________________
કહાન રત્ન સરિતા
૧૩૩ છે, એને જન્મ-મરણની પરંપરાની કોઈ દરકાર નથી, એમ થયું. શું થયું એમાં ? કે હવે મારે જન્મ-મરણ ક્યાં સુધી કરવા પડશે ? અથવા તો એના નાશનો હું કોઈ ઉપાય કરું - એ જેને દરકાર નથી અને જે સંયોગ આશ્રિત પરિણામમાં તન્મય થઈને પરિણયે જ જાય છે, એમાં પણ એને રસ આવે છે, એમાં પણ એને ખુશી થાય છે. (અહીંયા) કહે છે કે એ જીવ પાગલ છે! એને ગાંડપણ છે, એમ કહે છે. વિવેક નથી એટલે એને પાગલ કહેવામાં આવે છે. જગતમાં ભલે એ ડાહ્યો ગણાતો હોય અને કહેવાતો હોય.
માણસ કહે છે ને ? કે પાંચમાં પૂછાય તેવા ભાઈ છે. એનામાં બુદ્ધિ ઘણી છે અને પાંચ જણ એને પૂછે અને એની સલાહ લઈને કામ કરે. એમ દુનિયાદારીમાં ભલે એ ડહાપણવાળા, વિવેકવાળા, બુદ્ધિવાળા, વિચારવાળા કહેવાતા હોય અને ગમે તે સ્થાને હોય, તોપણ જેણે જન્મ-મરણના નાશની દરકાર નથી કરી અને એ કર્યા વિના કોઈપણ પ્રકારે એ ખુશ છે, સંતુષ્ટ છે - કે ઠીક છે ! આપણને કોઈ વાંધો નથી એને અહીંયા ભગવાન પાગલ કહે છે. જ લોકો ડાહ્યા કહે તેથી એનાં જન્મ-મરણ ન મટે! લોકો માન આપે. હારતોરા પહેરાવે, સન્માન કરે, સન્માનપત્રો આપે, આપે છે ને બધાં ? રિવોજ છે કે નહિ ? એથી કાંઈ જન્મ-મરણનો નાશ ન થાય અથવા એને લઈને આત્મામાં કાંઈ લાભ થાય એમ નથી. એને લઈને કાંઈ અંદરમાં શાંતિ થાય, બીજાં માન આપે તેથી એને શાંતિ થાય, સંયોગો બધાં અનુકૂળ (થઈ જાય) આખી દુનિયા અનુકૂળતામાં ફેરવાઈ જાય તો અંદરમાં શાંતિ થાય, એવો કોઈ પ્રકાર નથી. અને છતાં કલ્પિતપણે એમાં રાજી થવું, કલ્પનામાં રાચિને રાજી થવું એ કામ પાગલ જેવું છે. એમ અહીં કહે છે.
પ્રશ્ન :- આમ તો અહીંયા રોજ સાંભળવા આવીએ છીએ. જન્મ-મરણનો નાશ કરવા સાંભળીએ છીએ ?
સમાધાન :- જન્મ-મરણનો નાશ મિથ્યાત્વનો નાશ થતાં થાય. એમ ન કહ્યું કે રોજ સાંભળો એટલે નાશ થાય, રોજ વાંચો એટલે નાશ થાય. અંદરમાં જો મિથ્યાત્વનો નાશ થાય અને સમ્યક પ્રગટ થાય તો નાશ થાય, જન્મમરણનો નાશ થાય. બીજું બધું બાહ્ય ક્રિયામાં જાય છે. જેટલો કોઈ બહારમાં દેખાવ થાય છે અથવા જે આત્માની અંતર્મુખની અંતરંગ ક્રિયા સિવાયની