________________
જેને માથે જનમ-મરણની ડાંગુ તોળાઈ રહી છે અને તે સંજોગોમાં રાજીપો માની રહ્યો છે તે પાગલ છે. ૨૩૩. :
પ્રવચન-૧૪ તા. ૭-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ-૨૩૩) જેણે જન્મ-મરણનો અભાવ સમ્યગ્દર્શનપૂર્વક કર્યો નથી, જ્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જન્મ-મરણ ઊભું છે, નાશ નથી થયો, એનો છેદ નથી થયો. એ જે જન્મ-મરણની પરંપરા છે એ એમને એમ જેની ઊભી છે, એટલે મિથ્યાત્વનો નાશ નથી થયો, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. મિથ્યાત્વનો નાશ થવાથી (ધર્મની) શરૂઆત થાય છે. એ મિથ્યાત્વ) જન્મ-મરણનું ને પરિભ્રમણનું કારણ છે.
એ મિથ્યાત્વ પરમાં નિજબુદ્ધિ થવાથી છે. મિથ્યાત્વ છે એ પર પદાર્થમાં ને પરભાવમાં નિજબુદ્ધિએ મિથ્યાત્વ (થાય છે. તે જીવ સંયોગોમાં રાજીપો માની રહ્યો છે એટલે મિથ્યાત્વને વધારે સેવી રહ્યો છે. પરમાં નિજબુદ્ધિ (કરે છે એટલે રાજીપો થાય છે). રાજીપો ક્યારે થાય છે એને ? કે સંયોગોમાં પણ એને કલ્પના થાય છે કે આ પ્રકારનાં મારાં સંયોગો થઈ ગયા, હવે મને વાંધો નથી. એમ જે અનુકૂળતાની કલ્પના કરીને ખુશ થાય છે, રાજી થાય છે, સર્વસ્વ છે એવું માને છે, એને શું માને છે એ ? સર્વસ્વ માને)