SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ [પરમાગમસાર-૯૯] દૃષ્ટિકોણ છે. કોઈપણ જીવને વિશે, એ બાહ્ય ત્યાગથી કે બાહ્ય સંયોગવિયોગથી માપ કરતાં નથી. કોઈ દેખાવથી માપ કરતાં નથી, શરીરના દેખાવથી, વાણીના દેખાવથી, એવાં કોઈ દેખાવથી એ વિચારતાં નથી. પણ જીવની શ્રદ્ધા ક્યાં પડી છે ? જીવે અનંત શાંતિના પિંડને શ્રદ્ધામાં પકડ્યો છે ? કે શ્રદ્ધામાં અનાદિથી ચાલુ જે રાગ છે. એની ને એની પકડ ચાલુ જે.. છે ? બસ ! આટલું જોવાય છે... અનાદિથી જે શ્રદ્ધાનું ગ્રહણ છે (એટલે કે) જે શ્રદ્ધામાં રાગનું ગ્રહણ છે, એનો ત્યાગ કરે નહિ અને બાહ્ય પદાર્થનો ત્યાગ કરી બેસે (તો) તે મિથ્યાત્વના જ પોષણનું કારણ થાય છે. જીવને મિથ્યાત્વ તો છે જ, અનાદિ અગૃહીત મિથ્યાત્વ- પ્રથમ પહેલું ગુણસ્થાન તો ચાલુ જ છે. એ પહેલું ગુણસ્થાન ચાલુ છે એમાં એને નવું - વધારે શું થયું ? કે એનું (મિથ્યાત્વનું) પોષણ મળ્યું. કેમકે મિથ્યાત્વમાં (રહેલો) જીવ પર્યાયદૃષ્ટિ છે અને પર્યાયદૃષ્ટિ છે એટલે પર્યાયમાં એને અહંપણું છે એ પર્યાયનું અહંપણું ત્યાં વધું કે મેં આટલો ત્યાગ કર્યો, હું આટલો ત્યાગી થયો, આટલો વ્રતી થયો, મેં આટલાં - આટલાં કાર્યો કર્યા. એમ પર્યાયદૃષ્ટિના મિથ્યાત્વના ભાવનું પોષણનું જ એ કારણ થાય છે.. શુદ્ધાત્મતત્ત્વના અનુભવનો પ્રયાસ કરતાં કરતાં કષાય મંદ થાય અથવા મુખ્યપણે શુદ્ધાત્માનો આલંબન લેવાનો પુરુષાર્થ વર્તે, અને એ પુરુષાર્થ અને એ પ્રયાસ થતાં થતાં સાથે કષાયની મંદતા થાય, અને એ કષાયની મંદતાના નિમિત્તે બાહ્ય પદાર્થોનો ત્યાગ થાય, તો તે ઉચિત જ છે. (ત્યારે) એને સ્વરૂપના ગ્રહણ અને રાગાદિ પરદ્રવ્ય અને પરભાવના ત્યાગમાં સાનુકૂળ નિમિત્ત ગણવામાં આવે છે અથવા એ સાનુકૂળ પરિણમન ગણવામાં આવે છે. પણ શુદ્ધાત્મતત્ત્વના અવલંબનનો પ્રયાસ ન કરે અને માત્ર બાહ્ય પદાર્થના ગ્રહણ-ત્યાગના વિધિ-નિષેધના પ્રયત્ન અને પુરુષાર્થમાં લાગે, તેને આત્મલાભ તો ન થાય પણ મિથ્યાત્વનું પોષણ થાય, એમ કહેવા માગે છે. લાભ થવાને બદલે એને નુકસાન થાય. પણ એ નુકસાન મિથ્યાત્વનું છે, એ મિથ્યાત્વ અને સમ્યક્ત્વના વિષયમાં જીવ અજાણ્યો હોવાથી એને એનો ખ્યાલ આવતો નથી કે આમાં નુકસાન શું થાય છે ? એમ છે. મિથ્યાત્વ થાય છે, એમ નથી કહ્યું. મિથ્યાત્વ તો છે જ પણ એનું પોષણ થાય છે, દૃઢ થાય છે,
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy