાય તીવ્ર થાય છે અને તેથી એ પાપના ખાતામાં ખતવાય છે. પુણ્યના ખાતામાં એની ખતવણી થતી નથી. એ ચોખ્ખી અસત્ પ્રવૃત્તિ છે, લ્યો ! આ પ્રશ્ન :- દાન લખાવેલાના બધાંનાં નામ તો છપાય છે !
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪)
પિરમાગમસાર-૨૩૪] સમાધાન :- એમાં એટલો હેતુ છે કે બીજાને પણ પ્રોત્સાહન આપવું. એવો એક હેતુ છે. પણ Side effect (આડ અસર) ન આવે એવું કાંઈ નથી. એને પોતાને અવગુણ થવામાં - મારું નામ આવ્યું છે કે નહિ ? મારું નામ છે કે નહિ ? મેં આપ્યાં હતાં તે આમાં લખાણા કે નહિ ? અથવા જાહેર કરવું ભૂલી જાય તો ચાહીને યાદ આપે કે ભાઈ ! મેં લખાવેલા છે, પૈસા આપેલા છે અને મારું નામ જાહેર થયું નથી !
મુમુક્ષુ :- ગેરવલ્લે ન થઈ જાય પૂજ્ય ભાઈશ્રી :- હિસાબમાં તો ગેરવલ્લે ન જાય. કેમકે એમાં તો ભાઈસાહેબે પહોંચ લઈ લીધી હોય. એમાં તો સ્ટેમ્પ ચોડેલી રસીદ મેળવી લીધી હોય. એટલે એમ તો ગેરવલ્લે ન જવા દે. પણ અહીંયા બહારમાં (માન માટે) ગેરવલ્લે ન જવા દે ! બીજાં સાંભળે ! મારું નામ પણ બીજાં સાંભળે અને મેં આપ્યાં છે. એવા પણ મુમુક્ષુઓ હોય છે કે મારું નામ નહિ. એક મુમુક્ષુ તરફથી (એમ લખાવે. ભાઈ પણ નહિ ને બેન પણ નહિ. એક મુમુક્ષ તરફથી . એમ પણ જાહેરાત કરે છે અને કરી શકાય છે. એમાં કોઈ નામથી જ કરવું એવું તો કાંઈ છે નહિ. પણ કોઈ વિશેષ યોગ્યતાવાળા જીવો પણ દાન કરતાં હોય એનું નામ જાહેર થાય, ત્યારે નીચેની યોગ્યતાવાળાને પણ એક ભાવના થાય કે આવા યોગ્ય જીવો પણ આ રીતે અહીંયા અર્પણતા કરે છે; દાન એટલે સમર્પણ, અર્પણ કરવું છે - તો આપણે પણ કરવું જોઈએ એમ. જ્ઞાની પણ એમ કરે છે તો આપણે પણ કરવું જોઈએ, એવો એક હેતુ રહેલો છે. એ હેતુ સચવાય ત્યાં સુધી યોગ્ય છે. એ હેતુ માર્યો જાય અથવા બીજા કોઈ પ્રકારે પરિણામ થાય, બીજું પ્રયોજન અંદર પરિણામમાં ઊભું થઈ જાય, તો એ વાત પોતાને નુકસાન કરે છે. એ લોભની વાત નથી.
કરવું. કરાવવું અને અનુમોદવું (ત્રણેમાં) ફળ એક સરખું છે. તારતમ્યતા જુદી છે એટલે રસ ઓછો - વધારે પડે. પોતે કરે તો તીવ્ર રસથી કરે, બીજાં પાસે કરાવે, અનુમોદે તો રસ ઓછો થવાનો સંભવ છે. કોઈવાર તો એમાં પણ તીવ્ર થઈ જાય. પણ એનું ફળ એક છે - કરવું, કરાવવું ને અનુમોદવું એક જ ફળ છે.
પ્રશ્ન :- જે નામ માટે દાન કરે છે, એની અનુમોદના કરે તો શું
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૧
કહાન રત્ન સરિતા ફળ મળે ?
સમાધાન :- અનુમોદના શેની કરે છે ? પાપ પરિણામની કરે છે કે એણે અર્પણતા કરી એની કરે છે ? જો અર્પણતાની અનુમોદના કરે છે કે સારી અર્પણતા છે, તો તે પ્રકારનું તેને પુણ્ય બંધાશે અને એનું પણ નામ થયું અને મારું પણ નામ થવું જોઈએ . આવું મારું નામ ક્યારે ગાજે? આ ભાઈ વાપરે છે ને એનું નામ ચારેકોર બોલાય છે. બધી જગ્યાએ એનું નામ બોલાય. એકે-એક વાતમાં એનું નામ બોલાય, બધે પૈસા આપે . આપણે એવું ક્યારે કરીએ કે આપણું નામ બધે બોલાય ! એવા પ્રકારના પરિણામથી પાપ બંધાય. અને અર્પણતા કરે છે એવા અર્પણતાના ભાવ પોતાના થાય કે આવા સન્માર્ગનો ઉદ્યોત કરવા માટે પેટે પાટા બાંધીને પણ આ કાર્ય કરવા જેવું છે. એ સમર્પણ ભાવ આવે છે. કરવું, કરાવવું ને અનુમોદવું એ સારું છે.
મુમુક્ષુ :- વગર પૈસાએ અનુમોદના થાય ! પૂજ્ય ભાઈશ્રી :- એટલે શું માયાચાર કરવો છે ? આપણે પૈસા) બચાવો અને બીજાને (અનુમોદન કરો) !! આમાં કર્મ છે ને એને શરમ નથી. બહારમાં બીજાને શરમ થાય કે આ ભાઈ જરા મોટાઈવાળા છે ને આપણે એને ક્યાં કહીએ ! સારું નહિ લાગે. પણ જે કર્મનાં પરમાણું છે એ કોઈની શરમ રાખતાં નથી. જેવાં પરિણામ થાય તેવા કર્મનાં બંધન થાય છે. એમાં કુદરતને ફેરવી શકાતી નથી, કુદરતને રોકી શકાતી નથી, એમ છે. બહારમાં સારો દેખાવ કરે અને અંદરમાં માયાચારનાં પરિણામ હોય, એટલે એ પ્રકારે જગતનાં બીજાં જીવો - ભોળા જીવો છેતરાશે પણ (કર્મ નહિ છેતરાય).
અહીંયા તો એમ કહેવું છે કે અંતર - બાહ્ય સતુને માટે આખું જગત વેચાઈ જાવ, જગતમાં કોઈની દરકાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. (અંદરમાં) પોતાના સત્ સ્વરૂપની પ્રાપ્તિ માટે અને બહારમાં સહુને વળગવા જતાં આખા જગતનું નુકસાન થાય (એટલે) પોતાના કબજામાં હોય એ બધું ચાલ્યું જાય, આખું જગત ચાલ્યું જાય તો એને જતું કરી શકાય પણ આત્માને - સને જતું ન કરાય. આ (વાત) છે કે જે સતુને વળગ્યાં છે ને સતુને માટે જ જેઓ ઝૂર્યા છે, સતુને માટે જેઓ પૂરી કુરબાની કરવાં
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
[પરમાગમસાર-૨૩૪]
તૈયાર છે એ અંતે લોકાગ્રે જઈને બિરાજે છે ! કેમકે એને આ જગતમાં - જગતનો કોઈપણ પદાર્થ કે આખું જગત ઇષ્ટ નથી. એક એને સત્ જ ઇષ્ટ છે. એ ૨૩૪ થયો.
48 ++++
તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર જીવ અવલોકન પદ્ધતિમાં ન આવે તો અધ્યાત્મના વિષયથી જાણકાર થાય છે, તોપણ વેદન – અનુભવના વિષયથી અજાણ રહે છે. તેથી વિધિના વિષયની 'જાણવાની પ્રધાનતા' સંબંધિત (સ્થળ) જાણકારી થવા છતાં, અનુભવની સૂક્ષ્મ, યથાર્થ વિધિથી અજાણ હોય છે, કારણકે વિચારની પહોંચ જ્ઞાન સામાન્ય કે જ્યાં જ્ઞાનવેદન છે, ત્યાં સુધી નથી. વળી અવલોકન વિના પરલક્ષ મટવાની દિશામાં કોઈ વાસ્તવિક પ્રક્રિયા શરૂ થઈ હોતી નથી. તેથી સર્વ જાણવું પરલક્ષી હોય છે. તેમાં ન્યાય આદિ આગમ અનુકૂળ હોવા છતાં, યથાર્થતા ઉત્પન્ન હોતી નથી, અધ્યાત્મનો આશય બુદ્ધિગમ્ય થવા છતાં, ભાવ ભાસતો નથી. તેથી `સ્વલક્ષી અવલોકનમાં' ઘણી ગંભીરતા છે. ભાવભાસન વિના સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થતો નથી. પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૧૦૪૦)
Page #160
--------------------------------------------------------------------------
________________
મરણ થવા છતાં જેની કિંમત કરી હશે તે નહીં છૂટે. રાગ-દ્વેષ અને સંયોગની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, આત્માની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, જેનું મૂલ્ય આવ્યું હશે તે છૂટશે નહીં.” ૨૩૮.
પ્રવચન-૧૬ તા. ૧૫-૫-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૪, ૨૩૮ નંબરનો બોલ છે. “મરણ થવા છતાં જેની કિંમત કરી હશે તે નહીં છૂટે.” બોલનો વિષય શું છે ? કે જીવ કિંમત કરે છે, મૂલ્ય કરે છે, બાહ્ય પદાર્થોની કિંમત કરે છે. જગતનાં તમામ જીવો, જગતનાં સમસ્ત જીવો બાહ્ય પદાર્થની કિંમત કરે છે, બાહ્ય સંયોગની કિંમત કરે છે. આત્માને છોડીને અનેક પ્રકારનાં દ્રવ્ય-ભાવોનું જે કાંઈ મૂલ્ય કરવામાં આવે છે, એવું જે મૂલ્યાંકન કરવું. એવી એક જીવની પ્રવૃત્તિ છે. એ બહુ મહત્ત્વની પ્રવૃત્તિ છે, એમ અહીંયા કહેવા માગે છે.
મૂલ્યાંકન કરવાની પ્રવૃત્તિ બહુ મહત્ત્વની છે એટલે એમ કહે છે કે જેની કિંમત કરી હશે તે કિંમત નહીં છૂટે. એમ કહીને એમ કહેવું છે કે જો આત્માની કિંમત કરી હશે તો તે નહીં છૂટે. નીચે એ વાત લે છે.
રાગ-દ્વેષ અને સંયોગની કિંમત કરી હશે તો તે નહીં છૂટે, આત્માની
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
[પરમાગમસાર-૨૩૮]
કિંમત કરી હશે તો તે નહીં છૂટે, જેનું મૂલ્ય આવ્યું હશે તે છૂટશે નહીં.’ અહીંયા (કહેવાનો) અભિપ્રાય શું છે ? પૂજ્ય ગુરુદેવશ્રી આ ગ્રંથમાં આગળ પણ એ વાત કરી ગયા છે કે આ જીવને આત્મસ્વરૂપ છોડીને કાંઈપણ અન્ય દ્રવ્યમાં, અન્ય ભાવમાં અધિકાઈ રહે છે એ આ જીવને બહારમાં રોકાવાનું કારણ છે અને આત્મામાં નહિ આવવાનું આ કારણ છે.
"
સામાન્ય પ્રકારે મુમુક્ષુ જીવ એવી ભાવના રાખે છે, એવી ઇચ્છા રાખે છે કે મને આત્મસ્થિરતા થાવ, હું આત્મામાં રહું, હું આત્મામાં આવું - આવી ભાવના ભાવે છે. છતાં એ ભાવના અનુસાર એને કાર્ય નહીં થવાનું કારણ શું ? એનો આ સ્પષ્ટ ઉત્તર છે કે જેની કિંમત કરી હશે એ બાજુ એ ઢળશે. જીવનાં પરિણામ ક્યાં ઢળે છે ? અથવા ક્યા વિષયમાં જીવનાં પરિણામ મગ્ન થાય છે ? કે જેની એ કિંમત આપે છે ત્યાં તેનાં પરિણામ મગ્ન થાય છે. આમ કહેવું છે.
શા માટે સર્વ જ્ઞાનીઓએ એમ કહ્યું કે આત્માને ઓળખો ! કે આત્માને ઓળખવો એમ કહેવામાં આત્માની કિંમત કરવાનો સવાલ છે. આત્માનું મૂલ્યાંકન ક૨વાનો સવાલ છે. જે સર્વોત્કૃષ્ટ તત્ત્વ છે, પરમોત્કૃષ્ટ તત્ત્વ છે. એને ઓળખતા તે પદાર્થ પ્રત્યે એટલે સ્વ-સ્વરૂપને વિષે જીવના પરમ ઉત્કૃષ્ટ પરિણામ થાય છે. ૫૨મ ઉત્કૃષ્ટ આદરણીય પરિણામ થાય છે અને સાથોસાથ
એને જગતનાં પદાર્થો અને સંયોગો પ્રત્યે અને રાગ દ્વેષ પ્રત્યે જે એણે કિંમત આપી છે એ કિંમત એની ચાલી જાય છે. એ સિવાય કોઈપણ પ્રકારે બાહ્ય પદાર્થની કિંમત જતી નથી.
કોઈ એમ કહે કે બાહ્ય પદાર્થ એટલે લાખોની દોલત હોય અને એ દોલત છોડી દે, તો એણે ત્યાગ કર્યો ત્યારે એ પદાર્થની કિંમત ઘટાડી નાખી કે એ કિંમત આંકી હતી તે મટાડી દીધી, એમ ખરું કે નહીં ? ત્યારે એમ કહે છે કે સ્વરૂપની ઓળખાણ વિના, બાહ્ય પદાર્થ ત્યાગવા યોગ્ય છે અને એની કોઈ કિંમત નથી અથવા તે તે પદાર્થો પ્રત્યેના પરિણામ આત્માને દુર્ગતિનું કારણ છે, અહિતનું કારણ છે, દુઃખનું કારણ છે; માટે પણ તે સેવવા યોગ્ય નથી ને છોડવા યોગ્ય છે, (એમ લાગે) તોપણ એની કિંમત નહીં જાય. અહીં બીજો મુદ્દો છે. ચાલુ જે Point છે એ એટલો છે કે એની કિંમત કઈ રીતે ગઈ છે ? આટલો સવાલ છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૪૫
લાખોની દોલત મેં છોડી !' એમાં એણે લાખોની દોલતની કિંમત એમ ને એમ રાખી છે. મેં આટલો મહાન ત્યાગ કર્યો !' એણે જેનો ત્યાગ કર્યો છે એની મહાનતા ઊભી રાખી છે. એની એણે અધિકાઈ રાખી છે. જ્યાં સુધી એની કિંમત; સ્વરૂપની ઓળખાણથી સ્વરૂપની કિંમત આવે એ પૂર્વેક ન જાય, ત્યાં સુધી આ વિષયમાં સમ્યક્ પ્રકારે જે કાર્ય થવું ઘટે (એ થતું નથી). ધર્મના વિષયમાં, ધર્મની બાબતમાં સમ્યક્ પ્રકારે જે કાર્ય થવુ ઘટે એ પ્રકાર ઉત્પન્ન થતો નથી. એક દૃષ્ટિએ જોઈએ તો આ બોલ બહુ મહત્ત્વનો છે ! બહુ મુદ્દાનો બોલ છે !! તમામ પરિણામનો આધાર
સોળ સહસ ક
કિંમત કરવા ઉપર છે.
મુમુક્ષુ :- પૈસાની કિંમત થાય છે ને કરીએ છીએ.
પૂજ્ય ભાઈશ્રી :- એ તો દુનિયા આખી કરે છે, એમાં નવું શું છે ? વીતરાગી માર્ગની વાત લૌકિક નથી પણ અલૌકિક છે ! લૌકિકમાં તો પૈસાની કિંમત થાય જ છે અને પુણ્યના ફળમાં સ્વર્ગમાં જાય છે ત્યારે તો અહીંના પૈસા ને અહીંના સંયોગો તો એની પાસે કાંઈ નથી, એટલી બધી ત્યાં વૈભવશાળી પરિસ્થિતિ છે. પૌદ્ગલિક વૈભવ એટલો છે. પણ તેથી શું ? (એમ) કહે છે. અનંતવાર એ બધું થઈ ચૂક્યું છે.
આ જીવને હલકામાં હલકા, દરિદ્રમાં દરિદ્ર સંયોગો અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ (પુણ્ય) - મિથ્યાદ્દષ્ટિને બધાંય (એવાં) પુણ્ય; સમ્યક્દષ્ટિનાં પુણ્ય તો જુદાં છે; મિથ્યાદ્દષ્ટિને જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય એ બધાં પરિણામ અને એનાં બધાં ફળ એ બધું થઈ ચૂક્યું છે પણ એને ક્યાંય સુખ નથી થયું. એ બધું થવા છતાં એને ક્યાંય સુખ થયું છે એ પ્રશ્ન નથી. કેમ નથી થયું ? (કેમકે) પોતાનું મહાન અદ્ભુતથી અદ્ભુત જે શુદ્ધાત્મસ્વરૂપ છે. સિદ્ધ સમાન ૫૨માત્મસ્વરૂપ છે, એ સ્વરૂપની એણે કદી કિંમત આંકી નથી. એની કિંમત એને આવી નથી કેમકે એની ઓળખાણ એને થઈ નથી અને તેથી એ કોઈને કોઈ બહાને ધર્મને બહાને કે બીજાં કોઈપણ પ્રકારે અન્ય દ્રવ્ય ને અન્ય ભાવની, પ૨ પદાર્થની ને ૫૨ભાવની જ કિંમત આંકીને રોકાયેલો છે.
-
જ્યાં સુધી આ કિંમતનો મુદ્દો યોગ્ય સ્થાનમાં ન ગોઠવાય ત્યાં સુધી પોતાના હિતના વિષયમાં એક તસુ, એક દોરાવો પણ આગળ વધવાનો
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પિરમાગમસાર-૨૩૮] પ્રસંગ નથી - અવસર નથી. એટલે આ મહત્ત્વનો વિષય છે.
પ્રશ્ન : શું કરવું ?
સમાધાન :- ઓળખીને કિંમત આંકવી. પોતાના સ્વરૂપને ઓળખવું. એ ઓળખવામાં ગર્ભિતપણે એમ કહે છે કે એની કિંમત આંકવી. જ્યાં સુધી એની કિંમત ન આવે ત્યાં સુધી કાંઈ પણ આત્મહિતનું કાર્ય થાય એ વાત ન ભૂતો ન ભવિષ્યતિ ” કોઈ કાળે - ત્રણકાળમાં કોઈ જીવને વિષે થવા યોગ્ય નથી. આ પરિસ્થિતિ છે.
હવે અહીંયા પહેલી લીટી છે એમાં એમ કહે છે કે આખી જિંદગીમાં તે જેની કિંમત કરી હશે તે તને મરણ થવા સુધીના કાળમાં નહિ છૂટે. મરણ થવા છતાં કિંમત આંકી હશે એ બાજુ જ તારા પરિણામ ઢળશે.
સામાન્ય રીતે મૃત્યુનો જે પ્રસંગ છે એમાં જ્ઞાનીઓનું આ વિધાન છે કે આખી જિંદગીમાં એણે જે રસ લીધો હોય, જેને એણે મહત્ત્વ આપ્યું હોય મૃત્યુ સમયે તે પ્રકારનાં પરિણામ તેનાં થઈ આવે છે. એટલે એને જે વિષય રુઓ હોય, જેની એને કિંમત હોય, જેની જેની કલ્પના કરીને તેણે કિંમત આપી દીધી છે એ બધી કલ્પનાઓ એની ઊભી થઈ આવે છે. પછી કુટુંબનું મહત્ત્વ બહુ હોય તો એના પ્રત્યેના પરિણામ થાય, પૈસાનું મહત્ત્વ હોય તો દુકાન વગેરેના પરિણામ થાય, સમાજનું મહત્ત્વ હોય તો એના પરિણામ થાય. જેની જેની એણે મહત્તા આપી હોય એના પરિણામ એને થઈ આવે છે અને એ પરિણામપૂર્વક એનો દેહત્યાગ થાય.
પ્રશ્ન :- પછી શું થાય ?
સમાધાન - કુગતિ થાય. પછી શું થાય શું ? પછી એની કુગતિ થાય. અહીંયા મનુષ્ય પર્યાયમાં નિજ હિતનો વિવેક કરવાની તક મળી છે. એ તક અનંતકાળ સુધી ન મળે એ પરિસ્થિતિ ઉત્પન્ન થાય. આ થાય.
પ્રશ્ન - અનંત કાળનો લાંબો સમય કેમ કહ્યો ?
સમાધાન :- કેમકે અનંતાનુબંધી કષાય છે ને ! મિથ્યાત્વમાં અનંતાનુબંધી કષાય છે. વળી અત્યારે જે તક મળી છે એ કોઈ સાધારણ નથી. અત્યારે જે તક મળી છે એ સાધારણ વાત નથી. કાલે એક ભાઈ સોનગઢમાં) વાંચન કરતાં હતાં એમણે એક વાત સરસ કહી હતી કે એક તો મનુષ્યભવ ન મળે એમાં પણ દેવ-ગુરુ-શાસ્ત્ર - વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર મળવાં દુર્લભથી
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૭
કહાન રત્ન સરિતા
દુર્લભ છે. અત્યારે વિશ્વમાં અબજો મનુષ્યો છે. એમાં વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રનો સંયોગ પામેલા કેટલાં ? બહુ ઓછા જીવો છે. હવે એ સંયોગ થયા પછી એનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરનારા જીવો કેટલાં ? કે આ વીતરાગતા શું ચીજ છે ? વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્રમાં વીતરાગતા Common છે - સામાન્ય છે. દેવ-ગુરુ ને શાસ્ત્ર એ એના વિશેષો છે. દેવ-ગુરુ-શાસ્ત્ર તો વીતરાગતાના વિશેષો છે. ત્રણેમાં વીતરાગતા સામાન્ય છે. ખરેખર તો આમ છે. એ વીતરાગતાનું સ્વરૂપ દેવના નિમિત્તે, ગુરુના નિમિત્તે, શાસ્ત્રના નિમિત્તે સમજવાનો પ્રયત્ન કરનારા જીવો કેટલાં ? કે બહુ જ એની અલ્પ સંખ્યા છે. એવી પરિસ્થિતિમાં આ તક મળી છે. આ સમજવા યોગ્ય છે, આ ઓળખવા યોગ્ય છે એવી વાત કાંઈક વિચારની ભૂમિકામાં આવી ચૂકી છે, એવા સ્થાનમાં છે. એ તક બહુ દુર્લભ છે.
એ વિષયમાં એટલે સુધી પહોંચ્યા પછી એણે બરાબર (નિજ સ્વરૂપને) ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ, એટણે નિર્ણય કરવો જોઈએ. નિર્ણય થતાં એને અનન્ય રુચિ ઉત્પન્ન થશે, નિર્ણય કરતાં એને અંતર પુરુષાર્થની જાગૃતિ આવશે, ચૈતન્યવીર્યની સ્ફુરણા થશે. આપણે હમણાં જ બોલ આવી ગયો અને એ અવશ્ય સમ્યગ્દર્શન (પ્રાપ્ત કરશે). - માઠાં પરિણામ તો ક્ષણિક થાય છે અને એનું ફળ કેમ લાંબો કાળ છે ?
સુભૌમ ચક્રવર્તી ! એનું ૭૦૦-૮૦૦ વર્ષનું આયુષ્ય છે અને સાતમી નરકમાં ૩૩ સાગરના આયુષ્યમાં ગયા. હવે ૭૦૦ વર્ષમાં પણ અમુક બાળપણના વર્ષ હોય ત્યાં તો હજી ચક્રવર્તીપદ હોય નહિ એટલે એટલો તીવ્ર રસ પણ ન થાય. પણ એ ચક્રવર્તીપદનાં પુણ્યોદયની શરૂઆત થાય ત્યાર પછી એ રસ ચડે અને એ રસ ચડ્યાં પછી જે કાંઈ એ બાજુના તીવ્ર પરિણામ થયાં એટલાં મર્યાદિત વર્ષોમાં સાગરોપમનું નારકીનું આયુષ્ય બંધાણું ? કે એનું કારણ એ છે કે પરિણામ ભલે થોડો કાળ થાય છે (પણ) તેનું ફળ લાંબા કાળ સુધીનું હોય છે, એ પરમાત્માની કિંમત નહીં આંકવાનું કારણ છે. બીજી ભાષામાં એ પરમાત્માની ઉપેક્ષા કરવાનું, પ૨માત્માનો અનાદર કરવાનું એ કારણ છે, અનાદર થવાનું એ કારણ છે.
પ્રશ્ન :- પોતાના પરમાત્માના અનાદરની વાત છે ?
સમાધાન :- હા, પોતાના પરમાત્માની વાત છે. નિજ ૫૨માત્મતત્ત્વ,
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
[પરમાગમસાર-૨૩૮]
નિજ પરમાત્મદ્રવ્યની વાત છે. બહારમાં બીજાં પરમાત્માની કિંમત પણ ત્યારે જ થાય છે ને ! ત્યાં સુધી તો બીજાં પરમાત્માની કિંમત (પણ યથાર્થ પ્રકારે થતી નથી). જે પરમાત્મદશાને પ્રાપ્ત છે એના પ્રત્યે એને બહુમાન ક્યારે આવશે ? કે વીતરાગતાની ઓળખાણ થશે ત્યારે. નહિતર તો કુળ પદ્ધતિએ અને કુળ પરંપરા પ્રમાણે તો સો પોત-પોતાના ઇષ્ટદેવને પરમાત્મા માને જ છે. મુસલમાનો ખુદાને માને છે. એના પરિણામમાં ને આ પરિણામમાં શું ફેર પડ્યો ? કહે છે, કાંઈ ફેર નથી. ઓળખ્યાં વગર તો સૌ એમ જ કરે છે. એ તો ઉદયભાવ થઈ ગયો. પૂર્વકર્મનો ઉદય હતો એ પ્રકારે એણે માની લીધું.
એમાં એણે વર્તમાન જ્ઞાનબળ અને પુરુષાર્થબળનો ઉપયોગ નથી કર્યો. વિવેક નથી કર્યો કે આ વીતરાગતા એ મારા આત્મ દ્રવ્ય મારા સ્વરૂપ સાથે સંબંધ ધરાવનારું તત્ત્વ છે. મારું પરિપૂર્ણ જે વીતરાગ સ્વરૂપ (છે) એ સ્વરૂપને ઓળખતાં, પ૨માત્મસ્વરૂપ (પણ) પૂર્ણ છે એનું જ્ઞાન થાય છે. ખરેખર તો આમ છે.
મુમુક્ષુ :- કાલે ગુરુદેવશ્રીના પ્રવચનમાં યોગસારની એ જ ગાથા હતી. પૂજ્ય ભાઈશ્રી :- હા, પરમાગમમાં તો ગાથાએ ગાથાએ વીતરાગતા જ તાત્પર્ય છે. શબ્દે-શબ્દ, ગાથાએ ગાથાએ શાસ્ત્ર તાત્પર્ય પણ તે અને સૂત્ર તાત્પર્ય પણ તે જ છે. એક વીતરાગતા જ પ્રત્યેક સૂત્રનું તાત્પર્ય છે અને એક વીતરાગતા જ પ્રત્યેક શાસ્ત્રનું તાત્પર્ય છે, આ સિવાય બીજું તાત્પર્ય નથી. ચારે અનુયોગના ચાર તાત્પર્ય નથી. ચાર અનુયોગનું એક જ તાત્પર્ય
છે.
પ્રશ્ન :- દેવ, શાસ્ત્ર, ગુરુની ભક્તિ કરીએ તો એ પણ એમ જ કરીએ છીએ ?
સમાધાન :- સવાલ એ છે કે (ભક્તિ) ઓળખાણ એટલે કિંમત પૂર્વક કરી છે કે ઓઘે ઓઘે ? મુદ્દો અહીંયા કિંમત કરવાનો છે. કિંમત ઓળખાણ પૂર્વક થાય છે હીરા-માણેક—મોતીની કિંમત ઓળખાણથી થાય છે ને ! આ ચોખા બધાં ચોખા જેવાં લાગે છે પણ ઓળખાણ ઉપર એનો ભાવ છે કે
નહિ ? દરેક વિષયમાં - કાપડ છે, ચા છે, ચોખા છે, હીરા - સાચા-ખોટા, હલકા-ભારે બધું છે કે નહિ ? ઓળખાણ ઉપર કિંમત છે કે નહિ ? કિંમતનો
Page #166
--------------------------------------------------------------------------
________________
જન
કહાન રત્ન સરિતા
૧૪૯ અર્થ જ ઓળખાણ સાથે સંબંધ ધરાવે છે.
દેવ-ગુરુ-શાસ્ત્રની તેં ભક્તિ કરી તો ઓળખાણ પૂર્વક કરી કે નહિ ? એટલો સવાલ છે. એમ તો સમોસરણમાં નથી ગયો ? જ્ઞાનીઓનો સત્ સમાગમ નથી પ્રાપ્ત થયો ? જો તીર્થકરના સમોસરણમાં તીર્થકરનો સત્ સમાગમ અનંતવાર થયો હોય તો જ્ઞાનીઓનો સમાગમ તો તેથી પણ અનંતવાર થયો છે. બરાબર ? છતાં એ નહિ થવા બરાબર છે. ઓળખાણ થઈ નથી તેથી, કિંમત થઈ નથી તેથી, બસ ! આમ વાત છે.
પ્રશ્ન :- આત્માની કિંમત કેવી રીતે કરવી ?
સમાધાન :- આત્માની ઓળખાણ જ્ઞાન લક્ષણથી થાય છે. જ્ઞાનસ્વભાવી આત્મા જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાય છે. ઓળખાણ કરવી એટલે સ્વભાવને ઓળખવો. જેમકે તમારી ઓળખાણ કરવી હોય તો તમારો સ્વભાવ કેવો છે ? એની મને ખબર હોય તો મને તમારી ઓળખાણ છે એમ હું કહી શકું. (આ) ફલાણા ભાઈ ! (છે). તો કહે કે ઓળખું છું, એટલે કે કેવા છે એની મને ખબર છે. એમ તેનો અર્થ છે. - અથવા તો જેની સાથે કામ પાડવું છે, કામ કરવું છે એના સ્વભાવની ઓળખાણ હોય તો એને અનુકૂળ એ વર્તે છે. બહારમાં એવા પ્રસંગો બને છે કે કોઈ પ્રધાન હોય, કોઈ મોટી Government authority હોય જેની પાસે ઘણાં અધિકાર હોય. એવા એના અધિકારની રૂએ એની પાસેથી કામ લેવું હોય અને એ સંબંધમાં એની સાથે વાતચીત કરવી હોય, કોઈ ગંભીર સમસ્યા હલ થવાનો પ્રસંગ હોય, ટૂંકમાં મહત્ત્વનું કાર્ય હોય તો વિચક્ષણ માણસો એની પાસે વાત કરવા જતાં પહેલાં એની નીચેનાં માણસોને મળે છે કે સાહેબને આ કામ માટે મળવું છે અને વાત કરવી છે તો ભૂલથી પણ અયોગ્ય પ્રકારે વાતની રજૂઆત ન થઈ જાય એના માટે થોડુંક જાણવું છે. તો એ કહે કે તમારે આમ વાત કરવી. (આપણે કહીએ કે એમ નહીં. થોડોક એમનો સ્વભાવ કેવો છે એમ કહેશો ? એમની Liking - Disliking શું છે એ કહેશો ? બીજી વાત કરતાં-કરતાં ભૂલથી પણ એને ન ગમતું હોય એવું બોલી ન જવાય. એમની પ્રકૃર્તિ કેવી છે એ કહેશો ? અનેક પ્રકારે એની યોગ્યતા કેવી છે એની ઓળખાણ કરવાની પહેલાં મહેનત કરીએ છીએ અને પછી જો એની સાથે એ પ્રસંગ પાડે છે તો એનાથી
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
[પરમાગમસા૨-૨૩૮]
પ્રતિકૂળ જવાનું ન બને, જાણે અજાણ્યે (પણ) ! એમ છે કે નહિ ? એમ વગર પરિચયે, એ તો ઓળખાણ કરવાની હોશિયારી છે. લોકિક કાર્યોમાં જગતના વિચક્ષણ જીવો પાસે - કહેવાતા વિચક્ષણ જીવો પાસે (આવી હોશિયારી હોય છે કે) વગર પરિચયે ઓળખાણ કરવા માટે એ પ્રયત્ન કરે છે અને ઓળખાણ કરવાની કોશિશ કરે છે અને એની અંદર પણ કેટલીક સફળતા મેળવે છે.
અહીંયા તો આ આત્મા પોતે પ્રત્યક્ષ હાજરા-હજૂર છે. ‘આત્મા છે, આત્મા પ્રત્યક્ષ છે, અત્યંત પ્રત્યક્ષ છે, કેમકે સ્વસંવેદન અનુભવ ગોચર થાય છે.' શ્રીમદ્જીના (આ) શબ્દો છે. એટલે જ્ઞાનવેદન દ્વારા, જ્ઞાન આ ઘટપટ આદિને જાણે છે એ દ્વારા નહિ પણ જ્ઞાનવેદન દ્વારા જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ કરવી જોઈએ. આ ઓળખાણ કરવી જોઈએ (કેમકે) ઓળખાણ થતાં કિંમત થશે અને કિંમત કરી હશે તો તે નહિ છૂટે. આમ કહેવું છે. આ આખો સંસ્કારનો વિષય થઈ ગયો.
જો તેં આત્માની કિંમત કરી હશે તો તે નહિ છૂટે. ક્યાં સુધી નહિ છૂટે ? કે મરણ પર્યંતનાં પ્રતિકૂળ સંયોગો ઉત્પન્ન થશે તોપણ તને આત્માની કિંમત નહિ છૂટે, કેમકે પરિણામનો આ નિયમ છે. કહેનાર જ્ઞાનીઓએ અનુભવથી આ વાત કરી છે કે, પરિણામનો આ નિયમ છે કે જીવ જેની કિંમત કરે છે, (જેના) પ્રત્યે એ કિંમત કરી છે એ છૂટતી નથી - એવા પરિણામ રહે છે, એવા પરિણામ થયાં કરે છે. જેની કિંમત આપી હોય એનાં પરિણામ રહ્યાં કરે છે.
અત્યારે પણ અનુભવથી જોવે નહીં ! આ અનુભવની વાત છે તો અનુભવથી અત્યારે તપાસ કરે. અત્યારે જે પરિણામ ચાલે છે એ પરિણામ જે (કોઈ) વિષયના ચાલે છે તે તે વિષયની કિંમત આપતાં ચાલે છે કે વગર કિંમતે ચાલે છે ? જ્યાં કિંમત આપી છે ત્યાં પરિણામ ચાલે છે. તપાસ તારા અનુભવને ! એમ કહે છે. જ્ઞાની કહે છે (કે) અમે એમ કહીએ છીએ કે મરણ થવાં છતાં એમ થશે ! તું પરિણામને છોડી નહિ શકે. મૃત્યુને પ્રસંદ કરીશ ! છતાં પણ તેં જેને કિંમત આપી છે એ કિંમત તારી નહિ છૂટે. (લોકો) આપઘાત કરે છે ! પણ જેની કિંમત આપી છે એ વાત છોડવી નથી. આમ છે. ચારે કષાયમાં આપઘાત કરે છે. લોભને વશ પણ જીવ
Page #168
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૫૧
આપઘાત કરે, માનને વશ પણ કરે, ક્રોધને વશ પણ કરે અને માયાને વશ પણ કરે.
ક્રોધ-માન-માયા-લોભની - ચારેય કષાયની ચોકડી છે. એના પણ ચાર પ્રકારના દરજ્જા છે. ચાર જાતના કષાયના ચાર દરજ્જા છે. અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનાવરણીય, અપ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન એ તમામ પ્રકારમાં જે અનંતાનુબંધીનો પ્રકાર છે એ સૌથી ભયંકર છે !! એ જીવને અનંતકાળ રખડાવે છે અને એનું નિવારણ કરવાનું) કોઈ અંદરનું રહસ્ય હોય તો તે ગુરુદેવશ્રી અહીંયા પ્રકાશે છે !!
–
એ અનંતાનુબંધીનો આધાર અથવા એનું સૂત્ર; પરિણામ તો માળાના મણકા જેવા છે પણ સળંગ સૂત્ર શું છે એ માળાનું ? કે કિંમત આપવી એ છે. તેં કિંમત ક્યાં આપી છે ? એના ઉપર આખા પરિણામનો દોર છે. પરિણામ સૂત્ર કહો કે પરિણામનો દોર કહો - એ કિંમત આપવા ઉપર છે. મૂલ્યાંકન ઉપર બધાં જ પરિણામનો આધાર છે. એટલે એકવાર પણ તું તારા નિજ સ્વરૂપની ઓળખાણ મરીને પણ કર । ચમવિ मृत्वा તત્ત્વોહી સન્ (સમયસાર કળશ-૨૩). સ્વ દ્રવ્યનો સ્વ તત્ત્વનું કુતૂહલ જગાવીને એટલે કે અપૂર્વ જિજ્ઞાસા જગાવીને સ્વ દ્રવ્યની ઓળખાણ કરે. તને કિંમત આવશે એ કિંમત તારી નહીં છૂટે. મરણ થવા છતાં તારી એ કિંમત નહીં છૂટે ! કદાચ, બહારમાં પ્રતિકૂળતા આવશે, રોગનો ઉપદ્રવ થશે, આયુષ્ય પૂરો થવાનો કાળ આવશે પણ તારી આપેલી કિંમત છૂટશે નહીં. એ સંસ્કારનો વિષય થઈ ગયો.
-
-
.
પ્રશ્ન :- જ્ઞાનનું વેદન કેમ પકડવું ?
સમાધાન :- વાત કંઈક એવી છે જરાક, (એ) જલ્દી પકડાય એવી નથી. (કેમકે) તિરોભૂત થયેલો ભાવ છે, જ્ઞાનવેદન છે એ તિરોભૂત થયેલો ભાવ છે એટલે જલદી પકડવામાં આવતો નથી. એનું કારણ એક એ પણ છે કે એ પકડવા જેટલી તૈયારી નથી થઈ. બહુભાગ નહિ પકડાવાનું કારણ એ છે કે એ પકડવા જેટલી જીવની તૈયારી નથી. તૈયા૨ી નથી એટલે શું?
આ વિચારવા જેવું છે. એને જે સ્વકાર્ય કરવાની ભાવના, તમન્ના, લગની અને ધગશ જોઈએ (તે નથી). એવી જે તૈયારી, એવી જે એની જરૂરિયાત કે, ચાલશે નહિ મને, મને નહીં ચાલે, કોઈપણ ભોગે નહીં ચાલે એવી
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૨
[પરમાગમસાર-૨૩૮] તૈયારીમાં જે હળવાશ થાય છે ત્યારે જ્ઞાન પોતાના વેદનને સમજવા, ઓળખવા . પકડવા જેટલું તૈયાર થાય છે. એ ભૂમિકાની નિર્મળતા છે, આ ભૂમિકાની નિર્મળતા છે.
આ એક વિચિત્ર પ્રશ્ન છે કે ઓળખવું છે જ્ઞાનને (એટલે કે ઓળખે છે જ્ઞાન) ઓળખાવવું છે પણ જ્ઞાનને જ ! જ્ઞાનને કોને ઓળખવું છે ? જ્ઞાન લક્ષણરૂપ જ્ઞાનને ઓળખવું છે. જ્ઞાન એમ જિજ્ઞાસા કરે કે મારે જ્ઞાનને ઓળખવું છે ? એ કેવી વિચિત્ર વાત છે ? તમારા ઘરમાં ઊભા રહીને તમે એમ ગોતો કે મારું ઘર ક્યાં છે ? બિનુભવ પ્રકાશમાં આવતું) પેલા ચાંપાનું દૃષ્ટાંત તો હજી જુદું છે. મને તો બીજી વાત એમાંથી બેસે છે કે, ચાંપો તો બહાર ચાલ્યો ગયો હતો ત્યાં તો ઉપયોગમાં પોતે ભૂલો પડ્યો હતો એમ દષ્ટાંતથી અંદર similarity છે . સરખાપણું લેવું છે અને પછી એના ઘરની નજીક આવ્યો તોપણ એને ખબર ન પડી કે મારું ઘર આવ્યું છે. એટલો ખ્યાલ આવ્યો કે આ મારું ઘર આવ્યું છે, પણ આમાં ચાંપો ક્યાં છે ? એટલે ત્યાં એમ લીધું કે એક તો જીવ ભવભ્રમણમાં બહારના પદાર્થોમાં - અન્ય દ્રવ્ય-ભાવમાં બહુ ભટક્યો. વીતરાગ દેવ-ગુરુ-શાસ્ત્ર પાસે આવ્યો એટલે ઘર પાસે આવ્યો. આત્મા બતાવનારાઓ પાસે આવ્યો. વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર એટલે આત્મા બતાવનારાઓ. એની પાસે આવ્યો - ઘર પાસે તોપણ હજી એમ પૂછે છે કે ચાંપો ક્યાં આમાં ? એટલે હું ક્યાં ? એમ પૂછે છે.
(અહીંયા તો) જ્ઞાનમાં એમ જાણવું છે કે જ્ઞાન કેવું ? જ્ઞાનમાં જ્ઞાન વેદનને જાણવું છે. એ કેવો પ્રશ્ન છે ? ઘણો વિચિત્ર પ્રશ્ન છે. જોકે વિચિત્રતા એની થઈ ગઈ છે એ જ્ઞાન દશાની (જ્ઞાનની પર્યાયની વિચિત્ર એટલે ઘણી ઊંધી પરિસ્થિતિ થઈ ગઈ છે કે અરેરે...! જ્ઞાન જ્ઞાન માટે પૂછે છે ! કે જ્ઞાન વેદન કેવું? કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો કહે છે કે કેમ થઈ ગઈ છે ? કે એણે અન્ય પદાર્થની ને અન્ય પદાર્થોમાંથી સુખ પ્રાપ્તિની, અનુકૂળતાઓમાંથી સુખ પ્રાપ્તિની એટલી હદે ભાવના ભાવી છે... એટલી હદે એણે દોડ દોડી છે કે એની પાછળ એને જ્ઞાન તે શું ? ને જ્ઞાનમાં જ્ઞાન વેદન તે શું ? ને વેદનમાં સ્વભાવનું પ્રસિદ્ધત્વ શું ? એ વિષ્ણુથી એ બહુ અજાણ્યો થઈ ગયો છે. એ પરિસ્થિતિ ઊભી થઈ છે.
Page #170
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૫૩ એટલે પૂજ્ય બહેનશ્રી જે મુખ્ય વાત કરે છે, અવાર-નવાર કરે છે, (વચનામૃત) ગ્રંથમાં પણ એ વાત બહુ આવી કે ભાવનાની આવશ્યકતા છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હશે તો કાર્યની સફળતાની સંભાવના છે. ભાવનાની ખામી થઈ ગઈ (તો) પછી કોઈ આરોવારો છે નહીં. આ પરિસ્થિતિ છે. એટલે એવી વાત છે. ઓળખાણમાંથી થોડું આ નીકળ્યું) એના પેટામાં આ વિષય છે.
ઓળખાણ કોને થાય ? કે જ્ઞાન લક્ષણથી આત્માનું અંતર સંશોધન કરે તેને. બહારમાં શાસ્ત્રો વાંચીને, ખંડન-મંડન કરીને, આ નયનું ખંડન ને આ નિયથી આનું ખંડન - એ ગમે તે પ્રકાર (આવે) એમાં કોઈ કાળે આત્મતત્ત્વનો પત્તો ખાય નહીં.
સુબ શાસ્ત્રન કે નય ધારી હિયે” ૨૪મે વર્ષે શ્રીમદ્જીએ કહ્યું છે. જે વર્ષમાં એમને સમ્યગ્દર્શન થયું છે, એ વર્ષનું આ કાવ્ય છે. “સબ શાસ્ત્રના કે નય ધારી હિયે, મત મંડન ખંડન બહોત કિયે.” એટલે બધી અપેક્ષાઓ, વિવિક્ષાઓ જાણીને બધું સિદ્ધ કરી દે કે આમ જ સત્ છે. પરંતુ) ઓળખાણ બીજી વાત છે, છતાં ઓળખાણ (બીજી વાત છે). જૈન શાસ્ત્રમાં આમ સતુનું સ્થાપન થાય છે, એમ કહે. છતાં નિજ સત્ની ઓળખાણ બીજી વાત છે. આમ છે. એટલે એ અંતર સંશોધનનો વિષય છે, એમ કહેવું છે. એ શાસ્ત્રા બાહ્ય સંશોધનનો વિષય નથી પણ એ અંતર સંશોધનનો વિષય છે. એ અંતર સંશોધનના પુરુષાર્થથી એને ઓળખાણ થાય છે અને એ વેદનથી પકડાય છે. વેદનથી એનું પ્રસિદ્ધપણું હોવાથી એ વેદનથી ઓળખાય છે.
સ્વભાવનું પ્રસિદ્ધપણું - “પ્રસાધ્યમાન એવો જે સ્વભાવ તેનું પ્રસિદ્ધત્વ' - અમૃતચંદ્ર આચાર્યદેવના આ શબ્દો છે. પ્રસાધ્યમાન એવો જે આત્મા પરમાત્મા એનું પ્રસિદ્ધત્વ સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. વેદનથી એ પ્રસિદ્ધ છે. એ વેદનથી પ્રસિદ્ધ કર્યા પછી એ પ્રશ્ન બરાબર થવા યોગ્ય છે કે કેમ વેદન પકડાતું નૃથી ? આ પ્રશ્ન થવા યોગ્ય છે.
પ્રશ્ન :- તિરોભૂત એટલે ?
સમાધાન :- તિરોભૂત એટલે ઢંકાયેલું છે, પણ છે ખરું. જેમ ધુમાડામાં અગ્નિ ઢંકાયેલો છે, ઘણો ધુમાડો હોય તો અગ્નિની ઝાળ ભલે ન દેખાય, પણ અગ્નિ છે એ વાત તો ત્યાં સ્પષ્ટ છે. જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં
=
" +
-3
Page #171
--------------------------------------------------------------------------
________________
રાત"
૧૫૪
પિરમાગમસાર-૨૩૮] ત્યાં અગ્નિ છે.' એમ રાગ છે, દુઃખ છે એમ કહેનારને એમ કહે છે કે, આત્મા છે, કોને રાગ છે ? કોને દુઃખ છે ? એ તો ધુમાડો છે . રાગવૈષનો ધુમાડો છે. એમાં ભગવાન આત્મા - જ્ઞાનસ્વભાવી આત્મા જ્ઞાન લક્ષણથી લક્ષિત થતો આત્મા ઢંકાઈ ગયેલો છે. ઢંકાઈ ગયેલો પણ છે' એમ વાત છે. ત્યાં એ સત્ની અસ્તિ છે, એટલે એ ઢાંકણ છે. એ ઢાંકણ પર્યાયમાં ઊભા થયેલા આવરણનું એ ઢાંકણ છે. એ આવરણ એ છે કે . પરરસ છે એ આવરણ છે. પર પદાર્થમાં સુખનો રસ છે, પર પદાર્થની અનુકૂળતાઓનો રસ છે, પર પદાર્થની કલ્પનાઓનો રસ છે, એ પુદ્ગલરસ હોવાથી જ્ઞાનને ઢાંકે છે. જોવા માટે એને આંધળું કરે છે અને પ્રસિદ્ધત્વ છે એને પણ એ ઢાંકે છે. એ આંધળું કરે છે એનો અર્થ કે ઢાંકે છે. એ તો જે છે એ છે. એ તો ખુલ્લું જ છે. એના વેદનમાં એ ખુલ્લું છે.
એટલે સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ ભાવનામાં આવતાં એને, દેવ-ગુરુ-શાસ્ત્ર અને પુરુષોનાં વચનનું કેન્દ્ર સ્થાન જે “આત્મા', જે એ પ્રત્યેક વચનમાં બતાવી રહ્યાં છે અને કહી રહ્યાં છે, એવો આત્મા અને લક્ષમાં આવવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. વેદનને પકડવાની પરિસ્થિતિ ઊભી થાય. નહિતર પકડાય એવું નથી એ વાત સાચી છે. વેદનથી પકડાય (અને) વેદનથી લક્ષગત થાય, પણ વેદન નથી પકડાતું એનું શું કરવું ? એ પ્રશ્ન એના સ્થાને બરાબર
છે.
જેને જોવું છે અને એ સમસ્યા ઊભી થાય એવું છે. પણ એ વેદન નથી પકડાતું એ એમ સ્પષ્ટ કરે છે કે એ સંબંધીની જે ભાવનામાં આવવું જોઈએ અને જે હળવાશ જ્ઞાનમાં આવવી જોઈએ, જે ભૂમિકાની સ્વચ્છતા થવી જોઈએ . જ્ઞાનની ભૂમિ સ્વચ્છ થવી જોઈએ, એ ભૂમિ સ્વચ્છ ભાવનાથી થઈ નથી. એમ બતાવે છે. * ઓ એક હકીકત છે, (એક) પરિસ્થિતિ છે. જીવ સ્વીકારે ન સ્વીકારે પણ આ એક નક્કર હકીકત છે. એને જો એમ ખ્યાલ આવે કે આ વગરનું બધું થોથે–થોથાં છે, જેટલું કરીએ તેટલું થોથાં છે, ગમે એટલી સમજણ હોય ને સમજણનું અભિમાન હોય તો એ થોથું છે, નકામું છે અથવા દુર્ગુણનું કારણ થવામાં નિમિત્ત થઈ પડે એવું છે . એવું ગંભીર સમજીને અંતર સંશોધનમાં વળે, ભાવનામાં આવે તો બહુ મોટી વાત છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
આ
એમ સમજીને એણે શું કરવું ? દેવું ?) એ કરીએ છીએ એની કિંમત એના પ્રત્યે વળે તો એમ થઈ શકવા વિષય છે ને ! જ્યારે આ વિષયને સમજવા બેઠા છીએ ત્યારે એના પ્રવર્તમાન
૧૫૫
બધું જે કરીએ છીએ (એ છોડી ઘટાડીને જે કાંઈ કરવા યોગ્ય છે યોગ્ય છે. એ પણ સમજણનો જ
બધાં પડખાં છે એ બધાંની પણ સમજણ કરવી જોઈએ કે જે પડખાંથી જીવ પ્રવર્તિ રહ્યો છે. તો પછી (એમ પ્રશ્ન થાય કે) આ બધું સમજીએ છીએ (એનું શું) ? (કહે છે કે) સમજીએ છીએ એમાં ભાવનાની ખામી કેટલી ? આમ સમજવું જોઈએ. જો ભાવના વિહિન થઈને સમજવાની પ્રક્રિયા ચાલશે તો એ તો પૂર્વાનુપૂર્વ જે અનંતવાર થઈ ગયું એવી જ પરિસ્થિતિ થઈ, એથી કોઈ આત્મહિત થવાનો પ્રસંગ છે નહિ. એમ છે.
આ કિંમત કરવાનું મૂળિયું અહીંયા છે. કિંમત કરવાનું મૂળિયું અહીંયા છે. હજી એક પ્રશ્ન થવા જેવો છે કે, પણ અમને જ્યાં સુધી ઓળખાય નહિ, કિંમત ન થાય ત્યાં સુધી ભાવના પણ ક્યાંથી થાય ? કહે છે કે એ વાત જરા એવી છે કે તો પછી તને અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંતોષ છે. ઠીકપણું છે, ઇષ્ટપણું છે, વાંધો નથી. ચાલે છે, આ ચાલે છે એમાં કાંઈ તકલીફ નથી. એ પરિસ્થિતિમાં તું સંતુષ્ટ છે એ વાત પ્રસિદ્ધ થાય છે, તેથી એમાં તો બીજો કોઈ ઉપાય રહેતો નથી. ચાલુ પરિસ્થિતિમાં તને દુ:ખ લાગે તો જ તું રસ્તો કાઢવાનો પ્રયત્ન કરીશ. આ પરિસ્થિતિ ન ચાલવી જોઈએ એમ જેને ખ્યાલમાં આવે તે તેનો રસ્તો ગોતવાનો પ્રયત્ન કરે, નહિતર એને રસ્તાની જરૂ૨ નથી. ઠીક છે, ઉદયમાં આવે ને આ બધું થઈ જાય છે. બાકી એને અંદરથી દુ:ખ લાગ્યું છે અને રસ્તો કરવા માર્ગ છે, એ વાત તો છે નહિ.
પ્રશ્ન :- ઊંચી સ્થિતિનું ભાન થાય તો આ (ચાલતી) સ્થિતિમાં ઊણપ લાગે ? હીણી લાગે ને ?
સમાધાન :- હા, સમજવામાં તો એ બધાં પ્રકાર આવે જ છે કે આ પરિસ્થિતિ ઉચિત છે, આ અનુચિત છે. એવા બધાં પડખાં ચર્ચાય છે. ઊંચી જે પરિસ્થિતિ છે એની સમજણ થાય, આ પરિસ્થિતિ નીચી છે એની સમજણ થાય તો એને આ પરિસ્થિતિ છોડવા યોગ્ય છે ને ઓલાની (ઊંચી સ્થિતિની)
ભાવના થાય.
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
[પરમાગમસાર-૨૩૮]
ખરેખર તો શું છે ? કે આ માર્ગમાં આવનારને (પોતે) મોક્ષાર્થીની પરિસ્થિતિમાં છે કે નહિ ? એટલું વિચારવા જેવું છે. હમણાં બેંગલોરમાં ૧૭-૧૮ ગાથા લીધી હતી. એના ઉપર બહુ ચર્ચા થઈ હતી. કલાક-દોઢકલાક જેટલી (ચર્ચા થઈ). ત્યાં આચાર્ય મહારાજે ટીકામાં એ શબ્દ વાપર્યો છે કે, ભેદજ્ઞાનમાં કુશળ થાય એને જ્ઞાન જુદું પડીને સ્વાનુભવ, સભ્યશ્રદ્ધાન, જ્ઞાન પ્રગટ થાય, એ વાત લીધી છે. એ પહેલાંની એક ભૂમિકાની વાત લઈ લીધી છે. મોક્ષાર્થી'ની વાત લીધી છે.
જેમ ધનાર્થી પુરુષ ધનને અર્થે રાજાને ઓળખીને તેની સેવા કરે છે એમ મોક્ષાર્થી પુરુષ - મોક્ષાર્થી આત્મા જીવ રાજાને - જીવને - ચૈતન્યને ઓળખીને એની સેવા કરે, અનુચરણ કરે છે - એને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેવામાં આવે છે. પણ એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી જે ધર્મ છે એનું પહેલું પગથિયું આચાર્ય મહારાજે ત્યાં ‘મોક્ષાર્થી’નું લીધું છે. એમાં બહુ રહસ્ય છે.
1
* મોક્ષાર્થી એટલે જે કોઈ આત્મા(ને) પ્રથમથી જ પરિપૂર્ણ નિર્દોષ થવું છે, કષાયનો એક કણ ન જોઈએ, અનંતમાં ભાગે ન જોઈએ - એવી નિર્દોષતા મારે જોઈએ, પરિપૂર્ણ નિર્દોષતા માટે જોઈએ, એ અભિલાષા એ ભાવનામાં આવે એને ભેદજ્ઞાન થશે. એને જ્ઞાન લક્ષણનો અંતર સંશોધનમાં વેદનથી પત્તો લાગશે. નહિતર પ્રગટ હોવા છતાં પત્તો લાગશે નહિ, એમ કહેવું છે. ત્યાં એ વાત કરી છે. મોક્ષાર્થીની વાત લીધી છે.
૩ પ્રશ્ન :- વારંવાર વિચાર કરીએ તો ? કે, આ જગતમાંથી મારે કાંઈ ન જોઈએ !
સમાધાન :- વિચાર કરે એના કરતાં જ્યારે (જગતનો કોઈ પદાર્થ) જોઈએ (એમ લાગે) ત્યારે પોતાને પકડે તો ? આમાં પોલ ચાલે એવું નથી. પોલ ચાલે તેવું નથી ! વિચાર કર્યા કરે કે મારે આ જગતમાંથી કાંઈ ન જોઈએ. ખાસ પાત્રતા'નો વિષય ચર્ચો હતો ને ? સમ્યક્ત્વજયંતિ (પ્રસંગે) સોનગઢમાં આપણે એ વિષય ચર્ચો. કે એમાં ખાસ પાત્રતા જોઈએ. એનું લક્ષણ શું ? કે આ જગતમાંથી કાંઈ ન જોઈએ. (એટલે પૂછે છે કે) એનો વિચાર કર્યા કરીએ તો ? કે મારે આ જગતમાંથી કાંઈ ન જોઈએ, કાંઈ ન જોઈએ. પણ જ્યારે તારે જોઈએ ને અપેક્ષા વૃત્તિ થાય ને ત્યારે તું એનો વિચાર
Page #174
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
કરને ! કે આ શું ?
જેમ દેહ અને આત્મા ભિન્ન છે, દેહ અને આત્મા ભિન્ન છે... દેહને આત્મા ભિન્ન છે... એવો વિચાર ખૂબ કરે, ખૂબ કરે, શાતામાં હોય ત્યારે હોં...! અશાતા ઉત્પન્ન થાય ત્યારે પાછો એ વિચાર છૂટી જાય ને હાયહોય... હાય-હોય... કરે ત્યારે એને જ્ઞાની એમ કહે છે કે તારો દેહ અને આત્મા ભિન્ન છે, એ ક્યાં ગયું ? તે તો બહુ વિચાર કર્યા હતાં !
એમ અહીંયા એમ કહે છે કે કાંઈ ન જોઈએ, આ જગતમાંથી કાંઈ ન જોઈએ, મારે તો એક પરિપૂર્ણ શુદ્ધ મોક્ષ - પરિપૂર્ણ શુદ્ધિરૂપ મોક્ષ જ જોઈએ તો પછી (બીજું) જોઈએ ત્યારે શું એ વિચાર ત્યારે કરવાનો છે. પછી કરે કે ન કરે એનો સવાલ નથી. (જ્યારે) કરવાનો છે ત્યારે
-
૧૫૭
ન કરે અને અમસ્તો-અમસ્તો વિકલ્પ કરે એનો અર્થ શું છે ? એનો કોઈ
.
અર્થ નથી. કામ કરવાની તક હોય ત્યારે તો ઊંધું મારે, ઊંધું કામ કરે અને કામ ન કરવાનું હોય ત્યારે એ કામના વલવલાટ કરે ! એનો શું અર્થ છે ? એનો કોઈ અર્થ નથી. એમ છે.
પ્રશ્ન :- આગળથી માન્યતા દૃઢ કરી હોય તો સમયે કામ લાગે ને ? સમાધાન :- પણ સમયે કામ લાગે તો દૃઢ કરેલી છે, સમયે કામ ન લાગે એ દૃઢતા નથી - એ ગોખણપટ્ટી છે, એ પોપટીયું જ્ઞાન છે, એ શુષ્ક જ્ઞાન છે. એમ છે ખરેખર તો. એનું લક્ષણ એ છે.
જ્ઞાન તો તેને કહીએ કે જે વખતે જરૂર પડે હાજર થાય - એનું નામ જ્ઞાન છે. મૂડી હોય એ વાપરે, મૂડી ન હોય એ વાપરે ક્યાંથી ? પાંચપાંચ પૈસામાં સો-સો રૂપિયાની નોટ મળે છે, આંબાચોકમાં લારી ઊભી રહે છે, એમાં એવી પાંચ પૈસામાં સો રૂપિયાની નોટ આપે. એમાં એકડો ને બે મીંડાં લખ્યાં હોય ને મહોરની બધી નકલ કરી હોય, પણ છોકરાઓને રમવા માટેની હોય છે. એને સાચી માની લ્યે કે આ મારી મૂડી છે ! ખરીદી લ્યો ૧૦-૨૦ રૂપિયાની થોકડી ! (એ) વાપરવાના કામમાં નહિ આવે. એ પી વાપરવાના કામમાં નહિ આવે. કેમકે હકીકત એ છે જ નહિ. એ મૂડી જ નથી.
એમ એ રીતે વિચાર, વિકલ્પ અને ગોખણપટ્ટીથી માન્યું હોય કે હું દૃઢ કરું છું અને દઢ કરીશ. (તો કહે છે કે) એ મૂડી નહિ થાય અને
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
[પરમાગમસા૨-૨૩૮]
એ મૂડી નહિ હોવાથી એનો ઉપયોગ નહિ થાય, કામમાં નહિ આવે. એવી ચીજ છે.
બહુ મુદ્દાનો વિષય છે આ કે કિંમત કરી હશે, ઓળખાણ કરી હશે તો મરણ થવાં છતાં તે નહિ છૂટે. હવે બે પ્રકારે બન્ને બાજું કિંમત થાય છે. કિંમત કરનારો તો કિંમત કર્યા જ કરે છે. આત્મા જે કિંમત કરનાર દ્રવ્ય છે - વસ્તુ છે, એ તો કિંમત કરે જ છે. કાં રાગ-દ્વેષ અને સંયોગની કરે છે ને કાં આત્માની કરે છે. રાગ-દ્વેષ અને સંયોગની કિંમત કરે છે એમાં આખું જગત આવરી લીધું ! એક વચનમાં !! કેવળજ્ઞાન અનુસાર વચન છે કે આખા જગતના જીવો રાગ-દ્વેષ ને સંયોગની કિંમત કરે છે. પછી અમેરિકાવાળા પણ એ કરે છે ને રશિયાવાળા પણ એ જ કરે છે. ભલે એની પાસે આ Philosophy નથી. પણ આ Philosophy માં એનો વિષય છે. ભૂતકાળના જીવોએ પણ એમ જ કર્યું હતું ને ભવિષ્યના પણ જગતના તમામ મિથ્યાદષ્ટિ જીવો રાગ-દ્વેષ ને સંયોગોની કિંમત કરીને એની પાછળ (દોડ્યા છે અને દોડશે). અનંતકાળથી અનંતકાળ પર્યંત (એટલે કે) અનંતકાળથી વર્તમાન સુધીનો જે અનંતકાળ છે (એ) અનંતકાળ પર્યંત એક જ પ્રવૃત્તિ કરી છે. કેમકે એની કિંમત આપી છે અને એની કિંમત એને છૂટતી નથી.
ધર્મના ક્ષેત્રમાં પણ વગર સમજે ત્યાગ કરે છે ત્યારે એની કિંમત રાખીને કરે છે. મેં આટલું છોડ્યું, મેં રાજ છોડ્યું, રાજપાટ છોડ્યું, કુટુંબ છોડ્યું, ધંધો-દોલત છોડી, - ‘આટલું છોડ્યું” એ બધી એની કિંમત રાખીને વાત છે. ક્યાંય પણ પૈસાવાળાના વખાણ કરવા નહિ. ઠીક ! આ જો કિંમત પોતાને ન આપવી હોય તો હોં ! કોઈના પ્રત્યે પૈસાવાળા પ્રત્યે દ્વેષ કરવાની વાત નથી, પણ એ પૈસાવાળાના વખાણ કરવાં જતાં આ જીવને એની કિંમત આવે છે. (માટે) એ પ્રવૃત્તિ કરવા જેવી નથી. કોઈના ધન - વૈભવની, કોઈના રાચરચીલાની, કોઈની બાહ્ય સંપત્તિની, બાહ્ય પૈસાની મહત્તા કરવી નહિ. એની મહત્તા નથી થતી, (પણ) તારા પરિણામમાં એની મહત્તા છે એ પ્રસિદ્ધ થાય છે. એ તારા આત્માને નુકસાન છે. એવી મહત્તા કરવા જતાં તારા આત્માની મહત્તાથી દૂર જવાનો તને પ્રસંગ છે. તને તારા આત્માની મહત્તા આવશે નહિ. આમ વાત છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૫૯ પ્રશ્ન :- સાચા જ્ઞાની હોય, એના જ્ઞાનની મહત્તા કરીએ . તો એ શું થયું ?
સમાધાન :- સાચા જ્ઞાનીની મહત્તા કરી તો એમાં તો પોતાના આત્માની મહત્તા કરવાની વાત છે. આત્મગુણો જેમને પ્રગટ્યા છે તે જ્ઞાની છે. એવા ગુણની અભિલાષા અર્થે એમની મહત્તા કરવા યોગ્ય છે. - સમતભદ્ર આચાર્યએ ભગવાનની સ્તુતિ એમ કરી છે કે હે ભગવાન ! હું આપની સ્તુતિ આ સમોસરણ ને અષ્ટ પ્રાતિહાર્ય છે ને ચોત્રીસ અતિશય છે માટે કરતો નથી, એ તો ઇન્દ્ર જાળિયાને પણ હોય છે. એમ કહી દીધું છે. એવી પુણ્યની ઠાઠમાઠ તો ઇન્દ્રજાળમાં પણ કરે છે. પરંતુ આપને જે વિતરાગતા પ્રગટ થઈ છે એની મને મહિમા છે. એટલે આપને હું નમસ્કાર કરું છું. (“વ તા નશ્ચયે - એમ આવે છે).” “વએટલે હું વંદુ છું. એ એક વચન છે. સંસ્કૃતમાં પોતાને વંદન કરવા હોય તો “વંતે (કહેવાય છે. એમાં હું કહેવાની જરૂર નહિ, એમાં આવી જાય. ‘વંદે તપુ તથ્થળે આપને જે આત્મગુણો પ્રસિદ્ધ થયા છે . પ્રગટ થયાં છે, એની પ્રપ્તિ અર્થે હું આપને નમસ્કાર કરું છું. જગતનાં કોઈ પદાર્થો માટે તો નમસ્કાર કરવાનો પ્રશ્ન છે નહિ, કે જગતમાં મને માન મળે, જગતમાં મને કાંઈ લાભ મળે. વિતરાગી મુનિ હતાં એટલે એને જગતના પદાર્થો જોઈએ છે એ તો પ્રશ્ન નથી. તિલ-તુષમાત્ર પરિગ્રહનો ત્યાગ કરીને એ તો જંગલવાસી થયા છે. પણ બીજી પણ કોઈ કામના રહી નથી . એ વાતનું એમાં સ્પષ્ટીકરણ
એ કિંમત કરવાની વાત છે. જ્ઞાનીની મહિમા કરવી એમાં જ્ઞાનીની કિંમત કરવાની વાત છે. એમાં આત્માની કિંમત કરવાની વાત છે. કિંમત તો કેવી કરવી જોઈએ ? આગળ એક બોલ આવશે કે ચામડી ઊતરડીને જોડા સીવડાવું તોપણ જેના ઉપકારનો બદલો વાળી શકાય નહિ ! એવો ગુરુ પ્રત્યેનો ઉપકાર ભાવ હોય છે ! એવી મહિમા આવે. મહિમા આપવામાં કાંઈ કચાશ રહે, એ પ્રશ્ન હોઈ શકે નહિ.
(અહીંયા) કહે છે કે “રાગ દ્વેષ અને સંયોગની કિંમત કરી હશે તો તે નહીં છૂટે.’ મરણ થવાં છતાં એની કિંમત જળવાઈ રહેશે અને અનંત કાળનું પરિભ્રમણ પણ એમાં ચાલુ રહી જઈ જશે. .આત્માની કિંમત કરી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૦
[પરમાગમસાર-૨૩૮]
હશે તો તે નહીં છૂટે...' અને જેણે આત્માની કિંમત કરી હશે એને મરણ થવાં છતાં એ કિંમત નહિ છૂટે. એ, એ બાજુ જ ઢળશે. જેની કિંમત આપી હશે એ બાજુ જ ઢળશે. એનાં પરિણામ બીજે ઢળશે નહિ.
વેદના ઊપડી હોય, લ્યો ! મરણ વખતે પ્રાણ છૂટવાનો કાળ હોય ને ત્યારે વેદના વિશેષ ઊપડે છે. પછી કોઈને વધારે ચાલે, કોઈને છેલ્લી ક્ષણોમાં હોય, એ બીજી વાત છે. પણ પ્રાણ છૂટે ત્યારે વેદના ઘણી થાય. ત્યારે પણ જેની કિંમત આપી હશે એ નહિ છૂટે. એમ વાત છે. (સ્વરૂપ) ઓળખવું, ભાન થવું, અનુભવ થવો એ તો બહુ જ ચમત્કારીક વિષય છે. એની શક્તિની તો મહિમા કરીએ એટલી ઓછી છે. (પણ સ્મરણ માત્ર થાય તો પણ તેની કિંમત છે). ‘કઈ તકે’ (થયું) એની કિંમત છે. ‘તકે’ એની કિંમત છે. એની કિંમત તક ઉપર છે. બહુ મોટી વાત છે. કિંમત આપવી, મરણ પ્રસંગે પણ એ યાદ આવવું એ મોટી વાત છે. ક્યાંથી (યાદ) આવ્યું ? બુદ્ધિપૂર્વક લાવ્યાં ? બુદ્ધિ દોડાવી હતી એ વખતે ? (ત્યાં) બુદ્ધિ ન કામ આવે. ત્યાં આ વિચારવાનો પ્રસંગ જ નથી. આવી ગયું ક્યાંથી ? એમ વાત છે. કે કિંમત આપી હોય તો આવે, નહિતર ન આવે. એમ વાત છે. કિંમત આપવી જોઈએ.
ઓથે ઓથે પણ આની જ કિંમત લેવી અને ઓળખીને પણ આની જ કિંમત કરવી. વિષય ફેરવવો નહિ. કિંમત આપવાનો જ્યાં સવાલ છે ત્યાં સત્ની - આત્માની એકની જ કિંમત આપવી ને બીજાની કિંમત ન આપવી. એ વિષય ફેરવવો નહિ, વિષય ન ફ૨વો જોઈએ. પોતાના આત્માની કિંમત કરી હશે તો તે નહિ છૂટે ને જેનું મૂલ્ય આવ્યું હશે તે છૂટશે નહિ, હાજર થશે. હાજર થશે એ કેટલું કામ કરશે ? કે એની કિંમત રૂપિયા - આના - પાઈમાં થાતી નથી. રૂપિયા - આના પાઈમાં કે જગતના કોઈ પદાર્થથી એની કિંમત થતી નથી. એની બરાબરી થઈ શકે એવું નથી.
એ બહુ મુદ્દાનો વિષય છે કે કિંમત કરવી તો એક આત્માની જ કરવી, સત્ની જ કરવી ને બીજાં કોઈની કિંમત કરવા જેવું નથી: મહત્ત્વનો વિષય છે. ફરી ફરીને અંતરમંથનથી વિચારણીય છે, વિચારવા યોગ્ય છે અને એકવાર વિચારીને આ વાત ઘર કરી જાય તો એને એની કિંમત આવી છે એમ કાંઈક અંશે કહી શકાય. નહિતર બધું વ્યર્થ જાય એવું છે. (સમય પૂરો થયો છે).
-
Page #178
--------------------------------------------------------------------------
________________
ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આ • તો કમાવાનો કાળ છે, આત્માના આનંદને કમાવાનો કાળા જ છે એને ચૂકીશ નહીં. ૨૪૦.
•
પ્રવચન-૧૭ તા. ૧૬-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ) ૨૪૦. “ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે.' દુનિયાથી ઊંધી વાત છે. ગુરુદેવ કહેતાં કે આ તો જગતની સામે બળવો પોકારીએ છીએ. આખું જગત જે બાજું ઢળેલું છે, દુનિયાની દોડ જે બાજુ છે એનાથી આ તદ્દન ઊલટી વાત છે, ઠીક !
“ધન રળવાનો કાળ છે ઈ તો મરવાનો કાળ છે. આહા...! લોકો ટિંગાઈ ગયા છે. એવા ટિંગાઈ જાય છે કે જાણે એ સર્વસ્વ છે અને એ સર્વસ્વ જાણીને આંખો મીંચીને કેટલું અહિત થાય છે (એ જોયા વગર) એની સામે આંખ મીંચીને એ કામ કરે છે.
એ આત્મા છે ને ! નિર્દોષ પરમાત્મા છે એટલે સર્વને ખ્યાલ આવે છે. ગમે તે પ્રકારનાં નહિ કરવા યોગ્ય કાર્ય કરતાં હોય એવા જીવને પણ ખ્યાલ તો આવે છે કે આ સારું તો નથી. કેમકે પ્રસિદ્ધપણે કેટલાંક કાર્યો
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
[પરમાગમસા૨-૨૪૦]
તો સારા નથી. એમાં ન્યાય તોળવાની જરૂર છે નહિ. એ વિવાદાસ્પદ વિષય જ નથી. એવા જે કાર્યો કરનારા છે એને પણ અંદરમાંથી Conscious bite કરે છે એમ ચાલુ ભાષામાં નથી કહેતાં ? એટલે નિર્દોષ પરમાત્મા એનો પ્રતિકાર કરે છે. છતાં પણ એની સામે આંખ મીંચીને, એને અવગણીને આત્માને અવગણીને એ પ્રકારે જે સંસારના કાર્યોમાં ધસે છે (તેને) કહે છે (કે) મરવાનો કાળ છે ! જીવને જન્મ-મરણનું એ કારણ છે, પરિભ્રમણનું કારણ છે. દૃષ્ટાંત ઉત્કૃષ્ટ લીધો છે.
રળવાનો કાળ છે તે મરવાનો કાળ છે. આ તો કમાવાનો કાળ છે. બીજી કમાણી કરવાનો કાળ છે. મનુષ્યભવ પ્રાપ્ત થયો એ તો કમાવાનો કાળ છે. આત્માના આનંદને કમાવાનો કાળ છે. એને ચૂકીશ નહિ. આમ (વાત) છે.
જેમ સામાન્ય રીતે (લોકોમાં) એક લોકોક્તિ થઈ ગઈ છે કે ભાઈ ! આ કમાવાની મોસમ છે. ૨ળવાની આ મોસમ છે અને અત્યારે તો ખાવું, પીવું, આરામ અને બીજાં વ્યવહારનાં કાર્યો ગૌણ કરીને બરાબર કમાવાની મહેનતમાં લાગી જવું જોઈએ. પછી જે કરવું હશે તે કરીશું પણ એકવાર કમાઈ લ્યો. એવી જે પોતાના સુખની, અનુકૂળતા અને લાભની વૃત્તિ પાછળ એકવાર વર્તમાન પ્રતિકૂળતાઓને ગૌણ કરીને એ લાભ મેળવવા માટે જીવ તત્પર થાય છે, પ્રયત્નવંત થાય છે.
એનાં કરતાં પણ વિશેષ આ વાત થોડી એવી છે કે જે કોઈ જીવને પોતાની બુદ્ધિમાં આ વાત તોળાણી હોય, એની તુલના થઈ હોય કે અનંત સંસાર મટવાનું આ કારણ છે, સાદિ અનંત અનંત સમાધિ સુખમાં રહેવાનું આ કારણ છે, સર્વ કાળનાં દુઃખ મટવાનું અને સર્વકાળ પર્યંત સુખ રળવાનું આ એક મૂળ કારણ છે, એની કિંમત કરી હોય; એ ઉ૫૨ ૨૩૮માં આવી ગયું ને જેની કિંમત કરી હશે એ નહિ છૂટે; - એવી જો એણે વિચારની ભૂમિકામાં કિંમત કરી હશે તો એ એમ વિચારે છે કે પહેલાં ગમે તેમ કરીને એકવાર આત્મજ્ઞાન તો કરી લઉં. જન્મ-મરણનો નાશ થાય અને જન્મમરણનો છેદ થાય એવા માર્ગમાં પ્રવેશ તો હું કરી જ લઉં. હું માર્ગની બહાર છું. તો માર્ગમાં તો પ્રવેશ કરી જ લઉં. આગળની વાત તો વિશેષ વિશેષ પછી પૂર્ણ થવા સુધીની કરવાની ભલે બાકી છે એ ખ્યાલમાં છે
Page #180
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૬૩ પણ એમાં પ્રવેશ તો ઓછામાં ઓછો કરી લેવો જોઈએ. જેથી જન્મ-મરણની જે અનંતતા છે, અનંતાનુબંધી કષાયની જે અનંતતા છે, કર્મ બંધાવાના પરંપરાની જે અનંતતા છે એ અનંતતાનો તો છેદ થઈ જાય. એ અંતમાં આવી જાય. પછી એને ખલાસ કરવું (એટલું અઘરું નથી.)
આટલું બધું એનું ફળ છે ! આટલું મોટું ફળ છે એવું જ્યારે લાગે છે) ત્યારે એ બધાં કાર્યોને ગૌણ કરીને આખા સંસારને ઊડાડીને - વૃત્તિમાંથી તો આખા સંસારને ઊડાડીને, જગત ઈષ્ટ નહિ આત્મથી' . એ વૃત્તિમાં આવીને એ સ્વ-કાર્યમાં અંતરંગ પુરુષાર્થ કરે છે). એને એમ લાગે છે કે આ તો કમાવાનો (કાળ છે). આત્માના આનંદને કમાવાનો કાળ છે, એમ લાગે છે. બહારમાં ધન રળવાનો કાળ છે એમ નથી (લાગતું).
એક બીજો ભાસ પણ એની અંદર (થાય) છે. એને એમ લાગે છે કે અત્યારે આ જીવને મનુષ્યભવ મળ્યો, મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થયો, આ મનુષ્યની દશા થઈ, ઉપરાંત સન્માર્ગના આંગણા સુધી આવવાનું થયું, આ સન્માર્ગ છે, સત્યમાર્ગ આ છે, ત્યાં સુધી પહોંચવાનું . સમજવાનું થયું - નક્કી આ ભવ ભવના અભાવ માટે જ આવેલો છે ! એને એવો અંદરથી ભાસ આવી જવો જોઈએ કે હવે મારું ભવ ભ્રમણ ખલાસ થવાનું છે, એ) નિશ્ચિત વાત છે. એટલા માટે જ આ બધી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે, નહિતર આ પરિસ્થિતિ ઊભી થાય નહિ. એમ એને લાગવું જોઈએ.
જૈન દર્શનમાં કે અજૈન દર્શનમાં ધર્મના ક્ષેત્રમાં તો અનેક જીવો પ્રવૃત્તિ કરે છે, પણ જૈન દર્શનમાં રહેલાં પણ સન્માર્ગને પ્રાપ્ત થતાં નથી. તો અજૈન દર્શનમાં તો એ માર્ગ જ નથી (એટલે) પ્રાપ્ત થવાનો પ્રશ્ન રહેતો નથી. તો પછી મને સન્માર્ગ મળ્યો આ સન્માર્ગ છે એમ મને જાણવામાં મળ્યું, મારાં શ્રદ્ધા અને જ્ઞાનની સમક્ષ એ વાત આવી, એને એમ અંદરથી ભાસવું જોઈએ . ભણકાર આવવો જોઈએ કે ખરેખર મારું હિત કરવાનો પૂરેપૂરો સમય અને પૂરી તક મને મળી છે અને તેથી હવે આત્માનો આનંદ ન મળે ત્યાં સુધી હું જંપીશ નહીં ! એટલો અંદરથી ઉપાડ આવે, એની ધગશ ઊભી થાય તો એ એને ચૂકે નહિ, નહિતર એ મનુષ્યભવને ચૂકી જાય છે. આ પરિસ્થિતિ ઊભી થાય છે. આ તો સંકેત કર્યા છે
ગુરુદેવશ્રીએ, પોતાના હિતના માર્ગે ચડે એવા જીવના પરિણામ કેવા
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૪
[પરમાગમસા૨-૨૪૦]
?
કેવા થાય ? કેવા પરિણામ એના હોય ? એનાં સંકેત કર્યા છે. એ પરિણમનની યોગ્યતામાં ઘણી ઘણી વાતો છે. પણ એમાંની કેટલીક વાત પ્રસિદ્ધ કરીને ગયા છે.
એને એમ ન લાગે કે આ ધન રળવાનો કાળ છે. શું કરીએ અમારે ધંધો છે, ધંધો તો આજીવિકાનું સાધન ન હોય (અને) કરવો પડે એ બીજી વાત છે. પણ પરમાર્થ માર્ગને ગૌણ કરીને એકાકાર થઈને એ પ્રવૃત્તિમાં લાગે એ તો એને કરવા યોગ્ય નથી. ઊલટાનું જેને આની - આ માર્ગની કિંમત આવી છે એને પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ એ પ્રવૃત્તિનો સંક્ષેપ કરીને, પ્રવૃત્તિને ટૂંકાવીને આ માર્ગમાં પોતાનો પ્રયત્ન કરવાનો સમય કાઢી લ્યે છે. ગમે તેવાં કપરા સંયોગોમાં, ગમે તેવા આકરા ઉદયોમાં પણ એ પોતાનું કાર્ય કરવાનો સમય કાઢી લ્યે છે. આમ છે.
સમયની ઘણી કિંમત છે. આમ સમય ખૂટવાનો નથી. જીવ અનંતકાળ પર્યંત રહેવાનો છે એટલે આમ તો સમય ખૂટવાનો નથી, પણ છતાં અહીંયા એ વાત નથી. નહિ તો વળી કોઈ એમ કહે કે એમ તો જાણવા મળ્યું છે કે અમારો આત્મા શાશ્વત છે શાશ્વત પદાર્થ છે, એટલે એને કાર્ય ક૨વાનો સામે કાળ પણ શાશ્વત છે (માટે) ગમે ત્યારે કાર્ય કરશે. એ વાત આ માર્ગને અનુકૂળ નથી, પ્રતિકૂળ વાત છે. એમ છે.
આ કાળમાં આવી ઊંચી ઊંચી વાત કેમ અંગીકાર કરી શકાય ? અમે (તો) સાધારણ રહ્યાં. પૂજા-ભક્તિ કરીએ, દયા-દાન કરીએ. બાકી આવી ઊંચી વાત અમે ક્યાંથી કરી શકીએ ? કહે છે કે એ આત્મા સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. એટલે એને બહિરાત્મપણાનું જોર ઘણું છે. બહિરાત્મા તો અનાદિનો છે પણ (અત્યારે) અંતર્મુખ થવાનો વિષય સામે આવ્યો અને એને હડસેલો માર્યો, અનાદર કર્યો ! એ પણ મોટું કરીને !! જગતમાં એવી એક કુટિલ નીતિ છે કે મોટા કરીને મારે. શું કરે ? માન, સન્માન આપીને મારી નાખે. એ મોટા કરીને મારે' એમ કહે છે. એ બધી કુટિલ નીતિ છે. એને કૂટનીતિ કહેવાય છે. અંદરમાં આશય એ હોય... કે (એ) બહુમાન આપવા લાયક હોય કે ન હોય એને માન આપોને ! પછી એને લૂંટી લ્યો !! એની પાસેથી દાન મેળવવું હોય તો દાન મેળવી લે ને બીજા કામ કરાવવા હોય તો બીજા કામ કરાવી લ્યે.
Page #182
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૬૫ એમ અહીં કહે છે કે આ તમારી વાત બહુ ઊંચી મારો હડસેલો ! મૂકો અભરાઈમાં ! અમારે આ કામની નથી, અમે તો નાના માણસો છીએ. એ કુટિલ નીતિ છે. એની અંદર બહિરાત્મપણાનું જોર છે. “અનુભવ પ્રકાશમાં એ વાત “દીપચંદજી કરી ગયા.
અહીંયા તો એમ કહે છે કે આત્માના આનંદને કમાવાનો આ કાળ છે. એમ તને તારા માટે ભાસવું જોઈએ અને એના માટે જ તારી સંશોધક વૃત્તિ પૂરેપૂરી પાછળ પડી જવી જોઈએ. એકવાર એ પૂરો પાછળ પડે અને એને પોતાનું કાર્ય ન થાય એ કોઈ કાળમાં - ત્રણેકાળમાં નહિ બની શકવા યોગ્ય કાર્ય છે. ક્યારે પણ એવું બનતું જ નથી. એટલે એમ કહે છે કે “...એને ચૂકીશ નહિ.' એ ૨૪૦ બોલ થયો.
નિજ અવલોકનમાં રાગનું અને પર્યાનું લક્ષ છોડાવવાનો હેતુ છે. તેમજ એકાંત પર તરફના વલણનો પ્રવાહ બદલાઈ સ્વ તરફ વલણ થાય તેવો હેતુ છે. પરલક્ષી જ્ઞાન વડે માત્ર તર્ક-યુક્તિથી અનુભવમાં આવતા ભાવોનું – ભાવભાસન થઈ શકે નહિ, તેથી તેવી અભ્યાસની અયોગ્ય પદ્ધતિ બદલીને ભાવભાસન થાય, તેવો ખાસ હેતુ છે. સ્વભાવના ભાવમાસનથી સ્વભાવનું લક્ષ થતાં, રાગ અને પર્યાયનું પરલક્ષ સહજ છૂટે છે. યથાર્થપણે અવલોકન થવાનું ફળ પર્યાય બુદ્ધિ છૂટવામાં આવે છે. કારણકે આ અનુભવ પદ્ધતિ છે. પર્યાયબુદ્ધિમાં દીનતા આવે છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૧૧૮૪)
Page #183
--------------------------------------------------------------------------
________________
શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે અને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે.'
૨૪૧.
પ્રવચન-૧૮ તા. ૧૬-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ) ૨૪૧. શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે અને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે.' બે વાત કરી છે. જીવનાં જે પરિણામ છે એ પરિણામમાં જીવ હઠથી પણ પર વિષયોનો ત્યાગ કરી શકે છે. શું બને છે જગતમાં ? કે જગતની અંદર મનોહર વિષયો છે, પાંચ ઇન્દ્રિયોને સુહાતા વિષયો છે. એનો ત્યાગ તો જીવ હઠથી પણ કરી શકે છે, પણ અંદરમાં એ પ્રકારનાં પરિણામ કરતાં જે શુભભાવ થાય છે, એની મીઠાશ એને રહી જાય છે અને એ એને મારી નાખે છે, એમ કહે છે. શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે.' આમ કહે છે.
જીવ ફસાઈ જાય છે. જે એનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, વીતરાગ સ્વરૂપ
છે એની વીતરાગી પરિણતિ ઊભી કરવાં માટે કરવો જોઈએ એ છેદ કરવાને બદલે અશુભને
શુભાશુભ પરિણામનો છેદ છોડીને શુભમાં લીન થાય
Page #184
--------------------------------------------------------------------------
________________
* *
* * *
*
* *
*
. ; અને કાકા
જ મત કાર
, * :
- Af=', ' * * * *
* *
*
* * *
કહાન રત્ન સરિતા :
૧૬૭ છે, શુભની મીઠાશમાં રોકાય છે . એ એને મારી નાખે છે. એટલે એને વીતરાગતામાં આવવા દેતો નથી. એ અપસિદ્ધાંત છે કે અશુભ છોડીને શુભ કરતાં કરતાં શુદ્ધતા થશે - એ અપસિદ્ધાંત છે. અપસિદ્ધાંત એટલે વિરુદ્ધ સિદ્ધાંત છે, ઊલુટો સિદ્ધાંત છે. રાગ કરતાં કરતાં વીતરાગતા થાય એવું કદી બને નહિ. - શ્રીમદ્જી લખે કે લોહીથી લોહીનો ડાઘ જતો નથી.' લોહીથી લોહીનો ડાઘ ન જાય, પાણીથી લોહીનો ડાઘ જાય. એ પણ નિર્મળ પાણીથી જાય), એમ કહેવું છે. " કહે છે કે “શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે..... બહુભાગ જીવો ધર્મના ક્ષેત્રમાં આવતાં અશુભ છોડી અને શુભ પ્રવૃત્તિમાં સહજપણે જ પ્રવર્તે છે. બીજો ઉપાય નથી. અશુભ છોડવું જોઈએ અને શુભમાં આવવું થાય એવી તો એક સાધારણ પ્રક્રિયા બને જ છે. શુદ્ધતા ઉત્પન્ન થયા પહેલાં પણ (આવું તો બને જ છે. છતાં પણ એ શુદ્ધતા તે જીવોને ઉત્પન્ન થાય છે કે જે જીવોને એ શુભની મીઠાશ ન રહે તેને. જે જીવોને એ શુભરાગની મીઠાશ રહી જાય છે એને વીતરાગતા અને શુદ્ધતાની ઉત્પત્તિ થઈ શકતી નથી, આમ છે. કેમકે એણે ત્યાં શુભની કિંમત કરી અને શુદ્ધની કિંમત કરી નહિ.
ગુરુદેવશ્રી એક દષ્ટાંત આપતાં કે જેમ કોઈ બાજરાનું મોટું ઠંડું થાય, એવું રાખ્યું હોય. આ ઊગે છે) ને ! સીધે સીધો સાંઠાની જેમ ઊગે છે. ઉપર એનું ઠંડું જામે. મોટું જાડું બોથાં જેવું બાજરાનું ઠંડું હોય. એનું વજન હોય, ૫૦૦ ગ્રામ બાજરો ભરેલો હોય એવું મોટું ઠંડું હોય. આમ બબ્બે વૈતના કૂંડાં થાય છે. એનો સાવ પાતળી સળી જેવો છોડ ન હોય. એનો એવો પાતળી સળી જેવો છોડ ન હોય. એ માથોડું ઊંચું હોય તેના ઉપર એ ઠંડું ઊભું હોય તો એને ટકાવનાર એની નીચે જે રાડું છે એ પણ મોટું જાડું હોય છે. એને “રાડું કહે છે, સાંઠો હોય છે. એમ સબળમાં સબળ પુણ્યનાં પરિણામ થાય એને ઉપર જઈને જે શુદ્ધતાના પરિણામરૂપી ફળ આવે છે તો પણ જેને બાજરાની મીઠાશ જોઈએ છે એને ખડની કિંમત નથી. ભરોટા બંધ ખડ થાય ! ઉદાર માણસ હોય - શ્રીમંત માણસ હોય એ એમ કહે કે પાંજરાપોળમાં મોકલી દો. એ ખડના મારે પૈસા ઊપજાવવા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પિરમાગમસાર-૨૪૧] નથી. મારે ત્યાં ધનધાન્ય એટલું પાકે છે, પુણ્યને કારણે એટલો પાક છે કે આની વખારો ભરાય છે ને એના પણ હું દાન દઈ છું. ખાતાં– પીતાં વધે છે), કરવું શું એનું ? એને પણ દાનમાં દઉં છું તો પછી આ ખડના ભરોટાને સાચવીને મારે શું કરવું છે) ? મોકલી દો એને ! એની નજર ખડ ઉપર હોતી નથી.
એમ જે શુદ્ધતામાં કેવળજ્ઞાનના અને સિદ્ધપદનાં પાક પાકવાના છે, એવા માર્ગે ચાલનાર મોક્ષમાર્ગી જીવને વ્યવહાર રત્નત્રયના કારણે ઊંચામાં ઊંચા શુભરાગનાં નિમિત્તે ઊંચા પુણ્યના કર્મનાં દળીયા બંધાય એ બંધનની સામે એ અપેક્ષા રાખીને જોવે તો એ મોક્ષમાર્ગી નહિ !
જેમ કોઈ શ્રીમંત હોવા છતાં ખડનાં ભરોટાને સાચવે તો એ એની શ્રીમંતાઈ નહિ ! આટલું આટલું અનાજ પાકવા છતાં એ લોભ કરીને ખડને સાચવે તો એની શ્રીમંતાઈ નહિ. એમ અહીંયા કહે છે કે વીતરાગતાની જે કિંમત છે એની પાસે રાગની શું કિંમત છે ? ઊંચામાં ઊંચા વ્યવહારના રાગની પણ એમાં કોઈ કિંમત નથી. એ પરિસ્થિતિ મોક્ષમાર્ગી જીવની હોય છે. એ મોક્ષમાર્ગી જીવની વાસ્તવિક સ્થિતિ છે. એને અહીંયા પ્રદર્શિત કરે છે. શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે. એમાં એ રોકાઈ જાય છે, આગળ વધતો નથી, વીતરાગતા ઉત્પન્ન કરી શકતો નથી.
એથી આગળ ચાલીને . એમ કહે છે કે, “પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે. પરસત્તાવલંબી જ્ઞાન (એટલે) બીજા પદાર્થને લક્ષમાં રાખીને, બીજાં પદાર્થને અવલંબીને ઉત્પન્ન થયેલું જ્ઞાન, વાંચી વાંચીને થયેલું જ્ઞાન, સાંભળી સાંભળીને થયેલું જ્ઞાન. અથવા આત્માનાં અવલંબને જે જ્ઞાન ઉત્પન્ન થવું જોઈએ . જ્ઞાન ભંડારના અવલંબને જ્ઞાનમાંથી જ્ઞાન આવવું જોઈએ, એને છોડીને અન્ય દ્રવ્ય અને અન્ય ભાવમાં ખેંચાઈને જે જ્ઞાન ઉત્પન્ન થાય તેને પરસત્તાવલંબી જ્ઞાન કહે છે, અને એ જ્ઞાન એને સારું લાગે, મીઠું લાગે વાહ ! મને ઘણું જ્ઞાન છે ! એ જ્ઞાન પણ જીવને મારી નાખે છે. આ વિદ્વાનોને ચેતવ્યાં છે.
ધર્મના ક્ષેત્રમાં બે પ્રકારની પ્રક્રિયાવાળા જીવો છે. જ્ઞાનની ક્રિયાવાળા અને શુભરાગની ક્રિયાવાળા - (એમ) બે પ્રકારનાં પરિણામ ક્રિયાવાળા જીવોની સ્થિતિ જોઈને આ વાત કરી છે. જે શુભરાગની ક્રિયા કરવાવાળા જીવો
Page #186
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા.
૧૬૯ છે અને શુભરાગની મીઠાશમાં છે એ પણ મરેલાં છે. (એ પણ) મરી ગયા ! એનું જન્મ-મરણ નહિ મટે અને જ્ઞાનની ક્રિયામાં પડેલાં, શુદ્ધ અંતર સત્તાને અવલંબીને જ્ઞાન કરવાને બદલે એને છોડીને બહારમાં શાસ્ત્ર (વાંચીને અને બીજાં પુસ્તકોને સાંભળીને એ પ્રકારે જ્ઞાનનો વિકાસ થયેલો માને છે, ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું એમ માને છે, એની એને મીઠાશ છે . (એ પણ મરેલાં
ઘણાં જીવો પાસે એક વાત કરવા માટે અનેક શબ્દોથી એ વાતને વ્યક્ત કરી શકે કોઈ એવી ભાષા શેલી હોય. એ પ્રકારે પોતાના જ્ઞાનને અનુરૂપ બીજી બહારની વાણી આદિનો પણ યોગ હોય. પછી એવી મીઠાશ થઈ જાય... એવી મીઠાશ થઈ જાય... વાહ ! આ જ સર્વસ્વ છે જાણે ! (અહીંયા કહે છે) એને અંતર્મુખ વળવાનો અવસર આવતો નથી.
એક જગ્યાએ બોલ છે. આગળ પાછળનો ખ્યાલ નથી. આવી ગયો હોય તો તમારા ખ્યાલમાં (હશે). જેને ક્ષયોપશમ જ્ઞાનનાં અથવા ઇન્દ્રિય જ્ઞાનનાં રસ ચડ્યાં છે, તેને અર્તીન્દ્રિય જ્ઞાનનો રસ ચડશે નહિ.', એવી એક વાત આમાં પરમાગમસારમાં છે. એટલે મન અને બુદ્ધિથી ભલે એ ચારે અનુયોગના વિષયનું અધ્યયન કરીને જ્ઞાનના ઉધાડના રસમાં ચડી જાય એને ઇન્દ્રિયજ્ઞાનનો રસ છે એમ કહે છે. એને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ છે એમ કહો કે એને ઇન્દ્રિય જ્ઞાનનો રસ છે એમ કહો, બન્ને એક જ છે). એને અતીન્દ્રિય જ્ઞાની એવો આત્મા રુચ્યો નથી. એને અતીન્દ્રિયજ્ઞાન સ્વરૂપી આત્મા રુચ્યો નથી અને અતીન્દ્રિય જ્ઞાનની મીઠાશ એને લેવી છે એ વાત રહી નથી. વિરુદ્ધ પક્ષમાં એ ઊભો છે, એમ કહેવું છે લ્યો ! વિરોધ પક્ષમાં એ ઊભો છે.
ઇન્દ્રિયજ્ઞાનની મીઠાશવાળો જીવ વિરોધ પક્ષમાં ઊભો છે. ઇન્દ્રિયજ્ઞાનની મીઠાશ - ક્ષયોપશમજ્ઞાનની મીઠાશ આત્માથી વિરોધપક્ષમાં છે. એ સૌથી વધારે ફસાવાનું કારણ છે. કેમકે એનો વિષય પાછાં શાસ્ત્રો હોય જો કે પંડિતોનો સંસાર જ શાસ્ત્ર છે. પંડિતોનો સંસાર શાસ્ત્ર છે. એ શાસ્ત્રમાં આવે છે હ, પાછું ! આ વાત પણ શાસ્ત્રમાં જ આવે છે !
'ટોડરમલજીએ શરૂઆતમાં લીધું છે કે, પંડિતોનો સંસાર છે તે શાસ્ત્ર છે. કેમ એમ કહ્યું ? કે જે પરસત્તાવલંબી જ્ઞાનથી સંસારનું પરિભ્રમણ ચાલુ
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૦
પિરમાગમસાર-૨૪૧] રહે છે, એવું જ પરસત્તાવલંબી જ્ઞાન તેણે એની મીઠાશમાં રોકાઈને ચાલુ ને ચાલુ રાખ્યું છે અને તેથી એને પર તન્મયતા અને પર–સન્મુખતા ટળતી નથી અને સ્વ-સન્મુખતા એને થતી નથી. આ પરિસ્થિતિ ઊભી થાય છે. એ જીવને મારી નાખે છે. એટલે ભાવમરણ અને દ્રવ્યમરણનું એ કારણ થાય છે. તેથી ઊંધી દિશામાં એ વિષયને કિંમત આપીને જરાય આગળ વધવા જેવું નથી.
બોલો આપણે સાતમાંથી છ દિવસ (સ્વાધ્યાયના) કરવાં કે ન કરવાં? કરવા જોઈએ કે ન કરવાં જોઈએ ? એ તો બીજાં ધ્વનિની અપેક્ષાએ છે. આ Cross argument છે. એમ કહે છે કે ભગવાનની જે દિવ્યધ્વનિ છે એ એવી છે કે સાંભળનારા શ્રોતાઓને, ધર્મીને પણ એમ લાગે છે કે જાણે ભગવાન અમારા કાનમાં અમૃત રેડે છે ! અમૃતની ધાર કરે છે એમ લાગે છે. પણ એમ લાગવાનું કારણ બીજું છે. અંદરમાં જે આનંદ અમૃત છે ને! એનું એને લક્ષ થાય છે. અંતરલક્ષમાં એ વિકાસ કરે છે ને ! એટલે એના ઉપર આરોપ જાય છે.
ભગવાનની વાણીમાં જે પુણ્ય અતિશય છે (એટલે) મીઠાશ છે, અવાજની મીઠાશ જરૂર છે, અસાધારણ છે, અતિશય છે. જગતના કોઈ સ્વરમાં એવી મીઠાશ હોતી નથી. ભલે સંગીતના સ્વર(ને) લોકો સુસ્વર કહીને એની મીઠાશ માણતાં હોય અને કર્કશ દુસ્વરને કડવો ગણવામાં આવતો હોય તોપણ ભગવાનની જે વાણી છે એની મીઠાશ અલૌકિક મીઠાશ છે !
એવું હોવા છતાં પણ જે જીવો શુદ્ધોપયોગમાં ડૂબે છે, ત્યાં સમોસરણમાં પણ ડૂબે છે હોં...! સમોસરણમાં લાખો જીવો વારંવાર સ્વરૂપમાં ડૂબે છે - એ મીઠાશને છોડીને (ડૂબે છે) કે રાખીને ? એ ધીમી ધાર છે, અમૃતની ધાર છે એને છોડી દે છે કે નહિ ? એથી પણ વધારે અમૃતમય જે અંદરનું આનંદનું પરિણમન છે, એ ખરેખર અમૃત છે ! એમાં લીન થવામાં એ ભગવાનની વાણીને સાંભળવાનો એટલો કાળ છોડી દે છે. ઉપયોગ છૂટી જાય છે. સાંભળવાનો ઉપયોગ ત્યાં હોતો નથી.
પણ ભગવાન સામે બેઠાં છે, સંભળાવી રહ્યાં છે અને તું ઉપયોગ ન દે ? એ તો અવિવેક નહિ કહેવાય ? પણ ભગવાન વાણીમાં એમ કહે છે કે તું અંદરમાં લીન થા ! ભગવાનની આજ્ઞા પાળી એ જ ભગવાનનો
Page #188
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા -
૧૭૧ વિવેક છે. વાણી સાંભળવી એ તો એની પાસે અવિવેક છે ! વિવેક નથી પણ એ અવિવેક છે. કેમકે પર સન્મુખ રહ્યો, સ્વ-સન્મુખ ન થયો, તો આજ્ઞા માની નહિ . એમ થઈ ગયું. થોડું અટપટું લાગે જરા !
મુમુક્ષુ - સીધું છે. પૂજ્ય ભાઈશ્રી - એકદમ સીધું છે. સીધું છે શું ? એકદમ સીધું છે. અંતર્મુખ થવું એમાં આડું શું? એમાં તો કાંઈ બીજી આડશ જ નથી. એકલું અંતર્મુખ થવું એ તો એકાંતે સત્યનું આરાધન છે, સત્ય સ્વરૂપનું આરાધન છે. એ એકાંતે વીતરાગ માર્ગ છે. એ સિવાય બીજો કોઈ માર્ગ છે નહિ. . (અહીંયા કહે છે). "શુભરાગની મીઠાશ જીવને મારી નાખે છે અને પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ પણ જીવને મારી નાખે છે.” આ વિષય જ્યારે આપણે વિશેષપણે જ્ઞાનની પ્રક્રિયામાં ઊભા છીએ ત્યારે વિશેષપણે વિચારવાં યોગ્ય છે. આપણે ત્યાં જે વિષય ચાલે છે તે સ્વાધ્યાયની પ્રક્રિયાનો વિષય વિશેષ ચાલે છે. અને એમાં સાંભળવું અને વાંચવું - ચર્ચા આદિ કરવી એમ બે-ત્રણ પ્રકારે એની પ્રવૃત્તિ ચાલે છે, પણ એની અંદર આ વાત ધ્યાન ખેંચવા જેવી છે કે એ સર્વ પ્રવૃત્તિનો ઉદય ચાલતો હોય તો પણ લક્ષમાંથી એ વાત ખસવી ન જોઈએ કે આ પરસત્તાવલંબી જ્ઞાન છે એની કિંમત નથી. એની કિંમત આપવા જેવી નથી અને એમાં કાંઈ ઊઘાડનો વિકાસ થાય તો એની મીઠાશ વેદવા જેવી નથી.
મુમુક્ષુ :- બહુ આકરી વાત છે !
પૂજ્ય ભાઈશ્રી :- આકરી તો ભાઈ ! જ્યાં સુધી એને ન ઘૂટે ત્યાં સુધી (લાગે). એકડો પણ આકરો હતો ! ક્યાં સુધી ? કે જ્યાં સુધી ઘૂંટતો હોતો ત્યાં સુધી. હતો કે નહિ આકરો ? અત્યારે કોઈ કહે છે કે એકડો આકરો છે, તેમને શીખવો ? કે નહિ.
પ્રશ્ન :- આ જે પરસત્તાવલંબી જ્ઞાન કીધું ને, એ ક્યુ. કહેવાય ?
સમાધાન - આ બધું શાસ્ત્રજ્ઞાન છે, શાસ્ત્રના અવલંબને જ્ઞાનનો જેટલો ઉઘાડ ને વિકાસ થાય છે... એ બધું પરસત્તાવલંબી જ્ઞાન છે. મિથ્યાષ્ટિ જીવને એની મીઠાશ આવે છે, એ એને મારી નાખે છે.
સમ્યગ્દષ્ટિ જીવને અંગ-પૂર્વનો ઉઘાડ થાય, ગણધરદેવને એટલો બધો ઉઘાડ હોય કે અંતર્મુહૂર્તમાં બાર અંગની રચના કરે ! એમાં ચારે અનુયોગ
ઉપર અને મીઠાશ
-પૂર્વનો ઉષા
ના કરે !
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭ર
[પરમાગમસાર-૨૪૧] આવી જાય. ૧૨ અંગ એટલે ? લખ્યાં લખાય નહિ. લખવા બેસો તો લખવામાં પૂરું પડે નહિ. એટલો ક્ષયોપશમ ! અંતર્મુહૂર્તમાં એટલો વિકાસ થાય ! એટલાં ભેદ–પ્રભેદમાં ઉપયોગ ફરી વળે, છતાં મોક્ષમાર્ગી જીવને એવા પરસત્તાવલંબી જ્ઞાનની મીઠાશ આવતી નથી.
એટલું તો નહિ, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વાત કરી કે કોઈ મોક્ષમાર્ગી જીવ પરસત્તાવલંબી જ્ઞાનને મોક્ષમાર્ગ કહે નહિ. ઠીક ! પણ શાસ્ત્ર રચે છે ને ગણધરદેવ ? (પણ) એને મોક્ષમાર્ગ કહેતાં નથી. જે સ્વસત્તાવલંબી જ્ઞાન છે અને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. એ રીતે એ વિષયને વિશેષપણે વિચારવા જેવો છે. (સમય થયો છે).
જ્ઞાન સુખરૂપ છે, તે વેદનથી સમજાય, તો સ્વરૂપ-નિશ્ચય થાય. સ્વરૂપ-લક્ષ થાય. જ્ઞાનને વેદનથી જાણવા અર્થે પરપ્રવેશ ભાવરૂપ મિથ્યા અનુભવને અવલોકનથી સમજવાનો પ્રયાસ કરવો ઘટે. જે જીવ મોક્ષાર્થી થઈને, નિષ્પક્ષપણે પોતાના વર્તતા દોષનું અવલોકન કરે, તેને દોષથી ઉત્પન્ન દુઃખ-તે રૂપ વિભાવ સ્વભાવ વેદનથી સમજાય. વેદનથી – અનુભવથી સમજવાની રીત દ્વારા જ્ઞાનને જ્ઞાન-વેદનથી સમજતાં સ્વભાવનું – અસ્તિત્વનું ગ્રહણ થાય. જ્ઞાન સ્વયં વેદ્યવેદકપણે વર્તે ત્યાં સ્વસમ્મુખતા જ થાય. અન્ય ઉપાય પર સન્મુખતાનો અભાવ થતો નથી. પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૧૨૦૮)
Page #190
--------------------------------------------------------------------------
________________
જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો • જ છે, અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે.
તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય. ૨૪ર.
પ્રવચન-૧૯ તા. ૧૦-૫-૧૯૮૩
(પરમાગમસાર બોલ - ૨૪૨). જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય.' આ જગતમાં સર્વ સંસારી પ્રાણીઓને પોતાનાં ઇષ્ટ સંયોગનો વિયોગ થતાં દુઃખ થાય છે અને ખેદ થાય છે, એનું કારણ શું ? આત્માને સંયોગ શું શું છે એ વિચારીએ તો આ શરીર પણ એને સંયોગરૂપ છે કે જેનો વિયોગ થવાનું નિશ્ચિત છે. શરીરનો વિયોગ થાય છે તે ભાગ્યે જ સમજાવવાની જરૂર છે કે બીજાં સંયોગો - કુટુંબપરિવાર, મકાન, ધન, ધાન્ય એ સર્વનો વિયોગ થવાનો છે. એ સમજાવવાની જરૂર રહેતી નથી.
બહારમાં પણ ધંધામાં નુકસાન જાય તો લક્ષ્મીનો . પૈસાનો વ્યય થાય
Page #191
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૨૪૨]
૧૭૪
છે. કુટુંબ-પરિવારમાં જેના-જેના આયુષ્ય પૂર્ણ થાય, ચાહે ઓછી ઉંમર હોય કે વધારે ઉંમર હોય, આયુષ્ય પૂરા થાય એટલે તે તે સભ્યનો વિયોગ થાય છે. સર્વને એ અનુભવગોચર છે. એ સિવાઈ પણ બહારમાં અનેક ફેરફારો થાય છે. એમાં પોતાની અનુકૂળતા જ્યાં-જ્યાં વિચારવામાં આવી છે, જ્યાંજ્યાં નિર્ણય કરવામાં આવ્યો છે તે-તે પદાર્થોનો વિયોગ થાય છે, ત્યારે જીવને દુઃખ થાય છે ને ખેદ થાય છે, આવો ખેદ અને દુઃખ થાય એ કોઈ ઇચ્છતું નથી. પોતાને દુઃખ થાય કે પોતાને ખેદ થાય એમ કોઈ ઇચ્છતું
નથી .
સામાન્ય રીતે એમ વિચારવામાં આવે છે કે, જે - તે પદાર્થોનો વિયોગ થાય તે-તે પદાર્થોનો સંયોગ થાય તો દુઃખ ન થાય, કેમકે વિયોગને દુઃખનું કારણ અને સંયોગને સુખનું કારણ માનવામાં આવ્યું છે. પણ એ પ્રકારે સંયોગ ફરીને પાછો પ્રાપ્ત કરવો - વિયોગ થયેલો સંયોગ પ્રાપ્ત કરવો એ જીવના અધિકારની વાત નથી. ભલે (એ) ઇચ્છે તો પણ એના અધિકારની વાત નથી. અને આ મૃત્યુ આદિનો વિયોગ (પાછો પ્રાપ્ત કરવો) એ તો અશક્ય છે. જગતમાં કોઈ પ્રાણી (નો) વીમો ઉતરાવ્યો હોય તો પૈસા આવે પણ એનાથી જિંદગી ફરીને આવતી નથી. એ પૈસાથી જિંદગી ફરીને આવતી નથી. (માટે) એ (વિયોગથી ઉત્પન્ન થયેલું) દુઃખ નહિ મટે. માણસ ઘરમાંથી ચાલ્યું જાય અને એની બદલીમાં રૂપિયા આપે તો એનાથી દુઃખ મટતું નથી. અને એવી રીતે દુઃખ મટતું હોય તો-તો માણસને વેચવાના પ્રસંગો બનતા હોત ! પણ એવું તો બનતું નથી.
(માટે) અહીંયા શ્રીગુરુ એમ સમજાવે છે કે, અમે તને દુઃખ મટવાનો ઉપાય બતાવીએ છીએ. આવું દુ:ખ કેમ મટે ? એનો ઉપાય અમે તને બતાવીએ છીએ અને તે ઉપાય એ છે કે, ‘જ્ઞાનમાત્ર’થી તને દુઃખ મટશે !! જ્ઞાનમાત્રથી જ (એટલે) સમજણમાત્રથી જ તને દુઃખ મટશે. તને એમાં બીજો કોઈ પરિશ્રમ કરવાની આવશ્યકતા નથી, એમ કહે છે. અહીંયા એ વિષય છે. ૨૪૨. એનો વિષય એ છે કે, જીવનકાળમાં એટલે આ જિંદગીમાં જ્યા૨થી જન્મ થાય છે અને મૃત્યુ પર્યંતનો જે વચ્ચેનો Period છે એને ‘જીવનકાળ' કહેવામાં આવે છે. એ જીવનકાળમાં અનેક પ્રકારનાં સંયોગ થાય છે. મકાનનું વાસ્તુ લીધું હોય (તો) એ (જીવને) સંયોગ છે,
પ્રસ્તુત બોલ છે
-
Page #192
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૭૫
(એ જીવના) પરિવારને પણ (સંયોગ છે). જેને કર્મના ઉદય સાથે સંબંધ છે; આ નોકર્મ કહેવાય છે, એનું જે ફળ છે એ બધું (નોકર્મ છે). સંયોગવિયોગ બધું નોકર્મમાં જાય છે. અંદરમાં કર્મનો ઉદય છે. એ સંયોગના કાળમાં વિયોગ સાથે જ ભાવ્યો હોય, એમ (કહેવું છે). એટલે શું ? કે જ્યારે સંયોગ થાય ત્યારે જ એવો વિચાર સાથે હાજર હોય કે આ સંયોગની મીઠાશ ભાવવા જેવી નથી. કેમકે આનો વિયોગ થવાનો છે. છે, ને છે. કાં તો એની હયાતીમાં એનો વિયોગ થાય ને કાં તો પોતે અહીંથી ચાલ્યો જાય ને એનો વિયોગ થાય.
સંયોગના કાળમાં વિયોગ ભાવે એ કાંઈ પ્રસંગને ઉચિત છે ? લ્યો, ઠીક ! માણસ એમ કહે ને કે, ભાઈ ! લગ્નના ટાણે મરસિયા ન ગવાય !’ લગ્ન થતાં હોય ત્યારે શોકના પ્રસંગનાં ગીત ન ગવાય, હરખના પ્રસંગનાં ગીત ગવાય. એ લોકિકમાં એવું બને છે. પણ એ દુઃખનું કારણ છે, (એમ અહીંયા) કહે છે, ઠીક !
પ્રશ્ન :- તો પછી અમારે બધાંએ ક્યાં વસવું ?
સમાધાન :- વસવાનું તો.... પોતે પોતામાં - આત્મામાં વસેલો છે એનું ભાન કરવાનું છે !! વસવાનો સવાલ નથી, વસેલો જ છે, પોતે પોતામાં - આત્મામાં અનંત ગુણનાં પરિવાર સાથે વસેલો જ છે. એનું ભાન કરવું કે મારામાં કેવળજ્ઞાન આદિ અનંત શક્તિઓ છે. એ શક્તિઓની કેળવણી, એ શક્તિઓનો વિકાસ હું સમ્યક્ પ્રકારે કરું. તો એને એના નિવાસસ્થાનથી તો ક્યારેય દૂર જવાનો સવાલ નથી. આત્માના ગુણ છે એ સંયોગી તત્ત્વ નથી. શરીર, મકાન, કુટુંબ-પરિવાર એ બધી સંયોગી ચીજ છે કે જેનો વિયોગ નિશ્ચિત છે. સ્વીકારે કે ન સ્વીકારે, માને કે ન માને, ગણે કે અવગણે પણ એનો વિયોગ નિશ્ચિત છે, છે ને છે.
(કોઈ એમ) કહે કે સંયોગ કાળે એને (વિયાંગને) યાદ ન કરવું ! કેમકે એ વિયોગ ગમતો નથી. સંયોગકાળે વિયોગને યાદ કરે તો ગમતો નથી કેમકે એની મીઠાશને એમાં ડખલ પહોંચે છે. જે સંયોગની મીઠાશ વેદે છે - આ રૂપિયા આવ્યાં, આ મકાન આવ્યું, કુટુંબ-પરિવારમાં નવાં-નવાં સભ્યો આવ્યાં, દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય, સગપણ લગ્ન કરે ત્યારે સારાં વેવાઈ-વેવલા મળે, ને રાજી-રાજી થાય !! એ જે રાજીપો ને
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પિરમાગમસાર-૨૪૨]. મીઠાશ છે એ એના દુઃખનું મૂળ કારણ છે. એ વાત અહીંયા સમજાવે છે.
જગતમાં આ વિષય અજાણ્યો છે. કેમકે (લોકો) એમ કહે છે કે, “લગ્ન ટાણે મરસિયા ન હોય !” એટલે એનો અર્થ એ છે કે હરખના ટાણે - સંયોગના કાળે વિયોગની વાત ન હોય, ગુરુદેવશ્રી કહેતાં કે, બાળક જન્મે છે (ત્યારે) એની માતા અને ગોદમાં લે છે. જમ્યા પછી એને ગોદમાં લે છે ત્યારે તે પુત્રાદિનો સંયોગ થયો એમ કહેવાય છે. પણ એ બાળકને એ માતાનો સંયોગ થયો અને માતાની ગોદમાં એ ગયું એ પહેલાં જ એ વિયોગની ગોદમાં ગયેલું છે. માતાની ગોદમાં ગયાં પહેલાં જ એ વિયોગની ગોદમાં ગયેલું જ છે, કેમકે મર્યાદિત કાળનું આયુષ્ય લઈને આવેલો જીવ છે. કોઈપણ પર્યાયમાં . ચારે ગતિમાં - દેવ થાય, મનુષ્ય થાય, ઢોર-પશુપક્ષી તિર્યંચ થાય કે નરકમાં જાય . એની મુદત નક્કી થયેલી હોય છે. આગળના (પૂર્વના) ભવમાં એ મુદત નક્કી થાય છે, પછી એનો અમલ થાય છે, એ તો એનો નિર્ણય થઈ ગયા પછી થાય છે. આવતા ભવનું આયુષ્ય અહીંયા નિશ્ચિત થાય છે પછી મરણ થાય છે પછી બીજા ભવમાં) એ આયુષ્ય ભોગવવાનો અમલ શરૂ થાય છે.
(માટે અહીંયા) કહે છે કે, એ સંયોગોનો વિયોગ સાથે જ ભાવ્યો છે, એટલે પૂર્વકર્મ અનુસાર સંયોગ થયો - શરીરનો સંયોગ થયો, પૈસાનો સંયોગ થયો, મકાનનો સંયોગ થયો ત્યારે એના હરખને નહિ વેદતાં એમ કહે છે. એના હરખને નહિ વેદતાં એના વિયોગનું જ્ઞાન સાથે રાખવું, ભાન સાથે રાખવું. નહિતર હરખ વેડ્યા વિના રહેશે નહિ. ઇષ્ટ સંયોગ થાય અને હરખ કોને ન થાય ? એમ કહે છે. એ હરખ ન થાય . એ જ્ઞાનીને ન થાય. જગતના સામાન્ય પામર પ્રાણીઓને તો હરખ થાય છે પણ જ્ઞાનીઓને એવો હરખ થતો નથી, તેથી વિયોગના કાળમાં તે દુઃખી પણ થતાં નથી. આમ હરખમાં છલકાતા નથી તો આમ વિયોગમાં) દુઃખી પણ થતાં નથી અને જે હરખમાં) છલકાય છે એ દુઃખી થયા વિના રહી શકતાં નથી . આ પરિસ્થિતિ છે. જે હરખને વેદ એ દુઃખને વેડ્યા વિના રહી શકે નહિ. એનું દુઃખનું વેદવું અનિવાર્ય છે. નિવારી ન શકાય એવું છે. એ નિવારણ અહીંથી છે.
કોઈ એમ કહે કે, આ તો એવી Term - એવી Condition તમે મૂકો
Page #194
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૭૭
છો કે તમે હરખ ન ભોગવો તો તમને દુઃખ ભોગવવાનું ન મળે. એટલે દુઃખ ન ભોગવવા માટે અત્યારથી અમારે અમારાં સુખનો ભોગ દેવો ! આ જરા આકરી શરત છે કે સુખનો પ્રસંગ હોય અને સુખનો અનુભવ ન કરવો ? કેમકે નહિતર દુ:ખનો અનુભવ અનિવાર્ય થઈ પડશે ! આ કઈ જાતની વાત છે ? જરા હળવેથી લઈએ છીએ. તત્ત્વજ્ઞાનનો એટલો ઊંચો વિષય નથી. સમજી શકાય એવો (છે). આપણાં રોજિંદા જીવનમાં જે પ્રક્રિયા બની રહી છે એના ઉપ૨નો કુદરતી જ હળવો વિષય છે. બીજાં તત્ત્વજ્ઞાનનાં ઊંચા વિષય આમાં ઘણાં છે. પણ અહીંયા તો એમ કહે છે કે, ભાઈ ! તારે આખરમાં સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે - એવી તારી શરત છે !
સુખ જોઈએ છે અને દુઃખ નથી જોઈતું - એ અમારી શરત છે. અહીંયા ગુરુદેવશ્રીનાં વચનમાં એ વાત છે કે તું સંયોગનું સુખ ભોગવીશ તો તને વિયોગનું દુઃખ ઉત્પન્ન થયાં વિના નહિ રહે. તેથી દુઃખ ન ભોગવવું હોય તો સંયોગના સુખનો તારે ભોગ દેવો પડશે, ઠીક ! એ વાત કરવી કે ન કરવી, એ જરા વિચારવા જેવી હતી.
ભાઈ ! અમે તને સુખનો એક રસ્તો બતાવીએ છીએ. તને સંયોગના કા૨ણે ઉપજતું જે સુખ છે એ સુખથી પણ તને સારું - સુંદર સુખ મળે, એવો આ ઉપાય છે. સંયોગનું સુખ તો આકુળતાવાળું છે. કેમકે એમાં બીજાં કાર્યો કરવાની ઉપાધિ સાથે સાથે હોય છે. ઘરે અનેક હરખના પ્રસંગો આવે છે પછી એનો થાક લાગે છે એ શું બતાવે છે ? કે, શારીરિક પરિશ્રમ કોઈએ કર્યો હોય કે માનસિક પરિશ્રમ કર્યો હોય, માનસિક પરિશ્રમની સાથે પણ શારીરિક પરિશ્રમ તો કરવો જ પડે છે. કોઈનું સ્વાસ્થ્ય શારીરિક પરિશ્રમ કરે એવું ન હોય તો એ માનસિક પરિશ્રમ, પોતાના ધણીપણાને કારણે ઉપાધિ ઊભી કરે છે અથવા ઉપાધિ સહિત એ પ્રસંગમાં તે પસાર થાય છે, ત્યારે એને પ્રસંગ પૂરો થયા પછી ‘હાશ' થાય છે ! કે, હાશ, બધું હેમખેમ પાર પડી ગયું !! ઘરે દીકરીનાં લગ્ન હતાં ને જાન આવી હતી ને મોટા-મોટા માણસો જાનમાં આવ્યાં હતાં પણ સારું થયું કે કાંઈ અઘટિત બનાવ બન્યો નહિ, બધું હેમખેમ પાર પડી ગયું. એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને Tension બોજો રહે છે. ૨હે છે કે નહિ ?
·
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
[પરમાગમસાર-૨૪૨] શારીરિક પરિશ્રમ ન કર્યો હોય (તોપણ થાક લાગે છે).
એનો અર્થ એ છે કે, હરખના પ્રસંગમાં પણ અન્ય કાર્યોની ઉપાધિ અને આકુળતા, હરખમાં એ ગૌણ કરે છે એટલે તે કાળે એને ખ્યાલ નથી આવતો, પણ પાછળથી અનુભવ થાય છે કે, હાશ ! હવે નિરાંત થઈ ! એટલે ખરેખર તે હરખના પ્રસંગમાં કલ્પેલું સુખ ઉપાધિ અને આકુળતા સહિતનું હતું, એમ ન્યાયથી અને વિચારથી સમજી શકાય છે.
અહીંયા જ્ઞાની એવાં સુખમાં લઈ જવા માગે છે કે, એને ઉપાધિનું સુખ નહિ પણ નિરુપાધિક સુખ મળે ! અને એ સુખ ક્ષણિક પ્રસંગ પૂરતું નહિ. પણ શરૂ થાય ત્યારથી અનંત કાળ પર્યત (મળતું જ રહે). આ જીવનમાં અને જીવન બદલ્યા પછી બીજાં ભવમાં જાય તોપણ એને ચાલુ રહે અને ભવિષ્યના અનંત કાળ પર્યત ચાલુ રહે. શાશ્વત એવો જે જીવાત્મા એ જ્યાં સુધી શાશ્વત રહે ત્યાં સુધી એને એના સુખનો કોઈ સવાલ ઊભો ન થાય, એવાં શાશ્વત મૂળ સાચાં સુખનો અહીંયા ઉપાય છે અને એમાં સંયોગના કાળે સંયોગની મીઠાશનું સુખ ન ભોગવે, ન ત્યે તોપણ એને એ કાળે આત્માની શાંતિનું સુખ ઉત્પન્ન થઈને એ સુખ ભોગવવાનું મળે. એટલે કે એના (માનેલાં) સુખનો ભોગ નથી લેવાતો પણ એની ઉપાધિનો ભોગ લેવાય છે ! એની સામે શાંતિ મળે છે. એવો આ ઉપાય છે. તેથી આ ઉપાય(ને) અને આ માર્ગને “સુંદર માર્ગ' કહેવામાં આવ્યો છે !! - શાસ્ત્રમાં એવી ગાથા આવે છે (કે) આવો આ સુંદર માર્ગ છે, એની હે જીવો ! તમે પ્રશંસા કરો ! તમે અનુમોદન કરો ! તો તમને એ માર્ગની નજીક જવાનું બનશે !!
એટલે એક બહુ સરસ વાત અહીંયા લીધી છે કે, જે જીવોએ . જે આત્માઓએ જીવન કાળ દરમ્યાન સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, સંયોગ થવાના કાળમાં જ એણે એના વિયોગનું ભાન રાખ્યું છે કે, આ સંયોગ પણ એકવાર છૂટવાનો છે. તેથી મને એ અનુકૂળતાઓનો સંયોગ થયો તોપણ એના હરખમાં મારે છલકાવા જેવું નથી ! નહિતર વિયોગમાં એનું Action નું Reaction દુઃખમાં) આવ્યા વિના રહેશે નહિ. આ Science નો નિયમ છે . આ વિજ્ઞાનનો નિયમ છે.
'Action and reaction are equal and opposite.' 34191 215 6244
Page #196
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૭૯
છે. આ વિજ્ઞાનનો નિયમ છે 'Action and reaction are equal and opposite'. જ્યારે કોઈ સંયોગના સુખનું Action કરે છે - એ Action એટલે કાર્ય છે, ત્યારે વિયોગના દુઃખને એ નિવારી ન શકે એવી પરિસ્થિતિ છે. એ દુઃખને નિવારવા માટે એને આત્મશાંતિ અને આત્મિકસુખ ઉત્પન્ન કરીને, સંયોગના કૃત્રિમ સુખને નહિ ભોગવવાની અહીંયા શિખામણ આપવામાં આવે છે. આટલી વાત છે.
સુખ બે જાતના, ઠીક ! દુનિયા આખીને સુખનો Problem છે સમસ્યા છે. છે કે નહિ ? આ ‘વિજ્ઞાન' છે, હોં ! આમ ધર્મ' કહેવાય છે પણ ધર્મને લોકો એમ સમજ્યા છે કે રુઢિ-રિવાજ તે ધર્મ છે. જૈનધર્મનું એ સ્વરૂપ નથી. રુઢિ - રિવાજરૂપ જૈનધર્મનું સ્વરૂપ નથી. જૈનધર્મ તો આત્મા એટલે ચૈતન્ય પદાર્થ અને જડ એટલે અચેતન પદાર્થ, એ બન્નેનું વિજ્ઞાન છે અને બન્નેની અવસ્થાઓ Action - અરસપર્સમાં એકબીજાંને એકબીજા ઉપર શું અસરકર્તા છે અને શું અસરકર્તા નથી ? એના ગુણધર્મોનું એ વિજ્ઞાન છે . Science છે.
અહીંયા એમ કહે છે કે, સુખ છે એ જીવની એક અવસ્થા છે. સુખ અને દુઃખ એ જીવની અવસ્થા છે અને જીવ એને ભોગવે છે. તો દુઃખને તો જગતનો કોઈ પ્રાણી ઇચ્છતો નથી. આ નિર્વિવાદ વિષય છે. સુખને સર્વ પ્રાણીઓ ઇચ્છે છે, એ પણ નિર્વિવાદ વિષય છે. તો અહીંયા ચર્ચા એટલી છે કે, સુખની જાતિ કેટલી ?
સાસ. અા
સુખની મુખ્ય બે જાતિ છે. એક કૃત્રિમ જાતિ છે અને એક અકૃત્રિમ જાતિ છે, એ અહીંયા જૈનધર્મના વિજ્ઞાનનો વિષય છે. સંયોગના આધારે જે સુખ ભોગવવામાં આવે છે, સંયોગના લક્ષે, સંયોગના નિમિત્તે, સંયોગના કારણે, અનુકૂળતાઓના કારણે, અનુકૂળ સંયોગોને કા૨ણે જે સુખ ભોગવવામાં આવે છે એને કૃત્રિમ સુખ કહ્યું છે અને કોઈ પણ જાતના સંયોગ વિના આત્મામાંથી ઉત્પન્ન થતું જે આત્માનું સુખ ભોગવવાનો એક પ્રકાર છે, એને અકૃત્રિમ અથવા શાશ્વત અથવા સહજ કુદરતી - સુખ કહેવામાં આવે છે. (માટે) અહીંયા જે વિષય છે પ્રસ્તુત વિષય છે એમાં એમ કહે છે કે, સંયોગના કાળમાં ઉત્પન્ન થતું જે કૃત્રિમ સુખ છે, એ કૃત્રિમ સુખ તને ભવિષ્યના દુઃખનું કારણ (છે). અત્યારે જ (એ કારણ) ઊભું થાય છે.
ન નન
-
Page #197
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસા૨-૨૪૨]
બીજો એક Practical વિષય આમાં વિચારવા જેવો છે કે, જ્યારે કોઈપણ પદાર્થના વિયોગના કાળે દુઃખ થાય, પછી એ ગમે તે પ્રકારનો વિયોગ હોય, એ વિયોગના કાળે દુઃખ થાય તો આ દૃષ્ટિએ વિચારે તો એને સીધું સમજાય છે કે આ દુઃખ કેમ થયું ? આ જરાક અંદર તપાસવાનો વિષય છે. (તપાસતાં) એને સ્પષ્ટ ખ્યાલ આવશે કે, આ પદાર્થનાં સંયોગ વખતે જેટલી મીઠાશ, જેટલો સુખનો અનુભવ કર્યો હતો, એનું આ Reaction (પ્રત્યાઘાત) આવ્યું છે, એનું આ Reaction છે. એ સમજી શકાય એવો વિષય છે.
૧૮૦
એટલે અહીંયા ગુરુદેવશ્રી એ સમજાવે છે કે, જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે,...' સાથે જ્ઞાન કર્યું છે - એમ નહિ પણ ‘ભાવ્યો છે' એમ (શબ્દ) આવ્યો છે. કેમકે સંયોગને અનુકૂળતાની ભાવનાથી જીવ ભાવે’ છે. તો એણે સંયોગના કાળમાં વિયોગને ભાવવો’ જોઈએ, એમ કહે છે. ભાવના પ્રધાનતાથી એ વિષયને સમજવો જોઈએ. જેમ સંયોગ આવે ત્યારે અંદર અનુકૂળતાઓની ભાવના (અર્થાત્) લાગણીઓ ઉત્પન્ન થાય છે. ભાવના છે એ લાગણી - Feelings છે. એવું જે અહીંયા, એ જ કાળમાં વિયોગની ભાવના ઉત્પન્ન થાય તો એ વખતે એને કૃત્રિમ સુખ ઉત્પન્ન ન થાય. ત્યાં એની જ્ઞાનની દશા એકદમ સ્થિર અને ખુલ્લી રહી જાય છે. જ્ઞાન તો એનું ત્યારે ગડબડવાળું થાય છે કે, કાં (તો) એ અનુકૂળતાના રાગના પ્રવાહમાં ખેંચાઈ જાય છે અને કાં પ્રતિકૂળતાના દ્વેષના પ્રવાહમાં એ ખેંચાઈ જાય છે, ત્યારે એની બુદ્ધિમાં - જ્ઞાનમાં ગડબડ થાય છે. પણ જો એ અનુકૂળતાના સુખના કારણમાં વિયોગને ભાવતા જ્ઞાનને સ્થિર રાખે તો એણે અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે. તેથી વિયોગ થતી વખતે તેના વિયોગના કાળે એને ખેદ નહિ થાય. તેના વિયોગના કાળે એને ખેદ નહિ થાય.
આ વેપારનો એક દાખલો વિચારવા જેવો છે કે, માલ ખરીદિએ છીએ એની સામે રૂપિયાનું Payinent કરવું પડે છે, ત્યારે એ પૈસાની તિજોરીમાંથી વિયોગ થાય છે, Bank alance માંથી વિયોગ થાય છે પણ દુ:ખ નથી થતું. થાય છે ? (નથી થાતું). માલ આવ્યો ત્યારે હ૨ખ થયો હતો ? નહિ. (કેમકે) ખબર છે કે આ માલ આવ્યો છે એની સામે. સાંજે એનું Payment કરવાનું છે. ન તો માલ આવતી વખતે હરખ છે અને ન તો પૈસા જાય
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૧
કહાન રત્ન સરિતા ત્યારે એનું દુઃખ છે. એનું કારણ શું છે ? આ તો રોજિંદા જીવનનો વિષય છે કે નહિ ? કે, એ સંયોગના કાળે પૈસાના વિયોગનો ખ્યાલ છે. અને Equal amount છે . જો એને પૈસાની Term માં વિચારવામાં આવે તો એની Amount સરખી છે. 1 એમ અહીંયા જે અનુકૂળતાનો સંયોગ થાય છે, એના પુણ્યના પરિણામ તે પહેલાં ખચ્ય છે. એ પુણ્ય બાંધ્યું છે ને ? એ એની કમાણી છે. એટલે એ જે માલ આવ્યો છે એ કાંઈ મફત આવ્યો નથી. એમ છે. અને માલ જાય છે ત્યારે પણ એ મફત ગયો નથી. એણે એ અંગેના એના પરિણામ પહેલેથી જ નિશ્ચિતપણે બાંધ્યાં છે. એટલે કે સંયોગ ને વિયોગ થાય એવાં જ પ્રકારનાં એ પુણ્યના મર્યાદિત પરિણામ હતાં. એટલે એમાં કોઈ હરખશોકનો પ્રસંગ નથી, હરખ-શોકનું કોઈ કારણ નથી.
એમ આગળ . પાછળના વસ્તુ વિષયક વિજ્ઞાનના જેટલાં પાસા છે એ વિચારીને જો જીવન જીવવામાં આવે તો રોજિંદા જીવનમાં પણ નહિ ધારેલી શાંતિ રહી શકે છે ! અને અનેક પ્રકારની ઉપાધિઓનું જે દુઃખ છે એ દુઃખથી મુક્ત રહી શકાય છે). સંયોગ–વિયોગના કાળમાં પણ એ ઉપાધિના દુઃખથી મુક્ત રહી શકાય છે.
ખરેખર તો ધર્મ એ રૂઢિ અને રિવાજનો વિષય નથી, અંધશ્રદ્ધાનો એ વિષય નથી પણ શાંતિથી જીવન કેમ જીવી શકાય, એનું એ વિજ્ઞાન છે અને સુખની પ્રાપ્તિ માટે એ સમજવું જરૂરી છે. જેને શાંતિમય જીવન જીવવું હોય એને એ વિજ્ઞાન સમજવું - એ વિષય સમજવો અને એ પ્રકારે જીવનનું ઘડતર કરવું જરૂરી છે અને આવશ્યક છે. જ્યાં સુધી એવી જરૂરત સમજાતી નથી ત્યાં સુધી આ વિષયનો યોગ્ય પ્રકારે પુરુષાર્થ અથવા પ્રયત્ન થઈ શકતો પણ નથી. જે લોકો આ ક્ષેત્રમાં . ધર્મના ક્ષેત્રમાં રુઢિગતપણે આવે છે, પછી ભલે સોનગઢ જાય કે પછી ભલે ગમે ત્યાં જાય, પોતપોતાનું માનેલું હોય ત્યાં જાય, . પણ જ્યાં સુધી સમજણપૂર્વક આ વિષયમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી એને સુખ - દુઃખની સમસ્યા છે . એ Problem એનો હલ થતો નથી.
એટલે અહીંયા એ લીધું છે કે, તેને તેના વિયોગ કાળે ખેદ નહિ થાય. ખેદ નહિ થાય એટલે દુઃખ નહિ થાય. એ દુઃખ મટાડવા માટેની આ વાત છે. દુઃખ મટાડવાની જેને જરૂરત લાગે એણે એનો પ્રયત્ન અહીંયા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
[પરમાગમસાર-૨૪૨] કરવા યોગ્ય છે. એટલી વાત છે.
મુમુક્ષુ - સંયોગ અને વિયોગ બન્ને વખતે તમે તો અલૌકિક સુખ આપ્યું !! - પૂજ્ય ભાઈશ્રી - સંયોગ વખતે પણ આ કૃત્રિમ સુખનો ભોગ લેવાશે એનું શું? આ સવાલ થાય છે. કેમકે એ (આત્મિક) શાંતિ અને એ સુખનો ખ્યાલ નથી, સમજણ નથી - તેથી એને એમ થાય કે આ સુખ કેમ મૂકી દેવું ? અત્યારે જે સુખ ભોગવાય છે એ સુખ કેમ છોડી દેવું ? (તો કહે છે કે, ભાઈ ! એ સુખના મૂળમાં દુઃખ રહેલું છે. પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.' (અર્થાતુ) જેની પાછળ દુ:ખ ઊભું હોય એને સુખ કહી શકાય નહિ. અથવા એ સાચું સુખ નથી. તેથી સંયોગના કાળે કૃત્રિમ સુખને નહિ ભોગવતાં આત્મિક સુખને ભોગવવાનો માર્ગ અને ઉપાય પ્રાપ્ત કરવો જોઈએ . મેળવવો જોઈએ..
પ્રશ્ન :- કોઈ એમ કહે કે, આજનું આજ કરી લે, કાલ કોણે દીઠી છે?
સમાધાન - બરાબર છે, પણ કાલે તું છો કે નહિ ? (બહારમાં પણ) કાલની વ્યવસ્થા જીવ વિચારે છે. પચ્ચીસ-પચાસ વર્ષનું આયુષ્ય છે (તો) પણ દીકરાનો વિચાર કરે છે ને દીકરાના દીકરા અને એના દીકરાનો પણ વિચાર કરે છે ! મકાન બાંધું તો બસો-પાંચસો વર્ષ સુધી એ હલે નહિ એવો પાયો નાખું ! પાયો નાખું એમ નહિ (પણ) એની એક ઈંટ હલવી જોઈએ નહિ !! અભિપ્રાય આમ છે, હોં ! થાય પછી કાલે ગમે તે ! પણ અભિપ્રાય તો આવો પડ્યો છે કે નહિ ? એનો અર્થ શું છે ? કે એ કાલનો વિચાર કરે છે. પણ અજ્ઞાનને કારણે એ પોતાની જાતનો વિચાર કરતો નથી. સંયોગોનો જેટલો એ વિચાર કરે છે એટલો એ જીવ પોતાની જાતનો વિચાર કરતો નથી ! એટલે એને જ્ઞાનીઓએ એનામાં બુદ્ધિ અને જ્ઞાન હોવા છતાં એને “અજ્ઞાન' એવું નામ આપ્યું. છે તો એ પણ એક જાતનું જ્ઞાન, પણ વિપરીત જ્ઞાનને - ઊંધાં જ્ઞાનને અજ્ઞાન કહેવામાં આવ્યું છે. એ ૨૪૨ નંબરનો બોલ થયો.
Page #200
--------------------------------------------------------------------------
________________
દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં) છોડ એની બલિહારી છે. આ તો શૂરવીરના ખેલ છે. ર૪૩. •••••••
પ્રવચન-૨૦ તા. ૧૦-૫-૧૯૮૩
પરમાગમસાર) ૨૪૩ નંબરનો બોલ) છે એ પણ આ વિષયને અનુરૂપ જ છે. ચાલુ વિષયની સાથે સુસંગત વિષય છે.
દેહ તો તને છોડશે જ..” સંયોગમાં એક દેહનો પણ સંયોગ છે. એટલે એ વિષય એની અંદર સંકલિત છે. દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં, છોડ એની બલિહારી છે.. આ તો શૂરવીરના ખેલ છે.” આમ લખ્યું છે. ટુંકી વાત લખી છે, લખાણમાં વાત ટૂંકી આવી છે પણ વિષય છે એ ઘણો ગંભીર છે !!
સામાન્ય રીતે માણસ મૃત્યુનો વિચાર કરવા પણ તૈયાર નથી ! આ જગતમાં કોઈ માણસ મૃત્યુને સંભારવા તૈયાર નથી ! સંભારવા તૈયાર નથી, એવો એ બહુ દુઃખદાયક વિષય છે. સર્વ જીવોને દેહનો ત્યાગ - દેહનું છોડવું, ભલે તે અનિવાર્ય છે એમ જાણે છે, તોપણ એને એ સંભારવા પણ તૈયાર નથી. એમાં જો કોઈ કેન્સર જેવો મોટો રોગ આવ્યો હોય અને
* *
. . જયા
,
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પિરમાગમસાર-૨૪૩] એને ખ્યાલ આવે કે હવે મુદત લાંબી નથી, ત્યારે તો છાતીના પાટિયા પહેલેથી ભીંસાવા લાગે ! છે કે નહિ આ ? ન કહે છે કે, ભાઈ ! આ એક એવો માર્ગ છે . આ એક એવો ઉપાય છે કે મૃત્યુ સામે દેખાય તોપણ તું હસતાં-હસતાં એ પ્રસંગને વધાવી લે, એવી શાંતિ તું જાળવી શકે, એવો આ વિષય છે !! એવો આ જબરજસ્ત વિષય છે !! એની કિંમત બીજી કોઈ રીતે થઈ શકે નહિ. જેના ખ્યાલ માત્રથી અને જેના સાંભળવા માત્રથી જીવ દુઃખી દુઃખી થાય અને એ વિચારથી પણ દૂર થવા ચાહે તો એ પ્રસંગની નજીક જવા કોણ ચાહે ? કોઈ ચાહે નહિ. એનો ઉપાય પણ મહાપુરુષોએ બતાવ્યો છે ! એટલે એની કિંમત બહુ મોટી છે !એની કિંમત મોટી છે એનું કારણ એ છે કે, આવા અનિવાર્ય પ્રસંગોમાં પણ દુઃખ સાથે નહિ પણ સુખ સાથે એમાંથી પસાર થઈ શકાય, એવી પરિસ્થિતિ થઈ શકવા યોગ્ય છે ! એટલે એનો ઉપાય આમાં રહેલો છે.
દેહ તો તને છોડશે જ, શરીર તો એક કાળે જરૂર છૂટવાનું છે અને એના ચિહ્નો જેમ જેમ સમય જાય છે તેમ તેમ બહાર આવતાં જાય છે. આવે કે નહિ ? ચાલીસ-પિસ્તાળીસ ને પચાસ થાય એટલે વાળ એનો રંગ બદલવા લાગે. કોઈને તો નાની ઉંમરથી થાય છે પણ ચાલીસ, પિસ્તાળીસ, પચાસ વટાવે એટલે શરૂઆત થઈ જાય છે. ત્યાર પછી શરીરના ફેરફારો, રસાયણ, ભસ્મો ખાતાં હોય એને પણ શરૂ થઈ જાય છે. સોનું ખાતાં હોય, લ્યો ! સોનાની ભસ્મ હોય છે ને ? ચાંદીની ભસ્મ, પરવાળાની ભસ્મ, સોનાની ભસ્મ, સહસ્ત્રકૂટી અબરખ ભસ્મ (ખાય તોપણ) શરીરના ફેરફારો, શરીરમાં શિથિલતા થવી, ચામડી ઉપર કરચલી આવવી . એ આવ્યા વિના રહી શકશે નહિ. એ બધાં signal છે ! જીવ મૃત્યુની નજીક જઈ રહ્યો છે, એના એ બધાં signal છે. ગાડી આવે છે, ચેત ! તારે ચેતવું હોય તો ચેતી જા !! અહીંયા એ વિષય છે. આ દેહ તો તને છોડશે જ.' તારે ભલે શરીર ન છોડવું હોય, તને એમ થાય કે, હું આ શરીરમાં કાયમ રહું” અને બધાં પ્રાણીની એવી જ ઇચ્છા હોય છે. પછી વિષ્ટાનો કીડો થાય તોપણ એ શરીર છોડવા માગતો નથી ! ત્યાંથી માંડીને રાજા-મહારાજા, શ્રીમતથી માંડીને કોઈપણ અવસ્થામાં કોઈને
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૫
*
* - -
-
-
-
કહાન રત્ન સરિતા શરીર છોડવું નથી. તોપણ કહે છે કે, શરીર તો તને છોડશે જ.
આ તો રોજ વંચાય છે એના ક્રમમાં આ વિષય આવી ગયો છે. વિષય તો બધો પરમાર્થનો જ છે). આ સંગ્રહ જ એવો છે ! કે એક-એક વિષય ગુરુદેવશ્રીનાં શ્રીમુખથી નીકળેલાં વચનો છે અને ઘણી અમૂલ્ય વાતો એ કરતાં ગયા છે !!
કહે છે કે, દેહ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં) છોડ...' અત્યારે નહિ છૂટે. આપઘાત કરવા માગીશ તોપણ આયુષ્ય પૂરું નહિ થાય તો દેહ છૂટશે નહિ. એવાં પ્રસંગો બન્યાં છે, ભાઈ ! કે, માણસ ઝેર ખાય. આ માકડ મારવાની દવા પી લે છે ને ? જો આયુષ્ય બળ હોય એટલે એને આયુષ્ય હોય તો હોજરી એવી તાકાતવાળી હોય કે Vomit (ઊલટી) કરાવી નાખે ! ઊલટી થઈ જાય સીધી ! અંદરથી ઉલાળીને બહાર ફેંકે. ઝેરને ઊલાળીને બહાર ફેંકી દે. (એ) મરે નહિ ! થોડી અશાતા વેદે, એ તો એને અશાતા વેદવાનો તે કાળ છે એટલે જ ઝેર પીધું છે. પણ એમ મૃત્યુ ન થાય. એટલે દેહ રાખ્યો રહેતો નથી, છોડ્યો છૂટતો નથી. દરેક સંયોગનું એવું છે. આ તો શરીર સંયોગની વાત છે. પણ તમામ સંયોગો લાવ્યાં લવાતા નથી અને કાલ્યા જાતા નથી. આમ છે.
શ્રીમદ્ રાજચંદ્રજી એમનાં જીવન કાળ દરમ્યાન એમ લખે છે. નાની ઉમરથી એમનો આ વિષયની અંદર પ્રવેશ હતો. આત્માના તત્ત્વજ્ઞાનના વિષયમાં એમનો પ્રવેશ હતો. સુખ શું અને દુઃખ શું? એનું એમને ‘તાત્વિક જ્ઞાન' હતું. ત્યારે પોતે) એમ વિચારે છે કે, સુખ માટે તો મારે કોઈ સંયોગો વધારવાની જરૂર નથી. મને આત્મામાંથી આત્મિક શાંતિ અને આત્મિક સુખ તો મળે જ છે અને મારા આત્માની એ કેળવણી મેં કરેલી છે અને તેથી કેરીને બીજી ઉપાધિ હોરીને, સંયોગ વધારીને એ સુખ મેળવવાની મારે કોઈ જરૂરિયાત નથી. તેથી એ બાજુમાં એમનો એવો કોઈ સક્રિય પ્રયત્ન નહોતો. પૂર્વકર્મના ઉદયને લઈને એમનાં કાર્યો નિષ્ક્રિયપણે ચાલતાં હતાં, ઉદાસભાવે ચાલતાં હતાં અને સંયોગમાં વેપાર વગેરેની વૃદ્ધિ થતી હતી ને પૈસા વધતાં જતાં હતાં. Foriegn (પરદેશ) સુધીનો વેપાર એમની પેઢી એ જમાનામાં કરતી હતી. સો વર્ષ પહેલાં...! તે દિ આટલાં સાધનો નહોતા, (પણ) મુંબઈમાં પરદેશ સાથેનો એમનો વેપાર હતો. ત્યારે એમણે પોતાના
Page #203
--------------------------------------------------------------------------
________________
-
:
-
-
:
-
- * * 8. ** ***
૧૮૬
[પરમાગમસાર-૨૪૩] વિશે એક નોંધ લખી છે. આમ તો કાવ્યરૂપે છે, એમાં એમ લખ્યું છે કે, આ વેપાર આદિ વ્યવસાય વધારવાની ઇચ્છા નથી છતાં પણ એક રંચ માત્ર એ પ્રવૃત્તિ ઘટતી નથી. એ પ્રસંગ ઘટતો નથી ને. વધતો જાય છે.. એવું જ કોઈક પૂર્વકર્મ છે. * અહીંયા તો એટલો Point (મુદ્દો) છે કે, ઇચ્છે તો વધે અને ન ઇચ્છે તો ન વધે, એવું પણ નથી. ઠીક ! ઇચ્છા નહોતી અને વધતું હતું. અને. ઘણાં ઇચ્છા રાખે અને ઝાવાં મારે તોપણ ન વધે. એનું શું કારણ છે ? કે એ પૂર્વકર્મનું કારણ છે. એમાં વર્તમાન પ્રયત્ન તો નિમિત્તમાત્ર છે. કોઈ પ્રયત્નથી નુકસાન જાય તો એ પ્રયત્ન ખોટનું નિમિત્ત ગણાય છે, લાભ થાય તો લાભનું નિમિત્ત ગણાય છે. બને છે પૂર્વકર્મનાં ઉદય પ્રમાણે.
અહીંયા એમ કહેવું છે કે, આ જીવને શરીરનો જે સંયોગ છે એનો વિયોગ નિશ્ચિત છે અને એ માટે દલીલ ને Arguments આપવાની જરૂર છે નહિ. સર્વ સામાન્ય બધાંને અનુભવગોચર છે. કેમકે બાર મહિનામાં એકબે-ચાર પ્રસંગ તો (બનતાં જ હોય છે. કોઈના ને કોઈના અંતિમ સંસ્કાર કરવા જવાની પરિસ્થિતિ દરેકને ઊભી થાય, થાય ને થાય જ છે. એટલે એ પરિસ્થિતિ અનિવાર્ય છે. એમાં જે દુઃખ થાય છે, એ દુઃખને જો છોડવું હોય, દુઃખને મટાડવું હોય, પછી સ્વજનનાં મૃત્યુનો કાળ હોય કે પોતાનાં મૃત્યુનો કાળ હોય, . પણ એ દુઃખને મટાડવું હોય તો દૃષ્ટિમાંથી શરીરને છોડી દેવું જોઈએ, એમ કહે છે.
અહીંયા શું ઉપદેશ છે ? કે, દૃષ્ટિમાંથી દેહને છોડવો જોઈએ. પણ જ્યારે દેહ છે ત્યારે. આટલી વાત છે. શરીરનો સંયોગ ઉપસ્થિત છે, હાજર છે ત્યારે એની દૃષ્ટિ છોડી દેવી જોઈએ, એમ કહેવું છે. આ વિષય થોડો વિશેષ ગંભીર અને ઊંડો છે !
દૃષ્ટિમાંથી દેહને છોડવો એટલે શું ? એમ કહેવું છે. દૃષ્ટિમાંથી દેહને છોડવો એટલે દેહ હું છું' એવી દેહાત્મબુદ્ધિ છોડવી. આ જ્ઞાનથી લઈએ એટલે સમજાશે. દૃષ્ટિનો વિષય સૂક્ષ્મ છે ને ! એટલે એને - દૃષ્ટિના વિષયને પણ શાસ્ત્રકારોએ એટલે કે આ વિજ્ઞાનના જે કુશળ - Expert–જ્ઞાતા-જાણકાર છે એવા શાસ્ત્રજ્ઞોએ આ વિષયને જ્ઞાનની પ્રધાનતાથી સમજાવ્યો છે.
દેહાત્મબુદ્ધિ (એટલે) દેહ તે હું છું એવી શરીરમાં જે આત્મબુદ્ધિ છે
Page #204
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા -
૧૮૭
એ આત્મબુદ્ધિ છોડી દેવી. સમજાવવાની ભાગ્યે જ જરૂ૨ છે કે બીજાં સંયોગોમાં આત્મબુદ્ધિ ક૨વી નહિ. એ સમજાવવાની જરૂર રહેતી નથી. જો શરીરમાં આત્મબુદ્ધિ ક૨વાનો નિષેધ છે, મનાઈ છે તો પછી બીજાં સંયોગોમાં આત્મબુદ્ધિ કરવી, એ વાત તો કોઈ કાળે ન કરવી જોઈએ, એમ સમજાવવાની જરૂ૨ રહેતી નથી. એની અંદર આવી ગયું.
આત્મબુદ્ધિ એટલે શરીરની શાતામાં હરખાવું નહિ અને શરીરની અશાતામાં ખેદાવું નહિ. એક વાત તો ચોખ્ખી છે કે શ૨ી૨ની શાતામાં તો કાંઈ બહુ હ૨ખ નથી થતો. સામાન્ય રીતે તંદુરસ્તી સારી હોય, શરીરનું વૅજન જોઈતું - પૂરતું હોય (એટલે કે) Overweight પણ ન હોય અને Underweight પણ ન હોય - દૂબળો પણ ન હોય ને જાડો પણ ન હોય, તો તો એને એમ લાગે કે ચિત્ત પ્રસન્ન રહે છે ! શરીરમાં રોગ નથી અને શરીરની તંદુરસ્તી સારી છે એટલે મન પણ પ્રસન્ન રહે છે. બીજો તો કાંઈ હરખ કરવાનો સવાલ રહેતો નથી. પણ જ્યારે શરીરની અશાતા ઊભી થાય છે ત્યારે તો એનું દુઃખ ઉત્પન્ન થયા વિના રહેતું નથી અને એ દુઃખને મટાડવાનો પ્રયત્ન તો થાય, થાય ને થાય જ. એનું શું કરવું ?
જો રોગના કાળમાં દુઃખ મટાડવા માટે એનો ઉપાય કરવાની દોડાદોડી, જે કાંઈ પ્રયત્ન કરવો પડે છે, એટલું દુઃખ રોગના કાળમાં થાય તો મરણનાં કાળમાં કેટલાં ગણું થાય ? એ ત્રિરાશિ મૂકી દેવી. ઘણું દુ:ખ થાય. એ તો આપોઆપ સમજી શકાય એવું છે. તો એ દુઃખ કેમ મટાડવું ? દેહાત્મબુદ્ધિ મટે તો દુ:ખ મટે. આ તો એનો એક સિદ્ધાંત થયો. ‘શરીર તે હું છું’ એવી આત્મબુદ્ધિ મટે તો એને દૃષ્ટિમાંથી દેહની દૃષ્ટિ છૂટી અને આત્માની દૃષ્ટિ થાય. આ તો એક Side ની (બાજુની) Negative (નાસ્તિની) વાત છે. શરીરમાંથી દૃષ્ટિ છોડ એટલે બુદ્ધિ - આત્મબુદ્ધિ છોડ. એ તો Negative
વાત થઈ.
એનું Positive (અસ્તિનું) પાસું એવું છે કે આત્મામાં આત્મબુદ્ધિ કર ! એ અહીંયા અનર્પિત છે. એક વાતમાં બીજી વાત ગર્ભિત રીતે રહેલી હોય છે. આમાંથી એ નીકળે છે કે શરીરમાંથી આત્મબુદ્ધિ છોડ એનો અર્થ એ છે કે તું આત્મામાં આત્મબુદ્ધિ કર ! એ વાત છે. એટલે એમ છે કે, જો આત્મામાં આત્મબુદ્ધિ ક૨વામાં આવે તો શરીરમાંથી આત્મબુદ્ધિ છૂટે. સમજી
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
[પરમાગમસાર-૨૪૩]
શકાય એટલે બહુ Lightly - હળવાશથી વાત લઈએ છીએ. બને એટલાં શબ્દ પ્રયોગ પણ ચાલુ લઈએ છીએ અને એકદમ ઊંચા Level માં (સ્તરમાં) તત્ત્વજ્ઞાનને નહિ લેતાં થોડી હળવી શૈલીથી લઈએ છીએ.
આત્મામાં આત્મબુદ્ધિ કરવી એટલે આત્મા સ્વરૂપે (અર્થાત્) પોતે જીવ સ્વરૂપે છે . છે' એમ માનવું છે. જે શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થઈ
છે એ કલ્પનાને છોડી દેવી છે.
મુમુક્ષુ :- શરીર તો મારું છે એને તમે કલ્પના કહો છો !
પૂજ્ય ભાઈશ્રી :- મારું હોય તો કાયમ સાથે રહેવું જોઈએ. જો શરીર આ જીવનું હોય (તો કાયમ સાથે રહેવું જોઈએ). ભલે કહેવાય છે કે તમારા જીવનું આ શરીર અને મારા જીવનું આ શરીર, આના જીવનું આ શરીર - એમ કહેવાય છે. પણ એ તો શરીર - શરીર વચ્ચેનો તફાવત બતાવવા માટેની વાત છે. પણ ખરેખર કોઈ જીવનું કોઈ શ૨ી૨ નથી. કોઈ જીવનું કોઈ શરી૨ કેમ નથી ? કે, જીવ એક ચૈતન્યપદાર્થ છે અને શરીર છે એ અનેક ૨જકણોના સંયોગનો બનેલો એક સમૂહ (છે) - સંયોગિક પદાર્થ,છે. જેને ‘શરીર’ એવું નામ દેવામાં આવે છે. પણ ઘણાં રજકણોનો એ સમૂહ છે. રોજ એમાં પ્રતિક્ષણ અનેક રજકણોનું આવાગમન થાય છે. નવા રજકણો એમાં ચોંટે છે. અને જૂના રજકણો - કેટલાંક રજકણો એમાંથી છૂટા પડે છે. આ મળ-મૂત્રથી છૂટા પડે છે. પસીનાથી છૂટા પડે છે, અનેક પ્રકારે દૂબળો થાય છે, જાડો થાય છે, એમ અનેક પ્રકારનાં રજકણોનું ભળવું અને રજકણોનું જાવું શરીરમાં કાયમ થયાં જ કરે છે. આત્મામાં એક રજકણ ચોંટતો નથી, ભળતો નથી કે કોઈ રજકણ એમાંથી જતો નથી, કેમકે એ રજકણવાળું તત્ત્વ નથી. એ પદાર્થ છે એ ચૈતન્યપદાર્થ છે અખંડ, અભેદ પદાર્થ છે (માટે) એમાંથી આવવું - વું કાંઈ થતું નથી.
વળી, એ બન્ને જુદી જુદી જાતના પદાર્થો છે. ચૈતન્યપદાર્થની જાત ચેતનારૂપ જુદી છે. જેમાં જ્ઞાન-બુદ્ધિ, સુખ વગેરે અનેક પ્રકારનાં ભાવો અનુભવગોચર થાય છે. સુખ-દુઃખની લાગણી, બુદ્ધિ - જ્ઞાન વગેરે અનુભવગોચર થાય છે અને એ રજકણની અંદર - જડ રજકણની અંદર એનો અનુભવ થતો નથી. જડને સુખ નથી, જડને દુઃખ નથી, જડને જ્ઞાન નથી. તેથી કોઈ જીવનું જડ નથી અને જડનો કોઈ જીવ નથી. એ વિજ્ઞાન
Page #206
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૮૯ અનુસાર આ જીવનો આ દેહ નથી. એ વિજ્ઞાન અનુસાર આ જીવનો આ દેહ નથી અને હોય તો, એનો એ હોય તો એનાથી છૂટો પડે નહિ. પણ રજકણ બધાં વિખાય જાય છે, એની રાખ થાય છે અને સરવાળે એ હવામાં ઊડી જાય છે. રાખ પણ પાછી રહેતી નથી. નહિતર તો સ્મશાનમાં એટલાં ઢગલા થયા હોય કે અત્યારે એ ડુંગરા ઉપર ચડવાની કોઈ પરિસ્થિતિ રહે નહિ. એ બધું વિખાઈ જાય છે.
એનો અર્થ એ છે કે, તું તારી જાતને ઓળખ ! આત્મામાં આત્મબુદ્ધિ કરવા માટે, એનો સરવાળો અહીંયા આવે છે કે તું તારી જાતને ઓળખ!
પ્રશ્ન :- આત્મા તો દેખાતો નથી ?
સમાધાન દેખાય એટલું જ જો તમે માનતા હોય તો તમે તમારા વાંસાને ન માનતો હોત ! તમારો વાંસો દેખાય છે ? પીઠ ક્યાં દેખાય છે? છે કે નહિ ? અને ત્રણ પેઢીએ, ચોથી પેઢીએ એ ફલાણાં મારાં પિતાશ્રી, દાદાજી હતાં એ વાતને તમે કેમ સ્વીકારો છો ? જેટલું દેખાય એટલું જ સ્વીકારવાનું આ જગતમાં ખરેખર છે નહિ. જેટલી વાત ન્યાયસંપન્ન હોય અને અનુભવથી સિદ્ધ થતી હોય), સત્ય થતી હોય તો એને સ્વીકારવી જોઈએ. - આત્મા, જડ પદાર્થની જેમ આંખથી ભલે ન દેખાતો હોય, તો હવા ક્યાં આંખથી દેખાય છે ? આ પંખો ચાલે છે અને ઠંડીનો સ્પર્શ થાય છે ગરમીને દૂર કરવામાં આવે છે. સમજીને પંખો ચલાવીએ છીએ ને ? હવા આંખથી નથી દેખાતી. પણ એ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શના જ્ઞાનમાં એ આવે છે. એટલે કે જ્ઞાનમાં આવે તેના અસ્તિત્વને સ્વીકારવું જોઈએ. હવા જ્ઞાનમાં આવી તો એના અસ્તિત્વને સ્વીકારવામાં આવે છે કે નહિ ? આ અનેક Wireless સાધનો અત્યારે Electronic ના થયાં છે તો વિજ્ઞાનીઓ એમ કહે છે કે, વાતાવરણની અંદર જે કાંઈ સચવાઈ રહે છે એને પકડી શકાય છે. વાતાવરણમાં જડની જે કાંઈ અવસ્થાઓ ઊભી થાય છે એને પણ કેન્દ્રિત કરીને એને મૂર્તિરૂપે જોઈ શકાય છે. આ જુઓ આપણે જોઈએ છીએ કે નહિ ? સાંભળીએ છીએ, જોઈએ છીએ. રેડિયાથી સાંભળીએ છીએ અને ટેલિવિઝનથી જોઈએ છીએ. સ્વીકાર્યું કે ન સ્વીકાર્યું ? એના અસ્તિત્વને સ્વીકારવું પડે છે. ભલે એ કરોડો માઈલ દૂર હોય તોપણ એના અસ્તિત્વને
Page #207
--------------------------------------------------------------------------
________________
[પરમાગમસાર-૨૪૩]
૧૯૦
સ્વીકારવું પડે છે.
તું
અહીંયા એમ કહે છે કે, તને તારા જ્ઞાનનો અનુભવ થાય છે. એવા જ્ઞાનસ્વભાવી જીવ નામના પદાર્થને નથી સ્વીકારતો, તારી એ વાત પણ પૂરેપૂરી સાચી નથી. તું એને પણ સ્વીકારે છે કે નથી સ્વીકારતો ? કે, ભાઈ ! આ શ૨ી૨માં જીવ હોય ત્યાં સુધી બધાં ખેલ સાચાં છે, ને પછી બધાં ખેલ ખોટાં છે. એ જીવનાં અસ્તિત્વને સ્વીકાર્યું કે નહિ ? મૃત્યુ થાય છે (ત્યારે) દેહનો આકાર પડેલો રહે છે. ભાઈ સાહેબ નથી’ એમ કહેવામાં આવે છે. એ તો ગયો ભાઈ !' પણ આ (શરીર) પડ્યું છે ને હજી ? બે મિનિટ પહેલાં તો હાલતાં-ચાલતાં હતાં, વાત કરતાં હતાં, બોલતાં હતાં, બગાસુ આવ્યું છે. હજી તો ! એ બગાસુ આવ્યું ને ગયા...! એમ કહે છે. એઁનો અર્થ શું છે ? (કે) એના અસ્તિત્વને સ્વીકારવામાં આવે છે.
અહીંયા તો એટલી જ વાત છે કે, એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે એ સ્વરૂપે એને સ્વીકારવાની જરૂર છે. જીવના અસ્તિત્વને જગતના જીવો નથી સ્વીકારતા ? બધાં પ્રાણીઓ સ્વીકારે છે. જીવના અસ્તિત્વને બધાં સ્વીકારે છે. એની ગેરહાજરી થતાં એના દેહની અંતિમક્રિયા બધાં વ્યવસ્થિત રીતે જે-તે પ્રકારે કરે છે. એટલે એના અસ્તિત્વને નથી સ્વીકારતા એમ નથી પણ એનું અસ્તિત્વ જે સ્વરૂપે છે, એ (સ્વરૂપે સ્વીકાર નહિ) હોવાથી શરીરમાં આત્મબુદ્ધિની કલ્પના થાય છે, એ તમામ દુઃખનાં મૂળનું ઉત્પાદક કારણ છે. એમ અહીંયા કહેવા માગે છે.
?
અહીંયા આ શાસ્ત્રમાં આ બોલની અંદર જે કહેવા માગે છે, એ એટલી જ વાત કહેવા માગે છે કે, જીવને તો બધાં સ્વીકારે જ છે અને તેથી તો એમ કહે છે કે, કોઈ જીવને દુઃખ ન દેવું, બધાં જીવ સુખી થાઓ ! એ બધી વાત જીવને સ્વીકાર્યા વગર છે ? જીવને સ્વીકારીને વાત છે. મારા જીવને પણ સુખ થાઓ, મને પણ દુઃખ ન થાઓ. પણ એણે દેહમાં આત્મબુદ્ધિ માની હોવાથી સુખ-દુ:ખની, અગવડ-સગવડ પણ એ બહાર જડમાં કરે છે. પોતાને જડ સમાન સ્વીકાર્યો હોવાથી એ સુખ-દુ:ખની વ્યવસ્થા પણ જડમાં કરે છે અને સુખ-દુ:ખની વ્યવસ્થા એ જીવમાં વિચારતો નથી–એ ભૂલ છે. એમ કહેવા માગે છે.
મુમુક્ષુ :- સ્વરૂપે ભગવાન છે !
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૯૧
કહાન રત્ન સરિતા
પૂજ્ય ભાઈશ્રી :-.સ્વરૂપે તો એ જીવ છે. શાસ્ત્રકાર એમ કહે છે, જ્ઞાનીઓ એમ કહે છે કે દરેક જીવ સરખા છે. દરેક જીવ જાતિએ સરખા છે. સરખા છે એટલે કેવાં છે ? કે, જેવાં સિદ્ધ પરમાત્મા છે એવાં છે ! એમ કહે
છે
"
ગુરુદેવશ્રીએ જે ખાસ શાસ્ત્ર ઓગણીસ – ઓગણીસ વખત (સભામાં) વાંચ્યું; બીજાં અનેક શાસ્ત્રો વાંચ્યાં, (પણ) “સમયસાર' નામનું શાસ્ત્ર ઓગણીસ વખત વાંચ્યું. એના પ્રારંભની ગાથામાં એ વાત છે કે, હું કહેનાર, મારાં, આત્માનું મૂળ સ્વરૂપ સિદ્ધ સમાન છે અને જે કોઈ જીવો આ વાત સાંભળે છે કે નથી સાંભળતાં, એ બધાંનું મૂળ સ્વરૂપ તો સિંદ્ધ સમાન છે! સાંભળે એને એનો ખ્યાલ આવશે નહિ સાંભળે એને ખ્યાલ નહિ આવે. પણ છે તો બધાં ભગવાન ! સાંભળે . ન સાંભળે તેથી એના સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી. તેથી એમનાં પ્રવચનમાં મુખ્યપણે એ વાત કહેવામાં આવતી કે, બધાં આત્માઓ ભગવાન સમાન છે ! અવસ્થા બધાંની સંસારી હોવા છતાં મૂળ સ્વરૂપ ભગવાન સમાન છે. એ એમનાં પ્રવચનનો મુખ્ય ધ્વનિ હતો અને તેથી સર્વ પ્રવચનમાં . પ્રત્યેક પ્રવચનમાં એ આત્માને ભગવાન આત્મા !”, “ભગવાન આત્મા !”, “ભગવાન આત્મા !” એમ કહીને સંબોધન કરતાં. એ એમની મુખ્ય શૈલી હતી.
અહીંયા એમ કહ્યું કે, જો કોઈ જીવ આત્મામાં આત્મબુદ્ધિ કરે અને દેહમાંથી આત્મબુદ્ધિ છોડે એટલે દેહની દૃષ્ટિ છોડે તો એની બલિહારી છે. એટલે એને ધન્યવાદ આપ્યાં છે ! એ આત્માનો મોક્ષ થઈ જશે. એને અશરીરીપણે સિદ્ધદશા પ્રાપ્ત થશે, એનું મૂળ કારણ દેહાત્મબુદ્ધિ છૂટી આત્મામાં આત્મબુદ્ધિ થઈ, આત્મજ્ઞાન થયું, આત્મદર્શન થયું તો એણે મોક્ષનું બીજ
ત્યાં વાવ્યું. એને અવશ્ય મોક્ષ થશે એમ ગણીને એની બલિહારી છે, એને ધન્યવાદ છે એમ કહેવામાં આવે છે. સાથે-સાથે એમ કહ્યું કે, “આ તો શૂરવીરના ખેલ છે.
એટલે કે જગતમાં કૃત્રિમ સુખની લાલચ કો'ક જ જીવ છોડી શકે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો પાસે પામર થઈને સુખની યાચના (કરનાર) અને સુખની પામર વૃત્તિ (રાખનાર) જગતના તમામ જીવો એને આધીન થઈને પરિણમે છે. એમાંથી છૂટનાર કો'ક શૂરવીર પુરુષ હોય છે. એ સુખને પણ
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પિરમાગમસાર-૨૪૩] તીલાંજલી દેનાર, એ સુખને પણ સુખ નહિ ગણીને, એનાથી દૂર થઈને આત્મિક સુખમાં પરિણમનાર કોઈ વિરલ પુરુષ હોય છે, એમ ગણીને એને શૂરવીરનું કાર્ય ગણવામાં આવ્યું છે ! એ શૂરવીરના ખેલ છે, એમ કહેવામાં આવે છે. - આ વિષય તો ઘણો ગંભીર વિષય છે. મિનિટોમાં પૂરો થાય એવો નથી. આ વિષયમાં ઘણું ઊંડું તત્ત્વજ્ઞાન રહ્યું છે. અત્યારે તો અહીંયા સમય પૂરો થાય છે.
પ્રવચન-૨૧, તા. ૧૮-૫-૧૯૯૩
(પરમાગમસાર, બોલ–૨૪૩) દેહાત્મબુદ્ધિને છોડવા માટેનો આ બોલ છે. શરીરની સાથેનું જીવનું જોડાણ અનાદિકાળથી રૂઢ થયેલાં સંસ્કારને વશ એટલું તીવ્ર છે કે, શરીરથી જુદો અનુભવ કરવો, આત્મામાં આત્મબુદ્ધિ - આત્મદૃષ્ટિ કરવી એ કોઈ વિરલ પુરુષને વિષે બને છે.
અહીંયા શ્રીગુરુનો ઉપદેશ છે કે, દેહ છૂટો પડે - મૃત્યુકાળે દેહથી છૂટવાનું થાય એ પહેલાં જ. તું દેહના સંયોગ કાળે જ દેહના સંયોગના સદ્ભાવમાં જ દેહાત્મબુદ્ધિ છોડ ! “દેહ તે હું છું, શરીર તે હું છું એવા અનુભવથી તું છૂટી જા ! એ જૂઠો અનુભવ છે, એ મિથ્યા અનુભવ છે અને ફરીને નવીન દેહ ધારણ કરવાનું એ કારણ છે. મરણ થયાં પછી જીવ નવો દેહ ધરે છે એનું શું કારણ ? કે, એ દેહને આત્મબુદ્ધિએ સેવે છે તેથી એને નવા દેહનો સંયોગ થયા વિના રહેતો નથી. આમ છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૧૯૩ જે દેહમાં તને આત્મબુદ્ધિ છે, જે દેહથી તું છૂટો થવા ચાહતો નથી, એ દેહ તને અવશ્ય છોડશે જ. તું ભલે એને છોડવા ન ચાહે તોપણ તે દેહના પરમાણુઓથી તારે જુદાં થવાનું અનિવાર્ય છે. નિવારી શકાય એવું નથી જ. જગતના જીવોને તો એ મૃત્યુની ભડક છે. એટલી બધી ભડક છે કે એનો વિચાર કરવા કોઈ તૈયાર નથી ! પણ અહીંયા વિષય એકદમ હળવો કરી નાખે છે.
સપુરુષો કઠિનમાં કઠિન વિષયને સુગમ કરે છે. અહીંયા બહુ સ્પષ્ટ વાત છે કે, જ્ઞાનસ્વરૂપી ચેતન્યસ્વરૂપી આત્મા - ચૈતન્ય સ્વભાવને ભાવતા (દેહાત્મબુદ્ધિ છૂટે). વિશ્વમાવાય માવાય’ એમ કહે છે. પોતે ચિતસ્વરૂપ માત્ર છે, એમ પોતાના સ્વરૂપને ભાવે), જે સ્વરૂપે છે તે સ્વરૂપે ભાવવામાં આવતાં (એટલે કે તેમાં આત્મબુદ્ધિ થતાં, તેમાં દૃષ્ટિ થતાં, તેમાં નિષ્ઠા થતાં કે “હું આવો જ ચિસ્વરૂપે છું . જો એ રીતે દેહાત્મબુદ્ધિ છોડવામાં આવે, દેહની દૃષ્ટિ છોડવામાં આવે તો તે અનંત કાળમાં નહિ કરેલું એવું અપૂર્વ કાર્ય છે ! અનંત કાળમાં નહિ કરેલું એવું અપૂર્વ કાર્ય છે ! એને (અહીંયા) એમ કહેવામાં આવે છે કે, એની બલિહારી છે !!
ધન્યવાદ છે તે જીવને, ધન્ય છે તે જીવને કે જેણે દેહાત્મબુદ્ધિ છોડી અને આત્મામાં આત્મબુદ્ધિ કરી. એમ કહેવું છે. અભ્યાસ સુગમ છે પણ એવો અભ્યાસ પણ કો'ક જીવ કરે છે. ભાગ્યે જ કોઈ જીવ કરે છે તે અપેક્ષાએ તેની દુર્લભતા ગણવામાં આવી છે અને એ પ્રકારની પરિસ્થિતિ છે કે અનાદિથી રૂઢ થયેલાં દેહાત્મબુદ્ધિરૂપ સંસ્કારો (છે) અને વર્તમાનમાં દેહદૃષ્ટિ - દેહાત્મબુદ્ધિ ચાલી રહી છે) અને પૂર્વકર્મના ઉદય પણ તે-તે પ્રકારના (આવે) કે, તરસ લાગી હોય તો પાણી પીધા વિના ચાલે નહિ. જુઓ ! કેવો ઉદય છે ! એક તૃષા લાગે તો પાણી પીધા વિના ચાલે નહિ. કેવો કર્મનો ઉદય છે !
આ તિર્યંચના કેટલાંક જીવો વનસ્પતિનો આહાર કરે છે તો કેટલાંક માંસાહાર કરે છે. એક ચકલું છે, (એ) માંસાહાર કરે છે ! નહિતર એ બહુ હિંસક પ્રાણી નથી. કબૂતર છે, ભલે એ વનસ્પતિનો, ચણનો આહાર કરી શકે છે પણ ઇયળ, ઝીણી જીવ-જીવાત જો ભાળે તો એને પણ ખાઈ જાય છે. કબૂતર છે, ચકલાં છે . હવે, એને ત્યાં વિવેક કરવાનો પ્રસંગ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પિરમાગમસાર-૨૪૩] નથી. અહીંયા મનુષ્યમાં લોકો માંસાહાર અને વનસ્પતિ આહારનો વિવેક નથી કરતાં તો ત્યાં તો ક્યાંથી કરશે ! એને ભૂખ લાગે છે, આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે અને એને વશ એ આહારની પ્રવૃત્તિ કરે છે. એમાં બીજાને શું થાય છે, અને આ પરિણામથી મારી દેહાત્મબુદ્ધિમાં મને શું થાય છે ? બેમાંથી એક પણ વિચાર રહી શકતો નથી. જુઓ પરિસ્થિતિ !
આવી પરિસ્થિતિમાંથી તદ્દન ઊલટી દિશામાં જાવું, આ પરિસ્થિતિ વચ્ચે તદ્દન ઊલટી દિશામાં જાવું છે કે આત્મા નિરાહાર સ્વરૂપ છે, નિરાલંબ નિરપેક્ષ છે, અનાદિ અનંત પોતાની શક્તિ અને સામર્થ્યથી અસ્તિત્વ ધરાવતું તત્ત્વ છે, કોઈના વિના સર્વ કાળે પરિપૂર્ણ છે તેથી અત્યારે પણ પરિપૂર્ણ છે. કેમકે પુરુષાર્થ તો અત્યારે કરવો છે ને પરભાવથી અને પરદ્રવ્યથી ભિન્ન તો અત્યારે થવું છે. એવા આત્માને શ્રદ્ધામાં સ્વીકારવો, એવાં આત્માને શ્રદ્ધેય બનાવવો, એવા આત્માને અભેદ અનુભવજ્ઞાનમાં લેવો અને એવાં શ્રદ્ધા જ્ઞાનમાં સ્થિર રહી જવું, એ કાર્યને ઉપરોક્ત પરિસ્થિતિ વચ્ચે દુર્લભ અને કઠિન ગણવામાં આવે છે. તોપણ તે અશક્ય ને અસંભવિત નથી. કદી નહિ કરેલું હોવાથી અને આ પરિસ્થિતિની વચ્ચે તે કાર્ય કરવું અઘરું દેખાતું હોવાં છતાં પણ એ અશક્ય ને અસંભવિત તો નથી જ. અનંતા આત્માઓએ એ કાર્ય કર્યું છે કે જે આત્માઓ આપણાં જેવાં જ હતાં, બીજી જાતનાં નહોતા. આપણા જ જેવાં હતાં, એમ કહે છે. અત્યાર સુધીમાં એવાં અનંતા આત્માઓ થઈ ગયાં.
(અહીંયા) કહે છે કે, દેહને દૃષ્ટિમાંથી છોડ. શારીરિક પ્રક્રિયા અને આત્માની ક્રિયા, શરીરની ક્રિયા અને આત્માની ક્રિયા એ ભિન્ન ભિન્ન પદાર્થની _ક્રિયા છે. એક પદાર્થની ક્રિયામાં, સંયોગમાં રહેલાં બીજાં જ પદાર્થની ક્રિયાનો અભાવ છે, ઠીક ! જીવના પરિણામમાં શરીરનો અભાવ છે, શરીરની અનેક પ્રકારની ક્રિયાઓમાં ચૈતન્યનો અભાવ છે. એમ એને ભિન્ન-ભિન્નપણે અવલોકવાનો પ્રયાસ થવો જોઈએ. ભિન્ન છે એને ભિન્નપણે અવલોકન કરવું છે. જે ભિન્ન છે તે અભિન્નપણે અનુભવાય છે તે ભૂલ છે અને તે મિથ્યાત્વની ભૂલ છે, મિથ્યાત્વની ભૂલ થાય છે, ગંભીર ભૂલ થાય છે, જન્મ-મરણ ઊભાં થાય એવી ભૂલ થાય છે. તેથી ભિન્ન છે એને ભિન્ન અનુભવવા માટે પ્રથમ એનું ભિન્નપણાનું અવલોકન શરૂ થવું જોઈએ. .
Page #212
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા -
૧૯૫
અનુભવની પૂર્વક્રિયા અવલોકનની છે. પહેલાં તો એને એમ નવો સંસ્કાર આવ્યો ને કે, હે જીવ ! તું દેહાદિ સ્વરૂપે નથી. દેહ સ્વરૂપે હું નથી - એમ કહ્યું પણ સાંભળ્યું ત્યારે દેહ સ્વરૂપે હું નથી' એવો અનુભવ નથી, અનુભવથી વિરુદ્ધ સાંભળ્યું. તો એણે પહેલાં એની તપાસમાં ઊતરવું જોઈએ કે, આ અનુભવ સાચો કે કહેનાર કહે છે તે પરિસ્થિતિ છે તે સાચી છે કે નહિ ? ચાલતાં પરિણામો, શરીરના અને આત્માના ચાલતાં પર્યાયો સંયોગમાં હોવા છતાં એની જુદાઈ છે કે એ એકમેક થયાં છે, એની તપાસમાં અને અવલોકનમાં એણે ઊતરવું જોઈએ.
અહીંયા પાછળ એક જગ્યાએ આવશે, (એક બોલ) ખેંચેલો છે, બનતા સુધી તો અનુભવ પ્રકાશ'ના પ્રવચનોમાંથી એ વિષય આવ્યો છે. પણ એ પણ સ્પષ્ટ આવ્યો છે કે, અવલોકન તે અનુભવની જ Line છે. વિચાર તે સીધી અનુભવની Line નથી. અવલોકનમાં વિચાર સાથે છે એટલે કોઈવાર અવલોકનની સૂક્ષ્મતાને ન સમજે એને વિચાર કરવા માટે કહેવામાં આવે છે કે, આનો તું વિચાર કર, આનો તું વિચાર કર, કેમકે વિચારથી એ વધારે પરિચિત છે અને અવલોકન સાથે પણ વિચાર હજી ચાલતો હોય છે. તેથી વિચારની પ્રધાનતાથી કહેવાય છે કે, તું આ વિચાર ! પણ ખરેખર એથી આગળ જઈએ તો અનુભવમાં પહોંચવા માટે “અવલોકન પદ્ધતિ' તે અનુભવ પદ્ધતિમાં આવવા સાથે વિશેષ સુસંગતતા ધરાવે છે. અથવા અવલોકનમાં એક પ્રકારે અનુભવની નજીક જવાતું હોવાથી અથવા અવલોકનનો વિષય અનુભવ હોવાથી (તે પદ્ધતિ વધારે સુસંગત છે). (કેમકે) અનુભવનું અવલોકન કરવું છે ને ! કે, જ્ઞાનની પર્યાય - ચૈતન્યની પર્યાય અને જડની - શરીરની પર્યાય એક છે કે જુદી છે ? બન્નેના પરિણામો, બન્નેની ક્રિયાઓ એક છે કે જુદી-જુદી છે ?
એક દૃષ્ટાંત લઈએ, માણસે એમ કહ્યું કે, મેં ખાધું.’ એમાં જીવે શું ખાધું ? જે કોઈ દાળ, ભાત, શાક, રોટલી થાળીમાં પડેલી હતી, એ પરમાણુઓ ત્યાંથી ક્ષેત્ર બદલી અને હોજરી સુધી ગયાં, મુખ વાટે હોજરી સુધી ગયાં. તો તે ૫૨માણુઓ તે જ પરમાણુઓ રૂપે રહ્યાં છે, ખવાઈ ગયાં નથી ! ખવાઈ એટલે ક્ષય થઈ ગયા નથી. ખય કહે છે ક્ષય(ને) ? એ પરમાણુ કંઈ ખવાણા છે, ક્ષય થઈ ગયા છે, એમ તો નથી. તેમ તે પરમાણુઓ ક્ષેત્ર
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પિરમાગમ સાર-૨૪૩]. બદલીને હોજરી સુધી જતાં જીવરૂપે થયાં છે, જીવમાં ભળ્યાં છે, જીવ સ્વરૂપે થયાં છે, એવું તો બન્યું નથી. તેથી જીવે કાંઈ ખાધું છે એમ તો સ્પષ્ટપણે નથી જ.
પુદ્ગલ પરમાણુઓ શરીરમાં ભળ્યાં, શરીરનાં સ્કંધમાં તે પણ સ્કંધરૂપે ભળ્યાં, હોજરીમાં જતાં લોહી બન્યું, અનેક પ્રકારનાં અવયવો સુધી પહોંચ્યાં તો એમાં કાંઈ જીવ (અને) એ ક્રિયાને કાંઈ લેવાદેવા નથી. પણ જૂઠો અનુભવ . મિથ્યા અનુભવ એમ કરે છે કે, મેં ખાધું !” “મેં ખાધું તેથી મને પુષ્ટિ મળે !” અને દેહ પુષ્ટ થતાં હું પુષ્ટ થયો’ એવો જે અનુભવ છે, એની દૃષ્ટિ અને એવો અનુભવ અને એવી મિથ્થાબુદ્ધિ છોડવા યોગ્ય છે. એવું અહીંયા ફરમાવે છે. આમ છે.
પ્રશ્ન :- અવલોકન એટલે ? ઉપયો|
સમાધાન :- અવલોકન એટલે અનુભવને તપાસવો. શું અનુભવ થાય | છે ? એમ તપાસવું એનું નામ અવલોકન છે. એ પ્રકારે અવલોકનનો વિષય
અનુભવ” હોવાથી અથવા એ અવલોકન એટલે “અનુભવ શું થઈ રહ્યો છે ?' એમ પોતે જ અનુભવસ્વરૂપ અવલોકન હોવાથી, અહીંયા કાર્યની ‘અનુભવ પદ્ધતિ’ ઊભી થાય છે. અહીંયા વિચાર પદ્ધતિથી આગળ જઈને તર્ક પદ્ધતિથી આગળ જઈને, તર્ક, યુક્તિ, ન્યાયથી આગળ જઈને અનુભવના પ્રકારમાં આવવું થાય છે. તેથી અનુભવ કરવા માટે અહીંયા અનુભવની Line જોડાય છે. આત્માનો અનુભવ કરવો છે ને ? ભિન્ન આત્માનો અનુભવ કરવો છે. અનુભવની Line માં જોડાવા માટે એ વાત ગુરુદેવશ્રીએ એમના શબ્દોમાં આગળ એક જગ્યાએ સ્પષ્ટ કરી છે.
પ્રશ્ન :- તો ત્યાં જીવે શું કર્યું ?
સમાધાન :- જીવે વિકારી પરિણામ કર્યા. “મારે ખાવું છે અને મેં ખાધું એમ ખાવાની ક્રિયા કરવાના અને આહારને ભોગવવાના, કરવાના ને ભોગવવાના મિથ્થાબુદ્ધિ સહિતના વિકારી પરિણામ કર્યા. આ જીવના કાર્યની મર્યાદા ત્યાં પણ આટલી છે. અનંતકાળ એણે એવાં પરિણામ કર્યા હોવા છતાં એક રજકણ પણ વજીવરૂપે થયો નહિ તે ન જ થયો ! કેમકે તેમ થવું અશક્ય અને અસંભવિત છે.
જુઓ ! જેનદર્શન જ અહીંથી જુદું પડે છે. જગતમાં કોઈ ધર્મના સંપ્રદાયમાં
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૭
કહાન રત્ન સરિતા આવાં ભેદજ્ઞાન નો વિષય નથી. વિજ્ઞાનમાં તો બધે ભૌતિક વિજ્ઞાન જ ચાલે છે, કયાંય આત્માનું વિજ્ઞાન તો છે જ નહિ. ભૌતિક વિજ્ઞાનમાં જ અનેક પ્રકારનું સંશોધન અને વિચારણાઓ ચાલે છે. પણ ધર્મનું ક્ષેત્ર છે અને અનેક ધર્મ સંપ્રદાયો વર્તમાનમાં વિદ્યમાન હોવા છતાં કોઈ ધર્મ સંપ્રદાયમાં જડ-ચેતન્યની ભિન્નતાના વિષયનું નિરૂપણ, ઉપદેશ અને બોધ જોવામાં આવતો નથી. અહીંથી જૈનદર્શન તાત્ત્વિક રીતે જુદું પડે છે. છતાં પણ જૈનદર્શનમાં પ્રવેશ કરીને કોઈ દેહની ક્રિયાને આત્માની ક્રિયા (માનીને) ત્યાગ અને સંયમના બહાને પણ દઢ કરે તો એ જૈનદર્શનના મૂળમાં ઘા પડે છે. મૂળ જે તત્ત્વનું સ્થાપન કરવું છે એનું ઉત્થાપન ત્યાં થઈ જાય
ઉપવાસ કર્યો છે અથવા તો આ પૂજા મેં કરી, પૂજાની ક્રિયા મેં કરી, સ્વાધ્યાયમાં આ પ્રકારે મન, વચન, કાયાની ક્રિયા મેં કરી, દાન દેવાની અને બીજાની દયા પાળવાની ક્રિયા મેં કરી’ (એ રીતે) અનેક પ્રકારના વ્રતસંયમમાં અને શુભ ભાવના શુભ યોગમાં ને શુભ ઉપયોગમાં (શરીરની ક્રિયા મેં કરી એમ માનીને પ્રવર્તે તો તે દહાત્મબુદ્ધિને દઢ કરે છે).
પ્રશ્ન :- એ ક્રિયા કોણે કરી ?
સમાધાન :- જડના પરિણામ જડ કરે છે અને ચૈતન્યના પરિણામ ચૈતન્ય કરે છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.” છે કે નહિ ? એમાં કોણે કરી એ ક્યાં પ્રશ્ન છે ! કોઈપણ ક્રિયાના પરિણામનો કર્તા તે પદાર્થ છે અને બીજો પદાર્થ નથી. એ તો ચોખે ચોખ્ખી વાત સમજી શકાય એવી છે. “એક પરિણામ કે ન કર્તા દરવ દોઈ બનારસીદાસજી એ આ “નાટક સમયસારમાં ગાયું. એક પરિણામકે ન કર્તા દરવ દોઈ' (એટલે બે દ્રવ્ય થઈને એક પરિણામ કરતું નથી. - એક પરિણામને બે દ્રવ્ય ભેગા થઈને કરે નહિ અને એક દ્રવ્ય બે પદાર્થના પરિણામને કરે નહિ. બે દ્રવ્ય સાથે મળીને એક પદાર્થના પરિણામને કરે, એવું કદી બનતું નથી કે, આ બે ભેગા થાય તો એક કાર્ય થાય ને નહિતર કદી ન થાય. જડ અને ચેતન સાથે મળે તો કાર્ય થાય ને નહિતર ન થાય—એવું નથી. જડના પરિણામ જડ કરે છે, ચેતનના પરિણામ ચેતન
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પિરમાગમસાર-૨૪૩] કરે છે.
મુમુક્ષ :- (બન્ને ક્રિયા) એક જ કરે છે, એવો ભ્રમ થાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- પણ ભ્રમ થાય છે. “જગતની રચના અસત્યનો આગ્રહ કરાવવાવાળી છે.' - શ્રીમદ્જીએ કહ્યું કે, આ જગતમાં સ્થૂળપણે જોવામાં આવે તો અસત્યનો આગ્રહ થાય એવી આ બધી રચના જોવામાં આવે છે.
અહીંયા તો એમ કહે છે કે તારે જન્મ-મરણ મટાડવાં છે ? દેહાતીત - અશરીરી મોક્ષદશા પ્રાપ્ત કરવી છે ? તો દેહને વળગવાનું છોડ. દેહાત્મબુદ્ધિ છોડ ! દેહની દૃષ્ટિ છોડ ! નહિ છોડ અને દેહમાં આત્મબુદ્ધિ રાખીને દેહને વળગી રહીશ, દેહમાં ઘણી પ્રીતિ રાખીશ તોપણ દેહ તને છોડશે, છોડશે ને છોડશે જ. તું દેહને નહિ છોડવા માગ તો દેહ તને છોડી દેશે. એ પરિસ્થિતિ તો આવ્યા વિના રહેવાની નથી.
તીવ્ર દેહાત્મબુદ્ધિ હોય ત્યારે માણસને શું થાય છે (કે) થોડી પણ અશાતા પાલવતી નથી. જરાક પ્રતિકૂળતા આવે તો (કહે) મને ન ફાવે.. મને ન ફાવે...! મને નહિ ફાવે ! ભાઈ ! આ ફાવવું . ન ફાવવું છે શું તારે? દેહાત્મબુદ્ધિ તો તારે છોડવી છે. હજી રાગથી ભિન્ન પડવું છે એ તો આગળની વાત છે પણ હજી તો તારે દેહથી ભિન્ન પડવામાં (દેહમાં) થોડીક ગડબડ થાય છે ત્યાં તને શાતાશિલીયાપણું આવે છે તો તું વિકલ્પથી ને રાગથી કેમ જુદો પડીશ, ભાઈ ? આ વિચારવા જેવો વિષય છે. આપણે ત્યાં તો ગુરુદેવે આ તત્ત્વજ્ઞાન બહુ મૂક્યું ને ! (એટલે) આમ કહે, દેહ ને આત્મા ભિન્ન છે, એ તો બહુ છૂળ વાત છે ! એ તો અમને ખબર છે ! પણ ભાઈ ! તને કાંઈ ખબર નથી !! જરાક અશાતા થાય, જરાક પ્રતિકૂળતા થાય, જરાક સગવડતા ઓછી મળે અને થોડીક અગવડ ઊભી થાય અને ઘરમાં તો બધું એવું સરસ ગોઠવે કે એક નાનામાં નાની પ્રતિકૂળતા એને ન પડે ! અહીંયા આ જોઈએ.. અહીંયા આ જોઈએ... અહીંયા આ જોઈએ... અહીંયા આ જોઈએ... એવું બધું લાઈનસર, રોજિંદી ટેવ પ્રમાણે ટેવ પુષ્ટ થાય ને ટેવ રૂઢ થાય, કુટેવ છે એ છૂટે નહિ ! શું? એ બધી કુટેવો છે. કુટેવ છે એ છૂટે નહિ. જીવ એવી રોજની ગોઠવણી કરી નાખે છે.
ભાઈ ! અહીંથી છૂટીને ક્યાં જઈશ ? ત્યાં કોઈ માસીબાનું ઘર નથી ! ત્યાં તારી બધી અનુકૂળતાઓ સચવાઈ રહે એ કોઈ પરિસ્થિતિ છે નહિ.'
Page #216
--------------------------------------------------------------------------
________________
riા
કેમ
કહાન રત્ન સરિતા
૧૯૯ એટલે થોડોક આગળનો વિચાર કર ! આગળનો વિચાર કર (એમ) નહિ પણ આખા ભવિષ્યનો વિચાર કર, અહીં તો એમ કહે છે). જો તારામાં વિવેક હોય તો અનંત કાળના ભવિષ્યનો તું વિચાર કર ! અને અત્યારે જ દેહાત્મબુદ્ધિ છોડ ! એમ કહેવું છે. જો એટલી હદે તું આવ્યો (એટલે કે) દેહથી ભિન્ન આત્માના અનુભવમાં આવ્યો તો તારી બલિહારી છે !! ભગવાન કહે છે કે, એવું પરાક્રમ કરવા માટે અમે તને શાબાશી અને ધન્યવાદ આપીએ છીએ ! દુનિયાના Certificate ની હવે તારે જરૂર નથી.
કોઈ સમ્યફદૃષ્ટિ એવાં હોય કે એને બહારમાં યશ નામ કર્મનો ઉદય ન હોય. મિથ્યાદૃષ્ટિને એવા યશ નામ કર્મનો ઉદય હોય કે ચારે કોરથી વાહ..વાહ.. થતી હોય ! સમ્યદૃષ્ટિને શું વિચાર આવે ? ત્યાં એ શું વિચાર કરે ? એ એવો વિચાર કરે કે, ભગવાનનાં જ્ઞાનમાં તો મને ધન્યવાદ મળી ચૂક્યાં છે !! આ જગતના મિથ્યાષ્ટિઓ મને ન ઓળખે તો એ તો એક સારી વાત છે કે જેને લઈને એ લોકોનો મને ઉપદ્રવ પણ રહેશે નહિ! એ તો ઉપદ્રવ છે. બીજાં જીવોની સાથે સંયોગમાં રોકાવું પડે એ તો મોટો ઉપદ્રવ છે. એ ઉપદ્રવથી (હું) છૂટીશ.
સોગાનીજી સાથે શરૂઆતમાં અંગત પરિચય થયો ત્યારે પહેલે વર્ષે તો નહિ પણ બીજે ત્રીજે વર્ષે એમને ખ્યાલ આવ્યો કે, કદાચ અહીંયા ધાર્મિક મુમુક્ષુઓમાં પણ મારા વિષે કાંઈક વાતચીત થાશે તો અનેક જણાનો પરિચય વધશે અને એ મને એકાંત સેવવાવાળાને પસંદ નહિ પડે, અનુકૂળ નહિ રહે. સાધના માટે અનુકૂળ નથી, નિમિત્ત તરીકે હોં બાકી એ કાંઈ નડતા નથી, પણ નિમિત્ત તરીકે એનો વિવેક છે. એકવાર કહે છે, “મેં આપસે આશા કરતા હૂં કિ મેરે વિષયમેં આપ કિસીકો કુછ નહીં કહેંગે.” વચનબદ્ધ કર્યું. “મારા માટે તમે કોઈને કાંઈ નહિ કહો એવી હું આશા રાખું છું. ઠીક ! એટલે એમના વિશે ક્યાંય વાત ન કરવી એમ નક્કી કર્યું. છતાં ઉદય કોઈને છોડતો નથી. વાત જેટલી હદે બહાર આવવાની હતી તે કાળે તેટલી હદે આવી ને ત્યારપછી જેટલી હદે આવવાની હતી તેટલી હદે આવી. પણ સાધકની ભાવના સાધનાને અનુકૂળ થાય એવી હોય છે. એમાં બહારનાં માન-અપમાનની તણખલાં જેટલી પણ કિંમત તેમને આવતી નથી. મનુષ્ય પર્યાયમાં માને તો મારી નાખે છે ! અને માનને લઈને મોટા મોટાં
1
- -
આ
રા:નક
ક
ઇ
જ
નાનકડાક:--
:
..*
*
*
*કેન
-1 - -
-
-
-
- -
* r
.
'' ''..
.
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૦
[પરમાગમસાર-૨૪૩] તોફાન થાય છે. ને અહીંયા તો પહેલેથી જ આ વાત છે કે, ભગવાન એમ કહે છે કે, તને દેહાત્મદ્રષ્ટિ છૂટી... ધન્ય છે તને !! તેં અનંત કાળથી નહિ કરેલું એવું અપૂર્વ પરાક્રમ કર્યું ! શાબાશ છે તને !! હવે તું અમારી Line માં (હરોળમાં આવ્યો ! જિન થયો ! ચોથા ગુણસ્થાન પહેલાં કરણ લબ્ધિમાં (આવે તે જીવને) “જિન” કહ્યો છે ! ધવલ' (શાસ્ત્રમાં) “વીરસેન સ્વામી’ એ કરણ લબ્ધિમાં આવેલાં જીવને એમ કહ્યો કે, “સમ્યક્ પ્રકારે” દર્શનમોહ જેવા મહાન વિકાર ઉપર એણે વિજય પ્રાપ્ત કર્યો છે; બીજાં બધાં વિકાર જીતવા સહેલાં છે, દર્શનમોહને જીતવો અઘરો છે, . એના ઉપર એણે વિજય મેળવ્યો છે (માટે) આ તો “જિન” થયો છે !! ભાવિ નગમનયે પણ એ જિન છે ! કેમકે એ જિન થશે. કરણલબ્ધિમાં આવેલો જીવ અસંખ્ય સમયમાં, અનંત સમય નહિ, (પણ) અસંખ્ય સમયમાં પરિપૂર્ણ જિન થશે, તેથી ભાવિ નિગમનયે પણ તે જિન' છે. અને અત્યારે ... સમઅભિરૂઢ નયે, “અત્યારે ને સમઅભિરૂઢનય કહે છે, - દર્શનમોહ જેવા મહાવિકાર ઉપર વિજય મેળવ્યો હોવાથી એને જિન” કહેવામાં આવે છે. “જીતે તે જિન”. એટલી વાત છે. સમ્યક્ પ્રકારે આત્માની સન્મુખ થઈને - આત્માનો આધાર લઈને જે જીત મેળવે (એટલે કે નિર્વિકાર પરિણામમાં આવે તેને “જિન” કહેવામાં આવે છે. એમાં એક ‘અપૂર્વ કરણ' છે. ત્રણ કરણ કરે છે એમાં એક ‘અપૂર્વ કરણ' છે.
(અહીંયા) કહે છે કે, આ તો શૂરવીરના ખેલ છે. અંતર પરાક્રમનો આ વિષય છે. શ્રીમદ્જીએ તો એવી ઉપમાઓ દીધી છે કે, દસ હજાર સુભટને એકલે હાથે જીતે અને ભૂજાએ કરીને સ્વયંભૂરમણ સમુદ્ર તરી જાય, તેના કરતાં પણ દર્શનમોહને જીતનાર સુભટ છે, શૂરવીર છે ! એમ લીધું છે. મોટું પરાક્રમ ! એ ૨૪૩ થયો.
Page #218
--------------------------------------------------------------------------
________________
“ભાઈ ! સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું : ફેર પડ્યો? બહારમાં ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. અને કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ છે લક્ષ છૂટી જાય, અને તારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે.' ૨૪૮.
•
0.
પ્રવચન-૨૨, તા. ૨૨-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ-૨૪૮) “ભાઈ ! સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો?” સંયોગોનો ત્યાગ થયો એટલે આ સધનતામાંથી નિર્ધનતા આવી અથવા પરિવારના કોઈપણ સભ્યની ગેરહાજરી થઈ, અનઉપસ્થિતિ થઈ અથવા આ શરીરનું વજન ઘટી ગયું - લ્યો ! આ (પણ) સંયોગ છે ને ? પુષ્ટ શરીર હોય લઠ્ઠ જેવું. ઘસાતું ઘસાતું દુબળું થઈ જાય, હાડકાં ચામડાં રહી જાય અથવા અવસ્થાને કારણે શિથિલ થઈ જાય, કરચલી પડે છે ને બધે? સોનું ખાય તો પણ કરચલી પડે હોં ! તો કહે છે કે એમાં તારી અવસ્થામાં શું ફેર પડ્યો ? તારી જે અવસ્થા (એટલે કે જ્ઞાનમાત્ર - માત્ર જાણવું, એવી જાણવાંરૂપ જે તારી અવસ્થા એમાં શું ફેર પડ્યો છે?
મન - - -
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પિરમાગમસાર-૨૪૮] સંયોગનો અભાવ થયો, સંયોગનો ત્યાગ થયો તો તારા જ્ઞાનની અવસ્થામાંથી શું ઓછું થયું ?
સોનીને ત્યાં સોનું (આપ્યાં પછી) પાંચ તોલામાંથી દસ ટકા ઓછું થયુંનેવું ટકા રહ્યું, બરાબર છે. અહીંયા કહે છે કે તારી જાણવારૂપ જે જ્ઞાનની પર્યાય (છે) એમાં કેટલા ટકા ઘટ્યાં ? સંયોગ ઘટ્યો એમાં તારી અવસ્થામાંથી શું ઘટ્યું ? કહે છે, તારી અવસ્થામાં કાંઈ ફેર પડતો નથી. એ તો અવસ્થા છે કે જે સંયોગ અને વિયોગ ને જાણવામાં નિમિત્ત છે એવી જ્ઞાનની અવસ્થા છે.
જેને જાણવાનો સંબંધ છે. એવા જ્ઞાનમાંથી પણ કાંઈ ઘટતું નથી. તો જેને સંબંધ નથી એવો જે પરમ પારિણામિક ભાવ એને તો કોઈની સાથે કાંઈ સંબંધ નથી. આ તો નોકર્મ છે, જેમાં સંયોગનો વિયોગ થાય છે એ તો નોકર્મ છે, પણ પરિણામિક ભાવને તો કર્મના ઉદય સાથે પણ સંબંધ નથી અને ચારે પ્રકારની અવસ્થા . ઉપશમ, ક્ષયોપશમ, (સાયિક) ને ઓદયિકભાવ સાથે પણ એને સંબંધ નથી. ચારેથી જુદો છે. એ રૂપ જે તારું મૂળ સ્વરૂપ છે, પરમ પરિણામિક ભાવ કે જે તારું મૂળ સ્વરૂપ છે, જે સિદ્ધપદરૂપ છે, સદાય સિદ્ધપદરૂપ છે . એમાં શું ફેર પડ્યો? પરિપૂર્ણ સ્વરૂપમાં કાઈ અપૂર્ણતા થતી નથી. કોઈપણ પ્રકારના સંયોગનો વિયોગ થતાં આ પૂર્ણ સિદ્ધપદમાં કાંઈપણ ઊણપ થતી નથી. કાંઈપણ અપૂર્ણતા થતી નથી, આમ છે. (અહીંયા) કહે છે કે તારી જ્ઞાનની અવસ્થામાં પણ) ફેર પડતો નથી તો અંદરમાં જે પૂર્ણ સ્વરૂપ ત્રિકાળ સામાન્યરૂપ રહે છે એ તો એનાથી ઘણું દૂર છે. - નિયમસારમાં ૩૦મી ગાથા પછીનો જે (૫૪ નંબરનો) કળશ છે એમાં એ વાત લીધી છે કે સર્વ તત્ત્વોમાં સાર છે એવો આ પરમપરિણામિક ભાવ કારણ પરમાત્મા એ નાશ પામવા યોગ્ય એવા સર્વ ભાવોથી દૂર છે, એમ લીધું છે. દૂર છે ! આવે છે ? “દૂર' એમ આવે છે. નાશ પામવા યોગ્ય એટલે ચારે પ્રકારના ભાવો લઈ લેવા.
સર્વ તત્વોમાં જે એક સાર છે....” “નયતિ સમયસાર કારણ પરમાત્માને અહીંયા સમયસાર કહ્યો છે. “નયતિ સમયસર: સર્વત સાર સર્વ તત્ત્વોમાં એક સાર રૂપ છે અને જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂર છે,
Page #220
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૦૩ સવનવિનયવ્ર: વિલય થાય છે એવા સકલભાવો (થી દૂર છે. ઉત્પાદન વ્યયરૂપ ચારે પ્રકારનાં વિલય પામવા યોગ્ય ભાવો – તેનાથી તે દૂર છે. જો એના પર્યાયોથી એ દૂર છે તો સંયોગ ને વિયોગથી તો તે અત્યંત દૂર છે.
એમ અહીંયા પ્રશ્ન પૂછે છે. જોરથી વાત કરવી છે ને ! એટલે પ્રશ્ન ચિહથી વાત લે છે કે, “ભાઈ ! સંયોગનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો ?” તું હરખ-શોક તો પર્યાયમાં વેદ છે ને ? કે અરેરે... મારું ચાલ્યું ગયું, પણ ભાઈ તારામાંથી કાંઈ ચાલ્યું ગયું નથી. તારો એક પ્રદેશ ઓછો તો થયો નથી પણ તારો એક પ્રદેશ ખાંગો-ખોડો થયો નથી ! ખોડખાંપણ એક પ્રદેશમાં આવી નથી ! તારો એક ગુણ ઓછો (તો) થયો નથી, પણ તારા એક ગુણમાં ખોડખાંપણ ઊભી થઈ નથી. સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી. પર્યાયમાં ફેર પડતો નથી તો સ્વરૂપમાં ફેર પડવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. પણ સંયોગને વળગે છે ને ! એટલે દુઃખીનાં દાળીયા થઈ જાય છે. જો અંદર સ્વરૂપને વળગે તો અંદરમાં આનંદ રસાયણ પ્રગટે છે. રસાયણિક પદ્ધતિથી એ ફેરફાર થાય છે. એકદમ ફેરફાર થાય છે. એ રસાયણિક પદ્ધતિ લીધી છે. “અનુભવ રસાયણ’ એને કહ્યું છે.
(કહે છે કે, “....સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો?” આમાં એક બીજો પણ Undertone છે . ધ્વનિ બહુ સારો છે. જો તારે અંતરમાં અભ્યાસ કરવો હોય તો અવલોકનના અભ્યાસની આ પદ્ધતિ છે કે તું અંદરમાં જોતો જા ક્ષણે, ક્ષણે. પ્રસંગે પ્રસંગે, સર્વ ઉદયના કાળમાં તું અંદર અવલોકન કરતો જા. (દા.ત.) આ દુઃખ થયું વિયોગનું દુઃખ થયું (તો અવલોકન કર કે) આ મારી પર્યાયમાંથી શું ગયું ? મારામાંથી શું ગયું? આ હરખ થર્યો (તો) મારામાં શું આવ્યું ? (અવલોકન કરતાં માલૂમ પડશે કે, કોઈ ફેર પડતો નથી. બહારના ફેરફારોને, આવવાને કે જવાને આત્મામાં કોઈ ફેર પડતો નથી. તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? (તો) કાંઈ ફેર પડતો નથી. તપાસ ! એમ કહે છે ! એ અવલોકનથી તપાસવાનો એની અંદર ધ્વનિ છે. એને પ્રતીતિ એ વગર આવશે નહિ. - વારંવાર અવલોકન કરીને એ તપાસશે ત્યારે એને ખાત્રી થશે કે આ દુઃખ થાય છે કે હરખ થાય છે (તે) ખોટું થાય છે. અંદરમાં મારામાં કાંઈ
- -
-
- -
-
-
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પરમાગમ સાર-૨૪૮] ફેર પડતો નથી. આ કલ્પનામાત્રથી મારાપણું સેવીને માત્ર દુઃખ-સુખ વેદવામાં આવે છે, પણ અંદરમાં સુખના કાળે કાંઈ આવતું નથી ને દુઃખના કાળે કાંઈ જતું નથી. એમ પ્રત્યેક ઉદયના કાળમાં પોતાને જોવે અને તપાસે તો પોતાની ભિન્નતા ભાસે અને પ્રતીતિ થવાનો અવસર આવે. ભિન્નતા ભાસે તો પ્રતીતિ થવાનો અવસર આવે. એ એક અપૂર્વ કાર્ય છે ! આ પ્રકારની અંતર અવલોકનની પદ્ધતિથી વારંવારની Practice (અભ્યાસથી) વિચારથી નહિ (પણ) વારંવારની અવલોકનની Practice થી ભિન્નતાનો અભ્યાસ - ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ.
આપણે ભેદજ્ઞાન કરવાની અનેકવાર ચર્ચા ચાલે છે એમાં આ એક ખાસ પદ્ધતિનો વિષય છે. નહિતર એ પ્રશ્ન થાય એવું છે કે ભેદજ્ઞાન કરવા યોગ્ય છે, સર્વ સાધકો ભેદ જ્ઞાન કરે છે, ભેદજ્ઞાનથી અનુભવ થાય છે, ભેદજ્ઞાનથી મોક્ષમાર્ગમાં વિકાસ થાય છે, પૂર્ણતા થાય છે . પણ ભેદજ્ઞાન શરૂ કેવી રીતે કરવું ? આ પ્રશ્ન ઊભો થાય છે. અમારે ભેદજ્ઞાન કરવું છે પણ થતું નથી.
એને એમ કહે છે કે જો ! તારા ઉદયના પ્રસંગે તું જો ! તારામાં શું આવ્યું ? આ ઉનાળો છે, તરસ લાગે ત્યારે ઠંડું પાણી પીવાની માણસ ઇચ્છા કરે છે. ન મળે તો ભલે પછી જે મળે તે પી લ્ય. કેમકે આખરમાં તો શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે સોસ પડે છે. આ શરીર પુદ્ગલનો પિંડ છે - એમાં કેટલાક પ્રવાહી ભાગ છે, કેટલોક વાયુનો ભાગ છે, કેટલોક ઘનનો ભાગ છે. ઘન, પ્રવાહી ને વાયુ . એમ ત્રણ પ્રકારે જડ પુદ્ગલ .પરમાણુઓની Physical position છે. એને Physical position કહે છે. એમાં
જ્યારે પાણીનું પ્રમાણ ઘટે છે ત્યારે પાણી બહાર જાય છે. પસીના વાટે, પેશાબ વગેરે વાટે પાણી ઓછું થાય છે ત્યારે સોસ પડે છે. એટલે નવું પાણી પીવાની ઇચ્છા થાય છે. ઉનાળામાં વિશેષ બને છે. કેમકે પસીનો વગેરે વધારે થાય. તો ઠંડું પાણી ઘટક...ઘટક..ઘટક.. પીધું તરસ લાગી હોય ને ઘટક...ઘટક... ઠંડું પાણી પીએ છે ત્યારે હાશ તરસ મટી, (એમ) કહે છે. (હવે કહે છે કે એ હાશ કર્યું, પણ તારી પર્યાયમાં શું આવ્યું તે તો જો !
એક પાણી પીવાની સાધારણ ક્રિયામાં પણ પાણીના પુદ્ગલો સાથે તે
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૦૫
કહાન રત્ન સરિતા આટલું બધું એકત્વ કરી લીધું ! વાત તો સાધારણ છે. રોજિંદો પ્રસંગ છે. પાણી પીવાનો તો રોજનો ઉદય પ્રસંગ છે. ખાવું-પીવું વગેરે શરીરની અમુક ક્રિયા તો રોજની છે ને ? હવે એમાં પણ એકમેક થઈને (પરિણમે છે). એમાં પણ એવો) ટેવાઈ ગયો હોય; ઘરમાં સાધનો ગોઠવ્યાં હોય પણ આ ઇલેકટ્રીક બંધ થાય ને કાંઈક બીજું ત્રીજું થાય અને બરફની અછત ઊભી થાય ને બીજું કંઈક થાય ત્યારે આકુળતા... આકુળતા... આકુળતા... કરી બેસે ! આ રાજ્યમાં આમ થાય છે ને, આ દેશમાં આમ થાય છે ને આ ગામમાં આમ થાય છે. આ ઘરમાં આમ થાય છે ને. આ તમે બધાં વ્યવસ્થા રાખી શકતાં નથી. નથી રાજવાળા રાજની વ્યવસ્થા રાખતાં ને ગામવાળા ગામની રાખતાં ને ઘરવાળા ઘરની રાખતાં. એ બધાં ઉપર રોશ-તોશ થઈ જાય છે ! ભાઈને અનુકૂળતા રહેતી નથી કારણ આટલું જ કે ભાઈને અનુકૂળતા રહેતી નથી. પણ બાપુ ! એ બધી એકત્વની ઉદયની પરિસ્થિતિ તારે ક્યાં સુધી લંબાવવી છે ? અનંતકાળથી તો એ પદ્ધતિએ તું જીવતો આવ્યો અને એમાં તને ક્યાંય સુખ-ચેન નથી. અત્યારે નથી, ભૂતકાળમાં ન્હોતું અને ભવિષ્યમાં રહેશે નહિ.
હવે તો પ્રત્યેક ઉદયના પ્રસંગે તું જો તો ખરો ! એમ કહેવું છે. બહુ સરસ (વાત આવી છે). ભેદજ્ઞાનની પ્રક્રિયા કેમ કરવી ? એ પદ્ધતિનો આની અંદર એક આખો Undertone છે. તું જો (તો) ખરો, તપાસ તો ખરો, કે તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? નાનામાં નાની પાણી પીવાની ક્રિયાથી માંડીને, મોટામાં મોટી વિયોગની, શરીરની - દેહની છૂટવાની ક્રિયા સર્વ ઉદયના કાળમાં એક જ પદ્ધતિ છે, પદ્ધતિ બીજી નથી. અવલોકન કર આ પદ્ધતિ છે. અવલોકન કર કે તારામાં શું ફેર પડે છે ? આવે છે શું ? ઠંડું પાણી પીધું એમાં આવ્યું શું ? કે તું કોરેકોરો નક્કોર રહ્યો છે. તારામાં કાંઈ આવ્યું નથી. એક રજકણ તારામાં આવ્યું નથી અને શરીર છૂટવા પર્વતના કાળથી તારામાંથી કાંઈ જતું નથી. અખંડ, અભેદ (એવા) તારા પરિપૂર્ણ સ્વરૂપથી સદાય તું જીવતો છો. સાધકોને એવા દેહ છૂટવાના પ્રસંગો બને છે કે આ બાજુ દેહ છૂટે - આયુષ્ય પૂરું થાય અને આ બાજુ શુદ્ધોપયોગમાં લીન હોય !! છેલ્લાં ઉપયોગમાં હોં ! વિગ્રહગતિમાં ઉપયોગ નથી. અસંખ્ય સમયનો ઉપયોગ છે ને ! પણ અહીંયા છેલ્લાં સમયોમાં નિર્વિકલ્પ શુદ્ધોપયોગમાં
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
[પરમાગમસા૨-૨૪૮]
આનંદમાં તરબોળ (હોય), આત્મા આનંદના સાગરમાં ડૂબ્યો હોય ! હિલોળા લેતો હોય ! અને આ બાજુ શરીર છૂટું પડવાની તૈયા૨ી થતી હોય, છેલ્લી ક્ષણો ચાલતી હોય ! એને શું દુઃખ છે ? જો શરીરના છૂટવારૂપ મૃત્યુથી દુઃખ હોય તો એ કાળે એને પણ એટલું દુ:ખ થવું જોઈતું હતું.
તને તો હજી બીજાનાં મૃત્યુથી દુ:ખ થાય છે કે અરેરે...! મારા ફલાણાં... મારા ફલાણાં... મારા ફલાણાં... પણ અહીં તો કહે છે કે તારા શરીરના
છૂટવાથી પણ તને દુઃખ નથી, હાલ ! બીજાનાં શરીરનાં છૂટવાથી તો દુઃખ નથી, પણ તારા શરીરના છૂટવાથી વિયોગથી પણ તને દુઃખ થાય, એમ ખરેખર નથી. પછી બીજાં દુઃખના પ્રસંગોથી દુઃખ છે એ વાત તો (રહેતી નથી). એનું તો સમાધાન કરવાનું શીખડાવવાનું રહેતું નથી. બહુ અમૂલ્ય વચનો છે ! જો જીવ એની રીત ને વિધિ શીખી જાય (અને) ભેદજ્ઞાનની અવલોકન પદ્ધતિમાં આવે તો ન્યાલ થઈ જાય એવી વાત છે !! ભેદજ્ઞાન કરવું એટલે તું તપાસ - જો તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? તું તપાસીશ તો તને માલૂમ પડશે કે મારી પર્યાયમાં કાંઈ ફેર પડતો નથી. જાણનાર એવો હું અને જાણનાર એવી જે મારી જ્ઞાનની પર્યાય એમાંથી તો કાંઈ ગયું નથી. એ જાણવાનું તો એટલું ને એટલું ચાલુ છે. જ્ઞાનમાંથી કાંઈ જતું નથી. જાણનાર એવું જે જ્ઞાન, એ જ્ઞાનમાં ઓછપ થઈ ગઈ અને જ્ઞાન ”ઘટી ગયું એવો પર્યાયમાં કોઈ ફેરફાર થયો નથી, એટલું ને એટલું જ્ઞાન છે. કાંઈ ફેરફાર થયો નથી. એમ અંદરમાં પોતે જુદો છે એમ અવલોકન કરવું તે ભેદજ્ઞાનનું કાર્ય છે. એમ કહેવું છે. શું ફેર પડ્યો તારામાં ? કે કાંઈ ફેર પડ્યો નથી. બહારમાં ઓછા-વત્તા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. જો આ રીતે એ અંદરમાં ભેદશાન કરતો રહે એટલે પોતે જુદો છે એમ તપાસીને જાણતો રહે તો એને સંયોગોનું ઓછા-વત્તાપણાનું લક્ષ છૂટી જાય કે અરેરે ! મને હીણા સંયોગ છે ને ફલાણાંને વધારે સંયોગ છે.
અહીં તો સંસારી પ્રાણીને એવું થાય છે કે સગા ભાઈને ત્યાં સંયોગ જ્યાં વધે ને ! ત્યાં એને અંદરમાં એમ થાય કે અરેરે..! હું વાંહે (પાછળ) રહી ગયો ને આ આગળ નીકળી ગયો. આને ઘણું આવે છે ને ઘણું મળે છે ને મારી કાંઈ એટલી આવક નથી. અરેરે! હું નાનો ને એ મોટો થઈ ગયો. સંયોગ વધતાં એ મોટો થઈ ગયો ને હું નાનો રહી ગયો. એ
Page #224
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૦૭ સંયોગનું લક્ષ છે. એવી લાગણીમાં સંયોગનું લક્ષ છે. પોતાને તપાસતો રહે તો એ સંયોગનું લક્ષ છૂટી જાય. નાસ્તિથી સંયોગનું લક્ષ છૂટી જાય અને અસ્તિથી જ્ઞાન સ્વભાવનું લક્ષ થઈ જાય ! આ લક્ષ થવા માટે આ બધી વાત છે. લક્ષ થવાને તેહનો....' તેહનો એટલે આત્માનો, નિજસ્વરૂપનો. નિસ્વરૂપનું લક્ષ થવા “કહ્યાં શાસ્ત્ર સુખદાયી' નિજસ્વરૂપનું લક્ષ થવા માટે
આ શાસ્ત્રો જે સુખના દાતાર છે, જેનો બોધ સુખનો દાતાર છે, જે નિત્ય બોધક છે . એવાં શાસ્ત્રો કહેવામાં આવ્યાં છે.
(અહીંયા) શું કહે છે ? કે બહારમાં ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. (અર્થાતુ) હીણા સંયોગોથી હું હીણો નથી અને ઘણાં સંયોગોથી હું મહાન નથી. મારી મહાનતા સર્વકાળે પૂરેપૂરી છે. ત્રણલોકનો નાથ હું સદાય છું ! સંયોગો ગમે તે હોય તેની સાથે મારે લેવા દેવા નથી. પણ બિીજાં માનતા નથી. હું મહાન છું એમ બીજા માનતા નથી. (તો શું) તારે બીજાને મનાવીને મહાન થવું છે કાંઈ ? બીજા મહાન માને તો તારી મહાનતા છે ને નહિતર તારી મહાનતા નથી, એવી હીણા પ્રકારની મહાનતા પણ તારી નથી. તારી મહાનતા એવી મહાન છે કે બીજાં ન સ્વીકારે તોપણ એ મહાન જ રહે છે. એ હીણી થતી નથી. આમ છે.
પોતે તો ન કહે પણ બીજો કહે ત્યાં એને ગલગલીયાં થાય ! ઠીક ! આ મારા વખાણ થાય છે, મારી પ્રશંસા થાય છે, મારા છાપા છપાય છે ને મારા ફોટા છપાય છે અને ચારે કોર મારી વાહ-વાહ બોલાય છે, આખા સંઘમાં મારી વાહ-વાહ બોલાય છે. કહે છે કે ભાઈ ! તું સંઘપતિ નથી પણ તું તો ત્રિલોકનાથ, ત્રિલોકપતિ છો ! (સંઘપતિ તો) નાનું પદ છે. નાના પદમાં તને હોંશું થાય છે ! તને હનપદમાં મહાનતા ભાસે છે !! દારૂ પીને કીચડના - કાદવના ગંધાતા ખાબોચિયામાં પડે અને દારૂની ગરમી શરીરમાં વ્યાપી હોય એટલે ઠંડક સારી લાગે, એના જેવી વાત છે. તારું મહાનપદ એવડું મોટું છે કે એને કોઈ બીજો મહાનતા આપે તો એની મહાનતા અને નહિતર નહિ, એની અપેક્ષા પણ એને નથી. કોઈની અપેક્ષા વિના એ મહાન છે.
એમ પોતાના પરિપૂર્ણ પદને લક્ષમાં લે ત્યારે એને ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય છે. બન્ને એકસાથે બને છે. આ બાજુ સંયોગનું
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
[પરમાગમસા૨-૨૪૮]
લક્ષ છૂટે તો આત્માનું લક્ષ તે જ કાળે થાય. જે કાળે આત્માનું લક્ષ થાય જ કાળે એને સંયોગનું લક્ષ છૂટી જાય છે, આમ છે.
મનુષ્યભવમાં બીજાં સંયોગો કરતાં પણ માનની વિશેષતા - માન કષાયની વિશેષતા વિશેષ પ્રકારે જીવોને પ્રવર્તે છે. પૈસા ન હોય તો માણસને ચાલે. પણ જો માન મળતું હોય તો ભૂખ્યો રહેવાં પણ તૈયાર (છે) ! પછી એનું ગૌરવ લે કે ભલે એની પાસે કોઈ બીજાં સંયોગો નથી પણ એનું માન તો જુઓ ! એને કેટલું માન મળે છે ! કહે છે કે એ પણ સંયોગનું લક્ષ છે. બીજાંઓ આમ કહે છે એવાં સંયોગોનું એમાં લક્ષ છે અને એ સંયોગનું લક્ષ છે ત્યાં સુધી આત્માનું લક્ષ નથી. આત્માના લક્ષનો એમાં અભાવ છે, એવું આ સંયોગનું લક્ષ છે. એ છૂટી જાય છે, આત્માનું લક્ષ થતાં એ છૂટી જાય છે. બીજો એનો કોઈ ઉપાય નથી.
(કહે છે કે) ‘...સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. અને કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, અને તારો પર્યાય ચૈતન્યવસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે.' લ્યો ! આમ ત્યાગ છે. કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, (પણ) જ્ઞાન થાય હોં ! ખબર પડે. એની અવસ્થામાં છે ને ! (એટલે એનું જ્ઞાન થાય). એટલે કષાય તીવ્ર થાય, કષાય મંદ થાય (પરંતુ) રસ તીવ્ર ન થાય. જેને સ્વરૂપનું લક્ષ હોય અને આ સંયોગનું લક્ષ છૂટી ગયું હોય, એને સ્વરૂપના રસના કારણે ચૈતન્યરસ પેદા થયો છે ઉત્પન્ન થયો છે. એના કારણે વિરુદ્ધ એવો જે કષાય રસ એ તીવ્ર નથી થતો. પણ કદાચિત્ કષાય તીવ્ર થાય છે, કષાય મંદ થાય છે, એમ તીવ્ર, મંદ - તીવ્ર, મંદ કષાયમાં થાય કરે છે તો એનું પણ લક્ષ છૂટી જાય, એ ગૌણ થઈ જાય. એ મંદ થયો એટલે એમાં શું (થાય છે કે) (જે) તીવ્ર કષાય હતો ને મંદ થયો. (કષાય) હોય (ખરો) પણ એના ઉપર એનું વજન જતું નથી.
કષાય તો મંદ થયો ને ! કષાય તીવ્ર તો ન થયો ને ! આટલું નુકસાન થયું તો પણ દુ:ખ તો ઓછું થયું ને ! આ સમજ્યાં માટે એટલું દુ:ખ ઓછું થયું ને ! એટલો સમજણનો પ્રભાવ તો ખરો ને ! એમ કષાય ઉપર લક્ષ રાખવાનું નથી, એમ કહે છે. એ લક્ષનોં વિષય નથી. ખ્યાલ આવે, પણ એના ઉપર વજન જાય કે એનું લક્ષ થાય તો એ પદ્ધતિ ખોટી છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
એ પદ્ધતિ સાચી નથી.
એટલે એમ કહે છે કે ...કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય, અને તારો પર્યાય ચૈતન્યવસ્તુને પકડીને પરિણમે...' (કષાયનું) લક્ષ છૂટે છે, એ સમ્યગ્દર્શન પહેલાં લક્ષ ફરે છે, નિર્ણય થાય છે ત્યારે, ભાવભાસન થાય છે ત્યારે. અને જ્યારે આગળ વધીને તારો પર્યાય (ચૈતન્યવસ્તુને પકડે) એટલે જ્ઞાનમાં અખંડ ચૈતન્યનું ગ્રહણ થાય, અભેદભાવ થાય, ભાવથી અભેદતા થાય (અર્થાત્) પર્યાય પર્યાય રહે, દ્રવ્ય દ્રવ્ય રહે; પણ ભાવે અભેદતા થાય, ત્યારે ચૈતન્ય વસ્તુને પકડીને (જે) પરિણમન થયું, ત્યારે મિથ્યાત્વનો ત્યાગ એટલે નાશ થયો, મિથ્યાત્વનો અભાવ થયો, મિથ્યાત્વ ઉત્પન્ન ન થયું. ત્યારે ખરેખર સમ્યક્ પ્રકારે આત્માએ ત્યાગની શરૂઆત કરી. એ પહેલાંનાં બહારનાં ત્યાગ એ ખરેખર ત્યાગ નથી અને મેં ત્યાગ કર્યો, એ ત્યાગનાં અભિમાનનું ગ્રહણ થયું. ત્યાગનાં બદલે ત્યાગનાં અભિમાનનું ત્યાં ગ્રહણ થઈ ગયું છે. એને તો આગળ એમ કહ્યું કે તને શલ્ય થઈ ગયું, મિથ્યાત્વની પુષ્ટિ થઈ.
કહે છે કે ‘...તારો પર્યાય ચૈતન્યવસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે.’ એ જ ખરો ત્યાગ છે. ત્યાગની સાચી પદ્ધતિ - સમ્યક્ પ્રકારે ભગવાને કહેલી રીત મિથ્યાત્વના ત્યાગથી શરૂ થાય છે. પછી અસંયમનો ત્યાગ થાય છે. ભાવ અસંયમનો ત્યાગ થાય છે ત્યારે સાથેસાથે દ્રવ્ય અસંયમનો પણ નિમિત્તપણે અભાવ થાય છે, ત્યારે એને લોકો બાહ્યત્યાગ કર્યો એમ પણ સ્વીકારે છે. એ વાત આગળ જતાં એ પદ્ધતિમાં વિકાસ થાય ત્યારે ઊભી થાય છે. એવા યથાર્થ પ્રકારે આગળ વધવું જોઈએ, એમ કહે છે. એ ખરો ત્યાગ છે. લ્યો ! એમ ત્યાગની અહીંયા વ્યાખ્યા પણ કરવામાં આવી છે. (સમય થયો છે).
83&TE
-
૨૦૯
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-૨૨, તા. ૨૨-૫-૧૯૮૩
(પરમાગમસાર) પાનું ૬૫. ૨૪૮ (બોલ). ભેદજ્ઞાનનો પ્રયોગ કઈ રીતે કરવો ? એની શું રીત છે ? એ વિષય ઉપર અહીંયા પ્રકાશ પાડ્યો છે ૐ, ભેદજ્ઞાન કેમ કરવું ? (તો) કહે છે કે, અવસ્થામાં અનેકવિધ પ્રકારના મિશ્રિત ભાવો છે. અનેક ભાવો થાય છે. મુખ્યપણે સુખ–દુઃખના પ્રયોજનથી વિચારીએ તો હરખ-શોકના પરિણામ થાય છે અને જ્ઞાનાદિ ભાવ પણ થાય છે. જ્ઞાનપર્યાય પણ ઉત્પન્ન થાય છે અને રાગ-દ્વેષમાં હરખ-શોકના પર્યાય પણ ઉત્પન્ન થાય છે.
અહીંયા એમ કહે છે કે, બહારમાં સંયોગને લક્ષ-ઇષ્ટ સંયોગ અનિષ્ટ વિયોગ (થતાં) એમાં રાગ થાય છે. અનિષ્ટનો વિયોગ થાય ત્યારે પણ સારું લાગે, ઇષ્ટનો સંયોગ થાય ત્યારે પણ સારું લાગે. ઇષ્ટનો વિયોગ થાય અને અનિષ્ટનો સંયોગ થાય ત્યારે અણગમો થાય. કહે છે કે, એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો ? તારી પર્યાય એટલે અહીંયા હરખ-શોકની પર્યાય નહિ, પણ તારી જ્ઞાનની પર્યાયમાં શું ફેર પડ્યો ? એમ કહે છે. જે જ્ઞાન જાણવાપણે પરિણમી રહ્યું છે એમાં શું ફેર પડ્યો ? કે એમાં કોઈ ફેર પડતો નથી. જ્ઞાન જાણવાપણે કાર્ય કરે જ છે. એ ઇષ્ટ સંયોગ કે ઇષ્ટ વિયોગ થાય તોપણ જાણવાપણે તો જ્ઞાનનું કાર્ય જેમ થાય છે તેમ થાય જ છે. જો જ્ઞાનમાં ફેર નથી પડતો એટલે કે જ્ઞાનમાં લાભ-નુકસાન નથી થતું. ફેર (પડવાનો અર્થ એ છે કે તને–તારી જ્ઞાનની પર્યાયમાં લાભ-નુકસાન શું થયું ? કે જ્ઞાનની પર્યાયમાં તો જાણવાનું એમને એમ રહ્યું, એમાં કાંઈ લાભ-નુકસાન ન થયું.
એથી એ વાત સ્પષ્ટ થઈ કે, એ ઇષ્ટ સંયોગ, ઇષ્ટ વિયોગનો જે કાંઈ ફેરફાર થયો એ તારાથી જુદાં છે, એ કાર્યો તારી સાથે સંબંધ ધરાવતાં નથી. તને લાભ-નુકસાન થતું નથી એનો અર્થ કે, એનું જુદાપણું છે તેથી તને લાભ-નુકસાનનો પ્રસંગ નથી.
આખી દુનિયામાં અનેક જીવો અને અનેક પરમાણુઓ-અનંત જીવો, અનંત
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૧
કહાન રત્ન સરિતા પરમાણુઓ પરિણમે છે. એમાં આ આત્માને હર ઘડીએ શું લાભ-નુકસાન છે ? છે કાંઈ ? પ્રતિસમય પરિણમ્યા જ કરે છે. (એનાથી) કોઈ લાભ– નુકસાન નથી. તો તેં જે માનેલા સંયોગો છે, જેને ઈષ્ટ સંયોગો કહે છે, એનું છૂટવાપણું થયું–ત્યાગ થયો (તો) શું ફેર પડ્યો ? તને શું નુકસાન ગયું ? કે તને કાંઈ નુકસાન નથી જતું. આમ પોતામાં પોતાનું અવલોકન કરીને જુદાંપણું જાણવું. રાગ અને પરદ્રવ્યથી જુદાંપણું જાણવું, એનું જુદાંપણું એટલે પરપણું જાણવું. અને જ્ઞાનાદિ ભાવ અને સ્વભાવમાં સ્વપણું જાણવું. એમ ભેદજ્ઞાન કરવાની આ વિધિ છે, રીત છે. ભેદજ્ઞાન કેમ કરવું ? કે, આ પ્રકારે કરવું.
(સમયસારની) ૧૭-૧૮ ગાથામાં આવે છે ને ? અનેક ભેદભાવોનું મિશ્રિતપણું હોવા છતાં જે ભેદજ્ઞાનમાં પ્રવીણ છે... એમ કરીને વાત લીધી છે. એનો અર્થ શું ? કે, ભેદજ્ઞાનમાં જ્ઞાન જુદું છે એમ જાણી, જાણે છે એટલું જ નહિ, તે જ્ઞાનમાં સ્વપણું વેદાય છે–જ્ઞાન સ્વપણે વેદાય છે. પર, પરપણે વેદાતા જ્ઞાન સ્વપણે વેદાય છે. એવો જે પ્રકાર છે એને ભેદજ્ઞાનનો પ્રકાર કહેવામાં આવે છે.
કહે છે કે, એ પ્રકારે સંયોગોનું લક્ષ છૂટી જાય (એટલે કે, જ્યારે સંયોગોથી જુદાંપણું ભાસે ત્યારે સંયોગોનું લક્ષ છૂટી જાય. ઉપરાંત કષાયની તીવ્રતા– મંદતાનું લક્ષ પણ છૂટી જાય, એમ. જણાય જુદી વાત છે અને લક્ષપૂર્વક જણાય એ બીજી વાત છે. અહીંયા ફેર એ પાડે છે. “....કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય. તીવ્ર–મંદ કષાયનું જ્ઞાન થાય, તીવ્ર–મંદ કષાય જણાય ખરા કે, આ તીવ્ર થયો અને મંદ થયો, પણ એનું લક્ષ ન રહે. લક્ષ રહેવું બીજી વાત છે. રસ્તે ચાલતાં નિર્ધારીત સ્થળે પહોંચવા પહેલાં Traffic જણાય ખરો પણ લક્ષ પહોંચવાનું છે. લક્ષ Traffic ઉપર નથી. (આમ) જણાવું એક વાત છે અને લક્ષપૂર્વક જણાવું તે બીજી વાત
ક
t
-
**
*
*
* *
એમ કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ લક્ષ છૂટી જાય. ત્યારે કષાયના વિષય કેવા છે તેનું પણ લક્ષ છૂટી જાય. “અને તારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે.. એટલે સ્વરૂપમાં સ્વપણું સ્થાપીને પરિણમે. શ્રદ્ધાએ કરીને સ્વરૂપમાં સ્વપણું સ્થાપીને પરિણમે, એણે ચૈતન્યવસ્તુને પકડી
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૨
[પરમાગમસા૨-૨૪૮]
એમ કહેવામાં આવે છે. ચૈતન્યવસ્તુ તો પોતે છે, પણ એ પોતે છે એમાં પોતાપણું ચૂકાઈ ગયું હતું. એ શ્રદ્ધાએ—જ્ઞાને કરીને પોતામાં પોતાપણું સ્થાપિત થયું ત્યારે એણે ચૈતન્યનું ગ્રહણ કર્યુ, ચૈતન્યવસ્તુ પકડી એમ કહેવાય છે. ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય...' ત્યારે એને પરમાં સ્વપણાના અધ્યાસનો ત્યાગ થાય. એ ત્યાગ તે ‘...ખરો ત્યાગ છે.'
ત્યાગનું જે આખું પ્રકરણ છે, મોક્ષમાર્ગને વિષે ત્યાગનું જે પ્રક૨ણ છે, એ પ્રકરણમાં પહેલો મિથ્યાત્વનો ત્યાગ થવો જોઈએ, એમ જિનેન્દ્રની આજ્ઞા છે. જિનેશ્વરની જે આજ્ઞા છે તે એ પ્રકારે છે કે, પ્રથમમાં પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ થવો જોઈએ. મિથ્યાત્વનો ત્યાગ થયા પછી સમ્યક્ પ્રકારે અસંયમનો ત્યાગ થાય છે. ત્યાગ (થાય છે) એટલે અભાવ થાય છે, હોં ! અહીંયા ત્યાગ એટલે અભાવ થાય છે. એવાં પરિણામ ઉત્પન્ન ન થાય. ત્યારે અસંયમના અભાવમાં અસંયમના નિમિત્ત એવાં પાંચ ઇન્દ્રિયના વિષયોનો પણ સંયોગ રહેતો નથી. ત્યારે એને લોકો પણ જાણે છે કે, ત્યાગ થયો. એ સિવાય બહારમાં વિષયોનો ત્યાગ થાય તો એને ખરેખર ત્યાગ થયો, એમ આ માર્ગમાં કહેવામાં આવતું નથી.
મુમુક્ષુ :- અત્યારે એવી ચર્ચા ચાલે છે કે, મિથ્યાત્વનો બંધ જ નથી ! પૂજ્ય ભાઈશ્રી :- બંધ જ થતો નથી ?! જૈનદર્શનમાં આ ચર્ચા ચાલે છે !? ઠીક !
મુમુક્ષુ :- ૨૫૦ બોલમાં એમ કહે છે કે મિથ્યાત્વભાવ તે કષાયખાનું
છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા, સાત વ્યસનના પાપથી અનંતગણું છે. એટલે સાત વ્યસનના પાપથી એનું બંધન વધારે છે. પણ જે બંધના કારણો છે, એમાં તો ‘તત્ત્વાર્થસૂત્ર’ માં ‘ઉમાસ્વામી’ નું સૂત્ર ચર્ચા કરનારાઓને મંજૂર છે કે નહિ ? ‘મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય, યોગ બંધ હેતવઃ' આવું સૂત્ર છે. છે કે નહિ ? ‘તત્ત્વાર્થસૂત્ર’ માં ત્યાં આસ્રવનો અધિકાર ચાલ્યો છે. અને આસ્રવ તે બંધનું કારણ છે, ત્યારે એ આસવનું સ્વરૂપ શું છે? ‘મિથ્યાત્વ, અવિરતી, પ્રમાદ, કષાય, યોગ બંધ હેતવ:' કેમકે આ તો વ્યવહારનયના વિષયરૂપ ગ્રંથ છે. આ ગ્રંથમાં બધાં ભેદ-પ્રભેદોનું ઘણું વર્ણન છે. કથાનુયોગ સિવાય, ત્રણે અનુયોગનો વિષય છે. કરણાનુયોગની ઘણી
Page #230
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૧૩ વાતો છે, ચરણાનુયોગની છે, દ્રવ્યાનુયોગની વાતો છે, અધ્યાત્મનો વિષય ઘણો છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં આસવ અધિકારમાં યોગ પર્યત બંધનું કારણ લીધું
_મિથ્યાત્વ તો અનંત સંસારમાં રખડાવનારો બંધભાવ છે. પણ યોગ જે જિનેન્દ્રને તેરમે ગુણસ્થાને છે, એ પણ એક સમયના બંધનું કારણ છે. એટલે એક સમયનો આસવ છે. એમ ત્યાં સુધી વાત લીધી છે. પછી તો બીજી વાત ક્યાં ચર્ચવાની રહી ? એ બધી ગડબડ છે.
દિગંબરમાં પૂર્વ આચાર્યોના શાસ્ત્રો તો સત્ય સ્વરૂપને નિરૂપણ કરનારાં મહાન પરમાગમો વિદ્યમાન છે. પણ દૃષ્ટિ મળ્યા વિના અને ગુરુગમ મળ્યા વિના એનું અર્થઘટન આત્માના હિતમાં થાય એ બનતું નથી, પછી જીવોને કલ્પના થાય છે. ત્યાગી હોય કે ગૃહસ્થી હોય પણ એ કલ્પના કરે છે. ગૃહસ્થી કોઈ વિદ્વાન–પંડિત હોય, ત્યાગી મુનિ હોય પણ એ કલ્પના કરે છે કે, આનો અર્થ આમ થાય, આ આમ ગણવું, આ આમ કરવું. અથવા પોતાને અનુકૂળ હોય, અનુકૂળ લાગે એવાં અપસિદ્ધાંતો–વિરૂદ્ધ સિદ્ધાંતોની, ગુરુગમ વિનાના જીવો કલ્પના કરીને સ્થાપના કરે છે. એથી પોતાને પણ અહિત થાય છે અને બીજાઓને પણ અહિત થવાનું નિમિત્ત થાય છે. એ પ્રકારનાં સિદ્ધાંતોનું સ્થાપન સ્વ-પર ઘાતક છે. એને સ્વપર ઘાતક પ્રવૃત્તિ કહેવામાં આવે છે.
આ થોડો વિચાર ચાલ્યો હતો એટલે ફરીને લીધું. કાલે વાંચ્યા પછી દિવસ દરમ્યાન એના થોડા વિચારો આવતાં હતાં. આ બોલમાં ભેદજ્ઞાનનું સ્વરૂપ બહુ સરસ લીધું છે. તે શરૂઆત કઈ રીતે કરીશ ? જ્યારે ભેદજ્ઞાનની સહજ પરિણતિ તને ઉત્પન્ન થઈ નથી અને ભેદજ્ઞાન કરવું જોઈએ, એમ તને બુદ્ધિગોચર થયું, બુદ્ધિગમ્ય થયું, તો તું ભેદજ્ઞાન કરવાની શરૂઆત કઈ રીતે કરીશ ? કે, તપાસ તારી જ્ઞાનની પર્યાયમાં કે સંયોગનો ત્યાગ થતાં તને શું નુકસાન થયું ? | (દા. ત.) સોનું ચોરાઈ ગયું. લ્યો સોનું, હીરા કિમતી વસ્તુ કહેવાય છે ને ? (કે) પૈસા ચોરાઈ ગયા, ધંધામાં નુકસાન ગયું, કોઈને કોઈ પ્રકારે એનો ત્યાગ થયો. ત્યાગ થયો એટલે સંયોગ છૂટ્યો હતો) તારામાં શું ફેર પડ્યો ? આમ તું જો ! એમ કહે છે. વિચાર કર, એમ નહિ. આ વાત
Page #231
--------------------------------------------------------------------------
________________
+"
: કેમ ન
૨૧૪
[પરમાગમસાર-૨૪૮] વિચારથી એક ડગલું આગળ છે. આની અંદર વિચાર સાથે છે, પણ વિચાર ઉપરાંત આમાં એક વાત વધારે છે કે, અવલોકન કર કે તારામાં શું ફેર પડ્યો ? આમ વિચારવાનું છે અને સાથે-સાથે આમ અવલોકન કરવાનું છે. તને જણાશે કે, એ જુદી ચીજ છે અને એ જુદી ચીજના પર્યાયના ફેરફારથી, ક્ષેત્રના ફેરફારથી (તારામાં કોઈ ફેરફાર થતો નથી. દાગીનો ચોરાઈ ગયો (હોય) એને ગાળી નાખે પછી એ મારું સોનું છે એ કહેવાનો અધિકાર રહે નહિ. એ ક્ષેત્રનો ફેરફાર થયો અને પર્યાયનો ફેરફાર થયો તો તારામાં શું ફેરફાર થયો ? તપાસ તને ! એમ કહે છે. કોઈ ફેરફાર થતો નથી. આ આત્મા જ્ઞાનાદિ પરિણામ સહિત એવોને એવો સદાય રહે છે. એનામાં કોઈ ફેરફાર થતો નથી.
એ સંયોગોનું લક્ષ છૂટી જાય, રાગાદિનું–કષાયનું લક્ષ છૂટી જાય, ત્યારે એમાં જે સ્વપણું તીવ્રપણે થઈ રહ્યું હતું એ સ્વપણું રહેતું નથી. અને એ સ્વપણે ત્યાંથી ખસ્યું ત્યારે એને જ્ઞાનાદિભાવમાં–ચૈતન્યવસ્તુમાં સ્વપણું આવે છે. જ્ઞાન જુદું જણાય છે એમ નહિ (પણ) જ્ઞાન સ્વપણે જુદું જણાય છે. રાગાદિભાવ જુદાં જણાય છે. એમ નહિ (પણ) રાગાદિભાવ પરપણે જુદાં જણાય છે. એમ થતાં રાગ અને પરમાં ઉપેક્ષા આવે છે અથવા અરસ પરિણામ થાય છે, જણાવા છતાં એમાં અરસ પરિણામ થાય છે. અને જ્ઞાનાદિ ભાવમાં સ્વપણે સરસ પરિણામ થાય છે. પેલાં ઉપેક્ષિત ભાવે વિષય થઈ જાય છે અને આ અપેક્ષિત વિષય થઈ જાય છે. આટલો બધો સાથે-સાથે એક જ પરિણામમાં આ બધો ફેરફાર ઉત્પન્ન થાય છે. ત્યારે એને ખરો ત્યાગ (અર્થાતુ) મિથ્યાત્વનો ત્યાગ સમ્યક્ પ્રકારે (થયો). (ત્યારે તેને ત્યાગના વિષયમાં શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. એ ખરો ત્યાગ એટલે સાચો ત્યાગ છે. આમ એક સાથે છે.
કેટલાં બોલ છે ? ઉપેક્ષા થવી, ઉપેક્ષા થતાં અરસપણે થવું એ ભિન્નપણું અથવા પરપણું જણાયું એનું લક્ષણ છે અથવા એનું એ સ્વરૂપ છે. જ્ઞાનમાં સ્વપણું થયું એટલે સાથે-સાથે જ્ઞાનરસ અને ચૈતન્યરસ પણ વધ્યો અને જ્ઞાન સ્વપણે વેદાયું તે આત્મા અનુભવમાં આવ્યો. સ્વપણે જ્ઞાન વેદાયું તે જ આત્મા છે. આગળ એવો એક બોલ આવશે. એમ ત્યાં સમ્યક પ્રકારે ભેદજ્ઞાન થયું ત્યારે મિથ્યાત્વનો નાશ થયો. એમ લેવું છે. એ ૨૪૮ થયો.
Page #232
--------------------------------------------------------------------------
________________
પુણ્ય-પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. મિથ્યાત્વભાવ તે જ કષાયખાનું છે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું જ
છે, તેનું જે પોષણ કરે છે તેણે કષાયખાના માંડ્યા છે. ર૫૦.
પ્રવચન-૨૩, તા. ૨૪-૫-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૬. ૨૫૦ (બોલ). પુણ્ય–પુણ્ય કરીને અજ્ઞાની પુણ્યની મીઠાશ વેદે છે, પણ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. શું કહે છે ? અજ્ઞાનભાવે જીવને પુણ્યની મહત્તા છે. ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી, વીતરાગી ધર્મના સ્વરૂપથી અજાણ હોવાથી પુણ્યને જ ધર્મ માનનારા પુણ્યની મહત્તા કરે છે અને પુણ્ય પરિણામ કરે છે ત્યારે એ પુણ્ય કર્યાનો સંતોષ પકડે છે અથવા આત્મકલ્યાણ કર્યું હોય, એમ માને છે - એમ શ્રદ્ધ છે અને એ એને રુચે છે.
વાસ્તવિકતા એ છે કે આત્મા જે વીતરાગ સ્વરૂપ છે, એ વીતરાગી તત્ત્વથી રાગાદિ પુણ્ય ભાવ છે તે અન્ય તત્ત્વ છે. મિથ્યાત્વનું સ્વરૂપ એ
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
પિરમાગમસાર-૨૫૦]
છે કે અન્ય તત્ત્વમાં અન્ય તત્ત્વ માનવું અન્ય તત્ત્વમાં અન્ય તત્ત્વ જાણવું એ મિથ્યાત્વનું સ્વરૂપ છે.
રાગાદિ પુણ્યભાવ જે અન્ય તત્ત્વ સ્વરૂપ છે, આત્મા વીતરાગ સ્વરૂપ છે તેનાથી જે અન્ય તત્ત્વ છે, તે અન્ય તત્ત્વને પોતારૂ૫ માનવું - પોતા સ્વરૂપ કરવું પોતાનું કરીને જાણવું - એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વથી જન્મમરણ થાય છે. એટલે એમ કહે છે કે એ પુણ્યની મીઠાશ તો એનું ખૂન કરે છે. એના જ્ઞાન ને આનંદ પ્રાણને એ હણે છે. તેથી ખૂન કરે છે એમ કહેવામાં આવ્યું છે.
જુઓ ! આખા જગતથી બિલકુલ જુદી વાત છે. જગતમાં ધર્મના ક્ષેત્રમાં પુણ્યને જ સર્વસ્વ માનવામાં આવે છે અને એ પુણ્ય પરિણામનો ઝંડો લઈને લોકો ફરે છે કે અમે ધર્મ કરીએ છીએ.... ધર્મ કરીએ છીએ ! ઘણો ધર્મ કર્યો. પછી એના અનેકવિધ પ્રકાર છે. પણ એ તમામ પ્રકારના શુભરાગ છે જેને તત્ત્વ દૃષ્ટિએ પુણ્ય તત્ત્વ કહેવામાં આવે છે. નવ તત્ત્વ છે. એમાં એ પુણ્ય તત્ત્વમાં જાય છે. એ અન્ય તત્ત્વ છે. એને અને આત્માને ખરેખર તો વિરદ્ધતા છે. વીતરાગને અને રાગને તો ખરેખર વિરુદ્ધતા છે. એ વિરુદ્ધતા જાણવાને બદલે એની સાથે જ આત્મબુદ્ધિ કરે, એ પુણ્ય તત્ત્વમાં જ આત્મીયતા કરે . આત્મબુદ્ધિ કરે તો એમાં આત્મા હણાય છે. એમાં જ્ઞાન ને આનંદનું હણવું થાય છે.
મુમુક્ષુ - વાત તો આકરી લાગે એવી છે.
પૂજ્ય ભાઈશ્રી :- એમાં આકરું શું છે ? જે જેમ છે એમ જાણવું છે. અત્યાર સુધી ભૂલો પડેલો જીવ એમ વિચારે કે ખરેખર પરિસ્થિતિ - વસ્તુ સ્થિતિ શું છે ? એટલી જિજ્ઞાસાથી વિચારે તો એને એમ કહે છે કે ભાઈ ! તું અહીંયા ભૂલ્યો છે. તેં પુણ્યભાવ જે કર્યા એ પુણ્યભાવમાં તારી ભૂલ થઈ છે. (એટલે કે એમાં ધર્મ માનવા સંબંધીની તારી ભૂલ થઈ છે. એ મીઠાશ વેદવા જેવી નથી.
મૂળ તો શું છે કે જે ધર્મનાં પરિણામ છે, એમાં જે આત્માની શાંતિ છે અને જે વીતરાગતાની નિર્દોષતા અને પવિત્રતા છે, એને જીવે જાણી નથી. તેથી પુણ્યના કષાય સહિતના પરિણામ (કે). જે સકષાય પરિણામ છે, શુભ રાગ એ પણ કષાય પરિણામ છે, એમાં જીવ મમત્વ કરે છે, એ
Page #234
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૧૭
અજ્ઞાનભાવે મમત્વ કરે છે. જીવ મીઠાશ ક્યારે વેદે છે ? કે એમાં એને
મમત્વ થાય છે. પોતાના વીતરાગ સ્વરૂપમાં અહપણું-મમપણું-મમત્વપણું થતું નથી. તેથી તે પુણ્યની મીઠાશમાં - પુણ્યભાવમાં એ મમત્વ કરે છે. એ એના સ્વરૂપના અ અજ્ઞાનને જાહેર કરે છે પ્રસિદ્ધ કરે છે. પુણ્ય ભાવની મીઠાશ અને પુણ્યભાવમાં મમત્વ છે, એ સ્વરૂપના અજ્ઞાનને પ્રસિદ્ધ કરનારા પરિણામ
છે.
જે કોઈ જીવ પુણ્યમાં મમત્વ કરે છે એના વિષયમાં પરીક્ષા કરવાની જરૂર નથી, આવશ્યકતા નથી કે એને આત્મજ્ઞાન છે કે નહિ ! આત્મજ્ઞાન હોય એને એ પ્રકાર આવતો નથી અને જેને આત્મજ્ઞાન છે એ તો શુભાશુભને છેદીને વીતરાગી ધર્મમાં વિકાસ કરતો હોવાથી એને પુણ્ય પરિણામમાં મમત્વ આવતું નથી.
પુણ્યની મહિમા કરે છે. મીઠાશ કરે છે. આ પુણ્ય-પુણ્ય બે (વાર) શબ્દ વાપર્યો ને ! એ એની મહત્તાસૂચક છે. જેને એની મહત્તા આવે છે એ વારંવાર એને જ મુખ્ય કરે છે. જેને પુણ્યની મહત્તા છે એને આત્માની મહત્તા નથી. રાગની જેને મહત્તા છે એને રાગ રહિત આત્મતત્ત્વની મહત્તા નથી, એમ સ્પષ્ટ થાય છે. તેથી જે પુણ્યના હિમાયતી છે તે વીતરાગતાને ગૌણ ક૨ના૨ા છે અને જે વીતરાગી ધર્મ કરવાના હિમાયતી છે એ પુણ્ય ગોણ કરી જાય છે. એને પુણ્ય પરિણામ થાય છે ખરા પણ એ પુણ્ય પરિણાન એ ગૌણ કરે છે.
અહીંયા કહે છે કે, પુણ્ય પરિણામ તને થશે ખરા. જ્યાં સુધી છદ્મસ્થ છો, સાધક અવસ્થામાં પણ વીતરાગતા અધૂરી છે પૂરેપૂરી વિકાસ પામેલી નથી, ત્યાં સુધી જે કચાશ છે, અલ્પતા છે એમાં પુણ્યના પરિણામ થશે ખરાં, પણ એની મીઠાશ વેદવી એ બીજી વાત છે. પુણ્ય થવું એ બીજી વાત છે ને પુણ્યની મુખ્યતા થવી, એની મીઠાશ થવી એ તદ્દન બીજી વાત છે. એની કાંઈ કિંમત નથી, એમ. પુણ્યની કેમ કિંમત નથી ? (કારણ) કે એના ફળની પણ કિંમત નથી. પુણ્યની એટલાં માટે કિંમત નથી (કેમકે) પુણ્યના ફળનાં કારણરૂપ એ પુણ્ય છે. પુણ્યભાવ તો પુણ્યફળના કારણરૂપ
છે.
જગતમાં જે જીવો તીવ્ર પાપનાં પરિણામ કરે છે અથવા તીવ્ર પાપી
·
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૮
[પરમાગમસાર-૨૫૦] ગણાય છે, એવાં) હલકા અને નીચ પરિણામવાળા જે જીવો છે . એવા પાપીમાં પાપી જીવને એ પુણ્યના ફળનો સંયોગ તો જોવામાં આવે છે.
માંસ ખાય, દારૂ પીવે, અનેક પ્રકારનાં તીવ્ર હિંસાત્મક ઉદ્યોગો કરે, ઘણાં પાપનાં પરિણામ કરે, એવા જીવને પણ પુણ્યનાં ફળરૂપ સંયોગો તો જોવામાં આવે છે ! તો એની કિંમત શું ? કે એની તો ખરેખર કોઈ કિંમત આંકવી જોઈએ નહિ. એ પુણ્યના ફળ તો પાપી પ્રાણીઓને પણ હોય છે. એની શું કિંમત ? કે એની કોઈ કિંમત આ જગતમાં નથી.
મોક્ષમાર્ગમાં આત્માનું મહત્ત્વ અને આત્માની મુખ્યતા ને આત્મધર્મની મુખ્યતા એટલી છે કે પુણ્ય-પાપ ને પુણ્ય-પાપના ફળની કાંઈ કિંમત જ આંકવામાં આવી નથી. તેથી મોક્ષમાર્ગી જીવે, મોક્ષાર્થી જીવે પાપના પરિણામની તો કિંમત આંકવાનો સવાલ રહેતો નથી, પાપની મહત્તા કરવાનો તો પ્રશ્ન છે જ નહિ, એ તો વિવાદાસ્પદ (વાત) જ નથી, પણ પુણ્ય પરિણામની - પોતાના પુણ્ય પરિણામની પણ એણે કદી મહત્તા કરવી નહિ અને એ પુણ્યભાવમાં એણે મમત્વ ન કરવું. એમ ઉપદેશ છે.
વીતરાગોનો એ ઉપદેશ છે કે રાગની મહત્તા ન કરવી. વીતરાગતાની જ મહત્તા કરવી અને રાગની મહત્તા ન કરવી. પાપની મહત્તા કરવાનું તો કોઈ ધર્મ કહેતું નથી. વીતરાગ ધર્મ તો કહે જ શેનો ? ઇસ્લામ જેવા ઇસ્લામ ધર્મમાં પણ પાપ ન કરવું એવું તો ચોખ્ખું લખેલું હોય છે. પછી ભલે કોઈને કોઈ બહાને ત્યાં પાપ ઘુસી જાય છે. પણ ચોખ્ખું પાપ કરવું એવું તો કોઈ કહેતું નથી. તો (જે જૈનધર્મ) સર્વોત્કૃષ્ટ ધર્મ છે, જ્યાં પુણ્ય ને પણ પાપમાં ખતવવામાં આવે છે, ત્યાં ચોખ્ખું પાપ કરવાની વાત હોય એ વાત તો સ્વપ્ન પણ વિચારવા જેવી નથી. પ્રશ્ન :- પાપ થઈ જાય એનું શું કરવું ?
સમાધાન :- થઈ જાય તો એનો ખેદ થવો જોઈએ. થઈ જાય એટલે એનો બચાવ ન કરવો જોઈએ કે અમે તો ગૃહસ્થી છીએ અને ગૃહસ્થીમાં આટલું પાપ તો કરવું જ પડે ! એમ કરવા જતાં તો એ પાપ કરવાનો અભિપ્રાય થઈ જશે અને અભિપ્રાયનો મોટો દોષ ઉત્પન્ન થશે.
આમાં શું કે કોઈ પરિણામ થાય એની પાછળ આ જીવનો અભિપ્રાય શું છે ? એ (મહત્ત્વની વાત છે. આ જગતમાં જે કાંઈ પાપના પરિણામ
Page #236
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૧૯ જીવો કરે છે તેનાથી પણ તેને સુખ લેવાનો ને સુખ મેળવવાનો ભાવ છે કે બીજું કાંઈ છે ? માણસ આ ધંધા-વેપાર કરે છે કે નહિ ? એકલાં પાપના પોટલાં છે. પ્રમાણિકતાથી કરે તોપણ હોં ! પ્રમાણિકતાથી તો અત્યારે ઓછા કરે છે, કો'ક જ કરે છે. પણ પ્રમાણિકતાથી કરે તો પણ એકલાં પાપનાં જ પોટલાં છે. પાપ નથી (પણ) પાપનાં પોટલાં છે ! ઢગલાબંધ છે !
પ્રશ્ન :- આજીવિકા પૂરતું તો માણસ કરે ને ?
સમાધાન :- આજીવિકા પૂરતું કરવું પડે, એનો ખેદ હોવો જોઈએ અભિપ્રાય ન હોવો જોઈએ.
હવે એ જે પાપના પરિણામ થાય છે એની પાછળ આ જીવનો પોતાનો - દરેકને પોતાને એની પાછળ અભિપ્રાય શું છે ? એ શોધી લેવું જોઈએ.
મુમુક્ષ :- શરૂઆતમાં ભૂલ દેખાય પણ પછી એ હકીકત થઈ જાય છે ? પૂજ્ય ભાઈશ્રી :- હકીકત થઈ જાય એટલે ? મુમુક્ષુ :- કે, બરાબર છે, ચાલ્યા કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હું આમાંથી ક્યારે છૂટું એવાં એને પરિણામ રહેવાં જોઈએ. આમાં આગળ વધુ એવા પરિણામ ન રહેવા જોઈએ, પણ આમાંથી હું ક્યારે છૂટું, એવા પરિણામ રહેવાં જોઈએ.
શ્રીમદ્જીએ મુમુક્ષુઓને માર્ગદર્શન ઘણાં પ્રકારે આપ્યું છે, એમાં એક જગ્યાએ એક વાત એવી કરી છે કે, ભાઈ ! તું તને પૂછજે કે જો તને વિશેષ રળવાની જરૂર ન હોય એટલે આજીવિકા પૂરતી વ્યવસ્થા પૂર્વ પુણ્યના કર્મના ઉદયે ગોઠવાયેલી હોય, એવા પૂર્વકર્મ હોય કે જેથી એ ગોઠવાયેલી હોય, ... તો તું કોના માટે અને શા માટે કરે છે ? એ તને તું પૂછજે ! તું તને પૂછી લેજે કે હવે તું કોના માટે કરે છે ? અને શામાટે કરે છો? આમ કરવા પાછળ તારો અભિપ્રાય શું છે ? એ તું તારા અંતરંગને તપાસી લેજે અને એ તપાસતાં તને એમ લાગે કે આવશ્યકતા નથી, છતાં આ પ્રવૃત્તિ કરવાનો ભાવ થાય છે તો તને તારું હિત કરવાની દરકાર આવી નથી ! તારું કાર્ય તારે શીધ્ર કરી લેવું જોઈએ એ ભાવના મૂળમાંથી નાશ પામી ગઈ છે ત્યારે તને આ પરિણામ થાય છે એમ તું એટલો વિચાર કરજે ! આટલી વાત છે.
ઘણી ઘણી વાતો સપુરુષો કરી ગયાં છે, એનું મૂલ્ય ન થાય ! એની
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૦
[પરમાગમસાર-૨૫૦] શું કિંમત થાય ! એને અનંતા પાપથી બચાવે (એટલું) નહિ, અનંતા પાપના ફળના દુઃખથી પણ બચાવે ! અહીંયા કો'ક એક જિંદગીનું સાજું કરી દે ત્યાં એનો ગુલામ થઈને ફરે ! અરે ભાઈસા'બ તમે ન મળ્યાં હોત તો અમે તો ભીખ ભેગાં થઈ ગયાં હોત ! અત્યારે આ જે કાંઈ સાહેબી છે એ બધું તમારી મહેરબાનીનું કારણ છે ! એમ કહે. તમે કહો તે કરવા તેયાર છીએ. પણ આવા સન્માર્ગે ચડાવનાર અને ઉન્માર્ગથી બચાવનાર સપુરુષો વટેમાર્ગુની જેમ માર્ગનો નિર્દેશ કરીને ચાલ્યાં ગયા છે. પોતે માર્ગે પડ્યાં છે અને માર્ગની સામે આંગળી ચીંધતાં ગયા છે કે જુઓ ! આ માર્ગ છે, આ બાજુ માર્ગ છે, આમ ચાલજે... આમ ચાલજે... આમ ચાલજે...!
(અહીંયા) કહે છે કે, ભાઈ ! મોક્ષમાર્ગમાં પુણ્ય-પુણ્ય એમ કરીને પુણ્યની મહત્તા કરવા જેવી નથી અને પુણ્યના પરિણામ થાય તો એની મીઠાશ પણ વેદવા જેવી નથી. એ મીઠાશ તો મમત્વને કારણે આવે છે. જ્યાં મમતા છે ત્યાં એને મીઠાશ લાગે છે. એ તો આત્માનું ખૂન કરે છે. એટલે આત્માના જે ભાવ પ્રાણ છે . નિર્મળ જ્ઞાન ને આનંદ છે . પવિત્રતા આદિ ધર્મ છે, એને એ છેદે છે. - મિથ્યાત્વભાવ તે કષાયખાનું છે....... જુઓ ! અહીંયા કોઈ કતલખાનું માંડે તો અરેરાટી કરે કે અરેરે...! રોજના કેટલાં પ્રાણીઓનાં પ્રાણ હરે છે ! અહીંયા સમયે-સમયે, ક્ષણે-ક્ષણે એ મિથ્યાત્વથી પોતાના પ્રાણને હણે છે, એના સામું જોતો નથી !! પુણ્યની મીઠાશ કરીને મીઠાશ વેદીને પોતાના જ્ઞાન ને આનંદના પ્રાણને હણે છે એની સામું જોતો નથી! મિથ્યાત્વભાવ તે કષાયખાનું છે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું છે..' મોટું છે એટલે કેટલું છે ? અનંતગણું છે ! બોલો ! બીજાં પાપ દેખાય છે, બહારમાં બીજાં પાપ દેખાય છે, સાત વ્યસન લીધાં છે ને ! શિકાર છે, દારૂ છે, માંસ છે, અનેક પ્રકારનાં તીવ્ર પાપનાં પરિણામ છે એ જીવોને પાપ તરીકે દેખાય છે, પણ મિથ્યાત્વનું પાપ એથી અનંતગણું છે એ દેખાતું નથી.
મૂળ વિષય જ આ છે. જૈનદર્શનમાં પાયાની જે વાત કરી છે, એ આ વાત કરી છે કે જીવને મિથ્યાત્વ છે એ ભયંકર પરિણામ છે કે જે અનંત અનંતકાળ જીવને જન્મમરણનાં પરિભ્રમણમાં રખડાવે છે. એની ભયંકરતા
Page #238
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૨૧ સમજીને કોઈપણ પ્રકારે એટલે પૂરા ઉદ્યમથી, કોઈપણ પ્રકારે એટલે જે યથાર્થ) પ્રકારે છે એ જ પ્રકારે પૂરા ઉદ્યમથી - પૂરા પ્રયત્નથી આયુષ્ય પૂર્ણ થાય એ પહેલાં એણે મિથ્યાત્વનો અભાવ કરવો જોઈએ, એ પરિણામને છેદવા જોઈએ અને આત્મા જે મૂળસ્વરૂપે છે એનો શ્રદ્ધામાં એણે સ્વીકાર કરવો જોઈએ. અસ્તિ-નાસ્તિથી એક જ વાત છે.
પોતાના મૂળ શુદ્ધ સિદ્ધપદને સ્વીકારવું, એ “છે' એમ એની હયાતીને શ્રદ્ધામાં ગ્રહણ કરવી અને એ ગ્રહણ થતાં એ સિવાયના સર્વ તત્ત્વોમાં - અન્ય તત્ત્વમાં મમત્વનો અભાવ થવો એ પ્રકારમાં એણે પૂરા પ્રયત્નથી આવવું જોઈએ. પૂરા ઉદ્યમથી રાતદિવસ પાછળ પડી જઈને એ સ્થિતિએ એણે પહોંચવું જોઈએ. નહિતર ભવભ્રમણ છે એમાં ફરી ફરીને એ પ્રયત્ન કરવાની સુધ રહે, બુધ રહે એ પરિસ્થિતિ જીવની રહેતી નથી. મોટાભાગે તો એ પરિસ્થિતિ છે કે એનો વિચાર સુદ્ધાં કરવા તૈયાર નથી ! મનુષ્ય થયા પછી પણ બહુભાગ જીવોને તો પુણ્ય-પાપના છેદ કરવાની ને વીતરાગી ધર્મ અને નિર્દોષતા પ્રાપ્ત કરવાની વાત રુચતી નથી, સાંભળવી રુચે નહિ. અમે કરીએ છીએ એ અમને કરવા દો ! અત્યારે અમારે આ જ કરવું છે. આ સર્વસ્વ થઈ પડ્યું છે. વર્તમાનમાં જે એના ઉદયીકભાવો છે એ એવા સર્વસ્વપણે એ જીવ કરે છે કે એને બીજું કરવું રુચતું નથી. એ પરિસ્થિતિ થાય છે.
કહે છે કે, મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું છે..” સાતમાંથી એક વ્યસન હોય તોપણ નિંદવામાં આવે છે. સાતમાંથી માણસને એક જુગારનું વ્યસન હોય છે. વ્યસન એટલે લત, એટલે એ વૃત્તિ છે, એ ફરી ફરીને પ્રકૃતિ એવી વળ ખાઈને આવે કે એને જુગાર રમ્યા વિના ચેન પડે નહિ. પછી લોકો નિંદે છે કે આ જુગારી માણસ છે. જુગારી માણસ છે એટલે પાપી જીવ છે. એમ કરીને એ નિંદવામાં આવે છે. કહે છે કે ભાઈ ! આ મિથ્યાત્વનું પાપ તો એ સાત વ્યસનથી પણ અનંતગણું છે, ઠીક ! એની જેટલી વાસ્તવિકતાએ જે સ્થિતિ સમજવી જોઈએ એ ન સમજાય ત્યાં સુધી એનાથી હટવાનો, એને મટાડવાનો ઉદ્યમ પણ ન જાગે. જે પ્રયત્ન વિશેષ થવો જોઈએ, ખાસ પ્રયત્ન થવો જોઈએ તે પ્રયત્ન (થાય નહિ). એને એની ભયંકરતા ભાસે નહિ અને સામે વીતરાગી ધર્મની કિંમત ભાસે નહિ. (અર્થાતુ) આનાથી દુઃખ કેટલું ને આનાથી સુખ કેટલું ? આ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પિરમાગમસાર-૨૫o] અનિષ્ટ કેટલું ને આ ઇષ્ટ કેટલું? એ તુલના થાય નહિ ત્યાં સુધી કોઈપણ પ્રકારે એનો પ્રયત્ન છે એ યોગ્ય સ્થાનમાં, યોગ્ય દિશા પકડે નહિ. આ પરિસ્થિતિ છે - આ વાસ્તવિક પરિસ્થિતિ છે.
તેથી એમ કહે છે કે મિથ્યાત્વનું પાપ સાત વ્યસનથી પણ અનંતગણું છે.” ઘણું મોટું છે એમ નહિ, અનંતગણું છે - એમ કહે છે. એક ગણું, બે ગણું, ડબલ છે, ચારગણું છે, દસ ગણું છે, સો ગણું છે, હજાર ગણું છે, એમ નહિ લાખ, કરોડ સંખ્યાની બહાર જાય છે, અસંખ્યાતથી પણ બહાર જાય છે. અનંતગણું છે. કેમકે અનંત...અનંત...અનંત...અનંત...અનંત... અનંતાનુબંધીના જે પરિણામ થાય છે અને અનંતાનુબંધીના જે બંધ થાય છે, એની ભયંકરતા એવી ભયંકર છે કે એનું જો ચલચિત્ર - આ સિનેમા દેખાડે છે ને ! એ દેખાડવામાં આવે તો સ્વપ્ન પણ કોઈ એને ઇચ્છે નહિ.
આ હોસ્પિટલમાં જાય (અને) બધાં વોર્ડમાં આંટો મારે તો ખબર પડે કે આ મનુષ્ય પ્રાણીને પણ અશાતાના પ્રકાર અને કેટલી (જાતની) વેદનાના પ્રકાર છે ! મોટી સારી હોસ્પિટલ બાંધી હોય એમાં આંટો મારે તો ખબર પડે એવું છે કે કેવી રીતે હાથ-પગ ભાંગે છે ને કેવાં કેવાં ઓપરેશન થાય છે ! જન્મ-મરણનાં દુઃખ તો એથી મોટા છે. આ તો એથી સામાન્ય છે. પણ જન્મ વખતનાં અને મરણ વખતનાં દુઃખ તો એનાથી ઘણાં છે. એ તો મનુષ્ય પ્રાણીના ! તિર્યંચોના દુઃખનો પાર નથી–તરસ લાગે ને પાણી ન મળે, ભૂખ લાગે ને આહાર ન મળે, (માત્ર) ન મળે એમ નહિ, મારણતાડન–છેદન-ભેદન અનેક પ્રકારે છુંદો બોલાઈ જાય, ચેપો બોલાઈ જાય એવી રીતે પ્રાણનો નાશ થાય ! આ કીડી–મકોડાં જુઓ ને ! હાલતાંચાલતાં પગ પડે, એની કેવી દશા થાય છે ! એ વગેરે પ્રકારે જોવે તો એ (મિથ્યાત્વને સ્વપ્ન પણ (ન સેવે).
મિથ્યાત્વના કારણે આ બધું ઊભું છે, આટલી જે પરંપરા છે એ મિથ્યાત્વના કારણે છે. મૂળ એનું છે એ મિથ્યાત્વ છે અને એ ગાંઠ જ્યાં સુધી ન છેદાય ત્યાં સુધી એમાંથી પુણ્ય-પાપનાં ફણગા ફૂટ્યા જ કરે છે. એ પુણ્ય-પાપનાં પરિણામને છેદવાનો ઉપાય મિથ્યાત્વનો અભાવ કરીને વીતરાગી ધર્મ પ્રગટ કરવો, એ એક જ ઉપાય છે અને પૂરા પ્રયત્નથી જેમ તે ધર્મ કરવા માટે જે જે પ્રકારે બોધ, ઉપદેશ, સૂચના, માર્ગદર્શન જે
Page #240
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૨૩ શબ્દમાં કહીએ (એ જે આજ્ઞા કરવામાં આવી છે, તે આજ્ઞાને શિરસાવંદ્ય માથે ઊપાડવામાં ન આવે ત્યાં સુધી કોઈ પ્રકારે એનું આરાધન ને આદર થઈ શકતું નથી.
એ મિથ્યાત્વનું અનંતગણું પાપ છે. તેનું જે પોષણ કરે છે.....' મિથ્યાત્વનું પોષણ કરે છે, તેણે કષાયખાનાં માંડ્યા છે. એણે એક કષાયખાનું નથી માંડ્યું પણ) એણે ઘણાં કષાયખાનાં માંડ્યાં છે. પુણ્યથી અને પુણ્યના ફળથી જે સુખનો અભિપ્રાય છે . સુખની જે શ્રદ્ધા છે, એ એને કતલખાનાં મંડાવશે. જેણે કતલખાનું માંડ્યું છે એણે શું વિચાર્યું છે ? કે આનાથી મને અનુકૂળ સંયોગોની વૃદ્ધિ થાય છે, પ્રાપ્તિ થાય છે ને વૃદ્ધિ થાય છે માટે આ કરવા જેવું છે. સિદ્ધાંત તો એક સરખો થઈ ગયો. પ્રવૃત્તિમાં વિશેષતા થઈ ગઈ. કેમ થઈ ગઈ ? કે અંદરમાં જે સિદ્ધાંત પકડ્યો હતો અને અભિપ્રાય થઈ ગયો હતો એના કારણે આ બધું થવા લાગ્યું. એમાં પછી એને આટલું પાપ કરવાનું ફળ શું ? એનો વિવેક રહેતો નથી.
મિથ્યાત્વનું ફળ નિગોદ છે. આ તો સમજી શકાય એટલે (કતલખાનાનું) દૃષ્ટાંત દેવાય છે. પણ ખરેખર તો મિથ્યાત્વનું ફળ નિગોદમાં રહેવું તે છે. કેટલો કાળ જીવ નિગોદમાં રહે છે ? કે અનંત કાળ નિગોદમાં રહે છે ! એ મિથ્યાત્વના ફળમાં (ત્યાં જાય છે. સાત વ્યસનના પાપના ફળમાં તો જીવ નરકમાં જાય છે. આપણા જેનમાં ઘણા ને તો એ પણ ખબર નથી કે નિગોદનું દુઃખ વધારે કે નરકનું દુ:ખ વધારે ? બહારમાં નરકનાં દુઃખનાં પ્રતિકૂળતાઓના દેખાવ ચોખ્ખાં દેખાય એવાં છે ને ! ઇન્દ્રિય જ્ઞાનથી સમજાય એવા (છે) એટલે જીવ એમ માને છે કે નરકમાં દુઃખ વધારે છે. નારકી કરતાં અનંતગણું દુઃખ તો નિગોદમાં છે, ત્યાં પ્રચુર કષાયકલંકનાં પરિણામ છે. એક શ્વાસોશ્વાસમાં ૧૮ વખત જન્મ-મરણ થાય. એટલાં ટૂંકા આયુષ્યમાં એ અનંતકાળ પર્યત નિગોદમાં જ જન્મ-મરણ થાય એવાં આયુષ્યને બાંધે છે એટલે કે એવાં પરિણામ કરે છે. નિગોદમાં જ જન્મ ને નિગોદમાં જ મરે, નિગોદમાં જ જન્મે ને નિગોદમાં જ મરે, એવા જ એ નિગોદનાં ભાવ કરે છે અને એ ભાવથી છૂટવા માટે એની પાસે કોઈ બુદ્ધિ-વિવેક-શાણપણાનો) અવકાશ રહેતો નથી. એટલે અનંત...અનંત...અનંત... અનંત કાળ એમાં કાઢે છે. છમસ્થનો તો કાળ ઓછો છે, બહુ અલ્પકાળ છે. વધુમાં વધુ ૨૦૦૦
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૪
[પરમાગમસાર-૨૫૦] સાગર ! એ તો ઉત્કૃષ્ટકાળ છે.
અનંતકાળ સુધી જેમાંથી છૂટી શકાતું નથી એવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. એવું મિથ્યાત્વનું મૂળ ઘણું ઊંડું જાય છે અને એ મિથ્યાત્વ ભયંકરમાં ભયંકર...! આ વિશ્વમાં કોઈ ભયંકર હોય તો એ મિથ્યાત્વ જ છે. એમ એને સમજાઈ જવું જોઈએ. તો એ કોઈપણ પ્રકારે એનો ત્યાગ કરવાનો - એનો અભાવ કરવાનો પ્રયત્ન કરે, બીજાં બધાં કામ છોડીને અથવા છોડીને એટલે ગૌણ કરીને, કે જેમ બીજું થાવું હશે તેમ થાશે. આ કાર્ય તો મારે કરવું કરવું ન કરવું જ છે).
એટલે મિથ્યાત્વનું પોષણ થાય (એટલે કે મિથ્યાત્વનું પોષણ થતું હોય તો) એ દિશામાં તો અત્યંત અત્યંત સાવધાની રહેવી ઘટે છે, એમ કહેવું છે. મિથ્યાત્વનું પોષણ થાય એ દિશામાં તો અત્યંત અત્યંત સાવધાની રહેવી ઘટે છે. અગૃહીત મિથ્યાત્વ અનાદિનું ચાલુ છે. મનુષ્ય પર્યાયમાં આવીને ગૃહીત મિથ્યાત્વનો પ્રસંગ ઊભો થાય છે અને તે ધર્મના બહાને અને ધર્મના નિમિત્તે થાય છે. એટલે એ વિષયમાં ગુરુદેવશ્રીએ અનંત કરુણા કરીને એ વાતને સ્પષ્ટ કરી છે.
આ પુણ્ય-પુણ્ય કરીને જીવ મીઠાશ વેદે છે ને ! એ પુણ્ય કરે છે એમાં બુદ્ધિપૂર્વક પુણ્ય તત્ત્વને જે કલ્યાણનું કારણ માને છે . મોક્ષનું કારણ માને છે . આત્માના હિતનું કારણ માને છે તે ગૃહીત (મિથ્યાત્વ) થાય છે. અન્ય મતમાં અને બીજા ફેરફારમાં તો ગૃહીત મિથ્યાત્વ) થઈ જ જાય છે. જેના દર્શનમાં પણ બીજાં ફેરફાર કરે તો ગૃહીત મિથ્યાત્વ થઈ જાય છે. અન્ય મતમાં તો સ્થળ ગૃહીત મિથ્યાત્વ છે. પણ કહેવાતા જૈનદર્શનમાં એ રહે અને સનાતન જે માર્ગ ચાલ્યો આવે છે એમાં ફેરફાર કરે તોપણ એને ગૃહીત મિથ્યાદર્શનનો પ્રસંગ ઊભો થઈ જાય છે ! આવો વિષય છે. ગૃહીત એટલે ત્યાં સ્થળ મિથ્યાત્વ (થઈ ગયું, તીવ્ર મિથ્યાત્વ થઈ ગયું. અહીં તો અગૃહીત (મિથ્યાત્વ) છૂટીને મોક્ષમાર્ગમાં આવે એ પ્રકાર એણે ગ્રહણ કરવો જોઈએ. એટલી હદે આવવાની વાત છે.
ગૃહીત મિથ્યાત્વમાં છે એ મિથ્યાત્વની તીવ્રતામાં આગળ વધ્યો છે. મિથ્યાત્વ બન્નેમાં સામાન્ય છે, પણ તીવ્ર મિથ્યાત્વને કારણે સમ્યગ્દર્શનમાં આવવાં માટે વધારે દૂર થયો છે ! આટલો ફેર છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત
Page #242
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા .
૨૨૫ થવા માટે એ વધારે દૂર ગયો છે, એમ કહેવું જોઈએ. આમ છે. અથવા સત્યસ્વરૂપથી એ વધારે દૂર ગયો છે. અસત્યને વધારે દઢ કરવામાં એનાં શ્રદ્ધાના પરિણામ કામ કરે છે ! અસત્યને દઢ કરવા માટે !! એમ વાત છે. સમજણમાં પણ બહુ સાવધાની રાખવાનો વિષય છે. જરાક બુદ્ધિથી ફેરફાર વાળું સમજે એટલે ગૃહીતમાં ચાલ્યો જાય !
એટલે તો આનંદઘનજીએ એક પદ ગાયું છે એમાં એક વાત લીધી છે કે, “ધાર તરવારની સોહ્યલી, દોહ્યલી ચૌદમાં જિન તણી ચરણ સેવા’ - આમ તો ચૌદમાં જિનની સ્તુતિ કરી છે. ચૌદમાં જિનાનું) શું નામ છે ? અનંતનાથ ! ચૌદમાં જિન અનંતનાથ ભગવાનની સ્તુતિ કરતાં એ વાત કરી છે. સર્વ તીર્થકરોએ એક જ વાત કરી છે. પહેલાં તીર્થકરે) કોઈ બીજી કરી છે ને ચૌદમાંએ બીજી કરી છે ને ચોવીસમાં એ બીજી કરી છે, એમ તો છે નહિ. (બધાં) એકમાર્ગે ચાલ્યાં છે ને એક જ માર્ગની વાત કરી છે.
એમ કહે છે કે, એ વાત એટલી સહેલી નથી. જરાક ફેરફાર કરવા જાય એટલે કે એક આત્મામાં શ્રદ્ધાએ, જ્ઞાન અને આચરણ કરીને આવવાનો પ્રયાસ ન કરે તો બહાર ચાલ્યો જશે. અનાત્મ તત્ત્વ ઉપર એનું વજન જૈશે. એ અનાત્મ તત્ત્વ પર બુદ્ધિપૂર્વક ગયો એટલે ગૃહીત’ કહી દીધું. સમજીને ચાલ્યો એટલે એને ગૃહત' કહી દીધું. એમ કહે છે. અણસમજણે ચાલે તે અગૃહીત છે અને સમજીને ચાલે તે “ગૃહીત છે. એણે બુદ્ધિ યોગ્ય રીતે લગાવવી જરૂરી હતી. જ્યારે એને બુદ્ધિ લગાડવાની તક મળી છે ત્યારે એટલી વાત છે.
પ્રશ્ન :- મિથ્યાત્વી ધર્મના કાર્ય કરે એની અનુમોદના કરી શકાય ?
સમાધાન :- મિથ્યાત્વી ધર્મનાં કાર્ય કરતો નથી, પુણ્યના કાર્યો કરે છે. મિથ્યાત્વીને ધર્મ નહિ હોવાથી તે ધર્મનાં કાર્યો કદી કરતો નથી. કરી શકતો નથી. હવે, પોતાનાં પુણ્ય પરિણામથી જેને ખસવું છે. પોતાના પુણ્ય પરિણામને છેદીને જે વીતરાગી ધર્મમાં આવવા માગે છે એ બીજાનાં પુણ્ય પરિણામને કઈ રીતે અનુમોદે ? એને અનુમોદન કરવાનો પ્રશ્ન રહેતો નથી. આમ વાત છે. જે પોતે ન કરે એ બીજાને કરાવે કે અનુમોદ, એ વાત ક્યાં રહી ? એને એમ કહે કે ભાઈ ! તમે આ જે કાંઈ પ્રશસ્ત કાર્યો કરો છો - શુભ કાર્યો કરો છો અથવા પ્રશસ્ત કાર્ય કરો છો તો એ પ્રશસ્ત
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૬
[પરમાગમ સાર-૨૫૦] કાર્યો પુણ્ય બંધનાં કારણ છે એમ જાણજો ! અને એને તમે કદી ધર્મ માનશો નહિ. નહિતર તમે ગૃહીત મિથ્યાત્વમાં ફસાઈ જશો. એમ એને સ્પષ્ટ સમજણ આપે. પણ એને ધર્મ માનીને, મનાવીને કે અનુમોદીને એ પ્રકારે પ્રવૃત્તિ કરે નહિ. એમ છે.
મુમુક્ષુ - સાવ ભેળસેળ ચાલે છે ! પૂજ્ય ભાઈશ્રી :- ભેળસેળ છે એનું નામ જ બધી ગડબડ છે. નામ જૈન દર્શન અને અંદર ભેળસેળ ! ચોખ્ખા ઘીના વેપારમાં વેજીટેબલ ભેળવી દે. એનાં કરતાં વેજીટેબલનું ચોખ્ખું પાટિયું મૂકીને બેઠો હોય તે સારો કે એને છેતરાવાનું તો નહિ ! કે માણસ અહીંયા સમજીને આવે છે ! ભેળસેળવાળું કામ કરે એ તો કાંઈ યોગ્ય નથી.
ચોર છે એ શરાફની દુકાનનું પાટિયું લગાવીને બેસે અને લોકો છેતરાઈ જાય એ તો ખોટું જ છે ને ! એમ ભગવાનનું - અરિહંતનું - વીતરાગદેવનું - જિનેન્દ્રદેવનું તીર્થકરનું નામ લેવું અને તીર્થકરે કહ્યું એ માર્ગથી ઊંધે ચાલવું, પોતે છેતરાઈ જવું ને બીજાને છેતરાવામાં મોઢા આગળ થવું, મુખ્યતા કરવી, એ તો આત્માને ઘણાં નુકસાનનું કારણ છે ! એ ૨૫૦ થયો.
જિજ્ઞાસા – આત્મસ્વભાવનું ગ્રહણ થવા અર્થે પ્રગટ પ્રમાણ શું છે ? - સમાધાન - જ્ઞાન-વેદન, જ્ઞાનનું સાતત્ય, જ્ઞાનનું ઉદ્ઘત્વપ્રત્યક્ષતા આદિ નિર્મળતા – નિર્લેપતા) પ્રગટપણે સ્વભાવ ગ્રહણ થવાનાં પ્રમાણ છે. જો જીવ શુદ્ધ ભાવનાથી અંતર અવલોકન કરે તો તેને સહજમાત્રમાં અનુભવાશે પ્રતિત થવા યોગ્ય છે.
-પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની-૧૩૦૫)
Page #244
--------------------------------------------------------------------------
________________
પર્યાયદૃષ્ટિવાળો જીવ દયા–દાન, પૂજા–ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવો કર્તા થઈ, બીજા કરતાં પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો કે મિથ્યાત્વભાવને દઢ કરે છે અને નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી.” ૨૫૧.
પ્રવચન-૨૪, તા. ૨૪-૫-૧૯૮૩
૨૫૧ (ભો બોલ). પર્યાયદષ્ટિવાળો જીવ દયા–દાન, પૂજા-ભક્તિ, યાત્રા, પ્રભાવના આદિ અનેક પ્રકારના શુભભાવોનો કર્તા થઈ, બીજા કરતાં પોતે કાંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દૃઢ કરે છે અને નિશ્ચયસ્વરૂ૫ મોક્ષમાર્ગને લેશમાત્ર પણ જાણતો નથી. નાડ પકડી છે ! ધર્મનાં ક્ષેત્રમાં જીવ મિથ્યાત્વભાવને કેવી રીતે દઢ કરે છે, એ કહે છે. માણસને એમ થાય કે આવું બધું ન કરીએ તો પછી હવે અમારે કરવું શું ? જો દયા–દાન, પૂજા–ભક્તિ, યાત્રા ને પ્રભાવના ન કરીએ તો અમારે કરવું શું ? (તો કહે છે) કે ભાઈ ! તારે સ્વરૂપના શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના પરિણામે પરિણમવું. અંદરમાં વીતરાગી ધર્મના પરિણામે પરિણમવું. આ કરવા જેવું છે ને આ કર્તવ્ય છે. બીજું કરવા જેવું છે, એ વાત છે નહિ. મોક્ષમાર્ગમાં બીજા આવાં પરિણામ થાય તોપણ મોક્ષમાર્ગી જીવોએ તેનો અભાવ કરીને સિદ્ધાલયમાં પહોંચવાનો પ્રયત્ન કરીને પહોંચ્યા છે . એમ છે કે નહિ ? જે સિદ્ધ પરમાત્મા કરે છે તે તારે કરવું ! શું ? જે સિદ્ધ પરમાત્મા કરે
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પિરમાગમસાર-૨૫૧] છે તે તારે કરવું !
ભગવાન કરે છે તે તારે કરવું કે ભગવાન ન કરે તે તારે કરવું ? સિદ્ધ પરમાત્મા દયા–દાન-પૂજા-ભક્તિ-યાત્રા ને પ્રભાવના કરે છે ? નથી કરતાં. પહેલાં કરતા હતાં ? હા, પહેલાં કરતાં હતાં. એ કરતાં કરતાં એમણે છોડ્યા કે વધાર્યા ? છોડ્યાં. બસ ! તો તું અત્યારે કરતો હો તો તું પણ એને છોડી દે. છોડી દે એટલે તારા વીતરાગ ધર્મમાં તું લીન થા, વીતરાગી આત્મામાં લીન થા, એમ અહીંયા કહેવા માગે છે.
પર્યાયદૃષ્ટિવાળો જીવ - એ પર્યાયદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો બને એકાળું છે). પર્યાયદૃષ્ટિમાં જીવને જે તે સમયે, જે જે ઉદયીકભાવની પર્યાય થાય છે, તેવો . તેટલો હું એમ પોતાને તેવા ઉદયભાવે એટલે રાગાદિ ભાવે એટલે કે સકષાય પરિણામે એવો હું એમ સ્થાપે છે, તેને પર્યાય દૃષ્ટિવાળો કહેવામાં આવ્યો છે, અથવા એ ક્ષણ ક્ષણની પર્યાય લીધી, અથવા ચારગતિમાં જે પર્યાયે જન્મ્યો છે તેવો હું, તે પણ પર્યાય દૃષ્ટિ છે. અત્યારે હું મનુષ્ય છું એમાં મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, રાજા છું, રંક છું, શેઠીયો છું, પંડિત છું, મૂર્ખ છું, ગૃહસ્થી છું, ત્યાગી છું - એવાં જેટલાં કોઈ ઉદયીકભાવરૂપ સ્થિતિનાં પરિણામ છે, એવો છું . એ બધું પર્યાય દૃષ્ટિમાં જાય છે. એ પર્યાયદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો બધું એકાર્ય છે. ને એવો જીવ દયા–દાનનાં પરિણામ કરે ત્યારે એનો કર્તા થાય છે, પૂજાભક્તિનાં પરિણામ થાય ત્યારે એનો કર્તા થાય છે, યાત્રા-પ્રભાવના વગેરે અનેક પ્રકારનાં શુભભાવો થાય તે શુભભાવોનો કર્તા થાય છે. કર્તા થાય છે એટલે શું ? અભેદબુદ્ધિએ તેને હું કરું છું . એવો એ અનુભવ કરે છે. મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં દયા પાળી ને મેં દાન દીધું . એવા શુભરાગના પરિણામમાં અભેદભાવે એટલે કે પૂરા મમત્વથી, અભેદભાવે એટલે પૂરા મમત્વથી એ પરિણમે છે ત્યારે એ કર્તા થયો. એને એવો અનુભવ થાય છે કે “આ મેં કર્યા, એ મારું કાર્ય, એ મારું ઇષ્ટ કાર્ય.” “કર્તાનું ઈષ્ટ તે કર્મ' આ મારું ઇષ્ટ કાર્ય, ઇષ્ટ એટલે ભલું થવાનું કાર્ય અને એનો હું કરનારો. કર્તા-કર્મ અભેદ તત્ત્વમાં હોય છે. જુદાં-જુદાં તત્ત્વમાં કર્તા-કર્મની પરિસ્થિતિ નથી.
હવે, આ જે શુભનાં પરિણામ છે તે અન્ય તત્ત્વ હોવા છતાં એનો
Page #246
--------------------------------------------------------------------------
________________
-
ક મ
.
.
કહાન રત્ન સરિતા
૨૨૯ કર્તા થાય છે, એનો અર્થ એ છે કે એમાં અભેદબુદ્ધિ કરીને અભેદતાએ પરિણમે છે. પુરા મમત્વથી પરિણમે છે અને એ પરિણામમાં - એવાં મમત્વ વાળા પરિણામ કરીને ઊલટાનું એના ઉપર જેમ શિખર ઉપર ધજા ચઢાવે (પછી કહે કે, જુઓ ! અમારો ધ્વજ ફરકે છે ! એમ પછી અહંકારનો ધ્વજ ફરકાવે છે કે બીજા નથી કરતાં એવું હું કરું છું ! બીજાં આટલું દાન નથી દેતાં એના કરતાં હું દઉં છું એ પ્રમાણમાં વધારે છે. બીજાં સ્વાધ્યાય કરવા આવતાં નથી, હું તો રોજ સ્વાધ્યાય કરવા આવું છું. ઠીક ! આ અહંકારનો ધજાગરો બાંધે છે !! ધજા ફરકાવે છે ! એક તો પુણ્યના પરિણામમાં કર્તા થઈને મમત્વ કરે છે અને એના ઉપર અધિકતા કરે છે કે બીજા કરતાં હું વધારે સારો ! - એ અધિકાઈ કરે છે. બીજા કરતાં પોતે કંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મમત્વ ને અહંપણું ને મમપણું બેય કરે છે. તે જીવ મિથ્યાત્વભાવને કરે છે એમ નહિ. અબ્દઢ કરે છે.” ઠીક ! પણ રોજ સ્વાધ્યાય કરવા આવે ને મિથ્યાત્વને દઢ કરે? કે હા ! સ્વાધ્યાય કરવા આવે અને વિપરીત બુદ્ધિ કરીને ગૃહતમિથ્યાત્વને દઢ કરે. ગૃહીત કરે અને ગૃહીતને પણ એ દઢ કરે ! જાવું ક્યાં પણ હવે ? જાવું આત્મામાં. આ સિવાય બીજો કોઈ ઉપાય છે નહિ.
આ વિષયમાં એક બહુ સ્પષ્ટ ખ્યાલ કરવા જેવો આ છે કે જેટલાં કોઈ બહિર્મુખ પરિણામ છે, જેટલાં કોઈ બહિર્મુખ ભાવ છે તે આત્માનાં અંત:તત્ત્વ સ્વરૂપથી ઊલટી દિશાનાં પરિણામ હોવાથી, તે કર્તવ્ય છે એ વાત ધર્મના પ્રકરણમાં નથી. શું ? આત્મા જે અંતતત્ત્વ સ્વરૂપ છે, પરમાત્મ તત્ત્વ છે, સાક્ષાત્ સિદ્ધપદ છે તે અંતર્મુખ પરિણામ દ્વારા અનુભવમાં આવે છે અને તેથી એકાંતે અંતર્મુખ પરિણામ કરવાનો આદેશ અને ઉપદેશ છે. વૈતરાગમાર્ગમાં તો અંતર્મુખ પરિણામ કરવાનો ઉપદેશ છે. તે અંતર્મુખતા છોડીને જેટલું પણ બાહ્ય પરિણમન છે . બહિર્મુખ ભાવ છે તે છોડવા જેવું છે અથવા કર્તવ્ય નથી. એટલી વાત સાવ સ્પષ્ટ છે. બે દિશા છે . અંતર્મુખ અને બહિર્મુખ. એમાં અંતર્મુખ દિશામાં જ વળવું, આગળ વધવું, વિકાસ કરવો, પૂર્ણ થવું. બહિર્મુખતા છોડવી, એક સાથે ન છૂટે તો ક્રમશઃ પણ છોડવી. પણ શ્રદ્ધાન, જ્ઞાનમાં એ વાત સ્પષ્ટ છે કે કરવા જેવું નથી. જે છોડવા જેવું છે તે કરવા જેવું નથી, એમ.
આજ ના'
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૦
[પરમાગમસાર-૨૫૧] એટલે એમ કહે છે કે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દઢ કરે છે અને નિશ્ચય સ્વરૂપ મોક્ષમાર્ગ. નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગ એટલે અંતર્મુખ જે મોક્ષમાર્ગ અથવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ જે મોક્ષમાર્ગ તેને ..લેશમાત્ર પણ જાણતો નથી. એનું એને તદ્દન અજ્ઞાન વર્તે છે, એમ કહેવું છે. જે જીવ બાહ્ય પરિણામમાં અથવા શુભ પરિણામ થવાના કાળે કર્તા થઈને પરિણમે છે તે જીવ મોક્ષમાર્ગને જાણતો પણ નથી, ઓળખતો પણ નથી.
કોઈ એમ કહે છે કે દયા, દાન, પૂજા, ભક્તિ વગેરેનાં પરિણામ તો મોક્ષમાર્ગી જીવને જોવામાં આવે છે. મોક્ષમાર્ગી જીવ પણ એવા પરિણામ કરે છે, એમ દેખાય છે. અમે પણ એવા પરિણામ કરીએ છીએ. (તો) કહે છે કે એ બે પ્રકારના શુભભાવમાં બહુ મોટું) અંતર છે. મિથ્યાષ્ટિ જીવ કર્તા થઈને કરે છે અને ધર્મીને - મોક્ષમાર્ગી જીવને તે પરિણામ અકર્તાભાવે થાય છે. “કરે છે એમ વાત એને લાગુ પડતી નથી. કરવાનો અભિપ્રાય નથી છતાં પરિપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત નહિ થઈ હોવાથી, પુરુષાર્થની કચાશને લઈને અસ્થિરતા ઊભી થતી હોવાથી તે અસ્થિરતામાં હેયબુદ્ધિએ તેને થઈ આવે છે. કરવા છે એ પ્રકારે છે નહિ, થઈ આવે છે.
એક માણસને દંડ આપો તો એ પરાણે દંડને ભોગવે પણ એનો અર્થ એમ નથી કે એને એ શિક્ષા ભોગવવાની હોંશ અને રસ છે–એમ લઈ શકાય નહિ. એમ જેણે પોતાના પૂર્ણ વીતરાગ સ્વરૂપને શ્રદ્ધયું છે, પોતાના પૂર્ણ વિતરાગ સ્વરૂપને જાણ્યું છે અને એ પોતાનું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જ જેને ઉપાદેય છે . એકાંતે ઉપાદેય છે, તેને એ વીતરાગ સ્વરૂપથી વિરુદ્ધ એવા રાગાદિભાવો ઉપાદેય છે એ વાત તો રહેતી નથી. છતાં એને થાય છે. (જેને) થાય છે એ મોક્ષમાર્ગમાં ઊભો છે, મોક્ષમાર્ગને એ જાણે છે, એને મોક્ષમાર્ગથી અજ્ઞાન છે, એમ ન કહી શકાય.
પણ જે પર્યાય દૃષ્ટિએ કર્તા થઈને પરિણમે છે અને ઊલટું ઉપર છોગુ ચડાવે છે . એનું અભિમાન કરે છે કે નહિ, આ તો મેં બીજા નથી કરતાં એના કરતાં પણ ઘણું સારું કર્યું છે. એવા જીવને તો મિથ્યાત્વ દઢ થાય છે. મિથ્યાત્વ દઢ થાય છે એમ નહિ (પણ નિશ્ચય મોક્ષમાર્ગને એ જાણતો પણ નથી). ભલે આખું જગત એને ધર્મી જીવ છે એમ કહેતું હોય કે, આ બહુ ધર્મ કરે છે, ઘણો ધર્મ કરે છે, એટલાં ધર્મનાં પરિણામ કરે છે કે
Page #248
--------------------------------------------------------------------------
________________
કહાન રત્ન સરિતા
૨૩૧ વાહ...! જ્ઞાની કહે છે કે એ ધર્મના માર્ગને - ધર્મને, મોક્ષમાર્ગને એટલે ધર્મને જાણતો પણ નથી. લેશમાત્ર જાણતો નથી . થોડોક પણ જાણતો નથી. એટલો એ ધર્મના માર્ગથી અજાણ્યો છે. એમ અહીંયા કહેવા માગે છે. આ એનું રહસ્ય છે !
લોકો ધર્મી . ધર્મી કરીને કૂટી મારે ! કૂટી મારે એટલે બિચારો મરાઈ જાશે ! એક તો શું છે કે પોતાને અંદરમાં અભિમાનનાં પરિણામ થઈ જતાં હોય કે “મેં આ કર્યું હોં ! બીજાં નથી કરતાં એવું મેં કર્યું !” એમાં બીજાં વખાણે, બીજાં પ્રશંસા કરે એટલે એને તો જે રસ ઉત્પન્ન થતો હોય એ રસ વધવાનું નિમિત્ત બની જાય છે. બીજા એને કરાવતા નથી કાંઈ, પણ એક તો એની યોગ્યતા હીણી છે, એમાં બહારનાં નિમિત્તો તે જ પ્રકારનાં પાછાં એને મળે છે, એટલે એ તીવ્ર અભિમાનમાં અને અહંકારમાં આવે છે અને મોક્ષમાર્ગથી ઊલટાનો દૂર થઈ જાય છે.
અહીંયા તો એમ કહે છે કે મોક્ષમાર્ગને એ કરતો નથી, આદરતો નથી, આરાધતો નથી . ઊલટાનું મોક્ષમાર્ગનું એને જરાય જ્ઞાન પણ નથી ! એમ કહે છે. એને મોક્ષમાર્ગનું જ્ઞાન હોવાનો નિષેધ છે, ઠીક ! પણ આટલાં બધાં શાસ્ત્રો વાંચીને સમજાવી શકે તોય તે ? (તો કહે છે) એ શાસ્ત્રના નિમિત્તે શુભભાવો થાય, એ શુભભાવમાં એને અહંકાર થાય તો કહે છે કે એ મોક્ષમાર્ગને લેશમાત્ર સમજયો નથી, જાણતો નથી, એ ઓળખતો નથી. એની એને ખબર નથી, આમ છે. (એ) અજાણ્યો છે. જે સાક્ષાત્ વીતરાગમાર્ગ છે, એ માર્ગમાં અંતર્મુખ કેમ થવાય એનાથી એ તદ્દન અજાણ્યો છે. એટલે અંતર્મુખથી વિરુદ્ધ એવું જે બહિર્મુખપણું તેમાં વેગથી અને રસથી આગળ વધી રહ્યો છે, એમ કહેવા માગે છે.
એ રીતે અહીંયા બહિર્ભાવોનો નિષેધ છે અને અંતર્મુખ ભાવોને આદરવાની અહીંયા સૂચના કરી છે. અહીં સુધી રાખીએ.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૨
श्री वीतराग सत्साहित्य प्रसारक ट्रस्ट उपलब्ध प्रकाशन (हिन्दी)
ग्रंथ का नाम एवं विवरण
०१ जिणसासणं सव्वं (ज्ञानीपुरुष विषयक वचनामृतोंका संकलन) ०२ द्रव्यदृष्टिप्रकाश (तीनों भाग पूज्य श्री निहालचंद्रजी सोगानीजीके पत्र एवं तत्त्वचर्चा)
·
०३ दूसरा कुछ न खोज (प्रत्यक्ष सत्पुरुष विषयक वचनामृतोंका संकलन) ०४ दंसणमूलो धम्मो (सम्यक्त्व महिमा विषयक आगमोंके आधार) ०५ निर्भ्रात दर्शनकी पगडंडी (ले. पूज्य भाईश्री शशीभाई)
०६ परमागमसार (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके १००८ वचनामृत) ०७ प्रयोजन सिद्धि (ले. पूज्य भाईश्री शशीभाई)
०८ मूलमें भूल (पूज्य गुरुदेवश्री कानजीस्वामीके विविध प्रवचन) ०९ विधि विज्ञान (विधि विषयक वचनामृतोंका संकलन) १० सम्यक्ज्ञानदीपिका (ले. श्री धर्मदासजी क्षुल्लक) ११ तत्त्वानुशीलन ( भाग १-२-३) (ले. पूज्य भाईश्री शशीभाई) १२ अनुभव प्रकाश (ले. दीपचंदजी कासलीवाल )
१३ ज्ञानामृत (श्रीमद् राजचंद्र ग्रंथमें से चयन किये गये वचनामृत) १४ मुमुक्षुता आरोहण क्रम (श्रीमद् राजचंद्र पत्रांक- २५४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
१५ सम्यग्दर्शनके सर्वोत्कृष्ट निवासभूत छ: पदोंका अमृत पत्र
(श्रीमद् राजचंद्र पत्रांक-४९३ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) १६ आत्मयोग ( श्रीमद् राजचंद्र पत्रांक- ५६९, ४९१, ६०९ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
१७ परिभ्रमणके प्रत्याख्यान (श्रीमद् राजचंद्र पत्रांक- १९५, १२८, २६४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
१८ अनुभव संजीवनी (पूज्य भाई श्री शशीभाई द्वारा लिखे गये वचनामृतों का संकलन)
१९ धन्य आराधना ( श्रीमद् राजचंद्रजीकी अंतरंग अध्यात्म दशा पर पूज्य भाईश्री शशीभाई द्वारा विवेचन )
मूल्य
२० सिद्धपदका सर्वश्रेष्ठ उपाय (श्रीमद् राजचंद्र पत्रांक- १४७, १९४, २००, ५११, ५६०, ८१९ पर पूज्य भाईश्री शशीभाई के प्रवचन)
०८-००
३०.००
०६-००
०६.००
90.00
०४-००
०८-००
90.00
१५-००
२०.००
१८.००
२०-००
२०-००
१५०-००
२५.००
Page #250
--------------------------------------------------------------------------
________________
२33
२५.००
२१ कुटुम्ब प्रतिबंध (श्रीमद् राजचंद्र पत्रांक-१०३, ३३२, ५१०,
५२८, ५३७ और ३७४ पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन) २२ दिशा बोध (श्रीमद् राजचंद्र पत्रांक-१६६, ४४९, ५७२
पर पूज्य भाईश्री शशीभाईके प्रवचन)
२५.००
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૩૪
વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ઉપલબ્ધ પ્રકાશન (ગુજરાતી) ગ્રંથનું નામ તેમજ વિવરણ
મૂલ્ય
૦૧ ગુરુગુણ સંભારણા (પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી સ્ફુરિત ગુરુભક્તિ) ૦૨ જિણસાસણું સર્વાં (જ્ઞાનીપુરુષ વિષયક વચનામૃતોનું સંકલન) ૦૩ દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ વિરચિત) ૦૪ દ્રવ્યદૃષ્ટિપ્રકાશ ભાગ-૩ (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીની તત્ત્વચર્ચા) ૦૫ દસલક્ષણ ધર્મ (ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મો પર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો) ૦૬ ધન્ય આરાધના (શ્રીમદ્ રાજચંદ્રજીની અંતરંગ અધ્યાત્મ દશા ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા વિવેચન)
૦૭ નિર્ભ્રાત દર્શનની કેડીએ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ) પરમાત્મપ્રકાશ (શ્રીમદ્ યોગીન્દ્રદેવ વિરચિત)
०८
૦૯
૧૦
પરમાગમસાર (પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના ૧૦૦૮ વચનામૃત) પ્રવચન નવનીત ભાગ-૧ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો) પ્રવચન નવનીત ભાગ-૨ (પૂજ્ય ગુરુદેવશ્રીના ખાસ પ્રવચનો)
૧૧
૧૨ પ્રવચન નવનીત ભાગ-૩ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ નય ઉપર ખાસ પ્રવચનો)
૩૫-૦૦
૧૩
પ્રવચન નવનીત ભાગ-૪ (પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૭ શક્તિઓ ઉપર ખાસ પ્રવચનો) ૭૫-૦૦ ૧૪ પ્રવચન પ્રસાદ ભાગ-૧-૨ (પંચાસ્તિકાયસંગ્રહ પર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો) ૬૫.૦૦ ૧૫ પ્રયોજન સિદ્ધિ (લે. પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ)
૦૩-૦૦
૧૬ વિધિ વિજ્ઞાન (વિધિ વિષયક વચનામૃતોનું સંકલન)
૦૭-૦૦
09-00
૧૭ ભગવાન આત્મા (દ્રવ્યદૃષ્ટિ વિષયક વચનામૃતોનું સંકલન) પથ પ્રકાશ (માર્ગદર્શન વિષયક વચનામૃતોનું સંકલન)
૧૮
૦૬-૦૦
૧૯ સમ્યજ્ઞાનદીપિકા (લે. શ્રી ધર્મદાસજી ક્ષુલ્લક)
૧૫.૦૦
૨૦ આધ્યાત્મિક પત્ર (પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના પત્રો) ૨૧ અધ્યાત્મ સંદેશ (પૂજ્ય ગુરુદેવશ્રીના વિવિધ પ્રવચનો)
૨૨ જ્ઞાનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી ચૂંટેલા વચનામૃતો) ૨૩ બીજું કાંઈ શોધ મા (પ્રત્યક્ષ સત્પુરુષ વિષયક વચનામૃતોનું સંકલન) ૨૪ મુમુક્ષુતા આરોહણ ક્રમ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૫૪ ૫ર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૨૫ સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ નિવાસભુત છ પદનો અમૃત પત્ર (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૪૯૩ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
૦૫-૦૦
૦૮.૦૦
૦૨-૦૦
૦૪-૦૦
૦૬-૦૦
૧૦-૦૦
૧૦.૦૦
૧૫-૦૦
૧૧-૨૫
અનુપલબ્ધ
| ૨૫-૦૦
૦૨-૦૦
પ્રેસમાં
૦૬-૦૦
૦૬-૦૦
૧૫-૦૦
૨૦-૦૦
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૩૫
૨૦.૦૦
૨૦-૦૦
૧૫૦-૦૦
૨૫.૦૦
૨૬ આત્મયોગ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૫૬૯, ૪૯૧, ૬૦૯ પર પૂજ્ય ભાઈશ્રી
શશીભાઈના પ્રવચનો) પરિભ્રમણના પ્રત્યાખ્યાન (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-
૧૫ ૨૮ તથા ૨૬૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) અનુભવ સંજીવની (પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા
લિખિત વચનામૃતોનું સંકલન) ૨૯ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૪૭, ૧૯૪, ૨૦૦
૫૧૧,૫૬૦ તથા ૮૧૯ પર પૂજય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૩૦ કુટુંબ પ્રતિબંધ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૦૩, ૩૩૨, ૫૧૦, ૫૨૮, ૫૩૭
તથા ૩૭૪ પર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો) ૩૧ વચનામૃત રહસ્ય પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના નાઈરોબીમાં
બહેનશ્રીના વચનામૃત' પર થયેલાં પ્રવચનો) ૩૨ પ્રવચન સુધા (ભાગ-૧) “પ્રવચનસાર' શાસ્ત્રના સળંગ પ્રવચનો ૩૩ દિશા બોધ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૧૬૬,૪૪૯, ૫૭૨,
પર પૂજય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો). ૩૪ કહાન રત્ન સરિતા (ભાગ-૧) (પરમાગમસાર માંથી ચૂંટેલા કેટલાક
વચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો)
'૨૫.૦૦
૨૫.૦૦ ૪૦.૦૦
૨૫.૦૦
૨૫.૦૦
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૬
वीतराग सत् साहित्य प्रसारक ट्रस्टमें से प्रकाशित हुई पुस्तकोंकी प्रत संख्या
०१ प्रवचनसार (गुजराती) ०२ प्रवचनसार (हिन्दी)
०३ पंचास्तिकायसंग्रह (गुजराती)
०४ पंचास्तिकायसंग्रह (हिन्दी)
०५ समयसार नाटक. (हिन्दी)
०६ अष्टपाहुड (हिन्दी)
०७ अनुभव प्रकाश
०८
परमात्मप्रकाश
०९ समयसार कलशटीका (हिन्दी)
१० आत्मअवलोकन
११ समाधितंत्र (गुजराती)
१२ बृहद द्रव्यसंग्रह (हिन्दी)
१३ ज्ञानामृत (गुजराती) १४ योगसार
१५ अध्यात्मसंदेश
१६ पद्मनंदीपंचविंशती
१७ समयसार
१८ समयसार (हिन्दी)
१९ अध्यात्मिक पत्रो (पूज्य निहालचंद्रजी सोगानी द्वारा लिखित)
२० द्रव्यदृष्टि प्रकाश (गुजराती)
२१ द्रव्यदृष्टि प्रकाश (हिन्दी) २२ पुरुषार्थसिद्दिउपाय (गुजराती) २३ क्रमबद्धपर्याय (गुजराती) २४ अध्यात्मपराग (गुजराती) २५ धन्य अवतार (गुजराती)
२६ धन्य अवतार (हिन्दी) २७ परमागमसार (गुजराती) २८ परमागमसार (हिन्दी)
२९ वचनामृत प्रवचन भाग १-२
१५००
४२००
१०००
२५००
३०००
२०००
२१००
४१००
२०००
२०००
२०००
३०००
१०,०००
२०००
२०००
३०००
३१००
२५००
३०००
१०,०००
६६००
६१००
८०००
३०००
३७००
८०००
५०००
४०००
५०००
Page #254
--------------------------------------------------------------------------
________________
३२ अनुभव प्रकाश (हिन्दी) ३३ गुरुगुण संभारणा (गुजराती)
३४ जिण सासणं सव्वं (गुजराती)
३५ जिण सासणं सव्वं (हिन्दी)
३६ द्वादश अनुप्रेक्षा (गुजराती) ३७ दस लक्षण धर्म (गुजराती) ३८ धन्य आराधना (गुजराती) ३९ धन्य आराधना (हिन्दी) ४० प्रवचन नवनीत भाग-१-४ ४१ प्रवचन प्रसाद भाग- १-२
४२ पथ प्रकाश (गुजराती) ४३ प्रयोजन सिद्धि (गुजराती) ४४ प्रयोजन सिद्धि (हिन्दी) ४५ विधि विज्ञान (गुजराती) ४६ विधि विज्ञान (हिन्दी)
४७ भगवान आत्मा (गुजराती) ४८ सम्यक्ज्ञानदीपिका (गुजराती)
४९ सम्यक्ज्ञानदीपिका (हिन्दी)
५० तत्त्वानुशीलन (गुजराती) ५१ तत्त्वानुशीलन (हिन्दी) ५२ बीजुं कांई शोध मा (गुजराती) ५३ दूसरा कुछ न खोज (हिन्दी) ५४ मुमुक्षुता आरोहण क्रम (गुजराती)
५५ मुमुक्षुता आरोहण क्रम (हिन्दी)
५६ अमृत पत्र (गुजराती)
५७ अमृत पत्र (हिन्दी)
५८ परिभ्रमणना प्रत्याख्यान (गुजराती)
५९ परिभ्रमणके प्रत्याख्यान (हिन्दी)
६० आत्मयोग (गुजराती)
६१ आत्मयोग (हिन्दी)
६२ अनुभव संजीवनी (गुजराती) ६३ अनुभव संजीवनी (हिन्दी) ६४ ज्ञानामृत (हिन्दी)
૨૩૭
२०००
३०००
२०००
२०००
२०००
२०००
१०००
१५००
५८५०
१५००
२०००
३५००
२५००
२०००.
२०००
२०००
१०००
१५००
४०००
२०००
४०००
२०००
२५००
३५००
२०००
२०००
१५००
२०००
१५००
२०००
१०००
१०००
१५००
Page #255
--------------------------------------------------------------------------
________________
२३८
६५ वचनामृत रहस्य
६६ दिशा बोध (हिन्दी - गुजराती)
६७ कहान रत्न सरिता
६८ प्रवचन सुधा (भाग - १)
६९ कुटुम्ब प्रतिबंध (हिन्दी - गुजराती)
७० सिद्धपद का सर्वश्रेष्ठ उपाय (हिन्दी - गुजराती)
७१ गुरु गिरा गौरव (हिन्दी - गुजराती)
१०००
३०००
१५००
१०००
३०००
३०००
३०००
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૯
વાચકોની અંગત નોંધ માટે
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૦
વાચકોની અંગત નોંધ માટે
Page #258
--------------------------------------------------------------------------
________________ સલર (leep San - 250 ભાવનગ૨ વીતરાગ સત સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ ભાવનગર