________________
૪
કહાન રત્ન સરિતા
૪૧
એને પુષ્ટિ મળે છે. એમ કીધું છે. મિથ્યા ભાવને પુષ્ટિ મળે છે એટલે મિથ્યાત્વ દૃઢ થાય છે. એ મિથ્યાત્વને છોડતા વિશેષ તકલીફ પડે છે. એમ કહેવા માગે છે. એમાં જૈનદર્શનનું ગૂઢ રહસ્ય છે.
બાહ્ય ત્યાગ તો જગતના અન્યમતોમાં પણ કરવામાં આવે છે. ત્યાગી, સન્યાસી અન્યમતોમાં નથી હોતાં, એવું તો બનતું નથી. એ પણ બને છે ને ? અને સામાન્ય રીતે તત્ત્વના વિષયમાં ઊંડા નહિ ઊતરનારા જીવો એમ વિચારે છે કે ઠીક છે ! આપણે આપણા ધર્મમાં કહ્યું હોય તે પ્રમાણે ત્યાગ કરીએ, બીજાઓ બીજાના ધર્મમાં કહ્યું હોય તે પ્રમાણે ત્યાગ કરે. સૌ સૌના ધર્મ પ્રમાણે પોતપોતાનું આચરણ કરે. એમાં શું ખોટું છે ? આમ ઉપરટપકે વિચારે છે. પણ એ રીતે બાહ્ય દૃષ્ટિથી ધર્મના વિષયમાં વિચારવા યોગ્ય નથી.
ધર્મના વિષયમાં તો તત્ત્વદષ્ટિએ વિચારવું જોઈએ કે આત્મતત્ત્વને અનુરૂપ આત્માકાર પરિણામ તે શું છે ? અને આત્મતત્ત્વથી વિરુદ્ધ જાતિના પરિણામ શું છે ? જાતિની ઓળખ કરવી પડે છે. ભાવમાં સ્વભાવ-જાતિ અને વિભાવજાતિ એવી બે જાતિ છે.
(અહીંયા કહે છે કે) ‘દૃષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી...' કેમકે પ્રથમ કાર્ય શ્રદ્ધાનું છે, ધર્મના પ્રકરણમાં પ્રથમ કાર્ય શ્રદ્ધાનું છે. દૃષ્ટિ કહો, શ્રા કહો, (એક જ વાત છે.) એ શ્રદ્ધામાં પોતાના નિજાત્મસ્વરૂપને શુદ્ધાત્મસ્વરૂપને શ્રદ્ધવું જોઈએ, તેના બદલે જીવ અનાદિથી કોઈને કોઈ પ્રકારના રાગને આત્માપણે શ્રદ્ધે છે. (રાગ) તે ‘હું' એવો અનુભવ છે. રાગ તે ‘હું' એવો અનુભવ છે, એ રાગની શ્રદ્ધા બતાવે છે. ત્રિકાળ શુદ્ધાત્મ સ્વરૂપ છે, મૂળ તત્ત્વ છે, અસલ તત્ત્વ છે - તે ‘હું’ એવો અનુભવ નથી, તેથી તેને આત્માની શ્રદ્ધા નથી.
(અહીંય!) તો કહે છે કે શ્રદ્ધામાં એનો ત્યાગ થઈ જવો જોઈએ. ભલે સાધકદશા હોય અને શુભરાગ આવે પરંતુ શ્રદ્ધામાં તેનો ત્યાગ વર્તે છે). પરિપૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી શુભ રાગ વિશેષે કરીને આવે, અશુભ રાગ ઘટીને આવે, શુભ રાગ વધીને આવે, આવું પણ થાય. સાધકદશા શરૂ થતાં આ પરિસ્થિતિ થાય. સામાન્ય રીતે સંસારી પ્રાણીને અશુભ રાગ વિશેષ છે અને શુભ રાગ ઓછો છે, તેથી અધોગતિમાં જાય છે, અને બે હજાર