SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કહાન રત્ન સરિતા , સામે ન આવી હોય ત્યાં સુધી વાંધો નહિ, પણ સામે આવે ત્યારે કોઈ એમ કહે કે અમારે આ બધી ખટપટમાં નથી પડવું, તો શું થાય ? પૂજ્ય ભાઈશ્રી :- ખટપટ નથી, આ તો વસ્તુનું સ્વરૂપ છે. આ તો વસ્તુનું સ્વરૂપ છે અને એનો નિર્ણય કરવો પડે છે. વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવો એ પણ જો તને ખટપટ લાગતી હોય તો એ સિવાયનો વિષય ખટપટ વગરનો લાગ્યો ! એ સિવાયનો વિષય જ બધો ખટપટવાળો છે. મુમુક્ષુ - કોઈ કહે અમારે ઝીણું કાંતણ નથી કરવું. પૂજ્ય ભાઈશ્રી :- ઠીક ! ઝીણુ કાંતણ નથી કરવું, કેમકે ઝીણું કાંતણ ખટપટ છે ! અને જાડું કાંતણ છે એ ? એ તો એને પોતાનું હિત સૂઝર્યું નથી. તમને કોઈ એમ કહે કે, ભાઈ ! તમે આ બકાલાનો વેપાર કરો છો અને લારી લઈને ફરો છો ને, આવોને, મારી હીરાની દુકાને બેસાડું. (કોઈ) એમ કહે કે, આવો હીરાની દુકાને - પંચરત્નમાં અને હું કહું, ના, ના! મારે શાકની લારી સારી છે !' ભાગ્ય ફૂટી ગયું છે ! બીજું કાંઈ છે નહિ. અહીં સુધી રાખીએ. પ્રવચન-૪, તા. ૭-૧૧-૧૯૮૨ પરમાગમસાર. ૯૯ બોલની છેલ્લી બે લીટી. “દષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી અને બહારના ત્યાગ (જીવ) કરી બેસે છે તે મિથ્યાત્વના જ પોષણનું કારણ છે.' એમ લેવું છે, શું કહે છે? દૃષ્ટિમાં, એકાંત અનંત - શાંતિનો પિંડ છે એવો જે શુદ્ધાત્મા (એટલે કે, નિજસ્વરૂપ, એનું ગ્રહણ થવું જોઈએ. તત્ત્વદૃષ્ટિ જીવ એમ જોવે છે કે જીવે શ્રદ્ધામાં શું ગ્રહણ કર્યું છે ? શ્રદ્ધા કોને ગ્રહણ કરે છે ? એ તત્ત્વદૃષ્ટિ જીવનો જોવાનો મુખ્ય
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy