________________
૧૦૧
કહાન રત્ન સરિતા કરવું છે અને શું નથી કરવું ? એનો એણે એક મૂળમાં પણ અભિપ્રાય તૈયાર કરી લેવો જોઈએ. તો પછી જ્યાં ક્યાંક ફેરફાર કરવાનો વારો આવે, ત્યાં પકડ ન આવે, જીદ ન થાય, હઠ ન થાય. પણ સીધી સરળતાં થાય કે ઠીક છે, આ વાત યોગ્ય છે, એમ કરો. આ યોગ્ય લાગે છે તો બરાબર એમ કરો અને નહિતર એને પકડ આવે કે નહિ, આમ નહિ ને આમ કરવું જોઈએ. બહુ ફેર પડતો નથી માટે પણ હું કહું એમ કરવું જોઈએ. તમારી વાત થોડી ઠીક હોય પણ હું કહું એમાં જરાક ફેર, ખાસ ફેર પડતો નથી માટે પણ હું કહું છું તેમ કરવું જોઈએ. એમ કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક અસરળતાના પરિણામ થયા જ કરે. આવી એક પરિસ્થિતિ છે.
પ્રશ્ન :- એવા કોઈ પ્રસંગો ઊભા ન થયા હોય તો એ કેવી રીતે થાય ?
સમાધાન :- એમાં શું છે કે પૂર્વકર્મ અનુસાર જે તે પ્રકારના ઉદય છે એ ઉપસ્થિત થયા વિના રહેતાં નથી. પૂર્વકર્મ અનુસાર જે તે પ્રકારના જે ઉદય છે, એ એના હાથની બાજી નથી. બહારમાં શું સંયોગ-વિયોગ થવાં, ક્યા પ્રકારના ઉદયમાન પ્રસંગો થવાં, એ તો કોઈ જીવના અધિકારની વાત નથી. હવે એને વિવેક એટલો જ કરવાનો છે કે આમાં યોગ્ય શું ? અને અયોગ્ય શું ? સત્ય શું ? અને અસત્ય શું ? બસ ! એને નિર્દોષ થવું છે ને, આખરમાં તો પોતાને નિર્દોષ થવું છે. તો એનું બધું વલણ નિર્દોષતા પ્રત્યે હોવું જોઈએ ને ? પછી કાંઈ તકલીફ નથી. પછી સરળતા પણ આવશે, પછી અસરળતા નહિ રહે. એમ છે.
બીજું શું છે કે આત્માને પરિણામમાં જે શુદ્ધિનું પ્રયોજન છે એ શુદ્ધિની સાથે કેટલો સંબંધ છે ? એટલે કે એ પ્રયોજનમાં કેટલું સ્પર્શે છે ? (બાહ્ય) પ્રસંગને પ્રયોજન સાથે કેટલું લાગે-વળગે છે ? યથાર્થ લક્ષમાં એનો આંક એને રહે છે. એટલે એના ઉપર એની એ કિંમત આંકે છે, અને એના ઉપર એની બાંધછોડ રહે છે. જે Adjustment કરવાનું હોય છે એ આ મૂળ કિંમતને પકડીને વાત છે. એટલે પછી ક્યાંય એને તકલીફ પડતી નથી.
અહીંયા શું છે, કે ધર્મનો વિષય છે અને ધાર્મિક રીતે પણ આ જીવે, ધાર્મિક વિષયમાં પણ અનેક પ્રકારે પૂર્વે અભિપ્રાય બાંધેલો છે. સાવ કોરી પાટીવાળો કોઈ નથી. જે તે સંપ્રદાયમાં મનુષ્યપ્રાણીનો જન્મ થાય છે એનો અર્થ જ એ છે કે તે સંપ્રદાયને અનુમોદન આપવા જેવાં પરિણામ એણે