________________
૧૩૦
[પરમાગમસાર-૨૨૮]
થયેલું છે, એ જ્યાં સુધી આત્મામાં સુખ ભાસી'ને છૂટે નહિ (એટલે કે) ‘વિચાર'થી છૂટે (એમ) નહિ પણ અંતરમાં સુખ ભાસે ત્યારે તે છૂટે. (એમ કહેવું છે). એ પહેલાં એનો બીજો કોઈ ઉપાય છે નહિ.
આત્મા અનંત અનંત સુખથી ભરપૂર છે. એની જે હયાતિ છે - સુખની જે વિદ્યમાનતા છે, એ વિદ્યમાનતા છે’ એની હયાતીને સ્વીકારે નહિ, જ્ઞાનમાં જણાય નહિ, ભાસે નહિ, સ્વીકાર આવે નહિ ત્યાં સુધી વિપરીત દિશા - વિપરીત વાત જે ઊભી થઈને ઊભી રહી છે એ છૂટી શકતી નથી. એના છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી અને ત્યાં સુધી ગમે તે (કરે), આ સિવાય ગમે તે ક૨ે તે બધું એકેય સાચું નથી એકેય સાચું નથી. મૂળમાં વાત આ છે કે અંતરમાં સુખ છે એ તને ભાસે છે ? આ વાત છે. અસ્તિથી લીધું છે કે અંતરમાં સુખ છે એમ ભાસે છે ?
·
શ્રીમદ્ભુએ બહુ સરસ ફકરા લખ્યાં છે. એમાં એક વાત બહુ સરસ લખી છે. એમ જ ડાયરી લખતાં હોય એવી રીતે એમ ને એમ જ લખ્યાં છે. હે જીવ ! તું ભ્રમા મા. એમ પોતાને ઉદ્દેશીને લખતાં હોય ને ! હે જીવ ! તું ભ્રમા મા. તને ખરું કહું છું, તને સાચું કહું છું; સુખ અંતરમાં છે, સુખ આત્મામાં છે અને તારું સુખ ક્યાંય બહાર નથી. આવે છે ? (પત્રાંક - ૧૦૮). ફકરાં આવે છે, બહુ સરસ આવે છે ! માટે તારા સુખને શોધવા અને તારા સુખનો અનુભવ કરવા તું ક્યાંય બહાર જઈશ નહિ. એટલી
વાત છે.
અંદરમાં કેવું આત્મિક સુખ પડ્યું છે એની (જીવને) કલ્પના નથી. મૂળ તો જગતવાસી જીવને અનુકૂળતામાં કષાયની મંદતા થાય તે સુખ અને પ્રતિકૂળતામાં કષાયની તીવ્રતા એટલે આકુળતા થાય તે દુ:ખ). તીવ્ર આકુળતાને દુ:ખ અને મંદ આકુળતાને સુખ બસ ! આમ નક્કી કર્યું છે એટલે એ કલ્પના એની જ કરે છે. (અહીંયા) કહે છે (કે) એ તો બન્ને દુઃખ છે, બન્ને આકુળતા છે. તીવ્રતા કે મંદતાના ભેદે એ બન્ને ભેદ આકુળતાના છે. એમાં ક્યાંય નિરાકુળપણું નથી.
-
અંદરમાં જે આત્માનું નિરાકુળ સુખ છે, એ સુખ તો અનંત છે અને એ સુખની શરૂઆત થયા પછી એ અનંત સુખની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. એવું જે અંતરનું આત્મિક સુખ છે, જેમાં જીવને તૃપ્તિ થાય છે -