________________
કહાન રત્ન સરિતા
૧૩૧ આ એના માનેલા સુખમાં એને ક્યારેય તૃપ્તિ નથી થતી. તે સુખ નથી એ એનું ઉપલક્ષણ છે.
‘પશ્ચાતું દુઃખ તે સુખ નહિ. “બહુ પુણ્ય કેરા પુંજ' (કાવ્યમાં) શ્રીમદ્જી એ ૧૬ વર્ષની ઉંમરમાં આ ગાયું છે કે પશ્ચાતું દુઃખ તે સુખ નહિ.” તે સુખ નથી. અંદરમાં આત્માને તૃપ્તિ થાય એવું જે સુખ છે એ (જ) સુખ (છે). (એ) સુખની વિદ્યમાનતા અંતરમાં ભાસે નહિ ત્યાં સુધી જોરથી અંદર આવવું છે . એકદમ અંતર્મુખ થઈને, વેગથી - પુરુષાર્થથી જે અંતર્મુખ થવું છે, એ પુરુષાર્થ તારો ઉત્પન્ન નહિ થાય અને વર્તમાન વીર્ય ગુણનો ક્ષયોપશમ - જે પુરુષાર્થ ઊંધો ચાલે છે (અર્થાતુ) બહિર્તત્ત્વને પ્રાપ્ત કરવા, મેળવવા ને ભોગવવા તારો પુરુષાર્થ જાય છે, એ તારો પુરુષાર્થ મટશે નહિ. ઊંધો પુરુષાર્થ દિશા પલટીને સવળો થાય ત્યારે એણે અંદરમાં આત્મામાં જંપલાવ્યું એમ કહેવામાં આવે, પણ બહારમાં જંપલાવ્યા કરતો હોય એ અંદરમાં આવી શકે નહિ. એટલે બહુ માર્મિક રીતે એ વાત લીધી છે.
આ જીવે એને પોતાને એક પ્રશ્ન પૂછવા જેવો છે કે તેને અનુકૂળતામાં અંતરથી સુખ અનુભવાય છે ? તને પૈસા આદિ બહારની પ્રાપ્તિ થાય છે, સંયોગોની વૃદ્ધિ થાય છે . એમાં તને રાજીપો થાય છે ? જો થાય છે) તો તો અંદરમાં જંપલાવી શકીશ નહિ.
વળી, એ પ્રશ્ન પણ પૂછવા જેવો છે કે અંતરમાં જે અનંત સુખ ભર્યું છે એ સુખની વિદ્યમાનતા તને ભાસે છે ? આટલી વાત છે. જો આ બધાં મેળવાળા પડખાં ચોખ્ખાં ન હોય તો બીજું બધું કરવું એ કંઈ કરવા જેવું રહેતું નથી. આ એક જ જગ્યાએ તેણે પોતાની શક્તિ લગાવવી જોઈએ. બીજાં બીજાં કાર્યમાં લગાવવી જોઈએ નહિ. (એમ) બહુ લાગુ પડે તેવો ૨૨૦મો બોલ છે. અહીં સુધી રાખીએ.